Svapnsrushti Novel ( Chapter - 4 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svapnsrushti Novel ( Chapter - 4 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૪ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક રીડર્સ ને...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૪

સોનલ વારંવાર પોતાનાજ મનમાં ઉદભવેલા સવાલોથી ઘેરાઈ રહી હતી કઈ પણ નક્કર સમજવું એના માટે હાલ પુરતું થોડું મુશ્કેલ હતું અને જવાબ આપવાના વિચારોમાંય કેટલાય નવા સવાલો બનાવી લેતી હતી. કદાચ પ્રેમની શરૂઆત અને એના કારણે દિલમાં ઉદભવતી લાગણીઓ આવીજ હોતી હશે પ્રેમનો અહેસાસ પણ કઈક અનેરો હોય છે અને એજ હાલ સોનલને અનુભવાઈ રહી હતી. એ જાણે કોઈ વિચિત્ર પ્રકારની મુસીબતમાં સપડાઈ ગઈ હોય એમ એકલતાપણું અનુભવી રહી હતી એના મનના અને દિલના ઊંડાણમાં એક વિચિત્ર એકલતાની ખાઈ હતી એક ઘોર અંધકાર જેમાં સુનીલ હતો પણ એ પોતાનેજ જોઈ શકતી ના હતી ઉદભવતી લાગણીઓમાં ઉભરતી દર્દ અને વેદના એને હચમચાવી મુકતી હતી. કદાચ એટલેજ એ તડપી ઉઠતી હતી અને મનોમન જાણે વેદનામાં ઘસડાઈ રહી હતી. કેટલીયે લાગણીઓના પુર એના વિશાળ મનમાં વહેતા હતા પણ આ બધા વચ્ચે તર્ક કરવો અને એના પર સ્થિર થઇ શકવું જાણે એના માટે મુશ્કેલી ભર્યું બનતું જઈ રહ્યું હતું. અચાનક એના મનમાં એક વિચાર જાણે પુર સપાટે આવી ચડ્યો અણધાર્યો આવેલો એ મક્કમ વિચાર અને તરતજ તે બધું ત્યાજ અટકાવી પોતાના પલંગ પરથી ઉભી થઇ અને રસોડા તરફ દોડી. કદાચ આ સમયે એના મનમાં ઝડપ કરતા ચિંતા વધુ હતી અને પ્રેમની લાગણીઓનો વહેતો ધોધ પણ એટલોજ ત્રીવ્ર હોઈ શકે. એણે તુરંત એક થાળીમાં જમવાનું કાઢ્યું અને સુનીલ સવારથી ઘેરના હોવાથી એ જામ્યો પણ નઈ હોય એવો અંદાઝ લગાડ્યો અને ઝડપભેર સીડીઓ ચડી ગઈ. મનમાં એક વિચિત્ર વિચારોની લાંબી કતાર હતી એને કદાચ હાલપુરતો ઘડીયાળના કાંટાઓનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો સમય આગિયાર વાગીને ચાલીસ પર દોડી રહ્યો હતો. નીચેના રૂમમાં કદાચ કિશનભાઈ સુઈ ગયા હશે અને વિજય આવવાનો પણ કદાચ સમય થઇ ગયો હશે પણ અત્યારે એને એવા કોઈજ વિચારો ન આવ્યા. એને ફરી યાદ આવ્યું આજેજ વિજયે એના પર હાથ ઉપાડેલો એની સાથે મારપીટ કરેલી અને સાથો સાથ જાણે એને એક સારી એવી ખુશખબર આપેલી કે એ આજે દિલ્લી જઈ રહ્યો છે કંપનીના કામે અને છેલ્લા પાંચેક દિવસ એ ત્યાજ રહેવાનો છે. એના મુખ પર એક આછી ખુશીની લહેર છવાઈ ગઈ અને એની ખુશી જાણે બેવડાઈ ગઈ હવે એને વિજયના આવવાનો ડર મનમાં રાખવાનો ના હતો. એ પાંચ દિવસ માટે આઝાદ હતી એને કોઈ ચિંતા કરવાની ના હતી બહારની દુનિયાના બધા બંધનો કરતા દુખ અંદરના વધુ હોય એવુજ એને અનુભવાઈ રહ્યું હતું. પણ હવે એ આંતરિક બંધનોથી મુક્ત હતી કદાચ એની ખુશી પણ એને એટલીજ વધુ ખુશી આપતી હતી અને રોમાંચ પણ.

સોનલ હાથમાં થાળી પકડીને સુનીલના રૂમમાં પ્રવેશી રૂમનો દરવાજો એ જેમ મુકીને ગઈ એમજ ખુલ્લોજ પડ્યો હતો. એણે રૂમમાં પ્રવેશ કર્યો એ થાળી હાથમાં હોવાથી ધીમી ચાલતી હતી સુનીલ હજુય મલમની ડબ્બી હાથમાં લઇ જાણે એના આવવાની રાહ જોતોજ બેઠો હતો. “ આવ સોનલ મને વિશ્વાસ હતો તું આવીશ..” એક ત્રાસી નઝર કરી સોનલ સામે મંદ મંદ હસતા સુનીલે આવકારો દીધો. સુનીલના મુખ પર એક વિચિત્ર ભાવે આત્મવિશ્વાસ અને પ્રેમના મોઝા જાણે ઉફાન મારીને કિનારા સુધી ધસડાઇ આવતા હતા જેની બુંદો જાણે સોનલ અનુભવી શક્તિ હતી. વિચિત્ર અને અદભુત એને કેમ ખબર પડી કે હું આવીશ, સોનલ સ્વગત બબડી અને ચુપ થઇ ગઈ. વાત બદલતા “ હા મને અત્યારેજ યાદ આવ્યું કે તું જામ્યો નઈ હોય અને...” સોનલ અટકી એના હાથમાંથી સુનીલે થાળી બાજુના ટેબલ પર મૂકી અને સોનલના બબડતા હોઠ પર એણે હાથ મૂકી એને શાંત કરી. એ કદાચ સોનલના મનની વ્યથા સમજી શકતો હતો અથવા સમજી ચુક્યો હતો પણ એણે પોતાનું ધારેલું પણ કરવું હતું અને સોનલની ઈચ્છાને માન પણ આપવું હતું. કેટલું મુશ્કેલ થઇ પડે જયારે બે દિલના ઊંડાણમાં પ્રેમ સમાયેલો હોય પણ એને જાણે કહી શકવો અશક્ય અથવા એટલોજ મુશ્કેલ લાગતો હોય. કદાચ સોનલ માટે બધું સમજવું મુશ્કેલ હતું પણ એનું દિલ અત્યારે શાંત હતું એ સોનલની વાતમાં કોઈ તર્ક કરવા ઈચ્છતો ના હતો.

પલંગ પરથી ઉભો થઈને એ સોનલને સોફા પર ખેંચી ગયો કદાચ એનો વિરોધએ કરવા માંગતી હતી એની સામાજિકતા એને આમ કરવા મજબુર કરતી હતી તો ત્યાજ એનું દિલ એને ચુપ કરાવી દેતું હતું. એક તરફ એનું સામાજિક વલણ એને તર્ક કરાવતું હતું ત્યાજ બીજી તરફ એનું દીલ એને રોકી લેતું હતું બળવો કરતુ હતું એને સુનીલ સામે અસમર્થ કરી દેતું હતું કદાચ એ પ્રેમ હતો એના દિલના ઊંડાણમાં ઉભરતો અનન્ય પ્રેમ. પ્રેમ આવોજ હોય છે તમે ઘણું અનિચ્છનીય પણ કરી જાઓ છો જયારે એ વ્યક્તિ તમારી સામે હોય અને એ અગ્રહ કરી રહી હોય. સોનલ અલગજ લાગણીઓના વિચારોમાં ઘેરાઈને કઈજ ના બોલી શકી એને સુનીલની દોરવણી મુજબ એક નિર્જીવ ના જેમ પગ ઉપાડ્યા. નઝીકમાં પડેલા સોફા પર એણે સોનલને બેસાડી એના દિલમાં એક અલગજ ભાવ હતા અને કદાચ સોનલના મનમાં પણ કોઈ અલગજ વિચાર ધારા વહી રહી હતી. બંનેના વિચારો અલગ હતા પણ લાગણી અને ભાવનાના સાગર એજ હીલોળા લેતા હતા જે પ્રેમમાં હોવા જોઈએ સુનીલ તરતજ ત્યાંથી ઉઠીને ઉભો થઇ કબાટ તરફ આગળ વધ્યો અને મલમની ડબ્બી લઇ આવ્યો.

“ સુનીલ આ બધું શું છે ?”

“ મલમ... છે...”

“ ખબર છે...”

“ તો પછી તને શું લાગે છે એમ કે ...”

“ મલમ કેમ પણ ?”

“ મારે કામ છે...”

“ શું કામ... મલમનું...?”

“ કઈ નઈ કેમ આવું પૂછે...”

“ શું વિચારે છે સોનલ...”

“ કઈ નઈ પણ કોઈક જોઈ જશે તો શું સમજશે ?”

“ મને પરવા નથી..”

“ પણ મને છે સુનીલ તું સમજતો કેમ નથી યાર આ દુનિયા કેવી છે કદાચ તું નથી જાણતો એટલે આવી વાત કરે છે ? હું જાણું છું બધુજ એમના વિચારો, એમની લાગણીઓ, એમના તુચ્છ ખયાલો... શું શું કહેવું તને. ”

“ દુનિયાની તો ખબર નઈ હું તને જાણું છું...”

“ પણ ..?”

“ પણ શું....”

“ તું શું ઈચ્છે છે એમકે તો મને...?”

“ ચુપચાપ બેસીજા બસ, મારે નથી સંભાળવું કઈ કે હું કઈ ઈચ્છતો પણ નથી... આ દુનિયા અને સમાજ વિષે મને એમની પરવા નથી આજે કે અંત હીન આવનારા સમયમાં... ” સુનીલે એનો હાથ પોતાના હાથમાં લઇ એની આંખોમાં આંખ પરોવીને કહ્યું અને સોનલ એમાં ખોવાઈ ગઈ એ કઈજ ના બોલી શકી. બધું ભૂલી ગઈ જાણે એના તર્ક વિતર્ક અને બધુજ એ સુનીલની આંખોમાં સમાઈને ભુંસાઈ ગયું.

સોનલ હવે શાંત બેસી ગઈ હતી અને સુનીલ મલમની ડબ્બી લઇ એના પાછળના ભાગમાં સોફાની વધેલી જગ્યામાં બેઠો જ્યાંથી સોનલનું એ ઝખ્મનું ચકામુ સ્પષ્ટ દેખાતું હતું અને એની પાછળની ખુલ્લી પીઠ પણ દેખાતી હતી. સોનલ બધુંજ જાણે ચુપચાપ બેસીને જોઈ રહી હતી એ જાણતી હતી કે સુનીલ એની એક પણ વાત આજે સાંભળશે એવું લાગતું નથી. સોનલના વાળ એણે ખાભા પરથી આગળ તરફ સરકાવીને સુનીલે પોતાના સ્પર્શનો જાણે સોનલને ઉપહાર આપી દીધો એના દિલની ચાહત જાણે પૂરી થઇ ગઈ. એનો એ પીઠ પાછળનો વિશાળ ભાગ સુનીલ સામે ઉગાડો પડ્યો એણે થોડીક શરમ અનુભવી એક વિચિત્ર લાગણી એને ઘેરી વળી પણ એ વિરોધ ના કરી શકી એ જાણે સુનીલમાજ આમ ખોવાઈ ગઈ હતી. સુનીલનો હળવો હાથ એની પીઠ પર મલમ લગાવવા ફરી રહ્યો હતો અને હલકી સિસ્કારીઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું અને એનો એ સ્પર્શ પામી સોનલતો ક્યાય પાંખો ફફડાવીને ઉડી ગઈ હતી જાણે સ્વર્ગની સીડીઓમાં સરી પડી હોય એવો અદભુત આનંદ એ અનુભવી રહી હતી. એનું મન અને દિલ જાણે સુનીલ નામના સાગરમાં પોતાની ભાવનાઓ અને લાગણીઓને મન ભરીને ઠાલવી રહ્યા હતા એ ક્યાય ખોવાઈ ગઈ હતી. એના મનનું એ આનંદ પંખેરું અદભુત સંસારમાં જાણે ઊછળકૂદ કરી રહ્યું હતું, એના દિલમાં વાદળો ગર્જના કરતા હતા વીજળીના કડાકા ચારે તરફ ગુંજી રહ્યા હતા અને પ્રેમની વર્ષા મન મુકીને વરસી રહી હતી અને જુમી રહી હતી. પ્રેમ અને વર્ષા જાણે વાતાવરણમાં અહલાદક્તા ફેલાવે તેમ એની સુગંધ અનુભવી શકાતી હતી અને એ જાણે ભાન ભૂલીને એમાં મસ્ત થઇ રહી હતી. એ હાલતો બસ સુનીલનો સ્પર્શ માણી રહી હતી કદાચ અત્યારે એને કોઈ સમાજ કે સોસાયટીની ચીંતા નહિ સતાવી શકતી હોય. એ રોમાંચિત થઇ રહી હતી એના શરીર પર જાણે સુનીલનો હાથ મૃત સંજીવનીનું કામ કરી રહ્યો હતો અને એ રોમે રોમમાં જુમતી હતી. કદાચ એ સમ્પૂર્ણ પણે ખોવાઈ ચુકી હતી એના મન અને દિલની દુનિયામાં એ બસ અવિરત પણે અને મુક્ત રીતે મહાલતી હતી કદાચ એ દુનિયા ના આચાર અને વીચારથી અલગ થઇ ચુકી હતી કઈ સમજવું કે કરવું એના માટે મુશ્કેલ હતું.

“ હેય સોનલ હવે કેમ લાગે...” અચાનક સોનલના વાળ ફરી પોતાના હાથ વડે આગળ સરકાવતા વ્યવસ્થિત રીતે ઠીક કરતા સુનીલે પોતાના હાથની ચપટી એના કાન પાસે વગાડતા કહ્યું. સોનલ અચાનક ઝબકીને જાગી ગઈ પણ શરમના કારણે ઊંચું જોવાની હિમ્મત પણ કદાચ એ એજ સમયેના કરી શકી સુનીલે બે એક વાર પૂછ્યું છતાય સોનલ કઈ જવાબ આપવાને બદલે એના વિશાળ કપાળ અને એની આંખોમાં ખોવાઈ રહી હતી. એક વિચિત્ર પોતીકાપણું એને સુનીલની આંખોમાં દેખાતું હતું એના દિલમાં એક આકર્ષણ હતું જે એને સુનીલમાં સમાઈ જવા માટે સમજાવતું હતું. એ તડપતી હતી જાણે દિલની ગહેરાઇઓમા થનગનતો પ્રેમ એને મદમસ્ત કરી મુકતો હતો.

“ સોનલ...” સુનીલે થોડાક સમય બાદ ફરી એના ખભા પર હળવો ધક્કો મારી પૂછ્યું અને એની આંખોમાં જોઈ રહ્યો. કદાચ સોનલના દિલમાં હિલોળે ચડેલા વિચારોના મોઝા એના ચહેરા પર ઉડી આવતા હતા.

“ હા તો આપણે ક્યાં હતા...” અચાનક હોશમાં આવતા જાણે સોનલ બબડી.

“ તું ક્યાં ખોવાઈ છો...આ બધું શું છે... સોનલ... ?”

“ અરે બસ એમજ... ચલતું જમી લેજે... સવારનો ભૂખ્યો હોઈશને એટલે..” સોફા પરથી ઉભા થઇ સોનલે પોતાની સાડીનો પલ્લું ઠીક કર્યો અને થાળી તરફ ઈશારો કરતા બોલી. એની આંખો એક વિચિત્ર ભાવના સાથે પ્રેમ રાગમાં હળવી લાગણીઓ વહાવી રહી હતી એના ચહેરા પર આજ ઘણા દિવસો બાદ એક પ્રશન્નતા હતી, ખુશી હતી, તેઝ હતું અને આંખોમાં એક ચમક પણ.

“ નથી જમવું મારે... સોનલ...”

“ પણ સુનીલ કેમ ?”

“ એક શરતે જમીશ બોલ... માનીશ... ?”

“ શરત ? એ વળી શેની... અને જમવામાં પણ શરતો હોય...” શરતની વાત સાંભળી એના ચહેરા પર ચિંતાની એક પાતળી રેખા ઉપસી આવી. કદાચ શું પૂછશે આથવા કેવી શરત મુકશે એ એને સમજાઈ રહ્યું ના હતું એનીજ ચિંતા હશે.

“ હા શરત... તો છે... માને તો કઉ... ?”

“ જલ્દી બોલને મને મોડું થાય છે અને જો રાત માથે ચડી રઈ છે..”

“ આ બધું કેટલા દિવસોથી ચાલે છે સોનલ ? મને સાચે સાચું કઈ દે ?..”

“ ક્યારનું ચાલે છે એટલે..?” સીડીઓ તરફ ચાલતી સોનલે અચાનકજ પાછળ ફરીને કહ્યું પણ મનેતો કે તું શેના વિશેની વાત કરે છે. આટલું બોલી જાણે સપનામાં છવાઈ ગઈ. અચાનક આવેલું જાણે એ રંગીન સ્વપ્ન હતું અને એમાં રચાયેલી એ વિચિત્ર સ્વપ્ન સૃષ્ટિ એના મનસપટ પર છવાઈ ગઈ.

સુનીલ જાણે બસ એક વિચિત્ર ભાવો સાથે એના તરફ વધી રહ્યો હતો જાણે સોનલ એને રોકવાનો કેટલોય પ્રયત્નો કરતી હતી પણ એ નિષ્ફળ જઈ રહી હતી. સુનીલે આવતાની વેત એને કમરથી પકડી અને પોતાની તરફ ખેંચી લીધી સોનલ એકા એક જાણે સ્તબ્ધ બનીને જોઈ રહી. એ કઈ પણ કહી, બોલી કે વિરોધ પણ ના કરી શકી એ અજાણતા છતાં એના તરફ આકર્ષાઈ રહી હતી એવું કેમ થતું હતું એ સમજવું પણ જાણે મુશ્કેલ હતું. . આ વખતે એને જાણે પોતાને એના હાથમાંથી છોડવાની કોશીશ પણ ના કરી કદાચ હવે એ વધુ છુપાવવા નહતી માંગતી. એણે પણ સુનીલને વધુ તાડપાવવો ના હતો અને હવે કોઈની પરવા કરીને આમ તડપીને જીવવું ના હતું એ બસ એની બાહોમાં વીંટળાઈ રહી હતી સુનીલની પકડ એની કમરમાં જાણે વીંટળાઈને એક અનોખો આનંદ આપી રહી હતી એ રોમાંચિત થઇ રહી હતી. એ જાણે એનો સાથ આપી રહી હતી બંને એકબીજામાં ખોવાઈ રહ્યા હતા. સુનીલ સોનલના હાવભાવ જાણે સમજી રહ્યો હતો એના હાથ એના યૌવનના એ ઉભારો પર સળવળીને આમતેમ વીંટળાઈ રહ્યા હતા એને રોકનાર જાણે હવે કોઈના હતું. એનું દિલ મન મુકીને એને સાથ આપતું હતું જાણે વર્ષોના દુકાળ બાદ આજે વર્ષા વર્ષી રહી અને એ વર્ષોથી સુકો ભઠ્ઠ પડેલો વિસ્તાર આજે પાણીના વહેંણ સાથે પલળીને ભીનો થઈને મહેકી રહ્યો હતો. એની મીઠી સુગંધ ચારેકોર પથરાતી હતી એની આ પ્રેમ વર્ષામાં સોનલ મન મુકીને ન્હાયી રહી હતી અને જુમી રહી હતી. સુનીલના બરછટ હોઠ એના ભીના હોઠો પર અડકી રહ્યા હતા સોનલ પણ હવે એને જાણે વધુ ઇન્તજાર કરાવવા નહતા માંગતા. બંનેના શ્વાસ એકબીજામાં ભળીને એક થઇ રહ્યા હતા એમની એ ગરમ લાગણીઓ વાતાવરણમાં પ્રસરીને એક પ્રેમભર્યો રાગ રેલાવી રહી હતી. જાણે ચારેકોર ફૂલોની બહાર ખીલી રહી હતી ભ્રમરો આમ તેમ ડોકિયા કાઢતા હતા અને પવનની લહેરો એક મીઠો અહેસાસ આપી જતી હતી. એના એ સોનલ ફરતે વીંટળાયેલા હાથ એને પોતાના તરફ ખેચી રહ્યા હતા બંનેના અંગો એકબીજાને ચોટી રહ્યા હતા દુરીઓ સંપૂર્ણ પણે પૂરી થઇ ચુકી હતી. સોનલના એ ઉભરતા આકાર સુનીલની શારીરિક રેખાઓમાં જાણે એકાકાર થઇ રહ્યા હતા. એના ભીના અને તરસથી તડપતા હોઠ એ બરછટ હોઠોને પણ પોતાના રસથી તરબોળ કરવા તરસી રહ્યા હતા. એના એ ભીના હોઠ સુકા અને સુનીલના બરછટ હોઠો પર મળી રહ્યા હતા જાણે મદિરાની જાયફત જામી હોય તેમ બંને એકબીજાના એ રસપાનને મન ભરીને પી રહ્યા હતા. સુનીલનો હાથ એના કમરથી ઉપર તરફ સરકવા લાગ્યો હતો એના ઉભારો પર એક અનોખો આનંદ આપતો હતો એ પોતાનું ભાન જાણે ભૂલીને સુનીલમાંજ ખોવાઈ ગઈ હતી અચાનક કોઈક અવાજ થયો અને એની એક હળવી ચીખ નીકળી “ બસ કર સુનીલ હવે બસ કર” બસ કદાચ આખી ઘટના બાદના છેલ્લા શબ્દો હતા. આંખો સામે વર્તમાન હતો સુનીલ એની સામે ઉભો હતો એની તડપમાં વ્યાપેલી સ્વપ્નસૃષ્ટિ વર્તમાનમાં અદ્રશ્ય થઇ ગઈ અને વાસ્તવિકતા એની સામે ખડખડાટ હસી રહી હતી.

“તું શું બોલે છે સોનલ..” સુનીલ એના અવાઝથી જાણે ઝબકયો હોય એમ બોલ્યો અચાનક સોનલ પોતાની સપનાની દુનિયા માંથી વાસ્તવિકતામાં આવી અને અનુભવેલું બધુજ બસ એક ફિકશનમાંજ વીત્યું હતું એ વાત એને સમજાઈ એની આંખો શર્મથી જુકી ગઈ એ ઉપર ના જોઈ શકી અને સ્વગત બબડી “ આ શું..?”

“ શું તું નથી જાણતી... કે... આ શું છે...” નકલી ગુસ્સો બતાવતા સુનીલે પૂછ્યું જાણે એ સોનલના મનમાં ચાલતું બધુજ જાણતો હોય પણ સોનલ હજુય નીચી આંખ કરી એમજ ઉભી હતી.

કદાચ દુનિયાદારીના બંધનોમાં ઝકડાયેલી સોનલ પાસે એનો જવાબ આપવા માટેના કોઈજ પ્રકારના જવાબો ના હતા કે ના એને કહી શકવા માટેના શબ્દો એની પાસે હતા. દુનિયા છે અને સમાજમાં રહેવાનું છે તો પછી ક્યાં બધું કોઈને કહેવાય ? અને પોતાનાજ ઘરને વગોવાય કેમ એપણ પતિ ને ? અપણા સમાજ માતો પતી પત્ની સાથે જે ઈચ્છે વર્તન કરી શકે એમાં ક્યાં કોઈ નવી વાત છે પણ એનો મતલબ એવો નઈ કે પત્ની આખા પંથકમાં કઈ એની ફરિયાદો કરતી ફરે. સ્ત્રી જીવનમાં ઘણા તડકા છાયડા આવે પણ એને કોઈને કહેવાના ના હોય એને જીવી લેવાના હોય કઈ ઘરની વાતો ઉછાળવાની ના હોય. ઈતિહાસ સાક્ષી છે કે સ્ત્રીએ હમેશા અગ્નિ પરીક્ષાઓ આપવીજ પડે છે એટલે સુધી કે રાવણની લંકામાં રહ્યા બાદ સીતાએ પણ અગ્નિપરીક્ષા આપી હતી પણ એના પાછળના ધ્યેયને ક્યાં કોઈએ સમજ્યું છે. એ પરીક્ષા કઈ પારખા માટે ના હતી એતો સાચી સીતાને પાછી મેળવવા માટેની હતી જે અગ્નિદેવ પાસે હતી પણ એનાથી કોઈને મતલબ નથી સમજે એ વાત કોઈને નથી કરી હોતી. ઘરની વાતો ઘરમાંજ રખાય આવી વાતો બધા સાથે ના કરાય પણ આતો સુનીલ ? અત્યાર સુધીના વિચારોય એને ઉપરથી નીચે સુધી હચમચાવી નાખી ને ત્યાજ ઢળી પડી એના શરીરની શક્તિ જાણે સંપૂર્ણ હણાઈ ગઈ. એના શ્વાસોશ્વાસ જાણે વધી રહ્યા હતા એની ધડકનો જાણે તેજ થઇ રહી હતી. થોડુ સ્વસ્થ થતા એણે પોતાના તોફાને ચડેલા સમુદ્રમાં જાણે અંકુશ જાળવીને કહ્યું “ જો સુનીલ નારી જાતિએ બધીજ વાતો કઈ બધાને ના કરાય પણ હા તું જમીલે અને જો રાતના સડા બાર થઇ રહ્યા છે મારે હવે જવું જોઈએ..”

[ ક્રમશઃ ....... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ Whatsapp ]