પક્ષપાત Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પક્ષપાત

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

પક્ષપાત

વિષય: નારી

આપણો સમાજ સદીઓ થી સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત રાખતો આવ્યો છે.ઇશ્વરે આ સ્રુષ્ટિને ચલાવવા માટે અને સુંદર રીતે સંચાલન માટે સ્ત્રી અને પુરૂષ એમ બે પૈડાનું નિર્માણ કર્યુ છે.બંનેની પોતાની વિશિષ્ટતાઓ અને ખામીઓ રહેલી છે.ઇશ્વરે સ્રુષ્ટિ ચલાવવા માટે બંનેમાં અમુક પાસા રાખ્યા છે અને અમુક ખામીઓ રાખી છે. જેથી કરીને દુનિયા સારી રીતે ચાલી શકે તેવુ નિર્માણ કર્યુ છે.

શરૂઆતમાં તો બધું વ્યવસ્થિત ચાલતુ હતું. પરંતુ ન જાણે કયાંથી માણસોમાં સભ્યતા વધતી ગઇ એમ માણસમાં પક્ષપાતનું વલણ આવતુ ગયું અને વધતું ગયું.જુના વખતનુ તો આપણે સાંભળેલું છે એટલી ખબર છે .પરંતુ આજના 21મી સદીના સુસ્ક્રુત સમાજમાં પણ સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાતનું વલણ ઘટયું નથી પણ છાનું થયુ છે. આજના આ યુગમાં પણ સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત ભર્યુ વલણ રાખવામાં આવે છે. જન્મથી માંડીને મ્રુત્યુ સુધી સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત ભર્યુ વલણ આપણો સમાજ તથા બધા સગાઓ રાખે છે. એક દીકરીનો જન્મ થાય છે ત્યારે જાણે મોટી આફત આવી હોઇ એમ બધા નાકે ટીંલુ ચડાવે છે.મોટાભાગના લોકો (સોરી રાક્ષસો) દીકરીના જન્મતા પહેલા જ મોતના ઘાટ ઉતારી દે છે.બિચારી બાળકીને આ દુનિયા જોવા દેવામાં આવતી પણ નથી. પરંતુ ઘણી નસીબદાર (કે કમનસીબ) દીકરીઓ આ પ્રુથ્વી પર જન્મ તો લઇ લે છે પરંતુ તેના માતા-પિતા સહિત સગાઓને તે ગમતી નથી.આવી ન ગમતી દીકરીઓની કોઇ ખાસ દેખરેખ રાખતુ નથી. દિકરો હોઇ તો તે પડે નહી રડે નહી તેની ઘરના બધા ઝીણવટપુર્વક દેખરેખ રાખે છે. પરંતુ દીકરીના વિષયમાં એવી દરકાર કોઇ રાખતુ નથી.દીકરીઓ અથડાતી કુટાતી મોટી થાય છે. આમ જ બિચારી જેમ મોટી થાય છે તેમ તેના ખાવાપીવાનું કોઇ વ્યવસ્થિત ધ્યાન રાખતુ નથી.દીકરીઓ જે ભવિષ્યની માતાઓ છે જેના શરીરને ખાસ પોષણયુક્ત ખોરાકની જરૂર છે છતાંય એવી કોઇ દરકાર રાખતુ નથી.દિકરાઓને તો દુધ,ફ્રુટ્સ એમ રાજાની જેમ ખવડાવવામાં આવે છે. જેમ જેમ દીકરીઓ મોટી થતી જાય છે એમ શિક્ષણ પ્રત્યે પણ પક્ષપાત રાખવામાં આવે છે.દિકરાને સારામાં સારી સ્કુલમાં બેસાડવામાં આવશે અને દીકરીને તો બાપાને પોષાય એવી અને નજીકની ગમે સ્કુલમાં બેસાડી દેવામાં આવશે.ભલે ને શિક્ષણના નામે મીંડુ હોય. આપણા દેશમાં કે રાજયમાં સરકારી અને ખાનગી શાળાના આંકડાઓ જોઇએ તો ખાનગી શાળાઓમાં દિકરાઓની અને સરકારી શાળાઓમાં દીકરીઓની સંખ્યા વધુ જોવા મળશે.ઉપરાંત દિકરાઓને વધારાનાં ટયુશનની સગવડ પણ પૂરી પાડવામાં આવશે.જયારે દીકરીઓને કામ શીખવાના બહાને લેશન કરવાનો સમય પણ આપવામાં આવતો નથી. આર્થિક પરિસ્થિતિના બહાને દીકરીઓને પુરતુ ભણાવવામાં પણ આવતું નથી જયારે દિકરાઓને કરજ કરીને પણ ભણાવે,ભલે ને દિકરો ભણવાના નામે જલસા કરીને બેફામ પૈસા ઉડાવી દે!!! દીકરીઓને કોઇ પણ જાતનો શોખ હોઇ તો તે ફાલતુ ખર્ચ ગણીને પૂરો કરવામાં આવતો નથી.જયારે દિકરાઓ બેફામ પૈસા ઉડાવતા હોય છે. દીકરીઓને અવનવા બહાના હેઠળ યોગ્ય કારકિર્દી બનાવા દેવામાં આવતી નથી.બસ વહેલાસર પરણાવી દઇ મા-બાપ છુટા થવા માંગે છે.સાસરે જઇને પણ એક સ્ત્રીને પૂરતુ માન મળતું નથી.બિચારી સ્ત્રીની હાલાત બદતર બની જાય છે. જાણે બાળક જણવાનુ અને કામ મશીન હોય તેમ ગણીને તેની ઇચ્છા લાગણીઓને કોઇ માન આપવામાં આવતુ નથી. સ્ત્રીઓ વધારે કામ અને જવાબદારી ઉઠાવતી હોવા છતાય પતિનું સ્થાન અગ્રેસર ગણવામાં આવે છે. સમાજમાં ડગલે ને પગલે સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાતનું વલણ રાખવામાં આવે છે. શા માટે આવો પક્ષપાત? સ્ત્રી તરીકે જન્મ લેવો એ કોઇ ગુનો છે? શા માટે સમાજ સ્ત્રીઓને માન આપતો નથી? સ્ત્રીઓ કોઇ ઉચ્ચ હોદા પર પહોંચી જાય તો તેના સાથી મિત્રો એ સહન કરી શકતા નથી. એક યા બીજી રીતે સ્ત્રીઓને હેરાન કરવાનો મોકો છોડતા નથી. આપણે મોટા મોટા 21મી સદીના ગાણા ગાઇએ છીએ . સમાજ સુધારની વાતો કરીએ છીએ વૈશ્વિક લેવલે આપણું સ્થાન ઉંચુ લાવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમાજમાં સ્ત્રીઓની દશા અને સેફટી વિશે કેમ પ્રયત્નો કરતા નથી. સ્ત્રીઓએ સમાજનું અભિન્ન અંગ છે ત્યારે તેના વિકાસ વિના આપણો દેશ કયારેય આગળ નહી આવી શકે. સ્ત્રીઓમાં સમાયેલ છુપી શકિતનો ઉપયોગ કર્યા વિના સમાજ આગળ નહી આવે.

પ્રાચીનકાળમાં સ્ત્રીઓને માતાનું સ્વરૂપ ગણવામાં આવતી અને ઘણી દેવીઓને આપણે પુજીએ છીએ.પરંતુ ઘરમાં રહેલી દેવીઓને ધુત્કારીએ છે.

ઘરમાં તો સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાતભર્યુ વલણ રાખવામાં આવે છે સાથે નોકરી વ્યવસાયના સ્થળે પણ સ્ત્રીઓને પૂરતુ માન સન્માન આપવામાં આવતું નથી.દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને પ્રત્યે પક્ષપાતભર્યુ જ વલણ રાખવામાં આવે છે. પુરૂષ અને સ્ત્રી આખરે સમાજના જ અંગ છે અને બને સ્વાસ લેતા જીવ જ છે. બંનેમાં રહેલી શકિતઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સમાજ ઝડપી અને સુંદર વિકાસ થાય. સમાજમાં રહેલા અશિક્ષિત લોકો આ વાત નથી સમજી શકતા એ વાત સમજી શકાય એવી છે પરંતુ શિક્ષિત લોકો શા માટે સમજવા માંગતા નથી એ વસ્તુ પ્રશ્ન ઉભો કરે એવી છે. આપણે જ સમાજને બદલી શકીએ છીએ અને આપણે જ બદલવો પણ જોઇએ. આ વાંચતા તમામ લોકોને મારી વિંનતી છે કે સમાજ નારીનું યોગ્ય સન્માન જળવાવુ જોઇએ.એક દીકરી પર યોગ્ય ધ્યાન દઇ ઉછેર કરવો જોઇએ તેને પૂરતો ખોરાક તથા શિક્ષણ પૂરા પાડવા જોઇએ. કરજ લઇને દીકરીઓને ભણાવવી જોઇએ દિકરાઓને નહી કારણ કે દીકરીઓએ ભવિષ્યની માતા છે જો એક દીકરી શિક્ષિત હશે તો તેનો પરિવાર પણ સારી રીતે ચલાવી શકે અને તેના બાળકોનો પણ યોગ્ય ઉછેર કરી શકે. આમને આમ સમાજ સુંદર રીતે આગળ વધી શકે.

સમાજનો આધારસ્તંભ પૂરૂષો નહી પણ સ્ત્રીઓ જ છે. તેનામાં કુદરતે અગણિત ક્ષમતાઓ મુકેલી છે કહેવાય છે ને “જે કર ઝુલાવે પારણુ તે જગત પર શાસન કરી શકે છે”. આમ સ્ત્રીઓની ક્ષમતાને અવગણનારો આપણો સમાજ ખોટા રસ્તે પ્રગતિના સપના જોઇ રહ્યો છે.