અમર પ્રેમ Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પ્રેમ

અમર પ્રેમ!

પિયુષ એમ. કાજાવદરા

Email id: kajavadarapiyush786@gmail.com

Mob. No. 9712027977


પ્રકરણ:૧

પ્રેમ એક નાજુક તત્વ ગમે તેમ મરોડો, વાળો કે તોડવાનો પ્રયાસ કરો પણ જો વિશ્વાસ હોય એકબીજા પર તો તુટયા વગર જ પાછુ સીધુ અને સરળ બની જાય છે આ પ્રેમ. તમે વિચારયુ છે એવું કોઇ દિવસ કે તમે સતત એક જ વ્યકિતને આખી જીદંગી પ્રેમ કરી શકો? એ પછી તમે ૨૧ વર્ષના જવાન હોવ ત્યારથી લઇને ૬૦ વર્ષના ઘરડા થાવ ત્યાં સુધી એક જ વ્યકિતને પ્રેમ કરી શકો એ પણ નિસ્વાર્થ ભાવે? એવી જ એક નાનકડી એવી વાર્તા લઇને આવ્યો છુ. એક દંપતી જે ૪૦ -૪પ વર્ષને વયે પહોંચ્યુ છે પણ પ્રેમ! પ્રેમતો હજુ યુવાન જ છે બિલકુલ ૨૧-૨૨ વર્ષના યુવાનીયા ઓ જેવો. ખરી જ વાત છે ને ઘરડુ કે વૃધ્ધ તો શરીર થાય છે બાકી મન અને વિચારો તો જવાન જ રહે છે.

એક કપલ જે પ૦-પપ વર્ષની વયે લગભગ એકબીજાથી ચીડાતુ હોય છે અને બસ માત્ર ભગવાનનુ નામ જપવામાં વધુ માનતુ હોય છે. હા, ભગવાને પુજવામાં એવો કોઇ પ્રોબલ્મ તો નથી જ પણ પોતાના જે છે એનુ જ ખરાબ બોલીએ એને તો ભગવાન પણ નસીબ થતો નથી. પણ આ યુગલની કાઇ વાત જ અલગ હતી એવુ ના હતુ કે તેઓ ભગવાને નહોતા માનતા પણ હા, એવું જરુર હતુ કે તેઓ ભગવાન કરતા એકબીજામાં વધુ જરુર માનતા હતા .

આજે બંને માટે સ્પેશ્યલ ડે હતો તેઓ બંને બહાર ફરવા માટે નીકળેલા અને બગીચાના એક બાકડે જયાં છાંયડો હતો ત્યાં બેઠા.

“ચાલ મને એક વાત બતાવ તું. કદાચ હું તારી જીદંગીમાં ના હોત તો તું શું કરે? એટલે કોની સાથે લગ્ન કરેત પુજા?” પ્રેમ બોલ્યો.

“શું કરેત એટલે? તો તને પણ ખબર જ છે હું પપ્પા જે છોકરો બતાવે એમાંથી જે પસંદ આવી જાય એની સાથે લગ્ન કરી લેત અને બસ રુટીન વાળી લાઇફ.” પુજા બોલી.

“બસ આટલો જ સીમ્પલ જવાબ?” પ્રેમ બોલ્યો.

“હા, પણ આ જવાબની પાછળ એક બીજો જવાબ પણ છે પ્રેમ. જો તમે મારી લાઇફમાં ના આવ્યા હોત તો મારી આ પપ વર્ષ સુધીની જીદંગી એટલી સુંદર અને યાદગાર ના હોત. હું બીજા કોઇ સાથે લગ્ન કરીને કદાચ એટલી ખુશ ના હોત જેટલી હું આજે છું. તારુ દિલ જેટલી કોમળતા થી અને પવિત્રતાથી મને પ્રેમ કરે છે એવું બીજુ કોઇ દિલ ના કરી શકે. બહુ મુશ્કેલ છે આ પ્રેમને નિભાવવો અને તે પ્રેમ આપણા આ પ્રેમને બહુ સારી રીતે નિભાવ્યો છે છેલ્લા ૧૮ વર્ષથી.” પુજા બોલી.

પ્રેમ બસ એક નજરે પુજા સામે જોઇ રહયો હતો.

“શું જોવે છે પ્રેમ? એ પણ એક નજરે?” પુજા બોલી.

“બસ કાઇ નહી.” પ્રેમ બોલ્યો.

“તો પછી? હવે હું કાઇ પહેલાની જેમ ૨૧ વર્ષ જેટલી યુવાન અને સુંદર તો રહી નથી. ત્યારે પણ તું મને આમ જ એક નજરે જોયા કરતો અને અત્યારે પણ. સાચે તે મને કોઇ દિવસ ના કહયું કે તને શું દેખાઇ છે એવું? હવે તો સુરજની જેમ આ શરીરની સુંદરતા પણ ઢળી ગઇ છે.” પુજા બોલી.

“સુંદરતા! તું કઇ સુંદરતા ની વાત કરે છે પુજા? હું તન ની સુંદરતા માં માનતો જ નથી. હું તો બસ તારા મનની સુંદરતાને પ્રેમ કરુ છું. એ પણ બહુ જ ગાઢ અને ઊંડો જેટલો તને પહેલી નજરે જોઇને પ્રેમ થયેલો એટલો જ પ્રેમ હું તને અત્યારે કરુ છું. થોડો પણ ઓછાે નહી.” પ્રેમ બોલ્યો.

“પણ પહેલા તો જવાની હતી અને જયારે આ જવાની ઢળી જ ચુકી છે ત્યારે પણ તું મને એટલો જ પ્રેમ કરે છે? તને હવે મારો અવાજ અને વધુ પડતુ બોલવુ એ કંકાસ જેવુ નથી લાગતુ?” પુજા બોલી.

પ્રેમ થોડીવાર તો મંત્રમુગ્ધ જ થઇ ગયો.

“શું વિચારે છે પ્રેમ?”

“હું વિચારુ છું કે આજે લગ્ન થયા એને ૨પ વર્ષ થયા અને તને આજે ખબર પડી કે તું વધુ પડતુ બોલે છે?” પ્રેમ બોલ્યો.

“અને સાથે સાથે હસી પડયો. પ્રેમને હસતા જોઇ પુજા પણ પોતાને રોકી ના શકી અને થોડુ હસી પણ સાથે સાથે બોલતી પણ ગઇ.

તું ના સુધરયો પ્રેમ ત્યારે તું આમ જ મજાક કરી મને હસાવતો અને આજે પણ હવે તો સુધરી જા. મોટો ઢાંઢો થઇ ગયો છે. અને એટલુ બધુ બોલતી હોય એવું લાગતુ હોય તો ચાલો મુકી જાવ હજુ મને પાછા. આ ગઢી સ્ત્રીને જોવી તો નહી તારે.” પુજા બોલી.

“પુજા ઉંમર તો બંનેની વધતી જ જાય છે હવે પણ આ વધતી ઉંમર સાથે અને ઓછા સંભળાતા આ કાન સાથે તારો અવાજ પણ મઘુર અને કોયલ જેવો મીઠો જ લાગે છે. આ મારો ખરબચડો થઇ ગયેલો હાથ જયારે તારા થોડી એવી કરચલી પડેલા ચહેરા પર પડે છે તો એ પણ પહેલા જેવા કોમળ અને મુલાયમ જ મહેસુસ થાય છે. તારો આ સહેજ એવો મોટો અવાજ પણ નદીના ખળખળ થતા પાણીની જેવો મઘુર જ લાગે છે. કદાચ ભગવાન એટલે ગઢપણ સાંભળવાનું અને દેખાવાનું ઓછુ કરી દેતો હશે પણ આ થોડું ઓછી જોતી આંખને પણ તારો આ પ્રેમ પહેલા જેવો પવિત્ર અને નિસ્વાર્થ જ લાગે છે. બસ આ જ સુંદરતા આજ સુધીમાં હું તારા માં જોતો આવ્યો છું અને હજુ પણ જોવ છું.” પ્રેમ બોલ્યો.

ઓહ્હ્હ સાચે પ્રેમ? ખરેખર પ્રેમ હું બહુ આભારી રહીશ ભગવાનની કે તેને મને મારા પતિના રુપમાં ખરેખર હું જેને પરમેશ્વર કહી શકુ અેવો સાથી આપ્યો. “પુજા બોલી.”

વાહ, ધ્યાન હું રાખુ તારુ, પ્રેમ સૌથી વધારે હું કરુ તને અને આભારી તું ભગવાનની રહીશ? “પ્રેમ બોલ્યો.”

ના, તારા માટે તો બસ એક આલિંગન જ બહુ છે તારો આભાર માનવા માટે. “પુજા બોલી.”

ના પુજા પ્રેમમાં થોડીને કોઇનો આભાર માનવાનો હોય અને પ્રેમએ પુજાને પોતાની બાહો માં ભરી લીધી. બસ પુજા એટલુ બહુ છે પ્રેમ દેખાડવા માટે. એક તરફ હું તને બાહોમાં લઇ લવ અને બીજી તરફ આ દુનીયાના દુખ બઘા હળવા થઇ જાય. આ જ એક બહુ મોટો આભાર છે તારા તરફથી મારા માટે. “પ્રેમ બોલ્યો.”

હજુ બંને એકબીજાને મજબૂત હગ કરીને બેઠા હતા. આ કોઇ ૨૦-૨૨ વર્ષના જુવાનીયા નો પ્રેમના હતો પણ ૨૦-૨૨ વર્ષથી બસ એકમેક માં ખોવાયેલા એક દંપતીનો પ્રેમ હતો.

ખરેખર ભગવાનને પામવા માટે નો પહેલો સરળ રસ્તાે એટલે જ આ પ્રેમ.

બંનેની હગ છુટી અને લગભગ સવારના ૧૦ વાગી ચુકયા હતા. આજે પ્રેમ અને પુજાની મેરેજ એનીવર્સરી હતી એટલે તે ખુબ જ એન્જોય કરવા માગતા હતા.

પ્રેમએ એક કવર કાઢીને પુજાના હાથમાં રાખ્યુ.

પ્રકરણ:૨

“શું છે આ પ્રેમ?” પુજા બોલી.

“જોય લે આજે હું તને એટલા સરપ્રાઇજ એક સાથે આપીશ જેટલા મેં તને અત્યાર સુધીમાં આપ્યા છે અને આ છે તારું સરપ્રાઇજ નંબર ૧. ખોલીને જો.” પ્રેમ બોલ્યો.

પુજા કવર ખોલી રહી હતી.

“ઓહ્હ્હ પ્રેમ મુવી ટીકીટ? પણ તને શરમ નથી આવતી? આપણે હવે ૪૦ ના થયા. આ ઉંમરે કોઇ મુવી જોવા જાય ખરું?” પુજા બોલી.

“આ દુનીયાની શરમ જ રાખવી હોત તો હું ૧પ વર્ષ પહેલા તારી જોડે લવ મેરેજ કરેત જ શું કામ? અને શરીર થોડુ ઘરડુ થયુ છે પણ પ્રેમ! પ્રેમ હજુ એટલો જ જુવાન છે. એટલે શરમને જવા દે તેલ લેવા અને ચાલ ઊભી થઇ જા ૧૧ વાગ્યાનો શો છે.” પ્રેમ બોલ્યો.

પ્રેમ અને પુજા ઊભા થયા અને ધીમે ધીમે ચાલતા થયા. બહાર ગેટ પાસે પ્રેમ પાર્કીંગમાં પાર્ક કરેલી ગાડી લઇને આવ્યો. પુજા પણ કારમાં બેઠી અને બંને નીકળી પડયા મુવી જોવા માટે.

જયારે બંને પહોંચ્યા ત્યાં પુજાની થોડી આંખ ખુલી ને ખુલી જ રહી ગઇ કારણકે આ એ જ થીયેટર હતુ જયાં પ્રેમ અને પુજાએ પહેલુ મુવી જોયુ હતું. પુજા ખુશ થઇ ગઇ અને બંને થીયેટરની અંદર પ્રવેશ કરયો અને પોતાની સીટ પર બેઠા.

“પ્રેમ તને મોર્નીંગ ના શો ની ટીકીટ લેતા પણ શરમ ના આવી?” પુજા બોલી.

“એમાં શેની શરમ?” પ્રેમ બોલ્યો.

“આજુબાજુમાં જો તું આપણી ઉંમરનું તને કોઇ પણ જોવા મળે છે? તને ખબર હોવી જોઇએ કે મોર્નીંગ શો આપણી ઉંમર વાળા માટે નહી પણ ટીન એજ લવર માટે હોય છે.” પુજા હસતા હસતા બોલી.

“હા, એ ભુલાય ગયુ આપણે પણ જયારે ટીન એજ લવર હતા ત્યારે બીજા બઘા ના ડરથી મોર્નીંગ શો માં જ મુવી જોતા નહી?.” પ્રેમ બોલ્યો.

“હા, એકદમ સાચું પ્રેમ.” પુજા બોલી.

“તો પછી બસ હું એ જ કહેવા માગુ છું કે હજુ હું પણ એ ટીન એજ માં જેટલો પ્રેમ કરતો એટલો જ પ્રેમ હજુ તને કરુ છું પુજા. અને તું આ બીજાની ચિંતા ના કર દુનીયા તેલ લેવા જાય બસ તું આ સમયને એન્જોય કર મારી સ્વીટુ.” પ્રેમ બોલ્યો.

“આઇ લવ યુ.” પુજા એ મુવી ના અંધકારમાં પણ પ્રેમની આંખોમાં જોયને બોલી.

આઇ લવ યુ ટુ. “પ્રેમ બોલ્યો.”

“મુવી પુરુ થયુ. પ્રેમ અને પુજા બહાર નીકળયા અને લગભગ બપોર ના ૨ જેટલા વાગ્યા હતા.

હવે ઘરે જવાનું છે ને પ્રેમ?” પુજા બોલી.

“તને ઘરે જવાની બહુ ઉતાવળ છે? અંદર ગાડીમાં બેસ આજે આખો દિવસ આપણે સાથે જ રેહવાના છીએ અને ઘરે પણ નથી જવાનું.” પ્રેમ બોલ્યો.

“ઓહ્હ્હ સાચું? પુજા ખુશ થઇ ગઇ હતી અને તે ખુશી તેની આંખોમાં પ્રેમ સરળતાથી જોઇ શકતો હતો.

ભુખ નથી લાગી તને?” પ્રેમ બોલ્યો.

“લાગી છે પણ ચાલી જશે તું સાથે છે તો ભુખ પણ ભુલી જવાય છે મારાથી.” પુજા બોલી.

“આજે તો તારુ ફેવરીટ લંચ લેવાનું છે.” પ્રેમ બોલ્યો.

“મારું ફેવરીટ? શું?” પુજા બોલી.

“સરપ્રાઇજ છે. બસ તું જોતી જા બાજુમાં બેઠી બેઠી.” પ્રેમ બોલ્યો.

પ્રેમએ ગાડી ચલાવવાનું ચાલુ જ રાખ્યુ.

થોડી જ વાર માં તેઓ પહોંચી ગયા પીજાહટ્ માં.

“ઓહ્હ્હ તું મને પીજા ખવરાવીશ હા? પ્રેમ?” પુજા બોલી.

“તો પછી તારી ફેવરીટ વસ્તુ છે તો આજે આ સ્પેશ્યલ દિવસ પર પીજા તો બનતા હૈં.” પ્રેમ બોલ્યો.

“પણ કેટલાે સમય થઇ ગયો. હું તો કહી કહી ને થાકી ગઇ અને તને આજે સમય મળયો?” પુજા બોલી.

“અર્્ર્રે પુજા. જાગ્યા ત્યારથી સવાર! અને કેટલા વર્ષો પછી તારી પાછળ એટલો સમય ફાળવ્યો છે તો આજે તો તું મને કાઇ પણ ની ના નહી પાડી શકે.” પ્રેમ બોલ્યો.

બંનેએ અંદર પહોંચીને ઓર્ડર આપ્યો.

અને બસ એકબીજામાં ખોવાઇને એ લંચનો આનંદ લેવા લાગ્યા.

“પ્રેમ તને યાદ છે આપણે પહેલી વાર પીજા સાથે કયારે ખાવા આવેલા?” પુજા બોલી.

“હા, યાદ જ છે ને પણ તું બોલ મારે તારા મોઢે જ સાંભળવું છે.” પ્રેમ બોલ્યો.

“હા હવે, જુઠ્ઠુ ના બોલ મને ખબર છે તને યાદ નથી અેટલે જ તું આમ બોલે છે.” પુજા બોલી.

“ઓહ્હ્હ બસ રહેવા દે તું પુજા. મારા ૨૧ માં જન્મ-િદવસ પર બપોરના આ જ સમયે લગભગ ત્યારે ૩ વાગી ગયા હતા ત્યારે આપણે અહીં બેસીને પીજા ખાધેલા મને યાદ છે. ખોટું હોય તો બોલ.” પ્રેમ બોલ્યો.

“વાહ, આજ વાત પર તમે જીતો છો મારી એક પપ્પી.” પુજા હસતા હસતા બોલી.

“સાચે? ચાલ જલ્દી જલ્દી આપ.” પ્રેમ બોલ્યો.

“અત્યારે નહી મારી જાન એ બઘુ ઘરે જઇને મળશે.” પુજા બોલી.

તો શું બસ ખાલી ખાલી વાત જ કરે તું એટલુ હજુ બોલી રહ્યો ત્યાં પુજા એ સ્વીટ કીસ આપી દીધી પ્રેમના ગાલ પર અને બસ પ્રેમ માત્ર પુજાને જોઇ જ રહયો. બીજુ કાઇ કરી જ ના શકયો.

સમય જતા થોડી પણ વાર નથી લાગતી પણ સમયને અનુરૂપ થઇ સાથે સાથે પરિવર્તન પ્રમાણે પોતાની જાતને બદલી એક જ વ્યકિતની વધતી ઉંમર સાથે પ્રેમ વધારતા બહુ સમય લાગે છે. અહીં પ્રેમ અને પુજાને લગભગ કોઇ ભગવાનની પુજા કે સંત્સંગ કરવાની જરુર મને નથી લાગતી કારણકે મને તો પ્રેમ અને પુજામાં જ ભગવાન દેખાઇ છે એકબીજાના. પ્રેમરુપી ભગવાન. અને જો બઘા પ્રેમ ને જ ભગવાન માની લે તો અહીં દેશ દેશ વચ્ચે લડાતા યુધ્ધ જરુર બંધ થઇ જાય. પ્રેમ અને પુજા બસ ઉંમર કોઇ પણ હોય પોતાની ઇચ્છાશકિ્ત સાથે જીવન જીવતા હતા અને અત્યારે તો પીજા ખાવામાં મશગુલ હતા.

પ્રેમએ પોતાના હાથથી એક બાઇટ લઇને પુજાને ખવરાવ્યુ અને પુજા પણ જાણે એ જ રાહ જોઇને બેઠી હોય એવું દેખાઇ રહ્યુ હતું.

“તું તો સાવ લુચ્ચી છો.” પ્રેમ બોલ્યો.

“કેમ શું થયું?” પુજા બોલી.

“મેં એક બાઇટ આપ્યુ તો તરત ખાઇ ગઇ અને અહીં હું કયારનો રાહ જોઇને બેઠો છું. એકલી એકલી જ ખાયા કરે છે.” પ્રેમ બોલ્યો.

“ઓહ્હ્હ તને પણ આપવાનું હતું હા? હું ભુલી જ ગઇ.” પુજા બોલી.

“હા, ભુલવા વાળી.” પ્રેમ બોલ્યો.

ત્યાં પુજા એ પણ એક બાઇટ પ્રેમને ખવરાવ્યુ અને ત્યાં લંચનો અંત કર્યો.

હજુ કાઇ ખુટતુ હોય એવું પ્રેમને લાગ્યું અને પ્રેમઅે આઇસક્રીમ નો ઓર્ડર આપ્યો. જમ્યા પછી મૌં તો મીઠુ કરવું જ પડેને.

આઇસક્રીમ આવે તે પહેલા પુજા ઊભી થઇ અને પ્રેમની બાજુમાં સાવ અડી ને બેસી ગઇ.

ત્યાં જ આઇસક્રીમ આવ્યો અને પુજા એ બેઠા બેઠા જ પોતાનો એક હાથ પ્રેમના હાથમાં પરોવ્યો અને બીજા હાથમાં ચમચી લઇ પહેલી જ ચમચી પ્રેમના મૌં માં મુકી. પછી પુજા ખાવા લાગી. જેટલુ વર્ણન કરતા અને વાંચતા વાતાવરણ રોમેન્ટિક લાગે છે એનાથી બહુ વધારે રોમેન્ટિક હતું. ભગવાન પણ થોડીવાર વિચારવા મજબુર બની જાય કે હકીકતમાં આવા પ્રેમી છે હજુ? સારું છે આ બંને મારી પુજા નથી કરતા અને એકબીજાના પ્રેમની પુજા કરે છે. બાકી લોકો તો સમજતા જ નથી કે મારી પુજા ના કરો તો હું કોપાયમાન થઇ જઇશ. મરતી ઉંમરે મારું નામ નહી જપો તો નર્ક મળશે. કેમ સમજાવુ બઘાને કે તમે બઘા મારા જ અંશ છો. હું તમારું થોડું પણ ખરાબ નથી ઇચ્છતો. જો કામ સારા હોય કે ખરાબ બઘુ તમે ધરતી પર જ ભોગવવાનાં. તમારુ સ્વર્ગ પણ ત્યાં જ છે અને નર્ક પણ ત્યાં. હું ભગવાન છું તો શું થયું મને પણ પુરી દુનીયાના દુખ સાંભળવાના હોય છે. મારે એક દોસ્ત જોઇએ નહી કે અંધશ્રદ્ધાળુ ભકત.

લંચ પત્યુ સાથે સ્વીટ પણ પત્યુ. પ્રેમએ બીલ પે કરયું અને બંને બહાર નીકળ્યા. પ્રેમ સૌથી પહેલા ગાડીમાં ડીજલ ચેક કરયુ અને નજીક પેટ્રોલપંપ પર ડીજલ પુરાવવા ગાડી લઇ ગયો. પુજા સાથે જ હતી.

પ્રકરણ:૩

“પ્રેમ હવે કોઇ સરપ્રાઇજ બાકી છે?” પુજા બોલી.

“હા, હજુ છે એક પણ એના માટે તારે થોડો વેઇટ કરવો પડશે અને હા, એ વેઇટ પણ થોડો અનોખો છે જે હું ડીજલ પુરાવી ને પછી તને કહું.” પ્રેમ બોલ્યો.

પ્રેમ ડીજલ પુરાવીને ગાડીમાં બેસી થોડી ગાડી આગળ લીધી. ગાડી સાઇડમાં રાખી તે કાઇ શોધી રહયો હતો.

“શું શોધી રહયો છે પ્રેમ?”

“હમણા ખબર પડી જશે તને.” પ્રેમ બોલ્યો.

ત્યાં પ્રેમને એ વસ્તુ મળી ગઇ. એક બ્લેક કલરની પટ્ટી ટાઇપની દોરી હતી.

“આ નુ શું કામ છે પ્રેમ?” પુજા બોલી.

“તું બસ બઘુ પુછયા જ કરીશ? થોડીવાર પણ છાનીમાની નહી બેસે? આ સરપ્રાઇજ બહુ કીમતી છે મારા માટે એટલે તારી આંખ પર આ પટ્ટી બાંધવી જરુરી છે.” પ્રેમ બોલ્યો.

“અને હું ના પાડુ તો?” પુજા બોલી.

“તો શું, સરપ્રાઇજ કેન્સલ.” પ્રેમ બોલ્યો.

એમ થોડીને ચાલે મારે તો સરપ્રાઇજ જોઇએ.

“તો ચાલ જલ્દીથી આ પટ્ટી બાંધવા દે મને.” પ્રેમ બોલ્યો.

પ્રેમએ પુજાની આંખ પર પટ્ટી બાંધી દીધી અને પ્રેમ ગાડી ચલાવવા લાગ્યો.

“તને ખબર છે પ્રેમ મારી જીદંગીમાં તું ના આવ્યો હોત તો મારી જીદંગી કેવી હોત તે?” પુજા બોલી.

“ના, કેવી હોત?” પ્રેમ બોલ્યો.

હમ્મમ, અત્યારે તે જે મારી આંખ પર પટ્ટી બાંધી છે ને. બસ એવી જ પટ્ટી બાંધેલી આંખ જેવી. એકદમ અંધકારમય. જયાં મને બઘી ખબર પડતી જ હોત પણ હું કશું કરી શકતી ના હોત. બસ જયારથી તારો સાથ મળયો છે ત્યારથી સમજ આંખ જ ખુલી ગઇ છે હવે કદાચ કોઇ આ આંખ પર પટ્ટી બાંધે તો પણ હું આ જીદંગી જીવી શકુ. જેવી રીતે અત્યારે આ અંધકારમાં પણ મને તારો પ્રેમ દેખાઇ છે એવી જ રીતે તારો અહેસાસ તારી હાજરી હંમેશાં મને જીવતા શીખવે છે. બસ હવે તો તું છે તો જ હું છું નહીતર હું પણ નથી. તું જ મારી પુજા અને તું જ મારો ભગવાન. “પુજા બોલી.”

“બસ પુજા મને ભગવાન ના સ્થાને ના બેસાડ. હું તારો એ સામાન્ય માણસ જેવો પ્રેમ જ સારો છું. ભગવાન આપણી બધી મનોકામના પુરી કરી શકતા નથી પણ બઘી મનોકામના પુરી કરવા માગુ છું તારી. અને મને ખબર પડે કે હું તારા માટે ભગવાન છું તો પાછો મને ઘમંડ વધી જશે અને અહંકારથી બસ અધોગતિ જ થાય છે ગતિ નહી. એટલે મને બસ તારા દિલનો પ્રેમ બનાવ ભગવાન નહી.” પ્રેમ બોલ્યો.

“મને વિશ્વાસ છે મારો પ્રેમ મારા માટે તો કોઇ દિવસ અહંકારી ના બની શકે.” પુજા બોલી.

“બસ પુજા, હવે તૈયાર જ રહેજે તારી સરપ્રાઇજ આવવાની જ તૈયારીમાં છે. તારી આંખનો અંધકાર દુર થશે બસ હમણા જ.” પ્રેમ બોલ્યો.

પ્રેમએ ગાડી સાઇડમાં પાર્ક કરી અને પુજાને ગાડી માંથી બહાર ઊતારીને હાથ પકડીને ચાલવા લાગ્યો.

“પુજા તને શું લાગે છે? આપણે કયાં આવીયા હશુ?” પ્રેમ બોલ્યો.

“હું વિચારી ને કહુ, મારા કાનમાં થોડો પણ અવાજ પડે એટલે તરત જ તને કહી દવ કે આપણે કયાં છીએ.” પુજા બોલી.

હમ્મમ, તારી પાસે બસ થોડો સમય છે. ખબર પડી જાય તો બોલજે નહીતર પટ્ટી ખુલી જશે.

પ્રેમ પુજાનો હાથ પકડીને ચાલી રહયો હતો પણ પુજાના કાનમાં હજુ સુધી એ અવાજ નહોતો સંભળાયો એટલે પુજા થોડી મુંજવણ અનુભવી રહી હતી અને એટલા માં જ પ્રેમએ પટ્ટી ખોલી નાખી અને પુજાની આંખતો ખુલી ની ખુલી જ રહી ગઇ.

“આ શું છે પ્રેમ?”

“તને નથી દેખાઇ રહયુ હા? કે પછી આંખ ઉપર બાંધેલી પટ્ટી નો અંધકાર હજુ સુધી રહી ગયો છે?” પ્રેમ બોલ્યો.

“ના, પ્રેમ પણ એટલા બઘા સરપ્રાઇજ મળે તો કોઇ પણ આમ જ રીએક્ટ કરે. અને આ, આ તો મારુ સૌથી ફેવરીટ છે. મને ખળ ખળ અવાજ આવતો હતો પણ બોલી ના શકી.”

અને આજે તું જે આ દરીયા કિનારે લાવ્યો. મારી લાઇફનો સૌથી યાદગાર દિવસ માંનો એક દિવસ બની ગયો છે અેમ કહીને પ્રેમની બાહોમાં સરકી પડી. રોમેન્ટિક વાતાવરણ વધુ રોમેન્ટિક બની રહયુ હતું.

પ્રેમ અને પુજા બંને ઊઘાડા પગે દરીયાના છીછરા પાણીમાં ચાલી રહયા હતા એકબીજાના હાથમાં હાથ નાખીને. અને સામે જ સુરજ પોતાના ભારેખમ તડકો ધીમે ધીમે ઓછાે કરી રહયો હતો. આથમતો એ સુરજ આજે પ્રેમ અને પુજાને કાઇ વધુ જ સુંદર લાગી રહયો હતો અને પુજા માટે આજનો સુરજ કાઇ વધુ પડતુ જ લઇ આવ્યો હતો.

“પુજા તું ખુશ તો છે ને મારી સાથે? પ્રેમ એ ચાલતા ચાલતા પુજાને પુછયુ.”

“ના, પ્રેમ હું ખુબ જ ખુશ છું.” પુજા બોલી.

“પુજા જેટલી જીદંગી જીવી તેમાં તે ખુબ જ સાથ આપ્યો છે મારો અને હવે તો જીવ્યા એટલી બાકી પણ નથી અને હવે તારે સાચો સાથ નિભાવવો પડશે. ઘરડા થશુ એટલે છોકરા ઓના પણ અલગ નિયમો હશે અને તેમને આપણે પોતાની રીતે જીવવા પણ દેવા પડશે એટલે આપણે બંને ફરી એકલા પડી જશુ પણ તું છોકરા અને પતિ વચ્ચે કોને પસંદ કરીશ?” પ્રેમ બોલ્યો.

“તને તને અને મારા છેલ્લા શ્વાસ સુધી તને જ. જે મારા પ્રેમની ઇજ્જત ના કરે તેમનું મારી જીદંગી માં કોઇ સ્થાન નથી પછી તે આપણા છોકરા જ ભલે ના હોય. અને પ્રેમ તને કાઇ થઇ જશે તો હું પણ નહી જીવી શકુ એટલે જ હું તારી પહેલા મરવા માગું છું. જો તું જ આ દુનીયામાં નહી હોય તો મારા શરીરમાંથી પણ પ્રાણ નીકળી જશે.” પુજા બોલી.

“અત્યારે આપણે મરવાની વાત નથી કરવી. હજુ તો આપણે ઘણી લાઇફ એન્જોય કરવાની છે. હવે તો આપણે જવાન થયા છીએ પ્રેમ હસતા હસતા બોલ્યો.”

પુજા બસ પ્રેમના એ “સ્મિત”ને નિહાળી રહી હતી.

બંને ચાલતા ચાલતા એક પથ્થર પાસે પહોંચયા અને એકબીજાના ખંભા પર હાથ મુકીને બેસી ગયા. કાઇ અલગ જ વર્ણન અને કાઇઅલગ જ દ્રશ્ય બની રહયું હતું. બંને દરીયાના એ મોજાને નિહાળી રહયા હતા. દરીયા પરથી ઉડતા પંખીને જોઇ રહયા હતા. એક હાથ ખંભા પર હતો તો બીજો હાથ એકબીજાના હાથમાં. થોડી જ વારમાં બંનેના હોઠ જાણે એકબીજાના સ્પર્શ માટે તલપી ના રહયા હોય તેમ હોઠનું મિલન થઇ ગયુ અને વાતાવરણ ત્યાં જ સ્થગિત થઇ ગયુ. આંખો ચાર હતી પણ નજર એક જ હતી. નાક બે હતા પણ શ્વાસ એક જ હતો અને છેલ્લે શરીર બે હતા પણ જીવ તો એક જ હતો બસ આ જ હતો એમનો પ્રેમ. “અમર પ્રેમ!”

કદાચ ભગવાન પણ જોઇને ખુશ થતો હશે કે બે પ્રેમીએ મને “ભોગ” આપવાનું છોડી પોતાનાને “પ્રેમ” આપવાનું નક્કી કરયું.

સમાપ્ત.

Email id: kajavadarapiyush786@gmail.com

Mob. No. 9712027977