રોંગ નંબર - (પ્રકરણ ૧) Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

 • મારા અનુભવો - ભાગ 2

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:...

 • અગ્નિસંસ્કાર - 95

  વિવાને બોમ્બની માહિતી આપતા કહ્યું. " વો ચારો બોમ્બ મેને થિયે...

 • વિષ રમત - 27

  વિશાખા અને અનિકેત બાળકની માં એક બીજા ની સેમ સામે ઉભા હતા ..વ...

શ્રેણી
શેયર કરો

રોંગ નંબર - (પ્રકરણ ૧)

રોંગ નંબર – (પ્રકરણ ૧)

ભાર્ગવ પટેલ

“કભી જો બાદલ બરસે, મેં દેખું તુઝે આંખે ભરકે, તું લગે મુઝે પેહલી બારીશ કી દુઆ”

સવાર સવારમાં આપણા કુશળકંઠી એવા અરીજીતભાઈના અવાજે રાત્રિભર પુરઝડપે દોડતી નિંદ્રા એક્સપ્રેસ પર બ્રેક લગાવી. એક હાથથી આંખો મસળતાં બીજો હાથ મેં ટેબલ સુધી લંબાવ્યો. ફોનની ડાયલ સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર ફ્લેશ થતો હતો.

“હલો!”

“હા! કોણ?”, સામા છેડેથી તલસ્પર્શી ‘વોઈસ ઓફ અ ગર્લ’ સંભળાયો.

“અરે! તમે ફોન કર્યો છે, તો તમારે ઓળખ આપવી જોઈએ અને તમે મને પૂછો છો યાર!!”, હું જરા છણક્યો.

“સોરી, પણ આ વિકાસ સરનો નંબર છે?”

“ના ના મેડમ! અહિયાં કોઈ વિકાસ સર નથી, લાગે છે કે તમારાથી નંબરના આંકડા ફરી ગયા છે, ઇટ્સ અ રોંગ નંબર!”

બસ, આટલું સાંભળતા જ એણે ફટાક લઈને ફોન મૂકી દીધો.

મેં ફરીથી માથું તકિયે ટેકવ્યું. Physically પથારીમાં હતો પણ mentally પેલું ‘હા! કોણ?’ પથારી ફેરવી રહ્યું હતું. અદ્દલ જેવું યશ ચોપરાની moviesમાં થાય એવું જ કંઈક આજુબાજુ થવા લાગ્યું. ‘કોણ હશે એ?’, ‘એનું નામ ઠામ શું હશે?’ વગેરે જેવા સવાલો લેખક મગજમાં ઘુમરાયા કરતા હતા અને એવામાં ફરીથી ફોને પેલા જ નંબર સાથે દસ્તક દીધી.

“હા! બોલો”, મેં જાણે કે વર્ષોથી જાણતો હોય એમ વર્તન કર્યું.

“હા! કોણ?”

“એ જ રોંગ નંબર”

“અરે યાર! આજે આ શું થાય છે એક તો સવાર સવારમાં!! ફરીથી પણ તમને જ ફોન લાગી ગયો. સોરી હ જો તમારી ઊંઘ બગાડી હોય તો!”, બિચારી ગભરાહટમાં આટલું બધું બોલી ગઈ.

“અરે વાંધો નઈ યાર! જે થાય એ સારા માટે જ થાય”, મેં ગણગણાટ કર્યો.

“શું??? જરા મોટેથી બોલો ને! સંભળાયું નઈ મને”

“ના ના! કશું નઈ.. આવું બધું તો ચાલ્યા કરે”

“ઓકે! તો પણ સોરી હોં ને!!”

“અરે કહ્યું ને મેં વાંધો નઈ”

“થેંક યુ”

ફોન ફરીથી કટ થયો.

મન ફરીથી હિલોળે ચઢ્યું. કદાચ એના અવાજ સાથે મને પ્રેમ થતો જતો હતો. સામાન્ય રીતે આખોને પ્રેમના પ્રવેશદ્વાર તરીકે સ્થાન મળ્યું છે, પરંતુ મારા માટે આ એક નવો જ અનુભવ હતો.અવાજ પણ એટલી જ ભૂમિકા ભજવી શકે એ અંગેની શંકા આજે ધ્વસ્ત થઇ.આ બધી ગડમથલના અંતે મેં એનો નંબર ‘MISS WRONG NUMBER’ નામથી save કર્યો અને એટલામાં રસોડામાંથી મમ્મીની બુમ પડી,

“ભયલું!! ચલ ભાઈ જલ્દી બ્રશ કરીને ફ્રેશ થઇ જા, મોડું થાય છે. તારે નવાઈનું વેકેશન નથી!!”

“હા મમ્મી ઉઠી જ ગયો છું” આટલું કહેતા તો મમ્મી છેક મારા રૂમ સુધી આવી ગઈ.

“અને આ ઉઠીને તરત કોના ફોન વાગ્યા કરે છે?”

“કંઈ નઈ મમ્મી, એ તો રોંગ નંબર હતો કોઈકનો”

“સારું એ જે હોય તે, ચાલો હવે પલંગને પણ આરામ આપો” મમ્મી કટાક્ષમાં બોલી.

“હા બાપા હા! ઉતરું જ છું હવે” એમ કહીને ભયલું પલંગથી અળગો થયો અને બ્રશ કરી ડાયનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો.

આજે કોફીનો કપ લગભગ ૧૫-૨૦ મિનીટ સુધી ફૂંક્યા કર્યો અને નાસ્તો પણ પ્રોસેલી સ્થિતિમાં એમનો એમ ખવાઈ જવા માટે તત્પર હતો. મમ્મીની નજર પડી અને સ્વાભાવિક શબ્દો એના શ્રીમુખેથી મારા કાન તરફ ગતિમાન થયા,

“શું કરે છે ભઈ તું? અડધો કલાકથી કોફીનો કપ પકડીને બેઠો બેઠો ફૂંક્યા કરે છે! અને નાસ્તો તો હજી એમનો એમ જ પડ્યો છે પ્લેટમાં! સમયની કોઈ કિંમત જ નઈ ને! કામ તો ક્યાંથી કરવા લાગે, પણ ઉપરથી ખોટીના પાર કરી મુકે”

કોઈ અપરાધના એવીડન્સ છુપાવતો હોય એમ હું ફટાફટ નાસ્તો કરવા લાગ્યો અને કોફી તો બે જ ઘૂંટમાં પૂરી કરી.

આમ ને આમ યંત્રવત વર્તનમાં સાંજ પડી છતાં હજી પેલા ‘હા! કોણ?’ના પડઘા મારા કાનોમાં ગુંજન કરતા હતા. એટલે કંટાળીને છેવટે પેલી MISS WRONG NUMBERની CONTACT DETAILS ઓપન કરી. વળી, આજકાલ આ સ્માર્ટ ફોન પણ ગજબની સ્માર્ટનેસ બતાવવા લાગ્યા છે. કોન્ટેકટ પર ક્લિક કરતા બે ઓપ્શન મળ્યા, CALL અને MESSAGE.

પણ call કરવાનું મને જરા અજુગતું લાગ્યું એટલે મેસેજ પર ક્લિક કર્યું અને ત્યાં પણ બે ઓપ્શાનોએ દેખા દીધી, SMS અને WHATSAPP. પાર્ટી વોટ્સએપ પર છે એ જાણીને દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું. તરત જ CHAT WINDOW ખોલીને ઔપચારિક મેસેજ મોકલ્યો.

“hii”

વળી, એનું લાસ્ટ સીન પણ થોડી વાર પહેલાનું જ હતું. પણ પ્રોફાઈલમાં કોઈક છોકરાનો ફોટો હતો.એ જોઇને હું થોડોક વ્યાકુળ બન્યો અને તર્ક વિતરકના રવાડે ચઢવા જ જતો હતો પણ એના સ્ટેટસના શબ્દો વાંચીને મારા તમામ વિતર્કો પાયાવિહોણા બની ગયા, જે દર્શાવતા હતા “IT IS A PRIVILAGE TO HAVE AN ELDER BROTHER LIKE YOU”.

“હા.....શ”, અનાયાસે જ નીકળી ગયું, અને એટલામાં વ્હીસલ વાગી.

“hii.. કોણ? ઓળખાણ ના પડી મને!”

“સવારવાળો રોંગ નંબર”

“ઓહ! અચ્છા! યાદ આવ્યું”

“બરાબર”

“બોલો! શું કામ હતું?”

આપણે પાછા વાતો લંબાવવામાં તો રહ્યા એક્સપર્ટ! એટલે તરત જ વળતો મેસેજ કર્યો,

“પછી લાગી ગયો હતો રાઈટ નંબર તમારા વિકાસ સરને??”

“હા યાર! એક્ચ્યુઅલી મેં નંબર લેતી વખતે ૪૨ની જગ્યાએ ૪૬ સાંભળ્યું હતું એટલે પ્રોબ્લેમ થઇ ગયો”

“ઓકે, વાંધો નઈ”

“ચિંતા કરવા બદલ આભાર”

“અરે એમાં શું યાર!! આ તો મેં તમારો નંબર સેવ કરી રાખ્યો હતો એટલે એટલે થયું કે લાવ પૂછી જોઉં!!”

“નામ જાણ્યા વગર પણ તમે તો નંબર સેવ કરી દો છો ને કંઈ!! જબરું કામ તમારું!! બાય ધ વે, નામ શું લખ્યું છે?”,એણે જીજ્ઞાશાવશ પૂછ્યું.

“કહીશ તો કદાચ તમે હસી પડશો.”

“અરે ના ના! બોલો ને”

“MISS WRONG NUMBER”

“હા...હા..હા..”

“જોયું! મેં કહ્યું હતું ને!! બાય ધ વે miss જ છો કે.....?”, હું હવે થોડો નજીક જઈ રહ્યો હતો.

“હા miss જ ને યાર! અત્યારથી મિસિસ ન બનાય ને!!”

“હમમમ.. બરાબર. આ પ્રોફાઈલમાં તમારો ભાઈ છે ને?” મેં વાત લંબાવવાનો ટ્રાય ચાલુ રાખ્યો.

“હા!! કેમ તમને શું લાગ્યું?”

“નથીંગ.. બોલો બીજું શું ચાલે છે?”

“બસ! આ EXAMની તૈયારી”

“અરે પણ હવે શેની EXAM! અત્યારે તો વેકેશન છે ને?”

“GPSC”

“અચ્છા! તો સિવિલ સર્વિસમાં જોડાવવાની ઈચ્છા છે એમ ને?”

“ના ના! પ્રોફેસર બનવાની તૈયારી છે.. તમે શું કરો છો બાય ધ વે?”

“હું એન્જીનીયરીંગ કરું છું બરોડાથી”

“અરે WHAT A COINCIDENCE!! કઈ કોલેજ?”

“BITS TECH. CAMPUS માં! તમે?”

“લ્યો ત્યારે! હું ધારુલ ટેકનીકલમાં છું!!”

“ઓહ!”, એની કોલેજની સખ્તાઈવાળી સામાજિક છબીથી અવગત હોવાથી મેં કહ્યું, “મતલબ હજીયે સ્કૂલમાં જ છો એમ ને!! LOL”

“હા!”, એ મારો ટોન જાણી ગઈ, “હા..હા..હા.,સાચી વાત!”

“ક્યાંથી છો તમેં? આઈ મીન નેટીવ ક્યાં છે તમારું?”, હું ધીમે ધીમે એના અંગત જીવનમાં ઝાંકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“હું પહેલેથી બરોડામાં જ છું, પણ મારું નેટીવ બેઝીકલી પંચમહાલમાં છે, દાદા દાદી ત્યાં છે અત્યારે! અને તમે?”, એ આ વાર્તાલાપ એન્જોય કરી રહી હોય એમ લાગ્યું.

“તો તો આપણે પાડોશી થયા, કારણ કે હું ગોધરાથી છું અને અત્યારે અહિયાં ભણવાનું ચાલે છે એટલે બરોડા જ છું”

“ઓહ! શું વાત છે! સારું કહેવાય”,એ થોડી અચંબિત થઇ.

“હમમ.. ચાલો ત્યારે મારો નંબર સેવ કરી લેજો, સારું લાગ્યું તમારી સાથે વાત કરીને”, મેં સીધું જ કહ્યું.

“પણ નામ વગર?”

“MR. WRONG NUMBER”

“અરે હા! એ સારું રહેશે”

“હા સાચે જ”

“સારું ત્યારે, ચાલો આજે એક નવો દોસ્ત મળી ગયો જેનું નામ તો ખબર નથી પણ હા એનો નંબર જરૂરથી WRONG છે, બરાબર ને ?”

“હું પણ એ જ કહી શકું”,મેં આભારની લાગણી સાથે કહ્યું.

“SURE! ચાલો હવે ઊંઘ આવવા લાગી છે. GOOD NIGHT”

“GOOD NIGHT. જય શ્રી ક્રિષ્ના”

“જય શ્રી ક્રિષ્ના”. આ સાથે મેસેજનો વાટકી વ્યવહાર બંધ થયો અને ઘડિયાળમાં ૧૨ના ટકોરા પડતા હતા. આંખોમાં ઊંઘવા માટેનું બાયોલોજીકલ એલાર્મ વાગી ચુક્યું હતું. પણ ઊંઘણે આલિંગન આપતા પહેલા મેં વમારું WHATSAPPનું સ્ટેટસ બદલ્યું,

‘LOVE IS NOT ALL ABOUT LOOKS AND FEELINGS, VOICE AND TALKING MANNER MAY ALSO BE A REASON’

બીજા દિવસે સવારે જાગીને રોજના SCHEDULE મુજબ WHATSAPP ચેક કર્યું અને આશ્ચર્ય સાથે આનંદ થયો કે નોટીફીકેશન ટ્રેમાં ‘Message from Miss wrong number’ લખેલું હતું.

“હેપ્પી મોર્નિંગ, હેવ અ નાઈસ ડે”

મેં પણ રીપ્લાય આપ્યો અને નાસ્તા માટે ગોઠવાયો. હજી એક બે જ ખાખરા જ પત્ય હશે ત્યાં ફરીથી વ્હીસલ વાગી. અધકચરો ખાખરો ગળામાં ઉતારી દીધો અને ઉતાવળમાં જીભ દાંતોની વચ્ચે કચડાઈ જતા સિસકારો નીકળી ગયો પણ ફટાફટ બધું પતાવીને ફોન હાથમાં લીધો. સામેથી અપેક્ષિત સવાલ થયેલો હતો.

“આ સ્ટેટસ શું કહેવા માગે છે?”,મેસેજમાં થોડી ઉત્કંઠા હતી.

“તમને શું સમજાય છે?”, મેં નરો વા કુંજરો વા જેવો સવાલ કર્યો.

“સમજાતું નથી પણ હા! શબ્દો વાપરવાની સમાજ જોઇને એવું લાગે છે કે કદાચ તમે ફિલોસોફીમાં રસ ધરાવો છો.”

બસ, મારે જે ટોપિક જોઈતો હતો એ મળી ગયો. એટલે મેં કહ્યું,

“સારું ઓબ્ઝર્વેશન કર્યું તમે”

“really ?!!! તો તો તમે જરૂરથી લખતા તો હશો જ!”

“હા! કોઈક વાર લખી લઈએ!”,મેં ગર્વ લીધો.

“મને એવું બધું વાંચવાનો ખુબ શોખ છે.. પ્લીઝ મને તમારું કલેક્શન મળશે વાંચવા?”

“હા જરૂર! તમારું ઈ-મેઈલ આપો હું બધી ફાઈલ મોકલું”

“ “

“અરે વાહ! આમાં પણ નામ તો ના જ જાણવા મળ્યું તમારું!”,મેં કહ્યું.

“આમ જ મજા આવે છે યાર, વેસે ભી નામ મેં ક્યાં રખા હૈ”,એમ કહીને એણે નામ આપવાનું ટાળ્યું.

“સાચી વાત. મને પણ.”

ત્યાર બાદ મેં પણ મારા બે ઈ-મેઈલમાંથી નામ વગરના આઈડી પરથી જ મેઈલ મોકલ્યો. અને પછી કલ્લાકેક વીત્યો હશે અને એનો મેસેજ આવ્યો.

“ખરેખર સરસ લખ્યું છે તમે, પણ મોટાભાગનું બધું પ્રેમ વિષે લખ્યું લખ્યું છે. કોઈ વાર પ્રેમ થયો છે ખરો?”

“અત્યાર સુધી નહતો થયો પણ હવે લાગે છે કે થવાની તૈયારી છે પણ એક પ્રોબ્લેમ છે!”, હવે હું એકદમ બિન્ધાસ્ત બની રહ્યો હતો.

“શું?”

“મને માત્ર અવાજથી જ પ્રેમ થયો છે હજી નામ અને ચહેરો જોવાના બાકી છે. પણ હા! થઇ ગયો છે એ પાકી વાત છે”,હતી એટલી બધી હિંમત ભેગી કરીને મેં કહી દીધું.

“ક્યારથી?”

“કદાચ કોઈ રોંગ નંબર આવ્યા પછી રાઈટ દિશામાં આગળ વધ્યો એમ લાગે છે.!”

આ મેસેજ વંચાયા પછી લગભગ દસેક મિનીટ થઇ ગઈ પણ કોઈ રીપ્લાય ના આવ્યો એટલે મને લાગ્યું કે સો ટકા બધું બફાઈ ગયું. હું whatsapp બંધ કરીને કપાળે હાથ દઈ મારી જાત પર જ આટલી ઉતાવળ કરવા બદલ ગુસ્સે થઇ રહ્યો હતો. અને અચાનાક ...................................

(પછીનું આવતા પ્રકરણમાં)

રોંગ નંબર – (પ્રકરણ ૧)

ભાર્ગવ પટેલ