સરળ વાનગી : ૨ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સરળ વાનગી : ૨

સરળ વાનગી પદ્ધતિ : ભાગ(૨)

આ ઇબૂકમાં અલગ અલગ વાનગીઓ સમાવી છે,જેમાં શાક,નાસ્તો,અથાણું,ચટણી,આઈસ્ક્રીમ,લીબું પાણી અને કોલ્ડ કોફી જેવી ગરમીમાં ઉપયોગી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જો તમને નવો નવો રસ જાગ્યો હોય,વાનગી બનાવા માટે,તો આ સરળ વાનગી પદ્ધતિ વાંચતા રહો અને સ્વાદ ચાખતાં રહો.

સરળ વાનગી પદ્ધતિ : ભાગ(૧) માં દસ વાનગીઓ સમાવામાં આવી હતી ,જો તમે ભાગ (૧) વાંચ્યો ન હોય તો વાંચી શકો છો જેમાં , (૧) પંજાબી દાલ/દાલ ફ્રાઈ/દાલ તડકા ,(૨) બટાટા ની પૂરી ભાજી ,(૩) પૂરી ,(૪) દહીં ભીંડા,(૫) છોલે ભાજી,(૬) જીરા રાઈઝ ,(૭) નારિયળની ફણસી,(૮) રોટી,(૯) દહીંવાળી દૂધી/કશ્મીરી લૌકી,(૧૦) મટર પનીર નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અને બીજું કહેવાનું છે કે,અહિયાં ભલે મોટી મોટી વાંચવામાં,રીતો કે સામગ્રી વધારે પ્રમાણમાં દેખાતી હોય,પણ સરળ રીતે થઈ જતી વાનગી પદ્ધતિઓ છે.

આ ઈબૂકમાં સમાવામાં આવેલી વાનગીઓ :

ઠંડી પ્રવાહી વાનગી :

(૧) કોલ્ડ કોફી

(૨) લીંબુ પાણી

(૩) મસાલા છાસ

(૪) ચોકલેટ આઈસ્કીમ

શાક ભાજી વાનગી :

(૫) પાલક પનીર

(૬) ભીંડાનું શાક

ચટણી :

(૭ ) કોથમીર ચટણી

(૮) નારિયળની ચટણી

અથાણું :

(૯) કેરીનું અથાણું

(૧૦) ડુંગળીનું અથાણું

નાસ્તાની વાનગી :

(૧૧) ઈડલી

(૧૨ પોવા

ઠંડી પ્રવાહી :

૧) કોલ્ડ કોફી :

સામગ્રી :

(૧) ૪ ચમચી કોફી પાવડર

(૨) ૪ કપ દૂધ (મલાઈ વાળું ઠંડુ દૂધ)

(૩) ૧ વાટકી પીસેલી સાકર

(૪) ૨ ચમચી પાણી (થોડું ગરમ કરેલું )

રીત :

(૧) પહેલા એક નાની વાટકીમાં કોફી પાવડર નાંખો.

(૨) એમાં થોડું ગરમ કરેલું પાણી ઉમેરો .

(૩) એક ચમચીથી બરોબર મિક્સ કરો .

(૪) હવે મિક્સર માં મલાઈ વાળું ઠંડુ દૂધ ઉમેરો.

(૫) વાટકીમાં મિક્સ કરેલું કોફીનું મિશ્રણ મિક્સરમાં ઉમેરો.

(૬) એમાં પીસેલી ખાંડ ઉમેરો.

(૭) એમાં ૫-૬ બરફના ટુકડા ઉમેરી મિક્સરને ચલાવો.

(૮) તો કોલ્ડ કોફી રેડી.

૨) લીંબુ પાણી :

સામગ્રી :

(૧) ૨ નંગ લીબું

(૨) ૮ ચમચી ખાંડ (પીસેલી)

(૩) ૧ ચમચી જીરા પાવડર

(૪) ૧ ચમચી સંચળ (Black Salt )

(૫) મીઠું સ્વાદાનુસાર

રીત :

(૧) પીળા કલરના લીબું ખરીદી કરજો.

(૨) લીંબુનાં ટુકડા કરી એમાંથી રસ કાઢી એક વાસણમાં ઉમેરો.

(૩) એમાં ખાંડ કે પીસેલી સાકર ઉમેરો.

(૪) એમાં સંચળ અને જીરા પાવડર ઉમેરો.

(૫) મીઠું સ્વાદાનુસાર ઉમેરો.

(૬) આ મિશ્રણને એક ચમચીથી બરાબર હલાવો.

(૭) હવે એમાં માપકસરનાં ચાર ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરો.

(૮) મિશ્રણને હલાવો,તો તૈયાર લીબું પાણી.

(૩) મસાલા છાસ :

સામગ્રી :

(૧) ૨ કપ દહીં

(૨) ૧ ચમચી જીરા

(૩) ૧/૨ વાટકી પુદીનાનાં પત્તા

(૪) ૧/૨ વાટકી કોથમીર

(૫) ૧ લીલું મરચું

(૬) ૧/૨ ઇંચ આદુંનો ટુકડો

(૭) સંચળ સ્વાદાનુસાર

રીત :

(૧) એક પેન માં (નોન સ્ટીક પેન) માં જીરા ગરમ કરો.

(૨) પછી તેને એક કુટવાનાં સાધનથી આછું કુટી લો.

(૩) એક મિક્સર માં પુદીના,કોથમીર.મરચાના ટુકડા,જીરા,અદરકનાં ટુકડા ઉમેરો ,અને એક ચમચી જેટલું દહીં પહેલા ઉમેરી લો,અને મિક્સરમાં એક વાર પીસી લો.

(૪) હવે બચેલું દહીં ફરી એમાં નાંખી લો અને એમાં સંચળ ઉમેરો.

(૫) જોઈતું પાણી ઉમેરો અને મિક્સરમાં પીસી લો.

(૬) હવે એક ગ્લાસ માં છાસ કાઢી લો અને એના પર મસળી લીધેલું જીરૂ નાંખો.

(૭) તો તૈયાર મસાલા છાસ.

(૪) ચોકલેટ આઈસક્રીમ

સામગ્રી :

(૧) ૨ પાકેલા કેળા

(૨) ૧૦૦ gm સાકર

(૩) ૨૦૦ ml ક્રીમ(મલાઈ વાળુ) દૂધ

(૪) ૧ નાની ચમચી બટર (માખણ)

(૫) ૨ મોટી ચોકલેટ

(૬) ૨૦૦ ml ક્રીમ

રીત :

(૧) માર્કેટમાં ક્રીમ અને ચોકલેટના ટુકડા મળી રહેશે,કે કોઈ પણ બે મોટી ચોકલેટ લાવી શકો છો.

(૨) સૌપ્રથમ બે કેળાને છોલીને નાના નાના ટુકડા કરી એક ચમચીથી મેશ કરી લો.

(૩) હવે એક નોનસ્ટીક પેન ગરમ કરી એમાં એક ચમચી બટર ઉમેરી ગરમ કરો.

(૪) બટર પીગળી જાય પછી એમાં મેશ કરેલા કેળા ઉમેરો.

(૫) એમાં ખાંડ ઉમેરો.

(૬) મધ્યમ આંચ પર થોડો કલર આવે ત્યાં સુધી પકાવો.

(૭) હવે મિશ્રણને ઠંડુ પાડો.

(૮) હવે ઠંડુ થયેલું કેળાનું મિશ્રણને મિક્સરમાં નાંખો.

(૯) એમાં ૨ ચમચી ચોકલેટ નાંખી પીસી દો .

(૧૦) હવે એમાં ક્રીમ નાંખી પીસી દો.

(૧૧) હવે બધું દૂધ નાંખી બરોબર મિક્સરમાં પીસી દો .

(૧૨) હવે ઐર કન્ટેનર કે એક પ્લાસ્ટીકનાં ડબ્બામાં આ મિશ્રણ પ્રવાહીને નાંખી દો ,અને એકદમ ચુસ્ત ઢાંકણ ઢાંકી ફ્રીઝર માં એક કલાક માટે રાખી દો.

(૧૩) હવે એક કલાક પછી ફરી મિક્સરમાં પીસી તેમાં બચેલી ચોકલેટ પીસી લો.અને ફરી ડબ્બામાં ભરી ફ્રીઝરમાં ૪ થી ૮ કલાક માટે રાખી દો.

(૧૪) ૪ થી ૮ કલાક પછી ફીઝરમાંથી કાઢી ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ શકો છો.

શાક બનાવવાની રીત :

(૫) પાલક પનીર :

સામગ્રી :

(૧) ૨૫૦ gm પાલકની ભાજી ( પત્તા )

(૨) ૨૦૦ gm પનીર

(૩) ૧/૨ ચમચી જીરા

(૪) ૩ નંગ લીલા મરચા

(૫) ૧ ઇંચ આદું

(૬) ૧૪-૧૫ કળી લસણ

(૭) ૧ કાંદો

(૮) ૧ ટામેટું

(૯) ૧ ચમચી લીલું મરચું પાવડર

(૧૦) ૧/૨ ચમચી હળદર પાવડર

(૧૧) ૧/૨ ચમચી ધાણા પાવડર

(૧૨) ૨ ચમચી ક્રીમ

(૧૩) ૧/૨ ચમચી જીરા

(૧૪) ૪ મોટી ચમચી તેલ

(૧૫) મીઠું સ્વાદાનુસાર

રીત :

(૧) સૌ પ્રથમ એક વાસણમાં ,ગેસ પર ગરમ પાણી કરો.

(૨) એમાં પાલક નાં પત્તા નાંખી દો.

(૩) ૨-૩ મિનટ માટે જ પાણીમાં ગરમ કરો.

(૪) કારણકે વધારે સમય રાખવાથી પાલકનો કલર ચેન્જ થઈ જશે.અને ભાજી દેખાવે પણ સારી ન દેખાય એટલે થોડા સમય માટે જ ગરમ પાણીમાં રાખવાનું છે.

(૫) હવે ગરમ પાણીમાંથી કાઢી પાલકને એક ઠંડા વાસણમાં નાંખી દો,કેમ કે ગરમ પાણી દ્વારા પત્તા વધારે પકી નાં જાય એના માટે ...

(૬) હવે એક ચારણીમાં પાણી ગાળી ,પાલકના પત્તા માનું પાણી કાઢી નાંખો.

(૭) પાલકના પત્તાનું પાણી કાઢી હવે એક મિક્સરમાં જસ્ટ પત્તા નાંખી રાખો.

(૮) હવે ગેસ પર પેન ગરમ કરી,એમાં તેલ નાંખી ગરમ કરો.

(૮) તેલ ગરમ થયા બાદ એમાં જીરા નાંખો.

(૯) હવે ગેસ મીડીયમ આંચ પર રાખજો.

(૧૦) એમાં મરચા નાંખી દો,આદું નાં ટુકડા,લસણના ટુકડા,અને કાપેલા કાંદા નાંખી દો.

(૧૧) મિશ્રણ લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ,૨-૩ મિનટ સુધી ચમચાથી પકવો.

(૧૨) હવે એમાં કાપેલા ટામેટાનાં ટુકડા નાંખો.

(૧૩) ટમેટા જ્યાં સુધી નરમ નાં પડી જાય ત્યાં સુધી ૨ મિનટ માટે પકાવો.

(૧૪) હવે ગેસ બંધ કરી, આ મસાલાના મિશ્રણને ઠંડુ પડવા દો.

(૧૫) હવે મિક્સરમાં નાંખી મુકેલા પત્તા સાથે,ઠંડુ પડેલું મસાલાના મિશ્રણને પણ નાંખી દો.

(૧૬) તમને જોઈતું પાણી ઉમેરો મિશ્રણ વધારે ઘટ્ટ પણ નહી અને પાતળું પણ નહી એવી રીતે પીસો.

(૧૭) હવે ગેસ પર પેન મૂકી એમાં તેલ ગરમ કરો.

(૧૮) તેલ ગરમ થયા બાદ એમાં હળદર પાવડર,લાલ મરી પાવડર,ધાણા પાવડર અને જીરા પાવડર ઉમેરી ચમચાથી હલાવતાં રહો.

(૧૯) હવે મિક્સરમાં પીસેલી પાલકની પેસ્ટને નાંખી દો.

(૨૦) ધીમી આંચ પર ગસ રાખી મિશ્રણને ચમચાથી હલાવતા રહો.

(૨૧) હવે એના પર ૨-૩ મિનટ માટે ઢાંકણ મૂકી દો.

(૨૨) હવે એમાં ૨ ચમચી જેટલું ક્રીમ નાંખી દઈ ચમચાથી હલાવો.

(૨૩) એમાં ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠું, અને પનીર નાં ટુકડા ઉમેરી ફરી મિશ્રણને ચમચાથી હલાવી ૨ મિનટ માટે ઢાંકણ મૂકી દો .

(૨૪) પીરસા માટે પાલક પનીર પર ક્રીમ અને પનીરને ઘસીને નાંખો.

(૨૫) તો તૈયાર પાલક પનીર.

(૬) ભીંડાનું શાક :

સામગ્રી :

(૧) ૧ કાપેલા કાંદા

(૨) ૧ ટામેટું કાપેલું

(૩) ૨ ચમચી લસણ

(૪) ૧ ચમચી લાલ મરી પાવડર

(૫) ૧/૨ ચમચી હળદર પાવડર

(૬) ૧ ચમચી ગરમ મસાલો

(૭) ૧ ચમચી આમચૂર પાવડર

(૮) ૧ ચમચી લીંબુનો રસ

(૯) ૨ ચમચી કોથમીર કાપેલી

રીત :

(૧) પહેલા ભીંડાને ગોળાકારમાં ૧/૨ ઇંચમાં કાપી દો.

(૨) હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડીપ માં ૨ મિનટ માટે તળી શકો છો ,નહી તો વધારે તેલ ન ફાવતું હોય તો બે ચમચી તેલ માં પણ તળી શકો છો.

(૩) અને તેલ નીપરાવી ભીંડાને એક વાસણમાં કે ટીસ્યુ પેપર પર કાઢી, રાખી દો.

(૪) હવે ગેસ ચાલું કરી એક પેન માં તેલ ગરમ કરો.

(૫) તેલ ગરમ થયા બાદ એમાં કાપેલી લસણ ઉમેરો,

(૬) લસણ બ્રાઉન થયા બાદ એમાં કાપેલા કાંદા ઉમેરો.

(૭) કાંદાને બરાબર મિક્સ કરી એમાં કાપેલા ટમેટા ઉમેરી,ચમચાથી હલાવો.

(૮) એમાં લાલ મરી પાવડર,હળદર પાવડર,ગરમ મસાલાનો પાવડર ,આમચૂર પાવડર, અને મીઠું સ્વાદાનુસાર નાંખી મિશ્રણને ૨ મિનીટ સુધી પકવો.

(૯) હવે એમાં તળેલા ભીંડા અને લીબુંનો રસ ઉમેરો.

(૧૦) એમાં બારીક કાપેલી કોથમીર નાંખો અને ૨-૩ મિનટ સુધી પકવો.

(૧૧) તૈયાર ભીંડાની સુકી ભાજી.

ચટણી :

(૭) કોથમીર ચટણી :

સામગ્રી :

(૧) ૧ નાની વાટકી કાચા શીંગદાણા

(૨) ૨ લીલા મરચા

(૩) થોડાક પુદીનાનાં પાંદડા

(૪) ૧/૨ ચમચી લીબુંનો રસ

(૫) ૧/૪ ચમચી જીરા પાવડર

(૬) ૧ અને ૧/૨ મોટી વાટકી, કોથમીર

(૭) મીઠું સ્વાદાનુસાર

(૮) ચાટ મસાલા સ્વાદાનુસાર

(૯) પાણી

રીત :

(૧) એક મિક્સર નાં વાટકામાં કોથમીર,શીંગદાણા,લીલા મરચા,પુદીનાના પત્તા,જીરા પાવડર,લીંબુનો રસ ,અને મીઠું સ્વાદાનુસાર ઉમેરો.

(૨) એમાં જોઈતું થોડું પાણી ઉમેરો અને ચાટ મસાલો ઉમેરો.

(૩) અને આ મિશ્રણને મિક્સરમાં પીસી દો.

(૪) તૈયાર કોથમીર ચટણી.

(૮) નારિયળની ચટણી :

સામગ્રી :

(૧) ૧ નારિયેળનું પીસેલું ખીણું

(૨) ૧/૨ નાનો આદુંનો ટુકડો

(૩) ૨ કાપેલા લીલા મરચા

(૪) ઉડદ દાળનાં થોડા દાણા

(૫) ૧/૨ ચમચી રાય

(૬) ૧/૨ કપ ચણાનાં (સફેદ) દાણા(ડારિયા દાલ)

(૭) ૧/૪ ચમચી હિંગ

(૮) ૧ ચમચી તેલ

(૯) ૪-૫ કડીપત્તા

(૧૦) મીઠું સ્વાદાનુસાર અને પાણી

રીત :

(૧) સૌ પ્રથમ મિક્સરનાં વાટકામાં નારિયળનું ખીણું ઉમેરો.

(૨) એમાં ડારિયા દાળ,કાપેલા લીલા મરચા,આદુંના ટુકડા,મીઠું સ્વાદાનુસાર અને જોઈતું પાણી ઉમેરી મિક્સરમાં પીસી દો.

(૩) હવે તડકા માટે એક નાના વાસણમાં તેલ ગરમ કરો.

(૪) તેલ ગરમ થયા બાદ એમાં રાય,હિંગ અને કડીપત્તા અને ઉડદ દાળનાં દાણા ઉમેરો.

(૪) હવે તડકો તૈયાર થયા બાદ મિક્સરમાં પીસેલી નારિયળની ચટણી પર આ તડકો આપેલું તેલનું મિશ્રણ નાંખી દો.

(૫) તૈયાર નારિયળ ચટણી.

અથાણું :

ગરમીની ઋતુમાં અથાણું બનાવી આખા વર્ષ દરમિયાન ખાઈ શકાય છે.અથાણું જુદા જુદા પ્રકારનું અને અલગ અલગ પદ્ધતિથી કરી શકાય છે.

પરંતુ અહિયાં જલ્દીથી અથાણું બનાવી શકાય,અને એ પણ સરળ પદ્ધતિની રીત ઉમેરી છે.

નોંધ : અથાણું બનાવતી વખતે , અથાણું જલ્દી થી બગડી ન જાય એના માટે સાવધાની રાખવી પડે છે,એટલે કે જેટલા વાસણ અથાણા માટે લાગતા હોય એ એકદમ સ્વચ્છ હોવા જોઈએ,જે કન્ટેનર કે કાચની બાટલીમાં ભરવું હોય તો તેને ગરમ પાણીમાં ધોહીને સુકાવા માટે મુકવું જોઈએ.

(૯) કેરીનું અથાણું :

સામગ્રી :

(૧) ૫૦૦ gm કેરી (૫ નંગ કેરી )

(૨) ૨ ચમચી મેથીના દાણા

(૩) ૨ ચમચી રાય ના કુરિયા(કાળા કે પીળા કલરના)

(૪) ૧/૨ કપ તેલ (અથવા રાયનું પણ તેલ ચાલશે)

(૫) ૧/૨ ચમચી હળદર પાવડર

(૬) ૧ ચમચી લાલ મરી પાવડર

(૭) ૨ ચમચી મેથીના દાણા

(૮) ૨ ચમચી સૌફ

(૯) ૧/૪ ચમચી હિંગ પાવડર

(૧૦) ૧ અને ૧/૨ ચમચી મીઠું( અથવા સ્વાદાનુસાર)

રીત :

(૧) સૌ પ્રથમ કેરીને ધોઇને બરોબર કપડાથી સાફ કરો.

(૨) પછી કેરી ને તમને જેવા પ્રકરના ટુકડા કરવા હોય, એ રીતે કાપી કેરીના ટુકડા કરો.

(૩) હવે મિક્સરનાં વાટકામાં રાય ના કુરિયા,મેથીના દાણા,અને સૌફ ને ઉમેરી પીસીને મસાલો તૈયાર કરો.

(૪) હવે એક વાસણમાં તેલ ગરમ કરો.

(૫) તેલમાંથી થોડો ધુમાડો નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરો.

(૬) પછી એમાં મિક્સરમાં પીસેલો મસાલો ઉમેરી દો.

(૭) એમાં હિંગ,હળદર પાવડર,લાલ મરી પાવડર અને કેરીના કાપેલા ટુકડા ઉમેરો.

(૮) ચમચાથી મિશ્રણને હલાવો,અને એમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો.

(૯) હવે એના પણ ૪-૫ મિનટ માટે ઢાંકણ રાખી દો.

(૧૦) ગેસ બંદ કરી ઠંડુ પડી પછી એક કન્ટેનરમાં ભરી એને તડકામાં મૂકી શકો છો.

(૧૦) જો તડકામાં ન મુકવું હોય તો પણ ચાલશે .

(૧૧) પણ કેરીના અચારને રોજ ચમચો ફેરવી,જોવું પડશે.

(૧૨) ૪-૫ દિવસમાં અથાણું ખાઈ શકો છો.

(૧૦) કાંદાનું અચાર :

સામગ્રી :

(૧) ૫૦૦ gm સફેદ નાની ડુંગળી

(૨) ૨ નાની ચમચી કલોંજી

(૩) ૩ નાની ચમચી પીસેલી રાય

(૪) ૧ નાની ચમચી લાલ મરી પાવડર

(૫) ૧/૨ ચમચી હળદર પાવડર

(૬) ૫૦ ml તેલ (સરસોનું તેલ પણ ચાલશે)

(૭) મીઠું સ્વાદાનુસાર

રીત :

(૧) સૌ પ્રથમ ડુંગળીને છોલીને પાણીમાં ધોહી નાંખો.

(૨) હવે એક કપડા પર સુકવી દો,જેથી ડુંગળી કોરી થઈ જાય.

(૩) હવે છરીની મદદથી ડુંગળીને ચાર કાપ મારો (+)

(૪) કલોંજી માર્કેટમાં મળી રહેશે.

(૫) હવે એક વાટકામાં કલોંજી,પીસેલી રાય,લાલ મરી પાવડર,હળદર પાવડર અને મીઠું ઉમેરી,મિશ્રણને ચમચીથી મિક્સ કરી, મસાલો તૈયાર કરો

(૬) હવે આ તૈયાર મસાલો ડુંગળીનાં કાપ મારેલા ભાગમાં લગાવો ,અને એક કન્ટેનરમાં ભરતા થાવ.

(૭) હવે એમાં સરસોનું તેલ ઉમેરો.

(૮) ૨ દિવસ સુધી બરણીને તડકામાં સૂકવવા માટે રાખી દો.

(૯) તો તૈયાર ડુંગળીનું અથાણું.

નાસ્તાની વાનગી :

(૧૧) પોંહા :

સામગ્રી :

(૧) ૧/૨ ચમચી રાય

(૨) ૫-૬ કડીપત્તા

(૩) ૧૪-૧૫ શીંગદાણા શેકેલા

(૪) ૧ નંગ બટાટા (બાફેલા)

(૫) કોથમીર

(૬) ૧ લીલું મરચું કાપેલું

(૭ ) ૨ ચમચી તેલ

(૮) ૨ મોટા વાટકા પોહા (જાડા)

(૯) લીંબુનો રસ

(૧૦) ૧ કાંદો કાપેલો

(૧૧) હિંગ ચપટી ભરી

(૧૨) મીઠું સ્વાદાનુસાર

સામગ્રી :

૧) સૌ પ્રથમ પોંહાને ધોઈ નાંખો.પાણી કાઢી થોડી વાર રાખી મુકો.

૨) એમાં સ્વાદાનુસાર મીઠું ઉમરો ,અને સાથે જ ,જો તમને સાકર નાંખવાનું પસંદ હોય તો,થોડી નાંખી શકો છો.

૩) હવે ,ગેસ પર એક પેન મૂકી , તેલ ગરમ કરો.

(૪) એમાં રાય,કડીપત્તા અને હિંગ નાંખો.

(૫) એમાં કાંદા,બાફેલા બટાટા,મરચા,હળદર પાવડર નાંખી ચમચાથી હલાવો.

(૬) હવે એમાં પોંહા નાંખી ફેરવી થોડી વાર માટે ઢાંકણ મૂકી દો.

(૭) હવે એમાં લીંબુનો રસ,જો જોઈતા હોય તો સેકેલા શીંગદાણા પણ ઉમેરી શકો છો અને કોથમીર ઉમેરી ચમચાથી ફેરવી લો.

(૧૦) પોંહા તૈયાર.

(૧૨) ઈડલી :

સામગ્રી :

(૧) ૧ કપ ઈડલી રવા (જાડા ચોખાને પીસેલા)

(૨) ૧/૪ કપ પોંહા (જાડા )

(૩) ૧/૪ કપ ઉડદ દાળ

(૪) તેલ

(૫) મીઠું સ્વાદાનુસાર

રીત :

(૧) સૌ પ્રથમ અલગ અલગ વાટકીમાં પોંહા,ઉડદની દાળ, ઈડલી રવાને થોડી મીનીટો માટે પાણીમાં પલાળી રાખો.પછી પાણી કાઢી નાંખો.

(૨) હવે ઈડલી રવા અને પોંહાને મિક્સરમાં પાણી નાંખી પીસી લો.

(૩) એવી જ રીતે પલાળી રાખેલી ઉડદની દાળને પણ મિક્સરમાં થોડું પાણી નાંખી પીસી લો.

(૪) હવે આ ત્રણેય મિશ્રણને એક વાસણમાં કાઢી મિક્સ કરી દો ,અને થોડું સ્વાદાનુસાર મીઠું ઉમેરી દો.

(૫) હવે આથો લાવવા માટે ૮ કલાક માટે મિશ્રણને એક ગરમ જગ્યાએ મૂકી દો.

(૬) ૮ કલાક પછી એ મિશ્રણને એક વાર ફરી ચમચો મારી ફેરવો.

(૭) હવે ઈડલીનાં વાસણમાં થોડું તેલ લગાવી આ મિશ્રણને ઉમેરો.

(૮) હવે ૧૨ મિનીટ સુધી ઈડલીને થવા દો.

(૯) નારિયળની ચટણી સાથે ઈડલીને ખાઈ શકો છો.