Ishq books and stories free download online pdf in Gujarati

ઇશ્ક

ઇશ્ક

પિયુષ એમ. કાજાવદરા

Email id:

Facebook: www.facebook.com/kajavadara

મારી એક પરમ મિત્ર, પાકી મિત્ર, મિત્રનો ખિતાબ બહુ નાનો લાગશે એક બેસ્ટ ફ્રેન્ડથી પણ કાઇ વિશેષ, કહેવાય છે ને જયાં લોહીના સંબંધ નાના લાગે તે મિત્રતા બસ એવી જ છે એ પણ. કોઇ પણ સંબંધ નથી તો પણ બહુ મોટો સંબંધ છે મારો એની સાથે.
નામ છે એનું પૂર્વી. થોડી વધુ જ ખાસ છે મારા માટે ખબર નહી લગ્ન પછી આ મિત્રતા ખટકશે કે નહી પણ અત્યારે કોઇ એવો વિચાર કરયો નથી અને ખાસ હોવા પાછળ નું પણ બહુ મોટું કારણ છે. કોઇ દિવસ કોઇ પણ કામ ની ના નહી અને માત્ર કામ માટે જ મિત્રતા રાખે તો મિત્રતા ઓછી અને ગરજુ મિત્ર કહેવું વધુ સારું રહે પણ નહી કોઇ દુખ હોય તો હંમેશાં શેર કરવા પહેલી આવે. હું કાઇ ના કહું તો પણ એને પહેલા ખબર પડી જાય. કયારેક મૂડઓફ હોય તો ફટાકે મૂડઓન કરી દે. ટૂંકમાં કહુ તો મારા જીવન ના બધા જ રીમોટ કન્ટ્રોલ એ જાણે છે.
હવે વાત છે એ જ કહી દવ!
પૂર્વી એકદમ સંસ્કારી છોકરી, કોઇપણ જાત ની ખોટી ટેવ નહી અને હંમેશાં જ પોતાની અને પોતાના પરિવારની મર્યાદા માં રહી ને જ કામ કરવા વાળી. પપ્પાને કયારેય દુખ થાય તેવું કામ કયારેય ના કરે પણ બસ એક કામ ખોટું થઇ ગયું પૂર્વી થી નહી પણ એના દિલ થી. સાલો પ્રેમ થઇ ગયો અને એ પણ ગાંડો.

કોઇ ના બે શબ્દો સાંભળી ને તૂટી જાય એવો નહી પણ પવિત્ર કહેવાય તેવો જે બધા બંધન થી ઉપર તરી આવતો હોય તેવો. જયાં પરિવાર, સમાજ, અને આ દૂનીયા અને છેલ્લા ભગવાન પણ આવે તો પણ કદાચ ના તૂટે એવો આ પ્રેમ. અજીબ લાગતો આ શબ્દ પૂર્વીના દિલને વળગી ગયો.

વાત એવી થાય છે હવે પૂર્વી તેના પ્રેમી વગર રહી નથી શકતી અને બધા લગભગ જાણે જ છે જયારે માણસ પોતાના “કમ્ફરટ” જોન માં આવે છે ત્યારે તે તેમાંથી નીકળવા નથી માગતો અને બસ પુરી લાઇફ એ કમ્ફરટ જોન માં જ વીતાવવા માગે છે. બસ પૂર્વીનું એવું જ હતું તે જાણતી હતી આગળની પુરી લાઇફ તેના પ્રેમી સાથે મસ્ત નીકળશે કારણકે તે તેની સાથે કમ્ફરટેબલ થઇ ગઇ હતી અેટલે તેનો સાથ હવે આ જન્મ માં છોડવો ખૂબ જ અઘરો લાગતો હતો.
અને જો પરિવાર સાથે વાત કરે તો બધી તેની આજાદી દૂર થઇ જશે અને એક બંધક ની જેમ તેના પરિવાર સામે જ નજરકેદ થઇને રહી જશે તે પૂર્વી જાણતી જ હતી.
પણ પ્રેમમાં બધુ કરવું આસાન હોય છે પૂર્વી તેના પ્રેમી સાથે કમ્ફરટ હતી એટલે રહેવા માંગતી હતી પણ સાથે સાથે કોઇ પણ એવી પરિસ્થિતિ આવે જે માં તે કમ્ફરટેબલ ના હોય તો પણ તેની સાથે જ રહેવા માગતી હતી કારણકે એ જ પ્રેમ છે. પરિસ્થિતિ ગમે તેવી આવે એકબીજાને સમજવા ની સમજણ શક્તિ બંને માં હતી.
પૂર્વી પોતાના પરિવારને જાણતી હોવા છતાં તેણે બધી વાત ઘરે કરી. પોતાની પસંદનો પ્રસ્તાવ એવાં નિર્દયો સામે મૂક્યો જે લગભગ કયારેય તેમને સમજી નહોતા શકવાના પણ તો પણ પૂર્વી એ નકકી કરેલું લગ્ન કરીશ તો પરિવારની રાજીખુશી થી નહીતર લગ્ન જ નહી કરું.
પૂર્વી એ ઘરે વાત કરી દીધી એટલે સમજી લ્યો પૂર્વીની ૭૦-૮૦ ટકા લાઇફ તો પતી જ ગઇ. બઘા જ ઘર માં ઓળખીતા હોવા છતાં પણ અજાણ્યા હોય તેવો વ્યવહાર થવા લાગ્યો. મમ્મીએ તો ૩-૪ થપ્પડ પણ લગાવી મૂકી અને પપ્પા પૂર્વી માટે છોકરો જોવા લાગ્યા.

આ તો બસ બહાર ની વાતો થઇ હવે થોડી અંદર ની વાત કરું કે જયારે પ્રેમ થઇ જાય અને પછી કેટલી તકલીફ પડે છે જયારે નીભાવવા નો સમય આવે છે ત્યારે.
પૂર્વી એક શાળામાં નોકરી કરતી હતી. તે નોકરી પણ બંધ કરાવી દેવા માં આવી. પૂર્વીનો પોતાનો મોબાઇલ લઇ લેવા માં આવ્યો. વગર કામે ઘરની બહાર નીકળવા નું પણ બંધ કરાવી દેવામાં આવ્યું. સૌથી મોટી વાત ઘરમાં બધા એ પૂર્વી સાથે અજાણ્યા બનીને રહેવાનું શરુ કરવામાં આવ્યું. કોઇને પૂર્વી ના સવાલો ના જવાબ નહી આપવાના તો હવે પૂર્વી સાથે વાત કરવી એ તો બહુ દૂરની વાત હતી.
પૂર્વી એ બસ એક ખૂણો પસંદ કરયો હતો જે હવે પૂર્વીનો બેસ્ટ ફ્રેન્ડ હતો. તે ખૂણાને પૂર્વી સાથે વાતો કરવા માં કોઇ પણ જાત નો પ્રોબલ્મ ના હતો. કારણકે તે નિર્જીવ પહેલા અને પછી નિસ્વાર્થ હતો. પૂર્વીની બધી વાતો એટલે જ તે સાંભળી લેતો. પૂર્વીની હાલત નો સાક્ષી બસ તે એક ખૂણો જ હતો.
પૂર્વી સાથે ઘર માં તો કોઇ વાત ના કરતું બસ તે ૨૪ કલાક એકલી જ રહેતી અને તેને ઘર માંથી બહાર નીકળવા ની પણ પરમીશન ના હતી. મને તો તેની હાલત જોઇને બહુ દયા આવતી કારણકે છેલ્લા લગભગ ૨ વર્ષથી તે આ બધાનો સામનો કરી રહી હતી અને તે બસ ૪ દિવાલની અંદર જ રહેતી હતી. આજસુધી મેં એટલી સહનશીલ છોકરી નથી જોઇ. તમે પણ કયારેક ૨ દિવસ ઘર ની બહાર નહી નીકળતા તમે જાતે જ સમજી જશો એમ જ ઘર માં પડયા રહેવાથી કેટલા ખરાબ વિચારો આવે તે. જ પૂર્વી છેલ્લા ૨ વર્ષો થી તેનો સામનો કરી રહી હતી.
જયારે આપણને કોઇ સમજવા વાળુ નથી હોતું ત્યારે આ દૂનીયા ખરાબ, સ્વાર્થી અને મતલબી લાગવા લાગે છે. આપણે હારી જઇએ છીએ. હું જાણતો નથી કે દૂનીયામાં ભગવાન છે કે નહી પણ એ જરુર જાણું છું કે જયાં શ્રધા હોય ત્યાં લગભગ બધુ મળી રહે છે અને ભગવાન પણ એ જ કામ કરે છે જો તમને શ્રધા હોય તો તમારું કોન્ફીડેન્સ લેવલ વધારી દે છે અને એ કામો કરવાની હિંમત અપાવે છે જેનો તમને ડર સતાવ્યા કરતો હોય. બસ એક વાત યાદ રાખવી ભગવાન શ્રધાનો વિષય છે દાન નો નહી. પૈસા થી ભગવાન ના ખરીદી શકો, પૈસા થી માણસ જ ખરીદી શકાય.

પૂર્વી એક માસુમ છોકરી જે ના પર એટલા અત્યાચાર કરવા માં આવ્યા. જયાં સુધી તેણે તેના પપ્પા ને કાઇ કહયુ ના હતું ત્યાં સુધી તેના પપ્પા પણ એટલા જ લાડ કરતા પૂર્વી ને અને જેવું કહ્યુ એટલે બધા લાડ ગાયબ થઇ ગયા હવે આ પપ્પા ના પ્રેમને કઇ રીતે નિસ્વાર્થ પ્રેમ કહેવો? જયાં ઇગો, અહંમ અને અહંકાર વચ્ચે આવી જતો હોય?
પૂર્વી પર કોઇ ને ટકાવાર નો પણ વિશ્વાસ ના હતો. જો તેને બહાર જવું હોય તો પહેલા સો સવાલ ના જવાબ આપવાના અને તો પણ પછી મમ્મી સાથે આવે જ ધ્યાન રાખવા. સમજતા નહોતા કોઇ કે એને જો ભાગવુ જ હોય તો તે એટલી મુશ્કેલી નો સામનો કરે જ શું કામ? તમારા બધા જેવા કાયરો અને નિર્દયો સામે નિડરતા થી બધુ કહે જ શું કામ? પણ એટલી બુદ્ધિ ચાલે તેવા સમજદાર તે લોકો કયાં હતા.
એક બાજુ પરિવાર હતો તો બીજી બાજુ તેનો પ્રેમી. પૂર્વી ને બંને નો સાથ જોઇતો હતો પણ લગભગ એ બંને નો સાથ તેના ભાગ્ય માં ના હતો. પરિવાર તરફથી શરતો આવવા લાગી.
તેની સાથે લગ્ન કરવા હોય તો અમારી સાથે સંબંધ તોડવા પડશે. અમે તારા ઘરે નહી આવીએ અને તું અમારા ઘરે.
હવે તમે જ વિચારો કોઇ છોકરી જે પોતાના પરિવારની સંમતિ લઇને લગ્ન કરવા માગે છે તો પણ આ બઘા ને વાંધો છે જો પૂર્વી ભાગી ને લગ્ન કરી લે તો આ જ પરિવાર થોડા સમય માં તેની સાથે ફરીથી ભળી જાય પણ પૂર્વી ને પરિવારની આબરુ જાળવી રાખીને લગ્ન કરવા હતા.
પૂર્વીએ પોતાના બર્થ ડે પર ફરીથી પોતાના પપ્પાને વાત કરી જવાબ માં થોડો પણ ફરક ના હતો જે પહેલા જવાબ હતો એ જ જવાબ આજે ફરી મળયો. પૂર્વી પોતાના બર્થ ડે ના જ દિવસ માયુસ થઇ ગઇ. મમ્મીએ દુખ માં સહેજ વધારો કરતા કહયું. તારે આપણી બાજુ વાળી છોકરી જેવું જ કરવું છે ને ભાગી ને લગ્ન. તો પછી અમને શું કામ ને પૂછે છે? કરી લે જા તું.

પૂર્વી એ દિવસે સૌથી વધુ રડી અને એ જ દિવસે તેનો જન્મ-િદવસ પણ હતો. રડવાનું કારણ પપ્પા એ ના પાડી એ ઓછુ પણ મમ્મીએ એવી છોકરી સાથે સરખામણી કરી જેવી પૂર્વી થોડી પણ નહોતી.
સરખામણી!
એક એવી વસ્તુ જે લગભગ બધા ના માં-બાપ બીજા ના છોકરા સાથે કરતા હોય છે. જો પૂર્વી એ ભાગીને લગ્ન કરયા હોય તો કહે તો સમજી પણ લઇએ પણ જે થયુ જ નથી એના વિશે કહેવું તે બરાબર નથી. અને સરખામણી તો થાય જ છે. જો પેલા મોહનભાઇ નો છોકરો ૯૦ ટકા લાવ્યો અને તું? ૭૦ લઇને આવ્યો? જો આ જ વાત સામે તેને કરીએ તો એમનું અભિમાન વચ્ચે આવે. આપણે કહીએ જો પપ્પા પહેલા ના પપ્પા એમના છોકરા ને શેવિંગ રાખવા દે છે, વાળ મોટા કરવા દે છે. આ તો નાની વાત થઇ તેના પપ્પા એટલા ફ્રેન્ડલી છે કે તેના છોકરા ના લવ મેરેજ માં પણ તેમને વાંધો નથી. તો હવે પપ્પાને કેટલુ ખોટું લાગશે? બસ એ જ વિચારીને પૂર્વી કાઇ બોલતી નહી. કારણકે મર્યાદા હોવી જોઇએ મોટા ની જે તે રાખતી. દિલ તો નાના નંુ પણ દુભાય જ છે જયારે કોઇ મોટા બીજા સાથે સરખામણી કરે પણ તેઓ સમજતા નથી તે. અને બીજી વાત હંમેશાં હું જ સાચો, હું જ સાચો એવું ના રાખવું આપણા થી નાના કહે તે પણ સાચું હોય જ છે.
પૂર્વીએ છેલ્લા એક વર્ષથી બહારનો રોડ પણ સરખો નહોતો જોયો. બસ સવારે જાગી ને તૈયાર થઇ એ જ ઘર માં પડયુ રહેવાનું પરિવાર સમક્ષ નજરકેદ થઇને.
તેની એકરાત પણ એવી નહોતી ગઇ કે તે રડી ના હોય. પ્રેમ કરતા વિરહની યાતના હંમેશાં વધુ જ હોય છે. તે હજુ રાહ જોઇ રહી છે કે પપ્પા હા, પાડી દેશે, માની જશે મારા પપ્પા.
પૂર્વી એક પરી જેવી સુંદરતા વાળી છોકરી. જે એક તંદુરસ્ત શરીરની માલિક હતી જે આજે બસ હાડપિંજર જેવી દેખાઇ છે. તેના નરમ ગુલાબી હોઠ આજે સુકાઇને પડેલા ગુલાબ ના ફૂલ જેવા કાળા પડી ગયા છે. તેની એ કાળી મોટી આંખો ની આજુબાજુમાં આજે કાળા કુંડાળા પડી ગયા છે. ગોળ મટોળ અને રુ જેવા નરમ ગાલ આજે સુકાઇ ગયેલા પાંદડા જેવા ખરબચડા બની ગયા છે. કાળા અને સહેજ ભૂરા લાંબા વાળ આજે સફેદ થવા લાગ્યા છે. ટૂંકમાં જેટલી સુંદરતા હતી તે બધી જ નષ્ટ થવા લાગી છે પણ દિલની સુંદરતા હજુ એટલી જ છે નહી બહુ વધારે રંગીન અને ચમકદાર થવા લાગી છે. મેં જોયુ સાચો પ્રેમ હોય છે ફિલ્મો માં જ નહી હકીકતમાં પણ હોય છે.
પૂર્વી ની હાલત પણ કાદવ માં ફસાયેલા કમળ જેવી હતી જયાં કાદવ માંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું. કાદવ નું બીજુ નામ “સમાજ અને પરિવાર” કહી શકાય બંને માં કાઇ ફરક નથી. કાદવ પણ “ગંધાતો” હોય છે અને આ સમાજ પણ એટલો જ ગંધાતો છે. પણ બંને તો પણ પૂર્વી જેવા કમળ ને જન્મ આપે છે ફરક બસ એટલો જ છે પેલો કાદવ તે કમળ ને” મૂરજાવા” નથી દેતું પણ આ સમાજ નામ નો કાદવ એકદમ ગંધાતો કાદવ કમળ ને “ખીલવા” પણ નથી દેતુ અને “મરવા” પણ નથી બંનેની વચ્ચે રાખી “અડઘું મરેલુ” રાખે છે.
પૂર્વી ને હજુ રંજ નથી કે તેના પપ્પા માન્યા નથી પણ તે વાત નો ઉંમગ જરુર છે કે તેને પોતાનો પ્રેમ બખુબી નિભાવ્યો છે.

આ પ્રેમ ની લડાઈ માં હારયુ કોણ અને જીત્યું કોણ? તેનો નિર્ણય લેવો બહુ કઠીન છે પણ મારી દ્રષ્ટી એ તો સાફ જ છે. પૂર્વી નો પ્રેમ જીતી ગયો ભલે પપ્પા સામે નહી પણ બીજા કરોડો પ્રેમીઓ ના દિલ ને સ્પર્શી ગયો. અને હાર્યા પૂર્વી ના પપ્પા. કઇ રીતે હાર્યા તો પૂર્વી ના પપ્પા ધીમે ધીમે પૂર્વી ના દિલ માં રહેલો એ જૂનાે પ્રેમ હારી ગયા, પૂર્વી ના દિલ માં રહેલી એ પપ્પા ની આદર્શ છબી હવે ધૂંધળી થઇ ગઇ. સમાજ ના મોભા સામે પોતાની જ દીકરી ના સપના હાર્યા. પોતાની જ દીકરી નું જીવન હાર્યા. બીજા ના ડર થી ઘર માં પુરી રાખેલી દીકરી સામે પપ્પા થી અપેક્ષિત લાગણીઓ હાર્યા. પણ! પૂર્વી? ના, તેના માટે હજુ તે જૂના જ પપ્પા હતા અને તે તેના પપ્પા ને એટલો જ પ્રેમ કરતી હતી જેટલો પહેલા કરતી હતી એટલે જ તો પૂર્વી નો પ્રેમ નિસ્વાર્થ અને તટસ્થ હતો જે સમય ના વહેણ સાથે દિશા નહોતો બદલતો.

તેની આ હાલત જોઇને મારી આંખ માંથી કયારેક આંસુ આવી જાય છે લગભગ તેણે પ્રેમ ની બધી કસોટી પાસ કરી છે પણ રિજલ્ટ આવવા માં બહુ સમય ના લાગી જાય તો સારું નહીતર ફરી થી “લૈલા-મજનુ, હીર-રાંજા, રોમિયો-જુલીયટ” ની જેમ ફરી એક સાચો પ્રેમ અધુરો ના રહી જાય તેનો ડર છે મને.


સત્ય ઘટના
હજુ સમાપ્ત નથી થઇ સમાપ્ત ત્યારે જ થશે જયારે પૂર્વી અને તેના પ્રેમી બંને ના પરિવાર માની જાય. તમારી દુવાઓ મોકલજો.
આભાર!

Email id:

લેખક વિશે

હું પિયુષ કાજાવદરા એક મિકેનીકલ એન્જીન્યર છું અને મને લખવાનો બહુ શોખ છે. હવે તમે શોખ કહો કે પ્રોફેશન એક જ રહેશે બંને. મારી યાત્રા બહુ લાંબી નથી પણ ચાલુ પુર જોશ માં થઇ છે. માતૃભારતી એ સારું એવું પ્લેટફોર્મ આપ્યુ છે. મારી ધણી સ્ટોરી અવેલેબલ છે જ અને ટુંક સમય માં જ એક બીજી નોવેલ લઇને આવી રહ્યાે છું. પ્રતિભાવ આપવાનું ચૂકતા નહી અને તમારા પ્રતિભાવ જ અમને વધુ સરસ લખવા દોરે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED