કોફીનો એક કપ Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફીનો એક કપ

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : કોફીનો એક કપ

શબ્દો : 1993

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

કોફીનો એક કપ


અંજલિ અને શશી છેલ્લા પાંચ દિવસથી એકબીજાની સાથે બોલ્યાં ન હતાં, સાત વર્ષનાં લગ્નજીનમાં આજે પહેલીવાર એવું બન્યું હતું કે બંનેનાં અબોલા ત્રણ કલાકથી વધુ ચાલ્યા હોય. આ અબોલામાંથી બંન્ને ખૂબ કફોડી પરિસ્થિતિમાં મૂકાયાં હતાં કારણકે એક ઘરમાં રહેવાનું હોવાથી, વળી આજ દિન સુધી અંજલિ શશીને એકલો મૂકી ક્યારેય પિયર પણ ગઈ ન હોવાથી નાની નાનો વાતમાં બંન્ને એકબીજા પર એટલો આધાર રાખતા થઈ ગયા હતાં કે બંનેને બોલ્યાશવગર ન જ ચાલઃ અને કદાચ તેથી જ બંને જણા મનમાં ને મનમાં ખૂબ મૂંઝાતા હતાં. એમ તો જે દિવસે બંન્ને વચ્ને ઝગડો થયો હતો એ જ દિવસે કલાકેક પછી શશીએ અંજલિને બોલાવી હતી, તેને મનાવવાનાં પ્રયત્નો કર્યા હતાં, પોતે કરેલ ગુસ્સાની માફી માંગી હતી પરંતુ હંમેશ માની જતી અંજલિ આજે પોતાની રીસ છોડવા તૈયાર જ ન હતી, હકીકતમાં શશીના ક્રુર વર્તનથી અંજલિનાં હૃદયને એક ઠેસ પહોંચી હતી, જેના કારણે તે શશી સાથે વાત કરવા પણ તૈયાર ન હતી.


લગ્ન પછી અંજલિએ સતત અનુભવ્યું હતું કે ઘરમાં પોતાની ગેરહાજરી શશી સાંખી શકતો ન હતો, અને તેથી જ તે કદી પિયર પણ એકલી ન જતી, બને ત્યાં સુધી તે પિયર જવાનું પણ ટાળતી અને ન છૂટકે કોઈ સારા માઠા પ્રસંગે જવાનું બનતું તો શશી ને તે પોતાની સાથે જ લઈ જતી.


સવારે ઉઠીને બ્રશ કરવાની માંડીને નહાવાનું પાણી, નહાવાનો ટુવાલ, અંડરવેર, કપડાં, બુટને પૉલિશ કરી આપવી, ઓફિસે જતાં શશીને હાથમાં રૂમાલ, બ્રીફકેસ બધું યાદ કરીને આપવું, સાંજે કામકાજથી વહેલાં પરવારી હસતા મુકે શશીની રાહ જોવી અને તેનું આગમન થતાં જ હાથમાંથી બ્રિફકેસ લઈ તેની જગ્યાએ મૂકીને શશીને પાણીનો પ્યાલો આપવો, ગરમા ગરમ આદુવાળી ચા બનાવી આપવી, આમ, શશીની ઝીણામાં ઝીણી જરૂરિયાતો માટે તે અંજલિ પર એટલો નિર્ભર હતો કે અંજલિ વગર તેને ચાલતું જ નહીં. સાત વર્ષનાં લગ્નજીવનમાં બંન્ને વચ્ચે આટલી મોટી તિરાડ કદી નહોતી પડી. બે વાસણ ભેગાં થાય તો ખખડેય ખરાં, એ ન્યાયે ઘણીવાર બંન્નેને બોલવાનું થતું પણ અર્ધા કલાક પછી શશી કોફી બનાવીને અંજલિને આપતો ને બધું થાળે પડી જતું. બંન્ને પાછાં ચકાચકીની જેમ ગેલમાં આવી જતાં ને ચાંચમાં ચાંચ પરોવી બેસી જતાં શાંતિથી પોતાનાં માળામાં.


પરંતુ આ વખતની વાત જરા જુદી હતી, આ વખતે કોઈ પણ ઉપાયે શશી અંજલિને મનાવી ન્હોતો શક્યો, અને અંજલિ પણ શશીનાં "સૉરી" કે પછી "પ્લીઝ" જેવાં શબ્દોને અવગણીને મોં ફુલાવી ફર્યા કરતી હતી. આજે ફરી શશીએ અંજલિને મનાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, " અંજુ, પ્લીઝ મને માફ કરી દે, હવેથી ક્યારેય...." તેની વાત અધવચ્ચેથી જ કાપી નાંખતા અંજલિ બોલી ઊઠી હતી, " હું તમારી એકપણ વાત સાંભળવા માંગતી નથી."


શશી : તું કહેતી હોય તો પગમાં પડી તારી માફી માંગુ.


અંજલિ : હવે તેનો કોઈ અર્થ નથી.


શશી : ફરીથી આવું ક્યારેય નહીં બને તેની ખાતરી આપું છું.


અંજલિ : મારે કશું જ વિચારવું નથી.


શશી : મને સુધરવા માટે, પ્રાયશ્વિત કરવા માટે માત્ર એક તક આપ.


અંજલિ : સાત વર્ષનાં લગ્નજીવનમાં નહીં નહીં તો યે સિત્તેર ચાન્સ આપ્યા છે તમને.... તમે વારંવાર એક જ વાત કહેતાં... હવે મારપીટ નહીં કરું, અને તમે ફરી પાછા એ ના એ, અને તેથી જ હવે મારે કશું વિચારવાનું નથી રહેતું.


શશી : પણ તેં કદાચ સામો જવાબ ન આપ્યો હોત તો....


અંજલિ : તમારી ખોટી વાતને પણ ક્યાં સુધી સાચી માની ચલાવ્યા કરું ? આખર હું ય માણસ છું, ક્યાં સુધી ખોટું ચલાવ્યા કરું ?


શશી : હું માનું છું કે મારી ભૂલ હતી, પણ શું છૂટાછેડા એ જ એકમાત્ર ઉપાય છે ?


અંજલિ : બીજી વાત પણ હું શું કરું ? જ્યારે તમે નહોતા કમાતા ત્યારે પડોશીનાં ઠામ વાસણ માંજવામાં પણ મેં નાનમ ક્યારેય નહોતી અનુભવી. કોઈને બે ટંક જમાડીને પણ ઘરનાં ખર્ચને પહોંચી વળવામાં મેં તમારી સાથે ખભો મેળવ્યો હતો પણ એ વાતની નાનમ નહોતી અનુભવી, જેટલી નાનમ હું તમારા આ પ્રકારનાં વર્તનથી અનુભવું છું.


શશી : મારી અણ આવડત અને મારી આળસે તને વધારે પીસી છે, તારી શક્તિ બહારનાં કામ લીધા છે મેં તારી પાસે એ બધું જ હું કબૂલ કરું છું, પણ ચાલ હવે ભૂલી જા એ ભૂતકાળને.


અંજલિ : ભૂલવા જેવું કંઈ હોય તો ભૂલું ને, શું ભૂલી જાઉં કહેશો ? એક શિક્ષિત સ્ત્રી હોવાં છતાંય નાની નાની વાતમાં તમારાં ગુસ્સાને કારણે તમે મારેલો માર ભૂલી જાઉં ? ઘરકામ અને રસોઈકામ એ ઉપરાંત પેઈન્ટીંગમાંથી પણ આવક ઊભી કરી કરીને પણ ઘરનાં તમામ ખર્ચને પહોંચી વળતી હું, તે ભૂલી જાઉં ? ગામડાં ગામમાં ઓલા માજીને ત્યાં કરેલાં કપડાં વાસણ અને કચરાં પોતાં ભૂલી જાઉં ? તમારી દારૂ અને જુગારની લતને પહોંચી વળવા મારી પાસે જૂઠ્ઠું બોલીને પણ દાગીના લઈ જતાં તે ભૂલી જાઉં ? પ્રેમનો દેખાવ કરી મને પરણીને લઈ આવ્યા પછી મારી જ હાજરીમાં બીજી સ્ત્રી સાથે... નહીં નહીં... ન બોલાવશો મને વધારે... હું તો માનતીહતી કે મારો પ્રેમ તમને આજે નહીં ને કાલે સાચી રાહ પર લાવશે પણ ખેર! હજુયે કંઈ મોડું થયું નથી, તમારી સાથે લગ્ન કરીને કરેલી ભૂલને હું આ ઘડીએ જ સુધારી લેવા માંગું છું.


શશી : હવે તો હું સીધો સાદો માણસ બની ગયો છું, પછી તારે શું દુઃખ છે તે છૂટાછેડા લેવા પડે ?


અંજલિ : દુઃખ ? વાહ રે પુરુષ ! પત્ની પર હાથ ઉપાડવો, પત્નીનું વારંવાર અપમાન કરવું, વાતવાતમાં બધાંની હાજરીમાં પત્નીને ઉતારી પાડવી એ બધી લાક્ષણિકતાઓ અને પાછા પૂછો છો કે તારે શું દુઃખ છે ?


શશી : ગુસ્સામાં સારા નરસાંનું ભાન ન પણ રહે.


અંજલિ : સ્ત્રીની સહનશક્તિની કોઈ હદ હોય કે નહીં ? એ ક્યાં સુધી તમારા હાથનો માર ખાઈનેય મૌન રહી શકે ? ક્યાં સુધી તમે કરેલાં અપમાનનો કડવો ઘૂંટડો ગળે ઉતારતી રહે ? સ્ત્રી પણ એક માણસ છે, એવું તમે પુરુષો ક્યારે સમજવાના ? ક્યારે સ્ત્રીનાં વ્યક્તિત્વને સ્વીકારવાનાં ? ક્યારે ?


શશી : તારી વાત કદાચ સાચી છે પણ એ વખતે હું મારાં કાબૂમાં નહોતો.


અંજલિ : તમે આમેય ક્યારે તમારા કાબૂમાં હો છો ? કોઈ પણ વાતનો 'હા' કે 'ના' માં જવાબ આપવાને બદલે સીધા મારપીટ પર ઉતરી આવો છો એ તમને શોભે છે ખરું ? ક્યાં સુધી તમારામાં સમજણ આવવાની રાહ જોઉં જરા કહેશો મને ? જો હજુ તમે ન જ સુધર્યા તો પિન્કીનાં જીવન પર શું અસર થશે તે કદી વિચાર્યું છે ? બહેતર છે કે અત્યારે જ છૂટા પડીએ.


શશી : એક મોકો આપ પ્લીઝ...


અંજલિ : વારંવાર મેં સમજાવ્યા છે તમને પણ કદી કોઈ વાત કાને ધરી છે ?


શશી : આપણે નાહકના બદનામ થઈ જઈશું, કમ સે કમ પિન્કીનો તો વિચાર કર ?


અંજલિ : વાહ રે પતિ વાહ, શું વખાણ કરું તમારા ? પત્ની છૂટાછેડા લે તો બદનામી. પત્ની કોઈ સાથે હસીને વાત કરે તો બદનામી, અરે ઓ આબરૂદાર પુરુષ, મોટેમોટેથી બૂમ બરાડા પાડી બારણાં બંધ કરીને ઢોર માર મારતી વખતે આબરૂ ક્યાં જતી રહે છે ? મિત્રો સમક્ષ પત્નીનું ગૌરવ જાળવવાનાં બદલે તેઓની સામે ઊભી રાખી હલકા પ્રકારની મજાક કરવામાં તો તમારી આબરૂ પર ચાર ચાંદ લાગી જતા હશે નહીં ? કેવું છે તમારું માનસ ? પળેપળ આબરૂ વિશેના ખ્યાલો બદલાતા રહે છે, આખર આ તે કેવી છે તમારી આબરૂ હેં ?


શશી : ( ગુસ્સામાં ...જ ) અં...જ...લિ..


અંજલિ : બૂમબરાડાનો હવે કોઈ જ અર્થ નથો, કારણકે મેં આ ઘર છોડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.


શશી : આપણી પિન્કી...


અંજલિ : કાલ સવારે તે મોટી થશે તો તેનાં મન પર તમારી છાપ કેવી હશે તે વિચાર્યુ છે કદી ? મને પણ માત્ર રમકડું સમજી જેમ ફાવે તેમ ને જ્યારે ફાવે ત્યારે નચાવ્યા કરી છે, એક જીવતી લાશ માત્ર બનાવી દીધી છે તમે મને, પણ હું નથી ઈચ્છતી કે તમારા વર્તનની કોઈ છાપ તેનાં માનસ પર પડે અને તેથી જ તેને લઈને હવે ચાલી જવા માંગું છું.


શશી : હું જાણું છું કે ભૂલ મારી જ હતી, અને હંમેશા મારી ભૂલોની સજા તું ભોગવતી આવી છે, આજે આટલે વર્ષે તારો આ ગુસ્સો જોઈને મને મારી ભૂલ સમજાય છે, હવે હું બને એટલો સજાગ રહીશ મારા વર્તન બાબતે બસ ?


અંજલિ : વારંવાર ભૂલોની પુનરાવર્તન એ નરી મૂર્ખતા છે, અથવા તો કહો કે જડતા, અને એ બધામાંથી હવે હું બહાર આવા માંગુ છું.


શશી મૌન બની ગયો, તે અંદર ને અંદર મૂંઝાવા લાગ્યો, શું થશે હવે ? ખરેખર વાંક તો મારો જ હતો, પણ હું આટલો શિક્ષિત થઈને ય તેના વ્યક્તિત્વને સતત આ રીતે પીસતો કેમ રહું છું ? આજ સુધી તેણે શું નથી કર્યુ મારે માટે ? રાતોની રાતો જાગીને ય ચિત્રો દોરી દોરીને, કોઈને બે ટંક જમાડીને કે પારકાં કામ કરીનેય તેણે આવક ઊભી કરવામાં મને સતત મદદ કરી છે, તેણે ક્યારેય કોઈ જ ફરિયાદ નથી કરી અને છતાંય મેં શું આપ્યું તેને ?


અને આમ વાદળો ઘેરાયેલાં જ રહ્યાં બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ આમ જ વીતી ગયાં. શશી ને થતું હમણાં વગર ભૂલે અંજલિ મારી માફી માગશે, તો વળી અંજલિ માનતી કે હમણાં શશી કોફી બનાવીને મને આપશે. ખાવું, પીવું, ઊઠવું, બેસવું બધું યંત્રવત્ થતું હતું. અંજલિ શશોની દરેક જરૂરિયાત પુરી કરતી પણ તેમાં નરી યંત્રવતતા સાવ અજાણ્યાને પણ દેખાઈ આવે એટલી નક્કર હતી. અંજલિને થતું કે હવે સહનશક્તિની હદ આવી ગઈ છે, હવે નમતું જોખી શકાય તેમ નથી.


તો શશીને થતું ખરેખર અંજલિ ન હોત તો પોતે આટલો સુખી ન હોત, શશીનાં મિત્ર વર્તુળમાં પણ બધાંને અંજલિ માટે ખૂબ માન હતું, તેનાં ગૃહસ્થીનાં, તેનાં પેઈન્ટીંગ્સના શશીના મિત્રો મ્હોં ફાટ વખાણ કરતાં. તેનો પ્રેમાળ સ્વભાવ બધાંને ખૂબ ગમતો, કદાચ અંજલિ ન હોત તો શશી શશી ન હોત. દારૂના પીઠામાં ચકચૂર પીને લથડિયાં ખાતો શશી આજે આટલો સ્વસ્થ હોય તો તેનું શ્રેય અંજલિને જાય છે, અંજલિને કારણે જ શશીમાં આટલો સુધારો હતો.


વળી સામે ચાલીને તો શશીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, શશી પોતાની દરેક નબળાઈ જાણતો હતો, અને છતાં તેણે અંજલિને કહ્યું હતું, " જો તું મારા જીવનમાં આવીશ તો હું તને વચન આપું છું કે તું ઈચ્છીશ એવો બનીને જીવીશ." અંજલિને થયું કે શશીનું વ્યક્તિત્વ નિખારી કેમ ન શકાય ?


પછી તો જેમ બને છે એમ, વડીલોની ઈચ્છા અને સંમતિથી બંન્નેએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. શશીમાં ધીમે ધીમે પરિવર્તન આવતું હતું. અવળા માર્ગે ફંટાયેલો શશી ધીભે ધીમે સાચા રાહ પર આવવા લાગ્યો, હા ક્યારેક અંજલિ શશીને કોઈ વાત પ્રેમથી સમજાવથો તો પણ શશી, "સાલી મને શીખામણ આપે છે ?" કહીને ધોલધપાટ કરી દેતો. તેનો ઉછેર કંઈક એ જ રીતે થયો હતો કે તેને આપખુદશાહી જ પસંદ હતી. પણ અંજલિ આ રીતે મન મનાવતી કે આ રીતથી શશી પોતાનો અહમ સંતોષે છે. ધીમે ધીમે તેને સમજાશે અને ત્યાં સુધી મારે ધીરજ રાખવી જ રહી. અને આમ મન મનાવી તેણે હસતાં હસતાંજીવવાનું શીખી લીધું હતું.


ચોથા દિવસની રાત પણ આમ જ પડી, બંન્ને એકબીજા તરફ પીઠ રાખીને સૂઈ ગયા, પણ ઊંઘ ક્યાંથી આવે ? બંન્નેને મૌન અકળાવતું હતું. શશીને પોતાની ભૂલ પર પશ્વાતાપ થતો હતો, તો અંજલિને શશીની મારપીટનો બોજ ઊંઘવા દેતો નહતો, આ છેલ્લા બનાવે અંજલિનાં મન પર એટલો ભાર લાદ્યો હતો કે વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પણ ન પડી.


અચાનક કંઈક ખખડાટ થવાથી અંજલિ સફાળી જાગી અને જોયું તો સાડા આઠ, ઝટપટ બ્રશ પતાવી રસોડામાં ચા બનાવવા દોડી તો શશી રસોડામાં હાજર હતો. એક ગેસ પર કૂકર હતું ને બીજા ગેસ પર કૂકર પર હતું અને બીજા ગેસ પર લોઢીમાં ભાખરી શેકાતી હતી. ક્યારેય રસોઈને હાથ પણ ન અડાડનાર શશીની ભારતના નકશા જેવી ભાખરી જોઈ અંજલિ હસી પડી પણ પાછી ગંભીર બની ચા બનાવવાની તૈયારીમાં લાગી એટલામાં કૂકરની સીટી વાગી ને શશીએ કહ્યું - તું ડાઈનીંગ ટેબલ પર જા ચા ત્યાં જ અવશે..

અંજલિ ને પણ દલીલ કરવાનું મન ન થયું ને ચૂપચાપ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ અને ડાઈનીંગ ટેબલ પર પડેલું છાપુંવાંચવા લાગી, આ બાજુ ચા ખાંડનાં ડબ્બા લેતાં લેતાં શશીએ વિચાર્યું કદાચ કોફી.....


થોડી વારે શશી બંન્ને હાથમાં એક એક કપ લઈને આવ્યો...એક કપ તેણે અંજલિ સામે ધર્યો અને બીજો કપ પોતાની પાસે લેતાં જ તેણે વિચાર્યું કે ખરેખર મારે અંજલિ માટે ગૌરવ લેવું જોઈએ. મારી આપખુદશાહી તળે મેં તેને ખૂબ ખૂબ અન્યાય કર્યો છે પણ હવે એવું કદાપિ નહીં કરું. મેં કરેલી ભૂલની તે જે સજા કરશે તે હું સ્વીકારી લઈશ પણ તેને ગુમાવવી મને નહીં જ પાલવે.


અંજલિએ કપરકાબી હાથમાં લીધા, સીધો કપ જ મોં એ માંડતા તેનાથી બોલી જવાયું... અરે વાહ... કોફી !


શશી : મને કંઈ કહ્યું ?


અંજલિ : હેં ! ના ના કશું જ નહીં...


શશી : મેડમ, તમે ફરમાવો તે સજા ભોગવવા આતુર છું.


અંજલિ : તમારી હાથ ઉપાડવાની આદત સિવાય બીજો કોઈ જ વાંધો નથી.


શશી : મંજૂર ! એ વાત પર કોફી ઔર...


અંજલિ : તમે બેસો હું બનાવી લાવું...


શશી : ના ના કોફી તૉ હું જ બનાવીશ


આમ કહી શશી ફરી ફરી રસોડામાં ગયો... અંજલિએ વિચાર્યુ.... શશીને છોડવાથી મને ઘણું બધું મળશે.. માનમરતબો વગેરે વળી કલાના મારા શોખ માટે ય હું સમય ફાળવી શકીશ પણ કદાચ... લાગણીથી નીતરતો કોફીનો આ કપ...

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843