antarnad books and stories free download online pdf in Gujarati

antarnad

અંતર્નાદ

અંતર્નાદ આ ખુબજ સુંદર મજાનો શબ્દ છે, અંતરનો આવાજ એટલેકે અંતર્નાદ અને આ અંતરનો આવાજ દરેક વ્યક્તિ ને સંભળાય છે, પણ સુ કોઈ સાચી રીતે આ અવાજ ને સાંભળે ખરા? એક ગીત નો રાગ હોય છે, તેમ આ અંતર્નાદ જીવન સાથે એક રાગ ની જેમ જોડાયેલું હોય છે. જીવન ને એક સંગીત ના તાલ સાથે રાખે છે, કુદરત સાથે જોડતું જે તત્વ છે તે અંતર્નાદ હોય છે. પરંતુ આ અંતર્નાદ કોઈ સાંભળે છે ખરા? અથવા તો કોઈ આ અંતર્નાદ ને સમજી શકે છે ખરા? સુ આપણ ને નથી લાગતું કે આ અંતર્નાદ સાંભળવા માટે આપણી પોતાની અંદર પણ એક કાબિલિયત ની જરૂર હોય છે. હા જરૂર હોય છે, આપણે તે અંતર્નાદ ને સાંભળવા માટે તટસ્થતા હોવી જોયે, ઘણી આપણે કોઈ એવા કામ કરીએ છીએ કે તે કામ કરતા પહેલા એક સેકેંડ માટે મનમાં આવે છે, કે આ કામ ના કરવું જોયે, પણ આપણે એ એક સેકેંડ ની ગણના નથી કરતા અને આપણે તે કામ કરતા જાયે છે. અને ત્યારબાદ સમજાય પણ છે, તે કામ ના પરિણામ દ્વારા કે આ કામ ના કર્યું હોત તો સારું હતું, આ છે અંતર્નાદ

આ અંતર્નાદ નો આભાસ બધાનાજ જીવન માં થયો હશે અને આજ છે કુદરત, પ્રકૃતિ, ઈશ્વર, આ જ છે ઈશ્વર જે સમસ્ત મનુષ્ય ના અંતર માં અંતર્નાદ બની વસે છે. જે કોઈ ખોટું કે ખરાબ કર્મ કરતા રોકે છે. અને કોઈ સારું કર્મ કરવાથી તે નૃત્ય કરતુ જુમી ઉઠે છે. તેથી જ અંતર્નાદ ને મહત્વ આપી જીવન જીવવાથી સાત્વિક ને સુંદર જીવન જીવાય છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. અને આ અંતર્નાદ આસ્તિક,કે નાસ્તિક કે ગમે તે મનુષ્ય માં હોય છે. કારણ કે પ્રકૃતિ કોઈને આસ્તિક નાસ્તિક નથી સમજતી તેના માટે બધાજ મનુષ્ય તેના બાળકો હોય છે. અને તેથી આપણે કહી શકીએ છીએ કે દરેક મનુષ્ય ને પ્રકૃતિ માં રહેવું ખુબજ ગમે છે. અને તે હકીકત છે કે દરેક મનુષ્ય તેના રજા ના સમય માં દિવસો વીતવા કોઈ એવું સ્થળ પસંદ કરશે કે જ્યાં પ્રકૃતિ થી નજીક રહેવા મળતું હોય. અને તે મનુષ્ય ત્યાં ખુબજ ખુશ અને સરળ મહેસુસ કરે છે. તો તે હકીકત છે કે આપણે બધા પ્રકૃતિ ના બાળકો છીએ અને આપણ ને આપણી માં પાસ ખુબજ સારું લાગે છે. આજ રીતે અંતર્નાદ તે પણ એક પ્રકૃતિ છે.

આપણે રોજ બેસીને ધ્યાન કરીએ ત્યારે આપણે એવું વિચારીએ કે આપણે આપણા પોતાની સાથે હોયે છીએ પરંતુ આ ઝંઝાળ વાળા જીવન માં શું કોઈને શાંતિ હોય છે ખરી? ના કોઈને શાંતિ નથી હોતી કારણ કે જો ધ્યાન કરવા બેસીએ તો આપણે આપણા ફોન ને સ્વીચઓફ નથી કરતા પણ વાઈબ્રેટ મોડ માં રાખીદૈયે છીએ કારણ કે વ્હોટસપ માં કોણ સવારે ગુડમોર્નિંગ કે છે તે ચિંતા વધુ હોય છે. તેથી બધા આંખ બંધ કરીને બધા બેસે છે યોગ મુદ્રા માં પણ ધ્યાન કોઈ નથી કરતુ હોતું. આ વાત તમે અને હું બંને જાણીએ છીએ હેને મિત્રો? કારણ કે હું અને તમે આ જ કરીએ છીએ. પરંતુ આપણે આપણી જાત સાથે ત્યારેજ મળીયે છીએ જયારે આપણે કોઈની મદદ કે કોઈ માટે સારું કામ કરીએ છીએ કે પછી સારું કામ કરીએ ત્યારે આપણું અંતર રાજી થાય છે. અને ત્યારે આપણે પોતાની જાતને મહેસુસ કરીએ છીએ અને ત્યારે સાચું ધ્યાન પણ લાગે છે. અને આ વાત બધા એ તેના જીવન માં મહેસુસ કરી હશે.

કોઈ વ્યક્તિ તેના જીવન માં ખોટા કર્મ કરીને શાંતિ થી જીવી નથી શકતો કારણ કે તેનું અંતર તેને કોશે છે, અને કહે છે કે આ વાત વ્યાજબી નથી આમ તે વ્યક્તિ પોતાની જાતને પણ નથી મળી શકતું કે પછી ધ્યાન પણ નથી કરી શકતું અને અંતર્નાદ તો દુર ની વાત રહી કારણ કે જો અંતર નો અવાજ સાંભળ્યો હોય તો કોઈ ખોટા કર્મ કરવાનો સવાલાજ ઉત્પન નથી થતો. અને તે વ્યક્તિ વિચલિત અને અસમંજસ ની ઝંઝાળ માં અટવાયેલો રહે છે.

અંતર્નાદ તે મનુષ્ય ને નિર્ભય જીવન જીવાડે છે, કારણ કે ત્યાં કોઈ ખરાબ કર્મ નો સવાલ જ નથી હોતો અને જે મનુષ્ય સાચું જીવન જીવે છે, તેને કોઈ નો ભય નથી હોતો કારણ કે તેના કર્મ માં બળવાન હોય છે. તેને કોઈ ખોટા કર્મ નથી કાર્ય હોતા કે તેને કોઈ થી ભય હોય અને આવા વ્યક્તિ નું ધ્યાન ઈશ્વર પોતે જ રાખે છે. અને તે મનુષ્ય ના મનમાં એક શાંતિ હોય છે કે તેને કોઈ સાથે ખોટું નથી કર્યું કે તેની પોતાની સાથે ખોટું થાય. અને જે મનુષ્ય પોતાના અંતર્નાદ ની અવગણના કરે છે તે હમેશા ખોટા કર્મ માં જ જીવે છે, અને તેના જીવન માં ભય સિવાય બીજું કશુજ નથી હોતું તે રાત દિવસ ભય માં જીવે છે. અને એક મોહરું પેરીને જીવન જીવે છે.

મેં એવા ઘણા વ્યક્તિ ને જોયા છે જે મંદિર માં હોય ત્યારે જુઠું નથી બોલતા કે કોઈ અમુક વારે કોઈ ખોટા કર્મ નથી કરતા. અને મંદિર માં જુઠું ના બોલવાનું એ કારણ હોય છે કે અમે ભગવાન સામે જુઠું નથી બોલતા પણ ભાઈ ભગવાન સુ મંદિર મજ સીમિત હોય છે. કોને એવું કીધું છે કે ભગવાન મંદિર માજ હોય છે. ના ભગવાન એ ગીતામાં કહ્યું છે કે તે કણ કણ માં હોય છે. તો તે મંદિર માં કેમ સીમિત હોય શકે. પણ જે વ્યક્તિ એમ કહે છે કે મંદિર માં અમે જુઠું નથી બોલતા તે વ્યક્તિ એક ખોટું અને મોહરા પહેરેલું જીવન જીવે છે. પણ તે વાત તો કોઈને ખબરજ નથી કે તમેં જેવા છો તેમાં જ ઈશ્વર તમને સ્વીકારે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તી જોડે જગડો કરે છે કે તે તેને ગાળો બોલે છે, તો તે વ્યક્તિ કેમ એક મિનીટ માટે વિચાર નથી કરતો કે સામે વાળા ના હ્રદય માં પણ ઈશ્વર વસે છે, પણ કોઈ વ્યક્તિ પોતાના ક્રોધ ના આવેશ માં આવીને બધુજ ભૂલી જાય છે. મિત્રો તમારી કે મારી જોડે પણ થયું હશે આવું પરંતુ ક્રોધ શાંત પડ્યા બાદ આપણ ને બધું સમજાય છે

ક્રોધ એ મનુષ્યને તેના અંતર થી વિખુટો પાળે છે. તેથી જ વ્યક્તિ ને પોતાના જીવન માં અંતર્નાદ ને સાંભળી પોતાના જીવન ને તાલમિલાવી જીવન જીવવું જોયે કદાચ અમુક સમય એવો પણ હોય કે અંતર નો અવાજ નો અમલ કરવો થોડો કઠીન પણ બની શકે પણ એ વાત પણ ખરી છે કે પોતાની જાત થી વિખુટો નઈ પડે

અંતર્નાદ એક આવું સંગીત છે જેને સાંભળવાથી જીવન માં સહજ નૃત્ય રચિત થાય છે અને તે નૃત્ય માં જુમ્વાથી જીવન સરળ અને સહજ બની ઈશ્વર ના ચરણ માં જેમ પુષ્પ શોભે છે તેમજ અંતર્નાદ ના માણેક થી જીવન સુશોભિત થાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED