માતાનો સંદેશો Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતાનો સંદેશો

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

માતાનો સંદેશો

વિષય: વાર્તા

“હેલો, સર હું પ્રક્રુતિ બોલુ છું. મારી એક ફરિયાદ નોંધી લેજો પ્લીઝ”

વહેલી સવારે હજી પોલીસ કમિશનર ઝાલા સાહેબ પોતાની કેબિનમાં હાજર થયા ત્યાં આ કોલ આવ્યો. ” બહેન, હું પોલીસ કમિશનર બોલુ છુ.તમે અહીં નહીં તમારા વિસ્તારના પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવી આવજો.તમારી ફરિયાદનું યોગ્ય નિવારણ કરવામાં આવશે”

“ સાહેબ, સમગ્ર સ્રુષ્ટિ એ મારો જ વિસ્તાર છે અને એમાં તમારી ઓફિસ પણ એક ભાગ છે.મહેરબાની કરીને મારી ફરિયાદ નોંધી અને યોગ્ય ઉકેલ આપજો”

“ બહેન , તમે કોણ છો?” ” હુ પ્રક્રુતિ બોલુ છુ.કોઇ સમજુ માણસો મને માતા પણ ગણે છે. ઇશ્વરે જયારે સ્રુષ્ટિનુ સર્જન કર્યુ હતું ત્યારે તમામ મનુષ્યજાતિને શારીરિક તથા માનસિક રૂપે સહાયરૂપ થવા માટે ઇશ્વરે મારી રચના કરી હતી.વ્રુક્ષો, પશુ-પંખીઓ, નદીઓ, તળાવ, હવા, કુવાઓ, પહાડો, ખીણો વગેરે મારા ભાગરૂપ છે. ઇશ્વરે સ્રુષ્ટિની રચના કર્યા બાદ મનુષ્યો પોતાના કર્મોના બંધન પુરા કરવા માટે યુગો યુગોથી જન્મ મ્રુત્યુના ખેલ ખેલી રહ્યા છે અને આ યુગો યુગોથી હુ તેમનો સાથ આપી રહી છું. મારા તમામ તત્વો નિરૂપોદ્રવી રીતે કેવલ મનુષ્યોની સહાય કરી રહ્યા છે. મનુષ્યોને ખાવા માટેનો ખોરાક, બિમારી વખતેની દવાઓ, પહેરવા માટેના કપડાં, પીવા માટેનુ પાણી જેવી મનુષ્યોની પ્રારંભિકથી માંડીને તમામ જરૂરિયાતો હું તથા મારામાં રહેલા તમામ તત્વો એક યા બીજી રીતે યુગો યુગોથી પુરી પાડતા આવ્યે છીએ.અમારે માત્ર મનુષ્યોની મદદ જ કરવાની છે. બદલામાં અમે તેમની પાસે એક જ આશા રાખીએ છીએ કે મનુષ્યો અમારી તરફ થોડું ધ્યાન આપે. અને અમને બસ ખોટી રીતે હાનિ ન પહોચાડેં .આ સિવાય અમે બીજી કોઇ મોટી મદદની આશા મનુષ્યો પાસે રાખી ન હતી. વર્ષો પહેલા જયારે સ્રુષ્ટિની રચના થઇ ત્યારે મનુષ્યો સાવ અબુધ ગણાતા હતા.પ્રાણીઓ અને તેમનામાં ખાસ કાંઇ ફરક ન હતો.ત્યારે જે થયું તે અમે કંઇ ગણતા નથી.પરંતુ આજે મનુષ્યો અબુધ રહ્યા નથી. વિરાટ જ્ઞાન ધરાવે છે તે મારા વિશે ઘણી વાતો પણ કરે છે.પોતાના ઘરમાં બેસીને મોટી મોટી વાતો કરે છે.અખુટ સંખ્યા ધરાવતી મનુષ્ય જાતિ કેવળ વાતો જ કરે છે.મારા પ્રત્યેની તેમની ફરજો નિભાવતા નથી. મનુષ્યજાતિએ પોતાની સુખ સગવડ અને જરૂરિયાતો પૂરી કરવા માટે આડેધડ વ્રુક્ષો કાપી નાખ્યા. ઠેર ઠેર કારખાના ઉભા કર્યા.જેના કારણે મારા ઘણા અંગોને નુકશાન પહોંચ્યુ છે.પશુ-પંખીઓની ઘણી પ્રજાતિઓ નામશેષ થવાની અણીએ પહોંચી ગઇ છે.વનોને આડેધડ કાપવાને કારણે દુર્લભ વનસ્પતિઓ નાશ પામી છે.આજે મનુષ્યજાતિનું જ રક્ષણ કરતું ઓઝોનનુ પડ છિદ્રિત બન્યું છે.અને જેનુ પરિણામ બીજા જીવો પણ ભોગવી રહ્યા છે.આજે ચારેતરફ પ્રદુષણ અને ગંદકીને કારણે બિચારા મુંગા માસુમ જીવોનુ જીવન દુષ્કર બન્યું છે.બેફામ જંતુનાશક દવાઓના છંટકાવને કારણે જમીન સાથે વનસ્પતિઓ પણ પ્રદુષિત બનવા લાગી છે. હુ પ્રક્રુતિ પોતાની નૈસર્ગિક સુંદરતા ગુમાવવા લાગી છુ.ચારે તરફ લીલોતરીને બદલે ગંદકીનુ સામ્રાજય જોવા મળે છે.શહેરીકરણના વિકાસને કારણે સિમેંટ અને કોક્રીટના જંગલ વચ્ચે હું ખોવાઇ ગઇ છુ.મનુષ્યજાતિ તદન સ્વાર્થી બનવા લાગી ગઇ છે.અમારા અઢળક પ્રેમ અને મદદના બદલામાં તે અમારૂં અપાર નુકશાન કરી રહ્યા છે.જેનુ પરિણામ તેઓ પણ ભોગવી રહ્યા છે.અનેક જાતના રોગના ભોગ બનીને તંદુરસ્તી ગુમાવી રહ્યા છે.પ્રાક્રુતિક સુંદરતાને અભાવે શારીરિક સાથે માનસિક પણ અનેક રોગ મનુષ્યોને સતાવી રહ્યા છે. પ્રક્રુતિ પ્રત્યે દુર્લક્ષ સેવવાના કારણે મનુષ્યજાતિ ઘણી બધી અલભ્ય કુદરતી દવાઓના જ્ઞાનથી પણ વંચિત થઇ રહ્યા છે.અનેક વનસ્પતિઓ તથા પશું-પંખીઓ ઇશ્વરે મનુષ્યના રોગોની દવા માટે રચના કરી છે.પુરાતનકાળમાં મનુષ્યો તેનુ જ્ઞાન ધરાવતા અને હજારો વર્ષોનુ આયુષ્ય ભોગવતા પરંતુ આજે ફટાફટ યુગમાં મુત્યુ પણ બધાને ફટાફટ જોઇએ છે અને આવી અલભ્ય સંપતિ પ્રત્યે દુર્લક્ષ સેવે છે.કેટલી મોટી કરુણતા ! જંતુ માટે વપરાયેલી જંતુનાશક દવાઓ મનુષ્યો માટે પણ મુત્યુના દ્રાર સમાન કેંસર રોગનો દરવાજો ખોલી રહી છે.આમને આમ ચાલતુ રહેશે તો અમારી સહાય મનુષ્યોને ધીરે ધીરે મળતી બંધ થઇ જશે અને મનુષ્યોને ખરાબથી અતિ ખરાબ ફળ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે ” “ હે, પ્રક્રુતિ દેવી તમે એક મનુષ્યની જેમ મારી સાથે કેમ વાત કરી શકયા છો?” પોલીસ કમીશનરે આશ્ચર્યથી પ્રશ્ન પૂછયો ” અમને લાગી રહ્યુ છે કે મનુષ્યજાતિ અમને નુકશાન પહોંચાડીને પોતાને પણ નુકશાન પહોંચાડે છે અને ખતરનાક ભવિષ્ય તરફ વળી રહ્યા છે.એક માતા તરીકે મારા સંતાનોને થતી હાનિ હુ જોઇ શકતી નથી.ભલે છોરૂ કછોરુ થાય પરંતુ માઉતર કમાઉતર કયારેય થાય નહિ.માટે હું ઇશ્વર પાસે વર્ષોથી કરગરી રહી છું કે કંઇક કરો કંઇક કરો ત્યારે ઇશ્વરે આજે મને તમારી સાથે વાતો કરવાની શકિત પ્રદાન કરી છે.જેથી હું મારો સંદેશો તમારા દ્વારા તમામ મનુષ્યજાતિ સુધી પહોંચાડી શકુ.”

“ હે માતા તમારી વાત સાંભળીને મને ખુબ જ દુ:ખ થઇ રહ્યુ છે.તમારી વાત તદન સાચી છે . ખરેખર અમે મનુષ્યજાતિ સ્વાર્થી જ બની ગયા છીએ.અને તમારી મહામુલી સેવાનો બદલો અમે આપવાને બદલે તમને નુકશાન પહોંચાડીએ છીએ.અમે આજ સુધી ખાલી વાતો જ કરતા હતા.તમને મદદરૂપ થવા માટે કંઇ નક્કર પગલા જ ન હતા લેતા.પરંતુ હવે સમય પાકી ગયો છે.હવે અમે કંઇ નહી કરીયે તો ખરેખર અમારે પસ્તાવુ જ રહ્યુ.મને ખુબ જ અફસોસ થાય છે કે તમારે આજે મારી પાસે ફરિયાદ લઇને આવવું પડ્યુ.તમામ મનુષ્યજાતિ વતી હુ તમારી માફી માંગી રહ્યો છુ.બની શકે તો અમને માફ કરજો માતા.હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ અને લોકોને જાગ્રત કરીશ.હું મારા અંતિમ શ્વાસ સુધી તમારી સેવા કરીશ હવે તમે તમારી ચિંતા છોડી દો અને નિશ્ચિત બની જાવ.હુ શક્ય એટલા પ્રયાસો કરીને વૈશ્વિક લેવલે અપીલ કરીશ અને તારા બધા સંતાનોને એકઠા કરીને તને ન્યાય અપાવીશ”

“ આભાર દીકરા” સાથે ફોન કપાઇ ગયો.