Saiyam Thi Svayam Sudhi Bansi Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Saiyam Thi Svayam Sudhi

સંયમ થી સ્વયમ સુધી

સ્વયમ અને સંયમ તે બંને એક બીજા પર આધારિત છે. સ્વયમ માટે સંયમ જરૂરી છે. અને સંયમ માટે સ્વયમ જરૂરી છે. અને આ બંને પોતાના સફળ જીવન માટે ખુબજ જરૂરી છે. આ સૃષ્ટિ માં બધાજ મનુષ્યના સ્વભાવ, સદ્સંભાળ અને સંયમ ઈચ્છતા હોય છે. આ જગત માં દેખભાળ અને સંયમ ની જરીરિયાત ના હોય તેવો એક પણ મનુષ્ય જોવા નથી મળતો. અને આ જગત માં પ્રાણ અને પ્રકૃતિ યોગ્ય સમય એ સુધારી શકે તે પણ જરૂરી નથી. કોઈ ડોક્ટર એ કહ્યું છે કે મર્યાદા કરતા વધુ પરિશ્રમ, ઠંડી અને ગરમી ની અસર, સારા પૂરતા પ્રમાણ માં ખોરાક ની કમી, નિર્બળતા વગેરે મનુષ્ય ના દુશ્મન સમાન હોય છે, પરંતુ આ બધાજ કરતા વધારે પ્રભાવ મનુષ્ય ના સ્વભાવ નો પડે છે.મનુષ્ય ના સ્વભાવ અને પ્રાણ પ્રકૃતિ ની અસર બીજા પર વધુ પડે છે, નહિ કે કોઈ ના શરીર કે માંદગી ની. મનુષ્ય ના જીવન પર તેના સ્વભાવ અને સંયમ ની અસર સારાપ્રમાણ માં પડતી હોય, મનુષ્ય નો સ્વભાવજ મનુષ્યને દુર્બળ, શક્તિવાન કે તેના જીવન માં સફળ કે નિષ્ફળ બનાવે છે.

જીવન માં આજ કારણે સંયમ ખુબજ જરૂરી બને છે, જીવન માં કોઈ પણ સમય સરખો નથી હોતો, ખરાબ સમય હોય કે ખરાબ, પણ આ સમય માં ટકવા માટે સંયમ ખુબજ જરૂરી બને છે. મનુષ્ય નો સંયમ અને તેનો સ્વભાવ તેને સારો કે ખરાબ બનાવતો હોય છે, મનુષ્ય ના આજ સ્વભાવ ના કરને વ્યક્તિ લોકપ્રિય પણ બને છે, અને લોકોને નડતર રૂપ પણ બને છે, મનુષ્યને ને પોતાની વાચા અને વાણી પર સંયમ રાખવો ખુબજ જરૂરી બને છે, બાકી તે લોકો થી દુર અને નિષ્ફળતાને પામે છે, ઈશ્વર એ મનુષ્ય ને યોગ પ્રાણાયામ જેવી અમૂલ્ય વસ્તુ આપી છે, આના દ્વારા મનુષ્ય પોતાના જીવન માં પોતાના સ્વાસ્થ્ય ને અને પોતાના મન પર સંયમ પામી શકે છે. ઈશ્વર એ મનુષ્ય ને ઈચ્છા શકતી નું વરદાન પણ આપ્યું છે. મનુષ્ય પોતાની ઇચ્છાશક્તિ ના આધાર થી તે એછે તે પામી શકે છે. મનુષ્ય ની આસપાસ નું વાતાવરણ તેની ઈચ્છાઓ નું ફળ મનુષ્યને આપે છે.

આ સૃષ્ટિ માં ઘણા તેવા મનુષ્યો જોવા મળે છે, જે નિરાશા માં હોય છે, તેના કારણે તે પોતાના આત્મવિશ્વાસ અને પોતાના અંદર ની ક્ષમતાને દબાવીદે છે, અને અંતે તેને નિરાશાનો અને બધીજ વાતમાં વિઘ્ન નો અનુભવ થાય છે, અને તે પોતાના નબળા વિચારો અને નબળી ઈચ્છાઓ ના કરને તે આ બધો અનુભવ કરે છે. આથીજ પોતાની ઈચ્છાઓ પર સંયમ પણ ખુબજ જરૂરી બને છે.

મનુષ્ય એક સમાજ વ્યવસ્થામાં જીવન જીવે છે, તેથી સમાજ માં રેહવા માટે સંયમ ખુબજ જરૂરી હોય છે, મનુષ્ય ના જીવન માં તેના પોતાના પરિવાર નો ખુબજ મોટો ફાળો હોય છે, મનુષ્ય ના જીવન માં પોતાના પરિવારનું ખુબજ મહત્વ જોવા મળે છે. મનુષ્ય પોતાના જીવન માં લાગણી, હૂફ તે બધાની ખુબજ જરૂર હોય છે, અને જે સમાજ વ્યવસ્થાનો પાયો કહેવામાં આવે છે. તે લગ્ન જીવન હોય છે. અને લગ્ન જીવન માં પ્રેમ હૂફ તે બધું ખુબજ જરૂરી હોય છે. અને જો આ જોવા ના મળે તો તે લગ્ન જીવન જોખમ માં મૂકી શકે છે. આથી મનુષ્ય ને પોતાની જાત અને સંયમ તે ખુબજ જરૂરી બને છે. અને પરિવારમાં સુખ, શાંતિ માટે પણ ખુબજ જરૂરી છે.

મનુષ્ય ને પોતાના જીવન માં ચરિત્ર ઘડતર, પૈસા, ઈચ્છા, મોહમાયા, પરિવાર, માન, મોભો, લાગણી, બંધન, તે બધું જ જીવન જીવવા માટે અનિવાર્ય છે, પરંતુ મનુષ્ય પોતાના ભીતર થી ખુશ છે ખરી? આ બધા માં પોતાનો સમય વેડફી નાખે છે. અને વેડફવો પણ જોઈએ. પરનું ભીતર ને પોતાની જાતને પામવું પોતાની જાતને શોધવું, તે જરૂરી છે, મનુષ્ય ના જીવન માં ધર્મ નું પણ એટલુજ મહત્વ હોય છે, અને જ્ઞાન નું પણ. મનુષ્ય ના જીવન માં પોતાના ઇષ્ટ ને મહાત આપવું તે પહેલો ધર્મ બને છે, કોઈ પણ મનુષ્ય ની પાછળ પોતાનું ઇષ્ટ બળ ખુબજ કામ કરતુ હોય છે. તે આત્મવિશ્વાસ પોતાની જાત ને સાચી રીતે જોવાની દ્રષ્ટિ પૂરી પડે છે, તેથી પોતાના ધર્મ પ્રમાણે પોતાના ઇષ્ટ માટે સમય ફાળવવો ખુબજ મહત્વ નો હોય છે. મન ની શાંતિ સાથે સાથે પોતાની અંતર આત્મા સાથે નો મિલાપ ખુબજ અનિવાર્ય હોય છે.

મનુષ્ય ના મસ્તક ની રચના ખુબજ રહસ્યમય હોય છે, વિજ્ઞાન દ્વારા મનુષ્ય ના મસ્તક ઉપર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે, અને તે સંશોધન હજુ ચાલુ પણ છે, મનુષ્ય ના શરીર નું સંચાલન મનુષ્ય નું મન કરે છે. મનુષ્ય ના મનમાં આવતા વિચારો ની અસર મનુષ્ય ના શરીર પર પડતી હોય છે. પ્રોફેસર ગેટ્સ એ તેના પ્રયોગ દ્વારા જણાવ્યું છે, કે મનુષ્ય ના મનમાં આવતા દુષિત વિચારો મનુષ્ય ના રક્ત ને પણ દુષિત કરીદે છે. તે મનુષ્યના મનમાં પ્રવેશતાની સાથે જ મનુષ્ય ના કેટલાક તત્વો પોતાના કાર્ય ને બંધ કરીદે છે, અને પરિણામે રક્ત દુષિત થવા લાગે છે. ખરાબ વિચારોની ઝેરી અસર મનુષ્ય ના શરીર માં તેના પોષક તત્વો પર પણ પડે છે. શરીર માં નબળાઈ આવે છે, આળસ આવે છે, મનમાં કોઈ ખરાબ વિચાર આવે તેનો પ્રભાવ મનુષ્ય ના મગજ પર પડે છે. તેથી મગજ ની કેટલીક કાર્યશક્તિ અટકી જાય છે, આ પરિણામે મનુષ્ય નું સ્વાસ્થ્ય બગડે છે, અને તે હમેશા નિરાશા અને બેચેની નો જ અનુભવ કરે છે. તેથી આ બધા જ ની ઉત્તમ, શ્રેષ્ઠ, દવા સંયમ છે, મનુષ્ય પોતાના મન પર સંયમ રાખી શકે અને સારા ઉત્ચ વિચાર કરે તો તે ખુબજ સારું સુંદર અને સરળ જીવન જીવી શકે છે, મનુષ્ય ના ખોરાક ની પર અસર તેના મન અને શરીર પર પડે છે તેથી તામસી ખોરાક થી દુર રહેવું પણ એટલુ જ જરૂરી હોય છે. આજ કારણે મનુષ્ય ને સારું સુંદર ખુશાલ જીવન જીવવા માટે સંયમ ખુબજ જરૂરી બને છે.

ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતાજી માં કહ્યું છે, કે મનુષ્ય માં પ્રકૃતિ ના ત્રણ ગુણ સ્થીત હોય છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, અને મનુષ્ય આ ત્રણ ગુણ સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે, તેથી જ આ ત્રણ ગુણ ને બેલેન્સ કરવા ખુબજ જરૂરી બને છે. સત્વ ગુણ પર ધ્યાન આપવાથી તે ગુણ માં વૃદ્ધિ કરવાથી રજો ગુણ અને તમો ગુણ બને ની અસર ઓછી થાય જાય છે. અને મનુષ્ય ના જીવન માં સારા અને ઉછ વિચારો ની વૃદ્ધિ થાય છે, મનુષ્ય માં સંયમ વધે છે. અને તે પોતાના વિચાર પર પોતાના જીવન માં સંયમ રાખી શકે છે, અને મનુષ્ય એક સારી અને ખુશાલ જીવન જીવી શકે છે, અને જો આજ સંયમ નો ઉપયોગ કરે તો તે મનુષ્ય ની સંતતિ માં પણ તે જ ગુણ અને તે જ સંયમ નો સંચાર થાય છે,

મનુષ્ય જો ધારે તો સંયમ થી સ્વયમ સુધી ની આ ખુબજ સુંદર યાત્રા કરી અને પોતાના લક્ષ્ય ને પામી શકે છે.