Love Dreams Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Dreams

Love dreams

Piyush Kajavadara

Email Id:Kajavadarapiyush786@gmail.com

પ્રસ્તાવના:

“પ્રેમ પ્રેમ ને પ્રેમ િહન્દીં િફલ્મની પરાકાષ્ઠા કે પછી જીવનની એક હકીકત.”

આપડી યુથ જનરેશન માટે નો સળગતો પ્રશ્ન એટલે લવ,પ્રેમ,હેત બાકી તમે જે કહેતા હોય તે… પ્રેમ એક અવ્યાખ્યાયિત પદ છે. પણ જો કોઇ મને કહે કે પ્રેમ એટલે શું? તો મારા મતે તો બસ એક જ શબ્દમાં એની વ્યાખ્યા છે. “િનસ્વાર્થ” જો કોઇ બીજાની િનસ્વાર્થ મદદ કરે,તેને હંમેશાં ખુશ રાખવાની કોશીશ કરે, તેનું ધ્યાન રાખે એજ તો પ્રેમ છે પછી એ એક પરીવાર તરફથી પણ હોઇ કે પછી એક િમત્ત તરફથી પણ.
આમતો પ્રેમની શરુવાત એક નાનકડી એવી દોસ્તીથી જ થાય. પહેલા કયારેક વાત થાય પછી ધીરે ધીરે આદત થઇ જાય પછી ધ્યાન રાખવાનું, ત્યાં સુધીમાં તો ભુરો પ્રેમમાં પાગલ થઇ ગયો હોય. સપના પણ એના જ આવતા હોય.વાર શું એમાં? આપડે તો સાથે જીવશુ ને સાથે જ મરીશુ…

પ્રેમમાં કાઇ શરતો નથી હોતી કે તુ આમ કરીશ તો જ હુ તને લવ કરીશ નકર નહી. જો શરતો આવી જાય તો એ િનસ્વાર્થ શાં નો? શરતો વાળો પ્રેમ તો લગભગ ટેમ્પરરી જ થાય પરમેનેન્ટ નઇ. ટેમ્પરરી માં ભી કોઇ પ્રોબલ્મ નથી જો બંને પાર્ટી રાજી હોય તો. બાકી કોઇની િફલીંગ્સ હર્ટ કરીને ના કરવો. બોવ ડેન્જર ટાઇપ છે આ પ્રેમનો કોઇની જીદંગી બરબાદ થાય તો કોઇ િફલીંગ્સ લેસ પણ થઇ જાય. પ્રેમમાં પણ જબરુ થાય છે કાલનો છોકરો કે છોકરી જે ઘરમાં કયારેય ખોટું નહી બોલ્યા હોય તે પ્રેમમાં પડે પછી બોલવાનું ચાલુ કરે. એ પણ પાછા ફુલ કોન્ફીડેન્સ થી એવુ જ લાગે ના ના સાચુ તો આ જ બોલે છે.મમ્મી હું મારી બહેનપણીને ત્યાં જાવ છુ સાંજ થાય ત્યાં આવી જઇશ અને હા ત્યાં જ જમી લઇશ હું. અને જાય કયાં? એ કહેવાની કયાં જરુર છે. ભુરા સાથે ડેટ પર એ ભી લંચ સાથે…

સાચુ કહુ તો આ પ્રેમ તો મને બહુ વ્હાલો લાગે છે. મારી લાઇફનો સૌથી રસપ્રદ ટોપીક જેના પર મે Ph.D કરવા માગુ છુ. તમારું તો મને ખબર નહી. પણ જો એક દરીયા િકનારો હોય તમારું મનપસંદ પાત્ત તમારી સાથે હોય,હાથ માં હાથ હોય અને એ સાથે ચાલવાની કાઇ અલગ જ વાત હોય. મસ્ત રોમેન્ટિક હવા શરીર ને સ્પર્શ કરીને જતી હોય. દુનીયાના ધોંધાટ ઓછા અને બસ આંખો થી જ વાત થતી હોય. એમને દુનીયાનો ડર નથી હોતો કે પછી નથી હોતો આ બેમતલબ સમાજનો. જો પ્રેમ સાચો જ હોય તો ભગવાન તાકાત આપે કે નહી એ તો મને ખબર નથી પણ હા અંદરથી એ કુદરતી તાકાતનો સ્ત્તોત બની જાય છે.એ લગભગ કયારેય ખુટતો નથી.
જેટલુ કહીશ આના િવશે ઓછુ જ લાગશે પછી કયારેક િનરાતે વાત કરીશ. પણ જેને થઇ જાય એના ચેહરા પર કુદરતી િનખાર આવી જાય. કાલ સુધી ના ગમતી વસ્તુ આજે પ્રિય બની જાય. જે કાલ સુધી બાઇક પર બપોરે તડકામાં નીકળવું ના ગમતુ એને જ એ બપોર ની ગરમ લુ વાળી હવા રોમેન્ટિક લાગવા લાગે. પુરે પુરા એને સમર્પણ કરી દે એ જ પ્રેમ. જો એ ગમગીન તો આપડે પણ,જો એ રડે તો આપડે પણ, એક ટાઇમ ના જમે તો આપડે પણ ના જ જમીયે. જેને આજ સુધી ભુખ સહન ના થતી અે ભુખ્યો પણ રહેતા શીખી ગયો.
જયારે રોમેન્ટિક ગીત સાંભળો તો એ જ યાદ આવે. કોઇ કપલ ને સાથે ફરતા જોવો તો એ જ સામે દેખાઇ. ખબરના પડે કે ” હું હું છુ કે તુ”

“પ્રેમ માં એના હું કાઇ એવાે થઇ ગયો પાગલ,
આંસુ આવ્યા જયારે આંખમાં ના મમ્મી યાદ આવી ના પપ્પા બસ યાદ આવ્યાે તો એનો જ એક આંચલ…”

અત્યારે પણ તમે અેને જ યાદ કરતા હશો જેમને તમે સાચો પ્રેમ કરતા હશો. જેણે એક મુસ્કાન સાથે રેહતા શીખવાડયું હશે. પ્રેમ શબ્દ સાંભળતા જે યાદ આવે, જેની તસ્વીર મન માં બની જાય બસ એજ તમારો સાચો પ્રેમ.

બોવ સ્કોપ છે આજે આ માં. એન્જીન્યર અને ડોડકર લાઇન કરતા પણ વધુ.
આજે જે કઇ નથી બનતા તે લવર તો બને જ છે.

“બસ પ્રેમ કરો, પ્રેમથી જીવો, પ્રેમથી રહો
કોઇને નડો નહી, અને જબરજસ્તી કોઇ પર પડો નહી.”


સવાર પડતા જેની પહેલી યાદ આવે એ પ્રેમ છે. ઊઠતા, સુતા, બેસતા , જમતા જેના વિચાર પહેલા આવે એ પ્રેમ છે અને પ્રેમ કોઇની સાથે પણ હોય શકે. માતા-પિતા, બહેન , ભાઇ, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ, કે પછી વિધુર હોય કે વિધવા કે પછી કોઇ મુંગુ પ્રાણી. પ્રેમ ની વ્યાખ્યા નથી હોતી કે પછી નથી હોતી પ્રેમ કરવાની કોઇ રીત.
બસ આવો જ વ્યાખ્યા વગર નો પ્રેમ મને થયો છે. મારું નામ પ્રેમ અને જેની સાથે મને પ્રેમ થઇ ગયો છે એનું નામ છે પુજા.
જરુરી નથી પ્રેમ પહેલી જ નજર માં થઇ જાય મને ખબર છે ત્યાં સુધી પહેલી નજર માં માત્ર ફીગર જ જોવાઇ છે અને પ્રેમ તો પછી થાય છે. મારું એવું નહોતું મને પહેલી નજર માં ના પ્રેમ થયો અને ના મેં ફીગર જોયુ. પ્રેમ તો એને જાણ્યા પછી થયો. એને મન ભરી ને મારી નજરો માં ઊતારી ને થયો.
હજુ સુધી માં હું માત્ર તેને ૨ વાર જ મળયો છું અને ૨ દિવસ પછી મારી પુજા સાથે ની ત્રીજી મુલાકાત છે. જયારે પણ મારે પુજાને મળવા જવાનું થતું તેની પહેલા ના ૨-૩ દિવસ તો મને ૨-૩ વર્ષ જેવા લાગતા. મને મારા પર જ વિશ્વાસ ના આવતો કે શું ખરેખર પ્રેમ માં આવું થઇ શકે કે બસ ૧ મહિના પહેલા પ્રેમ થયો અને અત્યાર થી વિરહ ની વેદના મને જીવવા નથી દેતી? ખરેખર આવું હોય? પણ મારી સાથે તો આવું જ થતું. મળવાની આગળ ની રાત થઇ ચૂકી હતી બસ હવે માત્ર મારે અને પુજા ને મળવા વચ્ચે માત્ર ૧૦-૧૧ કલાક નું જ અંતર હતું.
હું સુવાની તૈયારી કરતો હતો અને સુતા પછી ઊંઘ લાવવાની કોશીશ પણ બધુ નિષ્ફળ જઇ રહયું હતું. મગજ માં વિચારો નું સુનામી અહીં થી ત્યાં હિલોળા લેતું હતું. કાલે શું થશે? પુજા સાથે શું વાત કરીશ. પુજા ને મારી સાથે મજા આવશે ને? વિચારો બહુ હતા પણ સામે જવાબ એક પણ નહી બસ એટલા માં આંખ બંધ થઇ અને ઊંઘ આવી ગઇ. ફાઇનલી હું વિચારો માંથી છુટો પડયો અને મગજ શાંત પડયુ.
કેમ સવાર પડી કાઇ ખબર જ ના રહી અને સવાર ના ૮ ના ટકોરે આંખ ખુલી અને ફટાફટ તૈયાર થવાની તૈયારી માં લાગ્યો.
રેડ ટીશર્ટ પહેરવા માં આવ્યું અને બ્લુ જીન્સ. વેલેન્ટાઇન ડે જો હતો અેટલે લાગણીઓ કરતા પહેલા કપડા થી વધુ બતાવવા માં આવ્યું. નાઇટ ઇન લંડન નો પરફયુમ, એરો ના શુજ અને હાથ માં ફ્રોસ ની ઘડીયાળ પહેરી બંદો થઇ ગયો રેડી. બ્રેકફાસ્ટ કરયો ત્યાં લગભગ ૧૦ વાગી ચુકયા હતા.
પુજા નો ફોન આવ્યો અને મળવાની જગ્યા નક્કી થઇ.
બંને પહોંચી ગયા એક એવી જગ્યા એ જે રોમેન્ટિક પણ હતી અને થોડી ખતરનાક પણ. દરિયા કિનારે. જયાં સૂર્યાસ્ત અને સૂર્યોદય એક જગ્યા એ જ જોવા મળે. ક્ષિતિજ ની બહુ નજીક.
પુજા તું આજે બહુ સુંદર લાગે છે. હું બોલ્યો.
હા, તું પણ હોટ દેખાઇ છે હા, એકદમ. પુજા હસતા હસતા બોલી.
હું બસ પુજા ને જ જોઇ રહ્યાે હતો. તેની ખુબસુરતી ને દિલ થી નિહાળી રહ્યાે હતો બસ તેની આ કાજલ ભરેલી આંખ મને ધાયલ કરતી હતી પણ હું ફરી આ ધાયલ દિલ વડે પ્રેમ કરી રહ્યાે હતો. બસ વિચારી રહ્યાે હતો આ ક્ષણ અહીં જ ઊભી રહી જાય.
મારો ચેહરાે પુજા સામે જ હતો અને હવે અક્ષરો ની ભાષા વડે વાત થતી બંધ થઇ ગઇ અને માત્ર આંખો વડે જ વાત થઇ રહી હતી. મૌન ની ભાષા બહુ અલગ હોય છે. એકદમ મદ મસ્ત! કોઇ જાણી ના શકે તમે શું બોલવા માગો છો અને સામે વાળો વ્યકિત તો પણ સમજી જાય. બસ એ જ મૌન વાળી પ્રેમ ભાષા.
શું? શું તું મને કીસ કરવા માગે છે? હું અચાનક બોલ્યો.
પુજા શરમાઇ ગઇ.
ના રે, તને એવું કોણે કહ્યુ? પુજા બોલી.
તારી આંખો એ. મને લાગ્યુ કે તારા હોઠ મારા હોઠ નો સ્પર્શ માગે છે. હું બોલ્યો.
બસ બહુ નાટક ના કર તારે કીસ કરવી છે એમ કહી દે. પુજા બોલી.
ચાલો સમજી તો ગઇ હું શું ઇચ્છુ છું. હું હસતા હસતા બોલ્યો.
નોટી. મને કમર પર એક ચીટકો ભરતા બોલી.
અર્્ર્રે આ શું કરે છે? હું બોલ્યો.
કેમ શું થયું?
કરંટ લાગ્યો. એ પણ ૪૪૦ નો. તારો સ્પર્શ ખરેખર કરંટ જેવો છે. તું મને સ્પર્શ કરે એટલે બસ મારા રોમ રોમ માં રોમાન્સ ઊભરતો હોય એવું લાગે. જટકા લાગે તારા આ કોમળ હાથ ના સ્પર્શ થી. ખરેખર એક વીજ કંપની ખોલવાની જરુર છે તારે. મારે લાઇટ બીલ ના ભરવું ને. મજાક કરતા કરતા હું બોલ્યો.
બસ હવે પ્રેમ.
સારું ચાલ બસ કરું હવે આગળ કશું નહી બોલુ.
એક વાત પૂછુ? તું સાચે જ મને પ્રેમ કરે છે કે બસ એમ જ?
વાહ! તારો સવાલ સારો છે પણ દિલ ને ડાયરેક્ટ ટચ થયો. થોડું દર્દ થયું પણ વાંધો નહી સવાલ પૂછવા વાળી પણ પોતાની જ. તો ખોટું શું લગાડવું મારે.
તારા સવાલ નો જવાબ તો નથી મારી પાસે પણ હા, એટલુ જરુર કહીશ કે હવે તારા વિના ની મારી આ જિંદગી પાણી વિનાના દરિયા જેવી વિરાન છે. હવે તારા વગર એક ડગલુ પણ ચાલવુ મુશ્કેલ જણાય છે. તું દૂર થાય તો શ્વાસ રુંધાય છે. કોઇ જાણે ધીરે ધીરે મારા પ્રાણ લેતું હોય એવો અહેસાસ થાય છે. તું આ દરિયાે અને ઢળતો આ સૂર્ય જોઇ જ શકે છે. નદી કોઇ દિવસ પોતે આપેલા પાણી નો હિસાબ દરિયા પાસે માગતી નથી. અહીં સુધી તે પોતે ખારાશ ધારણ કરી લે છે બસ માત્ર દરિયા ને પામવા. એમ જ તને પામવા હું બીજું બધુ ભૂલી શકુ છું. કાઇ પણ કરી શકુ છું. એટલો જ પ્રેમ કરું છું બસ તને હું. હું બોલ્યો.
વાકય પુરું હજુ કરી જ રહ્યાે હતો ત્યાં જ પુજા મારા ગળે વળગી પડી. બહુ મજબૂત રીતે મને જક્ડી રાખ્યો હતો. એ મારી પહેલી હગ હતી પુજા સાથે ની. હું બધુ જ ભૂલી ગયો અને બસ પુજા માં ખોવાઇ ગયો. પુજા એ લગાવેલો એ માદક પરફયુમ મને મોહી રહ્યાે હતો. મેં હળવેક દઇને પુજા ના એ રેશ્મી વાળ બાજુ માં કરયા અને ગળા પર એક કીસ કરી ત્યાં તો વધુ મજબૂત હગ થઇ.
મારા હોઠ હજુ તેના ગળા પર જ હતા અને ત્યાંથી છૂટા પડવાનું નામ નહોતા લેતા.
પણ છેવટે ફાયનલી હગ છૂટી પણ અમારા ફેસ એકબીજા ની બહુ નજીક હતા એટલા નજીક કે અમે બંને એકબીજાના શ્વાસ લેવા નો અવાજ પણ સાંભળી શકતા હતા.
આઇ એમ સોરી પ્રેમ. પુજા બોલી.
કેમ?
બસ, આવો સવાલ મારે કરવો નહોતો જોઇતો.
અર્્ર્રે ચાલે ગાંડી. પ્રેમ ના પારખા તો ભગવાન પણ કરે અને તું મારા માટે કાઇ ભગવાન કરતા ઓછી થોડી ને છે. હું બોલ્યો.
તું જાણે છે પ્રેમ હું તને કેટલો પ્રેમ કરું છું એ? પુજા બોલી.
જાણતો નથી પણ હા, એટલું જરુર કહીશ. હું તને મને પ્રેમ કરવા માટે કયારેય મજબૂર તો નહી જ કરું. કારણ, પ્રેમ એક એવી વસ્તુ, એવો આવેગ છે જેમાં ગમે તેવા હોય ગમે ત્યારે બદલી જાય છે. પણ હું હંમેશાં તને સુખી જોવાની ઇચ્છા વધુ રાખીશ. જો એ સુખ તારું મારી સાથે હશે તો પુરી દુનીયા સાથે પણ જંગ કરી લઇશ. હું બોલ્યો.
હવે હું કહુ સાંભળ. સાચું કહુ તો મને પહેલી નજર માં તારી સાથે પ્રેમ નહોતો થયો. પ્રેમ થયો તને જાણ્યા પછી, તું જે રીતે મારું ધ્યાન રાખે છે એને માણ્યા પછી. હકીકત કહું છું તારી સાથે કાઇ પણ ખોટું થાય તો મારો આત્મો બળે છે. મન માં એવું થાય કે તારી સાથે જે કોઇ પણ ખરાબ કરે તેને મારી મારી ને બેહાલ કરી દવ. તું જયારે બિમાર હોય ત્યારે એવું થયા કરે કે તારી પાસે આવી ને તને ખોળા માં સુવડાવી વ્હાલ કરું. તને ખુબ પ્રેમ કરું. મારી ખુશી બસ તારી ખુશી માં જ છે. આ વાત યાદ રાખજે. જો તારા પ્રાણ જશે કે તું મારી લાઇફ માંથી દૂર થઇશ તો આ ગાંડી પુજા જે તારા પ્રેમ માં પાગલ છે તેના શ્વાસ ત્યાં જ થોભી જશે. પુજા બોલી.
હું બસ તેનો હાથ પકડી ને તેણી ની સામે જ જોઇ રહ્યાે હતો પાપણ પણ બંધ કરયા વગર.
બંને ના ચેહરા નજીક આવ્યા અને હું બોલ્યો.

મારી ગાંડી પુજા એ દિવસ કયારેય નહી આવે. હું કદાચ મરી જઇશ તો પણ તારો સાથ કદી નહી છૂટે. મરયા પછી પણ તારી પાછળ ભૂત બની ને ભટકીશ. થોડું હસ્યો હું.
એના ચેહરા પર પણ સ્મિત આવ્યું.
ભૂત બનવાની જરુર નહી પડે કારણકે તું આ દુનીયા માં નહી હોય તો મારે આ જિંદગી નું શું કામ? મારા પ્રાણ પણ છૂટી જ જશે. પુજા બોલી.
ચેહરા વધુ નજીક આવ્યા. બંને ના હોઠ વચ્ચે ૧ ઇંચ નું જ અંતર હતું. બંને ની આંખ બંધ થઇ અને હોઠ આગળ વધ્યા અને ચોંટી ગયા. ધીમે ધીમે બંને ના હોઠો ની કસરત ચાલુ થઇ. હોઠ જુદા પડવાનું નામ જ નહોતા લેતા. એકબીજાના હોઠ પુરા સાફ કરી દીધા. ગાઢ ચુંબન. પુજા એ મને જકડયો અને વધુ જોર માં તેની નજીક ખેંચ્યો. મારા પુરા હોઠ પુજા ના હોઠ ની અંદર હતા. તે મારા હોઠ ને તેના હોઠ વડે સહેલાવી રહી હતી. પ્રેમ દેખાડવાની પહેલી રીત છે તો ચુંબન! કીસ. શરીર માં રહેલા હોર્મોન્સ ની ગતિ સુપર ફાસ્ટ થઇ ચુકી હતી. નવી જ એન્રજી શરીર માં આવી ગઇ હોય એવું ફીલ થઇ રહ્યુ હતું.
જેવા મારા હાથ પુજા ની બ્રેસ્ટ તરફ વધ્યા પુજાની આંખ ખુલી અને જોર માં રાડ પાડી તેણે.
શું થયું ? મેં પુછ્યુ.
તારી પાછળ જો. પુજા બોલી.
પાછળ એ શાંત દરિયાએ વિકરાળ રુપ ધારણ કરયુ હતું અને હવે તેના મોજા માત્ર મોજા જ નહી પણ સુનામી બની ગયા હતા. જે માત્ર એક જ સેકન્ડ માં અમને બંને ને મારવા માટે સક્ષમ હતા. ડર ખુબ જ હતો પણ હવે બહુ મોડું થઇ ચૂકયુ હતું. કાઇ થઇ શકે તેમ નહોતું બસ એક છેલ્લી હગ થઇ શકે એમ હતી અમે બંને એ એકબીજાને બાહો માં જકડયા.
બસ હવે છેલ્લી જ ક્ષણ હતી અને હું તે છેલ્લી કીસ વિશે વિચારી રહ્યાે હતો.
ત્યાં જ પાણી અમને તાણી ગયું.
અને હું બેડ પર થી નીચે પડયો. આ માત્ર સપનું હતું? હું પરસેવે પળલી ગયો હતો જેને હું દરિયા નું પાણી સમજતો હતો તે ખુદ મારો પરસેવો જ હતો.
ઓહ્હ્ માય ગોડ. ઇટ વોજ ઓન્લી ડ્રીમ?
અને ફરી એ જ હું તૈયાર થયો અને મારું સપનું પુજા ને કહેવા નીકળી પડયો.
મને ડર હતો કે સવાર નું આ સપનું સાચું ના પડી જાય પણ મેં વિચારી લીધુ હતું. હું દરિયા કિનારે લઇ જઇશ જ નહી