Dikari Mari Ladakvayi books and stories free download online pdf in Gujarati

દિકરી મારી લાડકવાયી

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમારemail id – brgokani@gmail.com

દિકરી મારી લાડકવાયી

“દિકરી મારી લાડકવાયી ,લક્ષ્મી નો અવતાર”

“એ સુવે ત્યારે રાત પડે ને જાગે ત્યા સવાર”

વાહ ! કેવી સુંદર રચના દિકરી વિશે છે.દિકરી એ આંગણાનુ પુષ્પ છે. લક્ષ્મીનો અવતાર છે. જેમના ઘરે દિકરી છે , તેઓ ખરેખર નશીબદાર છે.દિકરી વિનાનું ઘર એ ફુલ વિનાના બગીચા સમાન છે.

પરંતુ, આપણા આ પુરૂષપ્રધાન સમાજમાં દિકરીને સાપ નો ભારો........પારકી થાપણ.........જેવા હિન અને તુચ્છ નામ આપી નવાજવામાં આવે છે. દિકરીઓ ને તુચ્કારે છે આપણો સમાજ. પરંતુ,એમ કરી આપણો સમાજ એક મોટી ભુલ કરે છે, શું છે આ ભુલ?

આપણે જોઇએ..... ચાલો , જરા ફલેશબેક માં જઇએ. તમને તમારી માતાએ જન્મ આપ્યો અને અતિ પ્રેમપૂવક તમારો ઉછેર કરે છે. તમે જ્યારે નાના છો ત્યારે સંપુણ પરાવલંબી છો ત્યારે એક સ્ત્રી જે તમારી માતા છે , તે તમારી દેખરેખ રાખે છે.તમે સંપૂર્ણ રીતે તેના પર અવંલંબિત છો. ધીરે ધીરે તમે મોટા થવા લાગો છો. તમારી માતા તો ડગલે ને પગલે તમારી સાથે છે. પણ જો તમે નશીબદાર હોવ અને તમારી એક બહેન હોય તો તે તમારી સાથે રમે છે , હસે છે , બોલે છે તમારી મિત્ર બની તે તમારી દેખરેખ પણ રાખે છે. ધીરે ધીરે જીવનચક્ર આગળ ચાલે છે , તમારા લગ્ન થાય છે, તમારા જીવનમાં , તમારા ઘર માં વળી એક પત્ની ના રૂપ માં એક સ્ત્રી નો પ્રવેશ થાય છે. તમારી પત્ની જે એક સ્ત્રી છે , તે તમારી તમામ નાની-મોટી જરૂરિયાતોનો ખ્યાલ રાખે છે. જીવનની દરેક પળો માં તે તમારી હમસફર બની રહે છે. તમારા ઘર , તમારા માતા-પિતા અને તમારી સાથે જોડાયેલા દરેક સંબંધોને સાચવે છે.પારકાને પણ પોતાના ગણી પોતાનું સમગ્ર જીવન અર્પિત કરી દે છે.જીવનની ઘટમાળા આગળ ચાલે છે , વળી તમે જો નશીબદાર હોવ તો તમારા જીવનમાં એક સ્ત્રીનો તમારી દિકરી રુપે જન્મ થાય છે. દિકરી એ મા-બાપના હૈયાનો હાર છે. દિકરીઓ જન્મથી જ વ્હાલી હોય છે. દિકરી એક મિત્ર,માતા,જીવન સંગાથી બની જીવનભર તમારુ ધ્યાન રાખે છે , અને વહાલની સરવાણી વહાવે છે. જીવનચક્ર ના આગળના સ્ટેજમાં તમારા દિકરાની વહુ તરીકે ફરીથી એક સ્ત્રીનો પ્રવેશ થાય છે. એ પણ પોતાના મા-બાપ અને પરિવારને છોડીને તમારા ઘરને પોતાનુ બનાવે છે. આમ તમારા જીવનના દરેક સ્ટેજમાં તમાંરુ જીવન સ્ત્રીઓ સાથે સંકળાયેલુ રહે છે.દરેક પુરુષનું જીવન સ્ત્રીઓની આસપાસ જ સમાયેલુ છે.સ્ત્રીઓ વિના એકલો પુરુષ કંઇ નથી. હવે થોડું અલગ વિચારો ....... આ તમામ સ્ત્રીઓ હોય જ નહી તો....??? સમાજ માથી સ્ત્રીઓનુ અસ્તિતવ જ મટી જાય તો !!!! તમે આ દુનિયામાં શું કરશો??? તમે આ દુનિયામાં હોત જ નહી. સ્ત્રીઓ વિનાની આ દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ જ નહી પરંતુ અશક્ય જ છે. સાચુ ને.... પરંતુ છ્તા પણ ચાલો થોડી કલ્પના કરીયે. તમે એક પુરૂષ છો અને તમારા જન્મ પછી એકાએક ઘટના બને છે અને પ્રુથ્વી પરથી તમામ સ્ત્રીઓ એકાએક અદ્ર્શ્ય બની જાય છે, પછી શું થાય છે તે વિચારો ,તમે નાના છો અને સંપુર્ણ પરાવલંબી છો દુનિયામાં કોઇ સ્ત્રીઓ તો છે જ નહી માટે તમારી માતા પણ નથી તમારા પિતા જેમ તેમ કરીને રસોઇ બનાવે છે , તમને ખવડાવે છે , જેમ તેમ ઘરની દેખરેખ રાખે છે. તમે ધીમે ધીમે જેમ તેમ કરીને મોટા થાવ છો . માતાનો પ્રેમ હુંફ તમારી સાથે નથી.માતાનાં પ્રેમ વિના જ તમે મોટા થાવ છો.

આખી દુનિયામાં બધે પુરૂષ જ છે. તમે જ્યારે યુવાન થાવ છો ત્યારે તમને જીવનસંગીની {તમારી પત્ની} ની જરૂર પડે છે. પરંતુ દુનિયામાં ક્યાંય સ્ત્રીઓ તો છે જ નહી....... તમારી એ જરૂરિયાત પણ પૂર્ણ થશે નહી. તમે ખુબ સારૂ કમાઓ છો પણ કોના માટે ? તમારે પણ ઘર તથા ઓફિસની એમ બેવડી જવાબદારી નિભાવવી પડે છે. અને તમારી જીંદગી શુષ્ક,વેરાન,ઉજ્જડ જેવી બની જાય છે. અને કર્મોના બંધન પુરા થતા એક દિવસ તમે આ દુનિયા છોડી દો છો.મજા આવી ને આવી કલ્પના કરવાની? ના આવી ને ??? પણ શું થાય ?? આવું એક દિવસ તો થવાનુ જ છે ને ??? આજ-કાલ જે રીતે જાણ્યે અજાણ્યે સ્ત્રી ભ્રુણ હત્યા થાય છે. તેના કારણે મને તો એવુ જ લાગે છે કે આવનારા ભવિષ્યમાં દુનિયામાં સ્ત્રીઓ રહેશે જ નહી અને જો દુનિયામાં સ્ત્રીઓ જ નહી હોય તો આ દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ જ નહી પરંતુ અશક્ય જ છે.જરા અલગ રીતે વિચારીયે કે આપણે એક આત્મા છીએ પ્રુથ્વી પર આપણે જન્મ લઇએ છીએ.આપણા કર્મોના બંધન પૂરા કરવા માટે તેમજ જીવની સદગતી માટે .દુનિયામાં માત્ર આપણો જન્મ કર્મોના બંધન પુરા કરવા જ થાય છે બીજુ કંઇ છે જ નહી , પરંતુ જેમ શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. એમ ઇશ્વરે સ્ત્રી પુરૂષની રચના સમાજને સમાન રીતે ચલાવવા માટે કરી છે. બન્ને પૈડા વગર આ દુનિયા એક સરખી રીતે ચાલી શકે જ નહી. અને આખુ ચક્ર આપોઆપ અટકી જાય.આમ ને આમ ચાલ્યા જ કરશે તો એક દિવસ ધરતીકંપ,ત્સુનામી કે વાવાઝોડાની આપત્તિ નહી આવે પરંતુ દુનિયામાંથી સ્ત્રીઓ નામશેષ થઇ જાશે.પછી આપણે જેમ ઇચ્છીએ તેવા દિકરા-દિકરા જ આ દુનિયામાં હશે. દિકરીઓ કયાંય હશે જ નહી. અને દિકરી વિનાનો એ ખાલીપો કોઇ દિવસ ભરી ના શકાય એવો હશે..............સાચુ ને ???? જરા મારી આ વાત પર વિચારજો . અને પછી કહેજો કે સ્ત્રી ભ્રુણ હત્યા એ ગુનો છે કે નહી ??????

...........દિકરી બચાઓ જીવન બચાઓ...........

............દિકરી છે તો જ સમાજ છે....................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED