બી મોટીવેશનલ Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બી મોટીવેશનલ

બોડી લેન્ગવેજ સુધારો , વ્યક્તિત્વ નિખારો ......ચાણક્ય અને ટાઈમ મેનેજમેન્ટ .....સફળતા તમારા કદમોમાં .....નિર્ણય કરો મક્કમતાથી ......તક ઝડપવા તૈયાર રહો ......... લીસ્ટ લાંબુ થઇ શકે એમ છે . અત્યારે અમદાવાદમાં બુક ફેર ચાલી રહ્યો છે . અનેક પ્રકાશકો અને વિક્રેતાઓ પોતપોતાના સ્ટોલ્સમાં પોતે પ્રકાશીત પુસ્તકો વહેચી રહ્યા છે પણ જો સૌથી વધુ અને આસાનીથી વેચાતું કોઈ સાહિત્ય હોય તો એ છે મોટીવેશનલ બુક્સ ..... યસ , ઉપર લખ્યા એ નામ તો ફક્ત નમુના છે અને ગુજરાતી હોવાના નાતે ફક્ત ગુજરાતી ભાષામાં પ્રકાશીત આવી મોટીવેશનલ બુક્સના સંગર્હમાંથી અમુક જ નામ લખ્યા છે પણ હકીકત એ છે કે કોઈ સારા કે શ્રેષ્ઠ લેખકે લખેલી નવલકથા , નાટક કે કોઈ સાંપ્રત લખાણ વાળી બુક કરતા પણ અથવા તો એની હારોહાર જો કોઈ સાહિત્ય વધુ વેચાતું હોય તો એ છે આ મોટીવેશનલ બુક્સ ...!!!!

બનો ચપટી વગાડતા કરોડપતિ ....!!! હવે જો ૩૨ કે ૬૫ રૂપિયાની બુકના બધું મળીને ૫૦ કે ૬૦ પાનાંમાં આવો લક્ષ્મીગત આઈડિયા મળી જતો હોય તો સ્વાભાવિક છે કે ગમે તે હાથ એ બુક તરફ ખેંચાય જ . કે પછી કેવી રીતે દુર કરશો જીવનની તાણને ...આવા ધમાકેદાર ટાઈટલવાળી બુક અને એની અંદર શું છે એ જાણવા કોઈને કોઈ તનાવગ્રસ્ત ઇન્સાન ડોકિયું કરવાનો જ . પુસ્તકો આપણા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે એવું તો આપણે જાણીએ જ છીએ અને પુસ્તકોની મૈત્રી ક્યારેય ખોટમાં નાં જ જાય એ પણ હકીકત છે . સારું વાંચન માણસને સારી અને સાચી દિશા બતાડવામાં અગત્યનો ભાગ ભજવે છે એના અનેકો દાખલા છે અને જે લોકો નિયમિત વાંચનના શોખીન હશે અથવા જેને વાંચન પ્રત્યે જીવન જેટલો જ પ્રેમ હશે એ લોકો સારી પેઠે જાણતા જ હશે કે વાંચનથી માણસ ઘડાઈ છે , વિકસે છે , વિચારોથી સમૃદ્ધ થાય છે . પુસ્તક જીવનની દિશા બતાવે છે , રાહ ચીંધે છે , નવી ક્ષિતિજો તરફ આંગળી ચીંધે છે ....વગેરે વગેરે . આ બધા જ સદગુણોની સાથે સાથે એક સદગુણ આ પણ છે કે મોટીવેશનલ બુક્સથી તમે મોટીવેટ થાવ છો ?

વેઇટ , કરોડપતિ બનવાની બુક વાંચીને કેટલા કરોડપતિ થયા ? કે પછી બનાવો તમારા વેપારને સફળ ...એવી ગ્રંથગાથા વાચ્યા પછી કેટલાના વેપાર સફળ થયા એના આંકડા શોધવા મુશ્કેલ છે . જો કે લગભગ આવી બુક્સ લખનાર દરેક લેખક એવો દાવો તો કર્ફે જ છે કે મારી બુક વાંચીને આટલા આટલા લોકના જીવનમાં આટલો આટલો ફેરફાર આવ્યો . સાચું ખોટું રામ જાણે પણ આ મોટીવેશનલ બુક્સ કે ઇવન મોટીવેશનલ સ્પીચનો પણ એક આગવો બિજનેસ છે . આમ તો પુસ્તક કે વાંચનને ધંધા જેવા શબ્દ સાથે સાંકળવું થોડુક અ-સાહિત્યિક કહેવાય પણ આ મોટીવેશનલ સ્પીચ કે લખાણ કે ક્યાં સાહિત્ય નીચે આવરી લેવું એ પણ કોયડો છે . અપને સોયે હુયે આત્માને જગાડીને આ અઘરો કોયડો ઉકેલવામાં ટાઈમ બગાડવા કરતા એ હકીકત વાંચીને તમે પણ વિચારતા થઇ જશો કે જગતભરમાં આવી મોટીવેશનલ બુક્સ અને સ્પીચીસ કે કલાસીસનો ધમધોકાર અને ધીકતો કારોબાર છે...મીલીય્ન્સ બાય મોટીવેટ યુ નો !!!!!

મોટીવેશનલ બુક્સની વ્યાખ્યા બહુ મજાની છે . સી , નવલકથાકાર ફક્ત નોવેલ જ લખે કે કવિ ફક્ત કવિતા પણ આ મોટીવેશનલ લાઈનમાં એવું કાઈ નથી . અહી તો આત્મા થી લઈને અગમ-નિગમ , પૈસા થી લઈને પ્રાણ , ચિંતા થી લઈને ચિતા કે પછી કારભારી થી લઈને કારોબાર સુધીનું ગમે તે ચળકતા પૂઠા વચ્ચે આવરી શકાય છે . ટેકનોલોજીનો યુગ ઝડપથી અપડેટ થતો રહે છે , જીવનની ભાગદોડ સતત વધતી જાય છે એવા સમયે કોઈ સાંત્વનાના બે શબ્દો કહે કે પછી ક્યાંક મુંજાઈ ગયા હોઈએ ને આંગળી જાલીને રસ્તો બતાવે તો સૌને ગમે ને સારું પણ લાગે . બસ આ મોટીવેશનલ પર્સનાલીટીસનું કામ જ આ છે . સમસ્યા સૌને રહેવાની જ અને બધાને એનો હલ શોધવામાં પણ રસ રહેવાનો જ . ડૂબતો માણસ તરણું ઝાલે એમ અંધારામાં અટવાયેલા લોકો ફાંફા મારતા મારતા પણ પ્રકાશની ખોજ ચાલુ જ રાખવાના. કોઈને અંધારામાં નથી રહેવું ને રહેવાય પણ શું કામ ? ઓહ ...આ તો લખાણ પણ મોટીવેશનલ થતું જાય છે કે શું ???? !!!!!

આગળ લખ્યું એમ કવિ કવિતા સુધી , નોવેલીસ્ટ નોવેલ સુધી કે પછી કોલમિસ્ટ કોલમ સુધી જ એના ચાહકો કે સાદી ભાષામાં કહીએ તો બજાર કે વ્યાપાર વિસ્તરી શકે જયારે આમાં તો કેટકેટલું આવરી શકાય . ધર્મ , આત્મા , પૈસા, કેરિયર ઇવન હવે તો શેરબજારમાં સફળ થવાની પણ મોટીવેશનલ બુક્સ મલ્ટી થઇ છે ...આઈ મીન લખાતી થઇ છે . સાહિત્ય સર્જાઈ એટલું જ જરૂરી છે કે એ સાહિત્ય વેચાય પણ . બુક્ફેરોમાં ચક્કરો મારો તો ખબર પડે કે ખરેખર કયું સાહિત્ય વધુ વેચાય છે . વધુ મતલબ ? કોણ લેખક છે એની પરવા કર્યા વગર ફક્ત ટાઈટલ જ વાંચીને જો ચપોચપ કોઈ બુક્સ વેચાતી હોય તો એ છે આવી ઉપદેશાત્મક કે સેલ્ફ ઈમ્પ્રુવ્મેન્ટ ચોપડીઓ . પ્રેરણાત્મક બુક્સનું એક વિશાળ બજાર છે અને રખે એવું સમજતા કે ગુજરાતીમાં મળતી આવી આમ બનો ને તેમ બનો કે કેમ કરશો મુકાબલો ? સુધી જ એ સીમિત છે . નાં ભાઈ ના ...ગુજરાતીનો ઉલ્લેખ તો આ લેખની ભાષાને હિસાબે કર્યો બાકી વિશ્વભરમાં આ મોટીવેશનલ બુક્સ , મોટીવેશનલ સ્પીકરનો પરચમ બડી શાનથી લહેરાય જ છે .

આ મોટીવેશનલ પ્રકારના સાહિત્યની બીજી એક ખૂબી એ છે કે એનો વાચકવર્ગ બધી જ ઉમરનો હોય શકે , બધા જ વર્ગનો હોય શકે . ૧૭થી લઈને ૭૦ સુધી અને ગરીબથી લઈને અમીર સુધી બધા જ આના દીવાના હોય મતલબ કે વાંચવાના દીવાના . મોટાભાગના લોકને સફળ થવું હોય છે , ચિંતા મુક્ત રહેવું હોય છે . બસ આ બે જ ટાર્ગેટ હોય છે મોટીવેશનલ લેખકોના . જો કે એવું પણ નથી કે પૈસા અને કેરિયર જ આના વિષયો હોય . હવે તો ફૂડ હેબીટ કેમ બદલવીથી લઈને ક્યાં પ્રસંગે ક્યાં પોશાકો પહેરશો તો વ્યક્તિત્વ ખીલશે એવી ફેશન - કમ - સલાહાત્મ્ક બુક્સ પણ બજારમાં મળતી થઇ છે . સારા શબ્દો કે કશુક નવી વિચારસરણીથી જો જીવનમાં ફેરફાર આવતો હોય ( જો આવતો હોય તો ...!!! ) આવું વાંચવું કે સાંભળવું કોને ના ગમે ?

યસ , સાંભળવા પરથી યાદ આવ્યું કે મોટીવેશનલ બુક્સની સાથે સાથે મોટીવેશનલ સ્પીચની પણ સમાંતર સરકાર ચાલે છે . સફળ થયેલા લોકો પોતાની સફળતાની ગાથા સંભળાવીને બીજાને સફળ બનવા પ્રોત્સાહિત કરે એને પણ મોટીવેશનલ જેનરમાં જ ગણવાની . યસ પુસ્તકનાં ટાઈટલ જેવા જ આ પ્રોગ્રામોના પણ નામ હોય છે . હાવ આઈ બીકેમ બિલિયોનર ....પોતાના સંઘર્ષ અને સફળતાની ગાથા કહેતા આવા પ્રોગ્રામો કે લેકચરોની ઓડિયો અને વિડીયો સીડીનું પણ ધૂમ વેચાણ થતું જ રહે છે . ઇન્સ્પીરેશનલ સ્પીકર્સ કે રાઈટરનું નામ આવે ને શિવ ખેરા યાદ નાં આવે તો જ નવાઈ ? યસ , શિવ ખેરા ‘ યુ કેન વિન ‘ નામની બેસ્ટ સેલર ના આ લેખક છે . એમની બુક યુ કેન વિન એવી પહેલી ભારતીય દ્વારા લખાયેલી બુક છે કે જે મોટીવેશનલ શ્રેણીમાં ગ્લોબલી બેસ્ટ સેલર સાબિત થયેલી .૩૫-૪૦ વર્ષની ઉમરે ખેરના દિમાગમાં દોડતા વિચારોને પુસ્તક સ્વરૂપ આપતા એમને ત્રણ વર્ષ લાગેલા અને સફળતા પણ એવી જ જોરદાર મળી . યુ કેન વિન ની કરોડો નકલો અત્યાર સુધીમાં વહેચાઈ ચુકી છે આ ઉપરાંત આ બુકનું ૧૬ જેટલી ભાષાઓમાં ભાષાંતર પણ થયું છે .

મોટીવેશનલ બુક્સ કે સ્પીચીસનો ધીકતો ધંધો છે એમાં નાં નહિ . રોજેરોજ બજારમાં અનેક અનેક વિષયો વાળી આવી ટચુકડીથી લઈને દળદાર આવૃતિઓ આવતી જાય છે એમાંથી કેટલી ખરેખર કામ લાગે છે એ તો વાચનાર પર છોડી દઈએ પણ આવી મોટીવેશનલ સીરીઝ્ની પણ એક મર્યાદા ઓ છે જ જેમકે એક જ વિષય પરની અલગ અલગ લેખકોની બુક્સ વાંચો તો બધામાં ફિલોસોફી અલગ અલગ નીકળે . દરેકની સમજવાની રીત અલગ અલગ હોય જ . બુક વાંચો કે ભાષણ સાંભળો તો તરત જ તમને એક પ્રકારનો ઉત્સાહ કે આવેગ આવી જ જાય પણ સરવાળે જોવા જાવ તો લખેલા કે સાંભળેલા સૂચનો ને વાસ્તવિક રીતે અમલમાં મુકવા ઘણા કઠીન સાબિત થાય છે સરવાળે વાંચ્યાનો કે સામ્ભ્લ્યાનો આત્મસંતોષ જ મૂડી છે સમજીને આગળ વધવું પડે. એવું નથી કે બધા સાથે આવું થતું હશે પણ મુખ્યત્વે એ સલાહો કે સૂચનો કે ઉપદેશો ને જીવનમાં અમલમાં મુકવા કઠીન તો હોય જ છે .

કોઈ એક જ બુક વાંચીને કે લેકચર સાંભળીને જીવન બદલ્યું હોય એવા કિસ્સા જુજ જ હશે .કેમકે બુકમાં લખેલી કે સ્પીચમાં કહેવાયેલી પરીશ્થીતી વાંચનારના જીવન માં જુદા સાપેક્ષથી ઉદ્ભવી હોય શકે . હા , મોરલ સપોર્ટ કે માનસિક રાહત જેવું તત્વ મળે ખરું પણ સાંગોપાંગ સમૂળગું બધું જ બદલી જાય એવું શક્ય નથી એનાથી ઉલટું ઘણીવાર એવું પણ બને કે સેલ્ફ હેલ્પની કોઈ બુક વાચ્યા પછી કે લેકચર સાંભળ્યા પછી ઉલટાના તમે ડિપ્રેસ થઇ જાવ . એમ થાય કે સાલું આ તો અઘરું છે , આપણાથી તો નાં થાય તો હવે કશું સુધરશે નહિ ? આ અવળી અસરની પણ શક્યતા રહે . મોટાભાગે આવી બુક્સમાં લખેલી ઘટનાઓ કે પાત્રો ફિકશનલ હોય છે એને સાચી જીંદગીમાં ક્યાંક જોડવાનો પ્રયત્ન કરતી વખતે મેચિંગ નાં પણ મળે. ઘણી બુક્સ તમને પ્રોબ્લેમના સોલ્યુશન ને બદલે પ્રોબ્લેમથી આંખમીચામણા કરતા પણ શીખવી દયે ..નવાઈ નહિ !!!! સલાહોની જેવું જ એક બીજું શાસ્ત્ર છે એવોઈડનું ....!!!! એવું નથી કે બધી જ આવી મોટીવેશનલ કે સલ્ફ-હેલ્પ બુક્સ આવું જ મટીરીયલ ધરાવતી હોય છે પણ હકીકત એ છે કે જો આવી બુક્સ વાચવી હોય તો પહેલા એ સમજવું પડે કે ખરેખર લેખક શું કહેવા માંગે છે અને એનો તમારા જીવન કે પ્રોબ્લેમ સાથે કોઈ નાતો છે ખરો ?

ઉપરના અમુક નકારાત્મક પાસાઓને અવગણીને પણ એ હકીકત સ્વીકારવી જ પડે કે આ પ્રકારની બુક્સ કે ઇવન સેમિનાર્સ , લેક્ચર્સની ડીમાંડ જબરી છે . જીવનગાથા કહેતા પુસ્તકોની જબરી ડીમાંડ છે . બધાને ધીરુભાઈ અંબાણીથી લઈને પાઉલો કોહલોની સંઘર્ષગાથાની પ્રેનાત્મ્ક વાતો વાંચીને આગળ વધવું છે . આપણા ગુજરાતી લીટરેચરમાં તો કહેવતસંગ્રહ અને પ્રેરણાત્મક વાતોની કથાઓ પણ મોટીવેશનલ શ્રેણીમાં જ ગણાય છે . પરીક્ષાઓ આવે કે માનશીક શાંતિથી લઈને માઈન્ડ પાવર વધારવાના નુશખા કહેતી બુક્સ ઇન્થીંગ થઇ જાય છે . એમ તો આધ્યાત્મિક રીતે મોટીવેટ કરતી બુક્સ પણ આ જ કેટેગરીમાં આવે . ધર્મ ના સંદર્ભમાં આત્મા થી લઈને જીવનને કનેક્ટ કરતી સંતો - ગુરુઓની બેસ્ટ સેલર બુક્સની વિશાલ શ્રુંખલા ભારત જ નહિ પણ આખાયે વિશ્વના મોટીવેટ થવા માંગતા લોકોની આગવી પસંદ છે . હિંદુ - મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મની આવી અનેક બુક્સ મોટીવેશનના તડકા મારીને બજારમાં આવતી જાય છે . પબ્લિકને મોટીવેટ કરીને મિલિયોનર થતા અનેક લેખકો કે સ્પીકરો જગતભરમાં છે અને રોજેરોજ એમાં ઉમેરો થતો જાય છે . એની વે આ રહી થોડી આવી બુક્સ ... ...સેવન હેબીટ્સ ઓફ હાઈલી ઈફેક્ટીવ પીપલ ( સ્ટીફન કોવે ) , હાવ ટુ વિન ફ્રેન્ડસ એન્ડ ઇન્ફ્લુંય્ન્સ પીપલ ( ડેલ કાર્નેગી ) , થીંક એન્ડ ગ્રો રીચ ( નેપોલિયન હિલ ) , અવેક્ન ધ જાયન્ટ વીથીન ( એન્થોની રોબીન્સ ) , ડોન્ટ સવેત ધ સ્મોલ સ્ટફ ( રીચાર્ડ કાર્લસન ) , ધ પાવર ઓફ પોઝીટીવ થીંકીંગ ( નોર્મન પેલ ) , જીત આપકી ( શિવ ખેરા ) ધ મોન્ક હું સોલ્ડ ફરારી ( રોબીન શર્મા ) , અલ્કેમીષ્ટ ( પોઉલો કોહેલો ) .....વગેરે વગેરે ....... હેવ એ મોટીવેશનલ ડે .....સ્ટે મોટીવેટેડ !!!

સાચું પુસ્તક એ નથી કે જેને આપણે વાંચીએ છીએ , પણ સાચું પુસ્તક એ છે જે આપણને વાંચી શકે - ડબ્લ્યુ.એચ.ઔઉડન