સ્ત્રી અને ધર્મ Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી અને ધર્મ

સ્ત્રી અને ધર્મ

સ્ત્રી અને ધર્મ.’આ બંને વસ્તુંઓને સનાતનકાળથી પુરેપુરી રીતે કોઇ સમજી શક્યું નથી.જે લોકો એને સમજી શકવાનો દાવો કરે છે,તેઓ દુનિયાના અજ્ઞાની લોકો છે.મારું માનવું છે કે આ બંને વસ્તુઓને સમજવી હોય તો ત્યારે તેની નજીક જવું અને જેટલું સમજાય તેટલી સમજણ મગજમાં ઉતારવી.જો આ બંને વિષયો ઉપર વધું અધ્યન અને સમજવાની કોશિશ કરશો તો દુનિયાના મહાન ધર્મગુરૂ,ફિલોસોફર કે તત્વજ્ઞાની બની જશો.આ પાંચ લિટીમાં ઘણું સમજવાનું છે.

એક પ્રાચિનકાળ હતો.સીતા,રાધા અને દ્રોપદીનો જમાનો હતો.એ જમાનામાં સ્વયંમવરો યોજાતા.કાબેલ અને દક્ષ પુરુષો પોતાનું કૌશલ્ય દાખવી અને મનગમતી સ્ત્રીઓને પામતા હતાં.

એ સિવાય પરસ્પર સમજીતીથી એકબીજા રાજવંશો કન્યાઓ અને કુવતોને વરાવતા હતાં.આ પ્રથા ફક્ત રાજવી કુંટુબોને લાગુ પડતી,જેમાં એક માત્ર અપવાદ અર્જુનનો હતો.અર્જુને બ્રાહ્મ્ણ વેશ ધરીને મત્સયવેધ કરીને દ્રૌપદીને પાંમી હતી.દ્રૌપદી પણ સ્ત્રી તરીકે અપવાદ રૂપ પાંચ પતિઓને વરી હતી.જે આજના જમાનામાં શક્ય નથી.

આ બધી વાતો ઉચ્ચ ખાનદાનોને લગતી હતી.જમાનો આગળ વધે છે,સંસ્કૃતિ આગળ વધે છે,રામાયણ અને મહાભારતના ત્રણ હજાર વર્ષો ઉપર વિતી જાય છે.એ સમય હતો હિંદુસ્તાનમાં ઇસ્લામિક શાસન આવ્યા હેલાનો.હિંદુઓમા જાતિભેદ અને વર્ણભેદની પ્રથા ખુબ જોરમાં હતી.આભડછેટનું પ્રમાણ ખુબ હતું.

એ સમયે સ્ત્રીનું સ્થાન સમાજમાં ઉચ્ચ હતું પણ ધર્મથી આરક્ષિત હતું.એ સમયે લગ્નો ધામધૂમથી થતા હતાં.હિંદુ વિચારધારા પ્રમાણે ‘સહધર્મચારિણી’ કે ‘અર્ધાંગિની’પત્નીઓને ગણતા હતાં.સંતાન પ્રાપ્તી પછી સ્ત્રીઓનું માન ખૂબ
વધી જતું.૧૨થી૧૪ વર્ષે કન્યાઓને પરણાવી દેવામાં આવતી હતી.

નિચલા વર્ગના લોકોને એક પત્ની કરવાની છુંટ ધર્મ આપતો હતો.જ્યારે ઉપલાવર્ગના લોકોને મનફાવે તેટલી પત્ની,ઉપપત્ની અને રખાતો રાખવાની છુંટ હતી,અને ધર્મ ત્યારે પણ આંખ આડા કાન કરતો હતો.એ સમયે છુટાછેડાની પરવાનગી સ્ત્રી અને પુરુષોને બંનેને હતી.એ માટે અમુક નિયમો બન્યા હતાં.

જો પત્ની કુલક્ષણિ,કુલટા,આક્રમકવૃતિ ધરાવતી,સ્વછંદ અથવા ખોટા ખર્ચ કરનારી હોય તો પત્નીને છુટાછેડા પુરુષ આપી શકતો હતો.જો પુરુષ નપુંશક,પરદેશી અને સંતાનોનું રક્ષણ કરવા સક્ષમ ન હોય તો સ્ત્રીઓ પણ પુરુષોને છુટાછેડા આપી
શકતી હતી.વિધવાઓ પુર્નલગ્ન કરી શકતી હતી.જે સ્ત્રીઓને બે-ચાર સંતાનો હોય તેવી સ્ત્રીઓ સંતાનોના રક્ષણ માટે ફરીથી લગ્ન કરી શકતી હતી.એ સિવાય જે સ્ત્રીનો પતિ ફેરા ફર્યા વિના મરી ગતો હોય તો,લગ્ન થયા પછી કન્યા રજસ્વલા
બન્યા પહેલા અને પતિ મૃત્યુ પામ્યો હોય,સંતાન પ્રાપ્તી પહેલા પતિ મૃત્યુ પામ્યો હોય,તો આવી સ્ત્રીઓ ફરીથી લગ્ન કરી શકતી હતી.

જ્યારે રાજવંશો અને ઉચ્ચકુળમાં સ્ત્રીઓનું સ્થાન પતિપારાયણનું હતું.મરનાર પુરુષ પાછળ સતી થવું,જે સ્ત્રીને પતિના મૃત્યુ પછી અનાયાસે જીવવું પડતું હતું તેવી સ્ત્રીઓને ફરજિયાત મુંડન કરાવવું પડતું.પતિની માતાની આજ્ઞાનું સખતપણે પાલન કરવું પડતું.વડીલોની સંમતી વિના કોઇ પણ કાર્ય કરવાની છુંટ ન હતી.બાળવિવાહની પ્રથા હોવાથી મોટે ભાગે સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી.જ્યારે ઉચ્ચ ખાનદાનની અને રાજવશની સ્ત્રીઓને માટે શિક્ષણપ્રથા અમલમાં હતી.આ સ્ત્રીઓ કલા,નૃત્ય વગેરેમાં પણ રસ લેતી હતી.એ સમયે ગણિકાઓને પણ શિક્ષણ મળતું હતું.

પરિણીત સ્ત્રીઓને વૃધ્ધમાણસ અને વૈધ સિવાય અન્ય પુરુષો સાથે વાત કરવાની મનાય તી.ગણિકા,અભિસારિકા,કામણટુમણ કરનારી,ભવિષ્ય બતાવનારી અને સાધ્વી જેવી સ્ત્રીઓથી પરિણીત સ્ત્રીઓને દુર રાખવામાં આવતી હતી.

એ પછી હિંદમાં મુસ્લિમ આક્રમણખોરોનું આગમન થયું.એ લોકોના આવ્યા બાદ પડદાપ્રથાનું જોર વધી ગયું.મુસ્લિમોના આગમન પછી હિંદુ સમાજમાં લાજ પ્રથાનું ચલણ અમલમાં આવ્યું.ઉચ્ચ ખાનદાનના પુરુષોને મુસ્લિમ શાસકો સાથે
પનારો હોવાથી ઉચ્ચ ખાનદાનની સ્ત્રીઓ માટે ઘુમટો ફરજિયાત બન્યો.

સતી થવા પાછળ ધાર્મિક સિંધ્ધાતો કારણભૂત હતાં.સતી થનારી સ્ત્રીઓ મનુષ્યના શરીરમાં જે સાડાત્રણ કરોદ રૂવાંડા છે તેની જેમ સ્વર્ગમાં સાડાત્રણ કરોડવર્ષ સુધી બિરાજમાન રહે છે.સતીત્વ તેના મૃત્યુ પામેલા પતિને પોતાની
પાસે ખેંચી શકે છે.અરુધંતીની જેમ સતી સ્વર્ગમાં યશ પામે છે..આ પ્રકારનાં ધાર્મિક સિધ્ધાતોને કારણે સતીપ્રથાને પ્રોત્સાહન મળતું રહ્યું.

મુસ્લિમ શાસકોના આગમન પછી લગભગ બારમી સદીની આસપાસ કે મધ્યભાગથી સ્ત્રીઓ ઉપર જોરજુલમ વધતા ગયા.સૌવ પ્રથમ પડદાપ્રથા અમલમાં આવી,તેનું મુખ્ય કારણ હતું,મુસ્લિમ બાદશાહો અને તેઓના સૈનિકો.મુસ્લિમોના આગમન પહેલા હિંદુ સમાજમાં પડદાપ્રથા નહોતી.મુસ્લિમ રિવાજ પ્રમાણે મુસ્લિમ સ્ત્રીઓ બહાર નીકળી શકતી નહોતી અને જો તેઓ બહાર નીકળે તો પણ પડદાવાળી પાલખીમાં બેસીને બહાર નીકળી શકતી.આ પ્રથા મોટા ઉમરાવોની પત્નીઓને પણ લાગુ પડતી હતી.

જિતેલો મુસ્લિમ બાદશાહ હારેલા હિંદુ રાજાની રાણી અને કુંવરીઓને પોતાના હરમમાં નાંખી દેતો.ઘણી વખત મુસ્લિમ સૈનિકો દેખાવડી હિંદુ સ્ત્રીઓને ઉપાડી જતાં હતાં.પરિણામે કાંમાધ લોકોથી બચવા માટે લાજ અથવા પડદાપ્રથા અમલમાં આવી.આ પ્રથાને કારણે સ્ત્રીઓની સ્વતંત્રતા ઘરની ચાર દિવાલો વચ્ચે કેદ થઇ ગઇ.

ઘણી વાર મુસ્લિમ આક્રમણખોરોની હવસથી બચવા માટે હિંદુ સ્ત્રીઓએ સામુહિક જૌહરવ્રત કર્યા હોય તેવા ઘણા બનાવો ઇતિહાસમાં જોવા મળે છે.પરિણામે સતીપ્રથાને પ્રોત્સાહન મળતું ગયું.એ સિવાય મુસ્લિમોમા ચાર પત્નીઓના રિવાજને કારણે હિંદુ સ્ત્રીઓની વિટંબણા વધવા લાગી.જે હિંદુઓ મુસ્લિમ ધર્મ સ્વિકારતા હતાં ઘણુખરુ તો આ ચાર પત્નીઓનું આકર્ષણ રહેતું હતું.જે હિંદુ સ્ત્રીનો પતિ મુસ્લિમ બન્યો હોય એટલે આપમેળે ચાર પત્ની કરવાનો અધિકાર મળી જતો હતો.આ રીતે દિવસે દિવસે પત્નીઓનું સ્થાન ઉતરતું ગયું. તેનું સૌથી મોટુ કારણ હતું,મુસ્લિમ રીતિરિવાજો અને અચાનક સંસ્કૃતિ બદલી જવાના કારણે હિંદુ સ્ત્રીઓને માનસિક આઘાત પહોચતો હતો.એકથી વધું પત્ની હોવાના કારણે અંદરોઅંદર ખટપટ વધવા લાગી.

ઉચ્ચવર્ગના વટલાયેલા હિંદુઓ અને જઝિયાવેરો ભરીને જે હિંદુઓએ પોતાનો ધર્મ જાળવી રાખ્યો હતો,તેઓ પણ મુસ્લિમ બાદશાહ અને ઉમરાવનું અનૂકરણ કરતાં હતાં.સુલતાનો મોટાભાગે ઐય્યાસવૃતિ ધરાવતા હતાં તેથી દેશવિદેશની સુંદરીઓ લાવતા હતાં.

એ સમયે એક કહેવત જાણિતી હતી,”ખોરાશાની નારીને ઘરકામ માટે,હિંદુ નારીને બાળકોની સારસંભાળ માટે,પર્સિયન(ઇરાની)નારીને આંનદ પ્રમોદ માટે અને બ્રાન્સોકસીનાને આ ત્રણેય નારીઓને કાબુમાં રાખવા માટે ખરીદ કરો.”

ઉચ્ચ વર્ગના શાહુકારો,અંમીરો બાદશાહના નક્શેકદમ પર ચાલીને ઐયાસ બનતાં ગયાં.પરિણામે હિંદુ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન હતું તેનું અસ્તિત્વ મટી ગયું.સ્ત્રીઓ માત્ર પુરુષોના હાથનું રમકડુ બની ગઇ.

મુસ્લિમ આક્રમણ પછી ગુલામ પ્રથા અમલમાં આવી.હારેલા હિંદુ રાજયનાં પ્રજાના સ્ત્રીઓ અને પુરુષોને પકડીને રાજઘરાના અને ઉમરાવોના ગુલામ બનાવવામા આવતાં.ગઝનીમા એક સમયે બે લાખ હિંદુ સ્ત્રીઓ અને પુરુષો ગુલામો હતાં.એ સિવાય હિંદુ સ્ત્રીઓ,બાળકો અને પુરુષોનુ કાયદેશરનું વેંચાણ થતું હતું.અધુરામાં પુરું ગુલામ બનેલી હિંદુ સ્ત્રી ખૂબસૂરત હોય તો માલિકની હવસનો ભોગ બનવું પડતું.

એ સમયે દક્ષિણ ભારતમાં દેવદાસીની પ્રથા હતી અને આજે પણ દક્ષિણમાં દેવદાસીની પ્રથા છે.એ સમયે ક્ષિણભારતના મોટાભાગના મંદિરોમાં દેવદાસીઓ હતી.આ દેવદાસીઓને ગણિકા કહેવામાં આવતી.જો કે દેવદાસી અને ગણિકા વચ્ચે એક પાતળી ભેદરેખા છે.આ દેવદાસીઓને નૃત્ય,અન્ય કલા,પુરુષના રંજનઅર્થે વપરાતી કલા,સંગીત તથા કામશાસ્ત્રમાં પ્રવિણ બનાવવામાં આવતી હતી.એ સમયના રાજા-મહારાજાઓ,અમીર-ઉમરાવો તથા યુવાનો ગણિકાઘરના વારમવાર મહેમાન બનતામ હતાં.આ ગણિકાઓ કુટનીતિમા દક્ષ અને ચતુર હતી.તે સમયે કુલિન છોકરીઓને આવી ચતુર સ્ત્રીઓ જાત જાતના પ્રલોભનો આપી અને ગણિકા બનવા માટે લલચાવતી હતી.અમીરો અને રાજારજવાડાઓ તરફથી ગણિકાઓને ભેટસોગાદો આપવામાં આવતી હતી.રાજવીઓ ઘણી વાર બાતમી કઢાવવા માટે આ ગણીકાઓનો ઉપયોગ કરતાં હતાં.

એક સમયે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે રોટીબેટીનો વ્યવાહર શરૂ થઇ ગયો હતૉ.મુસ્લિમ શાસકોની અમુક કાલખંડમાં અડધા ઉપરાંત હિંદુસ્તાન ઉપર હતી.સેંક્ડો રજપૂતાણીઓ મુસ્લિમ્ બાદશાહો અને યુવરાજો સાથે વરી હતી.મોગલોના આગમન પછી રાણીવાસમાં રજપૂતાણીઓનું જોર વધું રહેતું હતું.બાબરના બંને શાહજાદા હુમાયુ અને કામરાન લગ્ન ચંદેરની રાજ્કુમારીઓ સાથે થયા હતાં.અકબરે આમેરની જોધા,બિકાનેર,જેસલમેર અને મારવાડની રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યા હતાં.ઇતિહાસના કહેવા મૂજબ અકબરના રાણીવાસમાં ૫૦૦૦ જેટલી પટરાણીઓ હતી.મુઘલ સામ્રાજયના મોટાભાગના શાહજાદાઓના
રક્તમાં હિંદુ રક્તનો અશં હતો.

તુર્ક બાદશાહો કટ્ટર ઝનૂની હતાં.તેઓ હારેલા રાજાઓની રાણીઓની સાથે કુંવરી પણ દેખાવડી હોય તો ઉઠાવી જતાં.ગુજરાતમાં અલાઉદિનનો સેનાપતિ ઉઘલખાં હુમલો કરી કરણદેવ ઉપર વિજય મેળવે છે ત્યારે દેખાવડી કમળાબાને ઉઠાવી જઇને અલાઉદિનની પટરાણી બનાવે છે. પાછળથી કમળાબાની કુંવરીઓને શાહજાદા સાથે વરાવે છે.

છેવટે અઢારમી સદીમાં અંગેજોનું શાસન સંપુર્ણપણે હિંદમાં છવાય ગયું.બાદશાહોની બાદશાહગીરીનો અંત આવ્યો.છતાં પણ સ્ત્રીઓની હાલતમાં સામાન્ય સુધારો જ નોંધાયો હતો. અમુક કાલખંડે હિંદમાં મોટાપાયે હિંદુઓ મુસલમાન બની ગયા હતાં જેને કારણે મુસ્લિમ સ્ત્રીઓમા હાલતમાં કોઇ મોટો સુધારો થતો નહોતો.જયારે હિંદુઓ અંગેજ શાસન સાથે તાલમેલ મેળવવા હિંદુઓ અંગેજી રીતભાતથી પરિચીત થતાં ગયાં.પરિણામે હિંદુસ્ત્રીઓનું દિવસે દિવસે સ્તર સુધરતું ગયું.શિક્ષણ આવવાથી ધીરે ધીરે જાગૃતિ આવતી ગઇ.આઝાદી આવતા સુધીમાં ઘણી હિંદુ સ્ત્રીઓ સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતી હતી. છેલ્લા હજાર વર્ષના ઇતિહાસમા ધર્મ અને સ્ત્રી,બંનેને આમુલ પરિવર્તનનો ભોગ બનવું પડયું છે.

દ્રૌપદીથી રાજીવગાંધીના શાસન વખતની શાહબાનુથી હાલની ચાંદમોહમ્મદની ફીઝા સુધીની સ્ત્રીઓ ધર્મને કારણે હિંદુસ્તાનમાં એક ઐતહાસિક માપદંડ બતાવી આપ્યુ છે કે,”સ્ત્રીઓને કારણે ધર્મ સલામત રહે છે પણ એ જ ધર્મ સ્ત્રીઓને સલામતીની ખાતરી આપી શકતો નથી.”

ફકત એક સ્ત્રીને કારણે હિંદુ અને મુસ્લિમ ધર્મની વ્યાખ્યા અલગ પડી જાય છે.-હિંદુઓ પાંચ પતિઓની પત્ની દ્રૌપદીને સતી તરીકે પુજે છે.મહાભારતનું એક જાનદાર પાત્ર દ્રૌપદી આજે પણ આધુનિકામાં આધ્ય છે.મુસ્લિમો ચાર પત્નીઓના પતિ ઔંરંગઝેબને આલમગીર(સંત) કહીને નવાઝે છે.

આજના આધુમિક યુગમાં પણ ધર્મના બંધનો સ્ત્રીઓ માટે જ બન્યા છે.આધુનિક ડિઝીટલયુગ આવી ગયો પણ ધર્મ હજુ પણ મધ્યયુગીન વિચારધારા ધરાવે છે.આજે પણ ગુજરાત અને અન્ય રાજ્યોમાં અંસખ્ય જાતના બાવાઓ,પોતડીયાબાબાઓ,અમુક સંપ્રદાયના ખાસ બાવાઓ પોતપોતાના આશ્રમો ખોલીને બેસી ગયા છે.

નાનખટાય વેચનારા,લુહારીકામ કરનારા સાઇકલ પંકચર કરનારા,દારૂ વેચનારાઓ અને અમુક એજયુકેટેડ માણસો પોતાની બાયડીને મુકી ભાગીને સાધુ બની ગયા છે.ધર્મના સંસર્ગમાં આવતા એક સમયના મોથાજ અને આળસુ કહેવાતા આ લોકો મોટા આશ્રમોના સ્વામીઓ બની ગયા છે.મારા જ એક સગાનૉ પરિણીત પુત્ર ઘણા વર્ષો પહેલા બાયડી-છોકરાઓને મુકીને ભાગી ગયો હતો અને પછી અચાનક વર્ષો પછી એ એક મોટો સ્વામી બનીને સામે આવે છે.જે ભાઇજીના નામે આજે અનેક વિદેશી ભારતીયોમાં લોકપ્રિય બાવો છે.આ લોકોને વિદેશી કાર અને એરકંડિશન રૂમ સિવાય ફાવતું પણ નથી. આવા લંપટલોકોના ભક્તગણનો ૨/૩ સમૂહ સ્ત્રીઓનો હોય છે.લોકોએ છેલ્લા વર્ષોમાં ટેલિવિઝન અને અખબારોમાં જોયું હશે કે આવા લંપટસાધુડાની આજુબાજુ ખૂબસૂરત અને ટોપ કલાસનું દેહલાલિત્ય ધરાવતી સ્ત્રીઓનો જમાવડો રહે છે.આમાંની મોટાભાગની સ્ત્રીઓ ભણેલી હોય છે અને અમુક સ્ત્રીઓ ઉચ્ચશિક્ષણ પામેલી હોય છે.છતાં પણ ધર્મના નામે આ સ્ત્રીઓ આવા લંપટ સાધુઓની લીલાનો ભોગ બને છે.

ધર્મ પ્રત્યે અગાઢ શ્રધ્ધા ધરાવતી સ્ત્રીઓને ધર્મના માણસો જ જુદી જુદી રીતે અમુક ચોકઠામાં ફીટ બેસાડીને બદનામ કરે છે.’સ્ત્રી એ નર્કનું દ્વાર છે’,સ્ત્રી એ પાપની સિડી છે’,'સ્ત્રીનું મુખ જોવાથી વિકાર જન્મે છે….આવા તો અનેક તુક્કાઓ ઉપજાવીને આધુનિક સમયમાં સ્ત્રીઓને સીતાની જેમ બદનામ કરે છે.

સ્ત્રીનો ધર્મ કેટલી હદ સુધી દુરુપયોગ કરે છે તેનું ઉદાહરણ-”આ ઉપરાંત પોતાની પત્નીને ગુરૂને અર્પણ કરવાનો એક પાંખડ માર્ગ પણ ભકિતના નામે પ્રચલિત બન્યો છે.કેટલાક સંપ્રદાયોમાં આચાર્યો ‘બ્રહ્મસંબધ’ના નામે શિષ્યપત્ની સાથે સૌવ પ્રથમ પોતે શારીરિક સંબધ બાંધવાની કુરીતિ અપનાવતા હતાં.”(સ્ત્રી-પુરુષ મર્યાદા પા.ના.નં-૨૧)

સ્ત્રીને ધર્મ સમજાવવા માટે એક સપ્રંદાયના પુસ્તકમાં આ રીતે લખ્યું છે,”સ્ત્રીઓએ ધર્મવંશના કોઇ પણ પુરુષો(એટલે કે મેં સ્થાપેલા આચાર્યો)પાસેથી કોઇ દિવસ દિક્ષાના લેવી..આ કળીયુગમાં હજારો સ્ત્રીઓ પુરુષો પાસેથી દિક્ષા ગ્રહણ કરીને પશુની પેઠે ભ્રષ્ટ થયેલી દેખાય છે.”(સ્વાંમી નારાયણ શિક્ષાપત્રી પા.-૨૮)

હાલમાં ફાટી નીકળેલા બાવાઓના ઉપસમૂહથી બચવા સ્ત્રીઓએ એક વાક્ય યાદ રાખવું.

કોઇ પણ મનુષ્ય કે જે ગુરુ,ધર્મગુરુ,શિક્ષક,પ્રેરણાપુરુષ કે અન્ય કલાધર પુરુષ,જેનાથી તમે
અંજાયેલા છો અથવા પ્રભાવિત છો..આવી શ્રેણીમા આવતા પુરુષો વંદનીય હોઇ શકે પણ પૂજનીય ન હોય શકે..આ લોકો પણ આપણી જેમ હાંડમાંસમાથી બનેલા મનુષ્યો છે…જો મનુષ્ય જ મનુષ્યને પૂજવા લાગશે તો ઇશ્વરનું મહત્વ ધર્મ માટે શું રહેશે..?”

વ્યકિતપૂજાના ભંયકર અને ભીષણ બચીને ઇશ્વર સાથે તાદાત્મય સાધો..એમાં જ ભકિતની શ્રેષ્ટતા સાબિત થાય છે.

અહીં મીરાંબાઇનો એક પ્રસંગ ટાકુ છું.-”કેવળ ગિરીધરના રંગે રંગાયેલી અને તે અર્થે કેશરીયા કરીને નીકળેલી મીરાંને એક સાધુએ કહ્યુ કે,’મને ગિરીધરે સપનામાં દર્શન દઇને તમારો અંગસંગ કરવાનું જણાવ્યુ છે.’મીરાએ સંકિર્તન અર્થે ભેગા થયેલા સાધુઓની વચ્ચે પથારી નાંખી અને પેલા સાધુને કહ્યુ કે,’ચાલો આપણે ગિરીધરની આજ્ઞાનું પાલન કરીયે.’
પેલા સાધુનું મનોમન ભોઠપ અનુભવી અને મીરાંની માફી માંગી.

ભકતાણી બનેલી કોઇ પણ સ્ત્રીઓને કોઇ લંગોટધારી તમારો ફાયદો લેવાની વાત ઉચ્ચારે ત્યારે આ મીરાંબાઇનો પ્રંસગ યાદ રાખવો.

બાકી..આજે પણ એવી સ્ત્રીઓ છે જે શિક્ષિત છે,આબરૂદાર કુંટુંબની વહુવારુઓ અને દીકરીઓ છે…જેઓ આજે પણ હસતાં મુખે સ્વાંમીઓ કે બાવાઓના પગ દાબવા કે સેવા અથે પહોચી જાય છે,અને તેમાં તેનું કર્તવ્ય સમજે છે..પછી ઘરે ભલેને ભાયડો બીચારો છોકરાઓને સાચવતો હોય.

જ્યાં સુધી આવી અધશ્રધ્ધાનૉ સિલસિલો ચાલુ રહેશે ત્યા સુધી સફેદ સાડીમાં ડાઘા પડવાનો સિલસિલો ચાલુ જ રહેવાનો છે.

પુરુષની આંખો અને સ્ત્રીનું શરીર જ્યાં સુધી સામસામા ટકરાતા રહેશે ત્યા સુધી દેહાકર્ષણ ખતમ થવાનું નથી.આ બંને વસ્તુઓમાં ‘ધર્મ’નામનું તત્વ મિથ્યા બની જાય છે.
અસ્તુ….

કોર્નર–
ત્રણ સુંદર સ્ત્રી અથવા સાત યુવાનોના બદલામાં એક ઘોડો ખરીદી શકાતો હતો.(
દુચાશ્રય-૪-૯૨-હેમચંદ્રાચાર્ય)
Naresh K.dodia