I AM SORRY PART - 12 Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

I AM SORRY PART - 12

આઈ એમ સોરી- [ભાગ ૧૨]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૧૨].

પબમાં આવતી વેળાએ જ નિકી ડીસ્ટર્બડ હતી તે તો મને ખબર જ છે. પણ આવતાની સાથે જ જે સ્પીડથી તે બીયર પી ગઈ, તેથી એ જરૂર જ તેનાં મગજ પર ચડી ગયો હશે, કેમ કે શિફાને જોઇને તેનો મિજાજ જે હિસાબે બદલાઈ ગયો.. તે નિકી માટે નોર્મલ તો નથી જ, કે આવી હિંસક રીતે તે રીએક્ટ કરે. .

મને અહિયાં વૂ-ડૂમાં લઇ આવવામાં નિકીનો શું હેતુ છે તે તો હું જાણતો નથી.
પણ, મને લાગે છે કે અહિયાં આવીને તે પેલી બધી છોકરીઓને જોવા માંગતી હતી કે જે તેનાં હિસાબે તેનાં પોતાનાં કરતાંયે વધુ આકર્ષક હોઇ શકે. કેમ કે તે કદાચ એવું જ માનતી હશે કે મેં તેને છોડીને આ બધી યુવતીઓ સાથે જોડાવાનું પસંદ કર્યું, એનો મતલબ એ કે આ બધીઓ તેનાં કરતા વધુ એટરેકટીવ હશે..

તે બધી યુવતીઓ સાથે તો નિકી બદમિજાજીથી વર્તણુક કરશે નહીં એટલું તો જાણું છું, કારણ નિકી એક રાંક જેવા શાંત સ્વભાવની છે અને ઝગડા-કંકાસથી તે વધુ કરીને દુર જ રહે છે.
પણ હા, આ પેલી બધીઓનો ગુસ્સો મારી ઉપર તો તે જરૂર ઉતારશે જ, એની મને ખાતરી છે.
જો કે એટલું પઝેસીવ થવું તો સ્વાભાવિક છે, હું સહમત છું એ વાતમાં. ગમે તેમ તોયે છેલ્લા ત્રણ વર્ષોથી અમે બંને સાથે છીએ..

તો, શિફાને જોઇને નિકીનો મિજાજ બદલાવા લાગ્યો તે જોઈને, મેં તરત જ મારી જાતને આવી રહેલા વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયાર કરી લીધી. જો કે તોય.. મારા માટે આમ કરવું અઘરું તો ઘણું જ હતું, કારણ હું ક્યારે ય તેની સાથે આટલી સખ્તીથી વર્ત્યો જ નથી..

અમારી વચ્ચે આની પહેલા પણ નાના મોટા ઝગડા થયે રાખ્યા છે, પણ તે બધાની સરખામણીમાં આ બહુ જ ગંભીર પ્રકારનો ગૂંચવાડો છે.
મોટેભાગે અમારો ઝગડો એવી નજીવી બાબતો પર થાય, કે તે ખતમ થયા બાદ અમે બંને કાં તો એકબીજા પર હસીએ, અથવા તો પોતાની જાતની જ મજાક ઉડાવીએ.
દાખલા તરીકે,
મારું ગીફ્ટ કરેલું જીન્સ આજે કેમ ન પહેર્યું..? [થયો વિવાદ]
પાપાનો ફોન આવ્યો'તો, તો મને કેમ જણાવ્યું નહીં? [થયો ઝગડો]
કાયમ આટલું બીઝી રહેવું હતું, તો પછી એકલા જ રહેવું'તુને..! [બસ કર યાર..]
દંડ લાગી ગયો, ક્રેડીટ-કાર્ડનું પેમેન્ટ ડ્યુ-ડેટ પહેલા કેમ ન કર્યું..? [ફરી શરુ]
દરરોજ પલંગની અંદરની બાજુએ મારે જ શું કામ સુવાનું..? [ઝગડવાનું ચાલુ] .

જે લોકો રીલેશનશીપમાં નથી તેમને આ બધું બહુ ક્ષુલ્લક જણાશે, પણ આ બધામાં પોતાની એક અલગ જ મજા હોય છે.
એની વે, પણ આ વખતે જે પ્રોબ્લમ ઉભો થયો છે તેમાં તો કોઈ જ મજા નથી.
નિકીએ આગ્રહ કર્યો કે શિફા સિવાય અહીં મોજુદ યુવતીઓમાંથી કોની કોની સાથે મેં સેક્સ કર્યું છે, તેનો પૂરી વિગત સાથે હું તેને રીપોર્ટ આપું.
મેં મનમાં આગાહી તો કરી જ હતી કે આવો સવાલ ઉઠવાનો જ છે. અને એટલે જ એ વાત પર જોર દઈને મેં કહ્યું કે હું તેને કંઈ જ બતાવવાનો નથી, કેમ કે એ બધાથી તેને કંઈ જ પ્રાપ્ત નથી થવાનું.. શિવાય કે ફ્રસટ્રેશન અને ડિપ્રેશન..

નિકીને ગૂંથાયેલી રાખવા માટે મેં તેનો ત્રીજો અને મારો બીજો મગ બીયરનો ઓર્ડર કર્યો.
સદનસીબે, ઓર્ડર તરત જ પૂરો કરવામાં આવ્યો અને કાઉન્ટર-લેડીએ ફરી બે મોટા ગ્લાસ અમારી સામે રાખી દીધા. .

નિકીએ તરત જ મગ મોઢે માંડ્યો અને એક મોટો ઘૂંટડો ભર્યો.
સામાન્ય રીતે બે રાઉન્ડ પછી હું તેને પીવાને રોકું છું, કેમ કે મને ખબર છે બસ... આટલી જ તેની લીમીટ છે.
પણ આજે... બસ હું ઈચ્છતો હતો, કે તે આમાં જ અટવાયેલી રહે.
આમે ય એ તો મને ખાત્રી હતી કે બે રાઉન્ડ પછી ઘરે પાછા ફરવાની મારી વાત તો તે માનવાની નથી જ.
અને પછી.. અહિયાં પબમાં કંઈ જ કર્યા વગર બેઠા રહીને તે આવા જ સવાલો પૂછ્યે રાખવાની કે જે મારા માટે મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ પેદા કરી શકે. તેની કરતાં...

મને આ શિફા પર પણ થોડો ગુસ્સો આવી ગયો.
પોતે એક ટેટુ આર્ટીસ્ટ છે, તો અત્યારે તે પોતાનાં સ્ટુડીઓ હાજર હોવી જોઈએ, અને નહીં કે આ પબમાં.
કામકાજના સમયે, કામ-ધંધો મુકીને આવી બધી જગ્યાઓ પર આમ રખડતી રહે, તો બીઝનેસ પર કેટલી અસર પડે તે શું આ નહીં સમજતી હોય?
સાવ નકામી છોકરી છે. તેને કારણે મને કેટલી મુશ્કેલીઓ પડે છે..!! .

ખેર, આ વખતે પીતી વખતે નિકી સાવ શાંત જ રહી.
તે મારી તરફ જોતી, તો પણ સખ્ત નજરે. અને નહીં તો.. પબમાં હરતી ફરતી પબ્લિકને જ બસ જોયે રાખ્યું.
તેની આ ચૂપકીદીમાં કંઇક રાહત મહેસુસ કરતો, હું પણ મારો બીજો રાઉન્ડ પૂરો કરવા લાગ્યો, કે અચાનક તે ઉભી થઇ ગઈ."
હું વોશરૂમ જઈ આવું." -તેણે પોતાનો વધ્યો-ઘટ્યો બીયર પૂરો કરીને મગ કાઉન્ટર પર મુકતા કહ્યું, અને એ એરિયા તરફ તે જવા લાગી..

હવે જયારે મારી પર સવાલનો મારો ચલાવવાવાળું કોઈ નહોતું, એટલે મેં પબમાં આસ-પાસ જોવાનો મોકો ઉઠાવી લીધો. શિફા હવે ક્યાંય નજરે નહોતી આવતી,
પણ હા..
એક ટોળામાં મેં સોનિયાને જોઈ.
સોનિયા...
પેલી ઓસ્ટ્રેલીયન છોકરી, જે બે-ત્રણ મહિનાંનું વેકેશન મનાવવા અહિયાં આવી છે.
તે દિવસે શિફાને મારા ઘરે મેં બોલાવેલી એનાં એકાદ કલાક પહેલાં જ આ સોનિયા મને અહીં પબની બહાર મળી હતી, પણ પબ બંધ હતું એટલે અમારી મુલાકાત લાંબી નહોતી ચાલી. .

જો કે અત્યારે તો મને તેની સાથે કોઈ ટૂંકી મુલાકાતનું પણ મન નહોતું, એટલે મેં બીજી જ પળે તેની પરથી મારી નજર ફેરવી લીધી અને આસપાસ જોવા લાગ્યો, તો બે-ત્રણ બીજી પણ એવી છોકરીઓ જોઈ, કે જેનો ઈતિહાસ ઉખેળવા જેવો નથી. એટલે તે બધીઓથી નજર બચાવતો હું અહીંતહીં જોઈ રહ્યો હતો, કે કોઈએ મારા ખભ્ભા પર ટપલી મારી.
હું પાછળ ફર્યો, જે પણ હતું તેને એમ કહેવા કે, -આજે કાંટો ભીડાવવાનો મારો કોઈ ઈરાદો નથી.
પણ જોયું તો..
પાછળ શિફા ઉભી હતી.
મારી આંખો પહોળી થઇને રહી ગઈ..
"
વોટ..વોટ ધ હેલ આર યુ ડુઈંગ યાર..? હમણાં વાત નહીં કરી શકાય. નિકી અહિયાં મારી સાથે છે." -મેં અચકાતા અચકાતા તેની સાથે વાત કરી..
"
આઈ નો, મેન. તેને જોઈ મેં. પણ તે દિવસે જે કંઈ બન્યું તેનાં માટે મારે સોરી કહેવું હતું. અને સોરી ડૂડ.. તે દિવસે તમારા બંનેનો પેચ-અપ કરાવવા માટે હું ઉભી ન રહી. બહુ જ ઓક્વર્ડ સિચ્યુએશન હતી, યાર..".
"
વેલ..તું રોકાઈ પણ જતે, તો કંઈ વધુ સારું તો ન જ કરી શકત. એન્ડ સોરી, તારી તરફ આટલું રૂડ બિહેવીયર કર્યું તે માટે. બટ યાર.. હું ખુબ જ ગુસ્સામાં હતો, ઓબ્વીયસલી મારા ઉપર, તારા પર તો નહીં જ.".
"
તો પછી..? તમારા બંનેમાં કોમ્પ્રોમાઈઝ થયું કે નહીં..?".
"
ના..તે ઘરે સુધ્ધા પાછી નથી આવવા માગતી. અમે બંને અમારી ગાડીને ફરી પાછી ટ્રેક પર લાવવાની કોશિશ કરીએ છીએ, પણ મંઝીલ હજી બહુ દુર લાગે છે.".
"
ઓહ્હ.. આઈ હોપ, કે બધું જલ્દીથી પહેલાં જેવું થઇ જાય. એની વે, તે મને તારી સાથે વાત કરતી જોઈ લે, તે પહેલાં હું સરકી જાઉં." -તેણે આજુઆબ્જુ નજર નાખતાં કહ્યું..
"
ઓકે..ઓકે.." -ટૂંકો જવાબ આપી મેં તેને જલ્દી રવાના કરી દીધી..

પછીએ એક ઊંડો શ્વાસ છોડીને મારી છાતીમાં જમા થયેલ પ્રેશરને મેં હળવું કર્યું"
શી..યાર, નિકીને શું જરૂર હતી અહિયાં મને સાથે લઇ આવવાની..!.

.
પબની ચીકણી ફર્શ પર અધીરતાથી હું મારા પગથી ટપલીઓ મારવા લાગ્યો.
જલ્દીથી નિકી આવી જાય એટલે બસ... બંને સરકી લઈએ અહિયાથી, નહીં તો કોણ જાણે કોણ કોણ હજી મળવા આવતું જ રહેશે..
પણ ..
પણ આ નિકીને આટલી વાર કેમ લાગી અંદર..? -મેં વોશરૂમની તરફ જોતાં વિચાર કર્યો.
એક કોમન પેસેજ છે, કે જેમાંથી પસાર થઈને ડાબી બાજુ જેન્ટ્સ ટોઇલેટ અને જમણી બાજુ લેડીઝ ટોઇલેટ છે.
પેસેજમાં હજી આગળ.. ઊંડે જતાં પેસેજને છેડે એક સાવ નાની એવી ઓરડી છે, જેને અહીંની પબ્લિક 'ડાર્ક-રૂમ' તરીકે ઓળખે છે.
ડાર્ક-રૂમનો વિચાર આવતા જ તેની સાથે જોડાયેલ જૂની યાદોથી મારું હૃદય થડકારો ચુકી ગયું..

પણ પેસેજમાં ઘણું અંધારું હતું એટલે અહીંથી કંઈ જ જોઈ શકાતું નહોતું. અને તે તરફ ખાસ કોઈ અવરજવર કે ચહલપહલ ય નહોતી લાગતી.
કેટલીય વાર સુધી મારી નજર ત્યાં ખોડાયેલી રહી, પણ કોઈ જ આવતું-જતું નહોતું..
.

[ નિકીની મનોગત ]
ગુસ્સો અને નિરાશાને ડામવા હું ત્રણ ગ્લાસ બીયર ગટગટાવી ગઈ, અને એ પણ ખુબ જ ઝડપથી.
અને અચાનક જ મને વોશ-રૂમ જવાની તીવ્ર સેન્શેશન થઇ આવી, ત્યારે મને લાગ્યું કે આ બિયરની અસર મારા મગજ અને મારા શરીર પર રાબેતા મુજબ કરતાં થોડી વધુ જ થઇ ગઈ છે.
થોડીવાર સુધી મારી તે ઈચ્છાને ડામીને મેં આસપાસ પેલી બધી રંભાઓને જોવાનું ચાલુ તો રાખ્યું, પણ પછી ન રહેવાતાં, નિખીલને કહીને હું વોશરૂમ તરફ ચાલી..

અમે જયારે અહિયાં આ પબમાં પ્રવેશ કર્યો, ત્યારે અહીંનું વાતાવરણ જોઇને જ હું ઠરી રહી.
નિખીલ વગર એકલી તો બે ડગલા પણ ચાલવાની હિંમત નહોતી કરી શકતી, પણ આ બીયરની અસરને લીધે મારામાં અચાનક જ જોશ અને જનુન બંને આવી ગયા હતાં.
એટલે રસ્તામાં વચ્ચે ઉભેલાં એક ટોળાને બેધડકપણે હડસેલીને હું આગળ વધી ગઈ.
મારે તેમને ‘સોરી’ કહેવું જોઈતું હતું, પણ તેય મેં ન કહ્યું. સાલી..આવી હલકી પબ્લિક સામે એવી બધી ફોર્માલીટીની શી જરૂર..?
અને તેઓમાંથી કોઈની કોઈ હિંમત પણ ન થઇ, કે મને કંઈ કહે.
કદાચ મારી મસ્તાની ચાલ જોઈને મારી પર ફિદા થઇ ગયા હોય, તો કહેવાય નહીં..
બટ હું કેર્સ..!!.

આટલા ગંદા પબનું વોશરૂમ આલીશાન હોય તેવી આશા જ નકામી ગણાય, તે હું જાણતી હતી.
પણ આ તો મારી કલ્પના કરતાં પણ વધુ અંધારિયું અને ગરીબ જણાતું હતું.
પેસેજમાં આગળ વધવાનું મન નહોતું થતું.. પણ નેચર’સ કોલ તો એટેન્ડ કરવો જ રહ્યો.
નિખિલ આવી જગ્યા પર રોજ રોજ નહીં તો ય નિયમિત આવતો હતો, તે વિચાર માત્રથી મને કંપારી છૂટી આવી.
તે તો એક શરમાળ અને સભ્ય યુવક છે. મારી કેટલી કાળજી રાખનારો..
પણ ના..હવે મને લાગે છે કે આ બધો તેનો દેખાડો હશે, કદાચ.
અને એટલે જ.. મારો તેની પર ગુસ્સો વધી રહ્યો હતો..

અહિયાં દેખાતી આ બધી છોકરીઓ તો કેટલી ચીપ અને કેવી ચાલુ ટાઈપની લાગે છે, ને આમાંથી કોઈ એવી બ્યુટીફૂલ નથી..કે જેમને કારણે નિખિલે મારી સાથે આવું કરવું પડે.
નો..નેવર... તેને માફ તો ન જ કરાય..

ગોબરાં અન કાબરચીતરા ટોઇલેટમાં મને આવા આવા વિચારો આવતાં રહ્યા.
ઉફ્..આ ટોઇલેટનું એન્ટ્રન્સ પણ કેટલું ડરામણું છે. જેન્ટ્સ અને લેડીઝ બંને ટોઇલેટ સાવ સામસામે..!
અને કેટલું બધું અંધારું..!
સામે કોઈ સાથે ભટકાઈ જઈએ તો?
અને બંને ટોઇલેટની વચ્ચે, આગળ ઊંડે..હજુ એક દરવાજો છે.
ત્યાં શું હશે..? સ્ટોર રૂમ?
પણ...પણ ટોઇલેટની સાવ લગોલગ?.

વિચારોમાં ને વિચારોમાં હું ટોઇલેટમાંથી બહાર નીકળી, કે સામે જ કોઈક યુવક દેખાયો..
અને હું થંભી ગઈ.
તે મને નીરખી રહ્યો, અને હું તેને.
મારા પગ થંભી ગયા..

તેને આગળ પેલા સ્ટોરરૂમમાં જવું હશે.. જો તે અગાળ વધે તો આ સાંકડા પેસેજમાં ચાલવાની જગ્યા થાય.
અને પળવારમાં તે એક ડગલું આગળ વધ્યો ય ખરો, પણ..
પણ, મારી તરફ..!.

મારી ધડકન વધી ગઈ, ગળું સુકાવા લાગ્યું.
તો ય.. નજર તેની પરથી ખસતી નહોતી..

તે હજુયે મારી નજીક આવ્યો..
સાવ લગોલગ...!
તેની અને મારી છાતી વચ્ચે બસ... એકાદ ઈંચની જ દુરી રહી..

તેં મારી કરતાં ખાસ્સો ઉચો હતો, તો તેની સામે જોવા મારે ગરદન ઉચી કરવી પડી અને તે પોતાની ડોક નીચેની તરફ વાળીને મને તાકી રહ્યો.
તાકી જ રહ્યો..!
કદાચ..મારી આંખોમાં હવે એક અજાણી હિંમત આવી ગઈ હતી, કારણ તે એક પલકારો ય નહોતી મારતી.
મારે પાછળ હટી જવું જોઈતું હતું, પણ
પણ... હું ન હટી.
જીદ કરીને પણ હું ત્યાં જ ઉભી રહી
અને જીદમાં ને જીદમાં તે એક ઈંચનો ગેપ પણ મેં મિટાવી દીધો..

તે નીચે નમ્યો.
અને તેનો ચહેરો મારી ઉપર ઝળુંબી રહ્યો... બસ એક ક્ષણ પુરતો..!
મેં આંખો બંધ કરી દીધી, અજાણતા જ... કે કદાચ મરજીથી..!
જો નિખિલ મને ચીટ કરી શકે, તો તેને એક ધડો તો શીખવાડવો જ રહ્યો.
હા.. તે આને જ લાયક છે..

મને આમાં કોઈ જ મોજ..કોઈ જ થ્રીલ નહોતી મળતી, પણ નિખિલને એક પાઠ ભણાવવા, મારે સહકાર તો કરવો જ રહ્યો.
પેલો યુવક મારાં હોઠ ચુસતો રહ્યો, અને હું...મારી હઠ પુરી કરવા બેધડક જ ઉભી રહી.
ઉભી રહી..નિખિલના વિચાર કરતી...!
તેનાં વિચારોમાં એટલી ગરકાવ રહી.. કે પેલાનાં બંને હાથ મારી કમર પર વીંટળાઇ ગયા, તે વાતથી પણ હું બેખબર રહી ગઈ..

એક સેકન્ડ કે એક મિનીટ કે પછી એક કલાક.. !
કેટલો સમય વીત્યો હશે મારી આ અભાનાવસ્થામાં, તેનું મને કોઈ જ ભાન ન રહ્યું.
પોતાની આગોશમાં રાખીને હવે તે યુવક, મને ખેંચીને આગળ પેલા સ્ટોરરૂમ તરફ લઇ જવા લાગ્યો.
અને અચાનક મને ભાન આવ્યું.
આ.. આ બધું હવે કંઇક વધુ જ થઇ રહ્યું છે.
હું આ શું કરી રહી છું? મેં આ શું કર્યું?
મારે જલ્દી અહીંથી નીકળી જવું જોઈએ.. નિખિલ મારી વાટ જોઈતો હશે..

મેં તે યુવકને બને તેટલા જોશથી ધક્કો માર્યો.
તે મારા આવા રીએક્શન માટે કદાચ બિલકુલ જ તૈયાર નહીં હોય, તો મારા આવા અકલ્પ્ય વર્તનનો તેણે કોઈ જ પ્રતિકાર ન કર્યો અને સ્તબ્ધાવાસ્થામાં જ મારાથી અળગો થઈને એકલો જ પેલા સ્ટોરરૂમમાં સરકી ગયો..

હું તરત જ બહાર અજવાળામાં આવી ગઈ.
થોડે દૂર નિખિલને ઉભેલો જોયો.
તે આ તરફ જ જોઈ રહ્યો હતો, પણ અંધારાને કારણે હું તેને દેખાઈ નહીં રહી હોઉં.
હું તેને જોતી ઉભી જ રહી ગઈ, પણ તેનાં સુધી પહોંચવા મારા કદમ આગળ નહોતા વધતા.
ગુનાહિત લાગણીઓને કારણે મારું સઘળું ય જોમ હણાઈ ગયું.
વીસ-પચીસ ડગલાનું અંતર પણ મારાથી કપાતું નહોતું.
નીખીલે મને ચીટ કરી એટલે મેં પણ તેમ કર્યું..?
તો મારામાં અને તેનામાં ફરક શું?
મારો પ્રેમી મારાથી દૂર જઈ રહ્યો હોય, તો તેને ખેંચીને મારી નજીક લાવવાની વાત તો બાજુ એ રહી, આ તો હું પોતે જ તેની વિરુદ્ધ દિશામાં આગળ વધવા લાગી, તો આ અંતર તો ક્યારે ય ન ઘટે.
તેણે મને ચીટ કરી તો તેનું કારણ તે જાણે..પણ મારી પાસે તો કોઈ જ કારણ નહોતું..
તો ફક્ત દેખાદેખીમાં જ..?
હું.. હું બેવકૂફ તો છું જ કદાચ, પણ આટલી ચીપ..? આટલી ચરિત્રહીન..?
હું ય શું આ બધી રંભાઓ જેવી જ..?
ધિક્કાર છે મારી જાત પર..!!.

પણ હું.. હું સામનો કેવી રીતે કરી શકીશ નિખીલનો..?
તેને કેમ હું કહી શકીશ કે તારામાં અને મારામાં હવે કોઈ જ ફરક નથી રહ્યો..?
શું કરવું? સીધી બહાર નીકળી જાઉં?
પણ તે માટે ય.. મારે પસાર તો નિખિલની પાસેથી જ થવું જ પડશેને.
કદાચ થોડું ઉતાવળું ચાલુ તો આ ભીડમાં તેની નજર ચૂકવીને સરકી જવાશે.
હા..બરોબર..એમ જ કરું..! .
.
.
.

[ નિખીલનો પોઈન્ટ ઓફ વ્યુ ]
નિકીની વાટ જોતાં જોતાં, કેટલી ય વાર સુધી મેં મારી નજર તેની દિશામાં ખોડાયેલી રાખી.
કેમ વાર લાગી ? તેની તબિયત તો ઠીક હશે ને..?
ઉલ્ટી થઇ હોય કદાચ..?
જઈને જોઉં ? કે હજી થોડી રાહ જોઉં..?.

હું ગડમથલમાં અટવાયલો રહ્યો, કે થોડી વારમાં મેં નિકીને ત્યાંથી આવતા જોઈ એટલે મને ટાઢક વળી.
અને અહીંથી નીકળી જવાની ફરી ઉતાવળ થઇ આવી.
પણ મેં જોયું કે, આજુબાજુ જોયા વિના જ મારી તરફ કંઇક ઉતાવળા પગલે આવી રહેલ નિકીનો ચહેરો કંઇક ઉતરેલો હતો.
બેશક અસ્વસ્થ લાગતી હતી તે.
થોડો ગભરાટ કે શર્મીન્દગી.. કે એવું કંઇક.
પણ સમજાતું નહોતું કંઈ..!
તે તો હજીય આગળ વધતી ચાલી, પણ હું તેની બરોબર સામે જઈને ઉભો રહી ગયો.."
નિકી...! નિકી..યુ ઓકે..?" -તે નજીક આવી એટલે મેં પૂછ્યું..

મારી સામે આવતાની સાથે જ તેણે આસપાસ જોવાનું શરુ કરી, મારી નજરને તે ચુકવવા લાગી. "
નિકી.. નિકી, વોટ'સ રોંગ..?" -મેં બેચેન થઇ ઉઠીને પૂછ્યું..
"
અ...અ..નિખિલ...આઈ'મ સોરી.. પણ...નિખિલ મેં..." -આખરે મારી તરફ જોઇને તેણે કંઇક કહેવા ઈચ્છ્યું.
તેનાં હોઠ કાંપતા હતાં તે સાફ દેખાઈ આવતું હતું..
"
નિકી, વોટ'સ ઈટ..?" -મારા અવાજને હવે બહાર નીકળવામાં તકલીફ થવા લાગી.
તેણે પાછળ ફરીને ભાગવા ચાહ્યું, પણ મેં તેને અણીના વખતે જ પકડી લીધી."
મેં કોઈને ત્યાં...ત્યાં ટોઇલેટ એરિયામાં મેં કીસ કરી.." -હું કંઇક કહું તે પહેલાં જ તે બોલી પડી- "એટલું જ નહીં, તે જે કોઈ પણ હતું તેણે મને... મને સ્મૂચ પણ કરી..અને મેં.. મેં કોઈ પ્રોટેસ્ટ પણ ન કર્યું, નિખીલ..નિખીલ તને ખબર છે..નીખીલ ?".

મારા હાથની પકડ ઢીલી પડી ગઈ, અને નિકી મારી પકડમાંથી છૂટી ગઈ.
મારો હાથ મારા પેટ પર ગયો.. એક ગજબની પીડા ઉપડી અંદર.
એક શૂન્યવકાશ જાણે કે અંદર ઉત્પન્ન થઇ ગયો. .

હવે મારાથી ઉભું નહોતું રહેવાતું...એટલે પછી નિકીને હળવો એવો ધક્કો દઈને હું ત્યાંથી બહારની તરફ જવા લાગ્યો.
મને તાજી હવાની સખત જરૂર વરતાવા લાગી..

બહાર વરસાદની સાથે જોશભેર ઠંડો પવન વહી રહ્યો હતો.
મેં એક ઊંડો શ્વાસ લીધો. મને લાગ્યું કે મારા ફેફસા જાણે કે કચરાઈને કુચો વળી ગયા છે.
વરસાદના જોરદાર ટીપાં મારા ચહેરાને ભીંજવવા લાગ્યા.
હું પાછળ દીવાલને ટેકો દઈને, નીચે ફરશ પર નજર ટેકવીને ઉભો રહી ગયો..

ત્યારે મેં નિકીને મારી નજીક ઉભેલી જોઈ.
તેનો અવાજ તેનાં આંસુ એ વાતની પૂર્તિ કરી રહ્યા હતાં, કે તેણે જે કંઈ હમણાં કહ્યું તે સાચોસાચ ઘડી ચુક્યું હતું..
"
નિખિલ.. આઈ'મ સોરી.. આઈ'મ સોરી.." -નિકી કોઈ એક નાના બચ્ચા જેવી લાગી રહી હતી, કે જે પોતાનાં વાલી પાસે માફી માગી રહ્યું હોય.
તે એટલી હદે ગરીબ.. રાંક.. ઇનોસેન્ટ અને ફરગીવેબલ લાગતી હતી, કે મારું મન પીગળવા લાગ્યું..
"
ઓકે.. ઓકે.." -તેની તરફ જોતાં પહેલાં મેં ફક્ત એટલું જ કહ્યું. વરસાદની થાપટોથી તે પણ આખી ભીંજાઈ ચુકી હતી- "તેમાં તારો વાંક નથી..""
ઓફ કોર્સ.. મારો જ વાંક છે. મેં હમણાં ચીટ કર્યું છે.. હાઉ ધીસ કેન બી ઓકે..? મેં ચીટ કર્યો છે તને નિખિલ..મેં તને છેતર્યો.." -આંખમાંથી આંસુઓની સાથે સાથે પોતાની વફાદારી છલકાવતા તે ઊંચા અવાજે બોલી પડી.
એક સળગતી વેદના મારા તનબદનમાં દોડવા લાગી.
દીવાલનો સહારો મુકીને હું હવે સીધો ઉભો રહી ગયો..
"
મેં આપણી સાથે આ કર્યું.. " -ધીમા અવાજે તે બોલી.
અને તે વાતનો અહેસાસ થતાં જ મારા શરીરની તાકાત ખતમ થવા લાગી."
જો.. નિકી જો.. મેં તારા કેવા હાલ કર્યા છે તે જો..." -તેનાં બન્ને ખભ્ભાઓ પકડીને મેં તેને હલબલાવી નાખી- "જો મેં આવું ન કર્યું હોત, તો જીંદગીમાં ક્યારે ય તે કોઈ અજાણ્યાને કીસ ન કરી હોત. તું એવી છો જ નહીં નિકી, તું એવી નથી, આઈ નો. પણ મેં તને કેવી બદલી નાખી. આ..આ બધું મારા કારણે જ થયું છે નિકી..હું જ કારણ છું આ બધાનો..".
"
ના.." -એક ધ્રુસકાં સાથે શ્વાસ લેતાં તે બોલી- "મને લાગ્યું કે મારે તને હર્ટ કરવો હતો. પણ ના.. તેવું કંઈ જ નથી. મને લાગ્યું કે હું તને ધિક્કારું છું..પણ મારાથી તેવું થતું જ નથી. આઈ લવ યુ સો મચ..નિખીલ.. આઈ એમ સોરી.".

હું એક ડગલું આગળ વધ્યો. અમારી ભીની ત્વચા સાથે ટકરાતી ઠંડી હવાને કારણે અમારા બંનેના શરીર કંપી રહ્યા હતા. "
યુ આર સો ઇનોસેન્ટલી બ્યુટીફૂલ, યુ નો નિકી..? -મારા બંને હાથ ઉઠાવી તેનાં ચહેરા સુધી લાવીને હલકા મુલાયમ સ્વરે હું બોલ્યો. મારા બંને અંગુઠાઓથી તેનાં આંસુના ટીપાં લૂછતાં મેં કહ્યું- "તું રોતી હોય છે, ત્યારે પણ તું કેટલી ખુબસુરત લાગે છે." -હું તેને સારું ફીલ કરાવવાની કોશિષ કરવા લાગ્યો..

વાય આરન'ટ યુ એન્ગ્રી..નિખિલ..? તું ગુસ્સે કેમ નથી થતો..?" -થોડા ઉંચા અવાજે તે બોલી- "તું મારી પર ચિલ્લાવતો કેમ નથી ? કેમ નથી કહેતો, કે આપણી વચ્ચેનું બધું પૂરું થઇ ગયું છે..?".
"
કારણ..કારણ હું આને જ લાયક છું. આવી રીતે હર્ટ થવાને જ હું લાયક છું..નિકી..!" - તેનાં ખભ્ભાઓ છોડીને તેનાથી દુર ખસતા, ત્રુટક ત્રુટક સ્વરમાં મેં જવાબ આપ્યો. .

તેણે હળવેથી મને તેની નજીક ખેંચ્યો. "
નો..નિકી નો.. હું તારે લાયક નથી નિકી.. બલ્કે, ક્યારે ય હતો જ નહીં.. " -હું ફક્ત એટલું જ બોલી શક્યો.
[ક્રમશ: પ્રકરણ ૧૩]

.

અશ્વિન મજીઠિયા..