પ્રક્રુતિનો સાદ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રક્રુતિનો સાદ

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

નામ : પ્રકૃતિનો સાદવિષય : પ્રકૃતિ

દુ:ખ થાય છે જયારે પણ,

વૃક્ષની તુટેલી ડાળ જોઉ છુ.આંધળી બનેલી આજની દુનિયામાં,સ્વાર્થની આમ ભરમાર જોઉ છું.પ્રકૃતિના આશીર્વાદને સહારે જીવેલા,વ્યકિતઓમાં રહેલા શેતાન જોઉ છુ.કેમ કરતા હશે આમ નાશ એનો.

ઉઠતા હાથ આમ નીંકદનમાં આજે,વ્યકિતમાં દુ:શાસનની છાપ જોઉ છુ.માં ગણીને ઉછર્યા છે જેને સૌને,એના જ અપમાનમાં ઉઠેલા હાથ જોઉ છુ.દ્રોપદી કરતા ય અપમાનિત પ્રકૃતિના,વહેતા આંસુઓની વેદના જોઉ છુ.ધન્ય છે આ કળીયુગના શૈતાનોને,માંના હણાતા જાણે પ્રાણ જોઉ છુ.

કવિ:સુલતાન સિંહ બારોટ

ઘણી બધી મથામણ અને ચિંતા બાદ મારા મનમાં જે વિચારો ઉદભવ્યા છે તે હુ આપની સમક્ષ પ્રકટ કરવા માંગુ છુ. આજે હું તમને આપણી આસપાસના પર્યાવરણ વિશે કંઇક કહેવા માંગુ છુ.આપણી પ્રકૃતિમાતા વિશે કાંઇક કહેવા માંગુ છુ.મનુષ્ય તરીકે આપણો જન્મ થયો છે આ સૃષ્ટિ ઉપર તો ઇશ્વરે આપણને અપાર શકિતઓ આપી છે.અને પ્રકૃતિના બીજા બધા તત્વો કરતા આપણે માનસિક અને શારિરીક બંને રીતે વધારે શકિતશાળી છીએ તો આપણી પણ કાંઇક ફરજ બને છે સાચુ ને ? આપણી આસપાસની પ્રકૃતિના તત્વોની રક્ષા કરવાની,તેમને જોઇતુ વાતાવરણ પુરુ પાડવાની તેમજ પ્રકૃતિને આડે આવતા અવરોધો દુર કરવાની આપણી ફરજ બને છે.જેમ આપણા વડીલો આપણને હંમેશા કહેતા આવ્યા છે કે કોઇને ઉપયોગી ના બનો તો કંઇ નહી પરંતુ કોઇને નડતરરૂપ તો ના જ બનજો.પરંતુ પ્રકૃતિના વિષયમાં આપણે હંમેશા ઉપર કહ્યા કરતા વિરૂધ્ધ વર્તન જ કરતા આવ્યા છીએ.ઇશ્વરે આ સૃષ્ટિની કેવી સુંદર મજાની રચના કરી છે.કોઇને એકલવાયુ ના લાગે તે માટે અનેક પ્રકારના સજીવોની,વનસ્પતિ જગતની રચના કરી છે.પ્રાણીઓના સમતોલન માટે તૃણાહારી જીવો,માંસાહારી જીવો,મિશ્રાહારી જીવોની વગેરેની રચના કરી છે.આપણને પુરતુ પાણી મળી રહે તે માટે નદી-નાળા તળાવ તથા ધોધની રચના કરી છે. અનેક-વિધ ઋતુઓની રચના કરી છે.આપણને પુરતો આરામ મળી રહે તે માટે દિવસ-રાતની રચના કરી છે,રહેવા માટે જમીન,ઉડવા માટે આકાશની રચના કરી છે.આ બધી સૃષ્ટિની રચનામાં જેટલા ઉંડા ઉતરીયે તેમ તેમ આપણને સમજાશે કે કુદરતે આપણને આરામદાયક જીવન મળી રહે તે માટે દરેક વસ્તુઓની રચના કરી છે.ઇશ્વરના કાર્યનુ વર્ણન કરવા માટેની આપણા પામર જીવમાં શકિત નથી.આ સુંદર મજાની સૃષ્ટિમાં ઇશ્વરે આપણી દરેક પ્રકારની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યુ છે.આપણે કયારેય કુદરત પાસે કાંઇ માંગવુ પડ્યુ પણ નથી. આપણે કુદરતે આટલો અમુલ્ય ખજાનો આપ્યો છે.પણ શું આપણે તેની કદર કરીએ છીએ??? જરા આંખો બંધ કરી વિચારો,આ સુંદર મજાની પ્રકૃતિનું આપણા જીવન દરમિયાન કેટલી વખત આપણે જતન કર્યુ છે???કદાચ મોટાભાગના લોકોનો જવાબ નકારમાં હશે અથવા તો ખુબ જ ઓછો વખત આપણે પ્રકૃતિનું જતન કર્યુ હશે.ઉલટું આપણે પ્રકૃતિના ચક્રમાં આડખીલીરૂપ બનીએ છીએ.આપણે સતત પ્રકૃતિની ઉપેક્ષા કરતા આવ્યા છીએ.તેની મદદ કરવાનું તો એકબાજુ આપણે હમેંશા તેંને અડચણરૂપ જ બન્યા છીએ.તેના પરિણામરૂપ આપણી પ્યારી ચકલીઓ કે જે આપણા ઘર આંગણાનું પક્ષી છે તે નામશેષ થતુ જાય છે.જરા વિચારો, તમે છેલ્લી વખત ચકલીઓને કયારે તમારા ઘર આંગણે ચણતી જોઇ હતી?? વૃક્ષો ને આડેધડ વગર વિચાર્યે આપણા સ્વાર્થ માટે કાપીને ગ્લોબલ વોર્મીંગની સમસ્યા સામે ચાલીને આપણા માથે લીધી છે.આજના સમયમાં આપણે વરસાદની અનિયમીતતા માટે ઘણી વાર ઘણા લોકોને બોલતા સાંભળીએ છીએ કે “ આ વર્ષે તો કુદરતનો કોપ છે” પણ વરસાદનું અનિયમિત આવવું કે વરસાદ ઓછો – વધુ પ્રમાણમાં થાય છે,તેમાં કુદરત જવાબદાર છે કે પછી આપણે માનવજાત?????આપણે વગર વિચાર્યે વ્રુક્ષો કાપીએ છીએ વાત સાચી છે કે આપણી જરૂરિઆતની વસ્તુઓ બનાવવા માટે આપણે લાકડાની જરૂર છે અને આપણે વ્રુક્ષો કાપીએ છીએ પણ શું એક વ્રુક્ષ કાપ્યા બાદ તે જ જગ્યાએ અથવા તો બીજી જગ્યાએ આપણે એક વ્રુક્ષ વાવીએ છીએ ખરા???

આડેધડ કારખાના,વાહનોનો ખુબ જ વધુ પડતો ઉપયોગના કારણે આપણે જ પ્રદુષણનું પ્રમાણ વધારી દીધુ છે.બેફામ કચરા તથા પ્લાસ્ટિકના ઉપયોગને કારણે આપણે આપણી આસપાસની નિર્મળ પ્રકૃતિને પ્રદુષિત કરી છે.

વાહનોના, કારખાના ધુમાડા અને બિનજરૂરી ઘોંઘાટને કારણે આપણે હવા તથા અવાજના પ્રદુષણનુ પ્રમાણ બેફામ રીતે વધારી દીધુ છે. તેના પરિણામ સ્વરૂપ આજે આપણે અનેક ગંભીર રોગોના ભોગ બનીએ છીએ. અને ભવિષ્યમાં આપણે આથી પણ વધુ ગંભીર રોગના ભોગ બનવાની શકયતાઓ છે જ...........

જુના જમાનામાં લોકોનું આયુષ્ય 90 થી 100 વર્ષ હતું.આજે માણસની આયુષ્ય ક્ષમતા પણ ઘટી ગઇ છે.આજે લોકોનુ આયુષ્ય દિવસે દિવસે ઘટવા લાગ્યુ છે.તેનું કારણ શું છે? તેની પાછળ જવાબદાર કોણ છે? જરા શાંત ચિતે આંખ બંધ કરીને વિચારશો તો તમને મારા પ્રશ્નોનો જવાબ તમારી અંતરાત્મા જ આપશે કે આ બધા માટે આપણે મનુષ્ય જ જવાબદાર છીએ.....

શા માટે આપણે આવુ કરીએ છીએ ? માણસ પોતાનું ઘર તો ચોખ્ખુ રાખે છે.તો કુદરતે બનાવેલી આ સુંદર પ્રકૃતિને આપણે શું કામ ચોખ્ખી ના રાખી શકીએ??? આખરે આ ધરતી પણ આપણુ ઘર જ છે ને.તેને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની આપણી ફરજ નથી?? આપણે બીમારી વખતે દોડીને ડોકટર પાસે જઇએ છીએ અને હજારો રૂપિયા તેની પાછળ ખર્ચ કરીએ છીએ.આપણે એ હજારો રૂપિયામાંથી થોડો અંશ પણ સમાજમાં પ્રકૃતિની સફાઇ પાછળ ના વાપરી શકીએ??? અને બિમારીઓને ઘટાડી ના શકીએ? શું આપણે થોડા વ્રુક્ષોનો ઉછેર ન કરી શકીએ? મિત્રો થોડી ઇચ્છા શકિતની જરૂર છે.આજે આપણી પ્રકૃતિ કે જેના ખોળે આપણે વસીએ છીએ તે આપણને રડતી આંખે સાદ કરીને બોલાવે છે.જરા ધ્યાન દઇને ચાલોને આપણે તે સાદને સાંભળીએ અને તેના આઁસુ લુછવા માટે આપણાથી બનતા પ્રયત્નો કરીએ. આપણાથી બને તેટલું યોગદાન આપણે આપીએ, યુવામંડળો બનાવીએ.આપણા સગા, કુટુબીજનો બધા એકઠા મળીને આપણે આપણી આસપાસના વાતાવરણને અને સમાજને તથા ગામને નંદનવન બનાવીએ.આપણી આસપાસની પ્રકૃતિને નુકશાન પહોંચતુ અટકાવીએ અને તેના વિકાસ અને સંવર્ધન માટે આપણો સહયોગ પુરો પાડીએ. પ્રકૃતિની આંખમાંથી આંસુ લુછવાથી છેવટે ફાયદો તો આપણે જ થવાનો છે ને??? જયારે કોઇ બાળક બીમાર હોય અથવા મુશ્કેલીમાં હોય ત્યારે સૌથી વધારે દુ:ખ તેની માતાને થાય છે.માતા પોતે તંદુરસ્ત હોવા છતાંય તેના બાળકનાં દુ:ખમાં દુ:ખી થાય છે.તેમ આપણી આ પ્રકૃતિ એ આપણી માતા છે.આપણા જ દુષ્કર્મોને કારણે આપણે તેને દુઃખી કરીએ છીએ છતાય આપણુ દુઃખ આપણી પ્રકૃતિ માતા જોઇ શકતી નથી અને પોતે પણ દુખી થાય છે.તેને ખબર છે કે આપણા દુઃખી થવા પાછળ આપણે પોતે જ જવાબદાર છીએ છતાય એક માં તરીકે તે આપણું દુઃખ જોઇ શકતી નથી અને પોતે પણ દુઃખી થાય છે.તો આપણે એક સંતાન તરીકેની આપણી ફરજ શા માટે ચુકી જઇએ છે? આપણી પ્રકૃતિમાતાને મદદ કરવા માટે ચાલો મિત્રો આપણે બધા સાથે મળીને એક પ્રણ લઇએ કે, “મારાથી બની શકે તેટલા પ્રકૃતિને મદદરૂપ થાશુ અને આપણા સંતાનો તથા આસપાસના લોકોમાં તથા સમાજમાં જાગૃતિ ફેલાવશું જ.....”

“આપણે સૌ સાથે મળીને આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ બનાવીશું અને તેને બગાડતા અને નુકશાન કરતા તત્વોનો ઉપયોગ ઓછો કરીશુ.”

“વધારેમાં વધારે વૃક્ષો વાવીશુ અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાતા અટકાવીશું.વૃક્ષોએ જ આપણુ જીવન છે.વૃક્ષો છે તો જ વરસાદ છે.વૃક્ષોના વ્યાય વધારવા માટે અને તેનો વ્યસ્થિત ઉછેર માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશુ.” “આપણે પેટ્રોલિયમ તથા ગેસની પેદાશોનો ઉપયોગ મર્યાદિત પ્રમાણ કરીશુ.બિનજરૂરી રીતે તેનો ઉપયોગ ટાળીશુ અને આસપાસના લોકોને પણ તેના માટે સમજાવીશુ.” “વીજળીનો ઉપયોગ કરકસરપૂર્વક કરીશુ અને તેની બચત કરીશુ.વીજળીથી ચાલતા ઉપકરણોની નિયમિત તપાસ કરાવીશુ અને વીજળીની બચત કરતા જ ઉપકરણો વાપરીશુ” “હવાનુ, અવાજનુ, પાણીનુ પ્રદુષણ અટકાવીશુ.લોકોને પણ પ્રદુષણ કરતા અટકાવીશુ.”

આજથી જ આપણે ઉપરના બધા નિયમો લઇને જીવનમાં ઉતારીએ અને આપણા આસપાસના વાતાવરણ ને સ્વચ્છ, નિરોગી અને નિર્મળ બનાવીએ.