હરાભરા વેજ કબાબ Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હરાભરા વેજ કબાબ

નિબંધ

હરાભરા વેજ. કબાબ

હરીશ મહુવાકર

કોઈ સ્ટાર્ટર તમને કેટલું ભાવે? હર વખતે રેસ્ટોરાંમાં જમ્મવા જતી વખતે સુથારનું મન બાવળિયે એ ન્યાયે મારું મન હરાભરા વેજ. કબાબમાં. ઘરવાળી અને બાળકોના પ્રહાર સામે ઝૂકી જઈને સૌની પસંદગીનું આરોગવાનું. મારે વાત કરવાની છે ભાવનગર ગદ્યસભાની અન્ય પ્રવૃત્તિઓની. મારે માનતે હરાભરા વેજ. કબાબ છે.જેણે આ સ્ટાર્ટર ખાધુ છે તેણે આને પસંદ કર્યું છે એના ચટાકેદાર સ્વાદને લઈને. અને એમ હું તમને આ વાનગી ખવડાવીશ. મારા સ્વાદની વાત કરીશ.

સ્પર્ધાઓ કરવી તે પ્રેરક બળ બને. અલબત્ત હંમેશ નહિ.વિખવાદ ઉભા થાય. કડાકૂટ વધે. ગદ્યસભાએ બધા સ્વરૂપોને અજમાવ્યા: લઘુકથા, વાર્તા, એકાંકી, હાસ્યનિબંધ, અને લલિત નિબંધ. એમ કરવાથી અમે એ બધા સ્વરૂપોને અજમાવીએ અને સ્વરૂપ અંગેની ‘મન કી દુરસ્તી’ કેળવીએ. લખ્યા પછી ‘ડંકે કી ચોટ પર’ ચર્ચા થાય. સાપ-નોળિયા ખાઈને ફરીથી ઉતારે લડાઈ કરવા તે અમેય પુનઃ સૂધારણા કાર્યક્રમને અમલમાં મૂકીને સંઘેડા ઉતાર કાર્ય કરીને જંપીએ. લઘુકથા મારું પ્રિય સ્વરૂપ પણ હમણાં છેલ્લે લલિત નિબંધ સ્પર્ધા થઇ ને મારા પર ગાઢ મુદ્રા અંકિત કરતી ગઈ. અગાઉ નિબંધો લખ્યા હતા પણ મારું કૌશલ્ય એમાં પ્રગટ થશે એવી કોઈ ‘અગમવાણી’ મને સંભળાઈ નહોતી. નિબંધ લખ્યો, સહુએ વધાવ્યો વાંચ્યો ત્યારે ને પછી મૂકયો સ્પર્ધામાં. પછી દ્વિતીય ઇનામ મને પ્રાપ્ત થયું ત્યારે ભગવાન બુદ્ધની જેમ્માંનેય જ્ઞાન પ્રાપ્ત થયું કે હું નિબંધો લખી શકીશ. છેલ્લા સાત આઠ મહિનામાં નહિ નહિ તોય પચ્ચીચેક નિબંધો ‘આવ્યા’. થેન્ક્સ ગદ્યસભા.

સંપાદન કરવું કોને ન ગમે? મારે માથે એક વખતે જવાબદારી આવી વાર્તાઓનું સંપાદન કરવાની.વાર્તા સ્પર્ધા થઇ હતી અને તથી ચૂંટીને પ્રકાશન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું.ને પર પણ ઉતર્યું. મંત્રી શ્રીનટુભાઈ વ્યાસ સાથે વાર્તા સંગ્રહ ‘વાર્તા આમ છે...’ વાર્તા સંગ્રહ વર્ષ ૨૦૦૫ માં ઉપલબ્ધ કરાવી શક્યો. ગદ્યસભા ન હોતે તો આ અનુભવ મોડો મળતે.હાલમાં ‘શિક્ષણ પ્રવાહ’ મેગેઝીનમાં લઘુકથાના સંપાદનની મારી કોલમ સરસ રીતે જી રહી છે. શ્રેય ટાણે હો ગદ્યસભા ! સ્થાપનાને બીજે વર્ષે જ નરેન બારડ સંપાદિત લઘુકથા સંગ્રહ ‘કૂંપળ ફૂટે’ નું પ્રકાશન ગદ્યસભા આપે છે તે પણ નોંધવું રહ્યું.

વાર્તા શિબિર ગદ્યસભાએ બે વખત કરી. મહેન્દ્રસિંહ પરમાર અને મેં હડિયાપાટું કરી અને ગોપનાથ અને સથરા (ત્રાપજ) ની શિબિરનો પરિપાક પ્લાવિત થયો. વાર્તાઓ લખવી તે એક વાત પણ પછી તેને દિગ્ગજોને સંભળાવવી તે ઉઘાડી તલવાર પર ચાલવા બરાબર છે. કોન્ફિડન્સ બુસ્ટ અપ થશે કે ship will sink કઈ ખબર પડે નહિ. લખીને લઇ ગયો. પહેલો ફાયદો એ થયો કે પ્રતિષ્ઠિત લેખકોના નામ સાંભળેલા તેમની સમક્ષ થવાનું સદભાગ્ય મળ્યું. એક લેખક અને એક માનવી તરીકે એમને ઓળખવાની એક તક ત્યાં મળી.સુરેશ જોશી સાહિત્ય ફોરમના શ્રી સુમનભાઈ શાહ અને બીજા સભ્યોની સાથે નાતો બંધાયો. વિશાળ ચર્ચા, વ્યાપક અભિગમ, અને અવનવી દ્રષ્ટિ સાંપડી મારા વાર્તા લેખનને. પરિણામ સ્વરૂપ મોટાભાગના પ્રતિષ્ઠિત સામયિકોમાં વાર્તાઓ પ્રગટ થઇ. વાહ રે ગદ્યસભા કેવી સુખડા સંપત્તિ આપી તે મને !

પગે ભમરો બંધાવીને ઉપરવાળાએ મોકલ્યો મને. પરિવારને ફેરવતો રહું. ગદ્યસભા મારું extended family છે. પછી એ કેવી રીતે બાકાત રહી શકે ? પ્રવાસન આરંભાયું. નજીકના સ્થળોની મૂલાકાત યાદગાર એટલા માટે બની રહી છે કે આનાથી સર્વ સભ્યોના અન્ય કૌશલ્યો – (તમામ પ્રકારના હો! ખાનગીમાં કે જાહેરમાં ખુલ્લા થઇ શકે તેવા) અનાયાસ ઊઘડી આવ્યા. નવા રતનપર ગામનો ઓળો-રોટલો, ઝાંઝરીયા હનુમાન ખાતે મંત્રી શ્રી નટવર વ્યાસ ના હાથના બનેલા ચૂરમાના લાડુ, માળનાથ ટેકરીઓ ઉપર સાગમટે તૈયાર કરેલું ભોજન અમારા સર્જન પર એ રીતે પ્રભાવ પાડી શક્યું કેવિવિધતા જોઈએ, સંગોપન જોઈએ ને જરૂર પડ્યે ખૂલ્લાપન, સંગઠન જોઈએ - વાર્તાની ઘટનાનું કે પત્રોના ભાવ, આવીર્ભાવનું. ચટાકેદાર સ્વાદ જોઈએ એટલે કે સર્જન કોઈને પણ પસંદ આવવું જોઈએ – રસ અનેસંગ્રીથી. વિવિધ સ્વાદ જોઈએ મીન્સ કે વિષય વૈવિધ્ય જોઈએ. આ તમામ ચીજો કોઈને કોઈ રીતે સર્જનમાં પ્રતીબીમ્બીત થયું જ. એટલે તો હરાભરા વેજ.કબાબ છે.

વ્યસ્ત કરી દીધા આપણને જિંદગીએ. મતલબ સમજો છો ને ‘વ્યસ્ત’નો? ના એમ નહિ. વ્યસ્ત એટલે ઊંધે માથે થઇ જવું. દોડધામ એટલી વધી પડી કે ભૂલી ગયા આપણે સંબંધોની માયાજાળ. એમાય સર્જકો એકલ્હૂડા- ઘરે ને બહારેય. એટલે મહિનાના પહેલા ગુરુવારે ગદ્યસભા ગઈ તેના કોઈ એક સર્જકને ત્યાં. અંગ્રેજી વિવેચક ટેઈનની ફોર્મ્યુલા: time, place, and milieu. એટલે કે લેખકનો વર્તમાન, તેના ઘરનો અહોલ, અને તેની સામાજિક સ્થિતિનું આકલન. ઘણી વખત સાહિત્ય પદારથને પામવામાં ગૃહ પદારથ ખોરંભાય જાય. ઘરના કોઈ ગણે નહિ ને બહાર મહાશય ! કોઈ ભાવ પૂછે નહિ. સદભાગ્યે અમારા સર્વ સભ્યોને ત્યાં જતા આ ત્રેનેય સ્થિતિનું સંગોપન અફલાતૂન નીકળ્યું. એ અમારુય સદભાગ્ય. સહુ સાથે નાતો બંધાયો. સર્જક મિત્રની મિત્રતા પામવી તે કૃષ્ણને, શિવને, વિષ્ણુને અને આખરે તો વાફ યાને કે દેવી સરસ્વતીને પામ્યા બરાબર જ ગણાયને ! થેન્ક્સ ગદ્યસભા કેટલા સર્જકો આ રીતે મારા પોત્તિકા બની ગયા ! અને પછી એય ખરી કે ગદ્યસભા તમારે ત્યાં આવે તો તમારે વાંચવું પણ પડે! યજમાનને કોઈ છોડે નહિ. એથી યજમાન ભાવતી વાનગી પીરસીને ‘ગમે તેવું’ કે ‘ગમ્મે તેવું’ લખાણ લખે ને વાંચે. એમેય ધક્કો વાગે તમારી કલમને.

ઘરના સભ્યોને પણ કૈક ઉપલબ્ધ કરાવવું તે પણ એક આવશ્યક ફરજ છે. નળ આપવું તે પણ બીજી ચીજ છે. જૂઓને મારી દીકરી સાત આઠ વરસની હતી ત્યારે તેને ગદ્યસભામાં આવી ને તેની સર્જકતાને પીરસી. પરિણામ એ આવ્યું કે ગયા વરસે તેનું ધોરણ દસ્માનું અગત્યનું વરસ હોવા છતાં તેણે એશી-નેવું પાનાનું સાયન્સ ફિક્શન લખ્યું. તે પણ અંગ્રેજી ભાષામાં. તે વિજ્ઞાનિક થીયરી વાંચે, ટી.વી.ના શો જુએ. પરંતુ દ્રીષ્ટિકોણ રહે તેમાંથી કશુક મેળવવાનો અને તે સુંદર રીતે ઉતારે તેની અભિવ્યક્તિમાં!

વળી શ્રીમતીજી લખતા ખરા પરંતુ ચર્ચા, વાંચન થાય અમારા બે વચ્ચે. પરંતુ કાયમ તેમનો પ્રશ્ન રહે, ‘ગદ્યસભા શું મંતવ્ય આપે છે?’ એ મામલતદાર હોવાના નાતે તેમની વ્યસ્તતા કાયમ રહે એથી એમની લઘુકથાઓ ગડ્યાસભામાં હું વાંચું ને અભિપ્રાય જે મળે તેને તેમની સુધી પહોંચાડું. સમય મળ્યે એ ખૂદ આતુર હોય હાજર થઇ વાંચવા માટે. એ રીતે એમનું લખાણ ધારદાર તો બને જ પણ ઉત્સાહ બેવડાય તે જૂદી બાબત. ઘરમાં સહુ વાંચન, લેખન અને વિવિધ ચર્ચામાં, મથામણમાં મશગૂલ રહે. મારે એક ગદ્યસભા શામળદાસ કોલેજમાં અને બીજી ગદ્યસભા ઘરે!

પાઠકદાદા કહેતા અમો કોઈ પણ સમજીએ અમારા ખૂદના જયંત પાઠકને. રીટાયર થયા પછી કોઈ ફ્રેશ કે રીફ્રેશ નથી રહેતા પણ અમારા પાઠકદાદા સ્વયમ ફ્રેશ ને રીફ્રેશ ને અમનેય એમના અનુભવ્ભાર્યા લાખનો અને નર્યા પ્રેમથી રાખે. એમના ગયા પછી એમના ઉમદા સંતાનોએ તેમની સ્મૃતિમાં ગડ્યાસભાને ખાસ્સું ભંડોળ આપ્યું છે અમને મન ચાહે તેવી પ્રવૃત્તિ કરવા. એ ન્યાયે અમને મળી એક પ્રવ્રીત્તિની અણમોલ ભેટ! અમે એમની પૂણ્ય સ્મૃતિના દિવસે દર વર્ષે કોઈને કોઈ કાર્યક્રમ અચૂક કરતા થયા છીએ.

વ્યક્તિની આંતરિક ઉપલબ્ધી હરહંમેશ સપાટી પર દેખાય તેવું નથી હોતું. સોનું ને હીરા જો ખાણમાં ધરબાયેલી કિમતી ચીજો છે તો અન્ન એ બહર પાકતું અનમોલ રાતના છે. એ ન્યાયે મારી આંતરિક ઉપલબ્ધી બધી અહી મૂકી શકાય તેમ નથી. એ વખતોવખત બહાર આવતી રહે છે.

વેલ, મને તો આ હરાભરા વેજ. કબાબમાં મજા પડે છે. હવે તમે જ કહો જો આ સ્ટાર્ટર આટલું રસીલું હોય તો ફોલો અપ ભોજન કેટલું ચટાકીયું હોય! ગદ્યસભાના પ્રમુખ ડૉ. ગંભીરસિંહ ગોહિલ અને સંવાહક માય ડીઅર જયુ આ ભોજન પીરસતા રહે છે. તમને આ સ્ટાર્ટર ભાવ્યું હોય, ફાવ્યું હોય તો તમેય આવોને દર ગુરુવારે સાંજે છ વાગ્યે શામળદાસ કોલેજમાં! તો હું રાહ જોઉં તમારી? તો ચાલો તમે આવો છો. ખેર હવે હું તમને ત્યાં મળું છું, ઓકે?

.....................................................................................................................................................

‘અમે’, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર 364002

મોબાઈલ: 9426 22 35 22 ઈમેઈલ:

……………………………………………………………………………………………………………………………………………………………