સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૧૫ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૧૫
સમય વીતતો જતો હતો મંદ મંદ ગતિએ ચાલતો સમય અત્યારે રાત્રીના અંધકારમાં જાણે ખોવાઈ રહ્યો હતો, ચંદ્રમાં આ બંનેને ઝંખવા હવે ડોકિયા કરતો હતો અને સાથેજ તારા ટમ ટમીને એમના સુર સંગીત સાથે તાલમેલ સાધી રહ્યા હતા. પંખીઓના રેલાતા સુર, પાસેના બગીચાઓ માંથી આવતી મહેક અને સુગંધ મન અને દિલને વધુ આનંદ આપતી અને એક નવીજ ભાવનાઓ જળહળી ઉઠતી. કલાકોના કલાકો વીતવા છતાય બંને બેઠા હતા જાણે બંને અલગજ સૃષ્ટિના સાગરમાં તણાઈ ગયા હતા. આમને આમ ક્યારે રાત પડી જતી અને ક્યારે સવાર જાણે કઈ પણ પાછલા દસેક દિવસથી તો બિલકુલ સમજાતુજ ના હતું.
સમયની ગતિ સાથે દિવસો પસાર થવા લાગ્યા હતા રોજ દિવસનો કદાચિત પાંચમો ભાગજ એ બીજનેશમાં જોડતો હશે બાકીનો સમય એ સોનલ સાથેજ વિતાવતો એની પાસેજ કોઈ પણ જાતની કમી ના હતી એની, કદાચ એની પાસે બસ એક વસ્તુની ખૂટ હતી જેને પળવાળમાં સંતોષી લેવાજ એ સોનલની આસપાસ રહેતો હતો. એક અદભુત ભૂખ હતી એના દિલમાં પણ બસ જાણે એ સંતોશાતીજ ન હતી અને દિવસની ગતિ સાથે નિરંતર વધતી જતી હતી. પ્રેમની ભૂખ એના એ અઘાધ આંખોના સાગરમાં ખોવાઈ જવાની ભૂખ, એની મહેકમાં મહાલવાની ભૂખ, નિરંતર એના સહવાસમાં રહેવાની ભૂખ, એના ચંદ્રમાં જેવા મુખને નિહારતા રહેવાની ભૂખ, એને સમર્પિત થવાની ભૂખ, તનમનથી એનામાં સમાઈ જવાની ભૂખ અને એમાં કોઈજ જાતની શરતો અને બંધનો વગર એકબીજાની કાળજી રાખવાની ભૂખ પણ એમાં હમેશા સામેલ હતી.
બંનેનો સાથ જાણે બે યુવાન દિલને એક અદભુત આનંદ અને અવિરત શુકુનની ભેટ આપતો. બંને એક બીજામાં ખોવાઈ જતા જાણે બે શરીરતો હતા પણ એમનો આત્મા એકજ હતો એક સાથે વિચારતા અને એક સાથેજ હસતા. એમની જીવન ડોર એક અલગજ દિશામાં ખેચાઇ રહી હોય એવું હમેશા લાગતું આ પથમાં સુખ હતું કે દુખ પણ બંને માંથી એક્નેય કદાચજ ખબર હોય બસ એકજ વસ્તુ બે જીવડાને આવડતી અને એ આવડતી વસ્તુ એટલે પ્રેમ અને બસ પ્રેમ... અનન્ય પ્રેમ... અવિરત પ્રેમ... અઘાધ પ્રેમ... સ્વતંત્ર પ્રેમ... શરતો વગરનો... મતલબ વગરનો... ફરિયાદ વગરનો... સામાજીકતા વગરનો... લોકોની ચિંતા વગરનો... દુનિયાદારી વગરનો... બંધન મુક્ત... ગમા અને અણગમા વગરનો... મુક્ત પ્રેમ... બસ એજ એક ઈશ્વરીય રૂપ પ્રેમ... જેમાં સાથ હોય... સંગાથ હોય... અને માત્ર અને માત્ર પ્રેમજ હોય... ના હું હાય ના તું હોય... બસ બંને એકમેકમાંજ હોય... એકમાં કૃષ્ણ હોય તો બીજામાં ક્રિશ્નાની જાન સમી રાધા હોય... દિલની વાત સીધી દિલથી થાય... દરેક જગ્યા વૃંદાવન હોય અને દરેક રાતમાં મથુરાની સૌગાત હોય...
“ આમ આપણે ક્યાં સુધી એક બીજાનો સાથ આપતા રહીશું...” સોનલના દિલમાં ઘેરાયેલા કાળા વાદળો માંથી એક લાંબો અને ભયંકર વીજળીનો કડાકો થયો અને આટલોજ અવાઝ નીકળ્યો છતાં કઈક સમજવાની અવઢવમાં ફસાઈ હોય એમ વર્તવા લાગી હતી.
“ હમેશા... જીવનના અંત સુધી... જ્યાં સુધી તું છે... જ્યાં સુધી હું છું... આપણે છીએ... ત્યાં સુધી... સોનલ...” સોનલના હાથમાં પોતાનો હાથ પકડીને થોડો મઝબુતાઈથી પોતાના હાથમાં મૂકી બોલ્યો અને એના મુખના હાવભાવ વાતચીત મુજબ બદલાતા અનુભવાયા.
“ પણ... સુનીલ...”
“ શું પણ... સોનલ... બોલને...”
“ તને ખબર છે આપણે મળ્યાને આજે કેટલા દિવસ થયા છે, છતાય હું જોઈ રહી છું તેમ તારા અરમાનો ભરાતાજ નથી આમ હું ક્યાં સુધી તને તાડપાવતી રહીશ...” સોનલની આંખો માંથી ગંગા જમુના સાથેજ વહી નીકળી એને પોતાનું મોં છુપાવી લીધું હતું કદાચ ના બોલવાનું બોલાઈ ગયું હોય પણ હવે એને છુપાવવાનો પણ કોઈ અર્થ ના હતો.
“ યાદ છે મને કે આજના દિવસને ગણતા પંદરેક દિવસ થયા...” ચોક્કસ ગણતરી ગણાવતા ગણાવતા સોનલનો હાથ થોડીક વાર માટે નીચે મૂકી એને સ્પષ્ટતા કરી આપી.
“ તો પછી... સુનીલ... વિચારને... થોડું...”
“ હા ૧૫ દિવસ ૭ કલાક અને ૨૨ મિનીટ અને હા જો આ પલ સુધી ૩૩ સેકંડ પણ..” સુનીલ આટલું બોલીને ખડખડાટ હસી પડ્યો.
સોનલ એના હસતા મુખને જોઈ રહી હતી અંદરથી બહાર ના આવી શક્તિ એના મનમાં કોઈક વાત હતી પણ એને પલ પલ જાણે કોરી ખાતી હતી પણ એનામાં સ્પષ્ટ કહી શકવાની હિમ્મતના હતી. એ આવીતો ગઈ પણ જાણે હવે ફસાઈ ચુકી હતી એવું એ હવે અનુભવી રહી હતી. એ લગભગ કઈજ સમજી શકતી ના હતી સુનીલ એના માટે આટલી હદે પાગલ હશે એને એ વાતનો અંદાઝ કદાચજ હશે.
“ કેમ નથી સમજતો...” પોતાની આંખોમાંથી સરતા આશુને લુછીને પોતાના મનને મક્કમ કરી એ ફરી વાર બોલી.
“ શું સમજુ પણ એ તો કે...” સુનીલ એકાએક આકાશના વિશાળ પટને નિહાળતા નિહાળતાજ બોલ્યો સાંભળ સોનલ શું આ વાદળોને જોઇને એમ પૂછવામાં આવે કે કેટલા દિવસો થયા તમારા આકાશ સાથેના સબંધને તો કદાચ મારા જેમજ ચોક્કસ સમયે તને કહી આપશે કેમ સાચું ને ? સોનલ તરફ ચાલતા અને ફરી એને પોતાની બાહોમાં સમાવી લીધી.
“ પણ હું કઈ અમર તો નથી કે તું આમ ઘેલો બની મારા આસ પાસજ...” સોનલ કદાચ વધુ બોલે એ પહેલાજ સુનીલે પોતાનો હાથ મૂકી એને અટકાવી.
“ તને ભાન પણ છે... તું શું બોલી રહી છે... ક્યારનો જોઉં છું તું બસ જે સુજે એજ બોલે જાય છે... ” સુનીલના મુખ પરના હાવભાવ બદલાયા ખુશીની લાગણીઓ જે અત્યાર સુધી હતી એ ચહેરા પરથી સરીને સંતાઈ ગઈ અને ગંભીરતા ઉપસીને ગાલના ખંજનોમાં છવાઈ ગઈ.
“ હા, એટલેજ તો કઉ છું... તુજ નથી સમજતોને...”
“ પણ આજેજ કેમ... તું આવી વિચિત્ર વાતો કરે છે...?” ફરી એક વાર સોનલની આંખોમાં જોતા સવાલ વાળ્યો. એની આંખોની કોઈ ઊંડાણવાળી ગહેરાઈઓમાં કદાચ સુનીલ કઈક શોધી રહ્યો હતો એના શબ્દો એના હાવભાવ સાથે મેળ ખાતા ના હતા.
“ એનો કોઈ જવાબ મારી પાસે નથી...” સોનલે નકલી ગુસ્સો દર્શાવતા બોલીને એની વિરુદ્ધ દિશામાં આકાશના અંત સુધી પોતાની નઝર દોડાવી પણ કદાચ એને કિનારો દેખાયો જ નહિ. એને ફરી પોતાની દિલની ગહેરાઈના અંતરમાં નઝર નાખી કદાચ એ પણ હવે તુટવા લાગ્યું હતું. કઈ પણ કહેવાની ક્ષમતા એનામાં ન હતી એતો બસ પ્રેમરાગને વાગોળી રહ્યું હતું.
“ એક સવાલ પૂછું.. ?” સોનલે ફરી વાર મક્કમ બનીને પુછીજ લીધું.
“ હા કેમ નઈ સોનલ... પૂછને...” હકારમાં જવાબ આપી માથું ધુણાવ્યું.
“ કદાચ કાલે ઉઠીને મને કઈક થઇ જાય તો ? તું શું કરીશ ? અને હા સાચે સાચો જવાબ આપજે...” આટલું કહીને સોનલે પોતાનું અધૂરું વાક્ય પૂર્ણ કર્યું.
“ તારી શું ઈચ્છા છે ?”
“ એ છોડને...”
“ તો શું...?”
“ જવાબ આપને સુનીલ...”
“ કદાચ એનો કોઈજ જવાબ મારી પાસે નાથી કારણકે મારું મન એવો વિચાર કરવા પણ તૈયાર નથી હા કદાચ એ પળ મારો પણ આખરી પળ હશે એની મને ખાતરી છે કારણ કે મારો જીવ આત્માતો તારામાજ વશેલો છે. તારા વગરનો દિવસ આ દુનિયામાં કદાચ મારો આખરી દિવસ હશે...” સુનીલ કઈ આગળ બોલે એ પહેલાજ સોનલે એના મુખ પર પોતાના હાથ મૂકી ભેટી પડી એની આંખો નિરંતર વહી રહી હતી એની વેદના જાણે આંશુ બનીને બહાર વહી રહી હતી અંદર ઉઠેલો સમુદ્રનો તોફાન બહાર સુધી છલકાઈ રહ્યો હતો.
“આ બધું શું છે...” સુનીલ થોડા કડક અવાજે બબડ્યો એની આંખોમાં વરસતો આ જવાબ જોયો હતો. ક્યારનો જોઉં છું તું આવી તેવી વાતો કરે છે. બસ કર હવે મારે નથી કરવા એવા વિચાર મારા માટે તો બીજા કોઈની જરૂર નથી સમજી ગઈને... સુજલ ઝડપભેર રૂમમાં ગયો અને પાણીનો ગ્લાસ લઇ એણે સોનલ સામે ધર્યો આ પીલે અને આવા નકારાત્મક વિચારો મનમાંથી કાઢી નાખ અને હવે પછી આવા વિચારોને મનમાં આવાજ ના દેતી સમજી ને ?
અચાનક એનો મોબાઈલ રણક્યો એણે તુરંત ફોન ખિસ્સા માંથી કાઢીને કાને લગાવ્યો બે એક શબ્દની વાત થઇ ફોન કટ થયો અને સુનીલ ઓફીસના કામ માટે રવાના થયો અચાનક દરવાઝા પાસેથી એ પાછો ફર્યો એને પોતાના બંને હાથ ફરી સોનલની કમર પર મુક્યા એક શાંતિ છવાઈ ગઈ એને પોતાનો ચહેરો સોનલના ચહેરા તરફ ઝુકાવ્યો બંનેના શ્વાસ મળ્યા અને એક તાલમેલથી વહી રહ્યા થોડોક સમયમાં ક્યારે બંનેના હોઠ મળ્યા અને એક લાંબી સિસ્કારી નીકળી ગઈ. વાતાવરણમાં સુન્નતા છવાઈ ગઈ બધી નિરાશાના ભાવ ક્યાય પ્રેમના રસમાં ભીંજાઈ ગયા. સુનીલ સ્ફૂર્તિ અનુભવી રહ્યો હતો નવા જોશ સાથે એ દરવાઝા તરફ વધ્યો અને જાતા જતા રાત્રે એક ખુશ ખબરની વાત આપવાનું વચન આપતો ગયો.
સોનલનું મન આજે લાખોય ગડમથલમાં ડૂબી રહ્યું હતું એના મનમાં હજારો તોફાનો જાણે હાહાકાર મચાવી રહ્યા હતા. એક તરફ સુનીલનો પ્રેમ એને રોમાંચિત કરતો તો બીજી તરફ એની પોતાના માટેની અવિરત વહેતી લાગણીઓ એને કેટલાય વ્હીચારોમાં ધકેલી દેતી હતી. કદાચ એની પાસે હવે વધુ સમયના હતો એ કોઈ કારણ સર આવી હતી પણ એનું મન અને દિલ બધુજ હર માની ચુક્યું હતું એના અરમાનો, ભાવના અને લાગણીઓ બધુજ સુનીલની અવિરત ચાહત સામે નતમસ્તક થઇ શરણાગતિ સ્વીકારી ચુકી હતી. એના બસમાં હવે કઈજ ના હતું એનેતો બસ સુનીલની ચિંતાજ કોરી ખાતી હતી એના મનમાં આજ કોઈક અલગજ પ્રકારની નિરાશા જનક ખ્યાલોની વણજાર હતી. એને સુનીલનો પ્રેમ વધુ તડપાવી રહ્યો હતો એને મઝબુર કરી રહ્યો હતો પણ એ સુનીલને કઈ પણ સમજાવી શકવામાં અસફળ નીવડી રહી હતી. એની સાથે આંખો મિલાવીને સત્ય કહેવાની હિંમત એ એકથી કરીજ નહતી શકતી દિવસો જાણે વિતતા જતા હતા એ પણ એક મુશ્કેલી સમાન લાગવા લાગ્યા હતા. કદાચ સત્ય છુપાવીને પણ રહેવું મુશ્કેલ હોવાથી સત્ય કહી દેવા સિવાય પણ એની પાસે છુટકોજ ના હતો. એક તરફ એ સુનીલને પોતાના વગર રહેતા સીખવવો હતો ત્યાજ બીજી તરફ એને પોતાની જાતને એનાથી અળગી કરવાની હતી જે એના માટે મુશ્કેલ શાબિત થઇ રહ્યું હતું. એક વિચિત્ર ધર્મસંકટ હતું જાણે મુશ્કેલ સંજોગો એની તરફ આવી રહ્યા હતા પણ એને હવે મન મક્કમ કરી લીધું હતું હવે વધુ સહન કરી શકે એટલી હિંમત એનામાં ના હતી.
બીજી તરફ ઓફિસે આવેલા સુનીલના મનમાં કેટલાય વિચારો ગુંટવાઈ રહ્યા હતા જાણે આજે એનું મન ફરી વાર પોતાને સોનલ કરતા દુર જઈ રહ્યો હોય એમ એ અનુભવી રહ્યો હતો. એને પામેલી બધી ખુશીઓ જાણે એક પછી એક દુર જઈ રહી હોય એવા વિચારો એના મનને ઘેરી વળ્યા હતા. એણે પોતાના મનને કેટલીયે વખત રોકવાની કોશિશો કરી છતાય એના મનના વિચારો એને કેટલાય સવાલો કરવા જાણે મજબુર કરી રહ્યું હતું જાણે મગજ પણ ફાટી રહ્યું હતું. એક વેદના અને દર્દ દિલ અને દિમાગમાં સંપૂર્ણ પણે છવાઈ ચુક્યું હતું બધુજ આઉટ ઓફ કંટ્રોલ હતું એના માટે.
અચાનક કેબીનની ડોરબેલ વાગી એને તરતજ અંદર આવવા પરવાનગી આપી સામેથી આરતી પરીખ બે-ચાર ફાઈલ હાથમાં આવી રહી હતી એનો મુખ પરના ભાવ આજ કઈક અલગજ હતા. એણે તુરંતજ સુનીલના સામેની ચેર ખેંચીને એને પોતાના તરફ ફેરવી બેસી એને ફાઈલમાં સહીઓ બતાવી તુરંત સુનીલે બધીજ સહીઓ કઈ પણ વાંચ્યા વગરજ કરી નાખી. એ જાણે હજુ સુધી સોનલના આમ અચાનક પરિવર્તન પામેલા વાતાવરણ વિસેજ વિચારી રહ્યો હતો. ટેબલ પર હાથ ટકરાવતા આરતીએ કઈક પૂછ્યું ....
“ શું થયું સર...”
“ સમજાતું નથી... આરતી... પણ મન જાણે કેટલાયે ચક્ર્વાતોમાં ઘેરાઈ રહ્યું છે અને દિલના કોઈક ખૂણામાં એક ઘોર અંધકારમાં જાણે એક એકાંતની લાગણી અનુભવી રહી છે. જાણે મારું કોઈજ નથી...”
“ પણ હું છું ને...” આરતીના તુટક શબ્દો નીકળ્યા એ પહેલાજ સુનીલ કેબીન બંધ કરી પોતાના ઓફિસની ટેરેસ પર જઈ ચડ્યો હતો જ્યાં એને સોનલ સાથે ઘણીયે વાર વાતો કરી હતી. એ ભગવાનને જાણે સવાલો પૂછતો હતો અને આકાશની ગહેરાઈઓને જોઈ રહ્યો હતો કેટલાય સવાલો મનમાં હતા.
“ આરતી પણ આજ જાણે ખુશ હતી સુનીલે કહેલા એકાંતનું સાંભળી એને કદાચ પોતાના દિલની વાત કરવાનો અવસર મળ્યો હોય એમ એ દોડતી એના પાછળ ટેરેસ સુધી પહોચી ગઈ. વર્ષોથી એની સાથે જાણે કામ કરતી હતી જયારે પોતે પ્રથમ વખતે અમેરિકા આવ્યો ત્યારથીજ જાણે આરતી એને ચાહતી હતી પણ બોસ અને સેક્રેટરી વચ્ચેનો સબંધ એને રોકી લેતો હતો પણ કદાચ આજે ઉચિત સમય હતો. કેમ ના હોય આજે આટલા દિવસ પછી સુનીલે પોતાના દિલના એકાંત વિશેની વાત આરતીને કરી હતી કદાચ એટલેજ એના મનમાં આવા વિચારો આવ્યા હતા. આરતીએ આ વાત પર ખુબ ઊંડાણ શુધી વિચાર્યું અને છેવટે એણે આજે વાત કરવાનો નિશ્ચય કરી લીધો હતો.
સુનીલ ગહન વિચારોમાં ઘર્કાવ થઇ ચંદ્રમાં સામે જોઈ રહ્યો હતો કદાચ એને એ ચંદ્રમાં માય સોનલનો ચહેરો હસતો દેખાતો હતો જે આજે એણે જોયો ન હતો સવારથીજ સોનલની વાતો જાણે એને વિચિત્ર લાગતી હતી. ત્યાજ એના ખભા પર સ્પર્શ્યો એ તુરંતજ બબડ્યો સોનાલતું આટલું બોલતાજ એ એને વળગી પડ્યો અને જાણે માફી માંગી રહ્યો હોય એમ સતત એની આંખો વરસી રહી હતી. મને માફ કરી દે સોનલ મારે તો બસ તારા મુખ પર એ હંમેશને માટે ફરકતું સ્મિત જોઈતું હતું પણ કદાચ હું નિષ્ફળ રહ્યો. આજે તારા ચહેરા પરથી મારા કારણે એ સ્મિત ગાયબ છે, મને માફ કરીદે.... સુનીલ સતત બબડતોજ રહ્યો.
આરતીના મનની અને દિલની ગહેરાઈઓમાં ઉભરાતી ચાહત જાણે સોનલ નામ પડતાજ જાણે દમ તોડી ગઈ. એના દિલના ખૂણામાં કેટલાય તડાકા ભડાકા સાથે દિલમાં સજાવેલા મહેલો એક ઝંઝાવાત સાથે વિખેરાઈને ચકનાચૂર થઇ ગયા હતા. ત્યાં બીજી તરફ પોતાની ચાહત આજ એની બાહોમાં લપાઈને કઈક માંગી રહી હતી એનો સ્પર્શ પણ આરતી જાણે મન ભરીને માણી રહી હતી એની પણ મનની ભાવના જાણે એને વિરોધ કરવા માટે રોકતી હતી. આખરે એનું મન માન્યું એને પોતાના પ્રેમની ખુશી માટે સુનીલની ખુશીની ચિંતા વધુ ગંભીરતા પૂર્વક સ્વીકારી લીધી એને દીલાસનો હાથ સુનીલના ખભા પર મુક્ત એમને શાંત કરતા બોલી.
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]