Balakne Shikshan ma Padti Mushkelio books and stories free download online pdf in Gujarati

Balakne Shikshan ma Padti Mushkelio

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

Email id – brgokani@gmail.com

લેખનું નામ – બાળકને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ

આજના આધુનિક યુગમાં ટકી રહેવા માટે તથા સફળતા મેળવવા માટે મહત્વપુર્ણ જરૂરિયાત હોય તો તે છે શિક્ષણ ની......

શિક્ષણ વિના આ યુગમાં ટકી રહેવુ કપરુ જ નહી પણ નામુમકીન છે. આપણે ગમે તે જાતી કે ધર્મ ના હોય પરંતુ શિક્ષણ જો આપણામાં નહી હોય તો આપણે પછાત જ રહેવાના.... મા-બાપ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે ઘણા પ્રયત્નો કરે છે . સારી શાળા,સારા ટ્યુશન,જરૂરી પુસ્તકો,તેમજ અભ્યાસની તમામ જરૂરિયાત પૂરી પાડે છે.છતા પણ ઘણા બાળકો અભ્યાસમાં પાછળ રહી જાય છે.

શિક્ષણ-વિદો પણ ઘણા વિચારો કરીને શિક્ષણમાં નુતન અભિગમો લાવવાનો પ્રયત્ન કરે છે , છતા પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે તેમા કોઇ પણ ફેરફાર થતો જ નહી. શા માટે આવું થાય છે ? બાળકને શિક્ષણ મેળવવામાં શું તકલિફ પડે છે ? એવું શું થાય છે કે બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે ?

આ બાબતના તમામ કારણો વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. આ તમામ કારણોમાં તમારા બાળકને લગતુ કોઇ કારણ હોય તો તે બાબતે તમે જરૂરથી ધ્યાન આપજો. આપણા બાળક એ આપણા દેશ ની આવતી કાલ છે માટે દેશને સફળ બનાવવા માટે પહેલા તો આપણે આપણા ઘર થી શરૂઆત કરવી પડ્શે. બાળક એક કુમળું ફૂલ છે. તેના વર્તન અને વ્યવહાર પર તેના મા-બાપ તેમજ આસપાસના વાતાવરણની ઘણી અસર પડે છે. માટે બાળક જીવનમાં ક્યારેય પણ પાછળ ન રહી જાય તે માટે તેને ક્યારેય નકારાત્મક વાતાવરણ પુરુ પાડવું ન જોઇએ. તું ડફોળ છે....... તને કાઇ આવડતું જ નથી..... તારા કરતા તો ગધેડો સારો......... વગેરે......વગેરે............ જેવા નકારાત્મક વાક્યો બાળકના કુમળા માનસને અસર કરે છે માટે તમારુ બાળક ગમે તેવું ધીમું કે નબળું હોય છતા પણ તેને પ્રેમમય અને હકારાત્મક અભિગમથી જ સમજાવવું જોઇએ. આવી નાની બાબતની અસર પણ બાળક પર જરૂર થશે. જો બાળક પર નકારાત્મક રિતે ગુસ્સો કરવામાં આવશે તો બાળક શિક્ષણમાં આગળ વધવાને બદલે ઉલ્ટાનું પાછળ રહી જશે. માટે આવી ભૂલ ક્યારેય પણ ન કરવી જોઇએ. બાળકનું જ્ઞાન વધે અને તેને જીવનજરૂરી અભ્યાસેતર માહિતી મળતી હોય તેવી જગ્યાઓએ બાળકને ફરવા લઇ જવું જોઇએ. બાળક નાનું હોય ત્યારે તેને આકર્ષક રંગબેરંગી અને ચિત્રો થી ભરપૂર પુસ્તકો વાંચવા આપો . આમ બાળકને અભ્યાસમાં રસ ઉત્પન થતો જશે. અને ધીમે ધીમે બાળકનું ધ્યાન રમતો તથા ટી.વી. પ્રત્યે ઓછુ થઇ જશે. અને અભ્યાષ પ્રત્યે બાળકને રસ જાગશે.

જો તમારા બાળકની યાદશકિત ઓછી હોય કે લાંબા સમય સુધી તે કોઇ બાબત યાદ ન રાખી શકતુ ન હોય તો સૌ પ્રથમ તો તેને પૌષ્ટિક આહાર આપો. બજારુ તેમજ પેકેટેડ આહારનો ઉપયોગ નહિવત કરી દો. ફાસ્ટ ફુડ અને જંક ફુડ બાળકના મગજ પર ખુબ જ માઠી અસર કરે છે. ઘરનો પૌષ્ટિક આહાર જ બાળકને આપવો હિતાવહ છે.ત્યાર બાદ તેની યાદશક્તિ વધે તે માટે તેને જે વસ્તુ શિખવવાની છે તેનો વારંવાર મહાવરો કરાવવો.એક જ બાબતનું વારંવાર પુનરાવર્તન કરાવવુ. તેનામાં કોઇ લઘુતાગ્રંથી હોય તો તેને જાણવાનો પ્રયત્ન કરો. અને તેને દૂર કરવા માટે પ્રેમપૂર્વક પ્રયત્નો હાથ ધરો. તેનામા અપાર અને અખૂટ શક્તિ રહેલી છે તેનું તેને વારંવાર ભાન કરાવો. વારંવાર પ્રોત્સાહક શબ્દો તથા સુવાક્યો વડે તેને બીરદાવો. સૌ પ્રથમ બાળકને નાના સરળ વાક્યો યાદ રાખવાની ટેવ પાડો. ત્યાર બાદ પ્રશ્નોતરી તથા નિબંધ તરફ તરફ આગળ વધો. બાળકને કોઇ ચિત્રો કે ઘટનાઓ સાથે જોડીને કોઇ વાત યાદ રાખવા માટે આપો. બાળકને આનંદ આવે તે રિતે રસપ્રદ વાર્તાઓ અને ચિત્રો અથવા વિડીયો બતાવો. અને અભ્યાસ શીખવાડો. બાળકની યાદ-શક્તિ વિકસાવવા માટે વારંવાર અગાઉ બનેલી ઘટનાઓનું વર્ણન તેની પાસે કરાવો જેમ કે, ગયા રવિવારે આપણે કયાં ફરવા ગયા હતા ? ગયા અઠવાડિયે આપણા ઘરે કોણ મહેમાન આવ્યું હતું ? આવા પ્રશ્નો તથા ઘટનાઓનું વર્ણન તેની પાસે કરાવો . શાળાએ જતા બાળકને તે શાળાએ ગયો ત્યારથી ઘરે પરત ફર્યા ત્યાર સુધીમાં શાળામાં તેણે શું શું કર્યુ, તેનુ વર્ણન તેની ભાષામાં તેની પાસે કરાવો. આમ તેની યાદ રાખવાની ક્ષમતાનો વિકાસ થશે , જે ધીરે ધીરે અભ્યાસમાં પણ ઉપયોગી બનશે. બાળકને વાર્તાના પુસ્તકો વાંચવા આપો ત્યાર બાદ તેમાંથી તેને નાના નાના પ્રશ્નો પૂછો. આ રિતે યાદશક્તિની કવાયતો કરાવત્તા રહેવાથી તેની યાદ્શક્તિ માં નોંધપાત્ર વધારો તમે જોઇ શકશો. જો તમારુ બાળક અભ્યાસના કોઇ મુદ્દા સમજી શકતુ ન હોય કે તેને સમજવુ અઘરુ પડતુ હોય તો મુદ્દાને અનુરૂપ ચિત્રો દ્વારા આસપાસના નજીકના સ્થળોની મુલાકાત દ્વારા તેને એ મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરો. બાળકને માત્ર પુસ્તકોને વળગી રહેવાનો આગ્રહ ન રાખતા આ દુનિયાના વિશાળ ફલકમાથી તેને સમજ આપો . બાળકની સાથે સાથે આપણે આપણું પણ જ્ઞાન અપડેટ કરતા રહેવું જોઇએ.જેથી જીજ્ઞાશાવશ બાળક કયારેક આપણે કોઇ પ્રશ્ન પૂછી લે તો આપણે તેને એ બાબતે સમજાવી શકીએ.બાળક કેટલા વર્ષ નો છે કેટલામું ધોરણ ભણે છે તે યાદ ન રાખતા તેનો બુધ્ધિઆંક તેમજ તેની સમજવાની ક્ષમતાને અનુરૂપ તેને સમજ આપો . ધારો કે તમારુ બાળક ધોરણ 5 માં અભ્યાસ કરે છે અને 10 વર્ષની ઉંમર ધરાવે છે. પણ તેનો બુધ્ધિઆંક 7 વર્ષના બાળક જેટલો જ છે તો તે રીતે બાળક ને સમજાવો. આમ પ્રયત્નો કરવાથી સમજશકતિ માં સુધારો આવશે. જો તમારા બાળકની યાદશક્તિ, સમજશક્તિ સારી હોય ,અભ્યાસમાં હોશિયાર હોય છતા પણ જો તેના પરિણામ માં સુધારો ન આવતો હોય અથવા તે ધાર્યુ પરિણામ ન લાવી શક્તો હોય તો સૌ પ્રથમ તેનામાં નિયમિતતાનો ગુણ કેળવવો.તેને રમવા માટે ,ટી.વી. જોવા માટે ,અભ્યાસ માટે નિશ્ચિત સમય ફાળવી દો. તેના અક્ષરમાં ખામી દેખાતી હોય તો વારંવાર તેને લેખન નો મહાવરો કરાવો. માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નહી પરંતુ અભ્યાસ સિવાયનું જ્ઞાન પણ બાળકને આપો. તેને કોઇ પણ વિષયમાં કચાશ જણાતી હોય તો તેના પર વિશેષ ધ્યાન આપો. વારંવાર ટેસ્ટ લો. તેને પ્રશ્નોતરી કરો. છતા પણ બાળક પ્રથમ ક્રમ ન લાવે તો તેના પર બીનજરૂરી દબાણ ન લાવો. અને ગુસ્સો તો બીલકુલ ન કરો. બાળકની ક્ષમતા કરતા તેની પાસે વધુ અપેક્ષા ન રાખો. આવુ ન કરતા જો તમે તેનામાં જીવન જીવવાની ક્ષમતા કેળવશો તો તે જીવનની પરિક્ષામાં ક્યારેય પણ પાછળ નહી રહે.

માટે બાળકને મુક્ત રિતે વિકસવાની તક આપો. તેના માટે તેને જરૂર પડે ત્યાં માત્ર માર્ગદર્શન આપો. તેને મદદ કરો. માત્ર આપણા જ કામમાં વ્યસ્ત ન રહેતા બાળક માટે પણ સમય ફાળવો. તો ચોક્કસ તમારું બાળક જરૂર સફળ થશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED