શું છે આ ઘડપણ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું છે આ ઘડપણ

શું છે આ ઘડપણ ?

શાંતિનું જીવન કોણે ન જોઈએ ? બધાને જ ,પણ આપણે પૂરી જિંદગી તો ભાગદોડ ને ઘસરડા કરીને વ્યતિત કરી દીધું હોય,પણ હવે વૃદ્ધાવસ્થામાં તો મનને શાંતિ જોઈએ કે નહી ?

જીવનના ત્રણ પડાવો બાળપણ ,યૌવન અને ઘડપણ.બાળપણ તો કાઢી દીધું,યુવાવસ્થાનાં દિવસો પણ કાઢી દીધા,તો હવે શું વિચારો છો તમે, કે મારું ઘડપણ આવી ગયું છે કે આવી રહ્યું છે એની ચિંતામાં પડ્યા છો? કે હવે શું થશે? શું થશે એટલે,આટલું જીવન હસતાં,રડતા,રમતા ને અનુભવ લેતા કાઢ્યું ને ? તો આ ડોહાપણું આવવાનું છે કે આવ્યું છે એનાં માટે શું કામ ટેન્સમાં છો ?

આપણાને બધાને ,બધી જ રીતે, બધો જ ભવિષ્યનો વિચાર, એ પણ ક્યારથી ? બચપણ તો રમવામાં કાઢી દઈએ એટલે એણી વાત ન કરવી પણ જરા યુવાવસ્થામાં આવ્યા ત્યારથી લઈને તો જ્યાં સુધી જીવન થાકીને ઢોહું નાં થાય ત્યાં સુધી પણ ટેન્શન.. ટેન્શન... ને...ટેન્શન......

એક સોંગ યાદ આવી ગયું...

एक पल का जीना, फिर तो है जाना

तोहफा क्या ले के जाईये, दिल ये बताना

खाली हाथ आये थे हम, खाली हाथ जायेंगे

बस प्यार के दो मीठे बोल झिलमिलायेंगे

तो हँस, क्यों की दुनिया को है हँसाना

ऐ मेरे दिल तू गाये जा....

બીજું તમે ગુનગુનાવજો ...તો ચાલો મુખ્ય લેખ પર આવીએ...

અહિયાં દુઃખદાયી પરિસ્થિતિમાંથી કેવી રીતે પોતાને ઉગારી શકાય એના માટે એક વાર્તા દ્વારા વર્ણન કરવા માગું છું:

એક ગામ માં એક મહાન ઋષિ રહેતા હતાં.ગામના બધા જ લોકો પોતાની સમસ્યા લઈને આ મહાન ઋષિ પાસે આવતા હતાં.મહાન ઋષિ ગામના લોકોની સમસ્યાને પોતાની રીતે માર્ગદર્શન કરી આપતા.

એક દિવસ એક દુઃખીયારો વ્યક્તિ,ઋષિ પાસે આવ્યો અને કહેવાં લાગ્યો ,“ગુરૂદેવ હું આપણી પાસેથી જાણવા માગું છું ,કે જીવનમાં હંમેશા આનંદ રહેવા માટેનું પણ કોઈ રહસ્ય હોય તો બતાઓ ?”

ઋષિએ કહયું , “ચાલો, તમે મારી સાથે, જંગલમાં આવો, હું તને ખૂશ રહેવાનું રહસ્ય દેખાડું છું.”

ઋષિ અને દુઃખીયારો વ્યક્તિ બંને જંગલમાં જવા નીકળી પડ્યાં.જંગલનાં માર્ગે જ અધવચ્ચે, ઋષિ ઊભા થઈ ગયા અને એક મોટો પત્થર ઉંચકી તે દુઃખીયારા વ્યક્તિના હાથમાં સોપ્યો અને કીધું કે, જરા આને પણ ઉચકીને ચાલવા લાગોને મારી સાથે,દુઃખીયારા વ્યક્તિએ તો પહેલા પહેલા મોઢાં પરના હાવભાવ દેખાડ્યો નહી કે પથ્થર સાચે જ બહુ વજન લાગી રહ્યો છે.

ઋષિ અને દુ:ખીયારો વ્યક્તિ બંને જંગલનાં માર્ગે ચાલવા લાગ્યાં. પણ થોડા જ સમયમાં દુઃખીયારા વ્યક્તિનો હાથ દુઃખવા લાગ્યો,પણ હવે કહે કોણ ?

પણ હવે ચાલતા ચાલતા હાથનો દુખાવો અસહ્ય થવા લાગ્યો હતો,દુઃખીયારા વ્યક્તિએ તરત જ ઋષિને કહી દીધું, “ ગુરૂદેવ મારા હાથમાં અસહ્ય પીડા થઈ રહી છે.”

ઋષિએ પણ તરત જ કહી દીધું, “હા પથ્થર ને હવે નીચે મૂકી દો.”

પથ્થર ને નીચે મૂકતાની સાથે જ, દુઃખીયારો વ્યક્તિ હાશકારો અનુભવવા લાગ્યો.

ત્યારે ઋષિએ કહ્યું ,બેટા આજ છે રહસ્ય ખુશ રહેવાનું.

દુઃખી થયેલા વ્યક્તિએ દ્વિધા ભરી નજરે કહ્યું, “ ગુરૂદેવ મને રહસ્ય સમજાયું નહી?

ત્યારે ઋષિએ હળવું સ્મિત આપી પોતાનો હુંફ ભર્યો હાથ એ વ્યક્તિનાં ખંબા પર મૂકતા કીધું,“ જેવી રીતે પથ્થરને ઉચકી તો લીધો, પરંતુ જેમ જેમ સમય વધતો ગયો એમ એમ તારો હાથનો દુખાવો પણ વધતો ગયો.એટલે કે જેટલો વધારે સમય એ પથ્થરનાં ભારને ઉચકીને રાખતે એટલો જ દુખારો પણ વેઠવા પડતે.

ઋષિએ, અસમંજસ ભરેલા દુઃખીયારા વ્યક્તિનો ચહેરો જોઈ ફરી કહેવાં લાગ્યાં,“રહસ્ય એ છે કે જેમ જીવનમાં પણ દુઃખો વધતા જાય,દુઃખની લાગણી વધતી જાય ત્યારે દુઃખોનાં પોટલાનો વજન વધતો જાય છે,એનો ભાર સહન ન થાય એટલો અસહ્ય થઈ જાય છે,ત્યારે જીવન આનંદમય રહેતું નથી અને આપણે નિરાશામાં જીવન વ્યતિત કરીએ છીએ.આ બધું આપણા પર આધાર રાખે છે કે જીવનના દુઃખનો બોજ ઉપાડીને ચાલવું છે કે પછી તે દુઃખને ત્યાં જ છોડી દઈએ ,કે બીજી રીતે, દુઃખને ઉચકવું જ ન જોઈએ, ત્યારે જ જીવનમાં હંમેશા આનંદમાં રહી શકીશું.”

ઘડપણને પણ જીવી ને જાણજો.આ ઉમરના પડાવને પણ જાણજો.આ પડાવમાં તો ખૂશ થવું જોઈએ કે આપણે પૂરા અનુભવી બનીને જીવનને જીવીએ છીએ.

અમુક સાઈઠની ઉંમરે પહોચેલી વ્યક્તિઓ પણ પોતાનું જીવન આનંદમય કાઢી શકતા નથી ,કે નથી પોતાનાં માટે પણ વિચાર નથી કરતા ,બસ આ જ લાગણીઓમાં પડી રહેતા હોય છે જેમ કે ,સંપત્તિનો મોહ,બધીજ બાબતોના મોહમાં ચીટકી રહેવાનો સ્વભાવ,બધી જ બાબતોની ચિંતા ,મારા પુત્રનો ધંધો બરાબર ચાલશે કે નહી ,મારી વહુને સંતાન થશે કે નહી ,મારી વહુ ઘર અને સગાસંબંધીઓને બરાબર સાચવશે કે નહી,અને સારા ચાલતા સંસારમાં ડોકિયા કર્યા કરવાનું ,એના બદલે એમ નથી વિચારતા કે હું પણ જયારે યુવાન વયનો હતો ત્યારે જે સંજોગો અને ધંધાને કેવી વિપરીત પરિસ્થિતિમાં પરિશ્રમ કરી આગળ વધ્યો એવી જ રીતે હવે મારો પુત્ર અને વહુ પણ આગળ જશે,હવે મારા પુત્ર,વહુનો સંસાર છે,તો એ પોતાનાં પ્રમાણે જીવે અને જાણે અને સંસારને માણે, હા સારા સૂચનો આપી શકાય પણ નકારાત્મક વાતો કહી સંજોગોને લડવાને બદલે ભાગવા માટેના સૂચનો હિતાવહ નથી.

હવે આ ઉંમરે પણ આવો સ્વભાવ રાખીને જીવવા માંગીએ તો આપણી જિંદગીને ખુશમિજાજમાં જીવવા ને બદલે એ જ મોહ લગાડીને બેસી રહીશું તો જેટલો આનંદ મેળવી લેવાની થોડીઘણી તકો ઉભી હશે,એ પણ ક્યારે હાથમાંથી સરકી જશે એની પણ ખબર નાં પડે!!

અહિયાં સ્વસ્થ જીવન માટે આપણે કેવી રીતે તૈયાર થવું એના માટે એક વાર્તા ટાંકવા માગું છું :

એક નગરમાં બહુ મોટો ધનાઢય શેઠ માણસ રહેતો હતો ,નોકર ચાકર થી લઈને સંપત્તિથી લઈને કઈ પણ વસ્તુની કમી નહી.

પણ આ ધનાઢય શેઠ,લોભી પણ એટલો જ હતો,પોતાની મિલકતનો ક્યાંય પણ ઉપયોગ નહી કરતો બસ આ શેઠને ભવિષ્યની જ વધુ ચિંતા હતી ,ભવિષ્યમાં કઈ થશે તો આ મિલકત ત્યારે કામ આવશે,અને એક એક ખર્ચાનો નાનાથી નાની વસ્તુનો પણ ઝીણવટભરી હિસાબ રાખતો .અને સાથે એની પાસે જે અઢળક સંપત્તિ, પૈસા ટકાઓ હતાં એના લીધે એ પોતેજ પોતાના અહમ માં પણ જીવતો હતો.શેઠને એમ લાગતું કે પૈસાથી બધું જ ખરીધી કરી શકે છે અને બીજાને પણ પોતાની સામે ઝુકાવી શકે છે.

એક દિવસ એવું બન્યું કે, શેઠની અચાનક તબિયત બગડી.શેઠને એમ હતું કે વાતાવરણ બદલ્યું હશે એટલે કદાજ તબિયત બગડી ગઈ હશે.પણ તબિયત તો વધારે ને વધારે બગડવા લાગી હતી.શેઠને હવે પોતાનાં પૈસા ટકાનો યાદ આવ્યો,શેઠને થયું,મારી પાસે તો બહુ માલમિલકત છે,ઘરે જ બધા ડોક્ટર વૈદ્યહકીમને બોલાવી લઉં તો ? અને શેઠે પોતાનાં માણસોને ડોક્ટર,હકીમને બોલાવા મોકલ્યા.ઘણા ડોકટરો વૈદ્યહકીમો ઘરે આવ્યા પણ શેઠ સાજા થયા જ નહી.

ત્યારે એક ઘરનો જુનો વફાદાર નોકર ક્યાંથી ખબર લાવ્યા અને કીધું કે,“ સાહેબ,આપણા નગરની છેવાડે એક બહુ મોટા વૈદ્ય છે,તે ભલા ભલા માણસોની બીમારી સારી કરે છે.

શેઠે ઉતાવળથી કીધું ,“ તો મોડું શું કામ કરી રહ્યો છે, જાઓને જલ્દી લઈને આવો અહીયા....

નોકરે તરત જ કીધું, “ શેઠ સાહેબ, હા, મેં ઘરે લઈ જવાની વાત કરી ,પણ વૈદ્યે કહ્યું કે,તમારા શેઠને સાજા થવા હોય તો એમને એકલા ચાલીને મારી પાસે,મારા ઘરે આવવા પડશે.

શેઠ પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો ,સવાલ તબિયતનો હતો.

શેઠને ચલાતું પણ ન હતું એવી સ્તિથી થઈ ગઈ હતી ,તો પણ શેઠ હિંમત કરી થોડા થોડા પગલા માંડી ચાલવા લાગ્યાં,આખરે વૈદ્યનું ઘર આવ્યું ત્યાં તો જાણવા મળ્યું કે વૈદ્ય જ ઘરે ન હતાં થોડી વાર બેસવું પડશે.

થોડી વાર રાહ તો જોઈ પણ વૈદ્ય આવ્યા જ નહી,જાણવા મળ્યું કે વૈદ્યજી આવતીકાલે મળશે.

શેઠ બીજા દિવસે મળવા માટે ગયા ,બીજા દિવસે પણ એ જ હાલ ,વૈદ્યજી મળ્યા નહી.

ફરી ત્રીજા દિવસે મળવા ગયા,પણ જાણવા મળ્યું કે આવતીકાલે ચોક્કસ મળશે.

એમ ત્રીજો,ચોથો,પાંચમાં દિવસ અને ચોક્કસ, મળશે.....મળશે અને,આ વૈદ્યજી સારા કરે જ છે એ લાલચમાં જ્યાં સુધી વૈદ્યજી ન મળે, ત્યાં સુધી શેઠ આવતાં જ રહ્યાં.

આ વૈદ્યજીને મળવા માટે શેઠને એક મહિનો થઈ ગયો હતો,પોતે ચાલતા ચાલતા આવતા હતાં, ત્યારે હવે શેઠને ખબર પડે છે કે,પોતાની તબિયત હવે સારી થઈ રહી છે.

ત્યારે શેઠની આંખ ઉઘડે છે કે,અઢળક સંપત્તિ અને અહમ કામનું નથી આવતું પરંતુ સ્વાસ્થ પણ ખૂબ જ જરૂરી છે.

આપણે હંમેશા બચત એ વિચારે જ કરીએ છે કે ભવિષ્યમાં આપણાને કામ આવશે, ધન જરૂરી છે પણ સ્વાસ્થ પણ એટલું જ જરૂરી છે,કેમ કે સ્વાસ્થ વગર તો જમાવેલું ધન દોલત પણ નકામું.

એક વાર બન્યું એવું કે એક સંસ્થામાં,આ સંસ્થા બધા અનાથ બાળકો તથા અસહાય માટે સહારો આપતી સંસ્થા હતી,એક પુત્ર પોતાનાં પિતાને અનાથાલયમાં મૂકવા આવ્યો ,ત્યાં જ એની પત્નીનો ફોન આવ્યો ,એટલે પુત્ર જરા મોકળી જગ્યે આવી પત્નીનો ફોન ઉચક્યો ,પત્ની એ કીધું ,કે તમારા પિતાજી તહેવારોની રજામાં અહિયાં ઘરે આવશે કે ત્યાં જ રહેવાના છે ?

પુત્ર પાછો વળે છે ત્યાં એણે જોયું કે પોતાનાં પિતાજી એ સંસ્થાનાં પ્રમુખ સાથે,એવી રીતે વાત કરી રહ્યાં હતાં ,કે જાણે બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હોય.

પિતાજી પોતાનો ઓરડો તપાસવા જાય છે.પરંતુ પુત્રને રહેવાયું નહી એણે વૃદ્ધ દેખાતાં પ્રમુખજીને પૂછી જ નાખ્યું ,તમે મારા પિતાજીને ક્યારથી ઓળખો છો ?

પ્રમુખ વૃદ્ધનો જવાબ સાંભળી,પુત્રનાં પગ નીચેની ધરતી ખસી જાય છે.

વૃદ્ધ પ્રમુખજી જવાબ આપે છે કે,“ ૩૦ વર્ષ પહેલા અહિયાથી એ એક બાળક દત્તક લઈ ગયેલા ત્યારથી.....

એવી જ એક બીજી ઘટના જોઈએ, એક વાર બન્યું એવું કે એક વહુ પોતાનાં સાસુમાને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે,ત્યારે એ જોય છે કે એના માતાપિતાને પણ એની ભાભી વૃદ્ધાશ્રમમાં છોડવા માટે આવી હોય છે ત્યારે એ વહુની પગ નીચેની ધરતી ખસી જાય છે.....

અહિયાં એટલું જ કહેવાય કે ભલે, બુઢા હુવા પેડ ફલ નહી દેતા પર સાયા તો દેતા હૈ ..... બધાનાં ઘરમાં શું ચાલતું હોય છે ,કયા સંજોગોથી કોણ ક્યાં લડી રહ્યું હોય છે એ તો ઘરનાં લોકો જ જાણતા હોય છે.

અહિયાં એવું નથી જ કે બધા જ સાસસસુરો કે વહુઓ કે પુત્રો ખરાબ છે,સંજોગો,માણસનું અભિમાન,જીદ,સંપત્તિની મોહમાયા,બીજા પર હુકમો લાદવાની પોતાની ખરાબ આદતો,અપમાન,ક્રોધ,દહેજ,ઈચ્છા અપેક્ષા,અસહનશીલતા,અત્યાચાર કે અમુક સંજોગોમાં પુત્રની પસંદગીથી કરેલા પ્રેમલગ્નને સ્વીકાર ન કરનાર માતાપિતા પોતાની મોટાઈ અને અહમ માં જ રહી જાય છે, અને પોતાની વહુને સ્વીકારતા નથી એટલે ત્યારથી મનમુટાવ સાસસસુર અને વહુ વચ્ચે ચાલું થાય છે ,એવાં સંજોગમાં વહુ દીકરાને પોતાનો સંસાર ચલાવા માટે અલગ રહેવું પડતું હોય છે,અહિયાં એટલું જ કહેવાનું કે પોતાની વહુઓને મનથી સ્વીકારી લેજો અને સારા સંસાર માટે આશીર્વાદ આપજો.

તો કેટલીક ઘટના એવી પણ બને છે કે એક પોતાની વિધવા કેન્સરગ્રસ્ત વહુને, સાસ સસુર મળીને વહુને, દવાખાને લાવી સારસંભાળ કરે છે ....

એક રોજની બનતી ઘટના કહેવાં માગું છું.આજુબાજુ રહેતા ઘરના પડોસીને ત્યાં તો આપણે જતા જ હોય છે,જે જતા હોય તેને ખબર હશે કે આપણે કેવી રીતે બીજાઓ સાથે વર્ત્યે છે.

વાત જાણે એમ છે કે એક સાસુમાં બાજુમા રહેતા પડોશીનાં ઘરે જાય છે,પડોશમાં રહેતી વહુનાં હાથની ચાય પણ પી લે છે, જેમાં ચાય ભલે ને વધારે પડતી મીઠી કે મોળી બની હોય તો પણ એક શબ્દ પણ ઉચાર્યા વગર ચુપચાપ પી લે છે,પડોશીની વહુ પૂછે કે માજી ચા બરોબર છે ને ?ત્યારે શું જવાબ અપાય છે હંમેશની જેમ હસતાં હસતાં , “ ના ના ચાય તો એકદમ સરસ છે.

પણ આ જ ચા પોતાની વહુ દ્વારા વધારે મીઠી કે મોળી બની જાય તો ગુસ્સાનો પારો આસમાન પર પહોંચી જાય છે અને કેવી રીતે બોલી દે,ચાય બનાવતા પણ નથી શીખવાડ્યું તારા ઘરેથી /તારી માએ ?

તો કહેવાનો અર્થ એટલો જ કે અહિયાં પણ,આપણા ઘરમાં પણ એવું જ વર્તન દાખવો.બીજા સાથે કેવું સંભાળીને સારું વર્તન કરીએ છીએ જો એવું જ વર્તન ઓછામાં ઓછું જ્યાં જરૂર હોય ત્યાં તો સારું કરવું જ જોઈએ જેથી કરી આવનાર અઘટિત પરિસ્થિતિ તો ન જ ઘટે.

ઉંચા અવાજે ને ઉચા સંવાદે બોલશું અને બીજા પર નકામાં હુકમો લાદવાનો પ્રયાસો કે દબાવામાં પડીશું તો આજે ભલે આપણી પાસે એટલું વર્ચસ્વ હશે એટલે એટલી બધી અહમતા દેખાડીશું પરંતુ કાલ ઉઠીને આપણી ઉમર તો વધવાની જ છે અને ત્યારે આપણી પાસે એટલી પણ શક્તિ ન બચેલી હોય કે ઉંચા અવાજે પણ બોલી શકીએ,ત્યારે આપણી પાસે લાચારી સિવાય કઈ પણ બચ્યું નાં હોય.જેમ કે બાળપણમાં ઊર્જા અને સમય ખૂબ હોય છે પણ પૈસા હોતા નથી જયારે જુવાનીમાં શક્તિ અને પૈસા હોય છે પણ સમય હોતો નથી જયારે વૃદ્ધાવસ્થામાં સમય પણ હોય છે અને પૈસા પણ હોય છે પણ ઊર્જા,શક્તિ હોતી નથી.

આ ઊર્જા પરથી હાલનો જ એક પ્રેરણાદાયી ઉદાહરણ કહેવાં માગું છું,કે પોતાની શક્તિ અને સમયને કેવી રીતે આ ઘડપણમાં સારા કાર્યમાં વિતાવી શકાય :

ડૉ.ભક્તિ યાદવ, હા ડોક્ટર ભક્તિ યાદવજી ઇન્દોર નાં રહેવાસી છે,જે ૯૧ વર્ષના છે અને સ્ત્રી-રોગ વિશેષજ્ઞ છે.લાકડીનાં સહારે ચાલનાર અને ઉઠવા બેસવામાં પણ એટલી જ તકલીફ,સાથે જ હાથ પણ ધ્રુજતા હોય તો પણ ડૉ .ભક્તિ યાદવજી ઇન્દોરમાં એક ક્લિનિકમાં વિનામૂલ્ય દર્દીઓની સેવા કરે છે.

કોઈ પણ કાર્ય કરવા માટે પ્રબળ ઈચ્છા શક્તિ જરૂરી છે,દિલમાં જ ઉમંગ અને કઈક કરવાનો જુસ્સો હોય તો ઉંમર પણ નડતી નથી.

એવું જ કંઈક કરી બતાવાની ખેવનાનો એક ઉદાહરણ આપું છું,એમ તો દુનિયામાં એવાં ઘણા ઉદાહરણો મળી રહેશે ,આવો વાંચીએ એક પ્રેરણાદાયી ઉદાહરણ :

KFC ના ફાઉંડર Colonel Harland Sanders (9th September 1890 -16th December 1980), કર્નલ સેન્ડર્સ નો પોતાનો નાનો ધંધો ચાલતો હતો પણ ત્યાં હાઈવે બનવાના કારણે પોતાનો ધંધો બંદ થઈ જાય છે.ત્યારે તેઓની ઉંમર લગભગ ૬૫ વર્ષની હતી ,ખાવાપીવાની પણ તકલીફ આવી ગઈ હતી એટલા ખરાબ સંજોગો સામે આવી ચડ્યા હતાં.

કર્નલ સેન્ડર્સ ને ચીકન બનાવાનો ખૂબ શોખ હતો,અને એમને પોતાનાં ચીકન બનાવવાનાં પ્રયોગો પર ખૂબ જ વિશ્વાસ હતો.તેઓ મસાલા અને પ્રેશરકુકર લઈને ચીકન બનાવાના પ્રયોગોની માર્કેટિંગ,અલગ અલગ હોટેલોમાં જઈ કરવા લાગ્યાં.પણ ત્યાં પણ તેમને નિષ્ફળતા પ્રાપ્ત થઈ.

કર્નલ સેન્ડર્સ પણ હાર માણવાનાં ન હતાં , કર્નલ સેન્ડર્સ ૧૦૦૯ વાર ઇન્ટરવ્યું માં અસફળ રહ્યાં એટલે કે ૧૦૦૯ લોકોએ એમને રિજેક્ટ કર્યા ,ત્યાંર પછી એમને સફળતા હાથ આવી,અને ચીકન પ્રયોગના આધારે એક સારો બીસનેસ દ્વારા KFCની આજે અલગ અલગ દેશોમાં હોટલો ધમધકતી ચાલે છે.

“દિલ મેં જીને કા જજ્બા ચાહિયે,

ખુશિયા ઉમ્ર કી મોહતાજ નહી હોતી ”

આ વૃદ્ધાવસ્થા દરમિયાન તકલીફો તો આવશે જ ,પણ આપણાને બધી મુશ્કેલીઓમાંથી નીકળી એક ખુશખુશાલ જીવન વ્યતિત કરીને જવાનું છે.

ખુશાલ ઘડપણને ખુશીથી જીવવા માટે આટલું યાદ રાખજો :

  • ઘડપણ માં મુખ્ય સમસ્યા સ્વાસ્થને લીધે આવે છે,એટલે કે જરૂરી છે કે સ્વાસ્થને લગતી તપાસણી કરી લેવી જોઈએ. ક્રોધ,ચિંતા,વ્યસન જેવી નકામી ચીજોથી દૂર રહેજો.
  • હવે સંસારની બધી જ મોહ માયા અને ચીટકી રહેવાના સ્વભાવને બને તેટલું કમી કરજો,કેમ કે શાંતિ પણ એટલી જ જરૂરી છે.
  • પોતાના સંતાનો કે પોત્રપુત્રી માટે જેટલું કરવાનું હોય તેટલું કરજો,પણ સ્વયં નાં માટે પણ થોડું બચાવીને રાખજો.
  • કારણકે ક્યારે કયા અને કેવા વિપરીત સંજોગો સામે આવી ચડે,અને માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે,એની પણ ખબર નથી પડતી.
  • તો પોતાનું આર્થિક,નાણાકીય સ્થિતિ પોતાની પત્ની અને પોતાનાં માટે પુરતું કરી રાખ્યું હશે તો ઘડપણમાં પોતાનાં સંતાનો તરફ પણ હાથ ફેલાવાનો વારો નહી આવશે.
  • વૃદ્ધાવસ્થા દરમિયાન સલાહ સૂચનોનો મારો વધી જાય છે,તો જ્યાં જરૂરી હોય ત્યાં જ સલાહ આપજો.
  • ઘડપણમાં પણ બને તેવી નાની નાની પ્રવૃતિઓ ચાલું રાખજો ,જેથી કરીને ઘરના બીજા સદસ્યોને પણ બોજ જેવું નાં લાગે.
  • જો તમને વાંચવાનો શોખ હોય તો પુસ્તકો વાંચી શકો છો ,જો તમને લખવાનો શોખ હોય તો આ ઘડપણની અવસ્થા દરમિયાન પણ પોતાનાં જિંદગીના અનુભવો કે બીજા કોઈ વિષયો પર તમે પોતાની પુસ્તક લખી બહાર પાડી શકો છો.
  • જો તમે ધાર્મિક હોય તો કોઈ સત્સંગ માં પણ પ્રવચન સાંભળવા જોડાઈ શકો છો ,અથવા રોજ મંદિરે,બગીચે કે પછી જેટલું ચલાય એ પ્રમાણે લાંબો વોક માટે નીકળી પડો.
  • જો તમને પ્રવાસનો શોખ હોય તો નવા નવા સ્થળો જોવા નીકળી પડો પોતાની સાથીદાર કે સાથીદારો સાથે..
  • જો તમને શીખવવાનો શોખ હોય તો તમે પોતાનો સમય પસાર કરવા માટે અને પોતાને પણ શીખવા અને જાણવા તથા બીજાને પણ નવું શીખાડવા માટે ફ્રી માં બાળકોનું ટ્યુશન પણ લઈ શકો છો.
  • બનતી નાની નાની કસરત,યોગાસન,ધ્યાન કે પછી હાસ્ય ક્લબ માં પણ જોડાઈ શકો છો.
  • પ્રતિભા ઈશ્વર સે મિલતી હૈ,આભારી રહે,

    ખ્યાતી સમાજ સે મિલતી હૈ,આભારી રહે,

    લેકિન મનોવૃત્તિ ઔર ઘમંડ સ્વમં સે મિલતે હૈ ,સાવધાન રહીયે!!