કેવું વલણ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેવું વલણ

કેવું વલણ ?

દોસ્તો આજે વલણ,વર્તણૂકને લગતી એક વાર્તા પરથી કંઈક નવું શીખીએ.

વાત એમ બની કે,એક નાનો છોકરો રોજ પપ્પાના દુકાને જાય,પપ્પા જે કામ કરતા હોય છે એ રોજ નજરે નિહાળે છે,એને જોયું કે પપ્પા સિલાઈકામ કરતા કરતા સોયનું કામ પતી જતા માથા પર પહેરેલી ટોપી પર ખોસી દેતા,જયારે કાતરનું કામ પતી જતા કાતરને પગની નીચે દબાવી નાંખતા.છોકરાથી રહેવાયું નહી, આજે એના પિતાજીને પૂછી જ નાંખ્યું , પિતાજી આ તે વળી કેવું, “સોયને ઉપર ખોસી દેવાનું ,જયારે કાતરને પગની નીચે રાખી દેવાનું ?? ત્યારે પિતાજી જવાબ આપે છે કે,બેટા જીવનમાં પણ આવું જ લાગું પડે છે.સોય સિવવાનું કામ કરે છે,એટલે એને માથા પર ખોસાય છે,જયારે કાતર કાપવાનું કામ કરે છે એટલે એને દબાવીને રાખવી પડે છે,કહેવાનો અર્થ એટલો જ કે જો આપને સોયની જેમ સારું જોડવાનું કામ કરીશું તો બીજાનો આપણા પ્રત્યેનો વ્યવહાર પણ સારો હશે જયારે આપણું આચરણ કાતર જેવું હશે તો આપણને પણ લોકો દાબીને રાખશે.

એમ તો ઘણા પ્રકારના વલણો જોવા મળશે.જેમાં મુખ્ય હકારાત્મક અને નકારાત્મક એમ બે વર્તણૂક જોવા મળશે. જીવનકાળ દરમિયાન,અરસપરસ કાતરની જેમ કામ કરવાવાળા એવા ઘણાં નકારાત્મક તત્વો આપણાને મળી રહેશે,બીજી તરફ સોયની જેમ કામ કરવાવાળા પણ અજાણ્યા એવા સારા લોકોની દુનિયામાં કમી નથી. જો આપણે કોઈને મદદ માટે હાથ લંબાવી નથી શકતાં તો બીજા મદદ કરતા હોય એનો હાથ ખેંચવાનો પણ પ્રયત્ન ન કરવો જોઈએ.

અહીંયા કાતરની જેમ એટલે પરસ્પર જ્યાં સારું ચાલતું હોય ત્યાં આગમાં ઘી નાખવાનું કામ કરવાવાળા,વિચારવાનો પ્રશ્ન એટલો જ આવે કે કોઈ એવોડર્સ તો મળવાનો નથી તો શું કામ આટલી બધી મહેનત આવા ખોટા કાર્યમાં કરતા હોય છે?કોણ શું કરે છે,કેમ કરે છે,આને પેલાને આવી રીતે ને તેવી રીતે દેખાડીશ વગેરે વગેરે જે જે પંચાત પોતાને કામની નથી એવા કૃત્યમાં શું કામ નકામી શક્તિ અને સમયને વેડફી નાંખે છે. આવા કામ કરવાવાળાને ભલે કોઈ સામેથી ઠપકો નથી આપતું કે સામે કોઈ કઈં નથી બોલી સકતું પણ આવા નકારાત્મક તત્વોની વાતો ઝડપતી ફેલાઈ જાય છે અથવા આવા વ્યક્તિની હાજરીથી લોકો દુર ભાગવા માંડે છે.

આજે નોકરીધંધા માટે પણ ઇન્ટરવ્યું દરમિયાન વ્યક્તિ કેટલી ઊંચી પદવી મેળવી,કેટલો અનુભવ પ્રાપ્ત કર્યો એટલું માર્યાદિત નથી જોવાતું પરંતુ બીજું બધું સાથે મનનું વલણ,વર્તન,વિનય કૌશલ્ય પણ જોવાય છે.ટેલેન્ટ કેટલું પણ વ્યક્તિમાં ભરીને પડ્યું હોય તોપણ જો સારું વર્તણૂક જીવનમાં કે બીજે કોઈપણ કાર્યસ્થળે હશે તો ચાર ચાંદ લાગી જશે.અને જો આક્રમકતા દેખાડવા ગયા તો સારી બનતી સ્થિતિ પણ પળવારમાં બગડી જતી હોય છે. અથવા કોઈકવાર અવ્યવહાર દ્વારા વ્યક્તિની ચૂક થઈ જતાં લોકો કાયમ માટે ખોટી ધારણા મનમાં ધારી લેતા હોય છે,પણ આવી સમસ્યા માટે આપણે પોતાને દોષ આપી ના શકીએ.

વ્યવહાર એવો હોવો જોઈએ કે,એક જ મુલાકાતમાં માણસ મનમાં ઘર કરી જાય,એ વ્યક્તિની વખણાઈ માણસ પોતે તો હંમેશા વખાણતો જ હોય છે પરંતુ બીજા દસને પણ જણાવીને કહે, વાહ ! શું માણસ છે,મુલાકાત કરીને મજા આવી ગઈ.સોયની જેમ વગર સ્વાર્થે કામ કરીને કે બીજાનાં વેરનાં વચ્ચે પડી સમાધાન કરી સબંધોને સાચવી આપનારા પણ ઘણાં એવા હોય છે પછી ભલેને પોતે કુંવા ખાડામાં પડી જતાં હોય. પારદર્શક વર્તન દ્વારા માણસ બીજાનું મન જીતી શકે છે.પોતાની નમ્રતા,વાણી,વર્તન અને સકારાત્મક દ્રષ્ટિકોણથી જીવનને નવો મુકામ આપી શકે છે.

ઉપરની વાર્તાનો બોધ આપણને જીવન વ્યવહાર વિશે જણાવે છે,સ્થિતિ પ્રમાણે સારો વર્તાવ કેળવી સારા વ્યક્તિની ઊંડી છાપ કાયમ માટે બનાવી શકાય છે.

--પ્રવિણા--