Svapnsrusti part - 1 books and stories free download online pdf in Gujarati

Svapnsrusti Novel (chapter - 1)

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ - ૧)

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ આપી.

લેખક ;- સુલતાન સિંહ બારોટ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭

લેખક વિષે ;-

મારું નામ તો કદાચ બધાને અત્યાર સુધી ખબરજ હશે. મારી લાઈફ બઉ વિચિત્ર પ્રકારની છે મેં કોમર્શ લાઈનથી મારા કેરિયરની શરૂઆત કરેલી અને મેનેજમેન્ટમાં અવ્વલ નંબર સાથે સ્નાતકની પડવી પણ મેળવી પણ અત્યારે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં મારો રસ દાખવ્યો છે. અરે હા મેં ડીપ્લોમાં હિન્દી ક્રિયેટીવ રાઈટીંગ માં પણ કરેલું છે કારણ ખબર નથી મને આ બધા પાછળનો પણ મને દરેક વસ્તુને ઝીણવટતાથી તપાસવાની એક આદત છે સારી છે કે નરસી એની મેં કદીયે પરવા કરી નથી પણ કદાચ એના કારણે જ હું આજે આ મુકામે છું.

અત્યાર સુધી અને આજે પણ જયારે હું આ પુસ્તક લખી રહ્યો છું અથવા કદાચ લખી ચુક્યો છું મારી ઉમર ૨૧ વર્ષની છે અને મેં લખવાની શરૂઆત ૧૮ વર્ષથીજ કરેલી કદાચ મને એવો અવસર હવેજ મળ્યો છે કે મારું લખાણ આમ પ્રકાશિત થાય છે. મારી ઉમર અને અનુભવ મુજબ આ કહાની કદાચ વધુ ગહેરાઈ ભરેલી છે. મારા લખવાની કળા પર કદાચ ગણ સવાલો ઉઠાવી શકાય છે પણ જેને દુનિયાના સત્યને સમજ્યું છે એના માટે દુનિયાના કોઈજ કાર્ય કે સત્યો સાર્થકતા નથી પામી શક્યા.

કદાચ આટલું ઊંડાણભર્યું લેખન વાંચ્યા બાદ કઈ પણ મૂંઝવણ જણાય તો અમે આ ભટકતી આત્મા જેવા લેખકને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. મારા વિશેની બધીજ ડીટેઇલ મેં મુકીજ છે નીચે બધુજ આપેલું છે. મને ગમે ત્યારે ફોન કે મેઈલ દ્વારા પોતાના અમુલ્ય રીવ્યુ જરૂરથી આપજો તમારા પ્રતિભાવની હમેશા હું રાહ જોઇશ.

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭

ફેસબુક ;- imsultansingh

ટ્વીટર ;- imsultansingh

લિન્ક્ડ ઇન ;- imsultansingh

જી-મેઈલ ;-

ગુગલ પ્લસ ;- raosultansingh

પ્રસ્તાવના

જીવનમાં પ્રેમ એજ સોંથી મહત્વનું તત્વ છે એ લગભગ બધાજ જાણે છે કદાચ એમાં નાસીપાસ થનારની સંખ્યા પણ કઈ ઓછી નથી હોતી. કહેવાય છે સાચો પ્રેમ હમેશા પોતાની મંઝિલ જાતેજ શોધી લેતો હોય છે. કદાચ પ્રેમ દુનિયાના કોઈજ રીતના બંધનોને નથી માનતો પણ હા એની દુનિયા એજ કદાચ સ્વર્ગ ગણાતું હશે. પ્રેમ દરેક વ્યક્તિને જીવનની અમુલ્ય ચહેત પણ હમેશા પણ હમેશા આપે જ છે અને કદાચ આજ ભેટ દરેક વ્યક્તિને સફળતાના રસ્તા બતાવી દેતી હશે... કેમ સાચુંને...

આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છે. સોનલ, સુનીલ, વિજય, આરતી, કિશનભાઈ કદાચ આ પંચાજ મુખ્ય પત્ર છે જેમના દ્વારા આ કહાની ઉદભવી અને અંત સુધી જીવનના ઉતાર ચઢાવની કહાની પસાર થતી રઈ છે. ઘણા રંગોમાં રંગાઈને એક ભવ્ય સૃષ્ટિમાં ધકેલી દે એવા એના વળાંક અચાનકજ બદલાતી વાસ્તવિકતા કદાચ ભૂતકાળને વર્તમાનમાં ઝૂમતો અને વર્તમાનને ભૂતકાળમાં ખોવાઈ જતો પણ આમાં તમને અનુભવતો રહેશે.

“ સ્વપ્નસૃષ્ટિ ” મારી આ નોવેલ કદાચ મારા દ્વારા કરાયેલી પ્રથમ ફીક્શનની અત્યાર સુધીની કહાની છે. આ કહાનીમાં જીવનના દરેક રંગને... સમાજના ઢંગને... દુનિયાદારીના રીવાજોને... પ્રેમ રંગ... વેદનાના વહેણ... ભાવનાના ઉછાળા... લગભગ આસપાસના વાતાવરણ અને દુનિયામાં જોયેલા દરેક રંગને એમાં જીવંત અનુભવી શકાય એવો પ્રયત્ન કરેલો છે. પ્રેમમાં પછડાયા પછીની દિલની ઉછાળકુદને પણ સંપૂર્ણ રીતે વર્ણવી દેવાનો પ્રયાસ છે. લગભગ સતત બે એક વર્ષની મહેનત બાદ મારી આ એક ભવ્ય કહાની જન્મ લઇ છુકી છે. જેમાં પ્રેમ તત્વ મૂળમાં છે જયારે સમાજ અને દુનિયાદારી પોતાનો ગૌણ ભાગ ભજવતી અનુભવાય છે.

પ્રેમની આટલી તડપ અને ચાહત માટેના આટલા લાગણી અને ભાવનાઓના વહેં કદાચજ ઉદભવ્યા હશે. શરીરના હર્મોન્શને ઉછાળતી રહેશે, દુઃખ અનુભવાશે... અને દિલમાં જાણે અચાનકજ એક ચહેરો અનુભવશે કદાચ તમારો પ્રેમ એમાં જીવી જશે... મારી પાસે વધુ શબ્દો નથી આને વર્ણવવા માટે કારણકે પાછળના બધા પત્તા આ બધુજ છતું કરવા માટે ઉચિત માધ્યમ છે...

“ પ્રેમની સ્વપ્નસૃષ્ટિને પ્રણામ...”

લેખક ;-

સુલતાન સિંહ બારોટ

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

આભાર વિશેષ ;-

સૌપ્રથમતો મને અદભુત પ્રેરણા, અપાર શક્તિ અને અખંડ વિશ્વાસ પ્રદાન કરનાર એક માત્ર શાસ્વત સત્ય સમાન “ શ્રીમદ ભગવત ગીતાને ”

મારા સ્વર્ગવાસી પિતા “ ઇન્દ્રસિંહ બારોટ ને ” જે કદાચ જીવનની દરેક મંજિલ કે રાહમાં મારી સાથે રહ્યા હતા દરેક વખતે મારા ખભે હાથ મૂકી મને આગળ વધવાની જાણે અજેય હિમ્મત આપતા રહે છે.

મારી માં જેણે મને હમેશા હળવા વિરોધ દ્વારા આગળ વધી અને કઈક નવું કરવાની જાણે અજાણે પ્રેરણા આપી છે અને મારા દરેક પરિવારના સભ્યો જેમણે મને દરેક રીતે મદદ પૂરી પડી છે.

મેં વાંચેલા તમામ પ્રેમ, વેદના, રોમેન્સ, બિહેવિયર સાઈકોલોજી, વુમન સાઈકોલોજી, સમાજશાસ્ત્ર, ઉપન્યાસો અને દરેક નોવેલે જેને મને ઘણી ખરી અદ્રશ્ય મદદ આપી છે.

મારા જીવનમાં જાણે અજાણે અનુભવાયેલા પ્રેમને કદાચ જેના કારણે મારા દિલમાં ઉઠેલા એક તોફનેજ મને આટલી વિશાળ મંજિલ પર કરવાની હિમ્મત આપી છે.

મારા લીનોવોના લેપટોપને જેણે દરેક પળ અને રાત દિવસ ટેવાઈ જઈને મારી મહેનતને આટલી સુંદર રિત્વ કંડારી છે.

મારા સૌથી પ્રિય વિષય એવા મનોવિજ્ઞાનને કદાચ આજ વિષયે મને વિચારતો કર્યો, જીવતો કર્યો, સમજતો કર્યો અને સૌથી વધુ મહત્વનું લાગણીની ગહેરાઈઓ વિષે અભિવ્યક્ત કર્યો. કદાચ ગુજરાતી મારી માતૃભાષા નથી તેમ છતાય જન્મભૂમી હોઈ મને વધુ વ્હાલી લગતી મારી માતા સમાન ભાષા માટે હમેશા મારા દિલમાં એક ઉચ્ચ સ્થાન રહ્યું છે.

સૌથી મહત્વપૂર્ણ અને ખાસ જો કોઈ હોય તો એ છે મારા વાચક મિત્રો જેમને મને લખતો કર્યો અને સારા પ્રતિભાવ વડે મને વધુ લખવાની પ્રેરણાઓ આપી.

મહેન્દ્રભાઈ સર જેમને શરૂઆતથી લઈને અત્યાર સુધી લખવાની મુશ્કેલીઓમાં મદદ પૂરી પડી એમને તેમજ સંપૂર્ણ માતૃભારતી ટીમ જેમને મને પુરા સહકાર આપીને આટલું લખેલું વાચક મિત્રો સુધી પહોચતો કર્યો.

સંપૂર્ણ સૃષ્ટિને પણ આભાર.... પ્રેમ અને ગીતાને અર્પણ....

પ્રકરણ – ૧

ચોમાસાના એ દિવસો હતા આકાશ વદળોથી ગેરાયેલું હતું આકાશમાં પાણીથી છલોછલ વાદળો દોડાદોડ કરી રહ્યા હતા ચારે કોર ઘોર અંધકાર છવાઈ રહ્યો હતો. વાતાવરણ માં એક ગજબની સુન્નતા છવાયેલી હતી ચંદ્ર સોળે કળાએ ખીલેલો હતો અને ચારે કોર ચાંદની પથરાઈને એક શાંત વાતાવરણ રચી રહી હતી. જાણે એક મધુર રાગ વાતાવરણમાં ભળીને એક સુંદર સંગીત રેલાવી રહ્યો હતો. ચોમાસાની એ ઠંડી રાત્રીમાં એક વિચિત્ર અને મધુર લહેરોને આમતેમ લહેરાતી જાણે અનુભવી શકાય એમ હતી. ક્યારે એ ઘેરાયેલા વાદળો આછા વરસી પડે એ કહેવું પણ મુશ્કેલ હતું જાણે એ ખુશનુમા વાતાવરણ આખાય વાતાવરણને મહેકાવતું હતું અને એનો અદભુત આનંદ મન મુકીને લુટાવી રહ્યું હતું.

અમેરિકાના વોશીન્ગટન ડીસી શહેરના સોઉથી ઊંચા એવા ટાવર પર રહેલી વિશાળ ઘડિયાળ રાત્રીના દસેક વાગ્યાનો સમય બતાવી રહી હતી, પાસેની એક ભવ્ય ઈમારતની છત પર ઉભેલો સુનીલ કોઈક અલગજ દુનિયામાં ખોવાયેલો ઉભો હતો એના મનના કોઈક ખુણામાં જાણે ઘહન સમસ્યા જાણે જન્મ લઇ રહી હતી એ કઈ સમજી સકે તેમ ના હતો એ નિરાશ થઈને ઉભો હતો કદાચ એના સવાલોના જવાબ મળી જાય ત્યાજ એના ખભા પર કોઈ સ્પર્શ અનુભવાયો જુનો અને જાણીતો એ સ્પર્શ જાણે એને પોતાનાજ કોઈક ખાસનો હોય તેવું અનુભવાયું અને સાથો સાથ એના ચહેરાના હાવભાવ અચાનકજ બદલાઈ ગયા. એને તરત એ દિશામાં પોતાની નઝર ફેરવી એનાથી થોડાક અંતરે એની આંખોની એકદમ સામેજ એક ચહેરો જાણે એની સમક્ષ મરક મરક સ્મિત રેલાવતો એની આંખોમાં આંખો પરોવીને કઇક જાણે શોધી રહ્યો હતો. એ સોનલ હતી એની પોતાની કહી શકાય એવી એક માત્ર વ્યક્તિ એટલે સોનલ જેના માટેજ તો એ આજેય પાગલ બની બેઠો હતો. એની આંખો સમક્ષ આમ અચાનકજ એક સુંદર અને ઉભરતા યોંવન સાથે લથપથ અને નિરંતર ઢળતા એ રૂપને એ જાણે ફાટી આંખોએ જોઈ રહ્યો હતો. જાણે દુનિયાભરના હજારો સવાલો ની એક લાંબી ડોટ મૂકાઈ હોય તેમ કેટલીયે લાગણીઓના પુર કિનારા સુધી ધસી આવતા હતા તેમ છતાય આજે કોઈ પોતાનું એની પાસે હોવાનો ભારોભાર ઉત્સાહ પણ એની આંખો સ્પસ્ટ પણે દર્શાવી રહી હતી.

હાલ સુધી મનમાં હિલોળે ચડેલી અને હાહાકાર મચાવનારી એ ચીંતા ની લકીરો જાણે ઉગતા સુરજ સાથે અંધકારમાં ઓગળી જાય તેમજ ક્યાય ભૂસાઈ ગઈ. એનો ભૂતકાળ એની સમક્ષ ફરી એક વાર મનમુકીને ઝૂમી ઉઠ્યો અને હમેશની જેમજ એ એની આંખોના એ વહેતા પ્રવાહના વ્હેણમાં તણાઈને ક્યાય દુર દુર સુધી ખેચાઈ ગયો હતો. એના મનમાં પોતાની પૂર્વ કરેલી ભૂલો બદલ કેટલીયે શોક અને ઉદાસીનતાની લાગણીઓ ટળવળતી હોવા છતાય આમ અચાનકજ એક અજાણી સ્ફૂર્તિ અને તંદુરસ્તી અનુભવીને સ્વસ્થ થઇ ચુક્યો હતો. હવે એનુ મન જાણે કઈ લાગણીઓને લઈને બેસવું અથવા કઈ લાગણીઓને ભૂલી જઈને આજ પળમાં પાછા ફરવું એની મથામણમાં લાગી ગયું. એનું મન થોડોક વખત પહેલા થયેલું બધુજ ભૂલી ચુક્યું હતું અને એની હાલમાજ મળેલી નાકામિયાબી અને નુકશાનની ચીંતા પણ એને કદાચ યાદ ના હતી. બસ એ હવે ભૂતકાળમાં ફસડાઈ પડ્યો હતો સોનલનો ચહેરો એને બધુજ ભુલાવી દેતો હતો જાણે એના માટે સોનલનું સ્મિત પણ સંજીવની બુટીનું કામ કરતી જાણે, એનો ચહેરો એને પોતાના બધાજ દુખ દર્દ ભુલાવી દેતું. જાણે લાંબા સમય પછી આજે સુનીલના ચહેરા પર સ્મિત રેલાઈ રહ્યું હતું એની ખુશી જાણે આસમાનની ઉંચાઈઓ સર કરી રહ્યું હતું, એના શબ્દો એના કંઠમાં ગૂંઠાઈ રહ્યા હતા એ ચુપ હતો બસ એ સોનલને કોઈ પાગલ વ્યક્તિની જેમ ટુકુર ટુકુર જોઈ રહ્યો હતો. જાણે કોઈ વરસોના વહાણ બાદ પોતાના પ્રેમીની પ્રીતને ઝંખે એમજ અચાનક આમ આવેલી સોનલ કદાચ એની આવી પરિસ્થિતિનું કારણ હોઈ શકે.

સુનીલના હાલ જાણે બેહાલ હતા એની ફાટી આંખો હજુય સોનલના ચહેરા પર અટકી હતી સામેજ એક સુંદરી જાણે સ્વર્ગમાંથી ઉતરીને આવી ચડી હતી. કાળા રંગની એ સાડીમાં સોનલનો ચહેરો ચમકી રહ્યો હતો એનું રૂપ હમેશની જેમજ ઉભરાતું હતું અને સુનીલની આંખો એના રૂપને મન ભરીને માણી લેવામજ જાણે વ્યસ્ત બની રહી હતી. એ એક સ્વર્ગીય અપ્સરાનેય પણ શરમાવે એવી અદભુત લાગતી હતી એના ચહેરા પર આછી ચાંદની વરસી રહી હતી એના મુખ પર એક અનેરી પ્રશન્નતાની હેલી લહેરાતી હતી. ચન્દ્રની ચાંદની એને વધુ સોનેરી રૂપે શણગારતી હતી એના મુખનું હાસ્ય અને એના ગાલ પર પડતા ખંજન એના ચહેરાને વધુ સુંદર બનાવતા હતા. એના થોડા ખુલ્લા વાળ હવાના વહેતા બહાવ સાથે લહેરાઈ રહ્યા હતા એના હોઠ પરનો કાળો તલ એના મુખને વધુ આકર્ષિત બનાવતો હતો. એના શરીરના ઉભારો એનું સુગઠિત શરીર એને વધુ સોહામણું અને ઉડીને આંખે ચોટે એટલું સોંદર્ય આપતું હતું એના એ રૂપને જોઇને જાણે દેવલોકમાં પણ હાહાકાર મચી જાય એવું ઉત્તમ એનું યોંવન હતું. ચાંદનીના આછા પ્રકાશમાં એના એ અર્ધ ઉઘાડા અંગો પણ જાણે સોનેરી પ્રકાશે ચમકતા હતા એણે બ્લેક સારી અને રેડ બ્લાઉઝ વાળા વેશમાં એ શોભી રહી હતી. એના યુવાનીના એ ઉભાર પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા ભલભલામાં કામદેવને ઉજાગર કરે એવું એનું રૂપ હતું.

એના એક તરફના વાળ ઉપરથી એક તરફના ખભા પરથી એના વક્ષના જમણા ભાગને ઢાંકતા હતા અને પવનની લહેરકીઓ સાથે લહેરાતા હતા અને બીજા પાછળ તરફ રહેલા ખુલ્લા વાળ એની પીઠ સાથે ચોટીને કદાચ એના દેહને ચૂમતા હશે. એના વાળમાંથી નીકળીને એક નાની લટ એની આંખો સાથે જાણે વાત કરતી હતી એમના અમુક વાળ એના કપાળના પરસેવામાં ચોટયા હતા. એના હાથ અને કમરનો એ ખુલો ભાગ સોનેરી કિરણોનું પરાવર્તન કરી સોનેરી વાન જેવો ખીલતો હતો. એનો પાલવ પણ ધીરે ધીરે પવન સાથે વાતો કરતો હતો એની સાડી કમરમાં વીંટળાઈને કમરથી જમણી બાજુએથી ઉપર ખભાના ડાબે પડખે વીંટળાય એમ પાછળ તરફ આખરી છેડો પણ ખુલ્લો મુક્યો હતો. એની એ ખુલ્લી કમર કદાચ હમેશની જેમ સુનીલને સુન્ન કરી મુકતી હતી કદાચ હાલ પણ એની આંખો ત્યાજ ચોટી હતી અને એ કોમળ ભાગમાં પડતી સોનેરી કિરણોને અનુભવતો હતો. એ કઇજ કરવા સમર્થ ના હતો એ બસ ટીકુર ટીક એક ધારું ત્યાજ જોઈ રહ્યો હતો. એના દિલની ધડકનો બસ નિરંતર ધબકતી હતી એ બસ એના રૂપને માણતો હતો સોનાલમાજ ખોવાયો હતો જાણે એના માટે આ દુનિયા સોનાલમય થઇ ચુકી હતી.

“ કેમ અહી આમ નિરસ્ત ઉભો છે...” લાંબા સમયના મોંન બાદ છેવટે સોનલે પોતેજ પહેલ કરી અને સુનીલને આમ પોતાનામાં ખોવાયેલો જોઇને મંદ મંદ હસી રહી હતી.

“ તને કહેવા માટે કોઈ વાતો નથી સોનલ પણ..”

“ પણ શું મને કે હું સંભાળીશને...”

“ સાચે સાચું કહું તો આજેય મને એજ નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ અને શું નઈ ? મારાજ અંદર એક ઘમાસાણ મચેલી છે, મન અને દિલની લાગણીઓના આ યુધ્ધમાં હું પોતેજ જાણે પીસાઈ રહ્યો છું. પણ જાણે તને જોઇને કેમ એવી આશા બંધાઈ છે કે હવે તું આવી ગઈ છે તો મને કોઈની પરવા નથી રહી દુનિયા કે પછી કોણ શું કહેશે ? અથવા શું વિચારશે ?...” પોતાના ભવ્ય ભૂતકાળમાં ડોક્યું કરતો પોતાના અંતરમનનાં વહેતા વિચારોના વ્હેણમાં ક્યાય દુર સુધી નીકળી ગયો હોય તેમ વિચિત્ર પ્રકારની ચિંતાની લકીરો એની વિશાળ આંખોમાંથી ઉભરાઈને વહેતી એના મુખમંડળ પર છવાઈ ગઈ. એના શબ્દો અટક્યા અને એક સ્વપ્નસૃષ્ટિ રચાઈ શાંતિની લહેરો વાતાવરણમાં છવાઈ ગઈ.

“ બઉ વિચારો કરવા લાગ્યો છે ને તુય હવે... સુનીલ...”

“ તારી પાસેથીજ તો શીખ્યો છું ને સોનલ ?... ”

“ મારી પાસેથી ?..” સોનલ ના મુખપર આશ્ચર્યની રેખાઓ ઉપસી આવી.

“ હાં..”

“ પણ સુનીલ મને તો હવે બધું સ્પષ્ટ દેખાય છે અને કેમ ચીંતા કરે છે યાર રહી વાત તારા મનના સમજવાની તો હવે હું આવી ગઈ છુને તો એની ચીંતા છોડી દે હવે, એ બધુજ મારા પર છોડી દે...” સોનલે હળવાફૂલ મૂડમાં આવીને આમ આટલા ગળાડૂબ વિચારોમાં ખોવાયેલા સુનીલના ખભે પ્રેમભર્યો સ્પર્શ કરીને એને મનાવવા જાણે એક હળવી કોશીશ આજમાવી લીધી.

“ પણ તું તો...”

“ તને મારા પર વિશ્વાસ નથી એમને ? હવે તો હસી લે યાર, મારા માટેજ બસ ?..” સોનલે પોતાના શબ્દો વડે વાતાવરણમાં હળવાશ છળકાવવાની કોશિશ આજમાવી લીધી.

“ કેવી રીતે હસું યાર ? હજુય તો કેટલાય સવાલો મનમાં ઉભારાતા રહે છે જેના જવાબ નથી ?...” એક ઊંડા વિચારમાં ઘર્કાવ થઇ જતા પોતાની વેદનામાંજ ચિંતાના રાગો રેલાયા. વાતાવરણમાં ઘનઘોર ચિંતાની લકીરો છવાઈ ગઈ એક વિચિત્ર તુફાનની તૈયારી હોય એમ બધું ઝાંખું થઇ ગયું. મુખમંડળ પર ફરકતું સ્મિત અચાનકજ જાણે ભૂતકાળની યાદો અને સ્વપ્નસૃષ્ટિના ઝપટમાં ક્યાય ભુંસાઈ ગયું.

( થોડીક પળો માટે શાંતિ છવાઈ ગઈ, વાતાવરણમાં ભાર વધ્યું અને વર્તમાન સમય ભૂતકાળની શેરીઓમાં પુર સપાટે વહેતો થઇ ગયો. કોણ ક્યાં હતું અને કોણ ક્યાં નહતું એજ સમજી શકવું જાણે હવે મુશ્કેલ થઇ રહ્યું હતું. )

“ સવાલો ? એ વળી શેના ?..” લાંબી શાંતિના વાતાવરણને ચીરી સોનલ બોલી ઉઠી પણ એના મુખમંડળ પર કેટલાય સવાલો સમાન રેખાઓ ઉપસીને ઘાટી થઇ પણ એના પાસે જવાબો તો ક્યાં હતાજ, એને કદાચ સુનીલ પાસેથી જવાબ મળવાની આશા હોય એવું એની લાગણીઓ વ્યક્તિ કરી રહી.

“ સવાલો એટલે ? શું બોલે છે તું આજ ?...” થોડુક વિચારી સુનીલે જવાબ આપ્યો.

“ તુજ કેને ?...”

“ એટલે મારા મનમાં શું ચાલે છે એની તને કઈ ખબર નથી એવું કહેવા માંગે છે તું એમજને ? આટલું બધું વીત્યા પછી પણ તું જાણે અજાણ બનવાની કોશીસ કરે છે... કેમ નઈ હા યાર હવે સમજાયું આખીયે દુનિયામાં એક તુજ તો અજાણ છેને મારા પ્રેમથી...” આકાશ તરફ નજર નાખી એક લાંબો નીશાશો નાખતા સુનીલ બબડ્યો અને પશ્ચિમ તરફ ઢળતા એ સોનેરી સુરજના પ્રકાશ ને જાણે મનની ગહેરાઈ સુધી અનુભવી રહ્યો હતો એના મનમાં એક ગહન અંધારપટ જાણે છવાયેલો હતો પણ કોઈ સવાલના જવાબ ના હતા.

વાતાવરણમાં પરિવર્તન રેલાઈ રહ્યું હતું. સાંજની એ મીઠી પહોંર હવે સંધ્યાકાળના અંધકારમાં છુપાઈ રહી હતી, આકાશમાં પંખીઓના સુરો રેલાઈને અનંત દુરીઓમાં છવાઈ રહ્યા હતા. બધા પંખીઓ આખાય દિવસની મુશાફરી અને વિશાળ રઝળપાટ બાદ પોતાના માળા તરફ પહોચવા માટે પાછા વળેલા નઝરો સમક્ષ હતા દરેકની ઉડાનમાં એક નિરાશા હતી કદાચ થાક પણ હતો સ્વર જેવી સ્ફૂર્તિ ના હતી. સવારથી લઇ હાલ સુધીની પોતાની ફરજ બજાવી પાછા ફરતા એક કર્મચારીઓની જેમજ પોતાની સટલ બદલાય એમ સુરજ પોતાની જવાબદારી ચંદ્રને શોપીને વિદાય થઇ જવાની ઉતાવળમાં હતા. પોતાની ગરમી અને રોશનીને સંકેલી ચંદ્રની ચાંદનીને જાણે બિરદાવીને એક જવાબદારી નિભાવ્યાનો આનંદ અનુભવતા સ્મિત રેલાવી રહ્યો હતો. આખુય આકાશ સોનેરી કિરણોથી જગમગી રહ્યું હતું. ધીરે ધીરે વાદળની ઓટમાં સંતાઈને ચાંદામામા પણ આ બંને પ્રેમી પારેવડાની વાતોને કાન દઈ સંભાળવા તડપતા હતા. પોતાની ચાંદની દ્વારા તેઓ શીતળતા વહાવી રહ્યા હતા, એક ચાંદની અને સોનેરી ફેલાયેલી રોશની, એકતરફ ઢળતા સુરજદાદા તો બીજી તરફ લાપતા છુપાતા ઉપર તરફ સરકતા ચાંદામામા એક નયનરમ્ય દ્રશ્ય રચી રહ્યા હતા જાણે કે સુનીલ અને સુનીતાની આ પ્રેમ ગોષ્ઠીની શાક્ષી પુરાવતા એક પ્રેમરાગ છેડી ને મધુર સંગીત રેલાવી રહ્યા હતા.

“ ખરેખર સુનીલ આજે તું શું કઈ રહ્યો છે એ કદાચ જાણે મારા માટે સમજવું મુશ્કેલ થઇ રહ્યું છે યાર, કેમ સીધે સીધું નથી કઈ દેતો આમ વાતો ને ગોળમોળ ફેરવીને તું આખરે કહેવા શું માંગે છે ? મારા માટે સમજવું મુશ્કેલ થઇ રહ્યું છે..” આજે એક લાંબા વિચારોમાં ડૂબકી લગાવવા મથતી સોનલ જાણે કઈજના સમજી શક્તિ હોય તેમ એની આંખોમાં સુનીલ માટે કેટલાય સવાલો ઉમટી રહ્યા હતા. પણ ત્યાજ સામે છેડે સુનીલનું ધ્યાન હજુય જાણે આકાશની ગહેરાઈઓને આંખો વડે માપી લેવાની નિરર્થક કોશિશો કરતુ ઉપર તરફ દુર દુર સુધી આઝાદ પંખીની જેમ વિહરી રહ્યું હતું.

“ શું સાચેજ તને કઈ પણ નથી સમજાતું ? કે પછી તું બધું સમજવા છતાય મારા મુખેથીજ સંભાળવા માંગે છે?..” ફરી એક વાર એણે ધ્યાનને સોનલ તરફ લાવવાની કોશિશ કરી એનું મનતો જાણે હજુય સોનલની આંખોની ગહેરાઈઓને સમજવામાં થાપ ખાઈ જાતું હોય એવું એ અનુભવી રહ્યો હતો અથવા કદાચ એને એમજ સોનલના ચહેરાને નીર્ખીનેય ગણા જવાબો મળી જવાની આશા પણ હોય ?

“ ઓકે બાબા , તું એમ સમજ કે હું બધુય જાણું છું તેમ છતાય મારે ફરીએ તારાજ મુખેથી સંભાળવું છે ? ” એનો ચહેરો ઉદભવેલા પ્રશ્નોને સ્પષ્ટપણે ભાવવિભોર બનાવી રહ્યો હતો એના હાવભાવ પણ જાણે એવાજ હતા એક આનંદ અને પ્રશન્નતા એના મુખ પર પણ હતી.

“ કેટકેટલું સમજાવીશ હું તને એમ તો કે તો મને પણ સમજાયકે મારે ક્યાંથી શરુ કરવાનું છે અને કેટલે આવીને ખતમ ?..” એક લાંબો નિસાસો નાખી તે અટક્યો જાણે અચાનકજ કઇક નવું અનુભવાયું હોય તેમ તે ફરી વાર સોનલની વિશાળ આંખોના અઘાધ સાગરમાં કુદી પડ્યો ડૂબી જવા માટેજ.

“ બોલ હવે ક્યા શુધી ? આખર ક્યાં સુધી આમ ખોવાયેલો રહીશ ? કેવું વર્તન કરે છે જાણે મારું ભૂત જોઇને આભો બન્યો હોય નઈ ? જાણે મનેતો કદીયે જોઈજ ના હોય ને એમ તારી નઝરો મારા પર પવનવેગે ફરી રહી છેને ? હવે તો મનેય એવુ લાગે છેકે તુજ બદલાઈ ગયો છે ?..” ફરી એકવાર તે અટકી એના ચહેરા પર એક લાગણીના રેલા વહ્યા એની આંખોની કિનારીઓ સહેજ રેલાઈ આવી.

“ કદાચ હા સોનલ આજ પ્રથમ વખતજ તને જોઈ હોયને એવુજ લાગે છે..”

“ કેમ આજ પેલા નથી જોઈ મને તે..? ”

“ ના... આવી રીતે તો નઈજ...”

“ ઓહ અચ્છા...”

“ મારી એક વાત માનીશ... સોનલ... ? ”

“ બોલને... કદાચ એટલે જ તો આવી છું... ? ”

“ તું બસ આમજ મારી સામે બેસી રહે અને હું તારી આ વિશાળ ગહેરાઈઓમાં ખોવાયેલોજ રહું તો ? ”

“ તો ? ”

“ તો શું બીજું કઈ પામવાનીતો ઇચ્છાજ સમાપ્ત થઈ જાયને, બસ તને આમજ જોયા કરિશ તારી આ નિસ્વાર્થ સાગર જેવી આંખોને, તારા હાવભાવ, હાસ્ય, વ્યંગ, માસુમિયત, અદા, પ્રેમ, ફૂલની જેમ મરકતા હોઠ, અને તારા એ મધુર સ્વરને સંભાળતો રહીશ બસ જાણે કોઈ ઝંખના નથી હવે...”

“ તું પાગલ થઇ ગયો છે કે શું ? ”

“ તારા માટેતો ક્યારનોય છુજને યાર..”

“ તો મને ઘરે નઈ લઇ જાય..”

“ પણ તું પાછી જતી રઈશ તો ? ”

“ નઈ જાઉં બસ પ્રોમિસ...”

“ ના યાર તુ હાલજ જતી રઈશ...”

“ વિશ્વાસ નથી તને... મારા પર... સુનીલ...”

“ પોતાનાથી પણ વધુ... પણ...”

“ પણ શું... યાર...”

“ મને ખબર છે તું દરેક વાર મને આમજ તડપાવીને ક્યાય અદ્રશ્ય થઇ જાય છે પણ આજતો હું તને ક્યાય નઈ જવા દઉ જોઈ લેજે..”

“ અરે સુનીલ ક્યાં ખોવાયો છે યાર, આ તારી સપનાની દુનિયા છોડ અને વાસ્તવિકતામાં આવ સમજ્યો અને હું હવે ક્યાય નથી જવાની જો આ રહી તારી સાથેજ છું..” ખોવાયેલા સુનીલને ખભેની ઝબકાવતા અને ચંદ્ર સામે આડી નઝર નાખતા મનોમન કઈક માંગતી હોય એમ એણે સુનીલને વાસ્તવિકતામાં લાવવા પ્રયાસ કર્યો.

“ સોનલ... તું... અહી... પણ કેવી રીતે...” કેટલાય ઉદગાર અને આશ્ચર્યના ભાવ એના ચહેરા પર ઉભરાઈને વહેતા થઇ ગયા. એના હાથ પગ અચાનકજ ચોટી ગયા એ આગળ ડગ માંડવાની પણ હિંમત ના કરી શક્યો. પોતાનીજ આંખો પર જાણે એ વિશ્વાસ ના કરી શકતો હોય તેમ પોતાની ચપટી વડે પોતાની બાજુ પર ચુંટલીયો ખણવા લાગ્યો પણ એની હિમ્મત જાણે હજુય એકત્ર ના કરી શક્યો એ પોતાના પગનું બલેન્સ હજુ બનાવી ના શક્યો. મુશ્કેલ પણ હતું જેના માટે કેટલાય પળ સદીયોની જેમ એનાથી દુર રહી એના વિરહમાં પળ પળ સળગીને વિતાવ્યા અને જેની આવવાની એ આશા પણના કરી શકતો એજ સોનલ, આજ અચાનક જેના માટે એને પોતાનો ભારત દેશ સુધ્ધા છોડી દીધો એજ સોનલ , એના મનમાં હજુય સવાલો અકબંધ હતા જે પોતાની દસા અને દિશા વિશેના હતા કારણ પોતે એનાથી જુદા થઇ ક્યાં રહે? ક્યાં જાય? ક્યાં ફરે? એની એનેજ જાણ નથી હોતી તો સોનલ કેમ. પણ આતો પ્રીતની વાટ ભલભલાને પોતાના પ્રેમી સુધી ખેંચી લાવે અને એના માટે કઈ એને નામ સરનામાની જરૂર પણ નો પડે એનેજ તો કહેવાય ને પ્રેમ બાકી નામ સરનામેતો બધુય મળે એમાં નવાઈ ની વાત શું ? પ્રેમની વાત શી ? પારખા કેમના થાય ?...

સુનીલ ખોવાયો એના જીવન નો ભવ્ય ભૂતકાળ અને એની સ્વરચિત સ્વપ્નસૃષ્ટિ ફરી એકવાર એની સામે ઉપસી આવી. એના જીવનની એજ સર્વશ્રેષ્ઠ મૂડી એવી એની પ્રીત સોનલ અને એની સાથે વિતાવેલી એક એક પળ એની આંખો સામે વર્તમાનમાં જીવતી અને ફરતી થઇ ગઈ. કદાચ એના સપના પણ એ પુરા ન કરી શક્યો અને આમ અચાનક એક ડાઈરી ના સહારે પોતાની પ્રીતને છોડીને આવી ગયેલો એ પણ શહેરથી દુર હોય તોય ઠીક આતો પુરા દેશની સરહદો વટાવી ગયો એપણ વગર પૂછ્યે કે રઝા લીધા વગરજ. આમતો એની અને સોનલ સાથેની વાતો માં કોઈજ પ્રકારની સમાનતા ના હતી બસ સામાન્ય વાતચીત જ હોય તેમ છતાય એના સંવાદો સુનીલ માટે ખુબજ મહત્વપૂર્ણ સાબિત થતા. અને જ્યારથી એણે ભારત છોડેલું ત્યારથીજ સોનલની હાજરી સતત એના દિલની ગહેરાઈઓમાં છવાયેલી રહેતી એટલે સુધી કે એની પાસે એવા કેટલાય પ્રસંગો પણ હતા જેમાં પોતે સોનલ સાથે કલાકો સુધી વાતચીત કરતો રહેતો પણ જાણે આજની વાતોમાં કઇક નવીનતા હતી જે આજ પહેલા અનુભવી શકાઈ ન હતી.

રાતનો અંધકાર પોતાની સંપૂર્ણ રંગત જમાવી રહ્યો હતો, સુરજ ક્યારનોય વાતાવરણના ઘોર અંધકારમાં ઓગળી ચુક્યો હતો અને બસ તારાઓનો ઝગમગાટ યથાવત હતો. પાછા પોતાના ઘર તરફ ફરતા પંખીઓનો કલરવ પણ જાણે પ્રેમના મધુર સુરો રેલાવીને વાતાવરણને મદમસ્ત કરી રહ્યા હતા. ચંદ્ર જાણે પોતાની આગળની કહાની સંભાળવા માટેની વ્યાકુળતા ન રોકી શકતો હોય એમ વારંવાર ડોકાચીયા કરીને જોઈ રહ્યો હતો. તારાઓ પણ હમેશ કરતા આજે વધુ આકર્ષિત દેખાઈ રહ્યા હતા સાથે એમની હાજરીની સાક્ષી માટે આખીયે શ્રુષ્ટિ જાણે સુર પુરાવી તૈયાર હતી. સતત સુનીલના કલ્પનાની સ્વપ્નશ્રુષ્ટિ ફરી એને પોતાના ઊંડાણમાં ખેચી રહી હતી જ્યાંથી આ પ્રેમ કહાનીનો ઉદય થયેલો.

રાજસ્થાનનો સિરોહી જીલ્લો અને એમાંય રાજસ્થાનના નકશામાં એક સુક્ષ્મ બિંદુ સમોવડું એક નાનકડું અમથું ગામ એટલે પાલડી ગામ. અને બંનેના મળ્યાની એ સાબિતી આપતું નાનું ગામડું. એમની પ્રથમ મુલાકાત હતી કદાચ અથવા એજ પ્રેમની લાગણીઓની શરુઆત માટેનું શરૂઆતી કેન્દ્ર કહી શકાય કારણ એ બંનેની એ મુલાકાત એમની આ ભવ્ય પ્રેમકહાનીની જીવંત સાબિતી હતી. દુનિયામાં રચાતી કરોડો કહાનીઓની જેમજ એમની એ મુલાકાત સાથે એક વધુ કહાની પણ જાણે જન્મ લઇ ચુકી હતી પણ એમાય રુકાવટોની કોઈ પણ કમી ના હતી. આ કહાની કુદરતની માંય તો શું આમ આદમી પણ જાણે આશાનીથી ના સમજી શકે એટલી વિચિત્ર હતી. સુનીલ તો પોતે મુંબઈના ટોપ બિલ્ડર નો દીકરો હતો જે સીરોહીની એક કોલેજમાં સાઈકોલોજી માં અભ્યાસ કરવા રાજસ્થાન આવેલો નાનપણથીજ એને રાજસ્થાનની ખુબ માયા હતી એનું મોસાળ પણ રાજસ્થાનમાં હતું. અને સોનલના પતીદેવ એટલેકે બે એક મહિના પૂર્વે લગ્ન કરનાર વિજય દેસાઈ પોતેજ સુનીલના પિતા નીતિન સહાનીનું રાજસ્થાનનું કામકાજ સંભાળતો એટલે એના આગ્રહ મુજબ સુનીલ એમનાજ ઘરના ઉપરના રૂમમાં પેઈનગેસ્ટ તરીકે રોકાયેલો.

વિજય દેસાઈ એક સામાજિક માણસ હતો જયારે સુનીલ મુંબઈમાં રહેતો હોવાથી ખુલી વિચાર ધારા ધરાવતો હતો એને ઉપરનો રૂમ રહેવા આપવાની વાતમાય શેરીના ઘણા લોકોમાં આડી અવળી વાતો પણ થવા લાગી કારણ ઘરમાં એક નવી આવેલી દુલ્હન હોય પતિદેવ અખો દીવસ કામથી બહાર હોય અને એક જવાન માણસ ઘરમાં થોડું વિચિત્ર લાગે પણ કિશનભાઈને એનાથી કોઈ સમસ્યાના હતી તેઓ પાંચમાં પુછાતા અને તેમનાજ બાળપણના ભેરુ એવા વાલજીભાઈની લાડકવાઈ દીકરી સોનલ જેના પર એમને પોતાની દીકરી જેટલો સંપૂર્ણ વિશ્વાસ હતો. એટલે શેરીના લોકોની વાતો વધુ અસર ના કરી શકી.

સુનીલ સહાની હાલમાં મનોવિજ્ઞાનના બીજા વર્ષમાં દાખલ થયેલો આથી પહેલા તે પોતાના મોસાળમાં રહેલો અને ત્યાંથીજ પોતાના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ પતાવેલો પણ આતો અચાનક કરાયેલા વિજય દેસાઈના આગ્રહને કારણેએ અસ્વીકારી ના શક્યો કારણ સરળ હતું ભલે માલિક મજુર હોય પણ સાથો સાથ એ બંને સારા એવા મિત્ર પણ હતાજ. વિજય આખો દિવસ કામ પર રહેતો પરંતુ વિજયના ઘરેથી સુનીલની કોલેજ ખુબ નજીક પડતી હોઈ તે ચારેક કલાકથી વધુજ બહાર રહેતો બાકીનો સમય ઘરમાં પોતાના લેપટોપમાં ડૂબેલો રહેતો. વિજયને પાર્ટી અને બારમાં જવાના શોખ પણ હતા અને એ સુનીલના પિતાનો મોટો કારોભાર સંભાળતો હોવાથી આવી પાર્ટીમાં આવજાવ પણ થતોજ રહેતો ઘણીવાર તો એ બે-બે ચાર-ચાર દી બહાર રહેતો ઘરમાં સોનલ, કિશનભાઈ અને ઉપરના રૂમમાં રહેતો સુનીલ બસ.

સુનીલ થોડાકજ દિવસોમાં બોર થઇ ગયો એકલું એને ના ફાવતું ઘણી વાર એ કિશનભાઈ સાથે વાત ચિત કરી દિવસ પસાર કરતો અને સોનલ આખો આખો દીવસ પોતાના કામમાં પરોવાઈ જતી પણ ક્યાંક ને ક્યાંક એના દીલમાંય સુનીલ પ્રત્યેનું કઈકતો હતું શું એની કદાચ સ્પષ્ટતા થઇ સકે તેમ ના હતી. કારણ પોતે એક પરિણીત અને ઘરઘથ્થુ સ્ત્રી હતી અને સુનીલ એક અજાણ વ્યક્તિ અને પોતાના પતિનો મિત્ર પણ. સમય સાથે બધુજ બદલાઈ જાય છે તેમ ધીરે ધીરે સોનલ અને સુનીલ વચ્ચે એક જાન-પહેચાન માટેની થોડીક દુરીઓ પણ ઘટી અને બંને ક્યારેક ક્યારેક થોડી ઘણી વાતો પણ કરી લેતા હતા પેલાતો એ સુનીલ સાથે બોલતી તો ખરા પણ કામ પુરતુજ જેમકે ચા માટે, જમવા માટે વગેરે જેવા કામો માટે પણ એ કઈક અલગ કહેવાય અને આ પણ હજુ આનું કઈ નામ ના હતું કે જેને કહી શકાય કે એને સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી શકાય. હવે તો એ જયારે પણ કોલેઝ ના જવાનું હોય કે કંટાળે એટલે સોનલને ઘર કામમાં મદદ પણ કરી લેતો અને બદલામાં કહેતો હું આમ પણ ઘરમાં બેસી બેસીને બોર થઇ જાઉં છું યાર કઈકતો કામ કારવોને મારાથી થઇ શકે એવું અને કિશનભાઈ હસી કાઢતા કે દીકરા તારા માતા-પિતાએ ક્યાં તારે કામ કરવું પડે એવી કસરજ છોડી છે તો તું એના ઓરતા કરે છે. અને સોનલ પણ હસી પડતી અને સુનીલ એના એ નિર્દોષ હાસ્યને જોઈ જાણે કઈક નવુજ અનુભવ કરી લેતો.

સમયની ગતિ બધું બનાવી અને બધું મિટાવી દેતી હોય છે બસ એવુજ બની રહ્યું હતું સોનલ અને સુનીલ વચ્ચેની દુરીયો સમય સાથે ઘટતી જતી હતી હવે તેઓ બંને મન ભરીને વાતો કરી લેતા. બંને સારા મિત્ર બની ગયા હતા અને એનાથી કીશનભાઈ ને કોઈ વાંધો ના હતો આખો દીવસ મનમાં મુરજાયેલી પોતાની દીકરી સમાન સોનલ સુનીલ સાથેની વાત ચિતથી ખુસ રહેતી એ એમનેય ગમતું. એ સસરા હોવા છતાય સોનલને દીકરીજ ગણતા એટલે બંને વચ્ચે અડચણ ના બનતા અને એનેય પોતાની ખુશીમાં ખુશ થવાનો પૂરો અધિકાર આપતા. કારણ પણ સ્પષ્ટ હતું એમને પોતાની વહુ પર પોતાના કરતાય વધુ ભરોસો હતો અને સોનલ એ વિશ્વાશને હમેશા સચવાતી પણ એટલોજ.

સમયનો ખેલ ક્યાં કોઈ સમજી સકે છે કઇક એવુજ બની રહ્યું હતું. સોનલ અને સુનીલ વચ્ચે ખાસી નજદીકીઓ વધી હતી ઘણી વાર એકબીજાનો સ્પર્શ પણ થઇ જતો પણ તેમ છતાય તે સબંધ હજુય દોસ્તીથી વધુ આગળ નહતો વધી શક્યો કારણ પણ કીશનભાઈના વિશ્વાસ મુજબ સ્પષ્ટ હતું સોનલનું મન એકદમ સાફ હતું ભલે મનમાં ગમેતે હોય પણ એનું સુનીલ પ્રત્યેનું વર્તનતો મિત્ર તારીકેનુજ હતું પણ કદાચ સુનીલ એના કરતાય ક્યાય આગળ હતો અને ઝડપી પણ. હવે સોનલનો સાથ સુનીલને ગમવા લાગેલો અને મનોમન એ સોનલની બધીજ હકીકત જાણવા છતાય એને દિલના મીઠા કોલ દઈ બેઠો હતો એના મનમાં એક પ્રેમની પવિત્ર લાગણી પુર જોશમાં પરિણમી ચૂકી હતી એનું મન સાફ હતું પણ કદાચ દુનિયાની નઝરમાંતો એ એક ઘોર અપરાધ હતો. પણ કદાચ આ બધું દુનિયાદારીની વાતોમાં બંધાયેલા અને સમાજ અને સોસાઈટીના ખોખલા વિચાર વાળા બોખા માણસો માટે હતા સુનીલ માટે તો પ્રેમ અને દિલની લાગણિઓજ સત્ય સમાન હતી. ધીરે ધીરે બંને જાણા એકબીજા તરફ આકર્ષાઈ રહ્યા હતા પણ આજ લાગણીઓને સોનલ સમાજના ડરથી મનમાં દબાવતી જયારે સુનીલ એવું કરવામાં નિષ્ફળ રહેતો હતો કારણો સ્પષ્ટ અને સમજી શકાય એવાજ હતા એ મોટા શહેરમાં ઉછરેલો હતો જ્યાં આવા ભેદભાવ કે બંધનો નથી હોતા.

( ક્રમશઃ ....... )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED