Svpnsrusti Novel ( Chapter - 14 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svpnsrusti Novel ( Chapter - 14 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૧૪ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૧૪

આખરે સુનીલ એને પાસેના રૂમમાં ખેંચી ગયો અને પ્રેમનો સમુદ્ર હવે જાણે તારાજી સર્જવા તૈયાર હતો. છેલ્લી ઘડીઓમાં આવેલો લાગણી અને ભાવનાઓનો સમુદ્ર હવે ભરતી રૂપે ચારેકોર વિકળાર રૂપે તૂટી પાડવાનો હતો. સોનલ અને સુનીલના પ્રેમ બંધનો હવે મર્યાદાઓની બંધો અને બંધન તોડી ક્યાય આગળ નીકળી જવાનો હતો. એક પછી એક બે જીવ વચ્ચેના પડદા દુર ફેકાઈ રહ્યા હતા પ્રેમની વર્ષા અગન જવાળ સાથે મળીને તાંડવ કરી રહી હતી અને વાસનાનું ભુતડું આજે ધૂણી રહ્યું હતું. સિસ્કારીઓના અવાઝ વાતાવરણમાં તેઝ બની રહ્યા હતા બંને પ્રેમી કદાચ આજેજ બંધનો તોડીને પ્રેમફાગ ખેલી જવાના હતા અને એમના એ ખેલના સાક્ષી ફક્ત એ રૂમની દીવાલો, ફર્નીચર, ખુરશી, ટેબલ અને બારી બારણા સિવાય ત્યાં કોઈજ ના હતું.

સુરજ હવે પૂર્વથી ઉગીને માથે ચડી ચુક્યો હતો ઘડિયાળનો કાંટો બાર પર અટક્યો અને ટેબલ પર પડેલો સુનીલનો મોબાઈલ રણક્યો અને રૂમનો દરવાઝો ખુલ્યો થોડોક સમય બાદ ફોન ઉપાડી સુનીલે પોતાના કાને ધર્યો. સામેને છેડેથી આવાઝ આવ્યો “ સુનીલ સર, અત્યારે ઓફીસ આવવું પડશે... થોડુક કામ છે, અને ડીસ્ટર્બન્સ માટે માફ કરજો પણ... તમારે આવવું પડશે...” આટલા શબ્દો નીકળ્યા અને ફોન કાપાઈ ગયો. ફોન આરતીનો હતો એમની ઓફિસમાં કામ કરતી અને બધું સંભાળતી એમની પર્સનલ સેક્રેટરી આરતી પરીખ.

સુનીલ ફરી ફટાફટ તૈયાર થઇ ગયો અને સોનલને સાથે ચાલવા માટે પણ કહ્યું સોનલ પાસેના રૂમમાંથી પોતાના વાળ અને હાવભાવ ઠીક કરતા બહાર આવી અને વાળ પાછળ તરફ ધકેલી દીધા એના મુખ પર જાણે કોઈ સવાલ હતો કદાચ એજ કે “ ક્યાં ?”

“ ચલ આજે તને મારી ઓફીસ બતાવીશ...” સુનીલે સોનલનો હાથ ફરી વાર પકડ્યો અને સાથે ચાલવાની જીદ કરી. સોનલની ઈચ્છા જરાય ના હોવા છતાં સુનીલની ખુસીને ધ્યાનમાં રાખતા સોનલે હકારમાં તૈયારી બતાવી પણ તૈયાર થઇ આવવા થોડો સમય માંગ્યો. થોડીકજ વારમાં એ અંદરના રૂમમાં જઈને તૈયાર થઇ આવી. એની દસ્તક પડી અને સુનીલ જાણે ખોવાઈ ગયો એક ઇન્દ્રપ્રસ્થની જાણે કોઈ રાજકુમારી આવી ચડી હોય. એના મુખેથી બસ એક ઉદગાર સરી પડ્યો “ વાહ...” અને સામે છેડે એક સ્મિત વેર્યું જાણે વાદળ બનીને છવાઈ ગયું. સફેદ અને વાદળી સાડીમાં સામે ઉભેલી સોનલ ભલભલી રૂપસુંદરીનેય શરમાવી દે એવી લાગી રહી હતી. ચંદ્ર જાણે આજ દિશા ભટકીને ધરતી પર આવી ચડ્યો હતો એક અદભુત પ્રકાશ એના દેહ માંથી વાતાવરણમાં ફેલાતો હતો. એનો એ બ્લુ રંગનો બ્લાઉઝ અને એના કિનારે સોનેરી કથ્થક કલરની વીંટળાયેલી કોરેમોર ચાંદની જેવી બાજુઓ. વાહ એક અલગજ રંગ હતો એ એને એ સાડી ગજબની જાણે સુટ થઇ રહી હતી એની કમરનો ભાગ જાણે થોડોક ખુલ્લો એના ખભાના ખુલા ભાગ પરથી ઉતરીને એની કમર થોડીક ખુલ્લી રાખીને આસપાસ ખોસાયેલો પાલવનો છેડો અને સફેદ સાડીની આસપાસ લગાવેલી ચમકીલી સોનેરી મોતીની તાર જાણે દિલમાં સોસરવી ઘા કરી જવા માટે કાફી હતી. એમાય ફરકતું સ્મિત, બે તીખી માર્ચા જેવી આંખો વચ્ચે કરેલો એ મોટો કાળો અને લાલ બે રંગોથી મિશ્રિત ચાંદલો, કાનમાં પહેરેલા પ્લેટીનમના ઇઅર રીંગ્સ ચમકતા હતા એના વાળ વ્યવસ્થિત રીતે ચોટલામાં ગુનથાયેલા અને એમાં ફૂલોનો ગજરો પણ લગાવેલો હતો, એના નાઝૂક હાથમાં ત્રણેક પાટલા પહેરેલા હતા સાદગીમાં પણ એ આંખોને આંઝી નાખે એટલી ખતરનાક લાગતી હતી. સુનીલ ખોવાય એ પહેલાજ સોનલે એને ફરી વતર્માનમાં લાવીને ચાલવા સુચન કર્યું.

સુનીલ એની સામે હસ્યો અને સીધો પર્કીગમાંથી પોતાની લેમોજીન લઇ દરવાજા પર આવ્યો સોનલ ઘરમાંથી ઉતરીને હોર્નના અવાઝ સાથેજ દોડી આવી. એની નઝર સોનલ પર પડતાજ ચોટી ગઈ અને એ ફરી પોતાની સ્વપ્નસૃષ્ટિમાં ખોવાઈ ગયો એનું રૂપ આંખો અંજાવે એવું હતું અને એમાય એની આ સીડીઓ ઉતરતી લટક મટક ચાલ અને અંગારા વરસાવી દે એવું હતું. એની ચમકતી અને સૂર્યના પ્રકાશનેય પાછું ફેક્તી કમર સુનીલના હોશ ઉડાવી રહી હતી એની યાદોના સુર રેલાવા લાગ્યા અને વર્તમાનને ભૂસીને ભૂતકાળમાં પછાડીને એની સામે અદ્રશ્ય થઇ ગયા.

પ્રથમ મુલાકાત જેવો એ દિવસ હતો જયારે પ્રથમ વખત સોનલને પોતાના મનની વાત કરેલી એનો હાથ પોતાના હાથ વડે પકડેલો એના ઝખ્મો પર મલમ લગાડેલું કેટલી અલ્હાદક પળો હતી જયારે એની એ આંખોમાં ઉતરીને ખોવાઈ ગયેલો અને કેટલીયે અનગિનત યાદો એના ચહેરા પર ઉભરાઈ આવી . એના ચહેરા પરથી વરસતું મેઝીક અને એના હોઠોને ચીરી નીકળતાએ શબ્દો જેમાં એના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી સીધા દિલના ઊંડાણમાં ઉતરીને વળગી પડ્યા હતા. એના હાથમાં રહેલી કેક કદાચ એણે જાતેજ બનાવી હોય એવુય લાગતુજ હતું પણ એ દિવસેની એની એ મુખમંડળની આભા જાણે કેટલીયે ભાવનાઓને વ્યક્ત કરતી હતી એક કશ્મકશ હતી એની આંખોમાં ત્યારે પણ કદાચ એને માપી નહતી શકાઈ. પણ જાણે અજેય એને માપવામાં ક્યાંક ઉણો ઉતરતો હોય એવુજ એને લાગ્યું એની આંખો પર હજુય એજ રાતના દ્રશ્યો તળવળાટ કરતા હતા એક સિનેમા હોલની જેમ એનો ભવ્ય ભૂતકાળ એના વર્તમાનમાં એની સામે જાણે ઉભો થઇ ગયો હતો. અચાનક વર્તમાનની દુનિયામાં એ ભૂતકાળ એના વર્તમાનમાં એની જેમ ભવ્ય હતા. પણ અચાનકજ એની સામે ફરી ભૂતકાળ ઓગળી ગયો અને વર્તમાન છતો થયો. ગાડીના દરવાજા કાચ પર ટકટક કરતો અવાઝ આવ્યો સુનીલે દરવાઝો ખોલ્યો અને ફરી એક વાર લોંગ ડ્રાઈવ જેવા સફર પર એ લોકો નીકળી પડ્યા.

બંનેના મુખ મંડળ પર ગજબની પ્રશન્નતા છવાયેલી હતી એક રામાંચિત કરી મુકનારો એ અનુભવ હતો જાણે વર્ષોના વહાણો બાદ જાણે મળવાની ખુશી, સાથે હોવાની ખુશી, એકમેકમાં ખોવાઈ જવાની ખુશી, પોતાની પ્રીત આખરે મંઝીલ સુધી પહોચી જવાની ખુશી, પણ સોનલના મનની ગહેરાઈમાં કોઈક ગહન ચિંતા ઉભરાતી હતી કદાચ એ કઈક છુપાવતી હતી પણ શું ? સત્યને છુપાવવાની કોશિશો કરતી કદાચ જણાવી દેવાની એનામાં હિંમતના હતી એ બસ મનોમન જાણે સળગતી હતી પણ પોતાને પેલા જેવી રાખીને બધું મનમાં દાટીને જાણે પોતાના જીવને સુનીલ માટે પાથરીનેય ખુશ રહેતી હતી.

રસ્તાની બંને તરફ રહેલી ઉંચી ઉંચી ઈમારતો કાર સાથે રેસ લગાવી રહી હતી અને રસ્તો એમની ગતિના સાથે નીકળી પડ્યો હતો એક અજાણી સફર પર. એક સમાન ગતિએ કાર અમેરિકાની વિશાળ સડકો પર હમેશા કરતા થોડી મંદ ગતિએ દોડી રહી હતી જાણે પાણીના રેલાની જેમ એક દમ શાંત અવાજે વહેતી હતી. આજે કદાચ સુનીલને ક્યાય પહોચવાની એટલી ઉતાવળના હતી એને જોઈતું બધુજ સોનલના રૂપે એની પાસે એની સાથેજ હતું એના મુખ પર એક અપાર આનંદ છલકાતો હતો. કાર સતત વહેતી જઈ રહી હતી છેવટે એક વિશાળ બિલ્ડીંગના પાર્કિંગ લોટમાં રોકાઈ કદાચ સોનલના મુજબ આ એજ બિલ્ડીંગ હતી જેના છત પર એને ગુમસુમ ખોવાયેલી અવસ્થામાં મળી હતી, કાર પાર્ક કરીને બંને જાણા સાથેજ ઓફિસમાં ગયા એ હજુય સોનલનો હાથ પકડીને ચાલતો હતો એક વાત કદાચ એની આંખોને ખૂંચી બધાજ કર્મચારી આજ એક વિચિત્ર દ્ર્શટીએ એને જોઈ રહ્યા હતા પણ સમજી શકવું મુશ્કેલ હતું. એની આંખોમાં આશ્ચર્ય હતું પણ આરતી ક્યાય દેખાતી ના હતી એને એક કર્મચારીને પૂછ્યું પણ સરખો જવાબ ના મળ્યો.

“ કઇક અલગ નથી લાગતું તને આજમાં... સોનલ... બધા કેમ આમ મારી સામું જોઈ રહ્યા હશે જયારે પણ હું તારી સામે જોઇને હસતો... અને સમજાવતો... ખબર નઈ કેમ...” ઓફીસના કેબીનમાં પ્રવેશતા સોનલના હાથને થોડો ભારપૂર્વક દબાવતા સુનીલે એક આશ્ચર્ય સાથે સવાલ કર્યો અને પોતાની ખુરશી તરફ વધી ગયો. રોજ કરતા આજે કઈક નવું અનુભવાતું હતું એને કઈ યાદ પણ ના હતું એને એક વાત મનમાં હાલ એ ફરતી હતી કે આમ અચાનક આરતીએ એને ઓફિસે શા માટે બોલાવ્યો હશે.

“ મને શું ખબર યાર...” સોનલે ટૂંકો જવાબ આપ્યો અને એ જાણે બધુજ જાણતી હોય એમ એક ઊંડી ગહેરાઈઓમાં પોતાનાજ અંદર ખોવાઈ ગઈ કદાચ એ સુનીલને આપવા માટેનો જવાબ શોધતી હશે સોનલ ત્યાજ સોફા પર જઈને બેસી ગઈ.

“ તને ખબર શું છે ?...” સુનીલે થોડુક વિચારતા અને ટેબલ પર બંને હાથનો ટેકો લઇ એક ત્રાંસી નઝર વડે રોમેન્ટિક અંદાઝમાં પૂછ્યું. અને આટલો સવાલ કર્યા બાદ એ જાણે સોનલના ચહેરા સામે બસ એના જવાબની આશમાં જોઈજ રહ્યો.

“ તું મને ચાહે છે... ને...” સોનલે એક આછા હાસ્ય સાથે જવાબ વાળ્યો.

“ હા તો એનું શું ?” થોડાક ઉડેલા હાવભાવે સુનીલે કહ્યું.

“ હું જાણું છું ને...? મને ખબર પણ છે અને વિશ્વાસ પણ...?”

“ હા તો એનું શું...”

“ તે પૂછ્યું ને ? કે તને ખબર શું છે એટલે મેં કહ્યું...”

“ એક આઈડિયા છે સોનલ... બોલ...”

“ બોલને...?”

“ સાથ આપીશને મારો... બઉ વિચિત્ર વિચાર છે મારો...”

“ તને બધા વિચિત્ર વિચારોજ આવે છે... ને...”

“ શું કરું બસ આવોજ છું...”

“ હા... ચલ... તું કઈશને એમ બસ...”

“ અહી આવ ચલ... આજે છે ને ઓફિસમાં પ્રેમ કરીએ...”

“ આવા વિચારો સાવ યાર...”

“ હા... શું કરું કે...”

“ ઓકે... ચલ... તને કોણ સમજાવે...” સોનલ એ સોફા પરથી ઉઠીને એના તરફ વધી રહી હતી એના ચહેરા પર શરમના ભાવ હતા. હમેશની જેમજ એક ચમક, પ્રેમ, વિશ્વાસ અને આનંદ હતો એ આજે એકદમ અલગજ લાગતી હતી. થોડાક ખુશીના હાવભાવ સાથે સવાલો પણ ચહેરા પર ઉભરાઈ રહ્યા હતા. એના હોઠો પર હાસ્ય લહેરાઈ રહ્યું હતું કેટલાક શબ્દો કદાચ ત્યાં અટકીને નીકળવા માટેજ તૈયાર થઈને ઉભા હતા. એ જેમ જેમ ટેબલની નજીક આવી રહી હતી સુનીલના દિલમાં એક વિચિત્ર વિચારોની લહેરો કિનારે સુધી આવીને પાછી દોડી જતી હતી. સોનલે કમર પરથી સાડીનો પાલવ એણે પોતાના બંને હાથ વડે પકડીને પોતાના કમર ભાગ પાસે ખોસ્યો અને એ એમજ ઉઘાડી કમરે જાણે સુનીલને સતાવી રહી હતી. એને સુનીલ સામે આવીને એના ટેબલ સાથે પોતાની કમર ટેકવીને ત્યાજ ઉભી રહી કદાચ હવે એ સુનીલને કઈક પૂછવાનું વિચારતી હતી.

“ બાપરે.... આ શું...” સુનીલ ઝબકીને બોલ્યો.

“ આ...” સોનલે પોતાની ઝમણા હાથની એક અંગળીને હવામાં ઉછાળીને ચહેરાના ઉપરથી ધીરે ધીરે આંખોથી સરકતા સરકતા ગાલ, ખભા, અને છેક કમર પર આવીને અટકી અને જાણે આંખો વડે સવાલ કરવા લાગી.

“ ના... હા.... ના...” સુનીલની નઝરો એની કમર પરજ એટકી હતી એ અચાનક ચોંકી ગયો અને કઇજ સ્પષ્ટ પણે ના બોલી શક્યો એના શબ્દો એક બીજા સાથે જાણે અથડાઈ રહ્યા હતા.

“ આટલો હડબડાટ કેમ હવે...” સોનલે ફરી ત્રાંસી નઝર કરી અને બોલી.

“ એમજ... ”

“ તો શું... સુનીલ...”

“ અહી આવું ના કરાય સોનલ... હૂતો એમજ...”

“ પણ તેજ તો કહ્યું ને...”

“ તો ચલ હવે... શરુજ કરીએ ને... એમને સોનલ...”

“ હા... સુનીલ... લેટ્સ સ્ટાર્ટ ધ વર્ક...” એક વિચિત્ર મસ્તીના અંદાઝમાં સોનલે નેણ ઉછળતા કહ્યું અને સુનીલ સામે જોવા લાગી.

“ તું બઊજ બદલાઈ ગઈ છે...”

“ બધુજ તારું મેઝીક છે... સુનીલ...”

“ પણ...” સુનીલ અટક્યો કઈ બોલે એ પહેલાઝ ડોરબેલ વાગ્યો સુનીલની નઝર ત્યાં પડી અને સામેથી એક સ્મિત વેરતા ચહેરા અને હાથમાં મોટી કેક સાથે એક સ્ત્રીની દસ્તક થઇ અને બર્થડે ના સુર આખાય ભવનમાં અને ઓફીસના કેબીનમાં મોટા સુરે રેલાઈ ગયા. આ મેડમ એજ હતા જેમણે સુનીલને ફોન કરીને ઘરેથી બોલાવ્યો હતો એની સેક્રેટરી આરતી પરીખ કદાચ એને રાખવા પાછળની એક સચ્ચાઈ એવી હતીકે એની આંખો પણ સોનલના જેમ વિશાલ અને એટલીજ ગહેરી હતી. પણ એનામાં ડૂબવાનો કે એમાં ઉતારવાનો સુનીલનો કોઈજ વિચાર ના હતો પણ બસ સોનલની યાદ હર પલ આવે એટલેજ કદાચ એ એને માન આપતો હતો. એની નઝર પાછી સામેના સોફા પર પડી સોનલ ત્યાં ના હતી ચારે તરફ બલુન હતા બર્થડેના સુર રેલાતા હતા પણ સોનલ... એ પ્રશ્ન હાલ કદાચ સુનીલ માટે મુખ્ય હતો એની નઝર ચારે તરફ ફરી રહી હતી. બસ જન્મદિવસની બધાઈના ગીતો સિવાય કઈ સંભળાતું ના હતું આરતી સુનીલના હાથ વડે કેક કાપીને એને ખવડાવતી હતી અને શોર વધતો જતો હતો. પણ સુનીલની આંખો હજુય સોનલનેજ શોધતી હતી આટલી ભીડ, સામે આરતી, બર્થડે પાર્ટીના સુરો પણ એને સોનલ ક્યાય દેખાતીના હતી એ તરતજ ઝડપભેર કેબીન બહાર નીકળી ગયો એના ચહેરા પર એક ભય હતો સોનલથી જુદા પડવાનો ભય...

એ સતત દોડતો હતો એની આંખો કઈક શોધતી હતી આખાય બિલ્ડીંગમાં એ એક પાગલના જેમ દોડતો હતો. એના ચહેરા પર ભયની લકીરો છવાઈ રહી હતી એક ડર હતો જે એને જાણે બાળી રહ્યો હતો કદાચ શું કરવું શું નઈ એ એને સમજાતું ના હતું. હડબડાહટમા એ સોનલને શોધતા શોધતા પાર્કિંગ સુધી દોડી આવ્યો અને સામે જે જોયું એ જોઇને એ આશ્ચર્યના માર્યો આભો બની ગયો અને એક નઝરે ત્યાજ ચોટી ગયો. સામેજ સોનલ ઉભી હતી એના હાથમાં એક નાની કેક હતી જેના પર એકાદ મીણબત્તી લગાવેલી હતી હજુ એ કદાચ એને સળગાવી રહી હતી. એક નાની અને દિલના આકારની કેક એણે સુનીલને ઈશારો કર્યો સુનીલે મીણબત્તી બુજાવી કેક થોડીક ખાધી એને ખવરાવી અને તરતજ સોનલને ભેટી પડ્યો એક પળની દુરી પણ એના માટે અસહ્ય થઇ જતી હતી કદાચ એને એ કેકમાં સોઉથી વધુ પ્રેમ અનુભવાયો. બંને જણા ફરી પોતાના સાથીને સંગ ફરી એક વાર ઝડપભેર ઘેર પહોચ્યા અને જાણે જન્મદિવસને ઉજવી રહ્યા.

એજ દિવસ જે પાછળના દિવસોમાં વીતેલા હતા પણ જે હાલ ભૂતકાળમાં ઓગળેલો હતો એને ફરી એક વાર જીવી લેવાની ઈચ્છા કદાચ અજેય સુનીલના મનમાં જીવતી હતી એમજ કહો કે તડપતી હતી. પોતાના રૂમમાં ક્યારે પહોચ્યા અને ક્યાં બેસ્યા એતો ખબરના રહી પણ બંને એક બીજામાં ખોવાઈજ ગયા. ઘડિયાળનો કાંટો જાણે વેદના અને લાગણીઓ અનુભવી રહ્યો હોઈ જાણે હજુય મરી મરીને ચાલતો હતો પણ એ શાંત હતો અને કદાચ હતાશ પણ. સોનલના પાથરેલા ખોળામાં સુનીલ જાણે સમાઈ ગયો એ એના બંને પગ પર માથું મુકીને સીધી એની આંખોમાં નઝર પડે અને એની દરેક પલકાર અનુભવાય તેમ આડો પડયો અને સોનલની પાંપણોમાં ઉભરાતા સપના, આશાઓ અને તડપને ઉભરતા ટુકુર ટુકુર જોઈ રહ્યો. કદાચ સુનીલને બધીજ ઈચ્છાઓ બસ સોનલની આંખોમાં જીવતી અને મહાલતી અનુભવાઈ રહી હતી અને એ બધીજ ખુશીઓ આજે એની આંખો સામેજ હતી. કદાચ એટલેજ જેમ પાણીનો તરસ્યો વ્યક્તિ જેમ પાણીની બુંદ બુંદ માટે પોતાની નઝરો નળના મુખ તરફ ટેકવી દેતો હોય એમજ એની આંખો સોનલની એ અગાધ આંખોની કિનારીઓ પર છબછબીયા કરી રહી હતી. સોનલ પણ એની સાથે જાણે ઊછળ કુળ કરતી એ અનુભવી રહ્યો હતો.

[ વધુ આવતા અંકે .... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]