Laksy books and stories free download online pdf in Gujarati

Laksy

શું તમે તમારા લક્ષ્યની શોધમાં નીકળી પડ્યા છો ?

શું તમે નવાં નવાં ક્ષેત્રો બદલો છો,એમાં પણ અકળામણ ઉત્પન્ન થાય છે?મન નથી લાગતું?શું તમે કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતાં ?કોઈ લક્ષ્ય જ નથી જડતું ? અને જો આ બધાં પ્રશ્નનો તમારો જવાબ “હા” હોય, કે “મને મારા લક્ષ્યને પ્રાપ્ત કરવું છે”,તો આ લેખ વિગતમાં વાંચતા રહો.

મારા વાંચક મિત્રો ,આ લેખ વિદ્યાર્થી,વ્યવસાયિક,નોકરિયાત,કલાકાર તથા જેઓને કંઇક કરવું છે, કંઇક બનવું છે, પણ સાચી દિશા માટે પોતાની આત્મા,મન સાથે લડી રહ્યા છે અથવા સાચી દિશા તો છે પણ આગળ કેવી રીતે વધવું એ વિષય પર લેખ છે. મિત્રો મારે કંઈ પણ નવું નથી જણાવવું આ બધું જ તમે જાણો છો. હું પોતે પણ પ્રેરાયને જ આ લેખ લખું છું. બસ આ વાંચી વધારે નહીં પણ થોડું તો જીવનમાં ઉતારી શકાય છે.

“સુખ દુઃખ,સારા નરસાનો કડવો તથા મીઠો અનુભવ,એ અનુભવની પ્રેરણા લઈ આગળ વધવું , શીખવું અને સાચી દિશામાં જવું એટલે જ જિંદગી ”

ત્રણ પ્રકારની મૂંઝવણમાં અટકનારા લોકો

 • દિશા, લક્ષ્ય જ નથી ?
 • દિશા, લક્ષ્ય છે પણ આગળ કેવી રીતે વધવું ?
 • સુનિશ્ચિત દિશા, લક્ષ્ય?
 • કેટલાંક ઉપરનાં બંને તબક્કામાંથી પસાર થઈ ત્રીજા તબક્કા સુધી પહોંચે છે અથવા તો કેટલાંક પહેલાથી જ પોતાની દિશા નિર્ધારીત કરીને સુનિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે છે.

  વાંચક મિત્રો , ઉપરના ત્રણેય તબક્કા સ્પષ્ટ કરતા પહેલા, આ જો હું કંઇક કહેવા માગું છું એ ધ્યાનથી વાંચજો, ક્યારેય પણ વાંચવાનો અર્થ એવો નથી કે ખાલી વાંચી જવું. વાંચીને એ વાત જો અગત્યની હોય,તમારી જિંદગીમા પ્રેરણા અને લાભ આપતી હોય તો અવશ્ય એ વાત પર અમલ કરી જીવનમાં ઉતારવું જોઈએ.

  તમે કોઈ પણ ઈતિહાસનાં પાનાં ઉથલાવી લો અથવા તો આજના કે ,જે પોતાના જીવનમાં ખૂબ જ સફળ છે ,જે સફળતાની ટોચ પર વિરાજમાન છે એ બધા વ્યક્તિમાં આ ગુણ સૌથી પહેલા હશે અથવા તો સફળ વ્યક્તિઓનું આ જ કહેવુ હશે કે, “ પોતાના પર વિશ્વાસ રાખો, હિમ્મતથી મુશ્કેલીનો સામનો કરો, નીડરતાથી લડો અને આગળ વધતા રહો, એક વાર હાર થશે બીજી વાર , ત્રીજી વાર પણ એ હારનો સામનો કરી જીત નિર્ધારીત કરો, પણ કોઈપણ કામને અદ્ધવચ્ચે છોડી ના દેતા.”

  મારા મિત્રો, ટૅલેંટ ,ગુણ ,પ્રતિભા બધામાં હોય છે,બસ એને પારખવાની વૃતિ આવડવી જોઈએ.. ગભરાશો નહી દોસ્તો જેણે પારખવાની કલાની પણ ના ખબર પડતી હોય તો નીચે વાંચતા પહેલા આ વાતોને મનમાં ગોઠવી દો.

 • તમારી ઈચ્છા ને જાણો
 • પોતાનામાં વિશ્વાસ જગાઓ
 • દ્રઢ સંકલ્પ લો
 • આયોજન,પ્લાનિંગ બનાઓ
 • નાનાં નાનાં પગલા,સ્ટેપથી શરૂઆત કરો
 • મુશ્કેલીનો સામનો કરતા જાઓ
 • નીચે પડો તો પણ પ્રેરિત થઈને ફરીથી ઉભા થાઓ
 • તમારી દિશા, લક્ષ્ય સુધી સુનિશ્ચિત થઈને પહોંચો
 • દિશા, લક્ષ્ય જ નથી ? :
 • જેની પાસે લક્ષ્ય જ નથી. એ એવા વિચારમાં જીવતા હોય છે કે ભગવાને મારા માટે કંઇક સારૂ જ વિચારી રાખ્યું હશે. અને બેસીને ભૂતકાળ,ભવિષ્યનું વ્યર્થમાં જ ચિંતા કર્યા કરતાં હોય છે.તો ક્યારેક નસીબને અથવા તો બીજાનો વાંક કાઢતાં હોય છે કે, મારી સાથે જ કેમ આવું બને છે વગેરે વગેરે…દુઃખી થઈને નિરાશામાં જીવન વ્યતિત કરે છે.તો કહેવાનો અર્થ એટલો જ કે આ બધી પરીસ્તિથીમાંથી આપણે બધાંજ સામનો કરીને આગળ વધીએ છીએ .

  પરીસ્થિતિનો સામનો કરી આગળ વધવું :

 • પહેલા તો નેગેટિવ, નકારાત્મક વિચારો કરવાનું છોડી દો. હવે જ્યારે એવું કહેવાશે ત્યારે શું નેગેટિવ વિચાર આવતાં બંધ થઈ જવાનાં?? તો તમે પણ કહેશો અને હું પણ કહીશ ના!! કારણ કે મગજમાં વધારે કરીને નકારાત્મક વિચારોનો મારો ચાલતો હોય છે. આને બદલે સારૂ વિચારો, કે હાં આ કામ મારાંથી થઈ જશે, હાં આ કામ હું કરી લઈશ.
 • કેમ કે ,આ કામ મારાં માટે સારું છે,મને આને પુરૂં કરવું છે. જો તમે પહેલાંથી જ એવું ધારી લેશો કે આ કામ મારાંથી ના થાય તો એ નેગેટિવ વિચારનાં અસરથી જ નાનામાં નાનું કામ હશે તો પણ જડ જેવું લાગશે. તો ઓછામાં ઓછું બસ એક વાર પ્રયત્ન તો કરો.
 • બીજાનો વાંક કાઢવાને બદલે પોતાની ભૂલ ક્યાં થઈ છે એને સુધારી આગળ વધવું જોઈએ .
 • પણ આ આગળ વધવાનાં માટે જરૂરી હોય છે કોઈ પ્રેરણા આપવાવાળું અથવા તો તમે પોતે કોઈનાં દ્વારા પ્રેરાયને આગળ વધી શકો છો. અને પ્રેરણા લઈને પોતાના અંદર વિશ્વાસ જગાઓ. હંમેશા સકારાત્મક વલણ રાખો.
 • આ સકારાત્મક વલણ કેવી રીતે આવી શકે, તો એના માટે જરૂરી છે કે પોતાને જેવાં છે એવા પહેલાં સ્વીકારી લો,પોતાની જાત સાથે પ્રેમ કરો,અને એટલું પણ કમી લાગતું હોય તો તમારી આદત બદલો,બોલવાની સ્ટાઇલ બદલો,ડ્રેસની સ્ટાઇલ બદલો, કસરત,યોગાસાન કરો અને વિશ્વાસથી આંખમા આંખ મેળવીને વાતો કરો.
 • હવે આપણે દિશાને કેવી રીતે ઓળખીએ એનાં પર વાત કરીશું. તમારામાં એવી કંઇ સારી કુશળતા,આદત છે એને પહેલા શોધો,જે કરવાથી તમારા મનને આનંદ આપે, જે કરવાથી તમે થાકતાં નથી,પણ જે તમે એકદમ ઉત્સાહથી કરવા લાગી જાવ છો ,ખૂબ આનંદમા આવી જાવ છો. જે તમારી પોતાની લગની , ઈચ્છા,તલસાટથી થાય છે ,જે તમને અનહદ આનંદ અને ગર્વની લાગણીઓનો અનુભવ કરાવે છે .
 • દા.ત. કે તમને ચિત્રકામ,પેન્ટિંગ કે કોઈ બીજું કામ,જે બચપણથી કરતાં આવ્યાં હોય, અથવા તો હમણાં જ જેમાં રસ જાગ્યો હોય કે હાં હું આ કામ કરી શકું છું. જેમ કે કોઈને નીતનવીન રસોઈની વિધિ આવડતી હોય,તો કોઈને મોબાઇલ ગેમ બનાવાની રુચિ, તો કોઈને કંપ્યૂટર સમારકામ,તો કોઈને સંગીતમાં, કોઈને લખવાનો વગેરે વગેરે એવા ઘણા ઉદાહરણો અને ઘણી બધી રુચિઓ હોય છે જે તમને પોતાનામાં ઉભરાઈ રહી આવડતને શોધીને એને લગતાં કોર્સ,કોલેજ,બિઝનેસ,જોબમાં જોડાઈને આગળ વધી શકાય છે.
 • દિશા, લક્ષ્ય છે પણ આગળ કેવી રીતે વધવું ?
 • હવે તમે બીજા તબક્કા પર છો .એટલે તમે તમારી દિશાને નક્કી કરેલી છે,પણ આગળ કેવી રીતે વધવું એની ખબર નથી પડતી. એટલે તમે અહીયાં કેટલીક વાતોને લઈને અટવાયા હશો.તમે વર્તમાનમાં તો જીવતાં હશો પણ ભવિષ્યનુ ચિંતા કરતાં હશો, કે આ કામથી મને લાભ તો થશે ને, શું મે જે પણ નિર્ણય લીધો છે એ યોગ્ય તો છે ને ? વગેરે...

  અટવાયાં વગર આગળ વધો :

 • અહીયાં તમે કોઈ પણ દિશા નક્કી કરેલી હોઈ શકે,જેમ કે વ્યવસાય ,જોબ,અથવા વિદ્યાર્થીબંધુ આગળ ભણવાના અભ્યાસ માટે લડી રહ્યા હોય છે કે હવે શું કરવું કંઈ રીતે સહકાર પ્રાપ્ત કરવો વધારે કરીને પોતાની ફેમિલી, ઘરવાળા તરફથી. દા.ત. વધારે કરીને બધા સલાહ આપતા હોય છે કે C.A,MBA, ઇંજિનિયરિંગ,ડિપ્લોમા કરી લો. તો કહેવાનો અર્થ એટલોજ કે તમે જે પણ કામ કરવાના હોય એનો પૂરતો ભરોસો આપો અથવા તમે શું કરવાં માંગો છો એ વિશ્વાસથી કહો .
 • હવે તમને દિશા મળી ગઈ છે, એટલે મગજમાં એકસાથે હજારો વિચારો ચડી જશે કે, હું આ ફટાફટ કરી નાખું,પેલું ફટાફટ કરી નાખું. તો કહેવાનો અર્થ એટલો જ કે, હવે તમે શું કરવા માંગો છો, એના પર પૂર્વ આયોજન બનાવો, એ કામની માહિતી કાઢતા રહો. એનો અર્થ એવો પણ નથી કે બીજા લોકો જે કરે એવું જ તમને પણ કરવું જોઈએ , તમારા વિચારો , તમારું દિલ શું કહેવા માંગે છે એને જાણો અને પછી નાનાં નાનાં પગલાથી શરૂઆત કરો.
 • બીજી ઘણી બધી સમસ્યામાં કોઈકવાર આરોગ્ય સમસ્યા પણ અડચણ પેદા કરે છે. તો જે તે બીમારી કે આરોગ્યને લગતી સમસ્યા હોય એનો ઈલાજ કરાવી આગળ વધો.
 • પ્રેરણાદાયી વીડિયો,બુક્સ,બ્લોગ્સ વાંચતા રહો,આજુબાજુના પરિસર, પ્રેરણાદાયી લોકો પાસેથી વિચાર લેતા રહો અને આગળ વધતાં રહો.
 • સુનિશ્ચિત દિશા, લક્ષ્ય :
 • ઉપરના બંને તબક્કાઓથી પસાર થઈ માણસ ત્રીજા તબક્કા સુધી પહોંચે છે. જેમા એ વિશ્વાસથી હિમ્મતથી બધી મુશ્કેલીઓનો સામનો કરી પોતાની નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચે છે. જે વર્તમાનમાં જીવતા હોય છે અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીનો સામનો કરવા તત્પર હોય છે.

  ખુશીની પળોનો અનહદ આનંદ માણવો:

 • ત્રીજા તબક્કે આવનારા, બધી મુશ્કેલીનો સામનો કરી, પાક્કો અનુભવ લઈને પોતાનાં ધ્યેય સુધી પહોંચી જાય છે.
 • આ ત્રણે તબક્કામાં બીજો તબક્કો ખૂબ જ મહત્વનો હોય છે,જેને સંઘર્ષનાં દિવસો કહે છે,જ્યાં ઉતારચઢાવનો અનુભવ, દ્રઢ સંકલ્પ લઈ ભરોસાથી આગળ વધે છે.
 • અહીંયા લક્ષ્ય પ્રાપ્ત કરીને ખુશીનો જે આનંદ થાય છે એ શબ્દો દ્વારા વ્યક્ત નથી થતું પણ એ આનંદની અનહદ લાગણીઓ દ્વારા પ્રગટ થાય છે.
 • પણ મારા મિત્રો લક્ષ્ય અહીંયા જ પૂરૂ નથી થતું ,લક્ષ્ય તો ઘણા બધા હોય છે. એક લક્ષ્ય પુરૂં થાય તો બીજુ લક્ષ્ય ઉભું જ થઈ જાય છે.પણ લક્ષ્ય જ ના હોય તો વિચારી જુઓ,જીવન કેવું હોય છે અને વિચારો પણ કેવા હોય છે, તો અર્થ એટલો જ કે નાનું હોય કે મોટું પણ લક્ષ્ય જરૂર રાખજો. એના પછી તો તમને નવી નવી આઈડિયાઓ મળતી જ રહેશે, મુશ્કેલીઓ આવશે, પણ એનો માર્ગ પણ મળી જ રહેશે.
 • “ સફળ થવું હોય તો અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરો ”

  --પ્રવિણા--

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED