Karunamurthi Khushi Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Karunamurthi Khushi

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

કરુણામુર્તી ખુશીવિષય : વાર્તા

અનુક્રમણિકાપ્રકરણ:1 ભેદભાવપ્રકરણ :2 પિતાનો પસ્તાવો

પ્રકરણ : 1ભેદભાવ

નમસ્કાર મિત્રો,આજે મારા થોડા પ્રશ્નોના જવાબ માંગુ છુ.આપ સૌની પાસે,આશા રાખુ છુ કે એ પ્રશ્નોના જવાબ મને મળે,

મારો પ્રથમ પ્રશ્ન છે કે, કયારેય એક ગાય તેના બે વાછરડા પર ઓછો વધુ પ્રેમ વરસાવે છે?મારો બીજો પ્રશ્ન છે કે શું કયારેય એક વ્રુક્ષ તેની નીચે બેસનાર વ્યકિતઓને ઓછી વધુ શીતળતા આપે છે?મારો ત્રીજો પ્રશ્ન છે કે શુ કુદરત આપણે સૌ તેના સંતાનો છીએ તેમા ભેદભાવ રાખે છે?મને લાગે છે ત્યાં સુધી ઉપરના તમામ પ્રશ્નોના જવાબ તમારા બધાના મનમાં એક જ હશે ”ના”. એવુ ના જ બને .કયારેય એક ગાય તેના બે બચ્ચાને ઓછો વધુ પ્રેમ કરતી નથી.કયારેય એક વ્રુક્ષ તેની નીચે બેસનારા પ્રત્યે વહાલા દવલાની નિતી રાખતુ નથી.કુદરત પણ આપણી સાથે તેવો વર્તન રાખતુ નથી.તો આજે પણ આપણે માનવજાત આપણા જ સંતાન એક દિકરો અને એક દીકરીમાં શું કામ ભેદભાવ રાખીએ છીએ???

આ વાત છે “ શાંતિ” અને “ રમેશ” ના જીવનની.રમેશ એક નાનકડા ગામડામાં રહેતો.તેના વિચારો સંકુચિત જ હતા.રમેશ અને શાંતિના લગ્ન બાદ બન્ને સુખેથી જીવન વ્યતિત કરતા હતા.થોડા સમય બાદ શાંતિને સારા દિવસો રહ્યા.આ વાતની જાણ જયારે તેણે રમેશને કરી તો રમેશના આંનદનો પાર ના રહ્યો.ખુશીમાં ને ખુશીમાં તે નાચવા લાગ્યો, “ મારા કુળનો વંશ જ આવવાનો છે” “ મારો પુત્ર આવવાનો છે” આ સાંભળીને શાંતિને આશ્ચર્ય થયુ. રાત્રે જમતા જમતા શાંતિએ વાત ઉચ્ચારી કે રમેશ દિકરો જન્મે કે દીકરી.ભલે ને કોઇ પણ હોઇ આપણે તો એ બાબતે ખુશ થવુ જોઇએ કે આપણા ઘરે પ્રથમ સંતાનનો જન્મ થવાનો છે.આ વાત રમેશ ને ના ગમી.તે કાંઇ પણ બોલ્યા વિના ત્યાંથી જમીને બહાર જતો રહ્યો. નવ માસ બાદ શાંતિને કુખે પુત્રી અવતરી.તેનુ નામ રાખવામાં આવ્યુ “ ખુશી” .પણ રમેશને આ “ ખુશી ” ( પોતાની પુત્રી) ને જોઇને જરા પણ ખુશી ના થઇ.તે સમાજને દેખાડા ખાતર તેની પુત્રીને વહાલ કરતો પણ અંદરથી તો તેને તે જરા પણ ના ગમતી.આ બધુ જોઇ શાંતિ ખુબ જ દુ:ખ અનુભવતી પરંતુ લાચારીવશ તે કાંઇ કરી ના શકતી.પોતે પુત્રીને મા-બાપ બન્નેનો પ્રેમ આપવાનો પ્રયત્ન કરતી.રમેશને સમજાવતી પણ તે કયારેય એક ના બે ના થતો. ધીમે ધીમે ખુશી મોટી થવા લાગી.પાંચ વર્ષની થતા તેમને ગામની શાળામાં બેસાડવામાં આવી.નાનપણથી જ ખુશી ખુબ જ ઉત્સાહી અને જીજ્ઞાસાવ્રુતિવાળી હોવાના કારણે તે અભ્યાસમાં પણ ખુબ હોંશીયાર હતી.તેનામાં નવુ નવુ શીખવાની તાલાવેલી હતી. આ જ સમયમાં શાંતિને ફરી સારા દિવસો આવ્યા અને આ વખતે તેને ત્યાં પુત્રનો જન્મ થયો.તે વખતે રમેશની ખુશીનો પાર ન હતો.આખા ગામમાં મિઠાઇ વહેચી.ધામ-ધુમથી તેના ઘરે ઉજવણી કરવામાં આવી.ખુશી પણ તેનો નાનો ભાઇ આવ્યો છે એ જોઇ ખુબ ખુશ થતી.તેના નાનાભાઇને વહાલ કરતી રમકડાથી રમાડતી.પણ રમેશને આ ન ગમતુ.જયારે જુઓ ત્યારે તે ખુશીને તેના ભાઇથી દુર કરી દેતો.આ બધુ જોઇ શાંતિનો જીવ કળીએ કળીએ કપાતો પણ તે બિચારી લાચારીવશ કાંઇ ન કરી શકતી.પૂત્રના નામકરણનો દિવસ પણ રમેશે ખુબ ધામ ધુમથી મનાવ્યો અને પૂત્રનું નામ રાખવામા આવ્યુ “વંશ”.રમેશના મત પ્રમાણે પોતાના વંશને ઉજ્જવળ અને રોશન કરનાર પૂત્રનું નામ “વંશ” રાખવામાં આવ્યુ. જે પિતા પોતાની પૂત્રી ખુશી માટે કયારેય એક નાનકડી ઢીંગલી પણ નહોતો લાવ્યો એ જ પિતા આજે તેના પૂત્ર માટે વિના માગ્યે ખુબ મોંઘા રમકડાં લાવવા લાગ્યો.તેના પૂત્ર માટે અખુટ રમકડા,ખુબ જ નવા કપડાં માગ્યા વિના આવી જતા. ધીરે ધીરે વંશ પણ મોટો થવા લાગ્યો અને ખુશી પણ.કયારેક કયારેક ખુશી તેની માતાને પૂછતી પણ કે “માં... પપ્પા ભાઇને કેટલો પ્રેમ કરે છે,અને મને તો તે કયારેય પ્રેમથી બોલાવતા પણ નથી.આવુ શા માટે???? બિચારી શાંતિ આડા અવળા જવાબ આપી તેના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરતી. વંશને પાંચ વર્ષ પૂર્ણ થતા શાળામાં બેસાડવાનો સમય આવ્યો.ખુશી ગામની જ શાળામાં જતી.જયારે વંશને બાજુના ગામની એક ખાનગી અંગ્રેજી શાળામાં ભણવા મૂકવામાં આવ્યો.અને ઘરે એક ખાનગી ટયુશન પણ રાખવામાં આવ્યુ. પણ કહેવાય છે ને કે કુદરતના આશીર્વાદ વિના વિધ્યા ન મળે તેમ ખુશી ગામની શાળામાં વિના ટયુશને ભણતી છતા તે ખુબ જ હોંશીયાર,જયારે વંશ ખાનગી શાળામાં ટયુશન સાથે ભણતો છતાંય ભણવામાં પાછળ ,છતાંય પિતાને ખુબ અભિમાન કે મારો પુત્ર વંશ અંગ્રેજીમાં ભણીને મોટો સાહેબ બનશે. આમ કરતા કરતા ખુશી દસમાં ધોરણમાં ખુબ સારા માર્કસ સાથે પાસ થઇ ત્યારે ખુશીને વિજ્ઞાન પ્રવાહ સાથે આગળ વધવાની ઇચ્છા હતી.ઘરે આવી માને કહ્યુ તો તેણે કહ્યુ ,”બેટા.રાત્રે તારા પપ્પા આવશે ત્યારે હુ તેમને સમજાવીશ “. રાત્રે જમ્યા બાદ શાંતિએ રમેશને ખુશીની ઇચ્છા જણાવી.પણ રમેશે ચોખ્ખી ના પાડી દિધી અને કહ્યુ કે આપણા ઘરની દીકરીઓ બહાર ભણવા ન જાય.હવે આગળ કાંઇ ભણવું નથી.દીકરીઓ તો ઘરે જ શોભે.હવે ભણવાના શોખ મૂકી ઘરકામમાં ચિત્ત પરોવ.લગ્ન બાદ તને તારું ભણતર કામ નહી આવે ઘરકામ જ જરૂર મદદ કરશે. આ બધુ સાંભળીને ખુશી પર તો જાણે આભ તુટી પડયું.તે એકાંતમાં બેસી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.તેની માતાએ પ્રેમથી તેને મનાવવા પ્રયત્ન કર્યો.પણ આ વખતે તે ના સમજી શકી અને રડવાનું ચાલુ જ રાખ્યુ. દિવસો જતા ખુશી ધીમે ધીમે બધુ ભુલવાનો પ્રયત્ન કરી ઘરકામમાં ચિત્ત પરોવી દીધુ.કહેવાય છે ને કે બાળકમાં આવડત તો જન્મજાત હોય છે.તેમ ખુશી ભણવાની સાથે સાથે ઘરકામમાં પણ એવી જ હોંશીયાર .તેની માતા જે વાત એક વખત શીખવે તે ઝડપથી શીખી જાય અને ભુલે પણ નહી. પોતાની સાથે ભણતી લતા શહેરમાં ભણવા જતી.તેની સાથે અવનવી વાનગીનું પુસ્તક શહેરમાંથી મંગાવી અને તેમાંથી પણ તે વિવિધ વાનગી બનાવવાનુ શીખતી.જાણે તેના હાથમાં જાદુ હોય તેમ તે જે વાનગી બનાવતી તે ખાનાર વ્યકિત આંગળીઓ ચાટી જાય. વંશ નો પ્રાથમિક અભ્યાસ જેમ-તેમ પૂર્ણ થતા તેના પિતાએ તેને શહેરમાં ભણવા મુક્યો.શહેરની સારામાં સારી શાળા હોસ્ટેલમાં તેનુ નામ નોધાવ્યુ અને તેને અભ્યાસાર્થે મોકલ્યો.વંશ પણ શહેરની રોનક જોઇને ખુબ નવાઇ પામ્યો.હવે અહી તેને કહો એટલા રૂપિયા તેના પપ્પા મોકલાવતા એટલે તેનુ ધ્યાન સાવ અભ્યાસ પરથી હટી ગયુ.અને અમુક બગડેલા મિત્રોનો સંગાથ થતા ફાકી,ગુટકા અને સિગારેટનો વ્યસની બની ગયો. ખુશી વીસ વર્ષની થતા તેના પિતાએ તેના માટે લગ્ન માટે મુરતિઓ શોધવાનું શરૂ કરી દીધુ.શાંતિએ સમજાવ્યુ ખુશી હજી બહુ મોટી નથી થઇ તેના માટે યોગ્ય વર શોધજો.પરંતુ રમેશને તો સાપના ભારામાંથી ચિંતા મુક્ત થવુ હતુ.બે ટંક કમાઇ લેતો હોઇ તો પછી જેવો વર હોઇ એવો ચાલે તેને તો જલ્દીથી ખુશીને સાસરે વળાવવી હતી. ખુશી માટે બાજુના જ એક નાનકડા ગામડામાંથી લગ્ન માટે એક મુરતિયો રમેશે શોધ્યો.જેનુ નામ “દિપ”.દિપના પપ્પા ગુજરી ગયા હતા અને તે પોતે ગામડામાં ચાની કેબિન ચલાવતો હતો.દિપના ઘરમાં તેની મા અને પોતે એમ બે જ સભ્યો હતા.દિપ સંસ્કારી હતો પરંતુ માંડ બે ટંકનુ કમાઇ લેતો. ત્યાં ખુશીનુ સગપણ નક્કી કરતા શાંતિ પારાવાર પસ્તાવો કરવા લાગી.પણ તેનુ ઘરમાં સાંભળે કોણ??? ખુશીએ તો કુદરત જેમ કરે તેમ ઠીક એમ વિચારી મન વાળી લીધુ.થોડા સમયમાં સગાઇ અને લગ્ન એમ બને ગોઠવી ખુશીને સાસરે વળાવી દીધી.

પ્રકરણ : 2

પિતાનો પસ્તાવો

ખુશી તો ત્યાં પોતાનુ ઘર સમજી અને ખુબ જ મર્યાદામાં રહેતી.દિપ અને તેના મમ્મી બંનેને ખુબ માન આપતી.દિપની માતા આવી સંસ્કારી વહુને જોઇ ખુબ ખુશ થયા.અને ભગવાનનો ઉપકાર માનતા કે સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર પૂત્રવધુ બની ને મારા ઘરમાં આવી છે. આ બાજુ વંશ અભ્યાસ ઉપર ઓછુ અને બીજે બધે વધારે ધ્યાન આપવા લાગ્યો.દિવસે દિવસે તેના ખરાબ કામો વધવા લાગ્યા.અઠવાડિયા,દસ દિવસે તે ઘરેથી પૈસા મંગાવતો.કયારેક તેની માતા પૂછતી તો તે નફ્ફટાઇપૂર્વક જવાબ ટાળી દેતો.શાંતિ રમેશને પણ સમજાવતી કે દિકરાને આટલા લાડકોડ સારા નથી.જરા તપાસ કરો કે આટલા રૂપિયાનું તે શું કરે છે?પણ રમેશની આંખમાં તો પૂત્ર મોહની પટ્ટી બાંધેલી હતી.તે કહેતો કે મારો પૂત્ર દસમાં ધોરણમાં છે.તે જે કહેશે તે હું તેને આપીશ.તેને ખુબ ઉચ્ચ અભ્યાસ કરાવી મોટો સાહેબ બનાવીશ.પણ આ બાજુ પૂત્ર તો કાંઇક બીજું જ પકાવી રહ્યા હતા.

એક સાંજે દિપ અને ખુશી આમતેમ ગામમાં ટહેલવા નીકળા ત્યારે ખુશીએ જીજ્ઞાશાવસ દિપને પૂછી જ લીધુ કે “આમ તો તમે ખુબ જ હોંશિયાર છો,તો તમે કેમ ચાની ................? વાક્ય અધુરુ જ તેણે છોડી દીધુ.પરંતુ દિપ તે સમજી ગયો.તેણે ખુશીને બધી વાત કરી કે તે પોતે એમ.કોમ.સુધી ભણેલો છે.પણ નોકરી ના કરી શક્યો.એમ.કોમ.ના છેલ્લા વર્ષમાં હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું અને તે પોતે નાસીપાસ થઇ ગયો.શું કરવુ અને શું ન કરવુ,એ સમજ ના પડતા તે પોતે પણ પિતાની ચાની કેબીન જ સંભાળી લીધી.અને વળી પિતાના અવસાન બાદ ઘરમાં પરિસ્થિતિ સારી ન હતી.એટલે નશીબ પર છોડી તે ચા ની કેબીનમાં બેસી ગયો. ખુશી મનોમન સમજી ગઇ કે દિપ છે ખુબ હોંશિયાર.હવે હું પણ તેને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી તેને આ ચાની કેબીનમાંથી મુક્તિ અપાવીશ. ખુશીના સાસરાના ગામડામાં પણ તેની સહાધ્યાયી રહેતી તે ગામના સરપંચની પુત્રી હતી.ખુશી અવારનવાર તેના ઘરે બેસવા જતી હતી.એક વખત તે જ્યારે તેના ઘરે ગઇ ત્યારે છાપાના એક ભાગ પર તેની નજર પડી.તેમા શહેરની એક નામાંકિત બેંકમાં કલાર્કની પોસ્ટની જગ્યાની હતી અને લાયકાત એમ.કોમ.ની હતી. ખુશી તેની બહેનપણીની રજા લઇ એ છાપું ઘરે લઇ ગઇ.રાત્રે તેને દિપને એ જાહેરાત બતાવી.દિપ તો આનાકાની કરતો હતો પણ ખુશીએ તેને સમજાવ્યો અને તે માની ગયો અને તે ઇંટરવ્યુ આપવા ગયો. દિપ ઇંટરવ્યુમાં ખુબ વ્યવસ્થિત અને સુંદર રીતે જવાબો આપે છે.દિપના જવાબો અને તેની કાબેલિયતના આધારે તેને નોકરી મળી જાય છે.તે ખુબ ખુશ થઇ આ વાત તેની પત્ની અને માતાને કરે છે.તેઓ બન્ને પણ ખુશખુશાલ થઇ જાય છે. દિપ,ખુશી અને તેની માતા શહેરમાં રહેવા આવી જાય છે.અને ખુશખુશાલ જીંદગી વિતાવે છે.એક રાત્રે જ્યારે દિપ અને ખુશી હોટેલમાંથી જમીને તેના ઘરે પાછા ફરતા હોઇ છે ત્યારે રસ્તામાં બે ત્રણ યુવાનો એક બીજા યુવાનને ઢોર માર મારતા હોય છે.આ દ્રશ્ય જોઇ દિપ ત્યાં દોડી જાય છે અને પેલા યુવાનને બચાવવાનો પ્રયત્ન કરે છે. પૈસાની લેતીદેતીનો પ્રશ્ન હોઇ પેલા માણસો તે યુવાનને મારતા હોય છે.એ વાતની જાણ થતા દિપ તેને પૈસા આપી દે છે.અને હવે પેલા યુવાનને ઉભો કરે છે.એ યુવાનનો ચહેરો લોહીથી તરડાયેલો હોય છે અને તે ખુબ જ દારૂના નશામાં હોય છે. દિપ રૂમાલ વડે લોહી સાફ કરે છે અને તે દંગ રહી જાય છે.અરે...............આ તો વંશ,ખુશીનો ભાઇ.ખુશી પણ વંશને જોઇ ખુબ જ દુ:ખી થાય છે.તેઓ વંશને દવાખાને લઇ જાય છે.વંશની સારવાર બાદ દિપ તેને પોતાને ઘરે લાવે છે.અને બંને દિપ અને ખુશી તેને દારૂની લત છોડવા સમજાવે છે.પણ વંશ કાંઇ સમજવા તૈયાર જ ન હતો.ઉલટાનું દિપ અને ખુશી સાથે અસભ્ય વર્તન કરી ત્યાંથી જતો રહે છે. થોડા સમય બાદ પૈસાની ખુબ તંગી વર્તાવા લાગતા વંશ પોતાના ઘરે ગામડે જાય છે.અને તેની માતા પાસે પૈસા માંગે છે.તેની જીદ હવે તેની મા પુરી કરવા માંગતી ના હોઇ તેથી તેને પૈસા આપવાની ના કહે છે.અને તેના પિતા રમેશને બોલાવે છે.રમેશ આવીને વંશને સમજાવે છે કે બેટા તારો ખર્ચ ખુબ વધુ છે.તું ભણવા કરતા દારૂ અને વ્યસનમાં પૈસા ઉડાવે છે.એ સારુ નથી.

આ બધુ સાંભળીને વંશને ખુબ ગુસ્સો આવે છે.તેના પર ગુસ્સો વધી જતા તે પોતાના પિતા પર હાથ ઉપાડી લે છે.આ જોઇ શાંતિ વંશને દુર કરવા દોડે છે.ગુસ્સામાંને ગુસ્સામાં વંશ એ પણ ભુલી જાય છે કે આ મારા મા બાપ છે.વંશ તેની માંને દુર ફંગોળે છે.ત્યાં ભીત સાથે અથડાતા તે બેહોશ બની જાય છે અને વંશ તેંના પિતાને ઢોર માર મારીને ઘરમાંથી કિંમતી ઘરેણા અને સામાન લઇને જતો રહે છે. આજુબાજુ ના લોકો ખુશીને ખબર આપે છે.ખુશી અને દિપ દોડી આવે છે.તેના માતા પિતાને પ્રાથમિક સારવાર આપીને શહેરમાં લઇ જાય છે.ત્યાં તેના માતા પિતાનો ઇલાજ કરાવે છે.ઇલાજ બાદ ખુશી તેના માતા પિતાને પોતાના ઘરે લાવે છે.ત્યારે રમેશના પગ દરવાજા પાસે જ થંભી જાય છે.તેની આંખમાંથી આંસુની ધાર વહી જાય છે.તે બે હાથ જોડીને ખુશીની માફી માંગે છે.અને કહે છે,”બેટા જન્મથી જ હુ તારી ઉપેક્ષા કરતો આવ્યો છુ.મે તારી સાથે ક્યારેય પણ પ્રેમપૂર્વક વર્તન કર્યુ નથી.નથી મે તને ભણાવી અને નથી મે તારા લગ્ન પાછળ ચિંતા કરી.અને જેના ઉપર મે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો એ નાલાયકે આજે અમારા ઉપર હાથ ઉપાડયો.દીકરી હુ તારો ગુનેગાર છુ મને માફ કરજે...” આટલુ બોલતા બોલતા રમેશ પડી જાય છે.દિપ અને ખુશી તેને અંદર લાવી તાત્કાલિક ડોકટરને બોલાવે છે.ડોકટર આવી તપાસે છે.અને તપાસી અને જાહેર કરે છે કે રમેશનુ હાર્ટ એટેકથી મુત્યુ થયુ છે એવુ જાહેર કરે છે. આ જાણી ખુશી ચોધાર આંસુએ રડી પડે છે.વંશને જાણ કરવાનો પ્રયત્ન કરે છે.પણ તેની કયાંય ખબર ન મળતા આખરે ખુશી તેના પિતાને અગ્નિદાહ આપે છે. ધન્ય છે આવી લક્ષ્મીરૂપી પૂત્રીઓને ધન્ય છે....

----------સમાપ્ત----------