“ સ્ટડી ટિપ્સ ફંડા ” Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

“ સ્ટડી ટિપ્સ ફંડા ”

“ સ્ટડી ટિપ્સ ફંડા ”

આજે સમાજમાં નાના છોકરા/છોકરીઓથી લઈ યુવાનોમાં વધતા આત્મહત્યાની ઘટના વધતી જાય છે.કોઈ શિક્ષકોથી,તો કોઈ અભ્યાસથી તો કોઈ પ્રેમમાં હારી જવાથી પોતાનું જીવન ટુંકાવી દેતા હોય છે. જીવનમાં વ્યથા જાગી કે પછી પોતાનું સાંભળવા વાળું કોઈ ના રહે કે સહનશીલતાનો અવકાશ તૂટી જાય ત્યારે આત્માઘાતનો વિચાર આવે છે.બધે જ અંધકાર છવાયેલો દેખાય છે દૂર દૂરથી એકપણ પ્રકાશનું કિરણ દેખાતું નથી.

મારા યુવાનોને એટલું જ કહેવાનું છે કે તમારી જિંદગી તમારા હાથમાં છે એ ખરી વાત છે પણ તમારા જીવનને એવી રીતે ટુંકાવી નહી દો,જીવન તમારું ખૂબ જ મહત્વનું છે,એણે જાણો અને લાઈફને માણો. કહેવાનો અર્થ એટલો જ કે મુત્યુ તો બધાનાં જીવનમાં લખ્યું જ છે,જેમ જન્મ્યા છે તેમ મુત્યું તો થવાનું જ છે, એ મરવાનું કેવી પણ રીતે થઈ શકે,મુત્યુ થવું એ કૂદરતી છે,પરંતુ પોતે થઈને જીવન સમાપ્ત કરી નાખવું એ ક્યાંની સમજદારી છે? તમે પોતાનું જ ના વિચારતાં હો તો કઈ નહી પરંતુ જેઓના દ્વારા તમે આટલી જિંદગીની પળો માણી છે કે જેટલું જીવન તમે આજ સુધી જોયું છે એમનો તો વિચાર કરો ! તમને જીવન આપનાર એ જન્મદાતાનો તો વિચાર કરજો.

હા બધાનાં જીવનમાં દુઃખ આપનારી ઘટના બનતી જ હોય છે ,જીવનમાં નિરાશાજનક પરિસ્થિતિ ડગલે ને પગલે ઊભી જ હોય છે.પણ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લેવા કરતા કે લઈ લીધો એના પહેલા એ નિરાશાની પળોને જીવનમાંથી કેવી રીતે હટાવી દઉં એનો હલ કેવી રીતે કાઢું એ બાબત પર તો પહેલા વિચાર કરી જોજો.એ સમસ્યાને તમે નહી સુધારી શકો તો કોઈની મદદ લો,એ ગુંચવણભર્યો સવાલનો કોઈ તો ઉકેલ હશે જ ને ? જીવનમાં આવી બાબતે આશા જરૂર રાખજો,આશા ક્યારે પણ નથી છોડીને જતી પણ જો આપણે આશા છોડી નાંખી તો એ જરૂરથી છુટી જશે.

મારા દોસ્તો જો કોઈ આવી નિરાશાજનક પળ જીવનમાં આવી પણ જાય પણ જો જો હિમ્મત જરા પણ હારતા નહી, આવું આત્મહત્યાનું પગલું લેવા પહેલા સૌ ના બદલે હજાર વાર વિચાર કરજો, જો કોઈ એક નાનું સુષ્મ આશાનું બિંદુ તો જરૂર હશે, વિશ્વાસ રાખજો તમારા પર દોસ્તો નવી તક નિરાશામાંથી આશા તરફ લઈ જવાવાળી ઉભેલી જ હશે.

જીવનમાં એવો સમય આવતો હોય છે કે બધીજ સમસ્યા આપણા વિરોધની થવા લાગે છે,એક સમસ્યાનું નિવારણ નાં કરે ત્યાં તો બીજી ઉભેલી જ હોય છે.

આપણાને ભૂતકાળમાં જે વીતી ગયું હોય એના પર પછતાવો નહી કરવો જોઈએ, કે નાં ભવિષ્ય માટે ચિંતિત રહેવું જોઈએ,વિવેકી વ્યક્તિ વર્તમાનમાં જીવતાં હોય છે.

નહી તો છેલ્લે એટલું જ કહેવાનું કે ખૂબ જ હતાશા આવી ગઈ હોય અથવા જીવન નકામું માંથી નકામું લાગવા લાગ્યું ત્યારે એ પળે પોતાના મનને એ સમજાવો કે, હું તો એક હતાશાની લાગણીને લઈને બેઠો છું,જે હું નથી પરતું એક લાગણી છે જેણે હું પોતે પકડી રાખી છે,મારી લાગણી ,મારી લાગણી કહીને હું ચીટકી રહેલો છું,તો આ નકારાત્મક વાળી લાગણીને તો મારામાંથી કાઢીને ફેકી જ દેવી છે અને મને સકારાત્મક તરફ આગળ વધવું છે.

જિંદગી વહ નહી હૈ, જો તુમકો મિલતી હૈ ,

જિંદગી વહ હૈ, જો તુમ બનાતે હો ........

એટલું પણ કમી લાગતું હોય તો તે વિચારોમાંથી મુક્ત થવા માટે આટલું યાદ રાખો.

  • જે તે લાગણી કે તે તણાવને દૂર કરવા માટે પહેલા તો તમે ટીવીમાં આવતી નકારાત્મક ઘટના જોવાનું ટાળો.
  • નકારાત્મક લોકોને મળવાનું ટાળો,નકારાત્મક સમાચાર વાંચવાનું બંધ કરી દો.
  • હવે તમને જે ગમતા લોકો હોય એણે મળો ,એમના સાથે પોતાની મનની વાત કરો.
  • જેટલું રડી લેવાનું હોય એટલું રડી લો,ને હળવા થઈ જાઓ.
  • પછી એક પાક્કો નિર્ણય લો હું હાર નહી માણું,નાં હું કોઈને ફરિયાદ કરીશ કે નાં હું મને સતાવતી કોઈ ઘટનામાં ફસાયને પડી રહું.
  • મારી સાથે થયું છે તો બનતી ગૂંચને હું જ ઉકેલવાનો પ્રયત્ન કરીશ.
  • તમે જેમાં રસ ધરાવતાં હો એ કાર્યમાં લાગી જાઓ ,જેથી કરી તમને જે ઘટનાથી તણાવગ્રસ્ત જીવન લાગી રહ્યું હોય ત્યારે તે વિચારોમાંથી નીકળી શકો.
  • કસરત ,યોગા,લાફીંગ ક્લાસમાં જોડાઈ જાઓ.
  • સારી પ્રેરણાદાયી પુસ્તકો વાંચો.
  • યુવાનો સકારાત્મક વિચારો રાખજો,બધાનાં જીવનમાં દુઃખદાયક ઘટના થતી જ હોય છે ત્યારે તમારી પાસે બે જ ઉપાયો છે,એક તો ભાગ લો કે ભાગી જાઓ.
  • દોસ્તો નકારાત્મક લાગણીને જેટલું આપણે લાડ કરીશુંને તેટલી તે વધુ લાડલી બનશે અને તેટલી જ વધારે આપણાને દુઃખી કરશે,એના કરતા વધારે લાડ લડાવાની જરૂરત નથી ,ભગાવી દો આવી હતાશાને જે આપણી જિંદગી બરબાદ કરવા આવી હોય.યાદ રાખજો જીવનમાં ક્યારે પણ એક સામટું દુઃખ કે એક સામટું સુખ હોતું નથી ,આ તો જીવનની રમત છે,ટકવા માગતાં હોય તો, સામનો તો કરવો જ પડશે ,પોતાનાં જીવનમાં આવતી બધી જ ઘટનાની ગૂંચ તો પોતાને જ ઉકેલવી પડશે ને ? ન ઉકેલી શકો તો કઈ નહી, સમય પર છોડી દો,પણ આત્મહત્યાનો વિચાર મનમાં લાવવાનો નથી.

    અહિયાં માતાપિતા વડીલોને એટલું જ કહેવાનું છે કે અભ્યાસ માટે પોતાનાં સંતાનો પર દબાવ નહી નાંખો,બધીજ બાબતોને લઈને ઠપકો નહી આપો,સંતાનો શું કહેવા માંગે છે એ વિષય પર ચર્ચા કરો,આપણી પોતાની ઈચ્છા અને અપેક્ષાઓ તો ઘણી બધી હોય છે પણ એકવાર પોતાનું બાળક શું કરવા માંગે છે એ પણ પૂછી લેજો,સમાજમાં નામ અને ઈજ્જત કમાવા તો બધા જ માગતાં હોય છે પરંતુ પોતાનાં બાળકોની અપેક્ષા અને ક્ષમતા કેટલી છે એ પણ જાણી લેજો.આપણો વાર્તાલાપ સંતાનો સાથે મુક્ત મનથી નથી થતો, ત્યારે બાળક અંદર અંદર મુઝાયેલું રહે છે,પ્રેમ આપો,સંતાનોને આગળ વધવા માટે હંમેશા પ્રેરણા આપો પોતાનાં બાળકોને બીજાના સંતાનો સાથે તુલના કરી આત્મવિશ્વાસમાં ઘટાડો થવા નાં દો .

    તો ચાલો હવે વિદ્યાર્થીબંધુ આપણે જોશ અને હોશથી સ્ટડીનાં ફંડા દિમાગમાં ફીટ કરીએ.

    “ માત્ર વાંચો નહી,પગલા લો,સફળ જરૂર થશો.”

    દિમાગ તો ભગવાને બધાને સરખું જ આપ્યું છે યાદ કરવાની શક્તિ પણ બધાને સરખી જ આપી છે પણ આપણે મગજનો ઉપયોગ સારી બાબતોમાં યાદ કરવા કરતા, બીજી નકામી બાબતોમાં ઉપયોગ કરીને મગજની શક્તિને વેડફી નાંખીએ છીએ.

    જેવી રીતે આપણાને આખી થાળી ભરીને જમવાનું આપ્યું હોય તો પણ એક જ વારમાં એક સાથે ખાઈ નથી સક્તા એવી જ રીતે ભણવાની પણ એક રીત હોય છે,કાલે પરીક્ષા હોય અને આજે હરખાઈને અભ્યાસ કરવા મંડી પડીએ તો શું તમારો પૂરતો અભ્યાસક્રમ એટલા સમયે પૂરો થઈ જવાનો છે ? જો નાં હોય તો આખા વર્ષ દરમિયાન પહેલાથી તો છેલ્લી પરીક્ષા સુધી ભણતરને તબ્બકે તબક્કે તબક્કે વહેચીને વાંચવાનું ચાલું કરી દેજો ,જેથી પરીક્ષાનાં નજદીક આવતા દિવસો તમને તણાવમાં પસાર નાં કરવા દે.

    આખા ભણતરનાં વર્ષ દરમિયાન મસ્તી મજાક,રમત ગમત, મોજ શોખ,અને ગમતી કલાને પણ વિકસિત કરવાની છે,બધો જ આનંદ લેતા રહેજો વિદ્યાર્થીબંધુ, પણ સાથે સ્ટડી પણ સમયે સમયે કરતા રહેજો.

    સ્ટડીના ફંડા :

    ૧) લક્ષ્ય બનાવો,યોગ્ય ટાઈમ ટેબલ અને વ્યક્તિગત રીતે શીખવું

    ૨) બહાના આપવાનું છોડી દો

    ૩) કાળજી લો પોતાનાં સ્વાસ્થની,ટાળો તણાવને

    ૪) અભ્યાસ માટે સ્વચ્છ અને સરળ વાતાવરણ પસંદ કરો

    ૫) રટવું નથી,ખરેખર પરિશ્રમથી કામ કરવું પણ હોશિયારીથી

    ૬) જટિલ અને મુશ્કેલભર્યો પ્રશ્ન/કાર્ય/પ્રકરણ પહેલા કરો

    ૭) પુનરાવર્તન... પુનરાવર્તન...પુનરાવર્તન...

    ૮) ભટકતું દિમાગને કેન્દ્રિત કરો

    ૯) આરોગ્યવર્ધક,પોષ્ટિક ખોરાક લો,યોગાસન /ધ્યાન કસરત કરો

    ૧૦) છેલ્લે કરવા લાયક અભ્યાસ

    તો વાંચીએ વિગતથી સ્ટડીનાં ફંડા :

    ૧) લક્ષ્ય બનાવો,યોગ્ય ટાઈમ ટેબલ અને વ્યક્તિગત રીતે શીખવું :

  • ઉત્સાહથી અભ્યાસ માટેનું લક્ષ્ય નિર્ધારિત કરી લો.
  • ભણતરમાં મને આટલા માર્ક્સ/ટકા લાવવાનું જ છે,તે પણ સ્વયંને પાક્કું વચન આપી દો.
  • યોગ્ય ટાઈમટેબલ પહેલાથી જ બનાવી દો,પરંતુ યોગ્ય મેનેજમેન્ટ સાથે.
  • જ્યાં પહેલા કયું ટાસ્ક/વિષય અને કેવી રીતે તૈયાર કરવું છે તે જાણી લો.
  • પોતાનામાં વિશ્વાસ ઉત્પન્ન કરો,દ્રઢ સંકલ્પ લો,હા મને મારી સ્ટડી દ્વારા આટલો રેન્ક લાવવો જ છે.
  • જોશ અને હોશ થી સ્ટડીમાં ધ્યાન એકત્રિત કરો.
  • નકારાત્મક વિચાર આવી પણ જાય તો પણ ધ્યાન ન આપો.
  • અને સકારાત્મક વિચારો લાવો.
  • પહેલા પોતે જ પોતાની રીતે અભ્યાસને સમજો,જાણો એના પર વિચારો કે આ શું કહેવાં માંગે છે અને પછી સીખો.
  • નવી નવી સરળ તકનીક કાઢો જેમાં સહેલાઈથી યાદ રહી જાય.
  • ૨) બહાના આપવાનું છોડી દો અને સંઘર્ષ કરો :

  • જયારે મન મારીને કોઈ પણ કામ કરવા જઈએ ત્યારે ચોક્કસ પ્રમાણેનું ઉદેશ્ય પ્રાપ્ત થતું નથી,
  • અને બધી જ વાતમાં આળસ આવે છે.
  • આળસાઈ આવી એટલે બહાના પણ નવા નવા આવવા લાગશે,
  • અને જેટલી આળસ આપણે કરીશું એનું નુકસાન પણ આપણાને એટલું જ મળશે,
  • પછી અફસોસ કરીને હાથ માં કઈ નથી આવતું,
  • તો આળસને દૂર કરી ભણવામાં મન પરોવો.
  • ૩) કાળજી લો પોતાનાં સ્વાસ્થની,ટાળો તણાવને :

  • તમારી જે પણ સમસ્યા હોય કે મન ને દુઃખ આપતી લાગણી ને દૂર કરો અભ્યાસ કરવાના સમયે,
  • જેમાં વડીલો કે શિક્ષકો તરફથી મળતો ઠપકો કે પછી દોસ્તો વચ્ચે થતી લડાઈ કે પછી ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ વાળો પ્રેમભગ્નની લાગણીને કે અપમાનને અભ્યાસ સમયે દૂર રાખજો.
  • સ્ટડી સમય પર થશે કે નહી એનો વિચાર કરવાના બદલે,આ કામની શરૂઆત ત્યાંથી જ કરી દો.
  • બીજા દોસ્તોનો પરીક્ષાને લગતો બધો અભ્યાસ થઈ ગયો અને મારું રહી ગયું એનું વ્યર્થમાં ચિંતા કરી દિમાગનો સમય નહી બગાડો.
  • સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક,ટ્વીટર,વોટ્સએપ દ્વારા આવતી નોટિફિકેશનથી દૂર રહો.
  • બાય બાય બોલી દો બધાને ,ધ્યાન કેન્દ્રિત કરો માત્ર તમારી સ્ટડી પર.
  • સ્ટડી કરવા લાગ્યાં એટલે થોડી થોડી અંતરે મન ને હળવું કરવા ૧૦-૧૫ મિનીટનો આરામ પણ લઈ લો.
  • પૂરતી ઊંઘ ૭-૮ કલાકની લેવી જરૂરી છે,જેથી મન શાંત થઈ એકાગ્ર ચિત્તથી વાંચી શકો.
  • ૪) અભ્યાસ માટે સ્વચ્છ અને સરળ વાતાવરણ પસંદ કરો :

  • અસ્તવ્યસ્ત પુસ્તકો જોઇને પણ મન અસ્વસ્થ થઈ જશે,
  • જેમ કે વધારે પુસ્તકનો પસારો કે ઢગલો કરીને રાખો નહી.
  • બની શકે તો પુસ્તકોને વ્યવસ્થિતપણે ગોઠવાયેલા રાખજો જેથી કરી દિમાગ વધારે શાંત રહેશે.
  • ઘર રસ્તા પર હોય કે આસપાસથી આવતાં અવાજ,ઘોંઘાટ તમને પજવતો હોય તો,
  • બજારમાં મળતા ઇઅર પ્લગને વાપરી શકો છો.
  • બની શકો તો જ્યાં અભ્યાસ માટે રોજ બેસતાં હોય ત્યાં જ બેસવું કેમ કે તે જગ્યા પર તમે ટેવાય ગયેલા હોય છે.
  • ૫) રટવું નથી,ખરેખર પરિશ્રમથી કામ કરવું પણ હોશિયારીથી :

  • રટશો નહી,નહિ તો પરીક્ષા રૂમ માં જઈને બધું ભૂલી જશો.
  • રટી રટીને દસ વાર વાંચવા કરતાં સારી રીતે ધ્યાનથી સમજીને વાંચશે તો બરોબર યાદ રહેશે.
  • સમય પણ બચશે અને અભ્યાસ પણ વધારે થશે.
  • એકવાર માં વાંચીને ન થાય તો બીજી વાર,ત્રીજી વાર,જ્યાં સુધી યાદ રહી નાં જાય ત્યાં સુધી બીજું પ્રકરણ હાથમાં નહી લો.
  • જો યાદ ન રહે તો,કઠીન અધ્યાયને એક વાર્તાના સ્વરૂપમાં ઢાળી યાદ રાખવાનો પ્રયાસ કરો.
  • રંગબેરંગી સ્કેચપેન દ્વારા પણ તમે અલગ અલગ કલરથી અલગ અલગ હાર્ડ લાગતા પ્રશ્નોને ટીક માર્ક કરી તમારી રીતે યાદ રાખવાની પ્રક્રિયાને સરળ બનાવી શકો છો.
  • હાર્ડ વર્ક કરો પણ હોશિયારીથી કરો.
  • ૬) જટિલ અને મુશ્કેલભર્યો પ્રશ્ન/કાર્ય/પ્રકરણ પહેલા કરો :

  • જયારે અભ્યાસ કરવા માટે બેસો ત્યારે પ્રાથમિક્તા મુશ્કેલભર્યા કે તમને કઠિન લાગતા પ્રકરણોને આપો,
  • કારણ કે તે પ્રથમ સમયે તમે પૂર્ણ રીતે મન ને તૈયાર કરીને રાખ્યું હોય છે કે મારે હવે અભ્યાસ કરવું છે,
  • ત્યારે તમારો મિજાજ શાંત હશે એટલે એકાગ્રતાની શક્તિ ઉચ્ચ સ્તર પર હશે.
  • પછી ધીરે ધીરે થોડી થોડી વાર માં મન ભટકવા લાગી જાય,
  • અને એ હાર્ડવાળું પ્રકરણ ત્યાં ને ત્યાં પડી રહે,કે પછી સમયનો અભાવ થઈ જાય,અને ઉપરથી ડર કે મારો કઠિન લાગતું પ્રકરણ વાંચવાનું રહી ગયું.....
  • એટલે જટિલ લાગતું કાર્ય પહેલા કરો,અને સરળ લાગતા સવાલ જવાબ એના પછી કરો.
  • ૭) પુનરાવર્તન... પુનરાવર્તન...પુનરાવર્તન...

  • જે અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો હોય એને વગર જોયે,જોર જોરથી બોલો.
  • કે પછી એક પેપર પર વગર જોયે લખી લો.
  • ભૂલચૂક વાળું લખાયું કે બોલાયું હોય,એનો અર્થ થયો કે ધ્યાનથી વાચ્યું ન હોય,
  • તો ફરી ધ્યાનથી વાંચી યાદ રાખવાનું છે.
  • પુનરાવર્તન કરતા જ રહેવાનું છે.
  • એક વાંચવાના સમયે,બીજું સૂતા પહેલા જસ્ટ વિચારી લેવાનું છે કે આજે શું વાચ્યું ,
  • અને પછી એક અઠવાડિયે,પછી એક મહિનામાં ફરી પુનરાવર્તન કરો.
  • નહી તો તમે રેકોર્ડિંગ પણ કરી શકો છો,જયારે તમને સમય મળે એ રીતે પુનરાવર્તન ચાલું રાખો.
  • ૮) ભટકતું દિમાગને કેન્દ્રિત કરો :

    1) થોડું વાંચ્યું નહી કે મગજ આમતેમ ભટકવા લાગે છે,

    2) આના માટે તમે તમારા અભ્યાસને લગતું લક્ષ્ય વિષેનું લખાણ લખેલું પેપરને વાંચો

    3) જેમાં તમે કેટલા માર્ક /ટકા કે ગ્રેડ લાવાના છો, કયો વિષય ક્યારે પૂરું કરવાના છો,કયું પ્રકરણ ક્યારે

    પૂરું કરવાના છો ,અને ભવિષ્યમાં શું કરવા માંગો છો,

  • એ લક્ષ્યને ઝડપથી વાંચી ફરી જોશ સાથે અભ્યાસમાં મન લગાવી દો.
  • ૯) આરોગ્યવર્ધક,પોષ્ટિક ખોરાક લો,યોગાસન કસરત કરો :

  • ધ્યાન એ બેસ્ટ ફંડા છે વાચેલું યાદ રાખવા માટે.
  • ટ્રાઈ કરીને તો જોજો થોડા દિવસમાં જ ફરક આવવાં લાગશે
  • યોગાસન કે કસરત કરો જેવો સમય મળે એવી રીતે,
  • ત્રાટક જેવી પદ્ધતિને પણ કરી શકો છો,
  • કોઈ એક નાની વસ્તુ પર, કે કોઈ સુષ્મ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
  • શાંતિથી બેસી ઊંડો શ્વાસ લઈ બહારથી આવતો કોઈ પક્ષીના અવાજ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
  • પોષ્ટિક આહાર લો,વધારે પીવાતી ચા ,કોફીને ટાળો
  • ખોરાકમાં લીલી શાકભાજી,ફળ,ફળોનો રસ તથા બદામ લઈ શકો છો.
  • ૧૦) છેલ્લે કરવા લાયક અભ્યાસ :

  • બધાની સ્ટડી કરવાની રીત અલગ અલગ હોય છે.
  • જેણે જેવી રીતે ફાવે એવી રીતે અભ્યાસ કરે છે,કોઈ સવારે તો કોઈ એકદમ રાત્રે,
  • બને એવું પણ છે કે કોઈ થોડા સમય માટે અભ્યાસ કરે તો પણ ટોપ કરી જાય છે,
  • જયારે કોઈ વધારે ને વધારે અભ્યાસ કરે તો પણ સારા ટકા લાવી નથી સકતો,
  • અહિયાં બસ એટલું જોવાનું છે કે પોતે કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને યાદ રાખી શકે છે,
  • મહેનત બધા કરે છે પણ ધ્યાન આપી નથી સક્તા,પોતાની ક્ષમતાને જાણો.
  • બીજા સાથે હરીફાઈ નહી લગાવો,પોતાની સાથે હરીફાઈ કરો કે તમે ક્યાં સુધી આગળ જઈ શકો છો.
  • પુનરાવર્તન કરી એક નોટબુકમાં બધાનાં પોઈન્ટ્સ લખી લો ,
  • જેથી પરીક્ષાની છેલ્લી ક્ષણોમાં યાદ રાખી શકો.
  • એક પરીક્ષાનું પેપર પતે એટલે કેટલું છુટ્યું કેટલું રહી ગયું એનું નકામું ટેન્શન નાં લો.એણે ત્યાં જ છોડી દો.
  • આગલા દિવસે આવનાર પરીક્ષાનાં પેપરની તૈયારી કરવા લાગી જાઓ.
  • ભણતરને હળવું લો,મગજ પર વધારે જોર નથી આપવાનું.
  • “ જીવનમાં એ કામ કરવામાં મજા છે,જયારે લોકો આપણાને કહે કે,તે કામ તું કરી નાં શકે ”

    ALL THE BEST