Sarar Vangi Paddhati - 1 books and stories free download online pdf in Gujarati

“સરળ વાનગી પદ્ધતિ” ભાગ : (૧)

“સરળ વાનગી પદ્ધતિ” ભાગ : (૧)

હેય ગલ્સ અને નારીઓ મને ખબર છે કે તમે આના કરતા પણ સારી અને સરળ પદ્ધતિઓ દ્વારા નીતનવીન વાનગીઓ બનાવી પરિવારને ભોજનનો નવો સ્વાદ ચખાવતા રહો છો.

પણ જેઓને આટલું પણ ન આવડતું હોય, જેમાં હોસ્ટેલમાં રહેતા છોકરા કે છોકરીઓ કે નવપરિણીત દુલ્હન કે પુરુષવર્ગનાં લોકો જે પોતે રસોઈ બનાવવા માટે નવો રસ જાગ્યો હોય અને જો તમે કોઈ સરળ રીતથી રસોઈ કરવા માગતાં હોય તો આ સરળ વાનગી પદ્ધતિ વાંચતા રહો અને બનાવી સ્વાદ ચાખતાં રહો.

અહિયાં બીજી વાત એમ કહેવાની છે કે વાનગીની ભલે મોટી વિગતવાર મુદ્દા આપી રીત લખી હોય કે વાનગીના નામ મોટા મોટા આપ્યા હોય,પણ ઘરગથ્થું રસોઈઘરમાં રોજના વપરાતા મસાલાની જ રીતો આપેલી છે.જે સહેલાઈથી ઘરમાં મસાલાઓ ઉપલબ્ધ હશે,જે તરત જ વાનગીઓ તૈયાર થઈ જશે.

આ લેખમાં દસ વાનગીઓની રીત સમાવી છે,વધુ બીજી વાનગીની રીતો આવનાર અંકોમાં પ્રસારિત કરતી રહીશ.

વાનગીના નામ :

૧) પંજાબી દાલ/દાલ ફ્રાઈ/દાલ તડકા

૨) બટાટા ની પૂરી ભાજી

૩) પૂરી

૪) દહીં ભીંડા

૫) છોલે ભાજી

૬) જીરા રાઈઝ

૭) નારિયળની ફણસી

૮) રોટી

૯) દહીંવાળી દૂધી/કશ્મીરી લૌકી

૧૦) મટર પનીર

૧) પંજાબી દાલ/દાલ ફ્રાઈ/દાલ તડકા

સામગ્રી :

૧) ૧/૪ કપ તુવેર દાળ ૯) ૧/૨ ચમચી જીરા

૨) ૧/૨ કપ ચણા દાળ ૧૦) ૧/૨ ચમચી લાલ મરચું પાવડર

૩) ૧ કાંદા કાપેલા ૧૧) ૧ નંગ દાલચીની

૪) ૧ અને ૧/૨ ટમેટા કાપેલા ૧૨) ૨ નંગ લવગ

૫) ૩-૪ સમચી ઘી ૧૩) ૧ અને ૧/૨ નાનો કપ કાપેલી લસણ

૬) કાપેલી કોથમીર ૧૪) ૧/૪ ચમચી હિંગ પાવડર

૭) ૨ લીલા મરચા કાપેલા ૧૫) ૧ નંગ સુકું લાલ મરચું

૮) ૧/૪ ચમચી હળદર પાવડર ૧૬) મીઠું સ્વાદાનુસાર

રીત :

 • એક વાસણમાં તુવેર અને ચણાની દાળને પાણીથી ધોઈ બંનેને એકસાથે મિક્સ કરી અડધો કલાક પાણીમાં ભીંજવી રાખો.
 • ત્યાર બાદ કુકરમાં ૩-૪ સીટી પાડી ચડવો.
 • હવે ગેસ ચાલું કરી એક કડાઈનાં વાસણમાં ઘી નાંખો.
 • ઘી ગરમ થતાની સાથે જ જીરા,દાલચીની,લવગ અને કાપેલા કાંદા ઉમેરો.કાપેલા કાંદાને થોડા હલકા બ્રાઉન રંગનાં થવા દો.
 • હવે ટમેટા અને મરચાં કાપેલા નાંખો.થોડીવાર હલાવો.
 • હવે હળદર પાવડર,લાલ મરી પાવડર ઉમેરો.
 • ટામેટા સારી રીતે રંધાઈ જાય પછી એમાં કુકરમાંનું દાળનું મિશ્રણ ઉમેરો.
 • થોડું પાણી નાંખી,મીઠું સ્વાદાનુસાર અને કોથમીર ઉમેરો.
 • ૭-૮ મિનિટ ચડવીને દાળને ગેસ પરથી ઉતારી દો.
 • હવે તડકા માટે ગેસ ચાલું કરી ,એક નાના તપેલામાં ઘી ગરમ કરો.
 • એમાં સુકું લાલ મરચું નાંખો.
 • હિંગ પાવડર ઉમેરો.
 • કાપેલી લસણ નાંખો.
 • હવે આ મિશ્રણ તમારી બનાવેલી દાળમાં ઉમેરો.
 • અને હવે પીરસી રોટી અને ભાત સાથે સ્વાદ માણો.

  ૨) બટાટા ની પૂરી ભાજી

  સામગ્રી :

  ૧) ૨ ચમચી તેલ ૭) ૧ ચમચી ઉડદદાળનાં દાણા

  ૨) ૧/૨ ચમચી રાય ૮) ૨ કાપેલા લીલા મરચા

  ૩) ૧/૪ ચમચી હળદર પાવડર ૯) થોડા કડીપત્તા

  ૪) ૧ કાપેલો કાંદો ૧૦) નાના કાપેલા આદુંનાં ટુકડાની પેસ્ટ

  ૫) ૧ કાપેલું બટેટું (બાફેલા) ૧૧) નાના કાપેલા લસણની પેસ્ટ

  ૬) આમચૂર પાવડર/લીંબુનો રસ ૧૨) મીઠું સ્વાદાનુસાર

  રીત :

 • ગેસ પર એક વાસણ મૂકી તેમાં થોડું તેલ ઉમેરો.
 • તેલ ગરમ થયા બાદ રાય ઉમેરો.
 • એમાં ઉડદ દાળના દાણા નાંખો.
 • મિશ્રણનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી ચમચો ફેરવી મિક્સ કરતા રહો.
 • હવે એમાં કાપેલા મરચા ઉમેરો ,થોડાક કડીપત્તા ઉમેરો.
 • થોડી કાપેલી લસણની પેસ્ટ ઉમેરો,હળદર ઉમેરો,અને કાપેલા કાંદા ઉમેરો.
 • કાંદાને વધારે બ્રાઉન ન થવા દેવા.
 • હવે એમાં બાફેલા બટાટાનાં કાપેલા ટુકડાઓ નાંખો.
 • એમાં થોડું આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરો.
 • એમાં થોડું પાણી ઉમેરો.
 • હવે બે મિનિટ એના પર ઢાંકણ મૂકી દો.
 • થોડું પાછું કોથમીર ઉમેરી દો.
 • અને હવે પીરસી રોટી અથવા પૂરી સાથે સ્વાદ માણો.

  ૩) પૂરી

  સામગ્રી :

  ૧) ૧ અને ૧/૨ કપ ઘઉંનો લોટ

  ૨) ૧ ચમચ તેલ

  ૩) ૨ ચમચ દૂધ

  ૪) મીઠું સ્વાદાનુસાર

  રીત :

 • એક વાસણમાં ઘઉંનો લોટ ઉમેરો.
 • એમાં થોડું તેલ ઉમેરો,મીઠું સ્વાદાનુસાર ઉમેરો.
 • એમાં થોડું દૂધ ઉમેરો ,હવે મિશ્રણને મિક્સ કરી દો.
 • હવે પૂરીનો સારો કલર લાવવા માટે દૂધ અને પાણીની માત્રા સરખી રાખજો.
 • વધારે નરમ પણ નહી અને વધારે કડક પણ નહી એવો લોટ બાંધજો.
 • એમાં થોડું તેલ ઉમેરી લોટને મસળી ૨૦-૨૫ મિનિટ ચોખ્ખા કપડા કે વાસણથી ઢાંકી દો.
 • વધારે સમય ન રાખતા કેમ કે લોટ વધારે નરમ પડી જશે.
 • હવે નાના નાના લુઆ કે લોય કરી નાંખો.
 • હવે થોડું તેલ વેલણ પર લગાવો અને થોડું પાટલા પર લગાવો.
 • હવે નાના લુઆ કે લોયને વેલણથી ગોળ ગોળ વેલી દો.
 • નાં એકદમ જાડી કે નાં એકદમ પાતળી વણતા,સામાન્ય રાખજો.
 • હવે એક વાસણમાં તેલ ગરમ થઈ ગયા પછી પૂરી ઉમેરો.
 • ધીરે ધીરે ફૂલેલી પૂરી પર સમચો ફેરવો.
 • બ્રાઉન કલરની થઈ જાય એટલે તેલને છાની નાંખો.
 • લો ત્યારે ગરમાગરમ પૂરી તૈયાર, ભાજી સાથે સ્વાદ માણો.

  ૪) દહીં ભીંડા

  સામગ્રી :

  ૧) ૨૫૦ ગ્રામ ભીંડા ૭) ૧/૪ ચમચી લાલ મરચું પાવડર

  ૨) ૨ ચમચ તેલ ૮) ૧/૪ કપ દહીં

  ૩) ૧/૨ ચમચ જીરા ૯) ૧/૪ ચમચી હળદર પાવડર

  ૪) ચપટી ભરી હીંગ ૧૦) કાપેલી કોથમીર

  ૫) ૧ ચમચી ધનિયા/ધાણા પાવડર ૧૧) ૧ કાપેલું લીલું મરચું

  ૬) સૌફ પાવડર ૧૨) મીઠું સ્વાદાનુસાર

  રીત :

 • બજારમાંથી તાજા ભીંડા લાવી,ભીંડાને સ્વચ્છ પાણીથી ધોઈ,પાણી કાઢી ચારણીમાં સુકવી દો.
 • ભીંડાને ગોળ આકાર કે લંબાઈમાં કાપી શકો છો.
 • લંબાઈમાં કાપવા માટે ભીંડાને વચ્ચેથી કાપી નાંખો એટલે બે ટુકડા થઈ જશે.
 • હવે આમાંથી એક ટુકડાને લઈ વચ્ચેથી લંબાઈમાં જ કાપો એટલે આના બે કટકા થશે.
 • એવી રીતે બધા ભીંડા કાપો.
 • હવે એક વાસણમાં તેલને ગરમ કરો.
 • તેલ ગરમ થયા બાદ એમાં જીરા,હીંગ પાવડર,હળદર પાવડર અને કાપેલા લીલા મરચા નાંખો.
 • અને સાથે જ ધનિયા/ધાણા પાવડર નાંખો,એના પછી હલાવો.
 • અને તરત જ દહીં નાંખી દો.
 • આ બધા મિશ્રણને હલાવો.
 • મિશ્રણને થોડુંક હલાવ્યા બાદ,તેલ ઉપર આવતું દેખાય કે તરત જ એમાં કાપેલાં ભીંડા નાંખી દો.
 • હવે મીઠું સ્વાદાનુસાર ઉમેરો,એમાં લાલ મરચાંનો પાવડર ઉમેરો.
 • બધું મિક્સ કરતા રહો.
 • હવે એમાં સૌફ પાવડર ઉમેરો.
 • ધીમા આંચ પર ૩-૪ મિનિટ માટે ઢાંકણ મૂકી દો.
 • ભીંડા જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી ભીંડાને ચમચાથી ઉપર નીચે કરતા રહો.
 • જ્યાં સુધી ભીંડા પકી ન જાય ત્યાં સુધી હજુ ઢાંકણ ૧૦ મિનિટ માટે રાખી દો.
 • હવે ભીંડા તૈયાર એના પર થોડું કોથમીર ઉમેરો.
 • ૫) છોલે ભાજી

  સામગ્રી :

  ૧) ૨૫૦ ગ્રામ સફેદ મોટા ચણા ૧૧) ૧ ચમચી છોલા મસાલાનો પાવડર

  ૨) ૨ ચમચી તેલ ૧૨) ૧ ચમચી લાલ મરી પાવડર

  ૩) ૨ કાપેલા લીલા મરચા ૧૩) ૧/૨ ચમચી હળદર પાવડર

  ૪) ૧ કાંદાની પેસ્ટ ૧૪) ૧ ચમચી ધાણા/ધનિયા પાવડર

  ૫) ૧ ટામેટાની પેસ્ટ ૧૫) ૨ ચમચી કોથમીર

  ૬) ૧ ચમચી લસણ આદુંની પેસ્ટ ૧૬) મીઠું સ્વાદાનુસાર

  ૭) ૧ ચમચી જીરા

  ૮) ૨ દાલચીનીનાં ટુકડા

  ૯) ૧ ચમચી આનારદાનાં પાવડર

  ૧૦) ૧ ચમચી આમચૂર પાવડર

  રીત :

 • સૌ પ્રથમ એક વાસણમાં તમને જોઈતા પ્રમાણમાં મોટા ચણાને પાંચ – છ કલાક સુધી પાણીમાં બોળી રાખો.
 • હવે આ સફેદ મોટા ચણાને કુકરમાં નાંખો,એમાં બટાટાને કાપીને નાંખો.
 • જો તમે છોલાનાં કલર લાવવા માગતાં હો તો એક નાની કપડાની પોટલી બાંધો એમાં ૨ ચમચ ચા પત્તી ઉમેરી,પોટલીને કુકરમાં મૂકી દો.
 • કુકરની ૩-૪ સીટી વાગ્યા બાદ કુકર ઉતારી દો.અને એમાંની પોટલી કાઢી નાંખો.
 • ટમેટાને બાફી નાંખી મિક્ચરમાં પીસી પેસ્ટ બનાવો.
 • કાંદાની પેસ્ટ બનાવો.
 • હવે ગેસ પર એક વાસણ મૂકી એમાં થોડું તેલ ઉમેરો.
 • તેલ ગરમ થયા બાદ એમાં થોડું જીરૂ ઉમેરો.
 • એમાં દાલચીની ઉમેરો,મરચા નાંખો.
 • એમાં કાંદાની પેસ્ટ ઉમેરો.
 • પછી કાંદાને મિક્સ કરી બ્રાઉન થવા દો.
 • હવે કાંદા ગરમ થયા બાદ એમાં આદું લસણની પેસ્ટ નાંખો.
 • એમાં ટમેટાની પેસ્ટ ઉમેરો.
 • ચમચાથી ફેરવતા રહો બધા મસાલાને.
 • હવે છોલા મસાલા,અનારદાનાનો મસાલો,લાલ મરચું પાવડર,ધનિયા પાવડર ,હળદર પાવડર, આમચૂર પાવડર નાંખી મિશ્રણને હલાવતા રહો.આમચૂર પાવડર ન હોય તો પણ ચાલશે.
 • હવે બાફેલા મોટા ચણા અને બટાટાનની સાથે કુકરમાં બચેલું પાણીને નાંખી દો.
 • હવે સ્વાદાનુસાર મીઠું અને કોથમીર ઉમેરો.
 • હવે ઉકાળો આવવા દો.
 • ગરમ ગરમ છોલે તૈયાર.
 • ૬) જીરા રાઈઝ

  સામગ્રી :

  ૧) ૧ કપ બાસમતી ચોખા

  ૨) ૧ ચમચી જીરા

  ૩) ૨ ચમચી તેલ/ઘી

  ૪) ૧ ઇંચ દાલચીનીનો ટુકડો

  ૫) ૪ લવંગ

  ૬) ૭-૮ કાળા મરી

  ૭) ૧ મોટી એલચી

  ૮) અડધું લીબું

  ૯) ૨-૩ ચમચી કોથમીર

  ૧૦) મીઠું સ્વાદાનુસાર

  રીત :

 • સૌ પ્રથમ ચોખાને પાણીમાં અડધા કલાક માટે ભીંજવી રાખો.
 • હવે ગેસ પર એક તપેલામાં ઘી કે તેલ ઉમેરો.
 • ઘી ગરમ થયા બાદ એમાં જીરા ઉમેરો.
 • પછી દાલચીની,લવંગ,કાળા મરી ઉમેરો.
 • એક ચમચાથી હલાવતા રહો.
 • હવે એમાં પાણીથી અલગ પાડેલા ચોખા નાંખો.
 • બે મિનિટ માટે મિશ્રણને હલાવો.
 • હવે ૧ કપ ચોખા નાખ્યાં છે તેથી તેમાં ૨ કપ પાણી ઉમેરો.
 • સ્વાદાનુસાર મીઠું નાંખી મિશ્રણને ચમચાથી મિક્સ કરી દો.
 • સ્વાદ અને કલર માટે એમાં લીબુંનો રસ ઉમેરો.
 • હવે ધીમી આંચ પર ઢાંકણ મૂકી ૫ મિનિટ માટે પકવા દો.
 • જો પાણી દેખાતું હોય તો એકવાર ચમચો ફેરવો.
 • હવે ફરીથી ૨-૩ મિનટ માટે પકવવા દો.
 • હાથ વડે થોડા ભાત લઈ ચેક કરી જુઓ ,જો ભાત નરમ પડી ગયા હોય તો ગેસ બંધ કરી દો.
 • ૧૦ મિનટ બાદ હવે કોથમીર સાથે પીરસો.
 • ૭) નારિયળની ફણસી

  સામગ્રી :

  ૧) ૨૫૦ ગ્રામ ફણસી

  ૨) ૧ ચમચી રાય

  ૩) ૧ ચમચી ધનિયા પાવડર

  ૪) ૧/૨ ચમચી લાલ મરી પાવડર

  ૫) ૨ ચમચી કાજુનાં નાના ટુકડા

  ૬) ૧/૨ ચમચી તલના દાણા

  ૪) ૧ કપ તાજા નારિયળનું ખીણું

  ૫) ૬-૭ કડીપત્તા

  ૬) ૨ ચમચી કોથમીર

  ૭) મીઠું સ્વાદાનુસાર

  રીત :

 • સૌ પ્રથમ ફણસીને કાપી, કુકરમાં બાફી દો.
 • ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા નાંખો.
 • તેલ ગરમ થયા બાદ એમાં રાય નાંખો.
 • પછી એમાં તલના દાણા નાંખો.
 • થોડો કલર આવ્યા બાદ એમાં કાજુનાં ટુકડા ઉમેરો.
 • કડીપત્તા ઉમેરો.
 • જો તમે સુકી ભાજી ખાવા માગતાં હો તો પાણી કાઢી નાખેલી ફણસી ઉમેરો.
 • હવે તેમાં લાલ મરીનો પાવડર અને ધનિયા પાવડર ઉમેરો.
 • કોથમીર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી,મિશ્રણને હલાવો.
 • હવે તેના પર ફ્રેશ નારિયળનું ખીણું નાંખો.
 • ૮) રોટલી,ફૂલકા રોટી

  સામગ્રી :

  ૧) ૨૫૦ gm ઘહુંનો લોટ

  ૨) ૨૨૫ ml પાણી

  ૩) તેલ

  ૪) મીઠું

  રીત :

  રોટલી :

 • સૌ પ્રથમ એક વાસણમાં ઘહુંનો લોટ ઉમેરી તેમાં થોડું થોડું પાણી નાંખો.
 • અને ગુથતા રહો લોટને.
 • હવે હાથની હથેળીથી મસળતા રહો લોટને.
 • લોટમાં દરાર ન દેખાવી જોઈએ.
 • જ્યાં સુધી લોટ નરમ ન બને ત્યાં સુધી મસળતા રહો.
 • જો તમે વધુ નરમ કરવા માગતાં હો તો લોટમાં તેલ અને મીઠું નાંખજો.
 • હવે ૧૫-૨૦ મિનિટ સુધી લોટ પર એક વાસણ મૂકી રાખો.
 • ૨૦ મિનિટ બાદ હવે ફરીથી લોટને એક વાર હથેળીથી મસળી દો.
 • હવે લોટના ગોળ લુવા/લોય કરી દો.
 • જેવા તમને ફાવતા હો એવી રીતે.
 • હવે એક લુવાને લઈને થોડા સુકા ઘહુંના પાવડરમાંથી કાઢો.
 • હવે પાટલા પર ગોળ લુવાને લઈ હલકા હાથ થી વેલણને ઘડિયાળનાં કાટાની જેમ ફેરવો.
 • યાદ રહે જોર જોરથી વેલણ નથી મારવાની,કે સુકો પાવડર પણ વધારે નહિ નાંખતા,કે રોટી વધારે પાતળી પણ નહી વણતા,નહિ તો રોટલી કડક અને કડવી લાગશે.
 • હવે તવાને ગરમ કરો,ત્યાર બાદ તેના પણ ગોળ કરેલી રોટલી નાંખો.
 • હવે ધીમા આંચ પર ૩-૪ સેકંડ માટે રોટીને થવા દો.
 • હવે રોટીને પલટી નીચેના ભાગને બરોબર પકવા દો.
 • હવે ઉપરના ભાગને હલકા હાથ થી એક કોટનનું કપડું લઈ ધીમે ધીમે ગોળ ગોળ કિનારી પર ફેરવતા રહો.
 • રોટી ફૂલવા લાગશે,એવી જ રીતે હવે ફરી રોટીને ફેરવી નાંખો.
 • અને ઉપરનાં ભાગને પણ હલકા હાથ થી કપડાથી ફેરવો.
 • ફૂલેલી રોટી તૈયાર.રોટી પર તમે ઘી લગાડી સકો છો.
 • ફૂલકા રોટી :

 • નાની આકારની કે મોટી આકારની ગોળ રોટી બનાવો.
 • તવા પર આ રોટી નાંખો.
 • નીચેના ભાગને બરાબર પકવા દો.
 • ૪-૫ સેકંડ પછી ફેરવો.
 • તવો સાવચેતીથી પકડથી પકડી બાજુમાં રાખો ,હવે ગેસનાં સ્વિચને હાઈ પર રાખી આ ફેરવેલા ભાગને ફૂલવા માટે મૂકી દો.
 • તરત જ ફૂલકા રોટી ફૂલવા લાગશે.
 • જો તમારી પાસે ફૂલકા રોટીનું ગેસ પર મુકવાનું સ્ટેન્ડ હોય તો એ પણ વાપરી સકો છો.
 • રોજ રોજ પ્રેક્ટિસ કરવાથી રોટી ગોળ થવા લાગશે.
 • ૯) દહીંવાળી દૂધી/કશ્મીરી લૌકી

  સામગ્રી :

  ૧) ૫૦૦ gm દૂધી ૧૧) ૧/૨ ચમચી અદરક પાવડર

  ૨) ૧ કપ દહીં ૧૨) ૧ પિન્ચ હિંગ પાવડર

  ૩) ૧ નંગ મોટી એલચી ૧૩) ૨ ચમચ શીંગતેલ/રાયનું તેલ

  ૪) ૫-૬ કાળા મરી ૧૪) ૨-૩ ચમચ કોથમીર

  ૫) ૧/૨ ઇંચ દાલચીની ૧૫) ૧ લીલું મરચું બારીક કાપેલું

  ૬) ૨ લવંગ ૧૬) મીઠું સ્વાદાનુસાર

  ૭) ૧ નાની ચમચી ધનિયા/ધાણા પાવડર

  ૮) ૧/૪ ચમચી લાલ મરચું પાવડર

  ૯) ૧/૪ ચમચી હળદર પાવડર

  ૧૦) ૧ ચમચી સોંપ પાવડર

  રીત :

 • પહેલા દૂધીને ધોઇને એને છોલી નાંખો.
 • પછી ૧ ઇંચ જેવા કટકા કરો.
 • બી દેખાતાં હોય તો કાઢી નાંખો.
 • હવે ગેસ ચાલું કરી,એક વાસણમાં ગરમ તેલ કરો.
 • ત્યાર બાદ એમાં દૂધીનાં કાપેલા ટુકડા ઉમેરો.
 • હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી દૂધીને તળો.
 • અને એક વાસણમાં કાઢી દો.
 • લવગ,મોટી એલચી,દાલચીની ને કુટી નાંખી કુટેલો મસાલો બનાવી દો.
 • હવે ગેસ ચાલું કરી એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરો.
 • તેલ ગરમ થયા બાદ ધીમી આચ પર ગેસ રાખો.
 • હવે જીરા,હિંગ પાવડર,કુટેલો મસાલો કે ગરમ મસાલો પણ નાંખી શકો.
 • હળદર પાવડર,ધનિયા પાવડર,લાલ મરી પાવડર નાંખો .
 • આ બધું મિશ્રણને ચમચાથી હલાવતા રહો.
 • હવે તરત જ તાજી દહીં ઉમેરો.
 • જ્યાં સુધી ઉકાળો ન આવે ત્યાં સુધી મિશ્રણને હલાવતા રહો.
 • હવે આદુંનો પાવડર કે આદુની પેસ્ટ પણ નાંખી શકો છો.
 • સૌફ પાવડર,લીલા મરચા કાપેલા નાંખી દો.
 • હવે મિશ્રણને હલાવતા રહો.
 • તેલ છુટું પડી જાય અને ઉકાળો આવે એટલે એમાં જોઈતું પાણી ઉમેરો.
 • ચમચો ફેરવતા રહો.પાછો ઉકાળો આવે ત્યાં સુધી.
 • સ્વાદાનુસાર મીઠું અને કોથમીર નાંખો.
 • હવે તળેલી દૂધીનાં ટુકડા નાંખો.
 • ૩-૪ મિનટ માટે ઢાંકણ મૂકી દો.
 • હવે તૈયાર છે દહીંવાળી દૂધી.
 • ૧૦) મટર પનીર

  સામગ્રી :

  ૧) ૫૦૦ gm લીલા વટાણા ૭) ૪૦૦ gm પનીર

  ૨) ૧ ચમચી જીરા ૮) ૩ ચમચી ક્રીમ (મલાઈ ફેટેલી )

  ૩) ૧/૨ ચમચી હળદર પાવડર ૯) ૩ ટમેટાની પેસ્ટ

  ૪) ૧ ચમચી લાલ મરી પાવડર ૧૦) ૨ લીલા મરચાની પેસ્ટ

  ૫) ૧ ચમચી ધનિયા/ધાણા પાવડર ૧૧) ૨ ઇંચ અદરકની પેસ્ટ

  ૬) ૧ નાની ચમચી ગરમ મસાલા ૧૨) ૧ ચપટી હિંગ અને મીઠું સ્વાદાનુસાર

  રીત :

 • ગેસ ચાલું કરી એક પેનમાં અડધી ચમચી તેલ નાંખો.
 • એમાં કાપેલા પનીરનાં ટુકડા નાંખી હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો.
 • હવે એક પેનમાં ૨ ચમચી તેલ નાંખી એમાં લીલા વટાણા નાંખો.
 • ૨ મિનિટ માટે ઢાંકણ મૂકી દો.
 • વટાણા પકી જાય એટલે એણે એક વાસણમાં કાઢી દો.
 • હવે ગેસ પર એક પેન મૂકી એમાં ૨ ચમચી તેલ ઉમેરો.
 • તેલ ગરમ થયા બાદ એમાં જીરા,હિંગ,હળદર પાવડર,ધનિયા પાવડર નાંખો.
 • મિશ્રણને હલાવતા રહો.
 • એમાં ટમેટાની,મરચાની અને આદુંની પેસ્ટ ઉમેરો.
 • ધીમી આંચ પર તેલ ઉપરથી ન દેખાય ત્યાં સુધી મસાલાના મિશ્રણને હલાવતા રહો.
 • હવે મસાલાના મિશ્રણમાં ક્રીમ નાંખી દો.
 • તેલ ઉપર દેખાય કે એમાં ૧ કપ અથવા જોઈતું પાણી નાંખો.
 • ઉકાળો આવ્યા પછી એમાં સ્વાદાનુસાર મીઠું,ગરમ મસાલો ઉમેરી દો.
 • મિશ્રણને હલાવતા રહો.
 • એમાં હવે વટાણા નાંખી ૨ મિનિટ માટે ઢાંકણ મૂકી દો.
 • ઉકાળો આવ્યા બાદ એમાં કોથમીર ઉમેરો.
 • તૈયાર મટર પનીર.
 • બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED