Visvas Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Visvas

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : વિશ્વાસ

શબ્દો : 1544

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

વિશ્વાસ


પોષની કડકડતી ઠંડી હતી . પગમાં માથું નાખી સૂતેલા કૂતરાં પરથી ઠંડીના ચમકારા નો ખ્યાલ આવતો હતો .કેટલીયે કાયા પોતપોતાના ઘરોમાં રજાઈઓ ઓઢીને ઢબુરાઇને પડી હતી તો ક્યાંક વહેલા જાગી નિત્યક્રમ આટોપવા ટેવાયેલા વૃધ્ધો ના કોગળા કરવાના અવાજ, ખોંખારા , તો ક્યાંક વળી પ્રભાતિયાના સૂરો હવામાં ગૂંજતા હતા .


આવા જ એક ઘરમાં એક કાયા ડબલબેડના ડનલોપીલો ના ગાદલા પર રેશમી રજાઇ નીચે ઘસઘસાટ ઊંઘતી હતી. તેના નસકોરાંની ઘરઘરાટી ચાર દીવાલો ની શાંતિ ને ભેદતી આખા ઘરમાં પ્રસરતી હતી અને તેની બંધ આંખો જાણે સ્વપ્નવત હલતી હતી .


ઘસઘસાટ ઊંઘતા વિશ્વાસ ને અચાનક જ પોતાની બાજુમાં કોઇક સુતું હોય તેમ લાગ્યુ. ઊંઘમાં જ તેણે ડાબી તરફથી જમણી તરફ પડખું ફેરવ્યું .....અડોઅડ સૂતેલી દીપિકાને પોતાના બાહુપાશમાં ઉષ્મા પૂર્વક જકડી ને ફરી તે સ્વપ્નમાં ખોવાઈ ગયો. .


સવાર પડતાં જ દીપિકા ઉઠી , સ્નાનાદિ થી પરવારી વિશ્વાસ ને તે ચ્હા બનાવી આપે છે -વિશ્વાસ દીપિકા ની આંખોમા જોતાં જોતાં ચ્હા પીએ છે અને પોતે એંઠી કરેલી ચ્હા દીપિકાને આપે છે , દીપિકા વિશ્વાસ ના ગાળે ટપલી મારતી , તેના વાળમાં આંગળા પરોવી નટખટ અદાથી ચ્હા પીએ છે. પછી બંને જણા સાથે બેસી અખબાર વાંચે છે. એકેએક લીટી વાંચવા ટેવાયેલો વિશ્વાસ અખબાર અધૂરું જ મૂકી બાથરૂમ માં નહાવા ઘૂસે છે .અને થોડીવારમાં જ ......અરે દીપુ ! મારો ટૉવેલ ક્યાં ?


એ લાવી હોં..


જરા જલ્દી હોં ને


હા..હવે લ્યો આ રહ્યો. ........

આવા સંવાદો વચ્ચે પાણી રેડાવાનો અવાજ ને થોડીવારમાં જ શરીર પર ટૉવેલ વીંટી -બહાર આવી ચોરપગલે રસોડામાં અવળું ફરીને બેઠેલી , રસોઈ કામમાં મગ્ન દીપિકાને પોતાના બાહુપાશમાં લઈ ગોળ ગોળ ફરવા લાગ્યો. ..કિલકિલાટ હાસ્ય અને એકદમ જ વિશ્વાસ ના હોઠ......


ગરમ ગરમ શ્વાસો ની અથડામણ , ફરી એક ગરમાગરમ ચ્હા. ...ઉની ઉની વરાળ અને એક જ ઘૂંટડે પેટમાં ઠલવાતી ચ્હા -વિશ્વાસ ફ્રેશ થઈ , રોજિંદા વસ્ત્રો પરિધાન કરી ડ્રોઇંગ રુમમાં આવી સોફા પર સ્થાન લે છે. સમાજ સેવિકા એવી દીપિકા ના નાનકડા આ બંગલામાં બધું જ રાચરચીલું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું દેખાય છે .


તારીખ, વાર , સમયના મેળ ગોઠવી -પ્રોગ્રામ્સની ડાયરીમાં નોંધ કરી વિશ્વાસ અધૂરા મૂકેલા અખબારને હાથમાં ઉઠાવી ફરી વાંચવા તલ્લીન બને છે અને ત્યાં જ ....ચાલો જમવા ની બૂમ સાંભળીને ખાલી પેટ પર હળવેકથી ટપલી મારતો મારતો વિશ્વાસ રસોડા તરફ જાય છે.


આસન પર બેસતાં જ થાળીમાં પીરસાયેલ પૂરણપૉળી , કઢી , આલુ-મટરનું શાક , કૉબીજ મરચાંનો સંભારો ,અથાણું ને સાથે પાપડ... વિશ્વાસ ના મ્હોં માં પાણી આવી ગયું.


બંને જણ વાતો કરતા કરતા એક જ થાળીમાં થી ગમે છે. ખાસ્સી વાર પછી બંને જમી ઉઠ્યા પછી દીપિકા કામકાજ થી પરવારવાના મૂડમાં અને વિશ્વાસ તો આજે રવિવાર હોવાથી આરામના મૂડમાં .


સાંજે બંને તૈયાર થઈ બહાર ફરવા નીકળી પડ્યા. આજે તો પિક્ચર, રેસ્ટોરન્ટ, ગાર્ડન. .....આજે તો વિશ્વાસ ની ખુશીનો પાર નથી કારણ કે આજે ચાર-પાંચ મહિને દીપિકા આખો દિવસ પોતાની સાથે જ છે .ફરી એ જ રાત.. એ જ મસ્તી. ...એ જ હૂંફ. ......


ટન...ટન....ટન.... અચાનક વિશ્વાસ ની આંખ ખૂલી...તેણે પોતાની આસપાસ નજર કરી....ના.....કોઈ જ નહોતું..ખોળામાં ચૂંથાયેલું ઓશીકું હતું માત્ર. ....તો.....તો શું દીપિકા એ માત્ર સપનું જ હતું શું ?


વિશ્વાસે ઘડીયાળમાં નજર કરી. દસ વાગી ગયા હતા. તેણે પોતાના શરીરને પરાણે ઊભું કર્યુ. બ્રશ તો જેમતેમ પતાવી દઇશ પણ ચ્હા નું શું ? મને ચ્હા કોણ પીવરાવશે ?


ઝટપટ વાત ઑળી , નાઇટડ્રેસ બદલી વિશ્વાસ સામેની હૉટેલમાં ચ્હા પીવા ગયો. ગરમાગરમ ચ્હા પીએ , સિગરેટ ફૂંકતો ફૂંકતો નિરાંત જીવે તે પાછો ઘરે આવ્યો. સિગરેટ ધૂમ્રવલયોમાં તેને પોતાનુ અસ્તિત્વ ઓગળતું લાગ્યુ. સ્નાનાદિ થી પરવારી તે ફરી બહાર જવા તૈયાર થયો .તેણે મનોમન નક્કી કર્યુ કે આજે તો આખો દિવસ બસ બહાર જ રહેવું છે .


ના...આજે તો ઘરે નથી જ આવવું.રોજ રોજ એકલતા ,નિસાસા , ઇંતેજાર અને પછી એ જ એકાંત વચ્ચે ડબલબેડ પર ના ઑશીકાનું ચોળાવું-ચૂંથાવું....ના ...નથી જ આવવું. જે દિવસ ઘર મારા આગમન પહેલા ખૂલેલું હશે તે દિવસે જ ઘરમાં પગ મૂકીશ જેથી કોઇક આવકાર આપનાર મળે , ઉષ્મા ભેર સ્વાગત થાય , બારણું ખૂલતા જ કોઇક વળગી પડે ને કેટલું ય કહેવા તલપાપડ થઈ રહેલા હોઠ અચાનક જ બંધ થઈ જાય. ...હા...એ સુખદ સ્પર્શ માટે ઉત્સુક એવુ મન આજે મને આખો દિવસ બહાર જ ફેરવશે .


વિચારોમાં અટવાતો વિશ્વાસ ઘરને તાળુ મારી બહાર નીકળી પડ્યો. .ક્યાં જવું તે નક્કી નહોતું , નક્કી હતું માત્ર એટલું જ કે બહાર જ રહેવું છે . સમય પસાર કરવાના ઇરાદે તેણે ચાલવું જ પસંદ કર્યુ. ચાલતા ચાલતા તે નવરંગપુરા પહોંચ્યો. .તેને લાગ્યુ કે યુનિવર્સિટી થી નવરંગપુરા કંઈ બહુ દૂર નથી જ . નવરંગપુરા જેવા પૉશ એરિયા માં રહેતો પોતાનો ખાસ મિત્ર પાર્થ તેને અચાનક યાદ આવ્યો. . તેને થયુ કે લાવ તેના ઘરે જાઉં. ..પણ ..ના ...આજે રજાના દિવસે તેના ઘરે જઈને તેનો રજાનો મૂડ નથી બગાડવો -આમ વિચારતો વિચારતો તે આગળ ચાલવા લાગ્યો ત્યાં જ સામેથી જ તેને પાર્થ મળી ગયો. ....


અરે યાર ! તું તો જાણે દેખાતો જ નથી. ..


શું કરું સમય જ નથી મળતો.


જાણું છું કે તું આજે એકલો છે અને તો ય પાછો આગળ ચાલ્યો જાય છે ? તને હું યાદ ન આવ્યો ?


આજે જરા ફરવાનો મૂડ હતો એટલે...


ફરવાનો નહી હૉટેલનું બીલ ભરવાનો એમ કહે .


અરે ના ના યાર ...એવું કંઈ નથી.


મને ખબર છે આજે ભાભી નથી તે.ગઇકાલે મીટિંગ ગયા ને આજે રવિવાર હોવાથી મહિલા મંડળના પ્રમુખ ને ત્યાં જ રોકાઇ જવાના હતા .કેમ બરાબર ને ?


પણ... આ બધું તું કેવી રીતે જાણે ?


કેમ ભૂલી ગયો ? હજુ ગયા મહિને તો હું તારા ઘરે આવ્યો હતો ત્યારે તેં જ તો ભાભીને એપોઇન્ટમેન્ટની ડાયરી બતાવી હતી.


સારું હું હમણાંથી ભૂલકણો થઈ ગયો છું .


બસ હવે ..ચાલ છાનોમાનો .આજે તો નહી જ જવા દઉં તને .


પાર્થ ના અતિ આગ્રહ ને વિશ્વાસ અવગણી ન શક્યો અને પાર્થ ની સાથે જ કદમ મિલાવવા લાગ્યો.


પાર્થ ના ઘરે અનિચ્છા છતાં તેને તે બંને પતિ-પત્ની ની સાથે જમવા બેસવું જ પડ્યુ. મિત્ર પત્ની નું આત્મીયતા થી પીરસવું , ઉમળકાભેર વાતો કરતા કરતા જમવું ને જમાડવૂં તે બધું વિશ્વાસ ને એટલું તો સ્પર્શી ગયું કે તેને થયું - ખરેખર જે નસીબદાર હોય તે જ પત્ની ના હાથની બનાવેલી રસોઈ જમી શકે .રસોઈ માં મીઠાશ તો સ્ત્રી જ લાવી શકે. પણ હા ! સમાજની સેવા કરનાર કોઇ સમાજ સેવિકા ને રસોઈ બનાવી પતિને જમાડવાનો તો સમય જ ક્યાંથી હોય કે રસોઈ સ્વાદિષ્ટ લાગે ?


આજે વિશ્વાસ ને લાગ્યુ કે પોતે ખરેખર જમ્યો છે. તૃપ્તિ નો ઑડકાર ખાઇ પાર્થ ની રજા લઈ તે નીકળી પડ્યો. . નવરંગપુરા થી ચાલતો ચાલતો તે આશ્રમરોડ પર આવ્યો. .હજુ તો માંડ અઢી થયા હતા. ત્રણ થી છ માં પિક્ચર જોઇ ફરતા ફરતા ઘરે પહોંચે તો રાતના આઠેક તો થાય જ .અને ત્યાં સુધીમાં તો દીપિકા આવી જ જાય .તે મારી રાહ જ જોતી હોય .હું ઘરે પહોંચું અને.....


તેણે વારાફરતી ઘણાં બોર્ડ જોયા પણ એક પણ પિક્ચર જોવા મન તૈયાર જ ન થયું .


બે જણનું મળવું , સંઘર્ષ, છૂટા પડવું , મારામારી, દોડધામ અને અંતે ફરી પુનઃમિલન. આ સિવાય આ પિક્ચર માં હોય છે શું ? --લાગણીઓ સાથે બાંધછોડ કરી જીવનારા ને ભાગે તો સંઘર્ષ ની ખાઈમાં ગડથોલિયા ખાવાનું જ હોય છે. નમનારાને વધુ ને વધુ નમવું પડે છે ને અહમ રાખી આગળ વધારા ટોચે પહોંચે છે. દંભીની આસપાસ કેટલાય મહોરાંઓ ,હા જી ! કહેનાર હજુરિયાઓ વીંટળાયા કરે છે ને પગમાં પડનારને કૃપા ના બદલે લાતો ખાવી પડે છે . બીજાને ઊંચે લાવવાના સ્વપ્ન જોનાર પાયાની ઇંટ બનવું પડે છે ને તેની જ ઉપર ચણાઇ જાય છે આખી ને આખી દીવાલો પાયાની ઈંટની તો કોઈ કિંમત જ નથી કરતું.


દીપિકાને આગળ લાવવાના સ્વપ્ન સેલના વિશ્વાસ ની પણ આજે એ જ હાલત છે.દીપિકાના ટોચના સ્થાન તળે ધરાયેલ વિશ્વાસ આજે એ જ દીપિકા ની ગેરહાજરી માં હવામાં બાચકાં ભરી એકલતા ઓઢી જ ફરે છે ? તેને થાય છે કે મારે પણ ચાર-પાંચ દિવસ માટે બહાર જતા રહેવું જોઈએ. દીપિકા રાહ જોઈ જોઈને રાખે ત્યારે પોતે ઘરે પહોંચે , દીપિકા તેની આગતા-સ્વાગતા કરે .પોતાની ગેરહાજરી માં દીપિકા ખૂબ તડપે , વિરહમાં વ્યથિત બને , પણ શું મારાથી એવું બની શકે ખરું ? અને થાય પણ કેવી રીતે ? પોતે થોડો કોઇ સમાજ સેવક છે કે મીટિંગો ગોઠવે ! પોતે કોઇ સમાજ સુધારી પણ નથી કે ટોળા વચ્ચે ઊભો રહી ભાષણ આપે કે નથી પોતે કોઈ વી.આઇ.પી.કે લોકો સૂર્યની આસપાસ ફરતા ગ્રહો માફક પોતાની આસપાસ ફર્યા કરે અને પોતે વ્યસ્ત રહે.


વિચારોમાં ને વિચારો માં પાંચ વાગ્યા. પિક્ચર ના બોર્ડ જોઇને વિશ્વાસ આગળ નીકળી ગયો. કદાચ દીપિકા આવી પણ જાય.ગઇકાલ સવારની ગઇ છે. બપોરની મીટિંગ , રાતની ડીનર પાર્ટી એટલે મોડી સૂતી હશે અને છતાંય બપોરના બાર પહેલા તો ઊઠી જ ગઇ હોય.નહાવા-ધોવાનો સમય બાદ કરતાંય બે વાગ્યે તો આ તરફ આવવા નીકળી જ ગઇ હોય.વડોદરાથી અમદાવાદ પોતાની કાર માં તો અઢી ત્રણ કલાક માં પહોંચી જ જવાય.તે આવી જ ગઇ હશે , મારી રાહ જોતી હશે .મને ઘરે ન જોતાં ન જાણે કેટલાય વિચારો તેના મનમાં આવી ગયા હશે . મારા વિના તો એક પળ પણ તેને ઘરમાં ગમશે જ નહીં. ચાલ જલ્દી હવે ઘરે પહોંચી જ જાઉં.


વિશ્વાસે રિક્ષા પકડી.ઇન્કમટેક્ષ થી યુનિવર્સિટી વિસ્તાર તેને બહુ જ દુર લાગ્યો. ઘડિયાળના સેકન્ડ કાંટા કરતાંય રિક્ષાની ગતિ તેને ધીમી લાગી. દીપિકાને પોતાની રાહ જોવી પડે તેવું તો પોતે આજસુધી ક્યારેય બનવા જ નથી દીધું.રિક્ષામાં બેઠા બેઠા તેને ઉઘડેલું ઘર , ઘરના બારણે જ પોતાની રાહ જોતી દીપિકા -બધું ય નજરની આસપાસ દેખાવા લાગ્યુ. રિક્ષા અટકી -મીટર ભાડું ચુકવી મનથી ઉડતા શરીરને દોડાવતો વિશ્વાસ ઘરના બારણે આવી ઊભો .અને.....


ખંભાતી તાળામાં ચાલી ભરાવી ઘર ખોલીને પછડાટ ખાધેલા મનથી શરીરને અંદર ધકેલ્યું .ડ્રોઇંગ રુમમાં પડેલા સુખ-સગવડના અદ્યતન સાધનો ના પ્રતિક સમા સોફા માં તેણે પોતાના શરીરને પછાડ્યું .


તેને થયું પોતે મંગળ , બુધ,ગુરુ, શુક્ર, નેપચ્યુન કોઇ જ નથી.પોતે છે એક ચંદ્ર માત્ર જે પૃથ્વીની આસપાસ ફર્યા જ કરે છે ને કોઈ છેડો મળતો જ નથી.

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843