Kadav Ma Khilyu Kamal Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Kadav Ma Khilyu Kamal


કાદવમાં ખીલ્યું કમળ

પિયુષ એમ. કાજાવદરા© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મારૂ નામ ચીંટુ ઉર્ફ “ચીનીયો”. મારા નામમાં કોઈ ખાસ એવો દમતો નથી તમને લાગે છે કોઈ દમ?

ચીંટુ છે એક સામાન્ય માણસ કહો કે પછી ઉંમર કરતા વધુ વિચારતો હોય તેવુ નાનુ એવુ બાળક. હજુ લગભગ એ ૧૧ વર્ષનો થયો છે ત્યાં જ એના “સપના” અને તેને પુરા કરવાની લગન લગભગ એક ૧૮ કે ૨૦ વર્ષના યુવાન જેવી છે પણ યુવાનીમાં પહોંચીને બઘા કા તો પ્રેમમાં પડે છે યા તો વ્હેમ નકર આળસના મારયા ખાટલા માં જ પડયા રહે છે તેને કોઈ ના પહોંચી રહે. પણ હું વાત કરતો હતો આ નાનકડા એવા સાહસી બાળક ચીંટુની. નાનકડુ એવુ ઘર કહો કે પછી એને ઝુપડુ જે કહો તે ચાલે એમાં ચાર સદસ્યો રહેતા એક ચીંટુ એની નાની બહેન અને તેના મમ્મી ને પપ્પા પણ માં ને બીમારી હતી આખા શરીરમાં ફોડલા જેવા નાના અને મોટા ગુમડા અને એમાં ભરાયેલુ પરૂ સામાન્ય માણસ તો જોય પણ ના શકે તેવુ એ જ નાનકડી ઉંમરમાં ચીંટુ તેમની સેવા કરતો પણ બીમારીથી જજુમવાની હિંમતના રહી અને દુર કરવા માટે હોસ્પિટલમાથી દવા લેવાના પૈસા એટલે ચીંટુ લગભગ ૧૦ વર્ષનો થયો અને માતા ગુજરી ગયા. અન તેને પપ્પાની કાઈ જરૂરની હતી તમે ગરીબવર્ગની કેટેગીરી કરતા નીચે જીવતા લોકોને જોયા જ હશે. “જયાં ૧૦૦ માંથી ૮૦ ના બાપા એવા હશે જે પીધેલ હશે અને કમાવા પણ નઈ જતા હોય.” ચીંટુ એક ૧૧ વર્ષનું બાળક જેની ઉંમરતો રમવાની હતી હજુ પણ એની ઉપર તો પહેલેથી જ જિમ્મેદારીઓનો બોજો પડી ગયો હતો તે તેની બહેનને ખુબ જ પ્રેમ કરતો એટલે એના ખાવા-પીવા માટે ચીંટુ આમ તેમ દોડતો અને કાઈ પણ કામ કરી બહેનનું પેટ ભરવાનું ના ભુલતો.

આખો દિવસ આમ થી આમ રખડીને આવીને સાંજે પુરે પુરો થાકી જતો તો પણ સપના જોવાનુ તો ના જ ભુલતો. કોઈ દિવસ એકટર બની જાય તો કોઈ દિવસ આકાશમાં વિમાન જોતા પાઈલોટ અને કયારેક ક્રિકેટર તો કયારેક એન્જીન્યર અને પાછો કયારેક ડોકટર ખુબ અલગ સપના હતા એના બઘા થી જુદા અને બઘા થી અલગ. તેને મહેનતના પાણી થી મોટા થઈને ડોકટર બનવું હતુ એ પણ જેને પૈસાની અછત હોય તેને તદ્દન મફત ઈલાજ. જેની માં પૈસાના નામ મૃત્યુ પામે તેવા ઘરને એને બચાવવા હતા જે તેની અને તેની બહેન સાથે થયુ તેનાથી તેને દુર કરવા હતા બીજાને. ખુબ ઉદાર અને બીજા બઘા સાથે હળીમળી જાય તેવો સ્વભાવ હતો તેનો.

એક દિવસની વાત છે હજુ લગભગ એ પાઈલોટ બનવાનુ સપનુ જોઈને પ્લેન ને લંડન લેન્ડ કરી જ રહયો હતો ત્યાં જીણી એવી આંખ ઉઘડી તો બાજુ માં જોયુ તો તેની બહેન તેને રડતા રડતા ઉઠાડી રહી હતી. તરત જ ઉંઘ ઉડી ગઈ અને બહેનને રડવાનું કારણ પુછવા લાગ્યો ત્યાં તેની પણ આંખ ભીની થઈ ગયેલી હતી. તેની એ પ વર્ષની બહેનને ભુખ લાગી હતી પણ ઘરમાં કાઈ ખાવા-પીવાનુ હતુ નહી. તો ભાઈએ બહેનને ગળે લગાડી અને કહયુુ હમણા જ તારા માટે કાઈ લઈ આવુ એમ કહીને નીકળી ગયો. ત્યાં સામે તેનો બાપ પોટલી મારતો આવી રહયો હતો અને ચીંટુ તેની પાસે પૈસા માગવા જતો હતો ત્યાં હાથ અચકાયો એટલે તેની સામે જોયા વગર જ આગળ નીકળી પડયો પહેલા વિચારયુ કોઈ પાસે ભીખ માગી લવ? પણ ત્યાં ભી એ ગભરાયો અને મનએ જવાબ આપ્યો જો બહેનને ખવરાવીશ તો મહેનતનો રોટલો નકર નહી. જયાં આપણા દેશમાં બાળમજુરી પર પ્રતિબંધ છે ત્યાં જ નીકળી પડયો તે બાળમજુરી માટે. પહેલા પહોંચયો એક હોટેલ પર અને ત્યાં કોઈ ટેબલ પર બેઠુ હતુ તેને પુછ્‌યુ સાહેબ મારા માટે કોઈ કામ છે? મને પૈસાની સખ્ત જરૂર છે.

“તે બોલ્યો શું આવડે છે તને.?”

સાહેબ “તમે જે કહો તે કરી લઈશ.”

એમ નહી આની પહેલા કોઈ જગ્યા પર કામ કરયુ છે?

“ના સાહેબ કામ તો કાઈ નથી કરયુ”.

“તો ચલ વેત્તો થા. અહીં મોટા માણસો જમવા આવે છે ત્યાં તુ અમારી હોટેલની ઈજ્જતને પાણીમાં ભેળવી દઈશ”. એમ કહીને ધક્કો મારયો.

સવારનો ભુખ્યો હતો એટલે શક્તિ ના હતી તો તે પડી ગયો. અને થોડુ કોણી પર લોહી પણ નીકળી ગયુ.

પહેલો અહંકારી હોટેલ મેનેજર તેની મજબુરી પર મલકાતો હતો.

ચીંટુ આગળ વધ્યો. તડકો પણ માથા પર ચડીને ડાન્સ કરતો હતો અને ચીંટુનું મગજ હીલોળા લઈ રહયુ હતું.

ત્યાં ચીંટુ પહોંચયો એક ચા ની હોટલે અને “તેનો ચહેરો એક આધેડ દેખાતા પુરૂષ સામે આવ્યો અને હજુ બોલવા જતો હતો.” કાકા...ત્યાં જ ઢળી પડયો. આંખો ચાર થવા લાગી અને દિવસનો એ સુર્યનો પ્રકાશ હવે ધીમે ધીમે રાતના અંધકારમાં બદલાવવા લાગ્યો. અને તે બેભાન થઈ ગયો પેલા તે આધેડ વયનો પુરૂષ દોટ મુકતો બહાર આવ્યો અને પહેલા તેને તડકામાંથી ઉપાડીને અંદર હોટેલના ટેબલ પર સુવડાવ્યો. બીજી બાજુ તેની બહેન જેનુ બોવ સરસ એવુ નામ હતુ દીપાલી. ચીંટુ તેને “દીપુ” કહીને જ બોલાવતો. તે પણ બિચારી ભુખની મારી બેભાન થવાની આરે જ હતી. ત્યાં આ બાજુ પહેલા કાકા એ ચીંટુના મૌં પર પાણી છાંટયુ અને તેને ખાંડ વાળુ પાણી પીવડાવ્યુ. ચીંટુની આંખ ધીમે ધીમે ખુલી રહી હતી અને પહેલા કાકાને જોયા અને જબકીને બેઠો થઈ ગયો અને તરત જ બોલી ઉઠયો. “કાકા મને પૈસાની બહુ જરૂર છે ત્યાં મારી બહેનની પણ આ જ હાલત હશે તમે મને નોકરી પર રાખી લ્યો તમે જે કહેશો તે કરીશ તમે જેટલુ અને જેવુ કામ ચીંધશો એ કરીશ. બસ મને કામ આપો મારે મફતના કે ભીખના પૈસા નથી જોતા. એક જ શ્વાસમાં ચીંટુ બઘુ બોલી ગયો.”

કાકા બોલ્યા..” દિકરા તુ પહેલા નિરાતે શ્વાસ લે હજુ તુ ભાનમાંજ આવ્યો છે”.

ના કાકા.. ચીંટુ બોલવા જતો હતો ત્યાં જ કાકા એ રોકી લીધો.

“હા, આજથી જ તું અહી નોકરી એ બસ હવે તો શાંતી રાખ. અને તારી બહેન ભુખી છે ને અને તુ પણ? તને જે નાસ્તો જોઈએ તે લઈ લે અને તેને જમાડી આવ જા.”

“પણ કાકા એમ જ મેં કામ કરયા વગર ના લઈ શકુ. મેં જયારે નાનો હતો ત્યારે મારી માં એ મને ખુદ્દારીથી જીવવાનો પાઠ ભણાવેલો એ કઈ રીતે ભુલુ મેં.”

“તારી ઉંમર કેટલી છે?”

“૧૧ વર્ષ કાકા..”

“તું આટલી નાની ઉંમર માં એવડી મોટી વાતો ના કર બેટા અને પહેલા તારી બહેનને જમાડી આવ અને તુ પણ કાઈ ખાઈને આવ પછી તું ખુદ્દાર જ છે તો આવી ને કામ પર લાગી જજે”.

ચીંટુના ધ્રૂજતા એ હોઠ પર સ્માઈલ ઉપજી આવી અને તેને થોડી બીસ્કીટ, વેફર અને ચા સાથે ખારી લઈને કાકાનો આભાર માનતા નીકળયો અને કહેતો ગયો હમણા જ પાછો આવુ છુ તેમ.

તેનાથી દોડી શકાય તેમ ના હતુ પણ તે મોટા ડગલે ચાલતો હતો. અને ખુબ ખુબ ખુશ હતો કે આજથી એની બહેન દીપુ કયારેય ભુખી નહી રહે. તે જલ્દી જલ્દીમાં પહોંચયો તેની બહેન પાસે અને જોયુ ત્યાં તે ભુખી ભુખી સુઈ ગયેલી અને આંખમાંથી નીકળતા આંસુ ધુળ ચોંટતા જામી ગયેલા હતા. તે પાણી ભરીને જ ગયો અને બહેનને ઉઠાડી અને જમવાનુ દેખાડયુ. તે જોઈને દીપુ ખુશ થઈ ગઈ કારણકે તેનો ભાઈ તેને બહુ ભાવતા તે બિસ્કિટ લાવેલો. તે પણ તેના ભાઈના પડછાયામાંથી ઉભી થયેલી તેને પહેલા ચીંટુને પુછ્‌યુ તું જમ્યો? મને ખબર છે તુ નહી જ જમ્યો હોય ચાલ આપણે બન્ને સાથે જ જમીયે. અગાઉ અને કોઈ તોડીના શકે તેવો પ્રેમ હતો બન્ને વચ્ચે તેમનુ કોઈ ના હતુ પણ તેઓ બન્ને એક બીજાના ચોક્કસ હતા. જમ્યા પછી બહેનમાં અલગ સ્ફૂર્તી આવી ગઈ અને તે જોઈને ભાઈના ચહેરા પર રોનક. તે જમીને તરત જ ચાલી નીકળયો. હવે સમય આવેલો રૂણ અદા કરવાનો. ચુકવવાનો.

તે દીપુને કહીને નીકળી ગયો અને હવે તો દોડવાની ક્ષમતા હતી એટલે દોડીને પહોંચી ગયો. ત્યાં જોયુ તો હોટલ પર ત્યાં જ કાકા બેસેલા જોઈને ખુશ થઈને નાની એવી સ્માઈલ આપી.

આવી ગયો તું? તારૂ નામ શું છે?

“ચીંટુ, મેં તમને કાકા જ કહુ તો ચાલશે ને?”

હા, “ચાલશે બોલ શું કામ કરીશ તુ”?

ગમે તે..

“કાઈની ચાલ જો વાસણ કે કપ રકાબી હોય તો ધોઈ નાખ.”

અને ચીંટુ લાગી પડયો કામ પર.

દરરોજ આમ જ ચાલ્યા કરતુ.

એક મહીનો થઈ ગયો આમ જ તેના બાપનો કાઈ પતો ના હતો જે વધુ સારૂ હતુ તેના સપના હવે બહાર નીકળવા લાગ્યા હતા. દરરોજ સાંજે કામ કરીને થાકી જતો બંને ભાઈ બહેન સાથે હુંફ ભરી ઊંંઘ લેતા. તેમની હુંફ ભરી ઊંંઘ કાઈ આવી હતી બાજુ માંથી સડેલા કચરાની તીવ્ર વાંસ આવતી એક બાજુ દારૂનો અડડો ત્યાં દારૂની ગંધ આવતી. અને વધ્યામાં મચ્છર અને માખી હેરાન કરતા તો ઓઉવા માટે તો કાઈ હતુ નહી તો ગુંડલુ વળીને બન્ને સુઈ જતા. દરરોજનુ હતુ આ. સવારે ઉઠીને કામ પર ગયો ત્યાં કાકા એ પગાર આપ્યો ૧પ૦૦ રૂપીયા જે તેના બોવ જ હતા. સાંજે કામ પતાવી ને સીધો જ ગયો સ્ટેશનરીમાં તે બુક ખરીદી આવ્યો પોતાની બહેન માટે. બીજા દિવસે બંને સાથે હોટેલ પર આવ્યા. કાકા એ પુછ્‌યુ તારી બહેન છે આ?

“હા. ચીંટુ બોલ્યો. કાકા તમને વાંધો ના હોય તો કાલ થી મેં દીપુને દરરોજ અહી લાવી શકુ?”

“કેમ?”

“કાલે તમે મને પગાર આપ્યો તેમાંથી મેં તેના માટે બુક લઈ આવ્યો. મારે તેને ભણાવવી છે. ડોકટર બનાવવી છે.”

“કેમ ડોકટર જ?”

કાકા મારી “માં કહો કે પપ્પા એવી એક જ માં હતી જે બંનેનો પ્રેમ આપતી તે આજે ઈલાજ ના થઈ શકયો એટલે મૃત્યુ પામી પણ જો દીપુ મોટી થઈને ડોકટર બની જશે તો જેમ આજે અમે અનાથ છીએ તેમ બીજા કોઈ ચીંટુ કે દીપુ અનાથ નહી થાય.

વાહ બેટા કહીને તેને ચીંટુને હૈયા સાથે લગાડી દીધો અને તે કાકાની આંખમાં પણ આંસુ આવી ગયા તે નાનકડા એવા છોકરાની નમ્રતાભરી વાત સાંભળતા.”

વાંધો નહી ચીંટુ તેની જિમ્મેદારી આજથી મારી તેને ઉપર મારી રૂમમાં ભણવા મોકલી આપ. અને તારે પણ સહાય જોઈએ તો મને કહેજે.

ચીંટુ ખુશ થઈને કાકાને ભેટી પડયો.

દીપુને કાઈ સમજાતું ના હતુ પણ ભાઈ ખુશ હતો એટલે એ પણ ખુશ હતી.

ચીંટુને થોડુ ઘણું વાંચતા લખતા આવડતુ એટલે નવરો થતા તે બહેનને શીખવાડયા કરતો.

અને કાકા પૈસા આપતા તેમાંથી બચાવ્યા કરતો. તેને પોતાના સપનાની કુરબાની આપી પોતાની બેન માટે જો તે સપનુ પુરૂ કરવા રહેત તો તેની બહેન ભુખી રહી જાત એ તેને મંજુર ના હતું. તે પોતાનામાં રહેલો ડોકટર અને તેની માં ને તેની દીપુ માં જ જોવા લાગેલો.

અને કાકા તરફથી મળેલી લાગણીઓ અને મદદથી જાણે તેને બીજો બાપ મળી ગયો હતો.

તે ખુશ હતો.

“પણ તમને ખબર છે હજુ પણ આવા કેટલાય ચીંટુ અને દીપુ રોડ પર રખડે છે પોતાના સપના પુરા કરવા માટે. કેટલાયની મદદ પણ માગે છે અને કેટલાય બાળમજુરી કરતા કરતા જ મરી જાય છે પણ કોઈ તેની સંભાળ નથી લેતું. ઘણા કહે છે અનાથાશ્રમતો છે. પણ શું કામના? આજકાલતો તે પણ એક ધંધો બની ગયો છે છોકરાઓને વેંચવાનો.”

ચીંટુ ખુશ હતો. તેને પોતાનુ પરીવાર કાકા જયારથી જીદંગીમાં આવ્યા ત્યારથી પુર્ણ થતુ નજર આવવા લાગ્યુ હતું. હવે તો ચીંટુ, કાકા અને દીપુ રાત દિવસ સાથે બેસીને વાતો કરયા કરતા અને એકબીજાની એકલતા દુર કરતા. કાકાનુ પણ એક પરીવાર હતુ તે કાર એક્સીડેન્ટમાં તેની પત્ની અને તેનો પ વર્ષનો પુત્ર મૃત્યુ પામેલા. તેને ચીંટુમાં તેના પુત્રની તસ્વીર દેખાતી. તે ઘણીવાર ચીંટુ અને દીપુને કહ્યા કરતા કે જો તે જીવતા હોત તો મારો દીકરો “પિયુ” તેની જેવડો જ હોત. અને તે બંને એકી નજરે તેમને જોયા કરતા. હવે તો લાગણીઓનો સંચાર થવા લાગ્યો હતો. સમય જતા કયાં વાર લાગે છે. કાકા અને ચીંટુએ દીપુનુ એડમીશન કરાવ્યુ શાળામાં અને ચીંટુ દરરોજ તેને શાળાએ લેવા અને મુકવા માટે જતો. આ બાજુ ચીંટુની ઉંમર વધવા લાગી અને કાકાની તબીયત બગડવા લાગી. ચાર વર્ષ વીતી ગયા આમ જ અને દીપુ ચોથા ધોરણમાં આવી ગઈ હતી અને માત્ત ૧૬ વર્ષની વયે ચીંટુ એ કાકાની ચા ની હોટેલ સંભાળી લીધી અને હવે કાકા આરામ પર બેસી ગયા. જયારે પણ દીપુનું પરિણામ આવે ત્યારે ચીંટુ પોતાના પગારમાંથી ત્યાં આવતા બધા ગ્રાહકોને મિઠાઈ આપવાનું ભુલતો નહી. સમય જતા ચીંટુ કાકાનો ધંધો મોટો કરતો ગયો અને હવે નાની એવી હોટેલમાંથી તેને મોટી હોટેલ બનાવી દીધી. તેના એ બધાની સાથે ભળી જવાના સ્વભાવને કારણે તેની દોસ્તી શહેરના રહીશો સાથે થવા લાગી. હવે તો દીપુ પણ બધુ સમજવા લાગેલી એટલે તે પણ ભાઈને બોવ હેરાન નહોતી કરતી અને જાતે જ શીખી લેતી બધુ. એટલે હવે ચીંટુ પોતાનુ સંપૂર્ણ ધ્યાન ધંધામાં દઈ શકતો. દીપુને બોર્ડની પરીક્ષા હતી તો તેની સાથે ચીંટુ પણ આખી રાત જાગીને તેને કંપની આપતો. તેને કંટાળો આવે ત્યારે જુના દિવસો યાદ કરીને કાકાનો આભાર માન્યા કરતો. આજે પરીક્ષાનો છેલ્લો દિલસ હતો અને દીપુ પરીક્ષા દઈને બહાર આવી તે બહુ ખુશ હતી તે હવે આખો દિવસ ભાઈ સાથે રહી શકવાની હતી એટલે. પરીક્ષા પુરી થતા જ ચીંટુ તેને બહાર લઈ ગયો ફરવા. અને બંને રાતે પાછા ફરયા જમીને. આ દીપુને મળેલી ફેરવેલ હતી.

હવે તો રાતનો એક જ નિયમ દીપુ જમવાનું બનાવે અને જમ્યા પછી કાકા,ચીંટુ અને દીપુ સાથે મળીને મસ્ત વાતો કરે. દીપુ ફ્રી હતી એટલે તે પણ ભાઈની હોટેલના કામમાં સારી એવી મદદ કરી લેતી. એક દિવસ ચીંટુ અને કાકા વાતો કરતા હતા.

ચીંટુ એ કહયુ કાકા આપણે હોટેલ હજુ મોટી કરીએ તો?

કાકા બોલ્યા જેવી તારી ઈચ્છા બેટા, હવે તો તારે જ આ બધુ સંભાળવાનું છે.મારી પાસે થોડા ઘણા પૈસા છે એ મેં તને આપીશ.

પૈસા તો મેં પણ બચાવ્યા છે. દીપુની ફી અને તેની જરૂરીયાત પુરી કરતા વધેલા પૈસા મેં સાચવીને રાખ્યા છે. ચીંટુ બોલ્યો.

કાકાએ કહ્યુ તુ હવે ખરેખર મોટો થઈ ગયો છે ચીંટુ.

હવે તો ચીંટુ પોતાની બહેનને ડોકટર અને પોતે મોટો બીજનેસમેન થવા જઈ રહયો હતો.

તેને ત્યાં આવતા પોતાના રહીશ મિત્રોને વાત કરી અને સંબંધો સારા હોવાથી પોતાની પુરી સહાય આપશે તે બઘા ત્યાં વાત પુરી થઈ.

દીપુને પણ વેકેશન હતુ તો હવે તેને હોટેલમાં થવાના ખર્ચનુ લીસ્ટ બનાવ્યુ અને પોતાના પૈસા ભેગા કરીને ઘટતા પૈસા કાકા પાસેથી લીધા. કામકાજ થયુ શરૂ અને જોત જોતામાં જ હોટેલ બનીને થઈ ગઈ તૈયાર. ચીંટુ ૨૦ વર્ષનો થઈ ગયો હતો અને મૂછનો દોરો પણ ફૂટી ચુકયો હતો. આજથી ૯ વર્ષ પહેલા જે હોટેલ વાળાએ ધક્કો મારીને કાઉી મૂકેલો તેનાથી જ થોડી દૂર એક નવી હોટેલ બની અને નામ રાખ્યુ રામેશ્વર. તેને કાકા પ્રત્યે પણ એટલો જ લગાવ હતો અને કાકાનુ નામ રામજી હતુ અને લગભગ તેના માં જ તેને ભગવાન દેખાયો હશે એટલે નામ રખાયુ હશે રામેશ્વર. કાકાના હસ્તે હોટેલનુ ઉદ્‌ઘાટન થયુ અને હોટેલ ધીમે ધીમે કરતા લાગી ચાલવા. અને બીજુ બાજુ દીપુનુ પરિણામ આવ્યુ તે ૯૨ ટકા લાવેલી. ચીંટુ અને કાકાનો હરખ તો સમાયે સમાતો ના હતો. એટલે તે દિવસે જે જમવા આવે તેના માટે હોટેલ તરફથી આઈસક્રીમ ફ્રી આપવામાં આવ્યો અને ચીંટુ દીપુ માટે કપડા અને બીજી વસ્તુ પણ લઈ આવ્યો.

દીપુ એ હવે ભાઈને પૈસાનું એટલુ ટેન્શન ના હોવાથી સારી એવી શાળામાં એડમીશન અપાવ્યુ અને તેને સ્કોલરશીપ પણ મળી. હવે દીપુ પણ એટલી ફ્રી ના રહેતી તેને ખબર હતી તેને ડોકટર બનવાનુ છે. તે દિલ લગાવીને મહેનત કરવા લાગી. કયારેક ભાઈ કાકા અને દીપુ ફ્રી હોય તો સાથે બેસતા તો “દીપુ પૂછયા કરતી ભાઈ મને ડોકટર જ કેમ બનાવવી છે તારે?”

લગભગ તેને મમ્મી યાદ પણ નહી હોય હવે

“ચીંટુ દર વખતે એક જ જવાબ આપતો બની જા પછી કહીશ.”

હવે તો દીપુને ડોકટર બનવવાની ઉતાવળ હતી તેને જાણવં હતુ માટે. ૧૨ ના બોર્ડની પરીક્ષા પતી અને પરિણામ આવવાનુ જ હતું. ચીંટુ મસ્ત તૈયાર થયેલો. અને પરિણામ જાહેર થયુ. જે ના વિચારેલુ તે થયુ. દીપુ બોર્ડની પરીક્ષામાં આખા શહેરમાં ૬ નંબરે આવેલી. ચીંટુની ખુશીનો પાર ના હતો તે ગાંડો થઈ જવાનો હતો. તેને આ વખતે તો પોતાની હોટેલની બહાર પોસ્ટર લગાડયુ તેની બહેનનું અને તે દિવસે જમવા પર પ૦ ટકા ડિસ્કાઉન્ટ અને પાછો આઈસક્રીમ તો ફ્રી જ. ઘણી ટ્રાફીક રહી તે દિવસે.

દીપુને મેડીકલ કોલેજમાં એડમીશન લેવાનું હતુ અને હવે તો બઘી કોલેજના સામેથી લેટર આવ્વા લાગ્યા. તેને વિચારીને સારી કોલેજમાં એડમીશન લીધુ એ પણ સ્.મ્.મ્.જી માં અને આ વખતે પ૦ ટકા સ્કોલરશીપ મળી. બહેન દુર જઈ રહી હતી પાંચ વર્ષમાટે તેનુ દુખ હતુ અને ડોકટર બનશે તેની ખુશી.

કાકા, ચીંટુ અને દીપુની આંખમાં આંસુ હતા અને તેઓ તેમને કોલેજમાં મૂકી આવ્યા.

હવે તો ફોન પર જ વાત થતી પણ દીપુ હવે ચીંટુને ડોકટર કહીને બોલાવતી. તેને કાકા એ થોડુ કહી દીધેલુ ભાઈ વિશે. ચીંટુને ડોકટર સાંભળતા જ તેના ફેસ પર સ્માઈલ આવી જતી.

ચીંટુની હોટેલ સાર ચાલતી તેન ૩ વર્ષમાં કાકા પાસેથી લીઘેલા પૈસા પરત કરયા. કાકા ખુબ ખુશ થયા તેની ઈમાનદારી જોઈને પણ તેને દીપુના ખર્ચમાટે તને પરત કરયા.

હવે ચીંટુ બીજી હોટલ ખોલવાનુ વિચારતો હતો અને પાંચ વર્ષમાં તેને ૩ હોટેલ ખોલી જેના નામ દીપુ રાખ્યા. દીપુ માટે આ સરપ્રાઈજ હતી. તેને એક ફોરવ્હીલ પણ લઈ લીધી. અને હવે ડો. દીપુને લેવા જવાની હતી. તેને આ કાઈ ખબર જ ના હતી. તે ભાઈ ને મળવા અધીરી થઈ રહી હતી ત્યાં સામેથી બ્લેક ફોરવ્હીલમાંથી બ્લેક કોટ પહેરીને કોઈ ઉતરયુ તે જોઈને હવે તે ગાંડી થઈ ગઈ.

“ઓહ્‌હ્‌હ ડોકટર ભાઈ આ બધુ શું છે?”

“આજે તે મારૂ સપનુ પુરૂ કરયુ છે ને તો હવે તને ઘણા સરપ્રાઈજ આપવાના છે.”

બંનેની આંખમાં જિણા એવા આંસુ હતા.

ચીંટુએ એક એક કરતા બઘી હોટેલ બતાવી અને એક એક હોટેલ જોતા દીપુની આંખ ખુલી ખુલી રહી જતી હતી.

આ લાસ્ટ છે તેમ કહીને બંને ગાડીમાં બેઠા અને તે કાકાને લેવા ગયા.

“દીપુ બોલી કેમ કાકાને લેવા જઈએ છીએ.”

“કાકા વગર આ પુરૂ ના થઈ શકેત માટે.” ચીંટુએ કહ્યુ.

કાકાને જોઈને દીપુ ફરી રડી પડી.

હવે દીપુની આંખ પર ચીંટુએ પટ્ટી બાંધી દીધી અને કોઈ ખાલી જગ્યાએ હોય તેવુ લાગતુ હતુ દીપુને.

આંખ ખુલી તો સામે ખુબ મોટી ખાલી જગ્યા હતી.

“આ શું છે?” ભાઈ

“તારી હોસ્પિટલ માટેની જગ્યા.” ચીંટુ બોલ્યો

દીપુને શું કરવુ તે ખબર ન હોતી પડતી. તે કાકા અને ચીંટુને ભેટી પડી રડતા રડતા.

અને ત્યાં હોસ્પિટલ બની જેનું નામ દીપુએ ડોકટર ચીંટુ જ રાખ્યુ.

અને આજે દીપુમાં ચીંટુ એ જોયેલું સપનુ સાકાર થયું.

તેને દીપુને કહયુ આપણે જેમ અનાથ થયા તેમ હવે બીજા કોઈ અનાથ ના થાય તે જવાબદારી આજથી હું તને સોંપુ છુ.

“આજે ચીંટુ પણ લાખો નો માલિક હતો અને કરોડોની દોલત એવી તેની બહેન અને કાકા. અને સૌથી મહત્વપૂર્ણ વાત તેને જોયેલું સપનુ પણ આજે પુરૂ થયું.”

- પિયુષ એમ. કાજાવદરા