Svpnsrusti Novel ( Chapter - 5 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Svpnsrusti Novel ( Chapter - 5 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૫ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૫

સોનલ વધુ ના બોલી શકી, આટલું કહીને સોનલ ફરી ઉઠી અને ફરી પાછી સીડીઓ તરફ ચાલવા લાગી પણ કદાચ સુનીલનું મન હજુય એના સવાલો જાણવા ઉતાવળું હોય એમ એણે સોનલનો હાથ પકડી લીધો. અને એણે પોતાની વાત શરુ કરી દીધી કદાચ સોનલના જવાબની એને આજે વાટ ના જોઈ “ મને માફ કરજે સોનલ પણ આ દુનિયાના રીત-રીવાજો મને નથી સમજાતા કદાચ હું સમજવા પણ નથી માંગતો પણ હા એવુય બને તું મારાજ કારણે આટ આટલી મુશ્કેલીમાં પડી હોય પણ મને માફ કરજે હવે એકાદ મહીનોજ છે પછી તો હું પાછો જવાનોજ છું. એટલે તારી ચિંતાનું પણ જાતેજ નિરાકરણ આવી જશે...” એના મુખ પરના ભાવ બદલાઈ ગયા એના ચહેરા પર જવાબદારી અને લાગણીના ભાવ ભારોભાર છલકાઈ રહ્યા હતા. પણ કદાચ જે મુખ્ય વાત સુનીલે સોનલને જે વાત કરવાની હતી એતો રહીજ ગઈ કદાચ એ પોતાના મનની લાગણીનો ઈઝહાર તો કરીજ ના શક્યો, હિમ્મત એકઠી કરવામાજ કદાચ એ અસફળ રહ્યો હશે..

“ મહિના પછી... ? તું... જતો... રહીશ... ? પણ કેમ ?..” આમ અચાનક જવાની વાત થી જાણે સોનલનું મન ચીરાઈ ગયું એના મુખ પર ચિંતાના વાદળો ઘેરાઈ વળ્યા. એનું મન અને દિલ જાણે કેટલીયે વિમાષણમાં ફંગોળાઈ ગયા. કોઈજ જવાબ ના મળ્યો છેવટે એક નીશાશો નીકળ્યો અને શાંતિ છવાઈ ગઈ. સુન્નતા નિરાશા અને કદાચ એક લાંબી લાગણીઓની યાત્રા બાદના ફૂટેલા અનુભવોનો ટોકરો હોય એમ.

“ મારી કોલેજ પતિ ગઈ અને પરીણામોય આવી જવાના એટલે ભણતરનોય સબંધ પતવાનો અને કદાચ આ લાગણીઓનો પણ...” એની આંખો જાણે છલકાઈ રહી હતી એને પોતાના આંશુ છુપાવ્યા અને પાછળ જોઈ ગયો. મનમાં કેટલાય સવાલો હતા જે એને સાપની જેમ ડસી રહ્યા હતા પણ એ સવાલોનું ભાર એ સોનલના કાંધે વધારવા માંગતો ના હતો. સોનલના જીવનની મુશ્કેલીઓ એનાથી છુપીતો હતીજ નઈ કે એ સોનલના કાંધા પર વધુ મુશ્કેલીઓ નાખવા માંગતો ના હતો.

“ એટલે તું કહેવા શું માંગે છે કે હવે આપણી વચ્ચે કોઈજ લાગણીના સબંધો નઈ રહે ? અને હું એમજ તનેં આટલી રાત્રે જમવાનું આપવા આવી હોઈશ એ પણ આટલા બંધનોની પરવા કર્યા સિવાય ? હા કેમ નઈ હુજ તો મુર્ખ છુને તારી ચીંતા કરે રાખું ? પણ તારે શું તમ તમાર જાઓ... તને ખબર છે તારા માટે થઈને હું કેટલી બદલાઈ રહી છું અને તું...” સોનલ અચાનક પોતાની ભુલાયેલી મર્યાદા યાદ આવી હોય એમ બોલતા બોલતા અટકી અને ચુપ થઈ ગઈ.

“ પણ તું તો...”

“ તું નહિ સમજે જવાદે પપ્પા નીચે ઊંગ્યા છે રાતનો એક વાગી રહ્યો છે રાત બઉ થઇ ગઈ છે હું અહી હોઉં એ સારું ના લાગે મને જવાદે...” સોનલે જાણે પોતાની લાગણીઓને સમેટી કાબુમાં કરીને પોતાનો પક્ષ મજબુત કર્યો.

“ તું કેમ નથી સમજાવતી મને ? મારેતો તને સમજવી છે ? તારી પાસેથી સમજવું છે ? તનેજ તો ખીલખીલાતા જોવી છે ? પ્રથમ વખત જયારે અવેલો અને તારા મુખ પર જે ફરકતી એ સ્મિતની રેખાઓ જોઈ હતી એજ પાછી જોવી છે. તારા દરેક પળમાં ઊછળકૂદ કરતા એ બાળકને જોવું છે, તારી આંખોમાં ઉભરતા અનહદ હાસ્યને જોવું છે, તારા હોઠો પર વહેતા માલકાટને જોવો છે, તારા સાથ અને સહકારને જાણવો છે, તારા દરેકે દકેક ક્ષણમાં ઉભરાતી ખુશીને જોવી છે, તારા દિલની એ અઘાધ ઊંડી ઘહેરાઈઓને જોવી છે, સમજાતું નથી પણ તારા દિલમાં છપાયેલી મારી તસ્વીરને જોવી છે,...” દિલમાં ચાલી રહેલું બધુજ સુનીલ બોલી ગયો અને જાણે ફરી પાછું કઈક ખોટું બોલી ગયો હોય તેમ પોતાના પલંગ તરફ ચાલ્યો. માફી માંગી સોનલને પોતાના રૂમમાં જવા ઈશારો આપીને બેસી ગયો. કદાચ એની આંખોમાં આવેલો પ્રેમ કે ઉભરતા નીર સોનલને દેખાયા હોય એમ કે પછી ભરતી ઓટને કાબુ કરવામાં એ સફળ રહ્યો હોય.

“ તારોજ મોબાઈલ ફોન એમના હાથમાં આવ્યો હતો અને તે પડેલા મારા ફોટા કદાચ એમણે જોયા હશે એનોજ તો ઝઘડો હતો, બીજું કઈ નથી બસ આજ સાચું છે હવે તો જમીલે..” થોડી હિમ્મત એકઠી કરી સોનલે બધું જેમ હતું એમજ કહી દીધું. કદાચ સુનીલના મનના સવાલોમાંના સમૂહ માંથી એક પ્રશ્નનો જવાબ એને આપ્યો.

“ શું વાત કરે છે...” સુનીલ અચાનક બેઠો થઇ ગયો અને ગભરાતા અવાજે સુનીલ બોલ્યો મતલબ એમને મારો ફોન જોયો.

“ હા..” સોનલે હકારમાં ડોકું ધુણાવ્યું.

“ પણ...”

“ પણ શું ? સુનીલ...?”

“ એતો એમજ પાડેલા ફોટોઝ હતા અને ક્યારે ખેચ્યા એનીતો કદાચ તનેય ખબર નઈજ હોય તો પછી એમાં તારો શું વાંક ?” આંખો નીચી રાખીનેજ સુનીલ બબડ્યો.

“ એ બધું એના સમજે યાર...” સોનલ ટૂંકો જવાબ આપી ઉભી થઇ

“ કેમ ના સમજે ?”

“ મને શું ખબર ?”

“ તું એની પત્ની છે ને... તોય... ?”

“ હા એટલેજ તો આટલું થયું..”

“ એને તારા પર વિશ્વાસ નથી એમ ?”

“ એ તો એજ જાણે ? અને એમનું કામ જાણે ?”

“ તો તે પણ જોયાજ હશે ને ? ફોટા ?”

“ હા એમણે બતાવ્યા હતા...”

“ તો શું વિચારે છે...”

“ તારા આવા તો નો મારી પાસે કોઈજ જવાબ નથી પણ હા મારા મનમાં એક ઉલઝન છે જે મને સમજાતું નથી તું કહે તો એક વાત પૂછું ?”

“ હા જરૂર... સોનલ પૂછને...”

“ સાચે સાચું કહીશને ? સુનીલ..”

“ હા કસમથી...” સુનીલે માથે હાથ મૂકી વિશ્વાસ અપાવ્યો.

“ જે બધુજ તે પેલી ડાયરીમાં લખ્યું છે એ બધુજ સાચું છે કે પછી..?” સોનલે પોતાના જમણા હાથની એક આંગળી વડે ડાયરી વાળા ટેબલ તરફ ઈશારો કર્યો. એના ભાવ ના સમજી શકાય તેવા વિચિત્ર હતા અને અકથ્ય પણ.

“ તને શું લાગે છે ?”

“ જે પણ હોય તારા મનમાં, પણ જો હું પરણીત સ્ત્રી છું એતો તું જાણેજ છે અને આ બધું મારા માટે સારું ના કહેવાય, અને હા જો મનમાં ઉઠતા દરેક સૂરને વાચા મળે એ જરૂરી નથી હોતું કેટલાય સુર એવા હોય જેને મનમાંજ દબાવી દેવાય પડતા હોય છે નઈતો દુનિયા એને જીવવા નથી દેતી એટલે...”

“ મારે પણ દબાવી દેવાના... અરમાનો... એમ...”

“ એવું કઈ નથી... યાર... પણ...”

“ એટલે આ પણ, એ શું સોનલ ?”

“ તારી લાગણી હું સમજી શકું પણ મારે પણ સમાજમાં રહેવાનું છે, આ બધુ વિચારવું પડે યાર, પણ જવાદે કદાચ તને એ વાત નઈ સમજાય..”

“ કેમ....ના....સમજાય..” સુનીલ બબડ્યો.

“ શું કેમ... તને ખબર છે મારા મમ્મી પપ્પા કોણ છે ? એ લોકો એક મિડલ ક્લાસ ફેમિલીના છે અને સામાજિક પણ સમાજમાં એમના માન સમ્માન અને મોભો છે, અને એમનું સર્વસ્વજ એમના માટે જીવન જેવું છે. એમને મારા સિવાય પણ એક દીકરી છે અજી એના લગ્ન કરવાના છે એમની પાસે તારા પપ્પાની જેમ પૈસા તો નથી પણ જે મોભો છે એજ એમની પુંજી છે. જો હું કઇક એવું કરી બેસું જેનાથી એમના મોભાને અને એમની ગરિમા લાજે તો મારી એ બેનની જવાબદારી કઈ રીતે પુરાય અને એમનું શું થાય પછી. આ દુનિયા મારા માતા-પિતાને સુખેથી જીવવા પણ ના દે અને મારી બહેનેતો ઘેરજ ઉમર કાઢવી પડે અને એ પણ મેણા-ટોણા સાંભળી સાંભળીને સમજ્યો ? એમને નીચું જોવાનું ના આવેને એટલેજ બધું સહન કરી લઉં છું. એમની સામાજિક પ્રતિષ્ઠા જળવાઈ રહે એનાથી વધુ શું જોઈએ મારે ? અને પિતાજી પણ મારા પપ્પાના બાળપણના ભેરુ એટલે એમની પ્રતિષ્ઠા જાળવવી પણ મારો ફરજ કેવાય ને ? એમને મારા પર બઉઅજ વિશ્વાસ છે અને એને હું કેમ તોડી શકું એપણ મારા સગા પિતા સમાન છે. અને રહી વાત વિજયની તો એ ક્યાં સુધી આમજ રહેશે ક્યારેકને ક્યારેક તો સુધરશે ને...” એકી શ્વાશે ગણું બોલી ગઈ પણ ભીની આંખોના ખુણાઓ પર છલકાતા આશુઓને રોકી ના શકી પછી વાસ્તવિકતામાં આવી અને આશુંઓ લુછી ફરી ઉભી થઇ ગઈ.

થોડોક સમય તો સમાજ, પોતાના માતા-પિતા અને સસરાની અને પોતાની બેન અને પરિવારની ચીંતા ખાતર બલિદાન આપનારી આ દેવીને સુનીલ જાણે કોઈ દેવી જમીન પર ઉતરી એની સામે ઉભી હોય એમ ફાટી આંખે જોઈજ રહ્યો હતો. એના બધા સવાલ જાણે ક્યાંક દટાઈ ગયા એની પાસે હવે કોઈ સવાલો વધ્યાજ ના હતા તેમ છતાય એ થોડોક વિચારમાં ખોવાયો.

“ અને તું ? તારી ખુશીનું શું ? સોનલ...” થોડોક સમય મોંન રહી સુનીલ ફરી બબડયો.

“ મારી ખુશી ?..” સોનલ અચાનકજ ગહન વિચારમાં ડૂબી ગઈ અને એનું મન ફરી એને જાણે સુનીલના પ્રેમથી નવરાવી રહ્યું હતું એણે જાણે હવે સુનીલની સાથે રહેવાની ઈચ્છાઓ થનગની રહી હતી એને પણ એના દિલમાં સમાઈ જવું હતું કદાચ એ એટલેજ તોળાઈ રહી હતી. એ મોંન હતી એની પાસે કદાચ કોઈજ શબ્દોના હતા એ બસ એમજ નિશબ્દ બનીને ક્યાય ખોવાઈ ગઈ. એને જેમ તેમ કરીને સીધા પોતાના રૂમમાં જઈને જાણે રોઈ લેવાનું નક્કી કરી લીધું હોય એમ દોડીને નીચે ચાલી ગઈ.

સોનલ વારંવાર પોતાનાજ મનમાં ઉદભવેલા સવાલોથી ઘેરાઈ રહી હતી કઈ પણ નક્કર સમજવું એના માટે હાલ પુરતું થોડું મુશ્કેલ હતું અને જવાબ આપવાના વિચારોમાંય કેટલાય નવા સવાલો બનાવી લેતી હતી. એ જાણે કોઈ વિચિત્ર પ્રકારની મુસીબતમાં સપડાઈ ગઈ હોય એમ એકલતાપણું અનુભવી રહી હતી. એના મનના અને દિલના ઊંડાણમાં એક વિચિત્ર એકલતાની ખાઈ હતી એક ઘોર અંધકાર જેમાં સુનીલ હતો પણ એ પોતાનેજ જોઈ શક્તિ ના હતી. ઉદ્ભવતી લાગણીઓમાં ઉભરતી દર્દ અને વેદના એને હચમચાવી મુકતી હતી. કદાચ એટલેજ એ તડપી ઉઠતી હતી અને મનોમન જાણે વેદનામાં ઘસડાઈ રહી હતી. કેટલીયે લાગણીઓના પુર એના વિશાળ મનમાં વહેતા હતા પણ આ બધા વચ્ચે તર્ક કરવો અને એના પર સ્થિર થઇ શકવું જાણે એના માટે મુશ્કેલી ભર્યું બનતું જઈ રહ્યું હતું. અચાનક એના મનમાં એક વિચાર જાણે પુર સપાટે આવી ચડ્યો અણધાર્યો આવેલો એ મક્કમ વિચાર અને તરતજ તે બધું ત્યાજ અટકાવી પોતાના પલંગ પરથી ઉભી થઇ અને રસોડા તરફ દોડી. એણે તુરંત એક થાળીમાં જમવાનું કાઢ્યું અને સુનીલ સવારથી ઘેરના હોવાથી એ જામ્યો પણ નઈ હોય એવો અંદાઝ લગાડ્યો અને ઝડપભેર સીડીઓ ચડી ગઈ. મનમાં એક વિચિત્ર વિચારોની લાંબી કતાર હતી એનિ ઘડીયાળના કાંટાઓનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો સમય આગિયાર વાગીને ચાલીસ પર દોડી રહ્યો હતો. નીચેના રૂમમાં કદાચ કિશનભાઈ સુઈ ગયા હશે અને વિજય આવવાનો પણ કદાચ સમય થઇ ગયો હશે પણ અત્યારે એને એવા કોઈજ વિચારો ન આવ્યા. એને ફરી યાદ આવ્યું આજેજ વિજયે એના પર હાથ ઉપાડેલો એની સાથે મારપીટ કરેલી અને સાથો સાથ જાણે એને એક સારી એવી ખુશખબર આપેલી કે એ આજે દિલ્લી જઈ રહ્યો છે કંપનીના કામે અને છેલ્લા પાંચેક દિવસ એ ત્યાજ રહેવાનો છે. એના મુખ પર એક આછી ખુશીની લહેર છવાઈ ગઈ અને એની ખુશી જાણે બેવડાઈ ગઈ હવે એને વિજયના આવવાનો ડર મનમાં રાખવાનો ના હતો. એ પાંચ દિવસ માટે આઝાદ હતી એને કોઈ ચિંતા કરવાની ના હતી બહારની દુનિયાના બધા બંધનો કરતા દુખ અંદરના વધુ હોય એવુજ એને અનુભવાઈ રહ્યું હતું.

સોનલ હાથમાં થાળી પકડીને સુનીલના રૂમમાં પ્રવેશી રૂમનો દરવાજો એ જેમ મુકીને ગઈ એમજ ખુલ્લોજ પડ્યો હતો. એણે રૂમમાં પ્રવેશ કર્યો એ થાળી હાથમાં હોવાથી ધીમી ચાલતી હતી સુનીલ હજુય મલમની ડબ્બી હાથમાં લઇ જાણે એના આવવાની રાહ જોતોજ બેઠો હતો. “ આવ સોનલ મને વિશ્વાસ હતો તું આવીશ..” એક ત્રાસી નઝર કરી સોનલ સામે મંદ મંદ હસતા સુનીલે આવકારો દીધો. સુનીલના મુખ પર એક વિચિત્ર ભાવે આત્મવિશ્વાસ અને પ્રેમના મોઝા જાણે ઉફાન મારીને કિનારા સુધી ધસડાઇ આવતા હતા જેની બુંદો જાણે સોનલ અનુભવી શક્તિ હતી. “ હા મને અત્યારેજ યાદ આવ્યું કે તું જામ્યો નઈ હોય અને...” સોનલ અટકી એના હાથમાંથી સુનીલે થાળી બાજુના ટેબલ પર મૂકી અને સોનલના બબડતા હોઠ પર એણે હાથ મૂકી એને શાંત કરી. એ કદાચ સોનલના મનની વ્યથા સમજી શકતો હતો અથવા સમજી ચુક્યો હતો પણ એણે પોતાનું ધારેલું પણ કરવું હતું અને સોનલની ઈચ્છાને માન પણ આપવું હતું. કદાચ સોનલ માટે બધું સમજવું મુશ્કેલ હતું પણ એનું દિલ અત્યારે શાંત હતું એ સુનીલની વાતમાં કોઈ તર્ક કરવા ઈચ્છતી ના હતી.

પલંગ પરથી ઉભો થઈને એ સોનલને સોફા પર ખેંચી ગયો કદાચ એનો વિરોધએ કરવા માંગતી હતી એની સામાજિકતા એને આમ કરવા મજબુર કરતી હતી તો ત્યાજ એનું દિલ એને ચુપ કરાવી દેતું હતું. એક તરફ એનું સામાજિક વલણ એને તર્ક કરાવતું હતું ત્યાજ બીજી તરફ એનું દીલ એને રોકી લેતું હતું બળવો કરતુ હતું એને સુનીલ સામે અસમર્થ કરી દેતું હતું કદાચ એ પ્રેમ હતો એના દિલના ઊંડાણમાં ઉભરતો અનન્ય પ્રેમ. સોનલ અલગજ લાગણીઓના વિચારોમાં ઘેરાઈને કઈજ ના બોલી શકી એને સુનીલની દોરવણી મુજબ એક નિર્જીવ ના જેમ પગ ઉપાડ્યા. નઝીકમાં પડેલા સોફા પર એણે સોનલને બેસાડી એના દિલમાં એક અલગજ ભાવ હતા અને કદાચ સોનલના મનમાં પણ કોઈ અલગજ વિચાર ધારા વહી રહી હતી. બંનેના વિચારો અલગ હતા પણ લાગણી અને ભાવનાના સાગર એજ હોલોળા લેતા હતા જે પ્રેમમાં હોવા જોઈએ સુનીલ તરતજ ત્યાંથી ઉઠીને ઉભો થઇ કબાટ તરફ આગળ વધ્યો અને મલમની ડબ્બી લઇ આવ્યો.

“ સુનીલ આ બધું શું છે ?”

“ મલમ... છે...”

“ ખબર છે...”

“ તો પછી તને શું લાગે છે એમ કે ...”

“ મલમ કેમ પણ ?”

“ મારે કામ છે...”

“ શું કામ... મલમનું...?”

“ કઈ નઈ કેમ આવું પૂછે...”

“ શું વિચારે છે સોનલ...”

“ કઈ નઈ પણ કોઈક જોઈ જશે તો શું સમજશે ?”

“ મને પરવા નથી..”

“ પણ મને છે સુનીલ તું સમજતો કેમ નથી યાર આ દુનિયા કેવી છે કદાચ તું નથી જાણતો એટલે આવી વાત કરે છે ? હું જાણું છું બધુજ એમના વિચારો, એમની લાગણીઓ, એમના તુચ્છ ખયાલો... શું શું કહેવું તને. ”

“ દુનિયાની તો ખબર નઈ હું તને જાણું છું...”

“ પણ ..?”

“ પણ શું....”

“ તું શું ઈચ્છે છે એમ કે તો મને...?”

“ ચુપચાપ બેસીજા બસ, મારે નથી સંભાળવું કઈ કે હું કઈ ઈચ્છતો પણ નથી... આ દુનિયા અને સમાજ વિષે મને એમની પરવા નથી આજે કે અંત હીન આવનારા સમયમાં... ” સુનીલે એનો હાથ પોતાના હાથમાં લઇ એની આંખોમાં આંખ પરોવીને કહ્યું અને સોનલ એમાં ખોવાઈ ગઈ એ કઈજ ના બોલી શકી. બધું ભૂલી ગઈ જાણે એના તર્ક વિતર્ક અને બધુજ એ સુનીલની આંખોમાં સમાઈને ભુંસાઈ ગયું.

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]