સમાજ અને પ્રેમ
Email id:
Mob. No. 9712027977
Facebook:
દુનીયા પુર જોશ સાથે આગળ વધી રહી છે. જયાં પહેલા એક ગામથી બીજા ગામ વાત કરવા તારની સહાયતા લેવી પડતી હતી ત્યાં હવે વ્હોટ્સ એપ અને ફેસબુક આવી ગયુ છે. ૧ મિનિટ પણ નથી થતી દુનીયાના એક છેડેથી બીજા છેડા સુધી વાત કરવા માં. નવી જનરેશનએ તો આ લાભ લીધો જ છે પણ સાથે સાથે જુની જનરેશન પણ જોડાઈ ગઇ છે.
પણ બસ માત્ર માહોલ બદલાયો છે. વિચારો તો હજુ એના એ જ છે જુનવાણી. હું અહીં કાઇ બીજુ જ કહેવા આવ્યો છું એક નાનકડી વાર્તા સુમન અને સંગીતાની. જે લગભગ વિચારવા મજબુર કરી દેશે. આ સમાજના નિયમો અને પ્રેમ વિશેના વિચારો પર.
સુમન અને સંગીતા બંને છોકરી. અને તમને બઘાને ખબર જ છોકરી એટલે સમાજની મર્યાદાનું પ્રતિક. એ વાત અલગ છે કે બઘા ખરાબ નજર પણ એ મર્યાદાના પ્રતિક પર જ કરે છે.
બંનેની ઉંમર લગ્ન કરવા જેટલી થઇ ગઇ હતી અને બંને ના પપ્પા એ છોકરા જોવાનું પણ ચાલુ કરી દીધુ હતુ પણ સુમનની વાત જુદી હતી. તેને પહેલેથી જ એક છોકરો પસંદ હતો પણ પપ્પાને કહેવાની હિંમત ના હતી.
થોડી હિંમત કરી અને સાચા પ્રેમમાં તો ગમે ત્યાંથી હિંમત મળી જ જાય છે. અને સંગીતાનું પણ એવું કાઇ જ હતુ. સંગીતાના પહેલા પણ ૨ લવ અફેર થઇ ચુકયા હતા અને અત્યારે આ ૩ જુ હતું પણ તે તેની સાથે લગ્ન કરવા માગતી હતી પણ હકીકતમાં લગ્ન કરવા હતા કે નહી તે માત્ર સંગીતા જ જાણતી હતી.
હવે થોડી વીધીસર અલગ અલગ કહુ બંનેની વાત.
(
૧)
સુમન જે પોતે પસંદ કરેલા છોકરા સાથે મેરેજ કરવા હતા. તેને હિંમત ભેગી કરી અને હું પહેલે થી જ કહુ છું કે સાચા પ્રેમમાં તાકાત કુદરતી રીતે મળે છે. સુમન એ બઘી વાત તેના પપ્પાને કરી પણ પપ્પા ટસથી મસના થયા અને ખુબ જ ગુસ્સે થયા. એમનો ગુસ્સાે પણ ખોટો નથી તેની પાછળ પ્રેમ જ રહેલો છે પણ તેને એકવાર પણ છોકરો જોવાની હા ના જ પાડી. સુમન હિંમત ના હારી અને પોતાની કોશીશ ચાલુ જ રાખી. એક દિવસ ફરી સુમને બઘુ પપ્પાને કહયુ. પપ્પાને એકવાર છોકરાને મળવા વિંનતી કરી અને જો તમને છોકરો ના સારો લાગે તો તમે જયાં કહો ત્યાં લગ્ન કરીશ લઇશ ત્યાં સુધી કહી દીધુ. પપ્પા તમે સમાજની ચિંતા કરો છો મને ખબર છે. પરીવારમાં બીજા ૨-૪ શું બોલશે તેનો તનાવ છે તમને. પણ પપ્પા આ સમાજમાં છે શું? આપણા કરેલા સારા કામને પણ બઘા થોડા દિવસ જ યાદ રાખે છે અને ખરાબ કામને પણ. જીવ ગયા પછી તો બઘા સારા જ લાગે છે અને પ્રેમ! પ્રેમ તો કોઇ પાપ નથી. પ્રેમ હોય ત્યાં જ શાંતી, સત્ય અને અહિંસા હોય છે. અરે ત્યાં મંદિરના હોય તો પણ મારો “કાનુડો” ત્યાં રહેતો જોવા મળે છે.
એટલે પપ્પા તમે લાખ સમજાવો પણ લગ્ન તો હું તેની સાથે જ કરીશ.
લગભગ થોડા સમયમાં સુમન તેના પ્રયાસમાં સફળ તો નીવડશે પણ તેના પપ્પાના સુમન પ્રત્યેના વિચારો કાઇ બદલાયેલા અને આ પ્રકારના હશે.
પહેલી વાત કે મેં તને જન્મની સાથે જ કેમ મારી ના નાખી? શું આવા દિવસો જોવા માટે તને મોટી કરી છે? તે આખા સમાજમાં મારુ નાક ઉછાળયું. મને તો એમ હતું કે મારી છોકરી તો કેટલી સંસ્કારી છે પણ તું? આવા લફરા કરીને ઘરે આવે છે. શરમ જેવું કાઇ બચ્યુ જ નથી. તારા કરતા પથ્થર હોત તો સારુ હતું. હવે આ ઘરમાં તું નહી કે હું નહી બસ આવુ કહીને છેલ્લે સુધી ટોરચર કરશે.
(૨)
સંગીતા જેને પહેલા ૨-૩ અફેર તો હતા જ પણ હવે તેના પપ્પાને તેના લગ્ન કરવા માટે છોકરો જોવાનું ચાલુ કરયું. હજુ અેક અફેર તો છે જ પણ ટાઇમપાસ જ ગણી લો. સંગીતા પપ્પાએ જયાં કહયુ ત્યાં લગ્ન કરવા રાજી થઇ ગઇ અને પપ્પાની વાત માનીને પપ્પાને ખુશ કરી દીધા. એને લવમેરેજ કરવા જ નહોતા પણ લગ્ન પહેલા એક-બે અફેર જરુર કરવા હતા. બઘાના વિચારો અલગ હોય છે પણ સંસ્કાર? સંસ્કાર તો લગભગ સરખા જ હોય છે.
બંનેમાં ફરક શું છે? કાઇ નહી લગ્ન તો બંનેને કરવાના જ છે પણ પપ્પાની વાત માનીએ તો જ સંસ્કારી લાગીએ એવી વાત છે અહીં. સુમન જે ભાગવાની જગ્યાએ પરીવારને મનાવીને લગ્ન કરવા માગે છે તો એ સંસ્કાર નથી? અને સંગીતા જે કોઇ બીજા સાથે ટાઇમપાસ કરી પાછા કોઇ બીજા સાથે જ લગ્ન કરવા તૈયાર થઇ ગઇ તો એ સંસ્કાર છે?
અહીં બઘાના માતા પિતાને સંગીતા જેવી છોકરી જોઇએ છે. કોઇને સુમન નથી જોઇતી પણ મારે એક છોકરી થાય તો મારે સુમન જ જોઇએ છે સંગીતા નથી જોતી.
બસ આવુ વિચારતા બઘા મા-બાપ થઇ જાય ત્યારે ખરેખર પ્રગતિ થઇ છે એવુ માની શકાય. બાકી તો સમાજ જ જીવાડશે અને એકદિવસ સમાજ જ મારશે.
કહેવા માટે ઘણું બધુ છે પણ લગભગ તમે આગળનું બધુ સમજી જાવ એટલા તો કાબેલ છો જ.
પ્રેમ વિશે તો જેટલુ કહીએ એટલુ ઓછુ છે. પ્રેમ એક વિશ્વાસ છે, એક સત્ય, શાંતી અને સૌથી મોટુ એક સ્પર્શ છે. છોકરીઓને હંમેશાં એ સ્પર્શની ખબર પડી જ જાય છે કયો સ્પર્શ પ્રેમભર્યો છે અને કયો હવસભર્યો.
પણ આપણો પરીવાર એમાં થોડો કાચો છે તે હંમેશાં પોતાની જવાબદારીઓના પોટલા બીજા પર જ મુકવામાં માને છે. તે કોઇ દિવસ બીજાઓની વ્યથા કે જવાબદારી, સપના જોતા જ નથી. ઘરના વડીલો દીકરીના અરેન્જમેરેજ કરાવે કે લવમેરેજ જો દીકરી દુખી થાય મેરેજ પછી તો હંમેશાં પોતાના હાથ ઊંચા જ કરી દે છે. અરેન્જમેરેજ હોય તો એમ કહેવામાં આવે કે દીકરી તારા નસીબ જ એવા હશે. હવે જે થયુ તે જીવી લે આમ જ જીદંગી અને લવમેરેજ હોય તો? અમે તો પહેલા કહેલુ તો પણ ત્યારે ત્યાં જ જવુ હતું. હવે તું જ ભોગવી લે તારા કર્મોનું ફળ. જયારે તેઓને આમ જ કરવું હોય તો પહેલે થી જ છોકરાઓની જીદંગીના ફેંસલા તે લોકો શું કામને લેતા હશે? પહેલે થી જ તેમને પોતાની જીદંગી શું કામ જીવવા નહી દેતા.
અને પ્રેમ તો પ્રેમ તો હંમેશાં ગાંડો જ કરવો જો મા-બાપને તે પાપ લાગતું હોય તો સૌથી મોટો પાપી હું જ છું કારણકે હું બઘાને પ્રેમ કરુ છું અને તેઓ પણ આ લીસ્ટમાં બહુ દુર નહી જણાઇ કારણકે આપણા મમ્મી પપ્પાએ પ્રેમના કરયો હોત તો આપણે આ દુનીયામાં આવેત કયાંથી? અને બીજુ પ્રેમનું બીજુ નામ કોઇ સેક્સ નથી. હા, હું એકદમ ખુલીને જ કહી દવ. પ્રેમ એટલે બીજાની લાગણીઓ એ કહે તે પહેલા આપણે જાણી લઇએ. એને કાઇ જોતુ હોય તો એ માગે પહેલા આપણે આપી દઇએ. પ્રેમ એટલે તનની સુંગધ નહી પણ મનની સુંદરતા. એ જ પ્રેમ. અને હજુ તો પણ બઘાને પાપ લાગે આ પ્રેમતો પહેલા મંદિરમાં રહેલા ભગવાનને જ દુર કરજો અને તેમની પુજા કરવાનું પણ બંધ કરી દેજો કારણકે ભગવાન કિશન પણ રાધા સાથે જ પુજાય છે. અને બીજા ઘણા ભગવાનના લવમેરેજ જ થયેલા છે અને ભગવાન પાપ કરે એવું મારા માનવામાં ના આવે.
ભગવાન કૃષ્ણ એ ગીતા માં કહયુ જ છે. “તું તારુ કર્મ કરતો જા ફળની આશા ના રાખ.” એટલે બઘા પ્રેમીઓને પ્રાથના એક વાર તો ઘરમાં બઘા સાથે બેસીને વાત કરવી પોતાના પ્રેમવિશે. પછી ના માને તો પણ તો એક રસ્તાે બંધ થાય તેની સામે બહુ બઘા નવા રસ્તા ખુલતા જ હોય છે પણ હાર માનીને કયારેય નહી બેસવુ. ભવિષ્યમાં જઇને પસ્તાવો કરવાની તાકાત હોય તો જ હાર માનવી નહીતર અત્યારે બઘુ સહન કરી પોતાનો પ્રેમ જીતી ભવિષ્યમાં પરીવાર સાથે બેસી જીદંગીનો અનેરો આનંદ ઉઠાવવો.
Email id:
Mob. No. 9712027977