Possessive GF her BF Jasmin Bhimani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Possessive GF her BF

એ Cash Study

Possessive GF & Her BF

Statutory Warning

નિમ્નલીખિત ચેટના સંવાદો, વિચારો, મનસુબાઓ, અખતરાઓ માત્ર કાલ્પનિક છે. લેખકશ્રીને આવા કોઇપણ જાતના અનુભવો નથી, આ તો ફક્ત એક નવરા ફળદ્રુપ ભેજાની કાલ્પનિક શક્તિમાંથી નીકળેલ એક પરિચેટ છે. ચેટમાં દર્શાવેલ GF અને BF ને પોતાનાં GF, BF સાથે સાંકળીને કોઇ પણ જાતનો ઝઘડો કે બ્રેક-અપ થાય તેની તમામ જવાબદારી વાંચકોના શિરે રહેશે. આ કથા પરથી બોધપાઠ લઈ થયેલ નુકશાનની ભરપાઇનો ખટલો રાજકોટ કોર્ટ પર જ ચલાવી શકાશે. આ લેખ(!!) વાંચ્યા પછી મનમાં ઉદભવતા આવેગ, ગુસ્સા, ધ્રુણા કે માથાના દુખાવાને હળવા કરવા માટે આપ લેખકશ્રીના ફોટા પર ધુંબા, ઢિંકા કે પાટા મારી શકો છો. રૂબરૂ સદર હુ પ્રથા બંધ છે. Cash શબ્દ જાણી જોઇને પ્રયોજ્યો છે એટલે વાંચકો એ વાંચકો બની રહી પ્રુફરીડર બનવાની કોશિશ ન કરવી. સુચના પૂરી.

આ લેખના ટાઇટલની સંધિ છુટી પાડી તો Possesive એટલે માલિકાનાં ભાવ, GF અને BF ની વ્યાખ્યા વાંચકોને કરવાની અમો છુટ આલીએ છીએ. પઝેસીવ પણુ જેમ વધુ એમ ઇર્ષા, જલન વધુ. કોઇ આવા જ પઝેસીવ તત્વચિંતકે પોતાનાં બ્રેકઅપ બાદ એવું ક્વોટ વળગાડીયું કે “જ્યાં જલનની માત્રા વધુ ત્યા પ્રેમ વધુ !“ પઝેસીવ લોકોમાં જિજ્ઞાસા વિપુલ પ્રમાણમાં હોય છે એટલે જ આવા લોકો પ્રશ્નો પૂછી પૂછીને પોતાની જિજ્ઞાસાની તૃપ્તિ કરતા જોવા મળે છે. સાંપ્રત સમાજમાં હાલ એક સિદ્ધહસ્ત લવબર્ડે કાઢેલ તારણ મુજબ જોવા મળતા પ્રેમી પંખીડાઓમાં ૮૫.૪% ( અંકે પંચાસી પોઇન્ટ ચાર પુરા ટકા ) ગર્લફ્રેન્ડો પઝેસીવ હોય છે. બાકીના એટલે કે ૧૨.૬ % ( અંકે બાર પોઇન્ટ છ પુરા ટકા ) બોયફ્રેન્ડો પઝેસીવ હોય છે. (બાકી બચેલ ૨% સર્વેથી બચી ગયેલ એવું માની લેવું )

પઝેસીવ ગર્લફ્રેન્ડોના ઉદાહરણો વોટસઅપમાં થતી અવનવી વ્યર્થ ચેટોથી અમોએ સમજાવવાનો તમોને નિરર્થક પ્રયાસ કર્યો છે. પ્રેમીપંખીડાઓમાં ચેટની શરૂઆત સવારે ઉઠતા વેત જ થતી હોય છે. સવારની શરૂઆત નીચે મુજબ વાર્તાલાપો દ્વ્રારા થતી હોય !

GF : gd mring Jaan ( બે ચાર દિલડા તથા ચાર પાંચ અઘટિત સિમ્બોલો ) 8:13

GF : hey!!! Yr lst seen was 2:17 am!!!!!! Su karto to tya sudhi ?????? 8:14

GF : mne to 12:37 e 143 kai suy gyo to!! 8:15

( 143 એ I LOVE U નું શોર્ટ ફોર્મ છે…સુચના પુરી )

GF : su krto to tya sudhi …ans me fast8:16

( આવી ૧૦-૧૨ કલાક રોજ્જે ચેટીંગ કરતી ગર્લો ( બોયો હોતન ) a, e, i, o, u જેવા શબ્દો છાશવારે ચેટ દરમિયાન ખાય જતા હોય છે, જેથી આવી ચેટીંગો શિખવા – સમજવા માટે ટ્યુશનો ચાલુ કરવાની દિશામાં અવકાશ છે )

BF બિચારો પેલીના ચુંગાલમાંથી માંડ છુટી થોડીવાર બીજા સારા વિડીયો મુવીઓ કે અન્ય જીવન ઉપાર્જીત કામો કરવામાં મોડે સુધી જાગ્યો હોય. હવે આ બાબતોનો ખુલ્લાસો પણ બિચારો કેમ કરી શકે? પ્રાયવસી નામની વસ્તું હોય કે નહી!

BF : Good Morning Sweetu 9:52

BF : JSK, hv a nice de ( એકાદ અઘટીત ડાગલો ) 9:55

GF : huh…. 9:56

( પેલી નવરી જ હોય, જેવો BFનો મેસેજ આવે કે તરત જ ટપકી પડે )

GF : Te mne ans na apyo ? 9:56

BF : arey I just watch mouvi dwld frm torrent 9:57

BF : kyare whtup khuli gayu dunno ( dunno = don’t know ) 9:58

GF : huhhhh…muvi joto to net su kaam chalu rakhyu ? 9:58

BF : plz, savar ma chalu na padi ja , tell me something new babbyy 9:59

GF : huhhh…te maru DP notice na karyu… stats pn ni joyu ? ( ગુસ્સાથી ડાચુ રાતુ ચોર હોય એવા ડાગલા ) 10:01

BF : ohhh! Just forgot , btw nice dp ( બે અધટીત ડાગલા ) 10:02

BF : whts yr status suggest tell me plz ? ( બ્લશીંગ ડાગલા ) 10:02

GF : ni kav jaaaaaaaaaaaa ..tane mri kai kadar j ni , taru stats chnge kar 10:03

BF : K, I`ll janu , nw give me sme time wanna get ready , late 4 ofc , gtg ( go to go ) 10:04

GF : okkkkkkk alwys bg ( busy ) byeeeeeeee 10:04

BF : bye nai keva nu, fari malish, aavjo kevay dobi 10:06

GF : whteverrrr .. aavje , 286 10:06

( GF ના સ્ક્રીન પર બ્લુ ટીક દેખાય છે પણ જવાબ નહિ મળતા પગ પછાડતી ચાલી નીકળી .. 143 x 2 = 286 દાખલો પુરો )

આજના સંસ્કારી જમાનામાં BF GFને એક બીજાના ઉઠવાના ઓફિસ કે કોલેજ જવાના, જમવાના અને સુવાના ટાઇમની ખબર જ હોય, અને એ મુજબના મેસેજની આપલે પણ નિત્ય એક પણ મીનીટ ચુંક્યા વગર થતી જોવા મળે છે. જો એક પ્રહરમાં પણ હિસાબમાં ભુલ…(આઇ મીન એક મેસેજ ચુકવો) પડે તો દ્વંદ યુધ્ધ છેડાય જાય!!

GF : 12:03!! Hajii tu ofc ni pchyo ?? 12:03

GF : wht r u doing 12:03

GF : msg no reply n aapvo hoy tau zakh marava net chalu rakhyu ? 12:14

GF : waitingggggg 12:04

BF : boss 6e , cul ( cul = catch you later ) 12:23

GF : ofc pochi tart msg n thy ? 12:23

GF : tre rojjjje e j banu , msg kar free thy ..huhhhh 12:24

GF : call if possible 12:24

ફરી પાછુ વોટસઅપ મેસેન્જરમાં બ્લુ ટીક દેખાયુને પેલીનોતોબડો ચડી ગ્યો !

GF : msg read krvano tme 6e reply no tme nathiiiiii 12:25

GF : atlist yes tau k 12:26

BF : haaaaaaaaaaaaa 12:32

GF : 12:32

GF : thnk uuuuuuuuuu 12:33

GF : mich u cho much ( પાછા ૩-૪ અઘટીત ડાગલા ) 12:33

GF : 286 12:34

BF : અંગુઠાનો સિમ્બોલ 12:51

GF : Send romantic images 12:53

GF : Send ‘call me’ images 12:54

GF : Send ‘miss u‘ images 12:55

GF : Send Romantic BF`s Favorite songs 12:57

GF : Send vn ( voice note ) 12:55

GF : Send romantic shayaris 1:01

BF : thnx sweetu for sending me thiz kind of stuffs 1:18

GF : huhhhh.. free time ma aaj karu chhu , diz ol specl 4 u jaan , gimmi review pliz 1:20

BF : sure..too much bg babes , will review later 1:21

GF : huhhh..call me nowwww 1:22

BF : Nooo ..boss baju ma j chhe ..recess ma 2 vage if possible 1:23

GF : okkkk …byeeeeee , will kill u 1 de 1:24

સવાર-સાંજનાં પ્રેમી-પંખીડાઓમાં પોતાનાં પ્રિતીપાત્રોને રોમેન્ટીક, મીસ-યુ, કોલકર વગેરે અર્થ વાળા ફોટાઓ મોકલવાની પ્રથા ઘર કરી ગઈ છે. ઘણાખરા મહાઆધુનિક લવરબર્ડો પોતાનો સુમધુર અવાજની વોઇસનોટો કે પોતાના વ્હાલાને ગમતા ગીતો, વિડીયો પણ મોકલતા થયા છે! શાયરી અને જોક્સ હવે આઉટ ઓફ ડેટ થતા જાય છે.

પઝેસીવ GFને જ્યારે તેનો BF msg, call કે મળવાનું પ્રોમીસ આપે એ એના મગજમાં બરાબર કંડરાયેલ હોય! જો સદર હુ BF આવા પ્રોમીસો પાળવામાં અસમર્થ રહે….તો ત્રીજા વિશ્વયુધ્ધનું બ્યુગલ વાગી જાય. શંકા કરવી અને વાતે વાતે પ્રૂફ માંગવાએ તો જાણે આવી GFઓનો જન્મજાત ગુણો હોય એવું લાગી રહ્યું છે!

Like that ….

GF : online !!!!!!!!!! 2:01

Te kidhu tu rises ma inform karis 2:01

Whtsup par su karas ? 2:02

Kem mane msg n karyo ? 2:02

Peli Dhruvina pan online chhe !! 2:02

BF : just minute plz 2:03

GF : blddy beach … 2:04

Tu eni jode chat karto to ne ? 2:04

Tell me truth 2:04

I will kill both of u 2:04

BF : are ….meri maa ..wait a minit 2:05

GF : huhhh 2:05

BF : supplier ne ek cheque release karyo eno foto padi ene send karto to 2:06

GF : nooooooo I m not trust in u ..Dhruvina kem online chhe ? 2:06

U chat with her 2:06

BF : mare marava no pan time nathi, tu magaj na kharab kar 2:07

GF : huhhh 2:07

Gimmi proof 2:08

SS ( screen shot ) mokal 2:08

Still chat with her!!!!!!?? 2:09

BF : *send image* 2:11

( સપ્લાયર્સને ચેકની જે ઇમેજ મોકલી હતી એનો સ્ક્રીન શોટ લઈ પેલીને મોકલે છે! )

Ek minit to wait kar ….u r impossible 2:12

GF : *watch image* still doubt , I will check yr mobile…huh 2:13

ઉપરોકત વિષમ પરિસ્થીતીઓમાં BF પોતાની GFને નાનકડો ફોન કરી પોતે સાચા છે કે ખોટા એ વાત સમજાવતા હોવાના સોલીડ પુરાવાઓ અમારી પાસે મોજુદ છે ;) દરેક ચેટ, ફોન કે રૂબરૂ મુલાકાત વખતે હવે પછી કઈ રીતે ટચમાં રહેશું એ પ્રોમીસોની પણ આપલે થતી હોય છે. જો ફરી પાછુ આવી પ્રોમીસોની તોહીન થાય તો પાછુ મહાભારત! પઝેસીવ GF ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડીયા કે CIDના અધિકારીઓ કરતા પણ તેજ દિમાગવાળી હોય છે.

જોઇએ એક ઝલક….

GF : 1 hr thi taro fon bg aave 6?

Koni sathe vaat karato to ?

BF : GM sathe

BF : ha tare to rojj bahna

BF : u never trust me

Site par chhu , Office call kari GM pase tender ni 4-5 items vishe discuss karto hato so ..

GF : te tau khyu tu aaj ofc j 6u

Ofc time pa6i pan site par ?

BF : haa kaam hatu etle..

GF tari site Bopal 6e ne ?

BF : ha

GF : send me yr location

BF : whtttttttt

GF : location ..new whtsup ma e option available 6e

BF : donno , hv no time 4 that

GF : wait I will explain u

BF : atyare mare kaam chhe

GF : right side ma upar option khol ema gallery ..photo..video..audio & location 6e

Click on location button ..its simple jaanu

BF : ohhh.. u …never trust me

Aam j chalse tau will leave this world

GF : e hu kai na janu ..click on location now…so I believe u r at bopal

BF : ** લોકેશન પર કલીક કરી પ્રૂફ આપે છે! **

વોટસઅપ પરની આ બ્લુટીક, લાસ્ટસીન, લોકેશન, DP અને સ્ટેટસ તમારા સમ ખાયને કહું ઝઘડાનું ઘર છે!

પઝેસીવ GFઓ પોતાની જાસુસી વોટસઅપ પુરતી સીમીત ન રાખતા ફેસબુક સુધી વિસ્તારે છે! નીચે આપેલ પ્રશ્નો મારફત BFને હેરાન કરતી હોય એવા સોલ્લિડ પુરાવા અમારી પાસે અવેલેબલ છે!

Facebook ma kem online ?

Peli nu dp ne badhi posts kem like kare chhe ?

Peli tari post like kari a kon ?

Peli ne te kem hasi ne javab aapyo ?

Tu roj peli ni posts dp kem like kare 6e?

Facebook કે Whatupમાં પણ શંકા કર્યા જેવું ન મળે તો પણ એની શંકા ઓછી થતી નથી!

જે નીચેના પ્રશ્નો દ્વારા લેખકે સમજાવવાનો નમ્ર પ્રાયસ કર્યો

Kem hamana tu whtsup ke facebook ma dekhato nathi ?

Viber, hike, BBM, Line, Wechat jevi application use nahi karato ne ?

Taro mobile check karvo jose!

Bija fon ke id thi active nathi ne ?

પઝેસીવ GFઓ ટેકનીકલી ખુબ જ સાઉન્ડ હોય છે…( જે જિજ્ઞાસુ હોય એનું જ્ઞાન વધુ હોય ..ચોખવટ પુરી )

એને ટેકનીકલી બધી માહીતી હોય! જેવી કે …

 • 2G નેટવર્કમાં ફોન વ્યસ્ત હોય ત્યારે નેટ ચાલુ હોતું નથી એટલે કે વોટસઅપ મેસેજ સેન્ડ ન થાય.
 • 3G કે wifi માં ફોન વ્યસ્ત હોય તો પણ નેટ ચાલુ હોય જેથી મેસેજ સેન્ડ થઇ શકે .
 • બ્લુટીક થયેલ હોય પણ લાસ્ટસીન અત્યારના સમય કરતા આગળના સમયનું બતાવે તો નેટબંધ હોય ત્યારે મેસેજ જોયો હોય … આઇ મીન ઓફલાઇન થઈ વાંચ્યું હોય કે કોઇ સાથે મેસેજની આપ-લે થઇ હોય!
 • શેકસપિયર બિચારો કહી કહીને શ્રીજી ચરણ પામ્યો કે “નામમાં શું રાખ્યું છે!” પણ આવડી આ નાં માટે નામ ખુબ મહત્વનું હોય. અવારનવાર પુછે “ જાનું મારૂ નામ ફોનબૂકમાં ક્યાં નામે સેવ કર્યું?” આજના જમાનાનાં BFઓ પણ GFવ્રતા છે જે સારા સારા નામે GFને ફોનમાં સાચવે . મારા જેવા BFઓ હોય તો “ ભીખો પ્લમબર, ટીડો પાન, કે વોડાફોન કેર ” ના નામે પેલીને ગાઠીયા કરે…સોરી સેવ કરે!

  ફોટાઆઆઆઆઆ….ફોટાનું નામ પડતા જ મેં કિ-બોર્ડની સ્વીચ પર દાંઝ કાંઢી! ( એટલે ‘A” ની સ્વીચ ૭-૮ વખત દબાઇ ) થોડીકવાર BF GFને સિનેમા હોલની કોર્નરની સીટો પર મુકી હું મારા મંતવ્યો ફોટા બાબતે કહેવા માંગુ છું ..વાંચકો. સાલ્લુ અત્યારે લોકોને મેસેજો ફોરવર્ડ કરવાની એવી ચુલ ઉપડી છે ને કે હું રોજ મારી ગેલેરીઓમાંથી પર્સનલ, ગ્રુપ અને બ્રોડકાસ્ટ મેસેજો દ્વારા મને પ્રાપ્ત બે કોડી ભગવા ખેસધારી મોદીઓ અને દોઢ કોડી મફલરો બાંધેલ કેજરિવાલોને હાંકી કાઢું છું! ( છું ને હુ ય બહાદુર જે દેશના PM અને CMને પણ રવાના કરે!? ) દર શનિવારે મોકલાતા ડઝનબંધ હનુમાનદાદા અને ગુરૂવારે સાઈબાબાના અસંખ્ય પાવન ફોટાથી મોબાઇલની ગેલેરી ફુલ થઈ જાય છે. હવે આપણે પેલા BF GFને સિનેમામાંથી બહાર કાઢીએ. કોઇ એમને કયું પિકચર જોયું એવું નહિ પુછે…ઇન્ફેકટ એમનેય નહિ ખબર હોય!!

  ફોટાઓ પાડવા તથા મોકલેલ ફોટા વિષેનું BFનું મંતવ્ય જાણવા GFઓને મહારથ હાંસેલ છે. અવનવા ફોટા પાડીને પેલાને ચશ્માનાં નંબરૂ અવડાવી દે! બતક જેવું થોબડુ કરી સેલ્ફી લે…! ( આહ્હ્હ્હ્હા સેલ્ફી પર એક આખો આર્ટીકલ લખાઇ જાય ..પણ આ ગમશે તો સેલ્ફી પર લખવા હું પ્રોત્સાહિત થઈશ ) શોપિંગ મોલમાં જઈ ડ્રેસનાં ફોટા બતાવીને BF પાસે સિલેકશન કરાવે ..શુઝ, સેન્ડલ. ટી-શર્ટ ..લિપ્સ્ટીક, નેઈલપોલીસ ..ઇવન નાહ્વાનું ડબલું હોતન આની પાસે સિલેકટ કરાવે! ખાલી સિલેકશનની જ વાત થાય છે, લેવાનું તો પોતાને પરવડે એ જ ! મોબાઇલ કંપનીનાં શેઠીયાઓનાં આર્થિક ઉપાર્જનનું શાધન જ આવા પ્રેમીપંખીડાઓ છે. પોતાના કે રાચરચીલુના ફોટા પાડે એ તો અન્ડરસ્ટેન્ડ પણ સવાર, બપોર, સાંજના જમવા, ફરવા ગયા હોય તેના પણ ફોટા પાડી પાડીને પેલા BF ખરાને ? એમને મોકલે, બોલો! BFને પ્રેઝન્ટુ આપવા માટેના જીન્સ ટી-શર્ટીયાના ફોટા મોકલીનેય એનું હેડ ખાંય.

  લેડીઝ જેન્ટસના મિક્સ ગ્રુપોમાં જો આ બન્ને એડ હોય તો પેલીની ‘લેડીઝ બાઝ” નજર આના પર જ હોય…… કે કોને જવાબ આપે છે…કેવી રીતે વાત કરે છે વિગેરે વિગેરે . જો એમા પણ કશુ અજુગતુ નિહાળ્યુ તો પણ પેલાનું આવી બને. ફરવા જવાનું, મુવી જોવાનું ( આધુનિક જમાનામાં જેને “Dating” જેવા નામથી નવાઝે છે એ ) એનો પ્રોગ્રામ પણ ૩-૪ કલાકના ચેટીંગ દ્વારા કરે! આટલી વારમાં તો રૂબરૂ મળીને આવી Dating પતી જાય…પણ આપણું ન માને હો.

  જરૂરી નથી કે GF અને BF વચ્ચે હંમેશા UU II ( તું તું મેં મેં ) જ થાય. પ્રેમભરી વાતો ય થતી હોય એટલે જ એકબીજાની સાથે આટલા બધા ઝઘડા, પઝેસીવનેસ છતા પડ્યા પાથર્યા રહેતા હોય ને! આજ તો આધુનિક સંસાર છે. જુનવાણી વિચારધારાઓ , રૂઢિચુસ્તો અને આવા સોશિયલ મિડીયા સાથે જોડાયેલ ન હોય તે લોકોના ઝઘડા લાંબો સમય ચાલે પરંતુ આજની યુવા આધુનિક અને સોશિયલ મિડીયા સાથે જોડાયેલ લોકોના ઝઘડા માત્ર એક ‘SORRY’ શબ્દ દ્વારા જ Happy Ending થઈ જાય છે.. સોશિયલ મિડીયા ભલે આભાષી લાગે પણ એનો વ્યવહારૂ ઉપયોગ કરવાથી ઘણીબધી મુશ્કેલીઓનું નિરાકરણ તુરંત જ આવે છે. વૈચારિક વૈમનસ્વ રૂબરૂમાં અહંમ અને ક્ષોભ સંકોચના લીધે જે વાત કહેવાતી નથી એ વોટસઅપ કે બીજી સોશિયલ મિડીયા દ્વારા નાનકડી વોઇસનોટ, પ્રાસંગિક ઇમેજીસ ભળતા સોંગના લીધે ડાયરેક્ટ દિલ સુધી પહોંચતી હોય છે.

  ( પ્રેમીઓ વચ્ચે જ્યારે કિટ્ટા થઈ હોય ત્યારે બરફી પિકચરનું “ફિર લે આયા મજબુર ક્યાં કીજીએ …” ગીત મોકલી બુચ્ચા કરી શકાય ..સલાહ પુરી )