Steve Jobs Ek Jivan Anek Uplabdhi books and stories free download online pdf in Gujarati

Steve Jobs...

સ્ટીવ જોબ્સ

એક જીવન અનેક ઉપ્લબ્દીઓ

પિયુષ કાજાવડારા

kajavadarapiyush786@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧) જન્મ

૨) સ્ટડી અને ભારતદર્શન

૩) એપલ કંપનીની સ્થાપના પહેલા

૪) એપલની સ્થાપના અને પોતાની જ કંપનીમાંથી થયો બહાર

૫) દ્ગીઠ્‌ કંપનીની સ્થાપના

૬) પોતાની જ કંપની એપલમાં પાછો બોલાવો આવ્યો

૭) ફેઈલર પ્રોડક્ટ ઓફ એપલ

૮) મૃત્યુ

૯) સ્ટીવના અમુક વિચારો અને એવોર્ડ

સ્ટીવ જોબ્સ - એક જીવન અનેક ઉપ્લબ્દીઓ

ઁૈએજર દ્ભટ્ઠદ્ઘટ્ઠદૃટ્ઠઙ્ઘટ્ઠટ્ઠિ

ાટ્ઠદ્ઘટ્ઠદૃટ્ઠઙ્ઘટ્ઠટ્ઠિૈએજર૭૮૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આજની આ ધમ-ધોકાર ફાસ્ટ ચાલતી દુનીયામાં કોઈને કોઈ વિશે વિચારવાનો પણ આરામ નથી એ જ રીતે ફાસ્ટ ચાલતા આ ટેકનોલોજીની દુનીયામાં પણ કોઈને બહુ જાણવાની પણ સહજતા નથી. યુજ બઘા કરે છે પણ એની પાછળ શું છે કેવુ છે એ લગભગ કોઈ જાણતુ પણ નથી અને લગભગ જાણવાની કોઈને રસસુધ્ધા પણ નથી. જે હોયતે આપણે શું તુ મોજ કરને વાપરીને ભાઈ. બસ! આમ જ ચાલતુ રહે છે.

ચાલો થોડુ વધુ જાણીયે આ ખતરનાક અને ઈન્સીપીરેશન ના સ્ત્તોત એવા સ્ટીવ જોબ્સ વિશે.

કેવા માટે તો ખુટે નહી એટલી વાતો છે.

૧) જન્મઃ

જન્મ થયો અમેરિકન કંન્ટ્રી માં ૨૪ ફ્રેબુઆરી ૧૯પપ ના રોજ અને જન્મતા વેત જ લગભગ એ આંખોમાં તેજ સાથે દુનીયાની ટેકનોલોજી જ બદલવા ઊંતરયો હશે. આશરે પ૬ વર્ષ જેટલુ જીવ્યા પણ પોતાને પુરે પુરો નીચવી નાખ્યો આઈ-ફોનની કંપની પાછળ. જેટલુ આપી શકતો હતો એટલુ આપીને ગયા.

સ્ટીવ જોબ્સનું સાચુ નામ "સ્ટીવન પૉલ" હતુ પણ સ્ટીવન પૉલ એ અનાથ હતા તો જયારે તે નાનો હતો ત્યારે એમના પિતા રેઈનહોલ્ડ જોબ્સ અને માતા કલારા જોબ્સે એમને એડોપ્ટ કરયા કારણકે એમને સંતાન થઈ શકે તેમ ના હતુ અને લગભગ પાંચ વર્ષ પછી બીજી એક છોકરી ને દત્તક લીધી.

તેમના પિતા એક મિકેનિક અને કારપેન્ટર હતા તો સ્ટીવ પણ ત્યાં જ ગેરેજમાં રહેતો અને તે નાની જ ઉંમરમાં રેડીયો અને ટીવીને ખોલીને રીપેઈર કરી નાખતો ત્યારથી જ એમના પપ્પા જાણી ગયેલા તેને ટેકનીકલ વસ્તુઓમાં વધુ રસ ઘરાવે છે.

૨) સ્ટડી અને ભારતદર્શનઃ

જોબ્સે પોતાનું ગ્રેજયુએશન રીડ કોલેજમાંથી પુરૂ કરયું. અને આગળ શું કરવુ હતુ એ તો એને ખબર ના હતી પણ કાઈ અલગ કરવુ હતુ એ જાણતો હતો. બ્રેનન જે જોબ્સનો સારો એવો મિત્ર હતો અને એના કહેવા મુજબ સ્ટીવ ૧૯૭૪ માં ખુબ સાદી લાઈફ જીવતો તે બે રૂમમાં જ રહેતો જેમાં એક ટેબલ અને એક ખુરશી અને એક બેડ હતો બસ એટલામાં જ એ ખુશ હતો. તેને સાઉથ ઈન્ડિયાનું સંગીત પસંદ હતુ અને એ જ સાંભળતો એ. ૧૯૭૪ પહેલા થોડા ઘણા પૈસાની બચત કરી કારણકે તેને ઈન્ડિયાના ટુર પર આવવાનુ હતુ. ૧૯૭૪ અડઘુ પત્યા પછી તે ઈન્ડિયા આવવા નીકળયો કાઈ નવું વિચારવા અને મગજને ફ્રેશ કરવા માટે. તે કોઈ નીમ કરોલી બાબા ને મળતા માગતો હતો પણ જયાં સુધીમાં તે આશ્રમમાં પહોંચી રહયો ત્યાં સુધીમાં તો બાબાનું નિઘન થઈ ચુકયુ હતું. પછી તે હેઈદાખાન બાબાજીને મળયો અને ઘણો સમય તેમની સાથે વિતાવ્યો સ્ટીવને હિન્દુ ધર્મ પ્રત્યે બોવ માન હતુ એટલે તે ધર્મ પરિવર્તન કરાવવા માગતો હતો પણ ભારત આવ્યા પછી બઘા આશ્રમમાં ફર્યાર્ પછી તેને હિન્દુ ધર્મમાં અંધશ્રદ્ધા વધુ દેખાઈ એટલે તેને પછી બુદ્ધ ધર્મ અપનાવ્યો.

થોડો ફ્રેશ થયો અને બોવ બઘા નવા વિચારોની સાથે લગભગ સાત મહીના પછી તે ભારતને ટાટા બાઈ કહીને પાછો પોતાના વતન ફર્યો.

૩) એપલ કંપનીની સ્થાપના પહેલાઃ

જયારે તે પાછો ફર્યો એના પછી તેનો પુરો દેખાવ બદલાય ગયો હતો હંમેશાં તેનો ફેસ કલીન અને તે ફોર્મલ કપડા પહેરતો થઈ ગયો સ્ટીવ અને તેના મિત્ર બ્રેનનએ બંને એ સાથે ઘણો ટાઈમ ઓંરેજ અને સફરજનના ફાર્મમાં વિતાવેલો અને હંમેશાં એ કાઈને કાઈ વિચાર્યા કરતા.

સ્ટીવ પરત ફર્યા પછી પોતાની ફેમીલી સાથે રહેવા લાગ્યો અને અટારીમાં જોડાયો જયાં તેને એક વીડયો ગેમ માટે સર્કિટબોર્‌ડ તૈયાર કરયુ જેના તેને એક સર્કિટબોર્‌ડના ૧૦૦ ડોલર આપવાનુ નકકી કરયુ અને તેને હા પણ પાડી દીધી.

૪) એપલની સ્થાપના અને પોતાની જ કંપનીમાંથી થયો બહારઃ

ત્યાર બાદ થોડા જ ટાઈમપછી ૧૯૭૭ માં સ્ટીવ જોબ્સ અને વોજનેઈક જે તેમની સાથે અટારીમાં જ કામ કરતો બંને એ એપલ કોમ્યુટરને ઈન્ટ્રોડયુસ કરાવ્યુ. આ પહેલી એવી પ્રોડક્ટ હતી જે કન્જયુમર પ્રોડક્ટ હતી અને બોવ માસ પ્રોડકશન કરલુ અને લગભગ ત્યારની ખુબ જ સક્સેસ ફુલ પ્રોડક્ટ રહેલી. પછી એ ભડનો દિકરો થોડીને કાઈ બેસી રહેવાનો હતો ધીરે ધીરે ખુબ આગળ ચાલી નીકળયો અને જોબ્સને બઘુ કામ પરફેકટ જોઈતુ તો એના ચેઈરમેન બન્યા પછી જો તેને કોઈ પણ કામ સરખુ જોવા ના મળે તેના એમ્પલોયી તરફથી તો તે કાઈ જોયા વગર ડાયરેક્ટ જ "યુ આર ફાયર" નીકળતુ.

આ બઘુ તો ચાલતુ રહયુ પણ એમાંથી બઘા એમ્પલોયી ઈન સિક્યોર ફીલ કરતા થઈ ગયા અને બઘા એ વાત કરી ડાયરેકશન ઓફ બોર્ડને અને અને તેને કંપની સાથે વાત કરી કે આ પ્રોડક્ટનુ માસ પ્રોડકશન કરવુ છે પણ તેના પર કોઈને વિશ્વાસના હતો કે બઘી પ્રોડક્ટ વેહચાઈ જશે એવો અને કંપનીને ખોટ જશે તો તેની ભરપાઈ કોણ કરશે એ વાતમાં પણ થોડી બોલાચાલી થઈ ગઈ. બીજા જ દિવસે સવારે સાત વાગ્યે મીંટીંગ બોલાવવામાં આવી અને સ્ટીવ પ્રેશર વાળી સ્થિતિમાં વધુ ગુસ્સા વાળુ વર્તન કરે છે એ આરોપમાં તેને ઝ્રર્ઈં ની ખુરશી પરથી કાઢી નાખવામાં આવ્યો અને તે જ તેની જાતે રીજાઈન કરીને કંપની મુકીને ચાલ્યો ગયો.

પણ તેનુ તન મન તો એપલ સાથે જ જોડાયેલુ હતુ અને થોડો ગુસ્સો પણ.

૫) દ્ગીઠ્‌ કંપનીની સ્થાપનાઃ

રીજાઈન કર્યા બાદ ૧૯૮પ માં તેને દ્ગીઠ્‌ કંપનીની સ્થાપના કરી અને તમે એમ જ સમજો કે રાતો રાત જ એવુ કમ્પ્યુટર બનાવયુ જે બહારથી પણ એવુ દેખાતુ હતુ કલરીંગ અને તમને અંદરની એપ્લીકેશન કેવી હશે એ કયાં કેહવાની જરૂર જ છે. તમને ખબરના હોય તો કેવ એમને પહેલુ લેપટોપ એવુ બનાવેલું કે જેની બોડી પણ કલરીંગ હતી. અને જેટલુ પ્રોડકશન કરેલુ એ બઘુ જ ખાલી અને દ્ગીઠ્‌ કંપની રાતો રાત ઉપર. અને થોડા સમય પછી તેને કમ્પ્યુટરની બીજી જનરેશન બહાર પાડી ૧૯૯૦માં અને તે ઈન્ટર પર્સનલ કમ્પ્યુટર હતુ જે પર્સનલ કરતા પણ પર્સનલ બનાવતુ તેમાં દ્ગીઠ્‌ મેઈલ સિસ્ટમ નાખવામાં આવેલી હતી. અને જે વિડીયો, ઈમેજ, વોઈસમેસેજ, ગ્રાફિક્સ બઘુ શેર કરી શકતુ. જેને તે સમયે કમ્યુનીકેશન અને ગ્રુપ વર્કમાં ખાસી એવી ક્રાંતિ લાવી દીધેલી.અને ૧૯૯૩ સુધીમા એટલે ૩ વર્ષમાં તેવા પ૦૦૦૦ મશીન વહેંચી નાખ્યા અને તેમનો પહેલો પ્રોફિટ લગભગ ૧.૦૩ મિલિયન ડોલર હતો. ત્યારથી જ એ બની ગયેલો સ્ટીવ જોબ્સ ધ મિલિયોનર. ૧૯૯૭ સુધીમાં તેને એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે વેબ ઓબ્જેકટ, અને એપલ સાથે ચર્ચા કરીને એપલ સ્ટોર, ૈ્‌ેહીજ વગેરે બનાવ્યા.

૬) પોતાની જ કંપની એપલમાં પાછો બોલાવો આવ્યોઃ

સ્ટીવ અહીં કાઈ ને કાઈ બનાવ્યા જ કરતો હતો અને ત્યાં એપલ કંપની એ સમજો મરવા જ પડેલી ના કોઈ નવી વસ્તુ હતી એની પાસે અને ના કોઈ બનાવવા વાળો જે હતો એ સ્ટીવ જ હતો જે એની પાસે ના હતો. તો પછી સ્ટીવને લેટર આવ્યો કે તું પાછો આવી જા અને કંપની જોઈન કરી લે એ પણ ચેઈરમેનના પદે. અમુક ને ઈગો નડી જાય પણ સ્ટીવનું દિલ પહેલે થી એપલ સાથે જોડાયેલુ હતું. તો બહુ વિચારના કર્યો પણ એક ડીલ મુકી દ્ગીઠ્‌ કંપનીને ખરીદવાની. અને ડીલ પર વિચારતો થાય જ. ૧૯૯૬માં એપલે જાહેર કરયુ તે દ્ગીઠ્‌ કંપનીને ૪૨૭ મિલિયન ડોલરમાં ખરીદશે. ૧૯૯૭માં ડીલ ફાઈનલ થઈ ને સ્ટીવ આવ્યો પરત પોતાના સ્વર્ગમાં. અને ધીરે ધીરે સ્ટીવના ગાઈડન્સ નીચે કંપની પહેલા જેવો પ્રોફિટ કમાવા લાગી અને થોડા જ ટાઈમમાં સ્ટીવને પરમેનેન્ટ ઝ્રર્ઈં બનાવી દેવામાં આવ્યો.

હવે તો એ લેપટોપ અને કમ્પ્યુટરમાં લગભગ કાઈ બાકી ના હતુ બનાવવામાં. તો એની નજર ગઈ સેલલ્યુલર એટલે કે મોબાઈલ ફોન પર. અને આ સ્ટીવ કાઈ પણ મુકવા ના માગતો હોય તેમ લાગી પડયો તેના પર. અને તે મિલિયોનર બન્યો તો પણ તે જ બે રૂમ એક ટેબલ અને એક એક ખુરશી અને બેડ વાળા મકાનમાં જ રહેતો. અને હજુ તેના રૂમમાં એક ગાંધીબાપુનો ફોટો અને બુદ્ધ ભગવાનનો ફોટો પણ રહેતો. તે અહિંસા અને સાદાઈમાં માનતો એટલે તે ગાંધીબાપુનો ભકત હતો. આપણા માંથી હજુ ઘણા બાપુને નઈ માનતા. ૨૯ જુન ૨૦૦૭ માં તેને પહેલો એપલ આઈ-ફોન રીલીજ કર્યો થોડી ખામી હતી તો પણ સક્સેસ ગયો. એને સાદાઈ વધુ પસંદ હતી એટલે જ એપલ પણ એન્ડરોઈડ જેવો કોમ્પ્લીકેટેડ નઈ બનાવ્યો. અંદરના બઘા ફીચર્સ પણ નોર્મલ જ રાખ્યા. અને રીનોવેટ કરતા કરતા દર વર્ષે એક ફોન રીલીજ કરે. પછી ધીમે ધીમે હેલ્થનો ઈસ્યુ થવા લાગ્યો અને સ્ટીવ કંપની પર ખાસુ ધ્યાન આપી ન હોતો શકતો. પણ પ્રોફિટ કમાવાનો રસ્તો બતાવી દીધો હતો.

સ્ટીવને કેન્સર હતુ અને તે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ને ૧૭ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ પોતાની જોબ પર આવ્યો. અને તો પણ ઘણી વાર મેડીકલ લીવ લેવી પડતી એટલે તેને ૨૪ ઓગસ્ટ ૨૦૧૧ના મીંટીંગ બોલાવી અને તેના કંપની માટે ના એ લાસ્ટ વર્ડ હું તમને કહેવા માગુ છુ કે હુ કહેતો હતો કે એક દિવસ એવો આવશે જયારે હું મારી ડયુટી પુરે પુરી નઈ કરી શકુ અને મારી આંકાંક્ષા પણ અધુરી પડી રહેશે. અને એ દિવસ આવી ગયો છે અને આજે હું મારી જોબ પરથી રીજાઈન કરૂ છું. અને ટીમ કુકને નવો ઝ્રર્ઈં બનાવુ છું.

૭) ફેઈલર પ્રોડક્ટ ઓફ એપલઃ

૧૯૮૦ માં એપલે પર્સનલ કમ્પ્યુટર બનાવ્યુ જે સ્ટીવ વોજનેઈક એ ડીજાઈન નહોતું કરયુ તો શું આવ્યુ પરિણામ એક સુપર બગડેલું મશીન જે ખુબ સરળતાથી ગરમ થઈ જતુ અને વારંવાર થતા નાના મોટા અકસ્માતમાં કયારેક મઘરબોર્ડ ઉડી જતુ તો કયારેક ચિપ્સ બળી જતી.

પછી ૧૯૮પમાં લીસા એ પણ ટ્રાય મારી અને બીજુ પર્સનલ કમ્પ્યુટર બનાવ્યુ જેની કિંમત રાખી ત્યારે ૯૯૯પ ડોલર પણ ત્યારે પણ કંપની હારી ગઈ અને ૧ જ વર્ષમાં ૪૧૦૦ માં ઓફર મુકી.

પછી ૧૯૯૦માં પોર્ટેબલ મેક બનાવ્યુ જે એની બેટરી જલ્દી પુરી થઈ જવાને લીઘે ફેઈલ ગયુ. ઉપરથી ૧૬ કિલો વજન જે કોણ ઉપાડે અત્યારે? ત્યારે જ ટેબલેટ બનાવ્યુ તો એમાં પણ સેમ પ્રોબલ્મ બેટરી પ્રોબલ્મ અને હાર્ડ હતુ સ્ક્રીન પર વાંચવાનુ પણ. પણ તેને અત્યારેર્ ૈંજી માટે ખુબ સારી એવી પ્રેરણા આપી ગયુ અને સરળ ટેબલેટ બનાવવાની રીત પણ. પ્લે સ્ટેશન બનાવ્યુ તો એ પણ ફેઈલ રહયુ માર્કેટમાં. હોકીમાંથી જોઈને હોકી પક માઉસ બનાવ્યુ પણ ખોટી ડિજાઈન અને રાઉન્ડ શેપ જે પકડવામાં મેળ આવે તેવો ના હતો તો એ પણ ફેઈલ રહયું.

૮) મૃત્યુઃ

અને રીજાઈન કર્યાના પાંચ જ વીક બાદ સ્ટીવ મૃત્યુ પામ્યા અને લાસ્ટમાં તે એપલ આઈ-ફોન પ ને ઈન્ટ્રોડયુસ કરાવીને ગયા.

તેમનુ મૃત્યુ લગભગ બપોરના ૩ વાગ્યે પ ઓક્ટોબર ૨૦૧૧ ના રોજ થયુ.

તેના મૃત્યુ પછી પણ એક વીક સુધી એપલની સાઈટ પર એક સીમ્પલ પેજ જ આવતુ જેમા સ્ટીવ જોબ્સ લખેલું હતું. અને માઈક્રોસોફટ, એપલ, ડીજની, અને ડીજનીલેન્ડે એક વીક સુધી અડઘો ઝંડો લટકાવેલો. અને સ્ટીવ જોબ્સનું પુતળુ પણ બનાવવામાં આવ્યુ ગ્રાફિસોફટ નામના પાર્કમાં. અને તેમના મૃત્યુ દિવસને તેમની યાદમાં સ્ટીવ જોબ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

૯) સ્ટીવના અમુક વિચારો અને એવોર્ડઃ

અમે એક કંપનીમાં ચાર સાથે કામ કરતા અને અમને અમારી નેગેટીવીટી ખબર હતી એટલે અમે હંમેશાં બેલેન્સ સ્પેસ રાખતા એક બીજા વચ્ચે એ તમે જાણો કે બીજનેસ કયારેય એક વ્યકિત નથી કરી શકતો એના માટે એક મજબૂત ટીમ વર્ક જરૂરી છે.

હંમેશાં જ્જ્ઞાન મેળવવા માટે ભુખ્યા રહો શીખવા માટેની કયારેય કોઈ ઉંમર નથી હોતી અને સફળતા પાછળ પાગલની જેમ દોડો.

તેને ઘણા એવોર્ડ સાથે નવાજવામાં આવેલા તેમને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે અને એવા જ બીજા છ એવોર્ડ મળેલા છે. મોસ્ટ પાવરફુલ પર્સન, બેસ્ટ પબ્લીક સર્વીસ, આવા અને બેસ્ટ ટેકનોલોજી નો પણ એવોર્ડ મળેલો છે.

એના પર ઘણી ફિલ્મો પણ બનેલી છે અને ડીજનીલેન્ડમાં પણ ખાસ્સો એવો ભાગ હતો એનો. ઘણી એનીમેશન અને ગ્રાફિક્સ વાળી ફિલ્મો માં એનુ યોગદાન હતુ. તેના મૃત્યુ પહેલા તે આઈ-ફોન ૭ સુધી બનાવીને ગયેલો પણ પ સુધી જ લોન્ચ કરી શકયો. પણ તેની કાબેલીયત કોઈ માપી શકે તેમ ના હતુ પ૬ વર્ષની ઉંમરમાં મૃત્યુતો પણ દ્ગીઠ્‌ કમ્પ્યુટર બનાવ્યુ, આઈ-ફોન, આઈ-પોડ, આઈ-માઈક અને અંદરની બઘી જ એપ્લીકેશન અને ઘણી બઘી ગેમ પણ. તેને આઈ સાથે ઘણો લગાવ હતો એટલે તે પોતાને ઝ્રર્ઈં નઈ પણ ૈઝ્રર્ઈં કહીને બોલાવતો.

આવા માણસને કોણ ભુલી શકે જેને ટેકનોલોજીને એક પારથી બીજા પાર પહોંચાડી દીધી. અને લગભગ મને ખબર છે તો પહેલુ વાયરલેસ માઉસ પણ તેને જ બનાવેલુ.

જેને પણ ટેકનોલોજી ક્ષેત્રે રસ હોય તો તેનો આઈડલ સ્ટીવ જોબ્સ જ હોવો જોઈએ એવુ મારૂ માનવુ છે.

સલામ છે ભઈલા તને.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED