prkruti Bansi Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

prkruti

પ્રકૃતિ

મહા શક્તિ એજ માં પ્રકૃતિ, સર્વનું પ્રેમથી જતન કરનારી આજ માં પ્રકૃતિ, પરંતુ આપણને આજે સવાલ થાય કે પ્રકૃતિ એટલે શું? મિત્રો આજે પ્રકૃતિ ની ઓળખ આપવાનો મારો એક પ્રયાસ.

મિત્રો આજે જ્ઞાન અને વિજ્ઞાન પણ એક જ વાત કરે છે, શાસ્ત્ર અને સાયન્સ પણ એજ વાત કરે છે, પણ એ વાત શું? કોઈ પણ જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કે સંતતિ માટે પોતાનું સર્વસ્વ તથા અસ્તિત્વ ગુમાવા માટે ત્યાર હોય છે, પણ તેને જોવા અને સમજવા માટે આપણી પાસે પ્રકૃતિ ની સમજણ હોવી જોઈએ, પ્રકૃતિ એટલે શું? અને પ્રકૃતિ પ્રેમી એટલે શું? પ્રકૃતિ એટલે સજીવ માત્ર નું જતન કરનારી માં મહા શક્તિ, પ્રકૃતિ પ્રેમી એટલે એવો જીવ કે જેને કોઈ પણ સજીવ કે નિર્જીવ પ્રત્યે પ્રેમ, કે નફરત નથી, એવો જીવ જેને પ્રકૃતિ પ્રેમ કઈ શકાય

આજના આ સમય માં મનુષ્ય સિવાય ના તમામ જીવો સજીવ,નિર્જીવ, મહા શકતી માં પ્રકૃતિ ને આધીન જીવન જીવે છે, પણ મનુષ્ય એક જ એવો જીવ છે,કે જે પ્રકૃતિ ને આધીન જીવન જીવતો નથી, પ્રકૃતિ જયારે વરસાદ રૂપે વર્ષે છે ત્યારે માણસ પાસે તેનાથી બચવા માટે ઘણા બધા સાધનો છે, જેમકે છત્રી,ઘર,ગાડી આવું ઘણું બધું, પણ બીજા કોઈ જીવ પાસે આવું કાઈજ નથી તે જીવ આ પ્રકૃતિ ની મજા માણે છે અને પ્રકૃતિ સાથે તાલ મિલાવી જીવે છે અને પોતાના જીવન ની પ્રકૃતિ ના ખોડા માં મજા માણે છે, પણ આજ સમયે જયારે માં પ્રકૃતિ જયારે વરસાદ રૂપી હેત વરસાવતી હોય છે ત્યારે મનુષ્ય ઘરમાં હોય, મોલ માં હોય, હોસ્પિટલ માં હોય, સિનેમા માં હોય, મોલ માં હોય, પ્લેન માં હોય, ટ્રેન માં હોય, ખબર નઈ ક્યાં ક્યાં હોય છે માણસ, દુનિયામાં છે બધે માણસ જ માણસ પણ નથી હોતો પ્રકૃતિ ના ખોળે માણસ, એટલેજ કહેવાનું મન થાય છે કે પ્રકૃતિ ની સાથે સંતાકુકડી ની રમત રમે છે માણસ, અને પ્રકૃતિ ની સાથે રમેલી રમત ના કારણે આજે મુશ્કેલી માં મુકાયેલા છે માણસ ની સાથે સાથે તમામ જીવો, સુનામી, ભૂકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, પ્રદુષણ, ગ્લોબલ્વોર્મિંગ, જેવી અનેક સમસ્યાઓ થી ઘેરાયેલી છે ખુદ પ્રકૃતિ, આપણું જતન કરનારી આ પ્રકૃતિ નું જતન કરશે કોણ અને કેવીરીતે? એ સવાલ આજે પણ મારા આત્માને જન્જોડી મુકે છે,

પ્રકૃતિ ના ખોળામાં રમતા રમતા ભારત ના મહા માનવો એ આપેલી આપણી સાંસ્કુતિ ને ઓળખે છે કોણ? હજારો વર્ષો ની આપણી ભારતીય સાંસ્કુતિ ના ખોળામાં જન્મેલા આપણા સંસ્કારો ને ઓળખે છે કોણ? પ્રકૃતિ પણ આપણી માં જ છે પણ માં તો આજે મોમ થય ગઈ અને પિતાજી ડેડ થય ગયા, ભાઈ આજે બ્રો થય ગયા અને બહેન આજે સીસ થઇ ગઈ, દીકરાને દીકરી બંટી અને બબલી થઈ ગયા અને પતિ થયો હબી અને પત્ની થઈ વાય્ફી.

જો પ્રકૃતિ ને આપણે માં કહીએ છીએ તો માં કેવી? પંચમહાભૂત ની જનેતા માં પ્રકૃતિ મહા શક્તિ, ૧ ઓક્શીજન રૂપી પ્રાણવાયુ આપનારી, ૨ પ્રવાહી રૂપમાં જળપાણી આપનારી, ૩ અગ્નિરૂપ માં પ્રકાશ રૂપી ઉર્જા આપનારી, ૪ ચંદ્ર રૂપી શીતળતા આપનારી, ૫ પૃથ્વી રૂપી ખોળો આપનારી માં ધરતી, આમ જગત માં તમામ સજીવ નું પાલન, પોષણ, અને જતન, કરતી માં મહા શક્તિ માં પ્રકૃતિ ને ઓળખાવી મનુષ્ય માટે ખુબજ જરૂરી છે, જો આ માં પ્રકૃતિ ને ઓધાખવામાં અને સમજવામાં માણસ પોતાના સ્વાર્થ માટે જો આમજ ભૂલો કરતો રહેશે તો એક દિવસ માણસ નું નામો નિશાન મટી જશે મિત્રો જો માં પ્રકૃતિ ને ઓળખવાનો અને સમાજવાનો સમય આપણી પાસે ના હોય તો આપણે એટલું તો જરૂર કરી શકીએ કે આપણે કોઈ પણ વસ્તુ ને પ્રેમ કે નફરત ના કરવી જોયે કેમકે પ્રેમ કે નફરત જ હમેશા વિનાશ નું કારણ બનતા હોય છે, એટલેજ મારું માનું માણવું છે સાચો પ્રકૃતિ પ્રેમી એજ છે જેને કોઈ પણ સજીવ કે નિર્જીવ તેમજ એક તણખલું કે રજકણ પ્રત્યે પ્રેમ કે નફરત નથી એજ સાચો પ્રકૃતિ પ્રેમ છે, જીવો અને જીવવા દો આ વાત ને કહેનારા જ સાચા પ્રકૃતિ પ્રેમી હોય છે, પણ આજનો માણસ માંસાહાર કરીને વિના કારણે જીવહત્યા કરી રહ્યો છે, પોતાનું અસ્તિત્વ જોખમ માં હોય ત્યારે જીવ હત્યા કરી શિકાર કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો એ પ્રકૃતિ ના નિયમને આધીન છે, પણ આજનો માણસ તો મોજ શોખ પોતાની સુખાકારી, સગવડતા, તેમજ આનંદ પ્રમોદ, માટે જીવ હત્યા કરતા પણ અચકાતો નથી ત્યારે, કહેવાનું મન થાય છે કે માણસ જેવો બીજો કોઈ સ્વાર્થી જીવ આ જગત માં નથી

આમ આ પ્રકૃતિ જેમ આ જગત ને બાળક સમજીને પ્રેમ કરે છે તો સુ આપડે આ પ્રકૃતિ ને એક બાળક બની ને પ્રેમ ના આપી શકીએ? પરંતુ જો મનુષ્ય શાસ્ત્ર અને જ્ઞાન ને અનુસરીને પોતાની સમજણ શક્તિ થી જીવન જીવવાનો પ્રયત્ન કરશે તો જ પ્રકૃતિ ના નિયમો ને આધીન જીવન જીવી શકાય અને એ જીવન જીવાવાથી કોઈ પણ ને આડકતરી રીતે પણ કોઈ જીવ કોઈ પણ જાતનું નુકશાન કાર્ય વગર સરળતાથી જીવન જીવી શકાય છે.