સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૧૦ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૧૦
“ પણ તું અહિયાં ? સોનલ ?”
“ હા જોઇલે તારી સામેજ..”
“ કઈ રીતે..?”
“ એટલે...”
“ કેમ... અચાનક...”
“ અચાનક ક્યાં... મોડી પડી ગઈ...”
“ કેમ પણ...”
“ ખબર નઈ...”
“ મારા માટે...”
“ ના મારા માટે...”
“ કેમ... સોનલ... તારા માટે... એટલે...”
“ હવે નથી રેવાતું યાર ?..”
“ સાચેજ...”
“ હાસ્તો...”
“ હવે મારાથી પણ....”
“ તને શું લાગે છે...” સુનીલનો આશ્ચર્ય ભાવ જોઇને સોનલે પોતાના મનમાં ઉઠતા સવાલોને શાંત કરવા સહસાજ પૂછી લીધું.
“ મનેતો જે લાગતું હતું બધુય તને કહીજ ચુકેલો છું ને હવેતો, મારી પાસે કોઈજ શબ્દો નથી કે શાબિતી પણ નથી કે જેનાથી મારા પ્રેમને હવે હું શાબિત કરી શકું... એક વાત કઉ તને...” સુનીલની આંખો ફરી છલકાવા લાગી અને એક વેદનાના વ્હેણમાં તણાઈ ગયો.
“ બોલને... સુનીલ...”
“ તારા વગર બેહાલ થઇ ગયો છું...”
“ કેમ વળી...”
“ નથી સમજાતું કે કેમ... પણ... અનુભવાય છે... હવે...”
“ જુઠ્ઠો છે તું સાવ જુઠ્ઠો... અને લૂચચો પણ... સમજ્યોને...”
“ પણ એ કઈ રીતે...”
“ ખાલી મોટી મોટી વાતો કરે અને વાયદા પણ...”
“ કેમ... શું થયું...”
“ હાસતો...? કેમ નથી..?”
“ ના, કેવી રીતે ? મેં તો આજ સુધી તારાથી કોઈજ વાત છુપાવી નથી. મારા મનની અધુરી વાતો અને પ્રેમની વાત સુધ્ધાં પણ છેલ્લી આવતી વખતે ડાયરીમાં લખીને છોડી આવેલો એક પત્ર પણ તારા માટે મૂકી દીધેલો, પણ જાણે છે કે બસ કદાચ અજેય મને તારા વગર રહેવુ ગમતું નથી પણ એમાં ખોટું શું છે ?” સુનીલે પોતાના પક્ષની જાણે સ્પષ્ટતા આપી.
“ આ લે તારી ડાયરી , અને આ તારા હાથે લખેલો પત્ર...” સોનલ ફરી થોડા નકલી ગુસ્સા સાથે આકરા અવાજે બોલી અને મો ફેરવી સીડીઓ તરફ ચાલવા લાગી.
“ કેમ... પાછી આપે છે...”
“ બસ એમજ...” સોનલ સીડીઓ તરફ જાણે ચાલવા જી રહી હતી.
“ ક્યાં જાય છે... સોનલ... ?..”
“ કેમ તારે શું કામ છે મારું..”
“ આવું કેમ બોલે છે આજે...”
“ તો શું બોલું સુનીલ... તુજ સમજાવ હવે... મને...”
“ કે તો ખરા હવે આમ ક્યાં ચાલી...”
“ સાંભળવું છે તારે...”
“ હા... કે...”
“ તો સાંભળ, ઇન્ડિયા જાઉં છું... મારા ઘરે પાછા... પણ એનાથી તારે શું ?”
“ મારે શું ? એટલે ?”
“ હા તારે એનાથી શું ?” સોનલે ફરી પોતાનો રાગ રેલાવ્યો.
“ તું કહેવા શું માંગે છે સોનલ ? સ્પષ્ટ કેને ?” સુનીલનો ચહેરો ફરી ગમગીની માં પછડાવાની તૈયારીમાં હતો બસ જાણે હાલાજ...
“ સ્પષ્ટ એ કઈ રીતે કેવાનું તું નથી સમજતો કઈ ? તે મને પૂછે છે ? ક્યારની આવી છું પણ તું તો તારા હવા મહેલોમાંજ ખોવાયેલો છે. મનેતો લાગેલું કે તું મને જોઇને મારા તડપતા જીવને પોતાની બાહોમાં સમાવી લઈશ અને એક પ્રેમીની જેમ ખુશ થઈને ઝૂમી ઉઠીશ પણ તું તો તારી દુનીયામાંજ ખોવાયેલો છે. હું આવી કે ના આવી મને નથી લાગતું કે તને એનાથી કોઈ ફર્ક પડ્યો હોય. મારો સુનીલ આવો ના હતો એ તો મનની વાતો કહેનારો અને સ્પષ્ટ વ્યક્તિ હતો. એ આમ ઉભો ના રહ્યો હોત ક્યારનોય મારામાં ખોવાઈ ગયો હોત. મને વળગી પડ્યો હોત મારી આંખોમાં ખોવાઈ ગયો હોત મનેય એના પ્રેમથી ભીંજવી નાખી હોત અને એય ભીંજાઈ ગયો હોત...પણ..” સોનલ ગણું લાંબુ બોલી ગયા બાદ થોડી અટકી.
“પણ શું...? કેને સોનલ..” સુનીલ બેબાકળો થઇ ગયો.
“ તું બદલાઈ ગયો છે સમજ્યો..?”
“ એવું નથી યાર સોનલ...”
“ તો કેવું છે સુનીલ...”
“ તને કેમ એવું લાગે છે...”
“ તો કેવું લાગવું જોઈએ મને તારી આવી વિચિત્ર વાતો સંભાળીને કેજે મારા પ્રેમી પ્રીતમ...” સોનલે પોતાની મસ્તીની અદાઓમાં આવીને પોતાના ભૂતકાળની કહાનીમાં જાણે ડોક્યું કરીને એક હસીન પળ સુનીલ માટે ચુરાવી લીધી.
“ શું કહું કે હવે તને..”
“ જે હોય એ તું તો આમેય સ્પષ્ટ વાતોજ કરે છેને તો વિચારવાનું શું ?” સોનલે ફરી આંખ મીચકારી અને એની સામે હસવા લાગી..
“ તારી યાદો મારા મગજ પર એટલી ઊંડી ઉતરી ચુકી છેને સોનલ કે તારી ખુબજ યાદ આવે છે જાણે એનાથી હું ધરાતોજ નથી. તારા ખ્યાલો અને મારી આ સ્વપ્નશ્રુષ્ટિમાં જીવી જીવી ને પાગલ થઇ ગયો છું બસ કદાચ પૈસા ના કારણે હજી મેન્ટલ હોસ્પિટલ વાળા લઇ નથી ગયા. પણ કદાચ હવે થોડાક દિવસોજ દુર છે જયારે એ લોકો મને લઈ જશે અને હવે મનેય એવું લાગીજ રહ્યું છે. પણ તું હજુય કેમ આમ દુર છે મારાથી મને લાગેલું કે તું એક દીવસ આમ આવીશ અને દોડીને મારી પણ તારા પ્રેમ માટે તડપતી બાહોમાં ક્યાય ખોવાઈ જઈશ. મારી તો સ્વર્ગનીયે આશાઓ તારા પ્રેમ ભર્યા આલીંગનમાં ઓગળીને વહી જાત. મારા માટેતો આજ દુનિયા સ્વર્ગ સમું બની ગયું હોત જો તું મારી સાથેજ હોત.. મારેતો ત્યારે પણ તારી અંખોથીજ દુનિયા જોવી હતી, તારા માટેજ બધું સમર્પિત કરવું હતું, પણ તુજ ક્યાં માની ?” સુનીલ એક શ્વાશે ઘણું બોલી ગયો પણ એની આંખોમાં હવે એક પ્રકાશ જાણે આંખોને આંજી નાખે એવી રોશની જગાવી રહ્યો હતો. એને હવે પોતાની બાહોને હવામાં ખોલી સોનલને જાણે એમાં સમાઈ જવા આવકારી રહ્યો હતો.
વાતાવરણ હવે ચારેકોર થી મહેકી રહ્યું હતું. ગુલાબ અને મોગરાની સુવાસ જાણે એને મહેકાવી રહી હતી અને પંખીઓનો કલરવ વાતાવરણમાં અદભૂત સુરોને રેલાવી રહ્યું હતું. સોનલના મુખ પર છવાયેલો પ્રકાશ જાણે ચારેકોર વેરાઈ રહ્યો હતો એક ગજબની શાંતિની લહેર ફેલાઈ રહી હતી. બંનેના દિલ પણ કદાચ એક સાથે ધડકી રહ્યા હતા જેનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાતો હતો. ચંદ્ર એમને પોતાની ચાંદનીની સોનેરી આછી વર્ષામાં ભીંજવી રહ્યો હતો. ચારેકોર પ્રેમની લહેરો પ્રસરી રહી હતી શ્રુષ્ટિ જાણે પ્રેમના સાગરમાં ડૂબી રહી હતી. એ ધાબાના એક કિનારે એક ચકા અને ચકલીની જાણે પ્રેમની મોસમ ખીલી રહી હતી. બન્ને એકબીજાના આલિંગનમાં ડૂબેલા હતા પોતાની ચાંચ વડે એક બીજાને જાણે ચૂમી રહ્યા હતા એમને જાણે કોઈજ પ્રકારનો ડરના હતો તેઓ નિર્ભય બનીને પ્રીતના રંગે રંગાઈ રહ્યા હતા. પ્રેમ રંગ વાતાવરણમાં હતો, એ બિલ્ડીંગની કીનારીઓમાં, ખુલા આભમાં, ચંદ્રની ચાંદનીમાં, પવનની વહેતી લહેરોમાં, પંખીઓના સૂરમાં, દુર દુર થી સંભાળતા ધીમા પણ સુરમય અવાજમાં આખી સૃષ્ટિ જાણે પ્રીતની મોસમમાં ડૂબીને ભુસાઈ ગઈ હતી. અમેરિકાનું એ શહેર જાણે ભવ્ય સતયુંગનું વૃંદાવન બની ગયું હતું જેમાં કૃષ્ણ અને રાધાની રમઝટ જામી હતી. રાધા એમાં જુમી રહી હતી, ગોપીઓ હતી, એ કૃષ્ણ ગોવાળીઓ એના અનેક રૂપોમાં રાધા અને ગોપીઓ સાથે પ્રીતની રમઝટ ઝામાવતો હતો. ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ સમસ્ત દેવી દેવતા પણ કદાચ આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા હતા.
સોનલ પણ હવે કદાચ વધુ સમય દુર રહેવા માંગતી ના હતી એનું મન પણ કદાચ એને વધુ તડપવા દેવા તૈયાર ના હતું. એ જાણે પોતાની લાગણીઓને હવે સાંભળી શકે એમ ના હતી એ તરતજ દોડીને સુનીલની એ ફેલાયેલી બાહોમાં સમાઈ ગઈ. હવે એ નિર્ભયતાથી એને વળગી પડી હતી જાણે એના અંદર હમેશા ધૂણતું એ દુનિયાદારીનું ભૂત આજે શાંત બનીને ક્યાય ઉડી ગયું હતું. અથવા હવે એ દુનિયા અને સમાજની ગંદકી એને ઉછાળીને બાર ફેકી દીધી હતી એનો ચહેરો એની સ્વતંત્રતાને સ્પષ્ટ કરતો હતો એ હવે નિર્ભય હતી. એના મનને હવે કદાચ પ્રેમથી વધુ મહત્વપૂર્ણ કઈજના લાગી રહ્યું હતું એક લાંબા અરસા બાદ કદાચ એણે પોતાના દિલની અવાજ સાંભળી હતી. એને એનો કાનો મેળવી લીધો હતો જે એને હાલ પણ સુનીલમાં એકાકાર થઇ જવા માટે મનાવતો હતો.
“ સોનલ..” આટલુજ એના મુખેથી કદાચ નીકળ્યું અને એને પોતાની ભાવોની તરસ જાણે બુજાવી દેવી હોય એમ એને ભેટી પડ્યો એના હાથ સોનલને મઝબુતી પૂર્વક વીંટળાઈ ગયા. સોનલને એણે પોતાની તરફ ખેચીને એને જાણે એક મઝબુત આલિંગનમાં સમાવી લીધી. એના ચહેરા પર આજ વર્ષો બાદ એક અદભુત પ્રશન્નતાની રેખાઓ તણાઈ ગઈ એનું મન આજે ઝૂમી ઉઠ્યું જાણે ખુશીઓના વિશાળ સાગરમાં આજે એ તરી રહ્યો હતો. બસ એના એ મઝબુત આલિંગનને એ માણી રહ્યો હતો.
“ હા...સુનીલ...હુજ સોનલ... અને હવે બસ તારી સોનલ... સમજ્યો... ક્યારની તને આમ વળગી પડવાજ તડપી રહી હતી પણ તું જ છેકે જાણે ક્યારનોય મારા ભૂત સાથે વાતો કરતો હોય એમ ક્યાય ખોવાયેલો હતો...” એને મઝબુતાઈથી પકડી એના ખભા પર હળવી ચૂંટલી ભરી અને એની બાહોમાં ફરી ખોવાઈ ગઈ. એની આંખો હજુય એમજ ગંગા અને જમુનાને મન મુકીને વહાવી રહી હતી. એની ભૂતકાળની ભૂલો કદાચ એના પ્રેમની ગહેરાઈઓમાં ઉતરીને આંશુ સ્વરૂપે વહી રહી હતી. એની આંખોમાં કદાચ અતિવૃષ્ટિ થઇ રહી હતી સતત અને નિરંતર એમાં ઝરમર વર્ષા વર્ષી રહી હતી.
“ મને લાગ્યું.... કે.... તું.... બસ.... કદાચ.... હમેશની... જેમ... વહેમ... અથવા... સ્વપ્નસૃષ્ટિ...” સુનીલના શબ્દો એનો સાથ છોડી રહ્યા હતા કદાચ સોનલના મળવાની અદભુત ખુશીના કારણે હવે એની જીભ પણ લથડાઈ રહી હતી. લાંબા સમય બાદ એક ભૂખ્યાને જાણે રોટલીનો કટકો મળ્યો હોય એમ તડપતા કિનારાને જાણે આજ દરીઓ ગળે લગાવીને ઝૂમી રહ્યો હતો...એક અદભુત આનંદ હતો..આજ..
“શું લાગ્યું તને....સુનીલ...”
“ સપનુજ હશે એમ...”
“ સપનું...? ” સોનલના મુખના હાવભાવ બદલાઈ ગયા એના મુખપર ના ભાવ જાણે એના ચહેરા પરથી સરકીને ક્યાય ખોવાઈ ગયા. એક અદભુત આશ્ચર્ય સાથે એક હલકી નિરાશાની લકીર એના ગાલ પરના ખંજન થી શરુ થઈને એના હોઠોના બાજુથી પસાર થઇ રહી હતી.
“ હા...એટલેજ તો આમ ખોવાયેલો હતો..
“ પણ કેમ...”
“ શું...કેમ...”
“ તને આવું કેમ લાગ્યું...સુનીલ...કે આ એક સપનું છે...”
“ તારાથી દુર થયાને આમતો ત્રણ મહીનાજ થયા છે પણ જાણે વર્ષોના વાહાણ વીતી ગયા હોય એવું લાગતું કદાચ મારા વિચાર મુજબ એવો એક પણ દિવસ નથી વીત્યો હોય જેમાં તે મને આમ આજની જેમના સતાવ્યો હોય અને કદાચ એટલેજ મને આજે પણ એવુજ લાગ્યું કે આ પણ મારી સ્વપ્નશ્રુષ્ટિની કોરી કલ્પનાજ હોય. હમેશા તારા વિચારોજ મને ઉલજાવતા રહ્યા છે પણ આજે તો સાચેજ તું આમ અચાનક...” સુનીલ અટક્યો જાણે હજુ વધુ બોલત પણ એ ક્યાંક ખોવાઈ રહ્યો હતો.
“ પણ હવે તો આ સોનલ તારીજ છે અને હમેશા તારી સાથેજ રહેવાની....” સોનલનો અવાજ હવે લથડી રહ્યો હતો એની આંખો પણ સતત રોઈ રહી હતી.
“ આ શું કરે છે ? સોનલ...” સુનીલે પોતાની પ્રીયશી નો ચહેરો પોતાના હાથ વડે પકડી એના મુલાયમ ગાલને સ્પર્શ કર્યો અને એની આંખોમાંથી વહેતા આંશુ લૂછતાં આંખોમાં આંખ નાખીને સામો સવાલ કર્યો.
“ મારી ભૂલોની સજા...” એનો અવાજ એક દમ પાતળો પડી રહ્યો હતો એના સ્વરોમાં ભારોભાર વેદના ભળી રહી હતી.
“ સજા...” સુનીલ એકાએક આભો બની ગયો.
“ હા સજા...” સોનલે ફરી સજા શબ્દ પર ભાર મુકતા કહ્યું.
“ સજા અને મારી સોનલ..” થોડો સ્વસ્થ થઇને પોતાના તાજગી સભર શબ્દોમાં સુનીલે કહ્યું અને એકવાર ફરી પોતાની હળવી પકડ મજબુત કરી. એણે સોનલની આંખોમાં આંખ પરોવી અને તને મારા સમ છે જો એક પણ આંશુ વહાવીશ તો એમ કહી એને શાંત કરી...
“ તારી આંખોમાં હું આંશુ નથી જોઈ શકતો...મારે તો તને હમેશા હસ્તા જોવી છે...” સુનીલે ફરી પોતાના વાયદાઓ યાદ કરાવતા કહ્યું.
“ હા તે તો જાણે મારી ખુબ પરવા કરી છે ને ?” સોનલે ફરી એની બાહોમાં સમાઈ જતા કહ્યું.
“ કેમ મારાથી કોઈ ભૂલ થઇ ગઈ...?” સુનીલે સવાલ કર્યો અને એને પોતાની બાહોમાં હળવેકથી જકડીને એમાં સમાવા લાગ્યો.
“ હા તેતો મને છોડીને જાણે ખુબ હસાવી છેને ? તને શું ખબર તારા આમ અચાનક મને છોડી જવાથી મારી આંખો કેટ કેટલી વરસતી રહી છે.. આવ્યો વળી મારી ખુશીઓની વાત કરવા વાળો નવાઈનો છે તે...” સોનલે પોતાનું મોહ મચકોડી નકલી ગુસ્સો કરતા બબડી અને પોતાને સુનીલની બાહો માંથી છોડાવી એનાથી થોડીક દુર અગાશીની ખાલી દિશા તરફ જઈ ઉભી થઇ ગઈ અને વિશાળ ખુલા આકાશમાં જોતા જોતા એ કોઈક અજાણ્યા ગ્રહોમાં જાણે ખોવાઈ ગઈ...
“ ઓયે સોનલ....ક્યાં ખોવાઈ...” સોનલ તરફ જઈ એની કમર પર પોતાના હાથ ફેલાવીને એના કાનમાં એને હળવા અવાજે પૂછ્યું..
સોનલનો સ્પર્શ સુનીલને આજ પણ હમેશની જેમ ક્યાય સુધી એક અલગજ શ્રુષ્ટિમાં ખેંચી જતો હતો બંને જણા એ ટાવરની છત પર ખુલ્લા આકાશને નિહાળી રહ્યા હતા સામે ખુલ્લું અકાશ એમને જોઇને હસી રહ્યું હતું. ચંદ્ર કદાચ શરમના માર્યો વાદળોની ઓટમાં છુપાઈ રહ્યો હતો. પવન એમના પ્રેમની ચુગલી કરતો હોય એમ એમને લહેરો વડે હેરાન કરવા મથતો હતો. પણ બધાજ એના પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા હતા સોનાલતો જાણે બીજા વિશ્વમાંજ હતી. સુનીલના હાથ એની કમરથી એના હાથમાં વીંટળાઈ રહ્યા હતા એ એના ગાલ પાસે એના હોઠોને ફેરવી રહ્યો હતો. એના વાળમાં પોતાના મુખ વડે જાણે એની પીઠને અનુભવી રહ્યો હતો. એની આંખો સામે અજેય એની એ રાત જયારે એને મલમ લગાડવા એ પીઠને એણે પોતાના સ્પર્શથી સહેલાવેલી એ ફરી રહી છે. એના એ વિચાર તરતજ ભૂસાઈ ગયા એને તરત પોતાના હાથ વડે એના વાળ આગળ તરફ સરકાવીને ઘાવ પર નઝર ફેરવી હવે ત્યાં કઈના હતું. એની એ ઘડા જેવા આકારની બ્લાઉજની પેટર્ન માંથી દેખાતી ખુલી પીઠને એ ફાટી આંખે જોઈજ રહ્યો. પેલી રાત્રિનું કદાચ એજ નિશાન હજુય દેખાતું હોય એમ એણે પોતાના બરછટ હોઠોને ત્યાં ચોટાડી દીધા એક અલગ આનંદ અને એની યાદોના વંટોળ રોકાયા સોનલ અચાનક જાગી પણ એ એમજ રહી એને બસ એક હળવી સિસ્કારી કરી અને ચુપ થઇ ગઈ. સુનીલ જાણે પોતાની હરકત સમજી ગયો એ એકદમ રોકાયો અને એની પકડ ધીમી પડી ગઈ એના હાવભાવ બદલાઈ ગયા એને ફરી ખુલા આકાશ તરફ મિટ માંડી અને એ ફરી જાણે ક્યાંક ખોવાઈ ગયો.
હવાની લહેરો સોનલના સાડીના પલ્લુંને હવામાં લહેરાવી રહી હતી એના ખુલા વાળ પણ હવાની દિશામાં જાણે ખેચાતા લહેરાઈ રહ્યા હતા એની એ હમેશની જેમ વાળની એક લટ એના ચહેરા પર આવી ચડી હતી પણ કદાચ આજે એણે એને એમજ રહેવા દીધી હશે. એને કોઈજ જાતની હવે ચિંતાના હતી પોતાની બધીજ દુનિયાદારી અને સમાજની વાતો કદાચ એણે ઈન્ડીયામજ મૂકી દીધી હતી. એ પોતાના ખુલ્લા વાળ એમજ લહેરાતા રાખીને પોતાની ખુલા વાળની લટ મુખ પર લાવી સુનીલની સામે આવીને ઉભી રહી ગઈ. એને સુનીલના બંને ગાલ પર પોતાના કોમળ હાથ વડે એને પોતાના તરફ ખેંચીને એની આંખોમાં ચાલતા એક વિચિત્ર તોફાનો ને જોઈ રહી. થોડી વિચારમાં ખોવાઈ પણ પછી એણે પોતાના મનને એની આંખોમાં સ્થિર કર્યું.
[ વધુ આવતા અંકે....]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]