AAVISHKAR books and stories free download online pdf in Gujarati

AAVISHKAR

સુખી દાંપત્યનો ‘‘આવિષ્કાર’’ (૧૯૭૩) -કિશોર શાહઃસંગોઇ

બાસુ ભટ્ટાચાર્યની સંવેદનશીલ ફિલ્મોમાંની એક ફિલ્મ છે આવિષ્કાર. પ્રેમલગ્ન કર્યા પછીના, તિરાડ પડેલા ભગ્ન લગ્નજીવનની વાત કાવ્યાત્મક રીતે, જીંદગીના રોજબરોજના પ્રશ્નો દ્વારા, ફ્લેશબેકને આધારે આલેખાઇ છે. અર્થપૂર્ણ સંવાદો અને સુંદર અભિનય આ ફિલ્મને હળવા હલેસે ગતિ આપે છે. રાજેશ ખન્નાને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો હતો.

નિર્માણ-લેખન-ડિરેકશન-સ્ક્રીન પ્લે : બાસુ ભટ્ટાચાર્ય

સંગીત : કનુ રોય

સંવાદ : જ્ઞાનદેવ અગ્નિહોત્રી

ગીત : કપિલ કુમાર-જ્ઞાનદેવ અગ્નિહોત્રી

ગાયક : આશા ભોસલે-મન્ના ડે- જગજીતસીંહ-ચિત્રાસીંહ

કેમેરા-ઍડિટીંગ : નંદુ ભટ્ટાચાર્ય

આસી. ડિરેકટર : માણેક ચેટર્જી-જ્ઞાનદેવ અગ્નિહોત્રી

કલાકાર : શર્મીલા ટાગોર-રાજેશ ખન્ના-દીના ગાંધી-ડેનીસ ક્લીમેન્ટ-સત્યેન્દ્ર કપ્પુ-મોનીકા જસાણી-દેવેન્દ્ર ખંડેલવાલ-મહેશ શર્મા-મીના જોહર

કથા : અમર(રાજેશ ખન્ના) અને માનસી(શર્મીલા ટાગોર) કુટુંબથી વિરૂદ્ધ જઇને પ્રેમલગ્ન કરે છે. એમને એક દિકરી પણ છે. આપબળે ઊંચો આવેલો અમર ઍડ એજન્સીમાં ઉંચો હોદ્દો ધરાવે છે. પ્રેમનો વરખ ઉતરતાં એ ઑફિસમાં કામ કરતી સેક્રેટરી રીટા તરફ ખેંચાય છે. રીટા પણ એને પોતા તરફ ખેચે છે.

રીટા : શાદીશુદા આદમી તો જ્યાદાતર અકેલા હી હોતા હૈ. ઇન્સાન કી જીંદગીમેં સબ સે કીમતી, સબસે બહેતરીન ચીજ ક્યા હૈ ?

અમર : ઇન્સાન કી જીંદગીમેં સબ સે બહેતરીન, સબસે કીમતી ચીજ હૈ દિલ્લગી.

રીટા : કૈસા જવાબ હૈ !

અમર : જૈસા જીના હૈ.

રીટા : નહીં વૈસા નહીં. ઇન્સાન કી જીંદગીમાં સબ સે કીમતી, સબસે બહેતરીન ચીજ ખ્વાબ હૈ. સબ કુછ હોતે હુએ ભી અગર બહેતરીન ખ્વાબ ન હો તો જીંદગી જીને લાયક નહીં રહેતી.

અમર : યાની શાદીસુદા લોગોં કી જીંદગીમેં ખ્વાબ નહીં હોતે ?

રીટા : નહીં, ખ્વાહીશ, સીર્ફ ખ્વાહીશ હોતી હૈ. શાદીસુદા લોગ, પ્રેક્ટીકલ લોગ ખ્વાબ કહાં દિખા શક્તે હૈ ! રીટા : શાદી કે સાથ સાથ પ્યાર, સપનેં સબ કે લિયે કબર ખુદ જાતી હૈ ઔર ઉસકે બાદ બચ્ચે આકર સબ કુછ દફના દેતે હૈ.

***

આમ અવઢવમાં રહેતા અમરના જીવનમાં કડવા પ્રસંગો ઊભા થાય છે.

અમર : ઇસકા મતલબ હૈ કી અબ તુમ્હારે દિલમેં મેરે લીયે ન કોઇ ઇજ્જત હૈ ન યકીન. તુમ જલતી હો, શક કરતી હો. ક્યોં કી તુમ્હે ખુદ અપને આપ પે વિશ્વાસ નહીં.

માનસી : અગર મેરા વિશ્વાસ તૂટા હૈ, ઇસ કે જીમ્મેદાર તુમ હો.

અમર : હાં, હાં, સબ કુછ મેરી વજહ સે હી હોતા હૈ. મેરી વજહ સે તુમ્હારા વિશ્વાસ તૂટા, મેરી વજહ સે તુમ મુઝસે તંગ આ ચૂકી હો, લેકીન મેરી વજહ સે જો મુઝે તુમસે મીલના ચાહીએ વો ક્યોં નહીં મીલતા ?

માનસી : ક્યોં કી તુમ હમેશ મુઝે નીચા દિખાને કી કોશીષ કરતે હો. કભી મૂહ ખોલ કર કહા તુમને કી ક્યા ચાહીએ તુમ્હે ? ક્યા હૈ જો તુમ્હે નહીં મીલતા. તુમ ચાહતે હો તુમ્હારે મન કી બાત બોલે બગૈર મૈં સમજ જાઉં. લેકીન તુમ્હારા મન, વો કહાં હોતા હૈ, અમર ! તુમ હમેશાં મેરી ગલતીયાં નીકાલતે હો. કભી કીસી બાત કે લીયે તુમને મેરી તારીફ કી હૈ ? જહાં તક મેરા સવાલ હૈ ન અમર, તુમ સીર્ફ બર્ફ કા એક ટુકડા હો.

અમર : મૈં એક બર્ફ કા ટુકડા ! આજ એક બર્ફ કા ટુકડા. લેકીન યાદ કરો જબ મૈં ખોલતે પાની કી તરહ ગરમ થા.

માનસી : યહી તો હૈ, યા તો તુમ બરફ હો યા ખોલતા પાની.

અમર : સબ કુછ તુમ્હારી વજહ સે.

માનસી : ચલો, કુછ તો તુમ મેરી વજહ સે હો.

અમર : હું લેકિન હોના નહીં ચાહતા હું.

માનસી : ઠીક હૈ, ઠીક હૈ, બસ. મૈં હાર ગઇ; તુમ જીત ગયે. અબ પ્લીઝ ચૂપ કરો. થોડી સી શાંતિ તો મીલે.

અમર : શાંતિ, શાંતિ અગર ચૂપ કરને સે યા હારને સે યા જીતને સે મીલતી તો દુનિયા કબ કી સુખી હો જાતી, તુમ્હે શાંતિ ચાહિયે, સચમૂચ કી શાંતિ ચાહીયે તો પહલે અપને આપ કો અંદર સે શાંત કરો. ફિર મીલેગી.

માનસી : યહી તો તુમ્હારી ખુબી હૈ અમર. ઇતની કઠિન બાત કીતની આસાની સે કહે ગયે. તો એક બાત ઔર ભી બતા દો. અંદર કો શાંત કરને કે લીએ બાહર ક્યા કરના ચાહિયે ?

અમર : સમજને કી કોશીષ, આપસી અંડરસ્ટેન્ડીંગ કી ખોજ

માનસી : તો ઇસ ખોજ કે લીએ આપ રીટા તક પહોંચ જાતે હૈ ?

અમર : નહીં, નહીં. વો આતી હૈ. સમજદારી કે સાથ, પ્યાર કે સાથ. ઔર તુમ્હારા બરફ કા ટુકડા અપની પ્યાસ સે પીઘલ જાતા હૈ.

માનસી (મનમાં ) : અમર, અમર, યહીં પીઘલ જાઓ ન, યહીં પીઘલ કર દેખો. સારે સંસાર કા પ્યાર તુમ્હે હી મીલેગા. ઇસ છોટે સે દિલ મેં, ઇન્હી છોટી છોટી ધડકનોં મેં. હાં, યહીં, સીર્ફ યહીં.

***

ક્યારેક અમર ભૂતકાળ યાદ કરીને પોતાના જીવનમાં માનસી સાથે વિતેલા સુખદ પ્રસંગો વાગોળી લે છે. અંતે અમર અને માનસી જીવન એક સમાધાનની શ્રુંખલા છે એ સમજી, એકમેકને સમજી, ફરીથી એક થઇ જાય છે.

અમર : મહાશૂન્ય કે મહાવિસ્તાર મેં હૈ એક સુનહરા સંસાર. ઘર હૈ વહી સૂરજ ઓર ધરતી કા. જન્મી હૈ વહીં જીંદગી. પૈદા હુઆ હૈ પ્યાર. પ્યાર કા, પ્રકાશ કા, સૂરજ હૈ મહાપુષ્ટ. ઉસીકી મહેક સે મહેકતા હૈ માનવ મન. સમય કી, શ્રીજન કી સૂરજ હૈ પહલી મુસ્કાન. ઉસી સે હૈ ઉન ચાર કદમોં કા જીવન સંગીત. સુહાગ કા, સુહાગ રાત કા સૂરજ હૈ પહલા પતિ. આતા હૈ રોજ નયે રંગ સે, જાતા હૈ રોજ નયે ઢંગ સે. સજતા હૈ, સજાતા હૈ, પ્રાણ દે ધરતી કો. મૌસમ કી મહેંદી સે, બિજુરી કી બિંદી સે, બાદલ કે કાજલ સે. યોગ કા, ભોગ કા શાશ્વત સંભોગ કા સૂરજ હૈ મહાયોગી. રીતી ઓર રિવાજ હૈ ઉસી કી પરંપરા, કાયા કરમ ઉસી સે. માયા કરમ ઉસી સે. દૃશ્ય ભરમ ઉસી સે, સ્વન પહન ઉસી સે. સત્ય...સપને.... ઇસ કવિતા મેં કુછ લાઇનેં ઓર થી. લેકિન મુઝે વો યાદ નહીં આતી.

માનસી : કૌન સી લાઇનેં ?

અમર : ઉન લાઇનોં કા મતલબ થા, ધરતી સૂરજ કે ચારોં ઔર ઘૂમતી હૈ. જબ સે યે સંસાર બના હૈ તબ સે બરાબર ઘૂમ રહી હૈ, ઘૂમતી જા રહી હૈ.

માનસી : તરીકા તો અચ્છા હૈ.

અમર : કૌનસા ?

માનસી : યહી મેરે ડેડી મેરી મમ્મી સે ડીમાન્ડ કરતે રહે કી તુમ, તુમ સીર્ફ મેરી પત્ની હો. ઇસ લીયે હમેશાં મેરી ચારોં ઓર ઘૂમો. યહી મેરે ડેડી કે ડેડી મેરી દાદી કો કમાન્ડ કરતે રહે, તુમ સીર્ફ મેરે બચ્ચોં કી મા હો, ઇસ લીયે મેરે ચારોં ઔર ચક્કર લગાઓ. જાનતી હું અમર, તુમને ભી હમેશાં યહી ચાહા.

અમર : નહીં માનસી. હમને ઉસ સે બહોત જ્યાદા ચાહા ! ક્યોં ચાહા ? ક્યોં કી હમારી ચાહ શાદી સે નહીં, પ્યાર સે પૈદા હુઇ. હમારા પ્યાર જો હૈ ન માનસી; યાદ કરો શાદી કે પહલે કે દિન, યાદ કરો. શાદી સે પહલે હમ જબ મીલતે થે, છુપ છુપ કર મીલતે થે. કીતની દેર કે લીયે મીલતે થે ? એવરેજ નીકાલો તો એક ઘંટે કે લીએ. ઉસ એક ઘંટે મેં હમ દોનોં સબ સે અચ્છે કપડે, સબ સે અચ્છી બાતચીત, સબ સે અચ્છે તૌરતરીકે લેકર; કમ સે કમ ટાઇમ મેં એક દૂસરે કો જ્યાદા સે જ્યાદા ઇમ્પ્રેસ કરને કી કોશીષ કરતે થે. ઉસ એક ઘંટેવાલી તુમ ઔર ઉસ એક ઘંટેવાલા મૈં કીતને અચ્છે થે !

માનસી : ઔર ઉસ એક ઘંટેવાલે હમ કીતને ખરાબ હૈ !

અમર : ખરાબ નહીં માનસી, કુછ કર નહીં પાતે.

માનસી : શાદી સે પહલે કોઇ ઐસી બાત નહીં થી અમર, જો તુમ કર નહીં પાતે થે.

અમર : તબ મૈં પ્રેમી થા. આજ પતિ હું. તબ જીંદગી એક સપના થી. હમ હમ થે. આજ જીંદગી એક લાચારી હૈ, એક રીતી હૈ, રીવાજ હૈ. હમારે હમ કે દો ટૂકડે હો ગયે. તુમ્હારા મૈં ઓર મેરા મૈં.

માનસી : હાં અમર, હમારે મૈં હમેશાં મૈં મૈં કરતે રહે. ફિર બાત ઉતર આયી તુ તુ મૈં મૈં પર. બસ યહી કરતે રહે.

અમર : કીતની અજીબ બાત હૈ. હમે અપની તકલીફ, અપની ક્રાયસીસ પતા, ફિર ભી કુછ નહીં હો પાતા.

માનસી : અમર, કહીં ન કહીં સે તો શીખના પડતા હૈ. આજ યે સૂરજવાલી બાતોં સે શીખ લો ના. સૂરજ કી વજહ સે ધરતી હૈ માના, લેકીન ધરતી કી વજહ સે સૂરજ હૈ, યે ભી તો માનો.

અમર : માનસી, વો લાઇનેં યાદ આ ગઇ. જન્મી હૈ ધરતી સૂરજ સે, ફીર ભી સૂરજ કો ધરતી હૈ. સૂરજ હૈ સૂરજ ધરતી સે પર ધરતી ફીર ભી ધરતી હૈ.

ગીત :

*હસને કી ચાહ ને ઇતના મુઝે રૂલાયા હૈ : કોઇ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ. (મન્ના ડે) : ફિલ્મના આરંભે ટાઇટલના બેકગ્રાઉન્ડમાં વાગતું આ ગીત એટલું સભર છે કે લાઘવમાં જ ઘણું કહી જાય છે. આ સાથે સાથે અમર માનસીના લગ્ન જીવનના પ્રસંગો પણ આવરી લેવાયા છે જે આ ગીતને નિખારે છે. આ ગીત સાથે કવિ શ્રી જગદીશ જોશીની પંક્તિઓ યાદ આવી જાય ‘‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા.’’ આ ગીતમાં અન્ય પંક્તિ છે : દિન તો ઉલઝા રહા જીંદગી કી બાતોં મેં / આંખેં જલતી રહી કભી કભી રાતોં મેં. આ પંક્તિ ડૉ. સુરેશ દલાલની કવિતાની પંક્તિની યાદ અપાવે છે ‘‘અમે ડ્રોઇંગ રૂમમાં હસીએ, અમે બેડ રૂમમાં ભસીએ.’’ આ ગીતમાં મન્ના ડેના સુરીલા કંઠ સાથે સીતાર અને ફ્લ્યુટનો ઉપયોગ સુંદર થયો છે.

* નૈના હૈ પ્યાસે મેરે (આશા ભોસલે) આ ગીત કથા સાથે પુરક રહે છે.

* મેરે લાલ (મન્ના ડે) આ હાલરડું છે છતાં હાલરડાથી પર છે.

* બાબુલ મોરા નૈહર છૂટો રી જાય (જગજીત સીંહ-ચિત્રા સિંહ) કન્યા વિદાયનું આ ગીત ફિલ્મના અંતે વાતાવરણમાં ગુંજે છે. જગજીત-ચિત્રાએ આ ગીત દ્વારા ફિલ્મમાં પ્લેબેક સીંગીગનો પ્રારંભ કર્યો.

ડિરેકશનના ચમકારા :

ફિલ્મનું પ્રથમ દૃશ્ય સૂર્યાસ્તનું છે. પક્ષીઓ નીડ ભણી જાય છે અને ફિલ્મનું અંતિમ દૃશ્ય છે સૂર્યોદયનું. સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે કાળી રાત આવે છે. આ કાળી રાતની ચાદરમાં તારા જેવા જીવનના સુખદ પ્રસંગો ફ્લેશબેકમાં ચમકે છે. તો કેટલાક દુઃખદ પ્રસંગો તારાની જેમ ખર્યા કરે છે. પ્રેમ કરતા ત્યારે અમર માનસી એક ચર્ચમાં જાય છે. ચર્ચની એક કમાન પર પીસ-શાંતિ લખ્ય્યું છે તો બીજી કમાન પર પ્રેયર-પ્રાર્થના લખ્યું છે. સુખી જીંદગી જીવવાની જાણે આ બે ચાવીઓ હોય. અમરની ઑફિસમાં ટેબલ પર ત્રણ પ્રોજેકટરો છે. જાણે અમર-માનસી અને સેક્રેટરી રીટાની ત્રિ-પરિમાણ જીંદગી પ્રોજેક્ટ કરતા હોય. ફિલ્મના કેટલાક દૃશ્યોમાં અરિસાનો સુંદર ઉપયોગ થયો છે. જાણે વ્યક્તિ નહીં પણ પ્રતિબિંબો વેદના-સંવેદના ઝીલતા હોય. લગ્નજીવનથી ડીસ્ટર્બ થયેલી માનસી ‘‘ધ અરેન્જ-મેન્ટ’’ પુસ્તક વાંચે છે. પુસ્તકથી કંટાળીને એનો ઘા કરે છે. જાણે જીવનની અરેન્જમેન્ટથી કંટાળેલી હોય. ડબલ બેડ પર એકમેક તરફ પીઠ રાખીને સૂતેલા અમર-માનસી વચ્ચે એમનું બાળક લગ્નજીવનના પ્રશ્નાર્થની જેમ સૂતું છે.

આ માત્ર અમર-માનસીની કથા નથી. સમાજમાં રહેતા અને સમાધાન વિના જીવીને રહેંસાતા દંપતિઓની કથા છે. ન કહેવાય અને ન સહેવાય એ સ્થિતીની કથા છે. કોઇ કે કહ્યું છે ‘‘મેરેજ ઇઝ સીરીઝ ઑફ કોમ્પ્રોમાઇઝ - લગ્નજીવન એ સતત સમાધાનની શ્રુંખલા છે.’’ આવિષ્કારમાં આ શ્રુંખલા સરસ વણાઇ છે, જે ભગ્ન દંપતીઓએ પોતાનું લગ્નજીવન બચાવવા જોવી જરૂરી છે.

-કિશોર શાહ kishorshah9999@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED