એક પત્ર Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પત્ર

એક પત્ર

પિયુષ એમ. કાજાવદરા

Email id:

Mob. No. 9712027977


બેટા જોવા જઇએ તો આ જીવન બોવ નાનું છે. એને પુરે પુરુ જાણવું એ તારા કે મારા કોઇના વશની વાત નથી. આજે હુ મારી ૬૦ વર્ષની વય પર પહોચયો છુ ત્યારે તને થોડુ ઘણું મેં કાઇ શીખયો છુ આ જીદંગીથી એ તને કહેવા માગુ છુ. લગભગ તને તારી આગળની જીદંગીમાં કામ લાગશે. હજુ તો તુ ૧૮ વર્ષનો છે. તારે બોવ બઘુ જોવાનું પણ છે અને જાણવાનું પણ. જો િદકરા આ દુનીયામાં આપણે બઘા શું કામ આવ્યા એ કોઇને ખબર નથી અને લગભગ કોઇ જાણવાની કોશીશ પણ નથી કરતુ પણ તુ એ કરજે. આપણે બઘા એ એક મકસદ સાથે અહીં જન્મ લીધો છે. તુ તારો એ મકસદ પહેલા જાણજે અને પુરો કરજે. તને જે ગમે તે કરજે. જો રમવાનું મન થાય તો મન મુકીને રમજે, જો ભણવાનું થાય તો ટોપ કરીને બતાવજે. કાઇ લખવાનું મન થાય તો અેવુ લખજે કે પથ્થર િદલ પણ રડી પડે અને કોઇની જીદંગી બદલી જાય એવુ લખજે. ટુંક માં તને જે મન થાય એ કરજે બીજાના મનની કઠપૂતળી બનીને જીદંગી વેડફી ના નાખતો. તુ બીજા શું કહે એ ના િવચારતો પણ તુુ જે કરે એમાં તારી જાત ને પુરી િનચોવી નાખજે પછી આ જીદંગી હાથમાંથી નીકળી જશે તો પાછી કયારે મળશે એની કોઇને ખબર નથી માટે આ જ સમય છે ને આ જ જીદંગી. પણ એક વાત યાદ રાખજે પોતાની અંદરના બાળપણને મરવા ના દેતો. ગમે એટલો મોટો થઇ જાય પણ મમ્મીના ખોળાને અને પપ્પાના પ્રેમને ભુલતો નહી એનુ સદાય ધ્યાન રાખજે. એના માટે તો સદાય તુ નાનો જ રહેવાનો એટલે કયારેય મોટા અવાજે સામો જવાબ ના આપતો. અને જયારે એ મારી ઉંમર એ પહોંચે ત્યારે તો એનુ ખાસ ધ્યાન રાખજે દરરોજ તો નહી પણ કયારેક કેમ છો મમ્મી? કેમ છો પપ્પા અવશ્ય પુછી લેે જે.

બીજુ તો શું કહું તને?
બેટા હવે સમય બદલાય છે તુ પણ સાથે બદલાવ લાવવાની ક્ષમતા રાખજે નહીતર આયા કોઇને કોઇની પડી નથી એવું પણ થશે કે સમય તને જ બદલી નાખશે. હું ઇચ્છુ જ છુ કે તને સફળતા મળે પણ જો મળી જાય તો અંહકાર ના જન્મે એનુ ધ્યાન રાખજે અને સફળતાનો શ્રેય પોતે જ ના લેતો પણ બઘાને આપજે ને સૌ કોઇનો આભાર વ્યક્ત કરજે. અને સંજોગોવશ િનષ્ફળતા હાથમાં આવે તો ઉદાસ થઇને બેસી ના જતો. હા, થોડાે દુખી જરુર થજે પણ આગલી જ ઘડી ઊભાે થઇને દોટ મુકવાની િંહમત રાખજે. કારણ કે અહીં કોઇ કોઇની રાહ નહી જુએ જયાં તુ હોવો જોઇએ ત્યાં તારી પહેલા કોઇ બીજો પહોંચી જશે. એટલે હાર નો ગમ ઓછાે મનાવજે.
ભુલ થઇ જાય તો માફી માગવાની િંહમત રાખજે. માફી માગવાથી કોઇ નાનું મોટુ તો નથી થતુ પણ એના િદલમાં તારા પ્રત્યે માન વધશે ને લગભગ એક સંબંધની નવી શરુવાત થશે િદકરા. મેં તો બોવ બઘાને ખોઇ દીધા છે એટલે તુ આવી ભુલના કરતો બેટા. કયારેક કામ કરતા ભુલ થાયતો ડરી ના જતો, કોઇના અટેંશનની જગ્યાએ િડસઅપૌંમેન્ટ થાય તો ડરતો નહી પણ યાદ રાખજે તુ કાઇ કરવા માગે છે એટલે જ આ થાય છે આગળ જઇને એ જ લોકો તને માન થી બોલાવશે. એટલે ડરના લીઘે મંજિલ થી દુર ના થઇ જતો.

તારી જવાની વેડફી ના નાખતો. આ જીદંગી નો બોવ નાજુક સમય છે. કયારે હાથમાંથી જતો રહેશે ખબર નહી પડે. િક્રકેટ ના પાવરપ્લે જેવુ કામ કરે છે. જયાં વિકેટ તો પડે છે પણ જોઇએ એટલા રન પણ એમાં જ બને છે. મારે પણ મારી જીદંગીમાં એક તક જોઇતી હતી પણ મારી પાસે ના હતી જે તારી પાસે છે. કોઇ છોકરી ગમી જાય તો િબન્દાસ પ્રપોઝ કરજે જો હા પાડે તો િદલ મુકીને પ્રેમ કરજે અને કદાચ ના પાડે તો િબલકુલ હેરાન ના કરતો એને અને તેની ભાવનાની કદર કરજે િદકરા. જવાની છે તો બીજાને જોઇને ચોક્કસ િસગરેટ ને દારુ પીવાનું મન થશે મને પણ થતુ પણ ધ્યાન રાખજે કાઇ એ શોખ આદત ના થઇ જાય. પહેલા શું કરવુ છે? શું બનવું છે? એ નક્કી કરજે કાઇ એકલા બેસીને પછી એવી દોટ મુકજે કે કોઇ પકડી જ ના શકે. સુતા, જાગતા, બેસતા બસ એ જ! એ જ! ને એ જ!
આંખોની ઉંઘ ઉડે તો ઉડવા દે જે, કાઇ ચેન ના મળે તો બેચેન થઇ જજે. પણ પાછો ના પડતો કયારેય આ જ તો સફળતાની શરુવાત છે. કયારેક ખાવા-પીવાના ફાફા પડશે તો કયારેક સુવાના પણ જો િદલમાં લગન અને મન માં પાગલપન હશે તો બેટા આમાં પણ આનંદ જ આવશે.

િદકરા તને એક વાર્તા કહું થોડી ધ્યાનથી વાંચજે...
આજથી લગભગ ૮૩ વર્ષ પહેલા જુનાગઢ ના એક નાનકડા ગામડામાં એક છોકરાનો જન્મ થયો. પપ્પા ખેડૂત હતા એટલે એના ભાગ માં પણ ખેતી જ હતી પણ આને તો બીજનેસ કરવો હતો. પપ્પાની પરીસ્થીતી એવી ના હતી કે પૈસા આપી શકે વધુ. પણ આ એમ માને તેમ ના હતો. ગમે તેમ મનાવી ને પત્ની સાથે શહેર આવી જ ગયો. જોયુ જાણ્યુ પણ કોઇ જગ્યાએ કાઇ મેળ પડે તેમ હતો જ નઇ. એટલે શરુવાતમાં તો બસ દરરોજ ખાવા-પીવાના મળી રહે એ માટે પ્રેટોલપંપ પર કામ કરયુ. કુરીયર આપવાના એવા નાના મોટા કામ કરયા. પછી થોડી ઓળખાણ વધી એટલે િપતરાઇ ભાઇ સાથે મળી ને એક ઓિફસ ખોલી લગભગ ૩પ૦ sq ft ની ટેક્ષટાઇલ ની. જેમાં એક ટેલિફોન હતો, એક ટેબલ ને ત્તણ ખુરશી. બે આિસસ્ટન રાખ્યા જે મદદ કરે. ત્યારે તે બે બેડરુમ વાળા ફલેટમાં ભાડે રહેતો. ધીરે ધીરે ધંધા એ દોટ મુકી પણ પાર્ટનરને ના ફાવ્યુ તો ભાગ અલગ કરયા પણ આ આરામથી ના બેઠો એકલા એ ધંધો સંભાળયો. સવારેે સૌથી પહેલા એની ઓિફસ ખુલે અને રાતના બઘા પછી બંધ થાય. ધંધો ફુલ ટુ સેટ થઇ ગયો અને બની ગયો બીજનેસમેન. ૩-૪ ટેક્ષટાઇલ કંપનીનો માલિક. જેની ઓિફસમાં એક ટેિલફોન હતો એ આજે ટેલિફોન કંપનીનો માલિક છે. જેને પ્રેટોલપંપ પર કામ કરેલુ આજે એના પુરા ભારતમાં પ્રેટોલપંપ છે.એ બીજુ કોઇ નહી આપણા ગુજરાતનું ગૌરવ "ધીરુભાઇ અંબાણી" છે. જેને શહેરમાં જઇને ખાવા-પીવાના ફાફા હતા તે આજે િવશ્વમાં બીજા નંબરના સૌથી વધુ અમીર બીજનેસમેન બની ગયા. જે બે બેડરુમ વાળા ફલેટમાં ભાડે રહેતા હતા આજે એના છોકરા ૧૨૦ માળના એપાર્ટમેન્ટમાં આરામથી રહે છે.
નામ તો ધીરુ હતુ પણ કામ બોવ ફાસ્ટ હતા એના.

"લડ, રડ, અકડ, જકડ, મકડ, રખડ ના કરીશ તુ કોઇ િફકર અને ઉડાવી દે દુનીયાની ચદ્દર
બંધ કર મૌં બીજાના ને ચાલુ કર કામ
નીકળી જશે જીદંગી હાથમાંથી હવે તો બંધ કર વાત"

બસ તુ આજ રીતે કાઇ મનમાં પરોવીને સમય અને બીજાની ફિકર કરયા વગર મહેનત કરજે. હું તને કાઇ અલગ િસધ્ધી એ જોવા માગુ છું. તારા દાદાના આિશર્વાદ સદાય તારી સાથે છે.

ખુબ ખુબ પ્યાર બેટા.

પત્ર સારો લાગે તો તમારો રીવ્યુ જરુર આપજો.

Email id:

Mob. No. 9712027977