Swapnashrushti - Part - 2 books and stories free download online pdf in Gujarati

Svapnsrusti Novel (chapter - 2)

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨ )

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણ લેખમાં કહ્યું છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી બસ એક વિનતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુજાવ જરૂર થી આપવા અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી સકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.

નામ ;- સુલતાન સિંહ બારોટ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહણીઓ છું.. ]

પ્રકરણ – ૨

આજનો દિવસ હંમેશના દિવસો કરતા ગણોજ અલગ હતો અને વિચિત્ર પણ કદાચ કોલેઝમાં કોઈક કારણો સર રજા હતી પણ સુનીલને એની જાણ ના હતી એ આજે પણ હમેશની જેમજ કોલેઝ ગયો પણ ત્યાં કોઈના આવ્યું હોવાથી સિક્યોરીટીને પૂછી ફરી પાછો તુરંત ઘરે આવવા નીકળી ગયો. એના દિલમાં જાણે એક આનંદ હતો જેનું નામ કદાચ એને સમજમાં આવે એવો ના હતો શું હતું કઈ લાગણી હતી, કોના માટે અને કયા સબંધે એ સોનલના દીદાર માત્ર માટે આમ અચાનક તડપી ઉઠતો હતો એ એને સમજાતું ના હતું. કોલેજમાંથી નીકળીને ઘર તરફ વિચારોના વૃંદાવનમાં ફરતા ફરતા આવતી વખતે સોનલને રસ્તામાં શાકભાજી ખરીદતા જોઇ અને કઈક એના મનમાં નવું ઘડાયું હોય એમ એ ત્યાજ રોકાયો. એણે પોતાની કારને રસ્તાની નજીક પાર્ક કરી સામે જોયું ત્યાજ સામેના છેડે બે-ચારેક શાકભાજીના થેલા ઉભા હતા અને સોનલ ત્યાં કદાચ ટામેટાની લારી પર રોકાઈને ભાવતાલ કરી રહી હતી. અચાનક સુનીલની નઝર એના પર પડી એણે પોતાની કારની બારીના કાચ ખોલ્યા અને હોર્ન વગાડ્યો પણ કદાચ સોનલનું ધ્યાન હજુય શાકભાજીની ખરીદીમાં પરોવાયેલું હતું. આજે એણે આછા વાદળી રંગની સાડી પહેરી હતી એ એક વાદળોમાં ઉડતી પરી જેવી લાગી રહી હતી. એના ગોરા વાન પર આસમાની રંગ જાણે શોભતો હતો એની ખુલી પીઠ જાણે ફીટ બ્લાઉઝના કારણે એકદમ કસાયેલી લાગી રહી હતી. બસ એક દોરીથી બાંધેલી અને એને ગુજરાતી ચોગડા આકારમાં ગાંઠ વાળી અને બાંધી હતી અને કિનારી પર લાલ ગુલાબ આકારમાં નીચે લટકતા એ ફૂલ એના શરીર સાથે જાણે રમતા અને કિલકિલાટ કરી રહ્યા હતા. સુનીલની નઝર ત્યાજ અટકી ગઈ એ હજુય કઈક ખરીદવામાંજ વ્યસ્ત હતી અત્યારે હવે સોનલ અજાણતા સુનીલ તરફ આડી ઉભી હતી અને રોશનીની કિરણો એની કમરના એ કોમળ ભાગપર પડીને જાણે આંખ અંઝાવી દે એવું તેઝ વહાવતી હતી. એના શરીરના ઉભારો એના કપડા ઉપરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. એનું કસાયેલું શરીર અને એના અકારો એની યુવાનીને રંગીન બનાવતા હતા દેખનારની આંખો જાણે અજાણે એના ચેરા પર મંડાઈ જાય એવું દૈવી રૂપ હતું અને એવીયે એની ચાલ હતી. સુનીલે પોતાનું ધ્યાન હટાવાની કોશિશ કરી કાર થોડી નઝીક લઇ જઈ એણે ફરી હોર્ન વગાડ્યો આ વખતે સોનલે એની તરફ જોયું એના ચહેરા પર એક આછું સ્મિત હતું. એ હવે સુનીલ તરફ આવી રહી હતી એની સાડી હવામાં થોડી થોડી લહેરાતી હતી એની કમર પરનો પ્રકાશ હજુય આંખો અંઝાવી દેતો હતો એનો ચહેરો અને એનો ગોરો વાન પ્રકાશમાં ચમકતો હતો. એ કાર પાસે આવીને ઉભી રહી એના કપાળ પર પરસેવાની આછી બુંદો બાઝેલી હતી એક નાની લાલ લીટી જાણે પરસેવા સાથે નીચે વહેતી હતી. તાપના લીધી સિંદુરનો રંગ પરસેવા સાથે નીતરતો હતો એ રેલાઓ છેક કપાળથી વહીને એના ગાલ પરથી સરકીને નીચે વહી જતા હતા. એના હોઠ પર બોલતી વખતે પેલો કાળો તલ સુનીલને ઘાયલ કરતો હતો એ કદાચ હજુય એની મોહિનીમાજ ખોવાયો હતો એ સોનલના રૂપમાં તરબોળ થઇ ગયો હતો. એના ગાળામાં ભારવેલો કાળા ઝીણા મોતી ના હાર જેવું એના વક્ષ પર અડતું હતું કદાચ અંદર તરફ હતું એ મંગળસૂત્ર હશે જેની નજીક એક પાણીની લહેર નીચે તરફ સરકી રહી હતી સુનીલની નઝર એના પર હતી. સોનલે દરવાઝા પર હળવો હાથ પછાડ્યો સુનીલ અચાનક ઝબકયો અને સોન.. સોનલ... ચલ ઘરે આવવું હોય તો... હું ઘરેજ જાઉં છું... સુનીલ અચાનક વર્તમાનમાં આવ્યો હતો. એની નઝર બદલાઈ પણ એ રેલો હજુય એની આંખો પર ઉભરાઈને જીવંત બની જતો હતો વાહ એનો વાક્ષનો એ ઉપરનો ઉભરેલો કોમળ ભાગ અને એમાં રેલાતો એ પરસેવો જાણે આગની જેમ દઝાડી દેતો હતો. એણે મહા મહેનતે પોતાનું ધ્યાન વર્તમાનમાં ટકાવી રાખ્યું હતું મુશ્કેલ હતું પણ અશક્ય નઈ.

સુનીલે પોતાની કારમાં સોનલને ઘરે આવવા આગ્રહ કર્યો પેલા સોનલે ના પાડી ને ચાલવા લાગી હતી પણ પછી સુનીલની જીદ સામે એણે વધુ નકારના વાળ્યો. કદાચ એનું દિલ એની સાથે જવા તત્પર હતું બસ મન દુનિયાદારીમાં ઉલજાઈ જવાથી મનાવવું પડતું હતું બંને થોડીકજ વારમાં ઘરે આવ્યા. હર હંમેશની જેમજ કોઈ નવી વાત નઈ રોજ જેવીજ બે-ચાર વાત થઇ ઘર આવ્યું અને સોનલ કારમાંથી ઉતરી ગઈ. તરત એને ઘરમાં જવાજ પગ ઉપડ્યા પણ આ શું શેરીના લોકો જાણે કઇક નવુજ જોયું હોય એમ ફાટી આંખો સાથે સોનલ અને સુનીલને જોઈ રહ્યા હતા. પણ સુનીલ બધું જોયું નાજોયું કરીને ગાડી પાર્ક કરી સીધો ઘરમાં પ્રવેશી ગયો, પણ સોનલ કદાચએ પોતાના પર અટકાયેલી નઝરોને નઝર અંદાઝના કરી શકી અને ઘરમાં અવતાજ ભડકી ઉઠી. સુનીલ હજુ કીશનભાઈ પાસે બેસીને પેપર વાંચવાજ જતો હતો ત્યાજ પાછળ જાણે વિસ્ફોટ થયો અને બંને જાણા તરત ઉભા થઇ ગયા એક યુદ્ધ મેદાનમાં જેમ સૈનિકો સજ્જ થઇ જાય બસ એમજ જાણે બંને દંગ થઈને ઉભા રહ્યા. કઈ બાજુથી શાસ્ત્રોના પ્રહાર કે દુશ્મની સેના વરસવાની હતી એની બેમાંથી એકેયને હજુ કઈ ખબર ના હતી પણ યુદ્ધનો આગાજ તો હતોજ.

“ મેં તને ના પાડી હતીને સુનીલ કે હું જાતે ઘેર આવી જઈશ.. પણ તુજ ના માન્યો.. હવે જો...” અચાનક વિસ્ફોટ થયો અને તોપો તૈયાર કરી લેવાઈ હાથમાં પકડેલી થેલી ટેબલ પર મૂકી સોનલ થોડા કડક અવાજે બોલી એની આંખોમાં ગુસ્સાથી વધુતો ડર હતો. દુનિયા દારીનો ડર, સમાજનો ડર, મેણા-ટોણા નો ડર, સોસાયટીની ઉડતી વાતોનો ડર અને જાણે કેટ-કેટલા પ્રકારના ડર સામેલ હતા એમાં. સમાજની વિચારધારાજ બધી પરેશાનીઓની પ્રણેતા હોય છે એમ આજે કદાચ અહીંથી એનો આરંભ સોનલના વસેલા ઘરસંસારમાં થવાનો હતો અથવા લોક નઝરે તો થઇ ચુક્યો હતો.

“ શું થયું બેટા..” કીશનભાઈએ અચાનક આમ બોલતી સોનલને જોઈ પહેલ કરીને પૂછ્યું એમના ચેરા પરના ભાવ ઉકેલી શકવા જાણે મુશ્કેલ બની રહ્યા હતા અને કદાચ સુનીલ પણ હજુય કઈ સમજી શક્યો નઈ હોય નઈતો આમ આભો બને ખરો ?

“ પૂછો આ તમારી પાસે ઉભેલા હીરોને... પપ્પા...” સોનલે ફરી એક ગર્જના કરી અને જાણે કઇક સમજાઈ ગયું હોય એમ અચાનક શાંત થઇ ગઈ. એની વાત હવે કઈક નવોજ વળાંક લઇ રહી હોય એવું અનુભવાયું અને એના ગુસ્સાના ભાવ ફરી એક સુન્નાતામાં ફેરવાઇને ત્યાજ સ્થગિત થઇ ગયા.

“ સુનીલ...” કિશનભાઈ પોતાના ખુરશી તરફ ફર્યા જ્યાં સુનીલ એમની સાથેજ બેસીને પેપર વાંચવા જઈ રહ્યો હતો.

“ જી કહો અંકલ ? ” સુનીલે ચોકીને જવાબ આપ્યો.

“ આ સોનલ વઉ શું કહે છે જરા મને સમજાવશો ?..”

“ અંકલ મને શું ખબર ? ”

“ કેમ તને કઈજ ખબર નથી ? મને ગાડીમાં બેસાડવાની જીદ શું કામ કરી ? બહાર જોતો એકવાર ? શેરીના લોકોને જોયા છે તે કેજે મને એ કઈ નઝરે જોઈ રહ્યા હતા જાણે કે...” સોનલ અટકી કદાચ એના શબ્દો એ બોલીના શકી પણ સુનીલ હજુય જાણે કઈ સમજી ના શક્યો હોય તેમ બુથ બનીને ઉભો હતો. એણે આજ પેલા કદી સોનલનું આવું રૂપ જોયેલું ના હતું એના માટે બધુજ નવું હતું એ મનોમન ડરી ગયો જાણે કઇક પાપ કરી બેઠો હોય એવી લાગણી એના મનમાં ઉભરાઈ આવી એનો અવાજ જાણે દબાઈ ગયો એ કઇના બોલી શક્યો. પણ સમાજના કેટલાય તડકા-છયડા જોઇને અને બધા રીત રિવાજોની આંટી ગુંટી સુલાજવીનેજ વૃદ્ધ થયેલા કિશનભાઈ જાણે બધુજ સમજી ગયા અને મનોમન હસવા લાગ્યા કદાચ એમને પૂરો અંદાઝ આવી ગયો હતો.

“ પપ્પા તમે હસો છો..” સોનલે ચોકીને પૂછ્યું.

“ બીજું શું કરું કે તો વઉ દીકરા ?..”

“ પણ... પપ્પા... એને...”

“ અરે દીકરા, સુનીલ શહેરમાં મોટો થયેલો છે એને નાના ગામોના રીતભાત શું ખબર હોય કે, એને લાગ્યું હશે કે તું ચાલીને ક્યારે આમ તડકામાં ઘરે આવીશ એટલે તને સાથે લઇ આવ્યો બસ.. કેમ મેં સાચું કહ્યું ને સુનીલ બેટા..” કિશનભાઈએ પોતાની સુઝબુઝથી બધું સંભાળી લઇ સુનીલ તરફ ફરી જાણે નાનો સવાલ કર્યો અને જાણે પોતે બધું સાંભળી લીધાની એક હળવી લાગણી સાથે પાછા પોતાની ખુરશીમાં બેસી ગયા. એમના હાવભાવ સામાન્ય હતા સોનલની નાસમજી અને કદાચ સોનલના ભાવ એમને મનોમન હસાવતા હતા.

“ જી અંકલ.. બસ એવુજ વિચાર્યું... મેં પણ...” કીશનભાઈના સમજાવ્યા પછી થોડી હાશ થઇ અને થોડાક ગભરાયેલા સ્વરે ટૂંકુંજ બોલી શક્યો અને વિચારોમાં જાણે ખોવાઈ ફરી ખુરશીમાં ગોઠવાયો પણ એનું મન હજુય સોનલના આવા વર્તન અને રૂપને જોઇને દંગ હતું જે કઈ વીત્યું એ બધું એની બુધ્ધી કે સમજથી બહારનું હતું.

બધું જાણે હવે જેમ તેમ પતિ ગયું હતું સુનીલ ત્યાજ બેસીને પેપરમાં ખોવાઈ ગયો, કિશનભાઈ પણ રોજની આદત મુજબ વાંચનમાં લીન થઇ ગયા હતા પણ સોનલનું મન તો હજુય જાણે કેટલાય વિચારોમાં ડૂબીને ક્યાય ખોવાઈ ગયું. એને તો બસ જાણે હજુય આવતી વખતે ડોકિયા કાઢીને જોઈ રહેલા લોકોજ એની આંખો સામે ફરી રહ્યા હતા એણે મનોમન જાણે કોઈ ઘોર પાપ કર્યાની લાગણી અનુભવાઈ અને એ લોકો શું વાતો કરશે ? કેવાં કેવાં નામ દેશે ? અને શું નું શુય બઢાંવી ચઢાવીન વાતો કરશે ? એવી ચિંતામાં પોતે ક્યાય ખેચાવા લાગી. એનું ધ્યાન ક્યાય જાણે વિચારોમાં હતું ત્યાજ અચાનક બહારથી કિશનભાઈએ ચા માટેનો આદેશ દીધો અને એની ચિંતામાં ડૂબેલી દુનિયા ઓગળી ગઈ એણે ઝડપથી ચા બનાવી અને સુનીલ અને પિતાજીને આપી તરતજ પાછી જઈને રસોડામાં ખોવાઈ ગઈ. એનું મન હજુય શાંત પડ્યું ના હતું કે કઈ પણ ભૂલ્યું ના હતું જાણે બધું વિચારવામાં વ્યસ્થ હતું.

સુનીલના હાલ પણ કઈક આવાજ હતા ચા પરોસાઈ ગયા પછી પણ સુનીલ જાણે કઇજ ન સમજી શક્યો હોય તેમ ખોવાયેલોજ રહયો અને ફટાફટ ચા પીને પોતાના રૂમમાં સમાઈ ગયો અને પોતાના પલંગ પર પડી કેટલાય વિચારોમાં ખોવાઈ ગયો પણ આ શું ? એ અચાનક ઉભો થઇ ગયો અને દોડીને બારી પાસે ગયો હમેશા સોનલ ત્યાં બેસતી. વાતાવરણની મધુર પવનની લહેરો સાથે એના ચહેરા પર એક પ્રશન્નતા છવાતી એ જોઈ રહેતો અને મનોમન ખુશ થતો. એ ઢળતી સંધ્યાનો સોનેરી પ્રકાશ સોનલના ચેહેરા પરથી પડઘાઈને અનુભવાતો અને રોમાંચિત થઇ જતો હતો. કદાચ પોતાની એજ સ્વપ્નસૃષ્ટિમાં ખોવાઇને એ કેટલાય વિચારો અને અરમાનોને સપના સ્વરૂપે જીવી લેતો હતો. એને એ બધુજ ગમતું એક આનંદ થતો એ ખોવાઈ જતો એકલોજ મુશ્કુરાતો, અને અચાનક જાણે કોઈક જોઈ જાય એમ શરમાઈ જતો. પણ આજે ત્યાં પણ કોઈ ના હતું સાંજના ૮ વાગી રહ્યા હતા એની થોડીક રાહ જોઈ કે કદાચ આજે પણ એ બેસવા આવશે પણ નજ આવી અને ફરી પોતાના પલંગ પર આવીને પડ્યો. આજે એની સાથે જે થયું બધુજ એની સમજથી બહારનું હતું એને તો આ બધી સામાજિક વાતો કદી સમજમાંજ ન આવતી એ હમેશા આવા ખોખલા અને બોખા, બહેરા સમાજથી દુર ભાગતો એને આવા બંધનો કદીયે ના ગમતા. પણ આજે કેમ એને જાણે એક અજાણ્યા દુખની લાગણી અનુભવાઈ રહી હતી. સોનલ એનું કારણ હતું બસ કદાચ એટલેજ કે આજે સોનલ દુખી હતી બસ એ પણ એના કારણે બસ આજ વાત વારંવાર એના દિલમાં કટારની જેમ ભોકાઈને દર્દ આપી રહી હતી એ કેટલાય વિચારો કરી રહ્યો હતો અને એના એજ વિચારોમાં ક્યારેય સુઈ ગયો એની એને ખબરજ ના રહી કદાચ આજ પ્રથમ વખતજ એ આટલો દુખી હતો.

બંને કારમાં સાથે આવેલા એવી વાતો આખાય જાણે પંથકમાં ફેલાઈ ચુકી હતી બધા એના વિશેજ વાત કરતા હતા. જયારે સોનલ સવારે કપડા સૂકવવા ધાબે ગઈ ત્યારે પણ એના કાને એવી વાતો પડેલી કે જાણે એમના બંને વચ્ચે કેવાએ અવૈધ સબંધો હશે કેટલી વિચિત્ર દુનિયા છે બધાને બસ ખાલી વાતોજ કરવાની હોય છે જોકે સામે સાચું શું હોઈ શકે, એની ક્યાં કોઈને પરવા પણ હોય છે. આતો દુનિયા છે અને દુનિયાદારીમાં તો આવું રેવાનું એવું કહેનારા કેટલાય લોકો આપણને રોજેરોજ કેટલાય મળતાજ હોય છે કદાચ એમની ગણતરી કરવી પણ મુશ્કેલ બની જાય પણ શું કોઈ એવું વિચારી શકે કે સમય હમેશા બદલાતો રહે છે . આજે સોનલની વાતો આપણે કરી રહ્યા છીએ પણ કાલે આપણી બેન દીકરી કે સગા સબંધીની પણ વાતો થઇ શકેને કેમ ત્યારે ? તો ના રે એવું થોડેના હોય ? એતો એવીજ છે મારી દીકરી કે મારી બેન આવીતો કઈ ન જ હોય ? જાણે એમણે તો બંને ને સાથેજ જાણે શુયે કરતા જોઈ ના લીધા હોય પણ શું થાય. આજ છે સમાજ, સોસાયટી , રીવાજો, રીત અને મહત્વપૂર્ણ ગણી લેવાય એવી આ આધાર વગરની વાતોનો એક વિશાળ સમૂહ એટલે દુનિયાદારી જેવું મોટું નામ એટલુજ નીચ કામ. કેમ બરાબર ને ? આતો બધું કેવાનું બાકી દુનિયાદારીને તો અનુંસરવુંજ પડેને ભાઈ આપણેતો દુનિયામાં રેવાનું છે, સમાજ છે સોસાયટી છે આમ બધું ભૂલી જવાથી થોડું ચાલે પણ આખરે આ દુનીયાતો ઠીક વાત છે આ સમાજ અને સોસાયટી બનાવી કોણે ? શું આ સમાજ અને સોસાયટી ઉપરવાળો ભગવાન બનાવી ગયો હતો કે પછી કોઈ અલ્લાહ કે જીજસે બનાવી છે ? જવાબ સાફ છે ના.. આપણે ને અપણેજ બનાવી અને બદનામ પણ હવે અપણેજ કરી રહ્યા છીએ ને કેમ? શું એજ સોનલને આપણે આપણી દીકરીના સ્થાને મૂકી હોત તો આવી નીચ વાતો અપણે કરી શક્યા હોત ખરા ? પણ હા એ તો આપણી દીકરી નથી અને મારી દીકરી તો આવું કરેજ નઈ એને મારી ઈજ્જતની દરકાર છે એ કઈ આમ સાવ નફફટ નથી કે પછી ઓછી ઉતરેલી નથી એકદમ આવાજ વિચારો હોયને આ દુનિયાના પણ ભાઈ તમે એ બિચારીને આટલી ગઈ ગુજરી બનાવી દીધી કે સમજી લીધી પણ એનો આધાર શું ? કઇજ નઈ ? કોઈકે કીધું અને આપણે સંભાળીને માન્યું બરાબરને શું એના પાછળની હકીકત જાણવાની પણ દરકાર કરી કારણ ખબર છે તમને બસ એટલુજ કે એ પારકી છે એમજને ? પણ આજ દુનિયા માંટે જેમ તમારા માટે એ સોનલ પારકી છે તમારી દીકરી ક્યાં એમની સગી થવાની હતી ? પણ ભાઈ છેવટે આતો સમાજ કેવાય અને એનાથી વિરુદ્ધ અપણે કેમ ચાલી શકાય અપણી દીકરી હોય તોય એને મારી કુટીને ક્યાંક ભાટકારી દેવાની કઈ વાતો થયેલી છોકરીને ઘરમાં ઝાઝો સમય ના રખાય નઈતો દુનિયા જીવવા ના દે. બાપરે માફ કરઝો હોને કદાચ બઉ ગુસ્સો કાઢાઈ ગયો ને સમાજ પર તો પણ આજ સાચું અને સાસ્વત આજની દુનિયાનું સત્ય છે કેમ સાચું ને ?

પડોસમાંજ થતી પોતાની વાતો સંભાળીને સોનલની આંખો ભરાઈ આવી એને મન કાલે એણે વિચારેલું બધુજ છેવટે સાચુજ ઠર્યું ને. પણ હવે શું થાય કોના કોના મોંઢા આડા હાથ દેવાય પોતાનીજ ભૂલ છે ? પેટ ફાટે ત્યારે કઈ પાટા થોડે બંધાય ? શા માટે એણે સ્પષ્ટ ના ના કહી શકી ? કેમ બેસવા રાજી થઇ ગઈ ? જેવા કેટલાય સવાલો કરતા એ નીચે આવી અને મનોમન પોતાને કોશી રહી હતી. એ સંપૂર્ણ રીતે જાણે લાચાર બની ચુકી હોય એવી બધીજ ખરાબ ભાવનાઓ એનામાં હતી એ જાણે હારી ચુકી હતી એ વધુ ખોવાય કે એટલામાંજ ફરી કિશનભાઈએ ચાની ઈચ્છા મૂકી, ચા બની અને આવી ગઈ પણ સુનીલ તરત ચા પીને પોતાની કાર લઇ જાણે શહેરના ભીડભાડ અને ટ્રાફિકને ચીરતો ક્યાય દુર જાણે ગાયબ થઇ ગયો.

એકતરફ આવી ઉડતી વાતો અને બીજી તરફ ધીરેધીરે શરુ થયેલી વિજયની નશાની આદતો પણ હવે સમયની સાથે જાણે વધવા લાગી હતી. એની સોબત હવે રાહ ભટકીને રખડતા ખરાબ લોકો સાથે થઇ રહી હતી એ નશા અને જુગારના રવાડે ચડી રહ્યો હતો. પણ કેટલાયે સમયથી સોનલે છુપાવેલું બધું ધીરેધીરે હવે કીશનભાઇને પણ દેખાઈ રહ્યું હતું. જયારે પણ પૂછતાં ત્યારે દીકરો કામના પ્રેશરનું બહાનું સામે મુકીને પોતાના રૂમમાં જઈને સુઈ જતો પેલા પ્રસંગ પછી સોનલ પણ સુનીલ સાથે જરૂર પુરતુજ બોલતી પણ આમ બદલાતા વિજયની હરકતો થી હવે એને જાણે સુનીલની સાથે જીવાયેલી ખુશીની પળો યાદ આવતી એને હવે ખરેખર કોઈના સાથની કમી તડપાવી મુકતિ. પણ તેમ છતાય એ પહેલ કરવાના માંગતી એને સમાજનો ડર હમેશા પ્રથમ રહેતો અને કીશનભાઈનો એ વિશ્વાસ જાણે એની પગોમાં બેડીઓ બની એને સુનીલ તરફ વધવાથી રોકતો એ અંદરો અંદર બળતી પણ કોઈને કઈ પણ કહી ના શકતી અને રહી પણ ના શકતી. વિજય ક્યારેક ઘરે આવતો અને એમાય પીધેલી હાલતમાં સુઈ જતો ને સવારની વેળાયે નીકળી જતો હવે એને પતિનો પ્રેમ પણ જાણે મળતો સંપૂર્ણ બંધ થઇ ગયો હતો એને પોતાની તરસ તડપાવી દેતી પણ એ દુનિયાદારીના બંધનોમાં મન મારીને જીવી લેતી હતી રાત રાત ભર રોયા કરતી હતી પણ તોય કોઇને કોઈ વાતની જાણના થવા દેતી બધું મનમાંજ ધરબી દેતી. સુનીલના અસ્તિત્વની એને હવે સતત કમી ખાલતી એની મુશ્કેલીનો એ સહારો બનતો, એની ઉદાસીનતા વખતે એજ એને હસાવતો, અને દરેક મુશ્કેલીમાં સાથ આપતો એની બધી વાતો એ એને કહેતો અને સોનલની વાતો સંભાળતો પણ.

સુખના સમયમાં તો કેટલાય સહારા મળીજ રહેતા હોય છે પણ દુખના સમય માં માનવમન સતત કોઈ સહારા માટે ઝુરતુજ હોય છે. આજે એ માણસની જગ્યાએ જાણે સોનલ હતી અને એણે પોતાના મિત્ર સખા એવા એના સહારાની કમી ખલતી હતી આમતો એ એની સાથેજ હતો પણ પેલા બનાવ પછી એણે પોતેજ સુનીલથી દુરીઓ બનાવી લીધેલી. અને હવે એની ઈચ્છા છતાય એ પહેલ કરવામાં ડરતી હતી. અને બીજું કરી પણ શું શકે એ બિચારી એક વાર ખાલી સાથે આવેલી એમાં કેટકેટલી વાતો થઇ હતી તો હવે નારે બાબા એનું મન એનો સાથ કેમ કરીને આપે. એના મનમાં કેટલીયે લાગણીઓ દબાયેલી હતી કદાચ સુનીલ પ્રત્યેની લાગણીઓ પણ હતી પણ એ મજબુર હતી. સમાજના હાથે, સોસાયટીના હાથે, દુનિયાદારી અને આ ખોખલા રીત-રીવાજોના હાથે બીજું કરીએ શું શકે. આજના માણસ માટે જીવન જીવવા કરતા સમાજમાં જીવવાનો વધુ પડતો ગંદો ક્રેઝ છે, કેમ ના હોય બધાને છે, તો આપણને કેમ નઈ, ઘેટા પણ એકની પાછળ એક ચલ્તાજ હોય ને તો પછી અપણે કેમ નઈ પણ એ કેમ નથી વિચારી શકતાકે એમને વિચારવા માટે મગજ નથી જયારે અપણી પાસે તો છે પણ શું આપણે એનો ઉપયોગ કરીએ છીએ ? ના ? નથી કરતા કદાચ કોઈક કરતુ હોય તો એને ક્યાં અપણે બોલાવતા હોઈએ છીએ એને તો નાત બહાર કરીને સમાજના ઠેકેદારો એમની રિયાસત માંથી તડીપાર કરી દેતા હોય છે.

સમય સાથે જાણે પરિસ્થિતિ વધુ વણાઈ ને વિસ્તરતી જતી હતી વિજયની આદતો દિન પ્રતિદિન બગડતી જઈ રહી હતી. હવે એ રોજ પીને જ આવતો અને સોનલ સાથે મારપીટ કરતો પણ અજેતો હદ થઇ ગઈ કિશનભાઈના સામેજ આજે એણે સોનલ પર હાથ ઉપાડ્યો, અને કિશનભાઈને જાણે સચ્ચાઈ સમજાઈ હોય તેમ તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. સોનલના આમ ખોવાયેલા અને ઉદાસ રહેવા પાછળના કારણો એમને સમજાઈ રહ્યા હતા એમને હવે સાચી પરિસ્થિતિનું ભાન થઇ ગયું હતું. વિજયના ગયા પછી એમણે પોતાની દીકરી સમાન વહુને દિલાસા સાથે મીઠો ઠપકો પણ આપ્યો બધી વાત એમનાથી છુપાવવા બદલ એમણે નારાઝગી પણ બતાવી પણ સાથો સાથ વહુની સહનશક્તિ પર તેઓ જાણે બધુજ હારી ગયા એમને ગર્વ હતો પોતાની દીકરી સમાન વહુ પર.

સમય દરેક ઘાવ પરના ઝખમો રુજાવી દે છે તેમ હવે સોનલ ધીરે ધીરે ફરી પોતાની લાગણીઓને છૂટ આપતી હોય તેમ સુનીલ સાથે વાત કરી લેતી હતી. વાતો હજુય ટૂંકીજ થતી પણ જાણે બંનેના ભાવ અને લાગણીના તાર સાથોસાથ ખેચાઈ રહ્યા હતા. સમય સાથે એમની નજદીકી ફરી વધતી હતી અને બધું જાણ્યા બાદતો કિશનભાઈ એમને એકાંત પણ આપતા જેનાથી સોનલ પોતાના મનનો ભાર સુનીલ સાથે સમય વિતાવી હળવો કરી શકે. એક તરફ રોજનો કંકાશ હતો ત્યાજ બીજી તરફ સોનલ અને સુનીલ વાચ્ચેની એક અદભુત લાગણીઓની શક્તિ બંનેને એકબીજા તરફ સતત ખેંચતી રહેતી હતી. બંને જાણા એક વિચિત્ર શક્તિ દ્વારા એકબીજા તરફ ના ઈચ્છવા છતાય ખેચાતા જઈ રહ્યા હતા અને એમને એક આઝાદ પંખીની જેમ પિંઝરામાં ક્યાં સુધી પૂરી શકાય વધુમાં વધુ કેટલો સમય લાગણી અને ભાવનાઓને રોકીને જીવી શકાય. અને આમ મુક્ત આકાશમાં વિહરતા પંખીને અચાનક પૂરી દિઈયે તો પણ એનેય આઝાદીની તમન્ના તો હોયજને ? કદાચ આ બંને વચ્ચેનો સબંધ પણ એક આઝાદ પંખી જેવો હતો જેને કેદ કરીને કે પીંજરામાં પૂરી રાખવો મુશ્કેલ હતો.

કેટલી ગજબની દુનિયા છે અને એથીયે વધુ ચમત્કાર સર્જનારીતો આપણી એટલેકે માણસની જિંદગી છેને, એક તરફ જીવનમાં વારંવાર આવતી મુશ્કેલીઓ છે તો બીજી તરફ મુશ્કેલીઓ ને બઢાવી ચઢાવીને સર્જતો આ અપણો અંધ સમાજ અને રીત-રીવાજોના બંધનોમાં ગેરાયેલી આ સોસાયટી. દુનિયાદારીની બેડીઓમાં ઝકડાયેલો આજનો દરેક વ્યક્તિ વ્યર્થની એવીજ સોચ અને એક વિશાળ વિચારધારાનું સર્જન કરી બેઠો છે કે સમાજ અને સોસાયટી છે તોજ આપણે પણ છીએ નઈતો નથી. કોણ સમજાવે આવા મૂર્ખાઓને જેમને આવા વિચિત્ર ભ્રમો થઇ ગયા છે, આજેય આવા મૂંગા અને બહેરા લોકોની ક્યાં આપણા આસપાસ કમી છે જ્યાં જુઓ ત્યાં આવા ઢગલાબંધ લોકો મળી આવે. ત્યાં આવાજ એક મૂંગા, આંધળા અને બહેરા સમાજમાં જીવતી સોનલ પણ આજ સમાજની ચીંતામાં અંદરો અંદર સળગી રહી છે જેનો કોઈજ રસ્તો એ પોતે દુનિયાદારીની વ્યાખ્યાની અનુકુળતામાં સમાવી શકાય તે રીતે શોધી શકતી નથી કારણકે સમાજના રીત-રિવાજોમાં એ પોતાને એટલી હદે બાંધી બેઠી છેકે પોતાના અંતર મનમાં એ જાણે અંદરો અંદર ગુઠાઈ રહી છે.

એ ઘણુય પોતાના મનને મારીને આ સામાજિક ઉંબરો ઓળંગવા નથીજ માંગતી પણ એને ક્યાં હજુ ખબર છે કે માણસ મનની લાગણીઓ ને ક્યાં કોઈ નામ કે દીશા આપી શકાય છે એ તો એક નાના અમથા છોડના બીજ સમાન હોયતો છે પણ જ્યાં પાણી, સાચવણી અને પ્રેમ તથા હુંફ યોગ્ય પ્રમાણમાં મળે ત્યાતો એ મન મુકીને ફૂટી નીકળવાનીજ અને એને રોકી શકવી પણ ક્યાં કોઈના બસમાં છે. અને આમ જોતા તો એ લાગણીના છોડનો કોઈ વાંક પણ કાઢી શકવો મુશ્કેલજ ગણાય ને ? એનો શું વાંક ? દુનિયાદારી ? સમાજ ? સોસાયટી ? રીત-રીવાજ ? કે પછી કઈ બીજું ? પણ ના આ બધાજ બંધનો માણસની વિચારધારા માટેના છે એના મન અને દિલની લાગણીઓ માટે એનું મૂલ્ય ના ને બરાબર છે શૂન્ય જેટલુજ. મનનો વિસ્તાર તો અનંત અને વિશાળ છે એની ગહેરાઈ, પહોળાઈ કે ઉંચાઈ માપી શકાય તેમ નથી એનો વિસ્તાર ગણી શકાતો નથી, દુનિયાના દરેક બંધનોથી મુક્ત અને જાણે કોઈ મુક્ત ગગનમાં અવિરત પણે ઉડતા એક આઝાદ પંખી જેવું છે જેને ક્યાં કોઈનાથી સમજી શકાયું છે કે રોકી શકાયું છે ?

પાછલા કેટલાક દિવસોથી તો સોનલનું મન પણ આજ રસ્તે મુક્ત બનીને ઉડવા લાગ્યું છે. પ્રેમની મદિરા અચાનકજ જાણે એના દ્વારા પીવાઈ જાય છે અને એના બાદ એ એજ નશામાં ખોવાઈ જાય છે એને કોઈ ભાન નથી રહેતો બસ અનન્ય પ્રેમજ એને દેખાય છે. અને એમાં કઈ ખોટું પણ નથીજ કારણ સરળ છેકે પોતાની મરજી મુજબ જીવવાનો હક કઈ ફક્ત પુરુષોનેજ નથી હોતો એટલોજ અને સમાન હક સ્ત્રીને પણ હોય છે પણ આ દુનિયા, સમાજ અને ચારે તરફ ધેરાયેલી સોસાયટીનું શું એમને તો આ બધાજ હકો આરક્ષિત કરી મુક્યા છેને ? પણ જેમને હકો અપાય એજતો દુરુપયોગ કરવા વધુ ટેવાયેલા હોય છે એ વાત કોઈ કેમ સમજવા તૈયાર નથી થતું કારણકે સમાજ અખોજ પુરુષપ્રધાન છે એમજને ? પણ આ સમાજ આવો કેમ છે ? કોઈ એક્નુજ કેમ ચાલવું જોઈએ ? કેમ અહી સ્ત્રી લાગણીઓને આમ અવગણી દેવામાં આવે છે ? સોનલના મનમાં આ પ્રકારના કેટલાય સવાલોતો હતા પણ જવાબ સ્વરૂપ આંખોમાંથી ટપકતા આંશુઓ સિવાય કઈજ ના હતું. જાણે આજે એનું મન કઈક વધુજ ઉદાસ હતું એને હમેશની જેમ દિલાશો આપનાર પણ આજે કોઈજ ના હતું. એની આંખો આજે જાણે વારંવાર કોઈકના આવવાની બેચેની પૂર્વક રાહ જોઈ રહી હતી. એની આંખો સતત એ ચહેરાને શોધી રહી હતી જે એને દરેક વખતે આવી મુશ્કેલીમાંથી નીકળવાનો રસ્તો બનાવી આપતો હતો પણ. પણ શું ?

આટલા લાંબા સમય દરમિયાન દરેક વખતે એના દુઃખમાં ભાગીદારી નોધાવનાર સુનીલ આજે ત્યાના હતો કદાચ એ કાલે સવારથીજ ઘેરના હતો. પણ ક્યાં ગયો હશે ? એક તરફ એના આવવાની આશા તો તરતજ એ ક્યાં હશે એની ચીંતા પણ એને કોરી ખાતી હતી. એક ગજબની લાગણી હતી એના દિલમાં સુનીલ માટે એની આંખો સતત ઘરમાં મુખ્ય દ્વાર તરફજ મંડાયેલી હતી પણ સાથો સાથ દરેક વખત એને પોતાના કરતા દુરી બનાવી રાખવા માટે માનાવતા એજ મનને આજે એ કોશી રહી હતી ધિક્કારતી હતી એક વિચિત્ર નફરત ભાવ હતો એમાં. પણ જાણે હવે એનો કોઈ અર્થના હતો કારણ પણ હતું એ પરણિત હતી જયારે સુનીલ અપરણિત હતો એનો સુનીલ તરફનો ઝૂકાવ એના વૈવાહિક જીવન માટે અને સુનીલના ભવિષ્ય માટે પણ નુકશાનકારક હતું. સમાજ કે સોસાયટી અને કદાચ સુનીલના પોતાના પરિવાર વળાતો શું હાલના સમયમાં કોઈના સ્વીકાર કરે એવા કઇક એમના સબંધોની એકડી ગૂંટાવા લાગી હતી.

વિચારોની સાથે ઘડીયાળના કાંટા પણ જાણે ગતિ પકડી રહ્યા હતા સમય નિરંતર વહી રહ્યો હતો. સોનલ પાછલા કલાકભરથી આમજ ગુમસુમ બેઠી હતી. એનું મન આજે કેટલાય ચક્રવાતોમાં ઘેરાતું જઈ રહ્યું હતું પણ કદાચ વહેણ ભરતી સર્જી શકે એટલા સક્ષમ ના હતા. છેલ્લા ચારેક મહિનાથી તો એના ચહેરાનો પ્રકાશ પણ ક્યાય ખોવાઈ ગયો હતો, અને એના જીવનની હકીકતો પણ હવે સમયની સાથે બદલાતી જતી હતી. વિજય સાથેના એના લગ્ન સાથેજ એનું જીવનતો બદલાઇજ ગયેલું જયારે એને ચોરીના ચાર ફેરા ફરેલા અને વિજયના ઘરમાં પગ પડેલા. કદાચ મજબુરીમાં વિજયે એની સાથે લગ્ન કર્યા હશે એવું એને પ્રથમ દિવસના વર્તનથીજ લાગી આવ્યું હતું પણ બે પરિવારના સબંધો વચ્ચે એની આહુતિ અપાઈ હતી. એનો કોઈ અર્થ નથી પણ હવેતો જાણે હદ થઇ ગઈ હતી વિજય એકદમ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. હમણાજ થોડો સમય પહેલાજ એમની લડાઈ થઇ ચુકી હતી. એના મનમાં કેટલાય વિચારો હિલોળે ચડેલા હતા કેટલાયના તો જવાબ પણ ના હતા તેમ છતાય એના મુખમંડળ પર છવાયેલી નિરાશાની એ ઘાટી રેખાઓ એની વ્યથાને છતી કરતી હતી.

થોડોક સમય વિતવાની સાથેજ ઘરની બહાર કઈક અવનવો જાણે અવાજ સંભળાયો કદાચ કોઈ કાર હમણાજ એમના ઘર તરફ ધસી આવી હતી પણ સુનીલની કાર કરતા આ અવાજ થોડોક અલગ હતો. થોડીકજ ક્ષણોમાં અવાજ જાણે બંધ થયો દરવાજા પર કોઈકના પગરવ ગુંજ્યા અને વાતાવરણ જાણે નવીજ અભિલાષાઓથી જુમી ઉઠ્યું. એનો પગરવ સ્પષ્ટ થયો અને તરત સોનલનું દિલ જાણે જુમી ઉઠ્યું અચાનક આવેલી આ લાગણી કદાચ સોનલને ના સમજી શકાઈ પણ તે કઈ વિચારે એ પહેલાજ ઘરના વાતાવરણમાં ઊછળકૂદ અને શોર છવાઈ ગયો. સુનીલ આજે ખુશ હતો જુમી રહ્યો હતો એ સીધોજ નાચતા કુદતા પગે સીધો કિશનભાઈ તરફ વળ્યો એની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, ખુશી હતી, આનંદ હતો, મસ્તી હતી, એક બાળક જેવી એની હરકતો હતી. એ પોતાના હાથમાં રહેલા મીઠાઈના ખોખામાંથી એક ટુકડો લઇ કીશનભાઈની સમક્ષ જઈ સીધા એમના મુખમાં એ ટુકડો સરકાવી દીધો. વાત સાંભળી કિશનભાઈએ પણ સુનીલને અભિનંદન પાઠવ્યા પણ જાણે કઈક ખૂટતું હોય તેમ એની નઝરો આમતેમ આખા ઘરમાં ચારેકોર ફરવા લાગી એની આંખોમાં એક બેચેની હતી તે ચારે તરફ જોઈ રહ્યો હતો જાણે કઈક શોધી રહ્યો હતો પણ શું ? કદાચ એ સોનલ ને શોધતો હોય ?

કિશનભાઈ મીઠાઈ ખાઈને ખુરશીમાં ગોઠવાયા અને પેપરમાં મો નાખી જાણે કઇક વાંચવામાં પરોવાઈ ગયા પણ આ શું સુનીલ હજુય કઇક શોધતો હોય એમ જણતા હોવા છતાય જાણે એ બધુજ જાણતા હોય તેમ ઉભા થઇ સુનીલ સામે આવ્યા.

“ બેટા વિજયતો હમણા જ થોડાક સમય પેલાજ કામના કારણે બે દિવસ માટે દિલ્લી ગયો છે અને સોનલ ઉપર તમારા રૂમમાં કદાચ સાફ સફાઈ કરતા હશે જા અને એનું પણ મોંહ મીઠું કરાવી આવો એને પણ આ જાણીને ખુસી થશે..” કિશનભાઈ થોડોક સમય ચુપચાપ ઉભા રહ્યા અને ફરી પાછા પોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા અને પેપરમાં પરોવાઈ ગયા.

સુનીલ આટલું સાંભળી તરતજ ઝડપભેર સીડીઓ ચડી ગયો.. એક વિચિત્ર હલચલ એના દિલમાં હતી જે અસ્પષ્ટ હતી...

સોનલને પહેલેથીજ સુનીલના આવાની ખબર હતી અને બધી વાતચીત પણ એને સાંભળી હતી એટલે એ સુનીલના આવતા પહેલાજ આંશુ લુછીને સ્વસ્થ થઇ ગઈ અને પોતાના કામમાં હોવાનો ડોળ કરવા લાગી જાણે એને કોઈ વાતનો ખ્યાલ્જ ના હોય. અને સુનીલને સામે જોઈ એને પોતાના ઝાડું વાળતા વાળતાજ પૂછ્યું આવો આવો બહું ખુશ દેખાઓ છો ?

[ વધુ ક્રમશઃ ............ આવતા અંકે......... ]

લેખક ;- સુલતાન સિંહ બારોટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED