આઈ એમ સોરી - ભાગ-૨ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

આઈ એમ સોરી - ભાગ-૨

[પ્રકરણ ૨]

હું, નિખીલ નાણાવટી, મારી પ્રાણથી પ્યારી પ્રિયતમા નિકીતાશાને મારી એક ભૂલને કારણે ગુમાવી બેઠો.
જો કે ભૂલ તો તેને કહેવાય, જે અજાણતાથી થાય, જાણી જોઈને તો અપરાધ થાય.
તો.. હું અપરાધી છું મારી નિકીનો. જેની સજા હું ભોગવી રહ્યો છું.
.
ગઈ કાલે સાંજે તેણે મને, એક બે ટકાની બેકાર છોકરી સાથે, અમારા બેડરૂમમાં પકડી પાડ્યો
અને તરત જ, કંઈ પણ બોલ્યા વગર રિસાઈને તે ચાલી ગઈ.
અને ઘરમાં હું રહી ગયો એકલો..ઉદાસ.. નિરાશ... વિવશ..!
.
સવારે ઊઠતાંની સાથે નિકીને મારી આગોશમાં ખેંચવા માટે અજાણતા જ મારો હાથ પથારીમાં પ્રસરી ગયો
અને બીજી જ પળે તે નીચે ગાદલા પર જઈ પછડાયો.
પળવાર માટે હું ગઈકાલ રાતની ઘટના જાણે કે ભૂલી જ ગયો હતો,
પણ તરત જ એક જોરદાર થપ્પડની જેમ મને દરેક દર્દનાક વિગત યાદ આવી ગઈ, અને મારા હાથની મુઠ્ઠી વળી ગઈ.
અજાણતા જ એ મુઠ્ઠીમાં ફસાયેલ બેડ-શીટને હું મસળવા લાગ્યો, જાણે કે મને એનાથી કોઈ રાહત મળવાની હોય.
.
સુવા માટે ગઈકાલે રાતે મારે ખુબ જ સ્ટ્રગલ કરવી પડી હતી.
અમારા બંને વચ્ચે આ પહેલાં પણ અનેકવાર વાદ-વિવાદ થયા છે, પણ પલંગમાં પડ્યા પછી...સુતાં પહેલા અમે દરેક ફરિયાદને સુખદ રીતે નીપટાવી જ શક્યા છીએ.
પણ કાલે રાતે, ન તો નિકી કોઈ આર્ગ્યુમેન્ટ કરવા હાજર હતી, કે ન તો તેને સોલ્વ કરવા માટે.
અને એટલે જ સુવાની કોશિષ કરતી વખતે, નિકી વગર મારું ક્યાં સ્થાન હશે તેની અનિશ્ચિતતાએ એક ઝીણી પીડા મારા પુરા શરીરમાં ફેલાવી દીધી.
.
તેણે જયારે મને શિફા સાથે બેડ-રૂમમાં જોયો એ વખતની તેના ચહેરાં પરની પીડાને હું ભૂલી શકતો નથી.
તેણે બિલકુલ બુમાબુમ નહોતી કરી, કે ન તો તેણે પોતાના મગજ પરનો કાબુ ગુમાવ્યો હતો.
બસ...ફક્ત તેની આંખો ભરાઈ આવી હતી, અને તેની આંખો કરતાં અનેક ગણું તેનું હૃદય રોઈ રહ્યું હતું, જે તેના ચહેરા પરથી સાફ દેખાઈ આવતું હતું.
તેનો તે ચહેરો મારી નજર સામેથી હટતો નહોતો.
ગુનાહિત લાગણીઓને કારણે, હું જાણે શારીરિક રીતે બીમાર થઇ ગયો.
હું માની નથી શકતો કે નિકીને આટલી હદ સુધી હર્ટ કરવા માટે મેં મારી જાતને પરવાનગી આપી હતી.
અને હવે તેને પાછી મેળવવાનું કામ સહેલું તો જ નહીં હોય, તે હું સારી પેઠે જાણું છું.
.
મેં ઑફીસે ફોન કરીને જણાવી દીધું, કે હું બપોર પહેલાં નહીં આવી શકું.
પથારીમાંથી મારી જાતને ખેંચીને હું વોશ-રૂમમાં લઇ ગયો.
રોજીંદી ક્રિયાઓ પતાવીને તૈયાર થયો, અને મારી બાઈક લઈને નિકીના પપ્પાના ઘર તરફ નીકળી પડ્યો.
.
.

સાવ જ ઉદાસીભરી સવાર હતી.
વાદળોથી ભરેલું આકાશ હતું,
પવન બિલકુલ ન હતો અને ગમે ત્યારે વરસાદ આવવાની શક્યતા જણાતી હતી.
મારી બાઈક નિકીના પપ્પાનાં ઘરની સામે પાર્ક કરતી વખતે હું ફરી પાછો વિચારવા લાગ્યો, કે તેમને હું શું કારણ બતાવું, કે નિકીને મેં શા માટે છેતરી હતી, પણ મગજને કોઈ એવું સોલીડ કારણ મળતું નહોતું.
.
મને ભલે કોઈ અંદાજો નહોતો કે નિકીના પપ્પા સાથે શું વાત કરવી, પણ નિકીને ફરી પાછી જોવા માટે હું ખુબ જ ઉત્સુક હતો, અને એટલે હું તેમનાં ગેટ તરફ આગળ વધ્યો.
દરવાજાને નૉક કરીને હું તે ખુલવાની રાહ જોવા લાગ્યો.
અણધારી બેચેનીને લીધે મારું પેટ જાણે કે અપસેટ થવા લાગ્યું.
.
દરવાજો ખુલ્યો અને નિકીના પપ્પા બહાર ડોકાયા.
"ગુડ મોર્નિંગ સ્ટીવ અંકલ" -મેં બનાવટી વિશ્વાસ સાથે પૂછ્યું- "નિકી છે અંદર પ્લીઝ..?"
"ના, તે તો નથી." -થોડાં ગૂંચવાઈને તેઓ બોલ્યા- "તે કાલે સાંજે અથવા રાતે આવવાની હતી, પણ આવી નથી. ભૂલી ગઈ હશે કદાચ."
.
ઑફ કોર્સ, આ સાંભળીને મને કોઈ મોટો ધક્કો ન લાગ્યો, પણ તો યે મારું હૃદય બેસવા લાગ્યું.
"ઓહહ.. ઓકે.. નો પ્રોબ્લમ..સૉરી, તમને હેરાન કર્યા."
"એવરી થીંગ ઓકે ?"
"હા, બસ એટલું જ..કે કાલે તે ક્યાં રોકવાની હતી, તે યાદ નથી આવતું." -મેં બને એટલાં સ્વસ્થ રહીને ખોટું બોલવાની કોશિષ કરી- "તેનો ફોન સ્વીચ-ઑફ છે. પણ ઠીક છે, આઈ વીલ ફાઈન્ડ હર."
તેમને જો કોઈ ફિકર થઇ આવી હોય, તો તે દુર કરવા મેં એક હળવું મજાકભર્યું સ્મિત મારા ચહેરા પર હાજર કરી દીધું.
.
અમારાં, મારા અને નિકીના, અમુક કોમન-ફ્રેન્ડઝ પણ છે.
હવે તેમને ફોન કરીને પૂછવું જ યોગ્ય રહેશે.
મારો ફોન પણ એક અઠવાડિયા પહેલાં જ નવો લીધેલો હતો, જેથી બધાં ફોન નમ્બર આમાં ટ્રાન્સફર નથી કર્યા.
અને ફોન-બુક ઘરે હતી, તો હવે ઘરે જઈને આ બધાંને ફોન કરવા પડશે.
બાઈક પર બેસીને હું ફરી ઘરે આવી ગયો.
દરેક કોલ પછી મારું દિલ વધું ને વધું ભારે થતું ગયું.
કોઈને નિકી બાબતની કંઈ જ ખબર નહોતી.
કોઈ તેને કાલ સાંજ પછી મળ્યું ય નહોતું, કે નહોતી કોઈએ તેની સાથે ફોન પર વાત કરી.
હું ફરી પાછો બહાર આવીને બાઈક પર બેઠો, અને ત્યાં જ મને એક વિચાર આવ્યો.
.
હવે મારી આખરી આશા હતી રિચર્ડ.... નિકીનો મોટો ભાઈ.
મેં તેને કોલ લગાડ્યો અને બેતાબીપૂર્વક સામેથી રિસ્પોન્સ મળવાની વાટ જોવા લાગ્યો.
"હલ્લો દીના," -મેં તેની ગર્લ-ફ્રેન્ડનો અવાજ સાંભળી તેનું અભિવાદન કર્યું.
રિચર્ડ તેની સાથે લીવ-ઇન રીલેશનશીપમાં રહે છે.
.
"ઓ..હાઈ નિખીલ,'
"મેં આઈ સ્પીક તો રિચર્ડ, પ્લીઝ ?"
"જસ્ટ વેઇટ, તે બીજાં ફોન પર વાત કરે છે"
.
રિચર્ડની વાટ જોતાં જોતાં મારી તડપ વધતી ચાલી, એટલે જ્યારે તેણે મારી સાથે વાત કરવી શરુ કરી, તો જરૂર મારા અવાજમાંની બેચેની તે પામી જ ગયો હશે.
"રીચી, નિકી છે ત્યાં? કે તેનાં કંઈ સમાચાર?
"ના. કેમ ? કંઈ ખાસ ?"
.
હું મારી નિરાશા વધુ સમય છુપાવી ન શક્યો.
મોઢામાંથી એક ચિત્કારની સાથે મારા નસીબને દોષ દેતી એક ગાળ મારા મોઢામાંથી નીકળી પડી.
મારે ગમે તેમ નિકી સાથે વાત કરવી હતી.
પણ સાલી છે ક્યાં..?
.
"વૉટ હૅપન્ડ નીખીલ?'
રિચર્ડ નિકીનો મોટો ભાઈ છે અને જો તેને ખબર પડે કે એક્ષેક્ટ્લી મેં શું પરાક્રમ કર્યું છે, તો તે મને કદાચ બે ઝાપટ લગાવી દે, અને તેવી યે પૂરી વ્યવસ્થા કરી લે, કે નિકી મારી સાથે ફરી ક્યારે ય વાત ન કરે.
.
"કાલે સાંજે અમારી વચ્ચે થોડી બોલાચાલી થઇ...તે પછી તે ઘરે જ નથી આવી." -થોડું ઓકવર્ડ ફીલ કરતાં કરતાં મેં જવાબ આપ્યો.
"તે પપ્પાને અને તેની ફ્રેન્ડઝને પૂછી જોયું?"
"હા.. બધે પૂછ્યું," -મેં ઉદાસ થઇ કહ્યું- "કોઈને કંઈ ખબર નથી."
"તો કદાચ તે કારમાં જ સુઈ ગઈ હશે. કાર લઈને ગઈ છે ને? નિખીલ, બહુ ફિકર નહીં કર, મને ખાતરી છે તે પાછી આવી જશે." -રિચર્ડ થોડા વિશ્વાસ સાથે સધિયારો દેવા લાગ્યો- "તમારા બંનેમાં તો ઓલ્વેઝ બહુ જલ્દી સુલેહ થઇ જાય છે ને..! આ વખતે થોડી રાહ જો. બધું બરાબર થઇ જશે. ડોન્ટ વરી."
.
રિચર્ડ અને સ્ટીવ અંકલ , બંને જણા મારી અને નિકીનાં લીવ-ઇન રીલેશનશીપથી મહદ અંશે કમ્ફર્ટેબલ છે.
નિકીની મમ્મીનાં મરણ પછી તેના પાપાએ, મા અને બાપ, બંનેની ફરજ અદા કરી છે, અને એટલો જ પ્રેમ પોતાના સંતાનોને આપ્યો છે.
ઘરમાં એકદમ ફ્રેન્ડલી વાતાવરણ રાખવાની તેઓની હમેશાં જ કોશિષ રહી છે, અને સંતાનોની ખુશીમાં જ તેમની ખુશી સમાયેલી છે.
જો કે કેટલી ય વાર તેઓ અમને બંનેને જલ્દી લગ્ન કરી લેવાની સલાહ આપે છે અને અમારી પણ તેવી કોશિષ રહી છે કે તેમની ઈચ્છા બને એટલી જલ્દી પૂરી થાય, પણ કોઈ ને કોઈ કારણસર વાત પાછળ ઠેલાયા કરે.
રિચર્ડ અને દીનાની બાબતમાં પણ તેવું જ કંઇક બને છે.
.

રિચર્ડ લગભગ મારી જ ઉમરનો છે. કદાચ એકાદ-બે વર્ષ મોટો.
તે પણ મારા અને નિકીના સંબંધથી રાજી છે.
તે જાણે છે કે હું કેટલી સહેલાઇથી મારી અને નિકીના વચ્ચેના નાના નાના પ્રોબ્લ્મ્સને નીપટાવી શકું છું. અને એટલે જ...તેની વાતમાં એક વિશ્વાસ છલકતો હતો, કે અમારી બંને વચ્ચે કોઈ તકલીફ આવે જ નહીં.
પણ મને તેનાં જેટલો વિશ્વાસ નથી, કારણ હું જાણું છું કે આ વખતે નાના વાદવિવાદ કરતાં કંઇક વધુ જ ગંભીર બાબત છે.
ઇન ફેક્ટ, વાદવિવાદ તો કોઈ છે જ નહીં.
.
"થેન્ક્સ રીચી, જેવી તે આવી જશે કે હું તને તરત જ ઇન્ફોર્મ કરું છું." -મારી જાત પર દયા ખાતો ખાતો હું બબડ્યો.
"ચીયર અપ નીખીલ, મળીયે પછી.." -અને મેં ફોન ડીસકનેક્ટ કર્યો.
.
તરત જ મેં નિકીનો ફોન ટ્રાઈ કર્યો, એ પ્રાર્થના કરતા કરતાં...કે તે મારા કોલને રીસ્પોન્ડ કરે, તો તેનાથી ઓછામાં ઓછી મને એટલી તો ખાતરી થાય, કે તે સલામત છે.
પણ..
તેનો ફોન સ્વીચ-ઑફ હતો.
"શી..." -બાઈકના હેન્ડલ પર હાથ પટકતા હું બરાડી ઉઠ્યો.
.
મારા માટે હવે એ જાણવું બહુ જરૂરી થઇ ગયું હતું, કે નિકી સહીસલામત છે કે નહીં.
આવું ક્યારેય નથી બન્યું, કે નિકીએ પોતાની જાતને બધાથી સાવ અળગી જ કરી મૂકી હોય.
ક્યારેક અમારી વચ્ચે બહેસ થાય, અને અમારા બેમાંથી એક, જો ઘરની બહાર ચાલ્યું જાય, તો નિકી કોઈકને તો વાત જરૂર કરે. મોટે ભાગે પોતાના પાપાને..જેથી પોતાના દિલની બધી ભડાશ બહાર કાઢીને પોતની જાતને હળવી કરી શકે.
સદભાગ્યે મારી બાબતમાં તેનાં પાપાનો અભિપ્રાય હજી સુધી તો સારો જ રહ્યો છે.
.
હું ફરી પાછો અંદર ભાગ્યો, કે કદાચ મારી ગેરહાજરીમાં તે ઘરે પાછી આવી ગઈ હોય.
પાગલની જેમ હું બધાં જ રૂમ ફરી વળ્યો.
પણ એકેએક રૂમ ખાલી હતા, અને મારી દહેશતમાં વધારો કરતા જતાં હતા.
.
વાઇન અથવા બીયર પીવો તે નિકીના પરિવારની રહેણીકરણીનો એક ભાગ છે. તેમનું કલ્ચર છે. વારે-તહેવારે, કોઈ પ્રસંગની ઉજવણી સ્વરૂપે નિકી વાઇન, બીયર કે એવું કંઇક કોઈકવાર પીવે છે.
પણ તે કોઈ એવી હેવી ડ્રીંકર નથી.
અને એટલે, એવું પણ શક્ય નથી કે દારૂના નશામાં પોતાના દુઃખને ભુલવાની કોશિષ કરતી, તે ક્યાંક બેઠી હોય. અને બેસે તો ય ક્યાં? તે કોઈ દિવસ પબમાં એકલી તો જતી જ નથી.
બીજું એ, કે તે પોતાનું વોલેટ પણ સાથે નથી લઇ ગઈ. તો તેની પાસે એટલા પૈસા પણ ક્યાંથી હોય, આ બધા માટે.
.
હું પોલીસમાં મિસિંગ-રીપોર્ટ પણ નહોતો કરી શકતો, કેમ કે હજી એટલો બધો સમય પણ નથી પસાર થયો.
પણ પછી મને એક ખ્યાલ આવ્યો.
મેં ફરીથી મારી ફોન-બૂક કાઢી અને હોસ્પિટલોમાં કોલ કરવા લાગ્યો.
.
હું ક્યારેય એવું ન ઈચ્છું, કે નિકી મને ઘાયલ અવસ્થામાં કે એવી જ કોઈક સ્થતિમાં મળે.
પણ તો ય મારાં મનનો એક ભાગ તો એમ જ ઈચ્છતો હતો, કે તે એક પેશન્ટની અવસ્થામાં કોઈક હોસ્પીટલમાં એડમીટ થયેલી મળે, કે જેથી હું તેને મળી તો શકું...તેને જોઈ તો શકું અને મારી જાતને એક દિલાસો તો આપી શકું, કે તે સલામત છે.
.
મેં છ હોસ્પીટલમાં કોલ કર્યા, પણ તે એકેયમાં એડમિટ થયેલી નહોતી.
મારા હાથ કાંપવા લાગ્યા, અને હવે મારી પરવશતા પર મને રોવું આવવા લાગ્યું હતું.
હવે હું નિકીને પાછી મેળવવા નહોતો ચાહતો, તે જ્યાં પણ હોય...મારી તો બસ એક જ અરજ હતી કે તે સલામત હોય.
મને વિચાર આવવા લાગ્યા, કે તેણે કોઈ બેવકૂફી કરી લીધી હશે, પોતાની કાર કોઈ સુમસામ જગ્યામાં કદાચ ક્રેશ દીધી હશે, અને હજી સુધી તે કોઈની નજરે ચડી નહીં શકી હોય.
જેમ જેમ હું અલગ અલગ જાતની શક્યતાઓની કલ્પના કરતો ગયો, તેમ તેમ મારા હૃદયમાં પીડાની સાથે મારું રુદન પણ વધવા લાગ્યું.
.
મેં નક્કી કર્યું કે હવે હું આખું ગોવા મારી બાઈક પર ફરી વાળીશ. એક એક ગલી જોઈ કાઢીશ. ત્યાં સુધી કે બધા બીચ અને આખો દરિયા કિનારો પણ.
મેં મારી જાતને દિલાસો દેવાની કોશિષ કરી, કે નિકી સલામત જ છે, પણ તેનાથી મારી દહેશત ઓછી ન થઇ.
.
લગભગ એક કલાક સુધી હું તેને અહીં તહીં ખોળતો રહ્યો, પણ કંઈ ન વળ્યું.
અમારી બંનેની પહેલી મુલાકાત જ્યાં થઇ હતી તે 'લેગો બાર-રેસ્ટોરન્ટ'માં પણ જઈ આવ્યો, કે પોતાની પહેલી મુલાકાતને યાદ કરતી તેને હું કદાચ ત્યાં જોઈ શકું.
.
અને ત્યારે જ મને એક બીજી જગ્યા યાદ આવી.
કબ્રસ્તાન...
હા, તે ત્યાં જ ગઈ હશે.
.
બે વર્ષ પહેલાંની જેમ, હવે તે રોજે-રોજ ત્યાં નથી જતી.
પોતાની બેન વિક્ટોરિયાની કબર પર જઈને આશ્વાસન કે દિલાસો પ્રાપ્ત કરવાની તેની આદત ધીમે ધીમે હવે ઓછી થતી ચાલી છે.
પણ તો ય, જયારે તે હતાશ કે ઉદાસ હોય, ત્યારે ચોક્કસ તે ત્યાં જ જાય છે.
નિકી મારી સાથે રહેવા આવી, તેનાં બસ થોડાં જ સમય પહેલાં વિક્ટોરિયા, વિકીનું મરણ થયું હતું.
બંને બહેનો એકબીજાની ખુબ જ નજીક હતી, એટલે નિકી માટે તો આ એક ખુબ જ વસમો આઘાત હતો.
મેં તેને આ બધાંમાંથી બહાર લાવવાની ખુબ જ કોશિષ કરી હતી.
અને પાછલા એક વર્ષ દરમ્યાન તે ફક્ત ત્યારે જ ત્યાં કબરની મુલાકાતે જતી, જ્યારે તેને એવું લાગતું કે તેનાં માટે તેનું પોતાનું કોઈ જ નથી.
.

નિકી છેલ્લી વાર તે કબર પર ત્યારે ગઈ હતી કે જયારે તેનાં પાપા સાથે કોઈક વાતમાં બોલાચાલી થઇ હતી અને મેં એક મૂરખની જેમ તેનાં પાપાની સાઈડ લીધી હતી.
ને પછી ડ્રાઈવ કરીને તે ત્યાં જ ચાલી ગઈ હતી.
પણ ત્યારે તો મને ખબર હતી, કે તે ક્યાં ગઈ હશે.
.
આ વખતે પણ તે ત્યાં જ ગઈ હશે તેવો ખ્યાલ મને અત્યાર સુધી કેમ ન આવ્યો, તેની કોઈ જ આઈડિયા નથી મને.
કેવો બેવકૂફ છું હું..!
.

ચર્ચની પાછળ આવેલા કબ્રસ્તાન તરફ જવા હું જેવો ચર્ચ પાસેથી પસાર થયો કે સામેથી મારાં ઓળખીતા ખ્રિસ્તી સાધ્વી, સિસ્ટર ગ્લોરિયા આવતાં દેખાયા.
"ગુડ મોર્નિંગ સિસ્ટર.." -મેં તેમનું અભિવાદન કર્યું.
"વેરી ગુડ મોર્નિંગ નીખીલ.." -સિસ્ટરે સામું વિશ કર્યું, અને આગળ કહ્યું- "નિકિતાશા આજે પાછી વીકી પાસે છે. પ્લીઝ ગો.. તેને સંભાળી લે. "
"શ્યોર સિસ્ટર, આ વખતે થોડું વધુ જ..."
"આઈ અંડરસ્ટેન્ડ, " -તે વયસ્ક સિસ્ટરે મને વધુ બોલવા ન દેતા, મારી વાત કાપીને જવાબ આપ્યો- "નહીં તો કોઈ વાર તે રાત્રે નથી આવતી."
"તો આખી રાત, તે..?"
મારા પ્રશ્નનો હાર્દ સમજી જતાં વચ્ચે જ તેઓ બોલી ઉઠ્યા- "નો નીખીલ, સિસ્ટર ગ્રેસનું તેની પર ધ્યાન પડ્યું, ત્યારે તેમને તે ખુબ જ કન્ફયુઝડ લાગી, એટલે તેને ડીસ્ટર્બ ન થાય તેવાં કોન્વેન્ટની બાજુનાં એક વોર્ડમાં સગવડ કરી આપી હતી, બટ ફ્રોમ અર્લી મોર્નિંગ તે ત્યાં જ છે. વિક્ટોરિયા પાસે, એન્ડ ડેફીનેટલી શી માઈટ બી નીડીંગ યુ. પ્લીઝ ગો. હરી અપ..એન્ડ યસ, હવે પછી સિસ્ટરને તારો ફોન નંબર આપી રાખજે, પ્લીઝ.." -કહેતા જ સિસ્ટર આગળ વધી ગયા.
.
મને મહદ અંશે શાંતિ થઇ.
નિકી આ જ કોન્વેન્ટની સ્કુલમાં ભણી છે અને નાનપણથી જ અહીંનું વાતાવરણ તેને અનુકુળ લાગે છે.
પણ ગઈ રાતે કે આજે, આ વાતાવરણે તેનાં મનને કોઈ કમ્ફર્ટ આપ્યો હશે કે નહીં, તે બાબતમાં મને તો શંકા જ હતી.
પણ તો ય, મનમાં આશાના બીજ રોપતો હું કબ્રસ્તાન તરફ આગળ વધ્યો, કે દુરથી જ મને નિકીની કાર દેખાયી.
મેં મારી બાઈક તેની કારની પાછળ ઉભી રાખી દીધી, અને વિકીની કબર તરફ હું દોડ્યો.
કબ્રસ્તાનના ખુબ જ પાછલા ભાગમાં હતી, તે...
મારી નિકી.
.
દુરથી જ મેં નિકીને જોઈ.
કબરની સાવ લગોલગ તે બેઠી હતી.
મેં મારી ચાલ ધીમી કરી દીધી, કે જેથી મારા ફૂલેલા શ્વાસને હું કંટ્રોલમાં લાવી શકું.
તેની સોજી ગયેલી આંખોમાંથી આંસુ વહેતા હતા.
નાનાં નાનાં ધ્રુસકાંના નીકળવાની સાથે તેનો નીચલો હોઠ કાંપી ઉઠતો હતો.
મારી નિકીને આટલી અપસેટ મેં કોઈ દિવસ નથી જોઈ.
આવું લાગતું હતું, કે કલાકોથી તે રડી રહી હશે.
કબરની ખાંભીના પથ્થરની બાજુમાં બંને ઘુટણોની વચ્ચે પોતાની હડપચી ટેકવીને તે બેઠી હતી.
.
મારી આંખ પણ ભીની થવા લાગી.
તેની આસપાસ મારી હાથ ફેલાવીને, તેને કમ્ફર્ટ દેવા માટે હું બેચેન થઇ ઉઠ્યો.
પણ હું જાણતો હતો..કે તે મને હડસેલી દેશે.
.
આ બધું મેં કર્યું છે, તેની સાથે.
મારી જીગરજાન પ્રેમિકાને આ બધા ઇમોશનલ મેસ્સમાં ગૂંચવી નાખવા માટે, હું જ કારણભૂત છું.
હું જ જવાબદાર છું, કે આજે તે પોતાની જાતને એટલી હડધૂત થયેલી, એટલી હર્ટ થયેલી, એટલી એકલી પડેલી મહેસુસ કરી રહી છે, કે થોડી રાહત અને થોડો કમ્ફર્ટ મેળવવા માટે તેને પોતાની મૃત બહેનનો સહારો લેવો પડ્યો.
પણ તે પોતાનાં પાપા પાસે કેમ ન ગઈ?
તેઓ તેને પોતાની બાથમાં લઈ લેત,
અને કમ સે કમ એક ખભ્ભો તો મળત તેને, કે જેની પર માથું રાખીને તે રોઈ શકત.
.
હું તેની નજીક ગયો, તો તેણે ઉપર પણ ન જોયું.
મારી હાજરીની કદાચ તેને જાણકારી પણ નહોતી થઇ.
એટલે હળવે'કથી, હું તેની બાજુમાં સંકોચાઈને બેસી ગયો.
તો યે તે બિલકુલ હાલી ચાલી નહીં, અને વિકીની ખાંભીને તાકવાનું ય બંધ ન કર્યું.
.
મને સમજાતું ન હતું કે હું તેને અડું કે તેને કંઇક કહું, કે જેનાથી તેને મહેસુસ થાય કે તે અહિયાં એકલી નથી.
મારી છળને કારણે મારી પ્રેમિકાની થયેલ આવી દયામણી હાલતને આટલા નજીકથી જોયા પછી મારા આંસુઓ પર મારો કાબુ ન રહ્યો. મારો કન્ટ્રોલ જતો રહ્યો.
.
આટલી લાગણીશીલ પરિસ્થિતિમાં ય ખુબ જ સાવધાનીપૂર્વક મેં નિકીના ખભ્ભાની ફરતે મારો હાથ પ્રસારી દીધો.
.
મને આશ્ચર્ય થયું, કે તેણે તેનો કોઈ જ વિરોધ ન કર્યો.
મારી ગરદન પર પોતાનો ચહેરો ટેકવવા તે ખરેખર થોડી ઝુકી પણ હતી.
તેના ગાલ પર મેં જેવો મારો ગાલ રાખ્યો, કે તરત જ મારું શર્ટ પકડીને તે ફૂટી ફૂટીને રોવા લાગી.
હું પણ સાથે રોઈ પડ્યો.
મને ઘણી રિલીફ મળી કે આખરે હું તેને શોધી શક્યો.
જીવતી અને સહીસલામત....!
અને સહુથી મહત્વની વાત તો એ કે તે મારી લાગણીઓને રીજેક્ટ નહોતી કરી રહી.
"આઈ લવ યુ સો મચ," -હું તેના ધ્રુજતા શરીરને જકડતા બોલ્યો.
.
કોને ખબર કેટલી વાર સુધી, કદાચ પા કલાક કે અડધો કલાક, અમે બંને એમ જ બેઠાં રહ્યા.
ત્યાં સુધીમાં અમારા આંસુ વહેવા ય બંધ થઇ ગયા હતા.
.

પછી નિકીએ થોડું હલનચલન કર્યું, એટલે મેં મારી પકડ ઢીલી કરી દીધી.
આમ થતાં જ નિકી મારાથી અળગી થઇ ગઈ.
તેણે પોતાની થાકેલી આંખોને લુછી લીધી, પણ હજી ય તે મારી તરફ જોતી નહોતી.
.
હું તુટવા લાગ્યો.
અમારી વચ્ચે જે અંતર હતું, તે હજુ યે જેમનું તેમ જ હતું, જે મારા માટે ખુબ જ અસહ્ય હતું.
હું તેની આંખોની ચમકને ફરીથી જોવા માંગતો હતો. અને તેનું તે ખીલખીલાટ હસવું..કે જેનાથી સાફ ખબર પડે...કે તે મને ચાહે છે, હજુ યે ચાહે છે.
.
તેને પકડી રાખવા માટે તેણે મને પરવાનગી તો આપી હતી, પણ હું જાણતો હતો કે તે હજી યે ટેન્સ્ડ છે, અને મારી તરફ આવતાં ખચકાય પણ છે.
નિકી ઉભી થઇ અને નીચે જમીન પર પોતાની નજર ખોડી રાખીને બોલી, -"હું મારા પાપાના ઘરે જાઉં છું."
.
"કમ બેક હોમ નિકી..કે આપણે થોડી વાતો કરી શકીએ." -મેં રિક્વેસ્ટ કરી.
પણ તેણે નકારમાં માથું ધુણાવ્યું અને ચાલવા માટે પાછળ ફરી.
હું તેની સાથે સાથે ચાલવા લાગ્યો અને તેનો હાથ પકડવા ઇચ્છ્યો, પણ તેણે મને તેમ કરવા ન દીધું.
.
"પ્લીઝ નિકી.." -મેં શાંતિથી કહ્યું- "ઘરે ચલ."
પણ તેણે ફરી પોતાની આંખો લુછી અને કંઈ જ ન કહેવાનું ચાલુ રાખ્યું.
તેની કાર સુધી હું તેની પાછળ પાછળ ગયો, એ પ્રાર્થના જ કરતો કરતો, કે કારમાં બેસતાં પહેલાં તે મને કહે કે, -તે ફરી પાછી ઘરે આવે છે.
"હું મારા પાપાને મોકલીશ ઘરે, ત્યાંથી મારા માટે અમુક વસ્તુઓ લઇ આવવા માટે." -તેણે ત્રુટક અવાજે મને કહ્યું.
"નો નિકી, પ્લીઝ, વી નીડ ટુ ટોક, વી નીડ તું ફિક્ષ અપ ધ થિંગ્સ."
"હું હજી રેડી નથી તારી સાથે વાત કરવા માટે." તેનાં અવાજની સાથે એક ડૂસકું ય બહાર આવી પડ્યું.
.
તે હવે મારી તરફ જોવા યે રાજી ન હતી.
તો પછી ક્યારે? આપણે ક્યારે.." -હવે મારો ય અવાજ તુટવા લાગ્યો.
પણ તેણે તો બસ..
પોતાના ખભ્ભા ઉલાળ્યા...

.

વધુ ત્રીજા પ્રકરણમાં
[અશ્વિન મજીઠિયા...]