મધ્યરાત્રિનો સૂર્ય Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધ્યરાત્રિનો સૂર્ય

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : દીવાલો

શબ્દો : 1046

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

મધ્યરાત્રિનો સૂર્ય


કાળી ડિબાંગ રાત્રિ હતી. પતંગિયાની પાંખો જેવું અંધારું ફેલાયેલું હતું. ક્યાંક ક્યાંક આગિયા જેવાં દીવા ટમટમતાં હતાં. ચોતરફ સ્મશાનવત્ શાંતિ પથરાયેલી હતી. ગભરાયેલ, ભયાવહ, બાળક માના ખોળામાં જેમ લપાઈ જાય તેમ મેં મારી કાયાને ગોદડા નીચે ઢબુરી દીધી. એ વખતે પથારી મને મારી મા નાં ખોળા જેવી લાગી, અને ગોદડું લાગ્યું હૂંફાળું, વાત્સલ્ય નિતરતી માતા જેવું.


મેં પથારીમાં ટૂંટિયું વાળી દીધું, બંધ બારી - બારણાં અને ઓરડાની વચ્ચોવચ્ચ પથારી, એ જ પથારીમાં ગોદડું ઓઢી સૂતેલી મારી કાયા... હા કાયા જ... મારું મન વળી ક્યાં સૂવા તૈયાર જ હતું ? બારણાંની તિરાડમાંથી પ્રવેશતાં અંધકારની મને બીક લાગી.... હું ઊભો થયો અને ઊભા થઈ બીતાં બીતાં ઓરડાની બત્તી મેં ચાલુ કરી. ફરી પાછી આવીને હું પથારીમાં સૂઈ ગઈ, ટૂંટિયું વાળીને... ખુદ મારી લંબાઈની, મારાં પડછાયાંની, મારાં જ અસ્તિત્વની મને જ બીક લાગતી હતી તેથી જ સ્તો....


માથે જટા, ગળામાં વીંટળાયેલ સાપ, કપાળમાં અર્ધ ચંદ્રાકાર, ત્રિલોચનધારી, ભભૂતધારી, વ્યાઘ્રચર્મ પર બિરાજનાર દેવાધિદેવ નીલકંઠની છબી મારાં ઓરડાંની ભીંત પર લટકતી હતી, તેની જટામાંથી શુધ્ધ, પવિત્ર એવી ગંગા વહેતી હતી. સ્મશાનમાં વસનારાં આ અવધૂતને કશાનીયે બીક નહીં લાગતી હોય ?
મારું ધ્યાન તેનાં પર એકાગ્ર બન્યું. મારી દ્રષ્ટિ સ્થિર થઈ તેનાં લોચનમાં, તેનાં નયનોમાં અપાર શાંતિ પથરાયેલી હતી, જાણે કહેતી ન હોય એ આંખો કે મનમાં જો શાંતિ હોય તો બધેય શાંતિનું જ સામ્રાજ્ય છવાયેલું છે. પણ, અશાંત અને અસ્થિર મન જ આ બધાં ઉદ્વેગ અને ભયનું કારણ બનતું હોય છે.
મારાં ભયાવહ મનમાં એક ન સમજાય એવી શાંતિ પથરાઈ જાય છે, મારામાંથી હું જ મારી જાતની મુક્તિ અનુભવું છું. જેર પીને પોતાનાં કંઠ વચ્ચે જ અટકવીને રાખનાર નીલકંઠને જોઈને મારું મન શાતા અનુભવે છે. ઝેર પીને પણ નીલકંઠ અમર રહ્યાં, તો પંચ મહાભૂતોમાંથી બનેલ કાળા માથાનાં માનવીને તો એવાં કેટલાંય ઘૂંટ ગળે ઉતારવા પડે, અને પડે જ ને - જીવા માટે.... દેવ જેવાં દેવને પણ વિષ પીવું પડે છે ઝઘડો નિવારવા તો હું ? હું તો સામાન્ય માનવી માત્ર....


સંસ્કાર - સંસ્કારની યાદ મારાં માનસપટ પર આવીને સ્થિર થઈ જાય છે. ઘડિયાળનું લોલક અચાનક અટકી જાય છે ગઈકાલ બની ગયેલાં એ ભૂતકાળ પર... સંસ્કાર અએઅમારાં બંનેનો સંસાર... પતંગિયાની ઉડાઉડ... અને બગીચાનાં મઘમઘ થતાં રંગબેરંગી ખૂબ મજાનાં ફૂલો... એક આછો એવો નિ:સાસો સરી પડે છે મારાં મનમાંથી...'
લજ્જા..! મારે તને છોડવી પડશે...'

'
કેમ ? મારો કોઈ વાંક ગુનો ? '

'
વાંક ? વાંક તો છે નિયતિનો..'

'
આજે આવું કેમ બોલે છે ? ગાંડો તો નથી થયો ને ? '

'
હું મારામાં અટવાયો છું ? '

'
મારામાં કોઈ ખામી ? '

'
ના.. કોઈ જ ખામી નથી, પણ રેલો આવતાં મારું મન ઢળી ગયું '

'
હવે મારું... મારું શું સંસ્કાર ? '

'
જાણું છું, જાણું છું કે તને અન્યાય થશે, પણ હું લાચાર છું... હવે જડ થઈ ગયો છું. '

'
હજી પાછા વળી શકાય એમ છે સંસ્કાર, હું માફ કરીશ તને, હું માફ કરવા તૈયાર છું..'

'
પણ એ હવે શક્ય નથી... માયા મા બનવાની છે, મારાં બાળકની મા..'

'
તો.. વાત આટલે સુધી પહોંચી ગઈ ? તેં મને જાણ સુધ્ધાં ન થવા દીધી ?'

'
સોરી, તને જણાવવું ઉચિત ન લાગ્યું...'

'
તો પછી હવે ? હવે શું કરવા આવ્યો છે ?'

'
તારી રજા, રજા લેવા આવ્યો છું...'

'
હવે હું તને કેવી રીતે અટકાવું ? ના હું ન અટકાવી શકું, તું જઈ શકે છે... પણ.... પણ લજ્જાનાં કપાળમાં ચાંલ્લો તો આજીવન તારા નામનો જ રહેશે.... જા.... અહીં રોકાઈને મને વધુ વ્યથિત ન બનાવ....'
અને સંસ્કાર ચાલ્યો ગયો, ફૂલોનીશાપાસ ગુંજન કરીને ભમતાં ભ્રમરની જેમ એ મારી આસપાસ ભમતો, પોતે પણ હસતો રહેતો અને મને પણ હસાવી હસાવીને થકવી નાંખતો.ચાંચમાં ચાંચ પરોવીને બેઠેલાં પક્ષીઓ દેખાય તો એમને અમે બેસીને નિરખ્યા કરતાં કલ્લાકો સુધી... ગીચાનાં ખૂઢે બેસીને... કોઈ કાળે... અને એજ સંસ્કાર આજે મને આમ સાવ એકલી કરીને ચાલ્યો ગયો ?


કદાચ વિધાતાને એ જ મંજૂર હતું, દેવ જેવા દેવને પણ જો દેવતાઓ અને દાનવોની વચ્ચે પડીને વિષપાન કરવું પડ્યું હતું તો હું તો બ્રહ્મા એ સર્જેલ એક રમકડું માત્ર.... દરિયો ઘૂઘવી શકે... રઃલાઈ શકે... વમળાઈ શકે... અમળાઈ શકે.... મારું શું ગજું ? રડીને તો માત્ર દરિયો જ છલકાવી શકાય... એમ કાંઈ સંસ્કારને પાછો તો ન જ મેળવી શકાય.


હજીયે સંસ્કાર આવે તો ?


કંઈ કેટલીયે યાદો, મીઠાં સંસ્મરણો લઈને તેને વાગોળતી કાયા સંકોરી સૂતી છું... મને વિધાતાની બીક લાગે છે, મારાં સંસ્કારને તો મારી પાસેથી છીનવી લીધો... હવે મને પણ જો મારી પાસેથીછીનવી લેશે તો ?


કદાચ... શક્ય છે કે સંસ્કાર પાછો આવેય ખરો, તો ... તો પછી તેને આવકારશે કોણ ? હા... મારે જીવવું છે.... અને એટલે જ બારી બારણાં બંધ કરીને ગોદડી ઓઢીને સૂતી છું..... ક્યાંયથી પણ યમરાજા અહીં અંદર આવી ન શકે તેની તકેદારી રાખીને સૂતી છું. ઓરડાની વચ્ચોવચ્ચ ભીંત પર લટકતી શંકરની છબીમાં મન પરોવું છું અને વિચારું છું મનોમન.... કે એ છબી શંકરને બદલે બ્રહ્મદેવની બનીજાય તો ?
મને એ છબીમાં સંસ્કાર દેખાય છે, હાથમાં બાળક તેડીને ઉદાસ આંખે તે ઊભો છે... તેનાં ચહેરા પર વિષાદ છે.... ગ્લાનિ છે... હું ભગવાનને મનોમન જ પ્રાર્થું છું કે હે ઈશ્વર ! મારાં સંસ્કારને તું હેમખેમ રાખજે... તેને ઊની આંચ ન આવવા દઈશ... તને જોઈએ ને તો મારું આયુષ્ય લઈ લેજે...પણ મારાં સંસ્કારને સુખી અને દીર્ઘાયુષી રાખજે.


છબીમાંની મૂર્તિ સળવળે છે, ધીમે ધીમે તે મોટી થવા લાગે છે.... પથારીમાંથી હું સફાળી બેઠી થઈ જાઉં છું. ટેબલ મૂકીને તે છબી ઉતારી લઉં છું... છબીને મારાં ખોળામાં જ રાખીને મારી આંખોમાં કેદ કરી લઉં છું તેને...
અચાનક જ અટકી ગયેલું ઘડિયાળ ગતિમાન થાય છે.... લોલક ટક... ટક.... ટક.. કરતું ચાલુ થઈ જાય છે, મારાં ઓરડામાં ઓચિંતિ જ સુવાસ પથરાય છે મોગરાની.... હા... મોગરાનું અત્તર સંસ્કારને ખૂબ ગમતું.....

બંધ બારણાંની તિરાડમાંથીયે સુવાસ તો પ્રવેશી જ શકે ને ? પ્રસરી પણ શકે..
બીક ખંખેરી હું ઊભી થઈ જાઉં છું, ખોળામાંની છબીને બે હાથે ઊંચકી લઈ હળવે રહીને પાસે પડેલો ટીપૉય પર ગોઠવી દઉં છું. સ્વીચ ઓફ કરીને હુ બારણું ખોલું છું... બહાર વાદળોમાં આછેરો ઉજાસ વર્તાય છે... પંખીઓનો કલરવ સંભળાય છે... શ્વેત કબૂતરની પાંખ જેવો ઉજાસ ફેલાયેલો દેખાય છે. તેની આંખની કીકી નાં જેવી લાલાશ આકાશથી પૂર્વમાં પ્રગટેલી હું જોઈ શકું છું, કદાચ સૂરજ ઉગેય ખરો...


દૂરથી એક આકૃતિ આ તરફ આવતી અનુભવાય છે, ધીમે ધીમે આકૃતિ સ્પષ્ટ થાય છે, તેનાં એક હાથમાં ફૂલો છે, એક નાની શી કાયા તેની સાથે તેનાં બીજાં હાથની આંગળીએ વળગીને પા.. પા.. પગલી પાડીને આવી રહી છે... સૂરજ પૂર્ણપણે ઊગીને બહાર આવી ગયો છે, હું દોટ મૂકું છું, હાંફળી - ફાંફળી દોડી છાઉં છું સામેની તરફ... મંથર ગતિએ, વિષાદભર્યા ચહેરે ચાલી આવતી પેલી આકૃતિની આંખમાં ચડતાં સૂરજનું સ્મિત અંજાય છે... મારાં રોમેરોમ કૂંપળો ફૂટે છે, હાથમાંનાં ફૂલોનો વરસાદ મારાં પર વરસી પડે છે અચાનક... અને હું હસી પડું છું ખિલખિલાટ... પેલાં બાળકની જેમ...

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843