Ek safarjan Tame Khav Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Ek safarjan Tame Khav

હાસ્ય નિબંધ

એક સફરજન તમે ખાવ

હરીશ મહુવાકર

આ બધી કઠણાઈ સફરજનની છે એવું ક્રિશ્ચયન લોકોનું માનવું છે. ઉઠ પાણા પગ ઉપર તે પશ્ચિમી દૂનિયાની બહેનોએ પોતાનો વાદ આગળ ધરીને સફરજનને કરડી ખાધું. મને એમ થાય છે કે ખૂદાએ સફરજનની જગ્યાએ કેરી રાખી દીધી હોત તો કોઈ ગરબડ ગોટાળા ન થયા હોત. માનવજાત પાપનું મૂળ છે એવું માનતા ન હોત ને પશ્ચિમી ભગિનીઓ પૂરબની બહેનોને રંગ લગાડી બિચ્ચારા ભગાઓનું, એટલે કે પુરુષોનું કાસળ કાઢવાનું મનમાં લાવી ન હોત. ખેર થયું તે થયું.

ડોક્ટર ભલે કહે સફરજન નરવું પણ મને વાયડું જ દેખાયુ છે. એક વારે બળબળતા બપોરે, તાજી નોકરી મળ્યાની અવસ્થાએ રોડ ઉપર બસની રાહ જોતો ઉભો હતો એવે વખતે એક ભિખારણ બાઈ આવી. મને કહે, ‘ભાઈ ભૂખી છું. અઢીસો સફરજન લઇ દેને.’

પડખે ફળની લારી ઉભી હતી. એ વેળાએ આ ફળના ભાવ બહુ ઊંચા હતા. મેં કહ્યું, ‘ માડી હુંય ભૂખ્યો જ છું.’ તરત એ લારીએ ગયા ને પેલાને કહ્યું, ‘આવડા આ ભાઈને મારી તરફથી અઢીસો સફરજન બાંધી દે.’ તે દિ’થી મારે સફરજન હાર્યે વાંકું પડી ગયું છે. હવે એ નવી આવેલી બોલીવુડની હિરોઈન જેવા હોય તોય હું એની સામે જોતો નથી.

સફરજને એડમભાઈ ને ઇવાબેનને હેરાન કર્યા એ શરૂઆત હતી. એ પછીથી સફરજને આપણો પીછો છોડ્યો નથી. મૂળે સફરજનને આપણી ઉપર દાઝ ચડી ગઈ. બીચ્ચારું એ તો બલીનું સફરજન થઇ ગયું. જૂઓને, હવે શાંતિથી ન્યૂટન બેઠો હતો ને એ પડ્યું. કરીને વળી કઠણાઈ! કેવો ગભરાઈ ગયો હશે બિચ્ચારો એ ! એને જંપ વાળીને બેસવા દીધો? કેવું કેવું મગજમાં ભરવી દીધું. સ્વસ્થ ચિત્ત વાળો માણસ એવું વિચારે? હવે સફરજન પડ્યું તો પડ્યું. ગમે ત્યાં પડે. ખોળામાં પડે કે માથમાં પડે, થાળીમાં પડે કે કૂંડીમાં, પ્રકૃતિદત્ત માણસને એ ક્યાં પડે તેની શી પડી હોય? ખાઈ જાય. ખાઈ જવાનું હોય. ખવા માટે જ છે. એટલા સારું પડ્યું છે. ખાવા સીવાય શું કરવાનું? માણસ નહિ તો વાંદરો ખાઈ જશે. વાંદરો ખાય કે માણસ, છે તો વાત એક સરખી જ ને? સમજ્યાને તમે?

મારો ભાઈબંધ માંદો પડ્યો. ભાવનગર થી પાલીતાણા – પંચોતેર કિ.મી. લાંબો થયો. હવે માંદા માણસની ખબર પૂછવા એમ ને એમ તો ન જવાય? માર્કેટમાંથી લાલમલાલ સફરજન ગોતીને લઇ ગયો. ખબર અંતર પૂછતાં પૂછતાં મેં એને થેલી ધરી. મને કહે, ‘એલા સફરજન દેવા આવ્યો અહિયાં? હજી કમાવાના ઠેકાણા નથી. સો રૂપિયા ટીકીટના ખર્ચી નાખ્યા ને માથે આ?’ મને ખખડાવી નાખ્યો. મારું ઉતરેલું મો જોઇને કહે, ‘જા હવે રાખ્યા.’ પણ મનમાં સફરજન પ્રતી ગાંઠ બંધાઈ ગઈ. નફફટ સફરજનનો આ વાંક છે. કેળા, જમરૂખ, પપૈયું, ચીકું, મોસંબી લઇ ગયો હોત તો મારી આવી દશા થાત ખરી? તમે સાચું બોલજો હો?

બેકાર માણસો બેકાર વિચારે. જૂઓને ઓલો સ્ટીવ્યો જોબ્યો. કઈ ન વેચવાનું સુઝ્યુ તે સફરજન વેચવા માંડ્યો. આપણે ત્યાં શબરીનો મહિમા ભારે. રામને ખાતર શબરી બોરને બટકું ભરી ચાખીને તેમને આપતી. તે આવડા સ્ટીવ્યા જોબ્યાને બોલો ઈ જ હુજ્યું. સફરજન, બટકા મારી ગયેલા સફરજન વેચવા માંડ્યો. દૂનિયા આખી હવે આવા કાતરેલા સફરજન પાછળ પાગલ છે. મનેય હવે વિચાર આવે છે હુંય કાંક ફળોનો ધંધો કરું. કેવા મજાના લોકો પૈસા કમાય છે એક માત્ર સફરજનથી! વળી એમ કઈ હું પગલું ના ભરું. બીજા ક્યા કયા ફળ વેચાય છે તેની મને ખબર જ છે હો. જૂઓને, બ્લેકબેરી, લેમન ને એવા બધા. કોઈને મારી સાથે સાહસ કરવું હોય તો આવી જાય. આપણે ગવાવા, સ્ટ્રોબેરી, બેરીબેરી એવું કંઇક નામ રાખશું પણ એપલ બેપલ હરગીઝ નહિ.

આવડું આ સફરજન બધે નડે. ડોક્ટર જયારે ને ત્યારે સફરજન ખાવાની સલાહ પેલી આપે. હકીકતે આ લોકો આ ફરુંટનું કમીશન લેતા હોવા જોઈએ. એથી એકની સલાહ ઉપર વિશ્વાસ કરવો નહિ. સફરજન ઉપર હરગીઝ નહિ. સફરજન ખાવ તો ખબર પડશે કે વિશ્વાસ કરવો નહિ, કારણ કે સફરજન ખાવાથી જ્ઞાન આવે છે એ વાતેય ખોટી છે. એમ તો માણસો નાનપણમાંથી ક્યારેક, કોઈ ને કોઈ વખતે સફરજન ખાધું જ છે ને? તોય માણસ પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે, બાળક કરે છે ને કેટલુય

ન કરવાનું કરે છે ને કરવાનું નથી કરતો. એથી જ સફરજન જાતીયતાનું પ્રતિક ગણાવાયું છે તે કઈ અમથું થોડું છે? મારી સલાહ માનો : ડોક્ટરને ન માનો, ને આ સફરજનનેય તે ન માનો.

મેં ઉનાળુ વેકેશનમાં ફરવા જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. હોંશે હોંશે હું બધાને કહેતો હતો. સાંજે મારા પરિચિત એક ભાઈ સહકુટુંબ ઘરે પધાર્યા. હું જવાનો હતો ત્યાં એ દૂર્ભાગ્યે જઈ આવ્યા હતા.

મને કહે, ‘સીમલા એ સફરજનનું ગામ’. હું ચોંક્યો, ‘એટલે એ કોણ?’ ‘અરે સફરજનની વાત કરું છે.’ સફરજનની વાત આવતા મને ચિત્ત ભ્રમ થઇ ગયું બોલો. મને કહે, ‘યાર, અફલાતૂન સફરજન મળે હો. વાડીઓની મૂલાકાત લેજો. ધમધમાટ ખાજો ને બાપુ આપણી સારું એક પેટી લેતા આવજો.’ બોલો લ્યો આ એટલા સારું જ મારા ઘરે આવ્યો.

હું ફરી આવ્યો. એના ઘરે એક પેટી ગામમાંથી લઈને મોકલાવી દીધી. અઠવાડિયે આવ્યો હિસાબ આપવા. મેં ડબ્બલ કિંમત કહી. એ આઘાત ખાઈ ગયો. મેં કહ્યું, ‘આ અસ્સલ છે મારા ભાઈ. વાડીયે જઈને ઉભા ઉભા ઉતરાવ્યા છે. ગણી ગણીને તપાસી તપાસીને લીધા છે. આ કોઈ ગામમાં મળતા ચીલાચાલુ નથી.’ એ પૈસા આપીને ગયા. મને લાગે છે કે એ હવે સફરજનની બાધા લઇ લેવાનો.

લ્યો આવજો હવે. બહુ વાત નથી કરવી કારણ કે આવતી કાલે સાંજે મારે ઘરે સત્યનારાયણની કથા છે. શ્રીમતીજી બધા ફ્રુટ લઇ આવ્યા છે પણ... સમજી ગયાને? તો આવજો સાંજે કથામાં. પ્રસાદ સાથે લઈશું હો કે? તમને કોઈ ફરુટની બાધા નથીને?

......................................................................................................................................................

‘અમે’, 3/A , 1929, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર 364 ૦૦2

ફોન: 9426 22 35 22 , ઈમેઈલ :

......................................................................................................................................................