સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૧૩ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૧૩
વર્ષો પહેલા ઊછળકુદ કરતુ એ મુક્ત હાસ્ય એના ચહેરા પર છવાઈ ગયું એનો ચહેરો ખીલી ઉઠ્યો જેનો પ્રકાશ એના મુખ પર રેલાઈ આવ્યો. દુનિયા આખી રોકાઈ ગઈ હતી અને સમય પણ પોતાની કારને જાણે બાજુમાં પાર્ક કરીને ઉભો રહી ગયો હતો કદાચ આજ પલને નિહારવા એને માણવા એમાં જીવવા અને સોનલ અને સુનીલમાં ફેલાયેલો એ પ્રેમ જોઈ લેવા. જાણે એક વિશાળ સાગરના કિનારે મોઝા હિલોળા ચડેલા જોઈ રહ્યો હતો બસ એ મુગ્ધ બનીને સંપૂર્ણ પણે ખોવાઈ રહ્યો હતો. સોનલનું હાસ્ય નિરંતર વહેતું હતું પવનની હળવીફૂલ લહેરો એને વધુ અદભૂતતા અર્પણ કરી રહી હતી. ચારે તરફ એક મધુર અને કર્ણ પ્રિય સંગીત લહેરાઈ રહ્યું હતું કદાચ એ સપનાની દુનિયા હતી જેમાં સુનીલ ખોવાયો હતો અને પોતાના સામે ખડખડાટ હાસ્ય વેરતી સોનલની આંખોના અઘાધ સાગરમાં ઊંડાઈઓ સુધી નિરંતર ડૂબકીઓ લગાવી રહ્યો હતો. એને કદાચ તરતા પણ આવડતું હશે પણ એ બસ શાંત પડ્યો હતો એને તો તરી જવું હતુ જ નઈ બસ એ અવિરત અને અગાધ સાગરમાં ખોવાઈને ડૂબી જવું હતું. એ સાગરના ઊંડાણ સુધી ઉતરી જવું હતું બસ એ વિશાળ પેટાળમાં પડેલા અને ડૂબેલા વિશેષ સપનાઓને શોધવા હતા. દરેકે દરેક ખૂણામાં ડોકિયા કરવા હતા એને જીવનમાં વિતાવેલા દરેક ખૂણામાં રહેલા દુઃખ સુખને પોતાના સાથે જીવવાનો આનંદ અનુભવવો હતો. લાગણીઓના વહેતા ધાર જેવા એના ભવ્ય ભૂતકાળમાં ડોકિયા કરી પોતાના માટે ઉદભવેલો એ નિસ્વાર્થ પ્રેમ નિહાળવો હતો અને આખરે એને તરવા કરતા જાણે ડૂબી જવામાંજ ઉત્તમ લાગતું હતું પણ અચાનક જાણે સાગર સુકાઈ ગયો. સપનાની દુનિયા વિખેરાઈ ગઈ એના ખભા પર એક સ્પર્શ થયો એને વાસ્તવિકતામાં આગમન કર્યું સામે ઉભેલી સોનલ એને ભાનમાં લાવવા ખભે હળવા ધક્કા મારી રહી હતી.
“ સોનલ...” પોતાના સામે ઉભેલી સોનલને એકાએક ખેંચી પલંગ પર પોતાની તરફ ઝટકા બંધ રીતે ખેંચી લીધી એના બંને હાથ પોતાની મઝબુતાઈથી પકડ્યા અને જકડી રાખ્યા અને એના ઉપર નમ્યો કદાચ બંધનો અને શરમના પાણી છૂટી જવા તરફડતા હોય આવુજ કઈક બની જવાનું હોય.
“ અરે સુનીલ... આ શું કરે છે... સુનીલ...” સોનલે ફરી પોતાની કુટનીતિ અપનાવવાની કોશિશ અને નિરર્થક રીતે પોતાની જાતને છોડાવવાનો જુઠો પ્રયાસ કર્યો પણ છેવટે સુનીલની આંખોની દુનિયામાં ખોવાઈને એણે શરણાગતિ સ્વીકારી લેવી પડી અને શરુ થયો એક સવાલ યુદ્ધનો દોર.
“ પ્રેમ... સોનલ... પ્રેમ...”
“ આવી રીતે... પણ...”
“ તો વળી કેવી રીતે કરાય તુજ શીખવને યાર, જો સાચું કઉ તો મને છેને આવડતું નથીને એટલે કારણ કે મેતો તારા સિવાય કોઈને કદી કર્યોજ નથી કદાચ મારા દિલમાં જગ્યાની કમી હતી અને એમાં પણ તુજ આવી કદાચ બીજા કોઈને રઝા મળીજ ના શકી...” બોલતા બોલતા સુનીલ વધુ નઝીક ખસ્ક્યો.
“ મનેય નથી આવડતું ને... પણ... એનું શું ?”
“ તો પછી કેમ કહે છે કે આવી રીતે અને તેવી રીતે... હું કરું એમ કરવા દેને...” સુનીલે આંખ મીચકારતાજ કહ્યું જાણે સમો સવાલ કરી લીધો હોય એમ.
“ અરે કોઈ જોઈ જશે...” અચાનકજ સોનલે ફરી પાછી પોતાની દુનીયાદારીનો એ ઊંડાણમાં રહેલો પોટલો ખોલીને પોતાના સવાલો ફરી મુક્યા પણ કદાચ આ વખત એના બહાના ચલવાનાજ ના હતા.
“ શું ફરક પડી જવાનો કે ?...”
“ શું વિચારશે કોઈ... જોઈ જશે તો...”
“ શું વિચારશે વધુમાં વધુ એમજ કહેશે ને કે આ બંને પાગલ થઇ ગયા છે અને એ પણ કોણ કહેનારું મારા ઘરમાં... એનીવે મને ફર્ક નથી પડતો કે કોઈ શું કહેશે કે વિચારશે સમજીને...” સુનીલે ફરી પોતાની વાતોને સ્પષ્ટ પણે સોનલને સંભળાવી દીધી.
“ મને... છોડને... પણ... સુનીલ...”
“ ના હો મેડમ આજે તો તમારી બધીજ દલીલો બરખાસ્તજ કરવામાં આવશે... આજે તમારા વકીલની કોઈજ દલીલોને સંભાળવામાં આવશે નઈ... એટલે મહેરબાની કરીને તમારા વકીલને કરીને ફી બગાડસોજ ની... અને આ કોર્ટમાં મારા ફેસલા સિવાય કોઈના ફેસલા કે દલીલોને માન્ય ગણવામાં આવશેજ નઈ એટલે મહેરબાની કરીને દલીલો છોડો અને હું જે કહું એમ કરવાનું સમજ્યાને...?”
“ ઓકે, ચલ સમજાવ મને...?” સોનલે ફરી પોતાના નૈન ઉછાળીને મસ્તી ભરયા અવાઝ્માં કહ્યું. અને એની આંખોમાં એક ત્રાસી નઝર વડે જાણે પ્રેમના તીર છોડ્યા પોતાના પગની પલાઠી મારીને એ સુનીલની સામેજ બેસી ગઈ. એ હવે સતત સુનીલ સામે જોઇને મંદ મંદ હસી રહી હતી કદાચ એ પણ સુનીલને ખીજાવતી હતી.
“ મારે સમજાવવાનું... કેવી વાતો કરે છે યાર સોનલ...?”
“ હાસતો વળી... તુજ સમજાવીશને... મને ક્યાં આવડે છે...”
“ ચલતો પછી શરુ કરીએ...” જાણે એક કુરુકક્ષેત્રમાં ઉભેલા સૈનિક તૈયારીઓ કરે એમ સુનીલે પોતાની તૈયારીઓ બતાવી અને ખુશ થઇ ગયો.
“ અહી શું જંગ લડવાની છે...” સોનલે ફરી ત્રાંસી નઝર કરીને સુનીલની ખીલ્લી ઉડાવતા હોવાની એક્ટિંગ કરી.
આખરે સુનીલની રાહ જોવાની ક્ષમતા ક્ષીણ થઇ ગઈ અને તે સોનલ પર તુટ્યો એ એને ચારેકોરથી સાપની જેમ વીંટળાઈ ગયો હમેશની જેમજ મઝબુતાઈથી પકડી લીધી. અને જકડીને પોતાના અંગ સાથે જાણે સટાવીને બેડમાં ખાબકી પડ્યો કદાચ અજેય એના દિલના કોઈક ખૂણામાં સોનલને ખોઈ દેવાની બીક હજુય બાકી હશે એમ એ એને લપાઈ રહ્યો હતો. પોતાના હોઠ એને સોનલના કોમળ અને ભીના હોઠો પર ઢાળી દીધા અને બંનેના શ્વાસ એકમેકમાં લીન થઇ ગયા કદાચ બે જીવ એકબીજામાં ખોવાઈ કે સમાઈ રહ્યા હતા. હળવા અવાઝોનો ફરી સુર રેલાયો અને વાતાવરણની મીઠી ઠંડકમાં પ્રસરીને મધુર સંગીત બની રેલાયો અને એના જાળમાં પ્રેમ અને આશાઓ ફરી એકમેકમાં સમાઈ ગઈ. વાતાવરણમાં અદભુત સંગીત ગુંજી રહ્યું હતું. ઘરમાં ફરી એક ચાહતની લહેર વહેતી થઇ ગઈ માંડ દસેક મીનીટનો સમય વીત્યો બંને હજુય એ અસ્ત વ્યસ્ત પથારીમાંજ હતા કદાચ બંનેને સાથ સમયનું ભાન ભુલાવી દેતો હતો.
બજુના ટેબલ પર પડેલી ઘડિયાળમાં ફરી વાર એલાર્મ ખખડ્યો. સવારના નવ વાગી રહ્યા હતા બંને જણા કોઈ અલગજ દુનિયામાં હતા અને અચાનક બધા બંધનો ભૂલી વર્તમાનની વાસ્તવિકતામાં પ્રવેશ્યા. ફરી એક વાર મીઠી તકરાર શરુ થઇ અને પ્રેમ, આશા, અને ભાવનાઓની વર્ષા લાગણીના બંધો તોડીને સપાટાબંધ ધોધ રૂપે વહી ગઈ. ફરી વાતાવરણમાં રંગીનતા છવાઈ ગઈ ઘડિયાળના કાંટા સાડા નવ સુધી વહી ગયા હતા. બાજુમાં મુકાયેલો કોફીનો મગ ઠરીને સુકાઈ ગયો હતો એના પર એક જાડી પરત જામી ગઈ હતી.
“ ચલ હવે બસ કર...” આખરે સોનલે પથારીમાંથી બેઠા થઈને નકલી ગુસ્સો બતાવ્યો અને ઉભી થઇ અરીશા તરફ વધી એના પોતાના વસ્ત્રો સરખા કરીને વાળ ઓળાવતા ઓળાવતા બબડતી હતી. પથારીમાં પડ્યા પડ્યા જાણે સામેના અરીશામાં પોતાનું મનપસંદ મુવી ચાલતું હોય એમ સુનીલ બસ સોનલને સવરતા જોઈ રહ્યો હતો અને મનો મન મલકાઈ રહ્યો હતો.
“ હવે ઉઠ આમ પાગલ બની જઈશ કે શું ?” અરીશામાંથી પાછળના ભાગમાં પોતાની તરફ જોઇને મલકાતા સુનીલ તરફ કાંશ્કા વડે ઈશારો કરતા ફરી સોનલ બોલી અને પોતાના વાળ બાંધવા લાગી કદાચ આજે એને ચોટલો નહોતો વાળવો. એણે હવે સુનીલને ગમે એમ પોતાના વાળને બંધન મુક્ત રાખતા ખુલાજ રહેવા દીધા એમજ જેમ એ પહેલા રાખતી અને સુનીલ એના તરફ આકર્ષતો.
સોનલ અરીસામાં દેખાતા પોતાનાજ રૂપને જોઇને ઉભી હતી ત્યાજ તેની ખુલ્લી કમર પર બે હાથ વીંટળાતા અનુભવાયા ને જાણે એક વીજળીનો કરંટ એનામાં દોડી ગયો. એના રોમે રોમમાં એક આનંદની લહેર પ્રસરી ગઈ એનું મન જાણે જુમી ઉઠ્યું કદાચ પ્રથમ વખતનો સુનીલનો સ્પર્શ એને યાદ આવ્યો અને એ એના ભૂતકાળમાં ખોવાઈ ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ. એના રોમેરોમ પર જાણે એક ભાવની મીઠી વર્ષા વર્ષી રહી હતી એના અંગો જાણે અકળાઈ રહ્યા હતા. એક વિચિત્ર અકડન અનુભવાઈ રહી હતી એના નસ નસમાં એક વિચિત્ર લાગણીઓ વહેવા લાગી હતી. એના શ્વાસ અને ઘડકનો જાણે તાલબધ્ધ થઈને વહેવા લાગી હતી રોમે રોમમાં એક અગ્નિ બળતો હતો. એક ઘુટન હતી બધુજ જાણે અટકી જતું હતું સમય થંભી જતો હતો બસ પ્રીતની લહેરો રોમે રોમમાં ઝપાટાબંધ વહી રહી હતી.
ત્યારે સુનીલ બીજા વર્ષમાં હતો અને સોનલ નવી પરણીને આવી હતી ઘરમાં કોઈજ ના હતું કદાચ વિજય અને કિશનભાઈ પણ પોતાના કામથી બહાર હતા. સોનલ ઘરમાં પોતાના કામ પતાવતી હતી એ માળિયા પરથી કઈક ઉતારવા મથી રહી હતી તે ના પહોચતી હોવા છતાં કોશિશો કરતી હતી અચાનક તેનો પગ લપસી ગયેલો અને એ સીધી હાલજ નીકળીને કોલેજ જતા સુનીલના હાથે પકડાઈ ગઈ હતી અને ભાન ભૂલી હતી. એક અદભુત અનુભૂતિ કદાચ ત્યારે પણ થઇ હતી આ એજ સ્પર્શ હતો અને એટલેજ એનો જાદુ કદાચ ચાલી ગયો હતો એક અનેરી ખુશી, આનંદ અને લાગણીના સુર હતા એમાં. કદાચએ નાનકડી પળમાં એને ઘણા સપના જોઈ લીધા હતા ઓચિંતી ઘટનામાં સ્પર્શેલો એ હાથ એના મનમાં એક રોમાંચ જગાવી ચુક્યો હતો. પણ એ સમયે એ બધું વિચારવું મુશ્કેલ હતું કદાચ એટલેજ એ સમયના ઓરતા મનમાંજ ધરબાઈને રહી ગયા હતા. બહારથી આવેલો કિશનભાઈનો સાદ બધું જાણે વિખેરી ગયો હતો સુનીલ તરત કોલેજ માટે નીકળી ગયો અને સોનલ પોતાના કામમાં લાગી તો ખરા પણ એનું મન કદાચ હજુય એ મિલન પળોને વાગોળતું હતું એનાજ સપનામાં ખોવાઈ રહી હતી. કદાચ ત્યારે એના માટે ઉદભવેલી એના મનની લાગણીઓ પાપ સમાન હતી કારણ ત્યારે એ દુનિયાદારીના રંગોમાં લેપાયેલી હતી અને પ્રેમની દુનિયાથી અજાણ પણ... આજ... હાલત અલગ હતા એ બધું છોડીને આવી હતી, મુકત હતી, બંધનો ના હતા, સમાજ અને દુનિયાદારીની ચિંતા પણ ના હતી બસ એક પ્રેમ અને ભાવનાની લાગણીઓ હતી. એ હવે કોઈની પત્ની, કોઈની દીકરી, કોઈની વહુ કે કોઈની પારિવારિક સ્થિતિ સાથે જોડાયેલી ના હતી હવે એ માત્ર અને માત્ર સુનીલની પ્રીત માટેજ આવી હતી. બસ સંસારમાં એક માત્ર સુનીલનોજ હવે એના પર હક હતો, અધિકાર અને જાણે પ્રેમનો અહેસાસ પણ.
એની કમરમાં સરકતા હાથ મઝબુતાઈ પૂર્વક એને પોતાની તરફ જકડી રહ્યા હતા. સોનલ ફરી વર્તમાનમાં આવી રહી હતી એની ભાવનાઓ જાણે હવે દરેક વખતે સુનીલનો સાથ આપવા મનોમન તૈયાર રહેતી કદાચ એ સાથ ટૂંકો હોવાની ખબર એનેજ હતી. એને હવે સુનીલની દરેકે દરેક લાગણીને માન આપવું હતું અને પોતાના અરમાનોને પણ. એને નજીવો અવાજ કરી જાણે સુનીલને આવકાર્યો એ ધીરે ધીરે જાણે સુનીલને ચોટતી જઈ રહી હતી સુનીલ હજુય એને વીંટળાઈ રહ્યો હતો. આજ સોનલ પણ પોતાના અરમાનોને માણવા આતુર હતી એને વિરોધ ના કરતા સાથ આપવાનુજ વિચાર્યું.
બંને જણ હજુય એ કબાટના અરીસા સામેજ ઉભા હતા અને વિરુદ્ધ દિશામાં હોઈ એક બીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. કદાચ સુનીલ એ સારસીના મુખને જોઇને પોતાની ભૂખ ભાંગતો હતો અને એના હાથ એની મનની લાગણીઓ અને ભાવનાના સૂરમાં રેલાઈને સોનલના તન પર વરસતા હતા કદાચ સમુદ્રો ઉભરાતા હતા અને ભીંજવતા હતા. હળવી અને મંદ સિસ્કારીઓ વાતાવરણમાં ગુંજીને અદભુત અહેસાસ જગાવી રહી હતી. વાતાવરણ પણ રોમાંચિત થઇ રહ્યું હતું બસ પ્રેમરાગ જાણે રૂમના ખૂણે ખૂણે ફેલાઈને વરસી રહ્યો હતો.
હાથ ધીરે ધીરે ઉપર સરકતા હતા અને હોઠ એની ગરદન પર ચુંબનોની વર્ષા કરીને પોતાની પ્રિયાના અંગે અંગને ભીંજવીને મહેકાવતા હતા. પ્રેમનો સાગર ઉભરાઈ રહ્યો હતો બંનેનો સહવાસ જાણે ઉભરાતો હતો એક ઉત્સાહ, ઉમંગ અને લાગણીની ભીની ઝાંકળ વરસતી હોય એવું વાતાવરણ હતું. મોગરા અને ગુલાબની સુગંધ જાણે આસપાસ વહી રહી હતી એક મહેક વાતાવરણને રોમાંચિત બનાવતી હતી. એ રાત એને અજેય યાદ હતી જયારે એની પીઠના ભાગે સુનીલના હાથનો સ્પર્શ થયો હતો પણ એને સુનીલને તાયે રોકી લીધો હતો પણ આજે પોતાના પાછળ તરફ વિખરેલા વાળ સોનલે જાતેજ આગળ સરકાવી લીધા. અને પોતાના એ ઝખ્મો પર મલમ લગાવેલા ભાગને એની સામે ખુલો કરી દીધો કદાચ એ ભાગ હજુ એના પ્રેમની તરસ માટેજ તરસતો હશે. પણ એ પ્રેમ ક્યાં એને છૂટવા દે એવો હતો એ ખુલી પીઠ પર પણ વર્ષાની લહેરો વર્ષી. મલમ લાગવાની ઘટનાનો ભૂતકાળ વર્તમાનમાં ડોકિયા કરવા લાગ્યો અને જાણે જીવંત બનીને સામો પડ્યો. એક તરફ પ્રેમની તડપ હતી તો બીજે તરફ લાગણી અને ભાવનાની વર્ષા બંને એકબીજામાં ખોવાઈ જવા તત્પર હતા. ભૂતકાળ પણ વર્તમાન ક્ષણમાં ડોકિયા કરીને મદમસ્ત થઈને ઝૂમતો હતો. સુનીલ અને સોનલ પણ ભૂતકાળ અને વર્તમાનને સાથે જીવી રહ્યા હતા બંને અતિશય ખુશ પણ હતા અને ભૂતકાળના વીતેલા સમય થી ખફા પણ એટલાજ હતા.
રોમાંચમાં ઝૂમતી સોનલ પોતાના તન અને પીઠના ભાગ પર ફરતા સ્પર્શ અને સરકતા હાથ નક્કર પણે મહેસુસ કરી રહી હતી પણ વર્ષોના ઓરતા જાણે આજે પૂર્ણ થયા હોય એમ ફરી એક વાર એ બસ પોતાની ભૂતકાળની યાદોને વર્તમાનમાં જીવંત બનતી જોઈ મનો મન મલકાઈ રહી હોય એમ એના મુખના ભાવ બદલાઈ રહ્યા હતા. પકડ હવે ધીરે ધીરે ઢીલી થઇ રહી હતી પાછળની તરફ ફરેલી સોનલને હવે સુનીલ પોતાની તરફ ફેરવી રહ્યો હતો સોનલ એના તરફ ફરીને એની વિશાલ બાહોમાં લપાઈ રહી હતી. એના ઉભરેલા વક્ષ એના અંગ ઉપાંગ અને એના યૌવનના રંગ જાણે સુનીલને પોતાની લાગણીઓના સાગરમાં ખેંચી રહ્યા હતા પોતાની મર્યાદા એને દેખાઈ ના હતી આંખો સામે બસ બધુજ ધુંધળું પડી રહ્યું હતું બસ સોનલ અને પ્રેમ કદાચ એટલુજ દેખાતું હશે.
ઘડિયાળનો કાંટો સતત દોડતો હતો અને હાંફતો પણ હતો સવારથી અત્યારે જાલીમ સમયના ચક્રોમાં ફરતો કાંટો પણ દસ નો આંકડો વટાવી ચુક્યો હતો. સમય જાણે સ્થિર થઇ ગયો હતો જાણે વર્ષોના વહાણ વીતી જતા હોય એમ લાગતું હતું કદાચ સમયની ગતિ પણ આ અદ્ભુત પ્રેમને જોવા ધીમી પડી હશે કદાચ એમને પણ આ બે તડપતા જીવની કહાનીમાં રસ પડ્યો હશે એટલેજ. સમય વધતો હતો અને વર્તમાન સ્થિર પડ્યો હતો કદાચ અકળાઈ ચુક્યો હતો મન ભરાઈ ગયું હતું આટલું જોયા બાદ આગળ વધવા માટે. કેટલાય જન્મો જાણે વર્તમાનમાંજ જીવંત બનીને જીવાઈ રહ્યા હતા. પ્રેમની આ અદભુત મોસમમાં ભવોના ભવ વીતી રહ્યા હતા પણ કદાચ સમય પણ આ પ્રેમની તડપ, લાગણીઓના ઘોડાપુર, ભાવનાઓના ઉછળતા તોફાનો અને વર્ષાની ઉભરતી અછત વચ્ચે પોતાનું ભાન ભૂલી ચુક્યો હતો. એને અવિરત વહેવાનું જાણે ભાન કે સુઝબુઝ જેવું કઈ વધ્યુજ ના હતું.
[ વધુ આવતા અંકે .... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]