ઉપસંહાર - હર પલ યહા જી ભર જીયો ...!!! Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉપસંહાર - હર પલ યહા જી ભર જીયો ...!!!

ઉપસંહાર

અજય ઉપાધ્યાય

akurjt@gmail.com

હર પલ યહા જી ભર જીયો ...!!!!!!!

ભલેને ૪૦ ઉપર ૪-૫ બીજા થઇ ગયેલા તો શું થઇ ગયું ? જરા વાળને કલર કે શરીર પર લેટેસ્ટ ટીશર્ટ ને જીન્સ અને પગમાં મસ્ત મજાના જોડા પહેરવા કયો ગુનો છે ? કે પછી વહુ કે દીકરીની હારે હારે સરસ મજાના ડ્રેસ કે પછી પીકનીકમાં કે લગનમાં જરાક ઠુમકો મારી દેવાથી ક્યાં આભ કે પછી મંડપ તૂટી પડવાનો છે ? અને તૂટી પડે તો પણ અપની જુત્તી સે ...!!! હૈ કી નૈ ...? માણસ ઘરડું થાય પણ મન ....? મન તો મર્કટ એમ ભલે કહેવાતું હોય પણ એવું જરૂરી થોડું છે કે પચાસની આસપાસ પહોચવા આવ્યા કે પછી ઘરમાં વહુ આવી ગઈ હોય કે પછી મનથી ઘરડા થઇ ગયેલા એમ કહેતા હોય કે ‘ અલ્યા ભાઈ / બુન હવે જે સી કરશન કરવાનો ટેમ થઇ ગયો છે ‘ એટલે શું બારેય વહાણ ખાંગા ગણવાના ....? નાં ભાયલા ના.......!!!! એવું હરગીઝ નાં હોય અને હોવું પણ નાં જોઈએ ...!!! માલુમ કયું ...? ક્યુકી આ જિંદગી જીવવા માટે છે .....દિલથી જીવવા માટે છે .....જીન્દાદીલીથી જીવવા માટે છે .....અને ઈટ મીન્સ કે હર પલ યહા જી ભર જીયો .....જો હૈ સમા કલ હો ના હો ....!!!!!


એક્જેટલી ..... જીવવું , જીન્દાદીલીથી જીવવું , ઉમંગથી જીવવું અને ઉમરને આધીન થઈને જીવવું એમાં બહુ ફર્ક છે ભાય્જાન ..!!! ઘણા હજુ તો ત્ર્રીસી માંડ માંડ વટાવતા હોય ત્યાં જ રગશિયા ગાડા જેવી જિંદગી જીવતા થઇ જાય ..!!! ઉઠે , તૈયાર થાય , ઓફીસ કે ધધા એ જાય , પાછા આવે , ખાય ને ઊંઘી જાય !!! જો કે આમાં વચ્ચે વચ્ચે બૈરી-છોકરા , ટીવી અને પાન-મસાલા આવતા રહે પણ એમ લાગે કે ભાઈ/બહેન અકાળે વૃદ્ધ થઇ જ્યાં દિયોર ..!!! માના કી આજકાલની સ્ટ્રેસફૂલ લાઈફમાં અનેકો દિવસો એવા આવે છે કે જેમાં “ ના કોઈ ઉમંગ હૈ , ના કોઈ તરંગ હૈ “ ગણગણવાનું પરાણે મન થઇ જ જાય પણ એનો અર્થ એવો નથી કે સ્ટ્રેસમાં પણ સ્માઈલ ના નીકળે ? નીકળે જ નીકળે પણ હા જરૂર હોય છે એ સ્ટ્રેસને હકારાત્મક રીતે લેવાની . કોઈ પણ રમતમાં એક વાક્ય અચૂક બોલાય છે કે ‘ ઇટ્સ એપાર્ટ ઓફ ગેમ ‘ બસ જિંદગીના સ્ટ્રેસનું પણ કૈક એવું જ છે . જિંદગી હૈ તો સ્ટ્રેસ હૈ !!! પણ પછી શું કે ફક્ત સ્ટ્રેસ સ્ટ્રેસના જ ગાણા ગાયા કરશો તો પછી જીવી રહ્યા પરભુ ...!!!


‘ ઉમ્ર દરાજ માંગ કે લાયે થે ચાર દિન , દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તેઝાર મેં “ આ ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવું જ છે જિંદગીનું . હજુ તો થોડા સમાનમા થાવ કે નાં થાવ ત્યાં તો કાનની કલગી કે પછી અંબોડાની લટમાં માંડે ચૂનો ધોળાવા ..!!! સફેદીકી ચમકાર બાર બાર લગાતારની જેમ માંડો મનથી ઘરડા થવા . હાય હાય ધોળા આવી ગયા ...આવા હાયકારા કરતા રહો તો પછી રસ્તા વચ્ચે ઉભા રહીને પાણીપુરી ખાતા કે પછી ફનપાર્કના ટોરાટોરામાં તો બેસવાનો જીવ પણ ક્યાંથી ચાલવાનો ? શોપીંગમાં જાવ ને જો લાલ – કેસરી કે બીજા ચમકદાર રંગનો શર્ટ કે સાડી હાથમાં પકડો ને જો કંપન ઉપડે તો સમજી જાવું કે તમે શરીરથી હોવ કે નહિ પણ મનથી – દિમાગથી તો અચૂક ઘરડા થઇ જ ગયા છો . જોવાની ખૂબી એ છે કે હજુ તો પાંચેક વર્ષ કે એનાથી પણ ઓછા સમય પહેલા આ જ કલર ને આ જ ડીઝાઈનના તમે આશિક હતા . ભલા તો પાંચ કે સાત વર્ષમાં એવું તે શું થઇ ગયું કે જાણે તમે એવું સ્વીકારી લીધું કે ‘ ના ...નાં ...ઓર નહિ અબ ઓર નહી ....”!!!!!
ઓશો રજનીશે એક બહુ સરસ ક્વોટ આપ્યું છે ‘ માણસ શરીરથી નહિ પણ મનથી મૃત્યુ પહેલા પામતો હોય છે “ ...યસ, વાત પણ સાચી જ છે ને ઓશોની . આપણે બધા મોટેભાગે મનથી એવું નક્કી કરી લઈએ કે ના ના અમુક ઉમરે કે પછી જિંદગીના અમુક પડાવે આવીને આપણાથી આવું કે તેવું તો ના જ થાય . અસલમાં મિસ્ટિક ત્યાં જ થાય છે . યસ , વાત ઊછાન્છળાપણાની નથી પણ જીવવાની છે અને એ પણ પૂરી ડીગ્નીટી અને દિલથી . સી , લાઈફ બીગીન્સ એટ ફોર્ટી એવું વાંચવું , લખવું કે સાંભળવું કે ઇવન કહેવું બહોત ઇઝી છે પણ જ્યારે ખરેખર એને અમલમાં મુકવાનું આવે ત્યારે જો આપણું મન એ સ્વીકારવા તૈયાર નાં હોય કે બચ્ચું યુ કેન ડુ ધીસ તો પછી ગઈ ભેંસ પાણી મેં ..!!! કહેવાનો અર્થ એ પણ નથી કે અમુક ઉમરે આપણા વર્તન કે દેખાવથી હાંસીપાત્ર થવું . યસ એ અગત્યનું છે કે ઉમરને સંજોગોને શોભે એ રીતે જીવવું જરૂરી છે પણ સાવ ‘ હવે તો આપણે પરવારી ગયા ‘ એવા ભાવ સાથે ધકેલપંચા દોઢસો જેવી જિંદગી જીવવી યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ....? હાઈન્ન્ન્ન ....!!!!!


ઘણાને ઉમર પૂછીએ તો એમ કહેશે કે માનસિક ઉમર તો હજુ ૨૦ જ છે . ધેટ્સ ધ સ્પીરીટ !!! આ એ જ સ્પીરીટ છે જેના નશામાં ૪૦થી શરુ કરીને ઈશ્વરે લખ્યા હોય એટલા બાકીના ૪૦-૫૦ વર્ષ જીવી શકાય , જીવી જવાય – લીટરલી !!!! જો નિવૃત થઇ ચુક્યા હો તો બગીચાના બાંકડા તોડવા કરતા ઉમરને છાજે અને શોભે એવી મનગમતી પ્રવૃત્તિમાં ભાગ લેતા કોણ રોકે છે ? અનેકો એવા લોકોને આપણે જોઈએ છીએ કે જેઓ યુવાનોની પ્રવૃત્તિ કે મેળાવડામાં પણ એટલા જ જોશ અને ઉત્સાહથી મહાલતા હોય છે જેટલા એ ક્યારેક પોતાની જુવાનીના દિવસોમાં પણ મહાલ્યા નહિ હોય . સિમ્પલ ફંડા છે – જો તમે તમારી જાતને બદલી નાં શકતા હોવ તો કઈ નહિ પણ તમારા રસ્તામાં આવતી કે પછી જેને તમે ખુશી ગણો છો એવી નાની નાની ખુશીઓને ગળે લગાડતા જાવ , આઈ બેટ ઉમર ભલેને વધતી જાય પણ જે ઝડપે ખુશીઓ વધતી જશે એ ઝડપે તો ઉમર નહિ જ વધે .


એટલે સીધી ને સિમ્પલ વાત એટલી જ છે કે જીવવાની કોઈ ઉમર નથી હોતી હા એની ઈચ્છા હોવી જરૂરી છે . જો મનથી જ ઘરડા કે પછી ‘ બહુ જીવી લીધું ‘ એવા નકારાત્મક વિચારો સાથે જીવશો તો હશો ચાલીશ કે અડ્તાલીશના પણ લાગશો અડસઠના ...!!! ગમતી ચીજ , વસ્તુ , ક્ષણને જીવતી વખતે જો એવો ખ્યાલ આવે કે ‘ લોગ ક્યાં કહેંગે ? ‘ તો એના જવાબમાં સ્વગત બબડી લેવાનું કે ‘ કુછ તો લોગ કહેંગે , લોગો કા કામ હૈ કહેના “ ..કેમકે ઉમરને અને દિલથી – ખુશીથી – ગમતી રીતે અને ગમતી પરીશ્થીતીઓમાં જીવવાને શું લાગે વળગે ? કશું જ નહિ – પણ હા શરત એ કે એના માટે તમે દિલ અને દિમાગથી ખુલ્લા-ઉત્તેજિત અને ખાસ તો દિમાગી ઘરડા નાં હોવા જોઈએ ...!!! અને આમેય જિંદગી ક્યાં હૈ ? નાની નાની સુખદ ક્ષણોનો સરવાળો એ જ તો છે જિંદગી . ક્ષણ ચુક્યા તો ખાલીપો ઘેરી વળવાનો. અને અમથુય આ ભાગદોડવાળી જીંદગીમાં કોઈને કોઈ માટે સમય છે પણ નહિ એટલે બેટર એ જ છે કે જે ક્ષણમાં ખુશી મળે , જે કરવાથી આનંદ મળે , જે અનુભવવાથી સુખ-શાંતિ મળે એ બધું જ ઉમર-ફૂમરને તડકે મુકીને માણી લેવાનું ..!!!....એટલે વ્યસ્ત રહો ...મસ્ત રહો અને જીઓ જી ભર કે ..!!!