svapnshrusti Novel - 9 books and stories free download online pdf in Gujarati

Svpnsrusti Novel ( Chapter - 9 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૯ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૯

છેવટે મેં તને મારા મનની વાતોય કરી પણ તારી એ દુનિયાદારીની વાતોમાં તે મને ઉલઝાવી દીધો પણ તું આમ બધું છુપાવી શક્તિ હોઈશ આવા દુનિયા સમાજના બહાનાઓ હેઠળ પણ હું એવું નથી કરી શકતો. આમતો તારી બધીજ વાતો હું સમજી સકતો પણ તેમ છતાય તારી આ દુનિયા દારી મને કદીયે નથી સમજાઈ. મારી જાતને હું જેમ કદાચ તું તારી જાતને છેતરતી હોય એમ હું તૈયારના થઇ શકતો હતો હું આમ તને મારા માટે અજાણતા તડપતી જોઇને ખુશ નથી રહી શકતો. તારી આસપાસ રહીને તારા અરમાનોને આમ તાડપાવતો રહું હવે જાણે મને એ પણ નથી ગમતું. તો પછી તુજ વિચાર મારા કરણે થઈને તારા પર કોઈ હાથ ઉઠાવે એ મારાથી કેમનું સહન થાય કે ? હવે બઉ થયું તારા સાથે વિતાવેલો આ સમય મારા માટે અદભુત અને અતિશય કીમતી સમય હતો જેને કદાચ હું ભૂલીએ શકું પણ હવે હું તને વધુ કે મને પણ દુખી કરવા નથી માંગતો.

તને ખબર છે તારા માટે મારા દિલમાં કેટલાય અરમાનો હતા પણ આ જન્મમાં એ શક્ય નથી. તારી આ દુનિયાદારી અને સમાજ સોસાયટી માટેતો આ કોઈજ રીત-રીવાજો કે રશ્મોમાં ફીટ બેસી શકે એવા નથી. અરે આ તો લાગણીના તાર છે બસ દિલથી દીલનેજ સમજાય બાકી આ તારી દુનિયાદારી અને સોસાયટીની નઝરોમાંતો પ્રેમીઓ આમ પણ ક્યાં કોઈ આતંકવાદીઓ થી ઓછા હોય છે.

મારી લાગણીઓ કદાપી તને દુખી કરવાની ના હતી મારેતો દરેકે દરેક સપનામાં તારી આ નાદાનિયત અને આ તારા હોઠો પર અવિરત વહેતા સ્મિતનેજ સ્થાન હતું. કદાચ મારી પોતાની એક નાની દુનિયા તારી સાથે વસાવવાના સ્વપ્નો હતા જેમાં કદાચ બસ તું અને હુજ હતા. કદાચ ભૂલાઈ ગયું તું અને હું પણ નઈ બસ આપણે હોઈએ તારું સ્મિત લહેરાતું હોય અને એક એવી ગહેરાઈઓ હોય જેમાં ડૂબી જઈએ પણ એની ગહેરાઈઓ કદીયે ખતમ ના થાય. એમાં કદાચ ભલેને તું હોય કે હું હોઉં અથવા ના હોઈએ પણ આપણો પ્રેમ હોય, સાથ હોય, વિશ્વાસ, સ્વતંત્રતા, આત્મવિશ્વાસ, એક રૂપતા અને બસ તારા હોઠો પર હંમેશને માટે ખુશીના મોઝા લહેરાતા હોય...

કોઈએ કઈજ કહેવાનું કે સાંભળવાનું ના હોય એક વિશાળ આકાશ નીચે બસ અપણે બેઉ હોય અને તું મારી સામે બેસે અને બસ એમજ બેઠી રહે અને દુનિયાભરની વાતો કરતા રહીએ સવાર કે સાંજની ચિંતા વગર બસ એક નવીજ દુનિયા હોય. આપણા ભૂતકાળની સ્વપ્નશ્રુષ્ટિમાં અપણે હાથ પકડીને ફરતા રહીએ, બંનેની આંખોજ બધું કહેતી હોય અને હોઠ બસ એનામાં વહેતા અમીને શબ્દોની વચમાં ભેળવતો હોય. તારી આંખોમાં સમાઈ જવું છે એના એ સાગરમાં દુર દુર સુધી તણાઈ જવું છે તારા એ વિશાલ દિલના સાગરના કોઈક કાંઠે બનેલી એ પ્રેમની એક ઝુપડીને શોધવી છે. એજ નાનકડી ઝુંપડીમાં મારે વિશાલ મહેલોની સુખ અને શાયબીને ભોગવવી છે એ કિનારે વહેતા નીરની પાસે તારી સાથે બેસવું છે અને તારા ખોળામાં માથું મુકીને એ દુનીયામાંજ ખોવાઈ જવું છે. તારા ખોળામાં માથું મુકું અને તું મારા વાળમાં તારા રેશમી હાથોને ફેરવતી રહે અને મારી આંખો લાગી જાય એમજ એક વાર સુઈ જવું છે. તારા રોમેરોમમાં વહેતીએ અનન્ય મહેકને તારી બાજુમાંજ પથરાઈને માણવી છે તારા એ સ્પર્શને મન ભરીને જીવવો છે.

સુનીલ વધુ દૂરની વિચારી ને બબડતો રહેતો હોઉં એમજ લખે ગયો. શું શું કહેવું સોનલ તારી પાસે તારી સાથે બેસીનેજ તો મારે આ દિલની દુનિયાને તારીજ નઝરથી જોવી છે. તારા એ રૂપમાં ખોવાઈ જવું છે તારા એ હોઠ માંથી નીકળતા શબ્દોની મીઠાસને માણવી છે. તારા એ હોઠોમાં ક્યારેક ઉભરાતા સાગરોના મીઠા મોજાઓ માં ભીંજાઈ જવું છે. બસ તારા એ હેત અને તારી સુગંધથી મહેકતા પાલવ માંજ છુપાઈને રહેવું છે એમાં સમાયેલી તારી સુગંધને મારા દિલમાં ગહેરાઈ શુધી ઉતરવા દેવી છે. તારા રોમેરોમમાં સમાઈ જવું છે તારા દરેક સપના ને મારે પોતાની ખુશી માટે કુરબાન કરવા છે તને ખુબજ હસાવવી છે. મનેતો બસ તારા એ રેલાતા સ્મિત સિવાય બીજી કોઈ ઈચ્છા નથી બસ તારા એ કિલ્લોલ કરતા વીતેલા સમયના બાળકને પાછું લાવવું છે. તારા એ વિસરાયેલા રૂપને ફરી એક વાર તારા ચહેરા પર ખુલીને જીવતા જોવું છે તને હસતા જોવી છે. તને આ બધાજ બંધનોથી મુક્ત જોવી છે તારા ચહેરા પરનો ચળકાટ અને ઊછળકૂદ કરતા એ નિર્દોષ ભાવનાઓના જરણા ને વહી જતા જોવા છે. અજેય એ વિસરાયેલા અમુક પળો યાદ આવી જાય છે જયારે તું સાંજે ઘરની બહારના બાગમાં આવીને બેસતી અને પેલા બાગમાં ઉડાઉડ કરતા પતંગિયાને જોઇને એક હાસ્યને વાતાવરણમાં રમતું કરી મુક્તિ કદાચ તારા સ્મિતની આ ભેટ લઈને ચંદ્રમાં પણ ધન્યતા અનુભવી લેતા હશે. મેં ગણી વાર તને એમજ જોયેલી છે કેટલીએ વાર તને જોઇને મારા દીલને અપાર આનંદ મેળવતું અનુભવ્યું છે બસ એ પળોમાં જે ખુશી તારા ચહેરા પર જોઉં એટલે જાણે ધન્ય થઇ જાઉં છું. એ ચાંદની કિરણો તારા ચહેરા પર કેવા જીવંત બનીને તળવળાટ કરતા જાણે નાચી ઉઠતી હોય છે. તારા એ ખુશીના પળોમાં પડતા ખંજનમાં તારા ગાલની ગુલાબી મને એક ટાઢક આપે છે. તું એ સમયમાં જેમ મુક્ત બનીને જીવે છે બસ એવીજ સોનલ મારે હમેશા માટે જોઈતી હતી. પીંજરામાં પુરાયેલા આ ખુલા આસમાનના એક નિર્દોષ પંખીને આઝાદીના આકાશમાં ઉડતા જોવું છે. એ સમાજના બંધનોમાં ફસાઈને દમ તોડતા પતંગિયાને મારે જીવનના બાગમાં ખુશીના ફૂલોનો રસપાન કરતા જોવું છે કેટલાય સપના છે જે તને બસ કહેતાજ રહેવું છે.

તારા માટેની બધી લાગણીઓને ટાંકવા જાઉં તો કદાચ આવી કેટલીયે બુકો લખાઈ જાય પણ કદાચ હવે મારે મુખ્ય વાત પર આવી જવું જોઈએ. આ આખરી ભાગ છે મારી વાતોનો હા પણ જોજે મારા પ્રેમનો નઈ હો મારો પ્રેમ અખૂટ છે કદાચ તુજ મારો પ્રથમ અથવા આખરી પ્રેમ હોઈશ. તારા વગર જીવવાની હું કલ્પના નથી કરી શકતો પણ તને દુખી કરીને જીવી પણ નથી શકતો. હર પલ અને હર હમેશ બસ તું યાદ કરજે આ સુનીલ તારી સમક્ષ હાજર હશે મારો પ્રેમ એક સમુદ્ર જેવોજ રહેશે ખૂટશે નઈ કદાચ ખારો જરૂર લાગશે. આ બધું કહેવામાં હૂતો ભૂલીજ ગયો મારા ટેબલના સોઉથી ઉપરના ખાનામાં એક પત્ર છે જેમાં મારા દિલની બધીજ લાગણી મેં લખી નાખી છે મને ખબર છે તું એ બધું હાલજ શોધવાની કોશિશ કરીશ પણ રેવાદે પેલા આટલું પતાવ પછી એ શોધીને વાંચજે . હું કદાચ જતો રઈશ પણ દુનિયાના કોઈ પણ છેડે રહીશ હું એવું ઈચ્છું કે તારા હસતા સ્મિતનેજ જોતો રહીશ. કદાચ તને જોઇને હુય હસવાની કોશિશ કરીશ અરે હસી પણ લઈશ પણ હા તારે મને એક વચન આપવું પડશે. આપીશને ? હતો એ વચન એમ છે કે મારા ગયા પછી પણ તારે હસ્તાજ રેવાનું છે મને વચન આપ ? કે બસ જે પહેલી વાર મેં જોઈ હતી એજ સોનલ ફરી બનીને જીવીશ અને હમેશા હસ્તી અને ખીલ ખીલાતીજ રહીશ , વચન આપ ? તને કદાચ એવું લાગશે કે હું બધું એમજ કહું છું મારા ગયા પછી મને કેમ ખબર પડશે ? પણ હું તારાથી દુર થઇ રહ્યો છું તારા દિલથી દુર થઈને તો નથીજ જવાનો મિલોની દુરીઓ છતાં તને યાદ કરીશ અને તારા દુઃખનો ક્યાસ મને આવી જશે. રાત્રીના અકાસમાં ઉગતા ચદ્રમાં પણ તારો ચહેરો જોતો રઈશ કદાચ તને મારો યાદ ના આવે પણ આવે તો જરૂર એ ચાંદમાં મને શોધજે તને હું જરૂર મળીશ. તારી સાથે વાતો કરીશ ? મારા સુખ, દુખની વાતો પણ હું તારા સિવાય કોને કરીશ તું મને એના જવાબ તો આપીશ ને ? મને યાદ તો કરીશ ને ? મારા ખાતર એક વાર ચાંદને જોઇશ તો ખરા ને ? પણ હમેશા હસતી રહેજે... મારા માટે... તું દુખી હોઈશ તો આ સુનીલ માઈલોના અંતર દુર પણ ખુશ નઈ રઈ શકે...

મારી આ ડાયરી કદાચ તારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ સર્જી શકે છે પણ મને એક વિશ્વાસ આપાવ કે તું એને એક વાર વાંચ્યા પછી સળગાવી દઈશ કદાચ આ ડાયરી આપણી આખરી મુલાકાત બની જશે, કદાચ આ બધું તું સમજીશ એ પેલા હું ઇન્ડિયા છોડીને ક્યાય ઉડી ગયો હોઈશ. મને માફ કરજે હું તને સરનામું નઈ આપી શકું કે હું ક્યાં જઈશ પણ તને ભૂલી શકવું મારા જીવન પર્યંત અશક્યજ રહેશે. હું જતો રઈશ તારા જીવનથી દુર, તારા સ્મિતથી દુર, તારા અહેસાસ અને પ્રેમથી દુર... પણ કદાચ તારા દિલથી દુર નઈ, તારી યાદોથી અને તારા પ્રેમથી હું કદી પણ દુર નઈ જઈ શકું એ બદલ માફ કરજે....

અલવિદા સોનલ..............

સુનીલનું શરીર અકળાઈ ગયું હતું એ જાણે નિંદ્રા માંથી પાછો ફર્યો બધુજ જાણે એના વિચારોમાં ફરી ગયું હતું અચાનક એના વિચારો અને એની સ્વપ્નશ્રુષ્ટિ સપનાના વાદળોને ચીરતી ઠંડકના વાદળોમાં પ્રવેશીને થીજાઈ ગઈ અને હવાની લહેરકીઓમાં એ ક્યાય ફંગોળાઈ ગઈ. વર્ષોની નીંદર ખુલી હોય એમ હળવેકથી સુનીલની આંખો ઉઘડી સામે વિશાળ આકાશ અને એજ ઘોર અંધકાર તારાઓ અને ચંદ્ર એની સામે જોઈ હસી રહ્યા હતા અને હવા એને પોતાના સ્પર્શથી જાણે કઈક કહેવા મથી રહી હતી. એની આંખો જે હજુય અધુરી ખુલી હતી એ સંપૂર્ણ ખુલી એ પાછળ તરફ ફરી ગયો એની આંખો સામે એક ચહેરો ચમક્યો કદાચ ચન્દ્રના પ્રકાશને પણ ઝાંખો કરે એવો પ્રકાશ સુનીલને અનુભવાયો. એને હળવેકથી આંખો ઉગાડી સામે ઉભેલી સોનલ એની સામે મંદ મંદ હસતી હતી જાણે ક્યારનીયે એની આંખોમાં ખોવાઈ એની ભૂતકાળની ભવ્ય સ્વપ્નશ્રુષ્ટિમાં ખોવાઈ એમજ જીવી રહી હતી જેમ સુનીલ ખોવાયો હતો. એ જરાક મુંઝાઇ હોય એવું લાગ્યું એણે સુનીલના ખભે હળવો ધક્કો માર્યો અને કેટલાય સવાલોના મુખમંડળ પર ઘેરાયેલા ઘનઘોર વાદળો સાથે પૂછ્યું.

“ ક્યાં ખોવાયો છે... સુનીલ... ? ” એણે ફરી સુનીલના ગાલ પર હળવો સ્પર્શ કર્યો અને થોડુક હસતા એ બોલી. એના ચહેરા પર પ્રથમ વખત જેવીજ માશુમીયત અને હાવભાવ ઉભરાતા હતા.

“ મારી સ્વપ્નશ્રુષ્ટિ મને ક્યાં વર્તમાનમાં જીવવા દે છે ? અને સાચું કહું.? ” સુનીલ થોડોક અટક્યો જાણે ફરી કોઈ વિચાર એના મનના કોઈક ખૂણેથી ડોકિયું કરીને ઉભો થઇ રહ્યો હતો. પોતાના અંગોને સ્થિર કરીને વધુ એક પ્રશ્નાર્થ મુકવા માટેજ કદાચ પણ... એ અટક્યો એક નઝર સ્થિર કરી એ સોનલ તરફ જોઇને ફરી વાર આકાશમાં સોળે કળાએ ખીલેલા ચાદ્ર્માને જોઇને મનોમન થોડુક મંદ મંદ હસ્યો અને પાછો એમજ ઉભો રહ્યો એણે નઝર ફરી સોનલ જ્યાં ઉભી હતી ત્યાં ટેકવી.

“ હા...હા.. કેમ નઈ... બોલને તો પણ..?” પોતાના અસલ સ્વરૂપમાં આવતા સોનલે પૂછ્યું.

“ તને ખબર છે ત્રણેક મહિના થયા હશે આપણા સાથને પણ આજ સુધી એવો એક પણ દિવસ નહી ગયો હોય જયારે મેં આમ આજની જેમજ તારી સાથે અહીજ બેસીને વાતચીત ના કરી હોય..” સુનીલની આંખો જાણે કોઈક ખુશીથી ચમકી રહી હતી..

“ તો આપણે અજેય ક્યાં સાથે નથી..” હળવેકથી ફરી એક ચીમકી ભરતા એને કહ્યું.

“ હા કેમ નઈ.. છી એજને... અને રહેવાના પણ તારા વગર આમ પણ આ સુનીલ સહાનીનું અસ્તિત્વજ શક્ય નથી... હર પળમાં, હર ઘડીમાં, હરેક ધડકનમાં, દિવસ, રાત, ઉઠતા, બેસતા, સુતા, જાગતા, તું તો મારી સાથેજ છે મારા દિલમાં છે... તને ખબર છે આ ચંદ્રમાને જોઇને પણ તું મારા માટે જીવંત બની જાય છે...” સુનીલ હળવુંક હસતા બોલ્યો.

“ કેટલો બોરિંગ છે યાર તું તો ? જયારે આજ હું આવી છું તો પેલા દેવદાસ ની જેમ પારો માટે ઉદાસ થઈને બેઠો છે રોતલું... રોતલું થઇ ગયો છે સાવ...” નકલી ગુસ્સો ચહેરા પર ઉપસાવતા સોનલે આકરા અવાજે કહ્યું અને ચુપ થઇ ગઈ...

“ પારો..? એ કોણ..?” સુનીલે ચોકીને સવાલ કર્યો આજ અચાનક આવો વિચિત્ર તર્ક કરતા સુનીલ સહસા જાણે અચંબિત થઈને વિચારમાં ડૂબી ગયો હોય એમ એના ચહેરા પર હાવભાવ ઉપાસ્યા...

“ એ તો હવે તને ખબર મી. દેવદાસ..”

“ મારી પારો તો તુજ છેને ?” સુનીલે જવાબ આપ્યો

“ હા જાણું છું....”

“ તો પછી આવી વાતો કેમ કરે છે...”

“ બસ એમજ...”

“ એમજ...?”

“ હા...”

“તો પછી આજે ક્યાં સુધી હેરાન કરશો મેડમ..” સુનીલે ફરી થોડુક હસતા મુખે પુછ્યું. કદાચ એના મનની આજેય એની સ્વપ્નસૃષ્ટિજ એ જીવતો હતો.

“ મતલબ... સુનીલ તું કહેવા શું માંગે છે મને... ?” સોનલના મુખ પર સવાલોની રેખાઓ ઉપસી આવી. એક તર્ક પણ એના ચહેરા પર હતો આજની વાતોમાં હમેશા કરતા થોડી અનેરી અને વિચિત્ર ઘટનાઓ પણ ઘટી રહી હતી.

“ તારે આજે શું જોઈએ બોલ ?..”

“ તે આપેલા એ વાયદાઓ મારે જોઈએ છે...”

“ કયા વાયદા સોનલ..”

“ લે તને યાદ પણ નથી...?”

“ તુજ કેને...”

“ એજ લુચ્ચા જે તે તારી ડાયરી માં કહેલા છે..”

“ ડાયરી....?” સુનીલના મુખ પર એક વિશ્મયની રેખા ખેચાઈ આવી.

“ એજ જે તે ઇન્ડીયામાં મારા ઘરે મુકેલી...?”

“ પણ ? એ તો ? ઇન્ડીયામાં સોનલ.. ?..” કેટલાય સવાલો એને ઘેરી વળ્યા.

“ હા એજ ડાયરી જો આ રહી ..” સોનલે ડાયરી એના હાથમાં આપતા કહ્યું.

“ એનો મતલબ તું સાચેજ..?” સુનીલનો અવાજ ભારે ભરખમ થઇ ગયો અને મનમાં વિચારોના વંટોળ ઉમટી પડ્યા. લાગણીના અને ભાવનાના સુકાયેલા ઝરણા ફરી વહેવા લાગ્યા હતા અને અંતરમનમાં ઉથલ પુથલ વધી રહી હતી એની આંખોમાં એક ચમક ઘેરાવા લાગી હતી. એ ઘેનમાં હતો એને કદાચ આજે હંમેશા કરતા વધુ પીધી હતી એના પગ લથડતા હતા એની કંપનીમાં આવેલા સતત નુકશાનના કારણે એને પાછલા થોડાક દિવસોથી આ આદત પડી હતી. એણે પોતાની આંખો ચોળી અને સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો પ્રથમ તો એને બધુજ ઝાંખું દેખાવા લાગ્યું પણ ફરી ચહેરો સ્પષ્ટ થયો. એના મુખ પર ચમક ઉભરાઈ રહી હતી.

[ વધુ આવતા અંકે.... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED