Indu Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Indu

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : ઇંડું

શબ્દો : 1281
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

ઇંડું

એકવાર સમય પસાર કરવાના ઇરાદે અને બહાર લટાર મારવાની ઇચ્છા થી હું બજારમાં ગયો.. લાંબી. ..કાળી અને માનવમેદની થી ખીચોખીચ સડકો પર થોડી ધક્કા મુક્કી મેં પણ કરી. ક્યાંક રિક્ષાની ઘરઘરાટી, ક્યાંક કારની દોડમદોડ , ક્યાંક સાયકલનું ટ્રીન ટ્રીન અને એ સૌની વચ્ચે દોડાદોડી કરતા, અથડાતા, ભટકાતા , અફળાતા , બસ અને ટ્રેન ની ભીડમાં ધક્કા મુક્કી કરતા માનવ આકારો વચ્ચે હું પણ અથડાતો, અટવાતો, ભટકાતો ચાલતો રહ્યો, કહો કે દોડતો રહ્યો. . ક્યાંય સુધી ચાલતા રહેવાના કારણે મને લાઈનો અનુભવ થયો .અંતે થાક્યા પાક્યા મેં આજુબાજુ નજર કરી તો ફૂટપાથ પર મને એક બસસ્ટોપ દેખાયું. મનમાં ને મનમાં જ મને " હાશ" થઈ. છાણમાં ખદબદતા કીડા ઓ જેવી માનવમેદની થી મને હવે જરુર છુટકારો મળશે એમ લાગ્યું.

હું ઊભો રહીશ , થોડીવાર માં બસ આવશે , એકાદ-બે બસ તો "ફૂલ " હોવાથી ઊભી નહી રહે -સડસડાટ ચાલી જશે -મારી મશ્કરી કરતી હોય તેમ. પછી એકાદ ઊભી રહેશે -જાણે સૌ ઉપર ઉપકાર કરતી હોય તેમ . ફરી એ જ ધક્કા મુક્કી, ગાળાગાળી, ઊંહકારા, 'જલ્દી ચાલો -આગળ વધો ' ની બુમરાણ. ક્યારેક ચંપલ ની પટ્ટી તૂટે , ક્યારેક કોઈનું ગજવું કપાય, ક્યારેક અથડાવાય , ભટકાવાય તો ક્યારેક કાગળની કોથળીમાં ભરેલ ભારેખમ ભારથી લદાયેલ રેલીનું નાકું ય તૂટે .ફરી એ જ ટ્રીન ટ્રીન અને 'એ ભાઇ ઊભી રાખો ' ની બૂમાબૂમ. થોડાક હતાશ થયેલા તો કેટલાક હસતા ચહેરા. ..


જેમ તેમ કરીને લાલ , લીલા , પીળા સિગ્નલ જોતો જોતો રસ્તો ક્રોસ કરી હું બસસ્ટોપ પર પહોંચ્યો. .લાંબી લાઇન જોઇ મેં થયે ચાલી નાખવાનો નિર્ધાર કર્યો. અથડાતો, અટવાતો, ભટકાતો, કંટાળતો ને ભીડથી જાતને છોડાવતો હું ફૂટપાથ પર આગળ વધ્યો, વધતો જ રહ્યો. . મારી નજર અને મારા પગનો તાલ મળતો ન હતો કારણ કે નજર ડાબી બાજુ રહેલ દુકાનો તરફ હતી અને પગ આગળ વધવા તરફ ગતિમાન હતા.એકવાર તો કોઈક સાથે અથડાયો પણ ખરો . થોડીક ચીડ , હોઠનો ફફડાટ અને એકાદ ગાળના બદલામાં " સોરી " કહી હું આગળ વધ્યો. .ફૂટપાથ પર મારી ડાબી બાજુ રહેલ દુકાનો મને આકર્ષિત કરતી હતી. તાજા ફળફળાદિ જોઇ મોંમાં પાણી આવતુ હતું અને અનાયાસ પેન્ટ ના પાછલા ખિસ્સા માં રહેલી બે-પાંચ રુપિયા ની નોટો પર હાથ ફેરવી નિરાશ ચહેરે હું આગળ વધતો હતો. .ક્યાંક વાસણો , ડૉલ-ડબ્બા ,અગરબત્તી, સાબુ , વૉશિંગ પાવડરના પેકેટોમાં રહેલ ચમચી મધ લોહાણા હતા અને ત્યારે ક્ષણભર મને એમ થઇ જતું કે ........


અચાનક યાદ આવ્યુ કે હું થેલી તો ભૂલી જ ગયો છું . હવે ? પણ ફરી એકવાર મોંમાંથી 'હાશ' ઉદગાર નીકળી પડ્યો .આ ભીડ વચ્ચે તો જાતને જ માંડ સંભાળી શકાય ત્યાં તે લીધો ભાર કોણ ઉંચકે ! વળી મસ્તરામ ને જોઇએ પણ કેટલું ? નાહક ખરીદી કરી ભાર ઉંચકવો ......


મને થયું કદાચ ઇશ્વરે સૌને બે હાથ ધક્કા મારવા માટે જ આપ્યા હશે.ધક્કો ન મારીએ તો આગળ કેમ વધાય ? કદાચ તેથી જ આ બગલથેલા પણ અસ્તિત્વ માં આવ્યા હશે .આમ વિચારતો વિચારતો હું આગળ વધતો રહ્યો. ઇશ્વરે માનવનું સર્જન કર્યું અને માનવ અવનવી વસ્તુઓ નું .પરિણામે આર્થિક સમસ્યાઓ વધતી ગઈ. બેકારી ને બેરોજગારી પણ વધતી રહી -આમાં દોષ પણ કોને દેવો ?


સતત આડીઅવળી ફરતી મારી નજર અચાનક એક દૂકાનમાં રહેલી વસ્તુ પર પડી .સુંદર. .., સરસ ,બગલાની પાંખ જેવી સફેદી અને આકાર માં લંબગોળ એવી એ વસ્તુ ને જોતાં જ મારું મન લલચાયું . દુકાન ની નજીક જઈ દૂકાનદારને મેં તેનો ભાવ પૂછ્યો. .અલબત્ત ગમે તે ભોગે ને ગમે તે ભાવે પણ મારે તે વસ્તુ મેળવવી જ હતી..પેન્ટ ના ખિસ્સા માં રહેલી નોટો સળવળી , થોડુંક પરચુરણ ખખડ્યું અને બહુ નજીવી કિંમતે મેં તે વસ્તુ ખરીદી લીધી -કહો કે ખરીદી લીધું કારણકે લોકો તેને "ઇંડું "તરીકે ઓળખાતા હતા.


માણસ પણ ઇંડા મૂકતો હોત તો ? .....તો ? તો કદાચ ભૂખ ન હોત , બેકારી ને બેરોજગારી ન હોત અને તો કદાચ મારે આટલી ભીડમાં અટવાવું ન પડતી , મોંઘવારી માં સબડવું ન પડત અને સમય પસાર કરવા આમ સરેઆમ રસ્તા પર રખડવું પણ ન પડત કારણકે પોણા ભાગના ઇંડા તો માણસ પોતે જ ખાઇ જતો હોત .


ઇંડું ખરીદ્યા પછી મારી માલિકીપણાનો હક્ક દ્રઢ બન્યો. દુનિયામાં કંઈક તો એવી વસ્તુ છે જેને હું 'મારી' કહી શકું છું. આવી સરસ વસ્તુનો હું માલિક બન્યો તે બદલ મને ગર્વ થયો . ક્યાંય વાર સુધી મેં તેને મારા હાથમાં રમાડ્યા જ કર્યુ. કડક છતાં કેવું લીસ્સું ! તેના પર આંગળી મૂકો તો આંગળી યે તેના પરથી લસરી જાય તેટલું લીસ્સું. તે એટલી હદે લીસ્સું હતું કે મારા હાથમાંથી લસરીને તે દડી જશે તેવી મારા મનમાં મને દહેશત ઊભી થઈ અને તેથી તેને બે હાથથી ને ખૂબ નાજુકાઇથી મારા ખોબામાં રાખી હું એકીટશે તેની સામે જોઈ રહ્યો. પગ અચાનક અટકી ગયા અને હું ફક્ત તેનામાં જ મગ્ન બની ગયો .


તેની કો' નાગરકન્યાની ચામડી જેવી સુંવાળપમાં હું મોહી પડ્યો. કોઈ તેને જોઈ જશે તો ? કોઈ તેને મારી પાસેથી ઝૂંટવી લેશે તો ? કોઈ તેના પર નજર બગાડશે તો ? મારા મનમાં આવી ભીતિ ઉત્પન્ન થવા લાગી અને એટલે જ મારા શર્ટ ના ડાબી તરફના ખિસ્સા માં મેં તેને હળવેકથી મુકી દીધું .


અચાનક જ મને યાદ આવ્યુ કે હું ચાલતો હતો તે વિના કારણ થંભી ગયો છું. આમ યાદ આવતાં જ ફરી હું ચાલવા લાગ્યો. તે પણ મારી સાથે આગળ ધપ્યું .મારી ચાર સાથેનો તેની અંદરનો ડબક ....ડબ અવાજ મારા દિલના ધબકાર સાથે તાલ મિલાવવા લાગ્યો. તેની અંદર થતું હલનચલન મારા મનને વિસ્મિત કરતું રહ્યુ અને ધીમે ધીમે જાણે કે હું તેની સાથે એક અદ્રશ્ય તાંતણે બંધાયો રહ્યો. .અત્યાર પર્યંત મને કશા પણ માટે આવો ને આટલો જબરદસ્ત મોહ ક્યારેય પણ જન્મ્યો નહોતો .હું અટવાવા લાગ્યો. કોઈ. અદ્રશ્ય પાશમાં જાણે કે હું વીંટળાવા લાગ્યો. .


મને તેના પર બે આંખ , બે કાન , નાક , મ્હોં. .....બધું દોરવાનું મનથયું .આડીઅવળી , વાંકી-ત્રાંસી લીટીઓ પાડવાથી કદાચ કોઇક આકાર રચાઈ પણ જાય ! અનાયાસ તેના પર એક સુંદર આકાર ઉપસ્યો .ધીમે ધીમે તે આકાર મોટો થવા લાગ્યો. .....તે લંબાતો જ રહ્યો, તેના ઉપરના ભાગ પરથી કૂંપળ જેવા નાના નાના કાળા તાંતણા તૃણાંકુંર જેવા ફૂટી ને લંબાતા લંબાતા તેના ગોઠણ સુધી લંબાયા, થોડા ઘટાદાર પણ બન્યા , એકમેક માં ગૂંથાઇને વ્યવસ્થિત રીતે બે ભાગમાં તે વહેંચાઈ ગયા અને તેના છેડે ગોઠવાઈ ગયા લાલ રિબનના સુંદર ફૂમતાં .ષૉડશી કન્યકા શી તેણી અચાનક જ મારા હાથમાં તેનો હાથ પરોવી મારી સાથે તેના કદમ મિલાવવા લાગી ..... જાણે કે પૂનમનો ચંદ્ર મારી અડોઅડ -મારી સાથે જ ચાલતો રહ્યો. ....હવે અમને ભીડ સ્પર્શી શકતી ન હતી , ઘોંઘાટ અકળાવી શકતો ન હતો .અમે હાથમાં હાથ પરોવી એકમેક માં મગ્ન બની ચાલતા જ રહ્યા, ચાલતા જ રહ્યા. ..ત્યાં જ અચાનક....!


દૂરથી એક કાર આવતી દેખાઇ , તેના હોર્ન નો અવાજ દૂરથી પણ સરગમ ના સૂરોની જેમ મનને તલ્લીન બનાવવા લાગ્યો. મારી સાથે રહેલી કન્યકા એ તેમા બેસવાની તેની ઇચ્છા મને જણાવી. આ ધરતી પર જે કંઈ હતું તે બધું જ જાણે કે મારું હતું ,મારા મનને ગમે તેવું હતું.હું તેની સાથે પેલી કારમાં બેસવા સંમત થયો .ફૂટપાથ પરથી ઊતરી અમે કારની તરફ દોડવા લાગ્યા. કારનું નાનું શું ટપકું ધીમે ધીમે મોટુ થવા લાગ્યુ. બંનેએ -અમે અને કાલે એકબીજાની સામે દોડ આરંભી. અમે થાક્યા. ક્યાંક બેસવાનો વિચાર કર્યો. ફૂટપાથ પાસેનો જ લીલો કાચ જેવો બગીચો જોતાં જ તેમા જઇ , કન્યા ના ખોળે માથું મૂકી સૂઇ જવાની મારી ઇચ્છા બળવત્તર બની .....કાર સામેની અમારી ગતિ પડતી મૂકી અમે બગીચા તરફ વળ્યા. ....કાર સડસડાટ ચાલી ગઈ. ......


બગીચામાં જઇ એક નાના શા ઝાડ નીચે અમે બેઠા.થોડી વાર પછી પેલી કન્યા ના ખોળામાં મારું માથું મૂકી હું નિદ્રા દેવીના શરણે પહોંચી ગયો .ધુમાડાના ગોટેગોટા, ભેજ અને સ્વપ્ન માં જ હું એ ફરી સાથે અનંત આકાશમાં ઉડવા લાગ્યો. .વાદળનો ભેજ , હવાની લહેરખી મને -મારા અંગેઅંગને સ્પર્શી શકતા હતા .!!! મારા દેહને અનહદ ટાઢકનો સ્પર્શ થતો હું અનુભવી શકતો હતો .મારું હ્રદય અનહદ શાતા અનુભવવા લાગ્યુ. સ્વપ્નમાં જ મારો હાથ મારા હ્રદય પર આવી અટક્યો . અનહદ શાતાની અનુભૂતિ વચ્ચે જ કંઈક અજુગતું થયુ હોવાની ઊંઘમાં જ ભીતિ ઉત્પન્ન થઈ. ...હું ઝબક્યો....બેઠો થયો....આંખો ચોળીને જોયુ તો લીલાછમ ઘાસ પર રેલાતા પીળાપચ રેલાને રેલાતો જોઈ હું ફરી ત્યાં જ ઢળી પડ્યો, મારી આસપાસ જમા થયેલું ટોળું. ....કીડીયારાની જેમ ઉભરાતો માનવ-મહેરામણ.....!!!

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843