પ્રાર્થના
પ્રાર્થના આ શબ્દ ને મનમાં વિચાર્તાજ બધાને પોતાના ઇષ્ટ નજર સમક્ષ આવે છે, પણ આ પ્રાર્થના શું છે. શું પ્રાર્થના એ છે કે તમે સવારે કે ગમે ત્યારે તમારા ઇષ્ટ ને યાદ કરો ત્યારે તમે તમારી ઈચ્છાઓ નું લીસ્ટ ત્યાર રાખો કે હે ભગવાન મારી આ ઈચ્છા પૂરી કરો હું આ કાર્ય કરીશ. હે ભગવાન મને મારી પરીક્ષા માં પાસ કરાવી દો હું નાળીયેર વધેરીશ, કે પછી નાના બાળકો તો દાદાગીરી પણ કરે છે, હા મારા ફોન માં મેસેજ આવ્યોતો, કે એક નાનો બાળક ભગવાન શિવ ના મંદિર માં જઈને ગણેશ ની મૂર્તિ લઇ આવ્યો અને ભગવાન ને કહે છે કે “ અગર બચા ચાહિયે તો સાયકલ દીલાડો” હા આ વાત સાંભળીને ખુબજ હસું આવે છે, પણ આપણે એ બાળક નો સહજ ભાવ મને ખુબજ ગમ્યો.
આમ આપણ ને નથી લાગતું કે આપણે ભગવાન પાસ મગવા માટે જ પ્રાર્થના કરીએ છીએ, પરંતુ આપણે કોઈ દિવસ સવારે જાગીને ભગવાન નો આભાર માન્યો કે હે પ્રભુ તે મને નીરોગી સ્વસ્થ અને આજની આ સુંદર સવાર આપી તેના માટે તારો ખુબ ખુબ આભાર, મિત્રો આપણે સ્વાર્થી પ્રાર્થના કરીએ છીએ પણ આપણે જયારે કોઈ બીજાને જોયે તો આપણે જે જીવન જીવતા આવ્યા છીએ એ જીવન જીવવાનું કોઈ નું સપનું હોય છે, તો એ માટે આપણે ભગવાન નો આભાર ના માનવો જોઈએ, ભગવાન એ આપણ ને આવી સવ્સ્થ જિંદગી આપી છે, આવી ઘણી વાતો છે, કે આપણે સ્વાર્થ થી આડે આવીને કર્મ કરીએ છીએ.
આપણે આપણા જીવન માં ઘણા કર્યો એવા છે, કે ખુબજ આકરા હોય છે પરંતુ તે આસાની થી થાય જાય છે તે કદાચ આપણા પાર્થના ની અસર હોઈ શકે, પ્રાર્થના ને બીજી દ્રષ્ટિ થી જોઈએ તો તે એક વિશ્વાસ કે શ્રદ્ધા ની એક જલક પણ છલકે છે, જયારે કોઈ પણ વિશ્વાસ રાખીને કોઈપણ વાતને ધ્યાન માં લેવામાં આવે ત્યારે તેને આ જગત આકર્ષિત કરે છે. અને તે પ્રાર્થના ધીરે ધીરે હકીકત થવા લાગે છે. અને આ પ્રાર્થના આપણે ને ઈશ્વર સાથે આ પ્રકૃતિ સાથે જોડે છે.
મેં એક ખુબજ સુંદર વાત વાચી હતી તે કહીશ, એક વાર એક વ્યક્તિ ને એક પત્ર આવ્યો અને તે વ્યક્તિ તે પત્રને વચે છે, તેમાં લખ્યું હોય છે કે,
મિત્ર જયારે તું તારી પથારી છોડીને સવારે જાગે છે ત્યારે હું બાજુ માં હોવ છું કે તું મને યાદ કરીશ તું મને બોલાવીશ પણ તે એ ના કર્યું મેં વિચાર્યું કે કદાચ તને મોડું થતું હશે તો તું ફ્રેશ થયને મને મળીશ તું નાહીને બહાર આવ્યો પણ તું મારી પાસ ના આવ્યો તેથી મને લાગ્યું કે આખી રાત ઊંઘ માં હતો કદાચ તને ભૂખ લાગી હશે તેથી મને અમ હતું કે તું નાસ્તો કરીને મને મળીશ પણ તે નાસ્તો કર્યો ત્યાં સુધી હું તારા ટેબલ પર તારી રાહ જોતો હતો પણ નાસ્તો કરીને પણ તે મારી પર ધ્યાન પણ ના આપ્યું, મને થયું કે મિત્રને મોડું થતું હશે તે તેના કામે ભલે જાય પછી મારી પાસ આવશે તેથી હું સવાર થી સાંજ સુધી તારી ઓફીસ ની બહાર તારી રાહ જોતો હતો મને અમ હતું કે તું બધું કામ પતાવીને શાંતિ થી મને મળીશ, પણ ના તું ત્યારે પણ મારી પાસ ના આવ્યો અને તું તારા મિત્રો સાથે મુવી માં ચાલ્યો ગયો તો હું ત્યારે પણ તારી રાહ જોતો હતો કે તું મુવી પૂરું થયા બાદ મારી પાસ આવીશ પણ નઈ, મેં વિચાર્યું કે કદાચ આખો દિવસ કામ કર્યું છે ભૂખ લાગી હશે તેથી જમ્યા બાદ તો નકી મને યાદ કરીશ, જમ્યા બાદ તે ઘરમાં બધા જોડે વાતો કરી ત્યારે પણ હું તારી રાહ જોતો રહ્યો પણ તને હું યાદ ના આવ્યો પણ મને અમ થયું કે પથારી માં સુવા જઈશ ત્યારે મને યાદ કરીશ પણ પથારી માં સુઈને તે તારા મોબાઈલ માં સમય વિતાવ્યો પણ તને મારી યાદ ના આવી, અને તું સુઈગ્યો, તેથી હું જાઉં છું મિત્ર કદાચ તને મારી જરૂર નથી તેથી હું જાઉં છું તારું ધ્યાન રાખજે.
લી, તારો ભગવાન
મિત્રો આ લેટર આપણી પાસ ના આવે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ તેવું નથી લાગતું મિત્રો, તેથી આપણી પાસે આપણી રોજ બરોજ ના જીવન માં એટલો સમય તો હોવોજ જોઈએ કે આપણે આપણા ભગવાન પાસે બેસીને પ્રાર્થના કરી શકીએ, પ્રાર્થના નો મતલબ એ નથી કે પથ કરવા કે ધુપ્દીવા કરવા કે બીજી બધું તે નહિ પણ ભગવાન પાસે જઈને ખાલી તમે રોજ બરોજ ની વાતો કરસો તો પણ તમારો ઈશ્વર તમને જવાબ આપશે.
મિત્રો આપણા દરેક ના ઘરમાં નાના નાના છોડ હશે અને કઈ ને કઈ આપણા મમ્મી છોડ વાવ્યા હશે અને કઈ નઈ હોય તો તુલસી જી તો હશે જ પણ મિત્રો તમે કોઈ દિવસ તેની પાસ બેસીને તે છોડને મેહસૂસ કર્યો છે, તે પણ એક સજીવ છે તેથી મિત્રો તમે ખાલી થોડા દિવસો તે છોડ પાસે જઈને પ્રેમ થી વાતો કારસો કે પ્રેમ ભર્યા હાથ થી વહાલ કારસો કે પ્રેમથી પાણી પીવડાવશો તો તે નાનો છોડ તમને જાણવા અને ઓળખવા માંડશે મિત્રો ત્યાર બાદ ખાલી બે દિવસ તમે તે છોડ પાસ નઈ જાવ તો તે મુર્છાઈ જશે, અને ત્યારે તમે તે છોડ પાસ જાસો ત્યારે તમે જોઈ શકશો કે તે આનંદિત અને પ્રફુલિત જોવા મળશે તે મુર્છી જયેલું વૃક્ષ કે છોડ નીખરી ઉઠશે, તે છે શ્રદ્ધા,પ્રેમ,વિશ્વાસ, પ્રકૃતિ, મિત્રો આપણે બધાજ ખાલી મનુષ્યો થી વાકિફ છીએ અને બધાજ તેની સાથેજ સંબંધ સાધે છે, પરંતુ કદી પ્રકૃતિ સાથે જો સંબંધ સાધવા માં આવે તો જીવન ખુદાજ એક પ્રાર્થના બની ચુકે છે. કારણ કે પ્રેમ અને વિશ્વાસ નો સંબંધ કોઈ ના સમજી શકે તેવું બન્યુજ નથી,
પ્રાર્થના આપણા શરીર,મન,આત્મા,ચેતનાનું એક એવું ચાર્જીંગ છે જેને રોજ ચાર્જ કરવામાં આવે તો તેને કાઢી અપડેટ ની જરૂર નથી પડતી, અને ખુબજ સુંદર અને આનંદ માં જીવન વ્યતીત કરીશકાય છે, અને ઈશ્વર ના સાનિધ્ય માં જીવન વ્યતીત કરવાનો આભાસ થાય છે, જયારે કોઈ પણ તકલીફ આવે છે, જીવન માં ત્યારે પ્રાર્થના અને ઈશ્વર સમું એક એવું કુશન આપણી બાજુ પર હોય છે જે આપણ ને તકલીફ ના સમય માં ટેકો આપે છે, અને કદી પણ પાડવા નથી દેતું, તેથી જીવન માં પ્રાર્થના સમું કુશન બજુપર રાખીને જીવન વ્યતીત કરવાથી જીવન માં કદી ડીપ્રેશન,તનાવ, કે કોઈ તકલીફ જીવન માં નથી આવતી અને ઈશ્વર નો પત્ર આવે છે કે તું કદી ગભરાઇશ નહિ હું હમેશા તારી સાથે તારી આજુબાજુ હમેશા છું, આમ મિત્રો દરેક ના જીવન માં પ્રાર્થના ખુબજ જરૂરી હોય છે, અને જીવન માં પ્રાર્થના નામનું કવચ પહેરવું ખુબજ જરૂરી હોય છે.