મધર્સ ડે Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધર્સ ડે

મધર્સ ડે...

વિપુલ રાઠોડ

રાકેશ કોલેજના ક્લાસરૂમમાં જતાં પહેલા પોતાનો મોબાઇલ ફોન સાયલેન્ટ મોડમાં મુકવા ખિસ્સામાંથી કાઢે છે અને તે પહેલા તે ફેસબૂક ખોલે છે. તેના એક મિત્ર અતુલે લખેલું સ્ટેટસ વાંચે છે...

`ગૂડ મોર્નિંગ એન્ડ હેપ્પી મધર્સ ડે'

રાકેશ તેમાં લાઇક કરે છે અને મધર્સ ડેની વળતી શુભકામના કોમેન્ટમાં પાઠવે છે.

દિવ્યાને એક પ્રોજેક્ટ તૈયાર કરવાંનો હોવાથી મટિરિયલ ડાઉનલોડ કરવાં સાઇબર કાફેમાં જવાનું થાય છે. તે પોતાનું કામ કરવાં સાથે કેટલાં દિવસ પછી ફેસબૂક પણ ખોલે છે અને પોતાના ફેસબૂક ફ્રેન્ડસના અપડેટ્સ પણ વાચતી હોય છે. સ્ક્રોલ કરતાં કરતાં તેના ઘ્યાનમાં એક સ્ટેટસ આવે છે જે થોડા દિવસ પહેલા તેણે ફ્રેન્ડ બનાવેલા અજાણ્યા અતુલનું હોય છે.

`ગૂડ મોર્નિંગ એન્ડ હેપ્પી મધર્સ ડે'

ઉપર દિવ્યા લાઇક કરે છે અને આગળ વધી જાય છે. અચાનક દિવ્યાના ચેટ વિન્ડોમાં એક મેસેજ ટપકે છે. `હાઇઇઇ... હાવ આર યુ?'

`થેન્ક્સ ફોર એડિંગમી એઝ એ ફ્રેન્ડ'

આ મેસેજ અતુલનો હોય છે પણ દિવ્યા ફરીથી પોતાના કામમાં વળગી ગઇ હોવાથી જવાબ આપવાનું ટાળે છે.

મહેશભાઇ પોતાની ચેમ્બરમાં બેઠો-બેઠો ટાઇમપાસ કરવાં ફેસબૂક-ફેસબૂક રમતા હોય છે ! તે અતુલ સાથે ચેટિંગના કારણે સારી એવી મિત્રતા ધરાવે છે. તેના સ્ક્રીન ઉપર અતુલે હમણાં જ અપડેટ કરેલું એક સ્ટેટસ આવે છે...

`યે લડકિયા ઇતના ભાવ ક્યું ખાતી હૈ?'

મહેશભાઇ તેની કોમેન્ટમાં લખે છે `કારણ કે તેને ભાવ બહુ ભાવે છે !! :)'

મહેશભાઇ વધુ સ્ટેટસ જોવા માટે આગળ વધે છે તો અતુલે વિશ કરેલું હેપ્પી મધર્સ ડે ઘ્યાનમાં આવે છે. મહેશ ત્યાં લાઇક કરવાં સાથે કટાક્ષ કરે છે કે `મધર્સ ડે ઉપર પણ લોકો છોકરીઅો ભાવ ખાય તેની ચિંતા વધુ કરતા હોય છે. હા હા હા !' તરત જ તેના ઉપર અતુલનું લાઇક આવે છે અને થોડી જ વારમાં મહેશભાઇને અતુલની જવાબી કોમેન્ટનું નોટીફિકેશન મળે છે. મહેશભાઇ તે જુએ છે. જેમાં અતુલ લખે છે કે `મોટાભાઇ આજે સવારથી ખુબ જ કંટાળો આવે છે. કંઇ સમજાતું નથી શું કરવું'

લખુભાના ફ્રેન્ડ લિસ્ટમાં પણ અતુલ છે અને તે પોતાના સ્માર્ટફોનમાં ફેસબૂક ખોલતા જ અતુલનું નવું સ્ટેટસ વાંચે છે. `આજે મૂડ નથી એટલે કોલેજ નથી ગયો. હવે વિચારુ છું શું કરવું? એની સજેશન !' લખુભા ફેસબૂકમાં નવા છે અને વાંચીને લાઇક કે કોમેન્ટ આપી શકાય તેવી ફાવટ હજી તેને નથી. તે મનમાં બબડે છે. `લોકો આવું ય આમાં લખતાં હશે !'

રશ્મી પોતાની મમ્મી સાથે ખરીદી કરવાં બજારમાં નીકળી હોય છે. પોતાના બોયફ્રેન્ડ અતુલનો કોઇ મેસેજ છે કે નહીં તે જોવા ફેસબૂક ખોલે છે. તેના સ્ક્રીન ઉપર સીધું અતુલનું સ્ટેટસ આવે છે `રાહુલ કે મોદીમાંથી એકેય તમને વડાપ્રધાન પદને લાયક લાગે છે ?' રશ્મી કોમેન્ટમાં લખે છે `આજે ય કોલેજે નથી ગયો ને ! કેમ મને કોઇ મેસેજ નથી ? ચાલ બાય... મમ્મી સાથે બજારમાં છું. પછી ચેટ કરીશું'

રશ્મી કોમેન્ટ લખી રહે કે તરત જ તેને પર્સનલ મેસેજ આવી જાય છે અતુલનો `યાર, બહુ બોર થઉ છું. ચાલ આજે સાંજે ક્યાંક મળીએ' રશ્મી જવાબ આપે છે `ના આજે નહીં. બાય... પછી વાત કરું'

હેતલબેન ઘરકામમાંથી નવરાશ મળતાં લેપટોપ ઉઘાડે છે અને ફેસબૂક ઉપર વિદેશમાં કામ કરતાં પોતાના પૂત્ર સાથે ચેટિંગ શરૂ કરે છે. વચ્ચે-વચ્ચે તે પોતાના મિત્રોએ કરેલા અપડેટ વાંચતા રહે છે. એક નવું સ્ટેટસ આવે છે તેમના ભાઇના પત્રુ અતુલનું `ભૂખ લાગી છે પણ પહેલા નાહવાનું બાકી છે એટલે તે પતાવું. વિલ બી બેક સૂન ફ્રેન્ડ્સ' હેતલબેન સ્હેજ ગુસ્સાના ભાવમાં મોઢું બગાડે છે અને આગળના સ્ટેટસ વાંચતા જાય છે.

રાખી પોતાનું નવું પેઇન્ટીંગ અપલોડ કરવાં ફેસબૂક ખોલે છે. ત્યાં તેના ફેસબૂક ફ્રેન્ડ અતુલનો ફોટો સ્ક્રીન ઉપર આવે છે. અતુલે અરીસા સાથે માત્ર ટુવાલ પહેરીને ફોટો પાડેલો છે. તેનું શરીર હજી ય ભીનું લાગે છે. અતુલે ફોટો સાથે લખ્યું છે `એમ બેક.... ઢેન ટ ણ ! નાવ વોટ નેક્સ્ટ ? કોઇ કહેશે આજે મારે ક્યાં કલરનું શર્ટ પહેરવું જોઇએ ?' રાખી તેમાં કોમેન્ટ કરે છે `:D આમ જ બરાબર છે. રણબીર કપૂર જૈસા લગ રહા હૈ !' રાખીના સ્ક્રીન ઉપર અતુલની પોસ્ટ ઉપર કરેલી કોમેન્ટનો જવાબ આવે છે. `થેન્ક્સ'. બન્ને વચ્ચે કોમેન્ટનો સિલસિલો આગળ વધે છે અને પછી બન્ને કોમેન્ટ બંધ કરીને ચેટિંગમાં વાત શરૂ કરે છે.

કેતનભાઇ પોતાના ઘેર ફોન લગાવે છે. તેની પત્ની વીણા ફોન ઉપર આવે છે અને કેતનભાઇ વીણાનું ઢીલા અવાજમાં બોલાયેલું `હેલ્લો' પારખીને સીધો સવાલ કરે છે...`કેમ હજી ય તબિયત ખરાબ છે? દવા લેવા જવું હોય તો ચીંટુને કહેવાય ને કે સાથે આવે' વીણા ઢીલા અવાજમાં જ જવાબ આપે છે કે `બે-ચાર વાર અવાજ માર્યો પણ ચીંટુ કદાચ હજી ઉપર તેના રૂમમાં સૂતો લાગે છે.' કેતનભાઇ કહે છે હું હમણાં જ તેના મોબાઇલમાં ફોન કરું છું અને તેને કહેવું પડશે કે હવે નાની-મોટી જવાબદારી લેતા શીખવું જોઇએ. અતુલભાઇ વીણાનો ફોન કટ કરીને ચીંટુના મોબાઇલમાં કોઇ જોડે છે. બે ચાર પ્રયત્ન પછી પણ ફોન રીસીવ થતો નથી. કેતનભાઇને શંકા જાય છે કે ચીંટુ તેની મમ્મીને ખબર ન પડે તેમ ક્યાંક રખડવા ઉપડી ગયો લાગે છે. એટલે તે ચીંટુના મિત્ર સનીને ફોન જોડે છે અને પૃચ્છા કરે છે કે `ચીંટુ ફોન નથી ઉપાડતો તો શું તેની સાથે છે?' સની નકારમાં જવાબ આપે છે અને કેતનભાઇ ફોન કટ કરે છે. સની પોતાના ફોનમાં જ ફેસબૂક ખોલે છે અને પોતાના મિત્રને ઓનલાઇન જુએ છે. તેને તરત જ મેસેજ કરે છે કે શું આજે ય તેણે પોતાનો ફોન સાયલેન્ટ રાખ્યો છે? સની મેસેજમાં આગળ લખે છે `તારા પપ્પાનો ફોન હતો. કંઇક કામ હશે જલ્દી ફોન કર, અતુલ્યા... ચીંટુડા'

અતુલ ફેસબૂક વિન્ડો ક્લોઝ કરીને પોતાના રૂમમાંથી બહાર આવીને ઉપરથી જ બૂમ પાડે છે. મમ્મી.... પપ્પાએ ઘરે કંઇ ફોન કર્યો હતો ? કંઇ કામ હતું?' તેની મમ્મી ઢીલા સૂરમાં કહે છે `મારી સાથે દવા લેવા આવીશ?'

.......................................

સ્ટુપીડ !

-વિપુલ રાઠોડ

છેલ્લા આઠ-દસ વર્ષમાં કરેલા છુટપુટ પણ મજબૂત પ્રયાસોના પરિણામે આખરે મળેલા એક ફોન નંબર ઉપર મિત્રે કોલ કર્યો

હેલ્લો....કોલ રીસીવ થતાં જ મિત્ર વધેલા ધબકારા સાથે ફટાફટ બોલી ઉઠ્યો

હા.. કોણ? સામા છેડેથી થોડા પુખ્ત બનેલા મીઠા અવાજમાં પુછાયું.

મૈત્રી ?? સ્હેજ સંકોચ ભર્યા અવાજે પુછાયું.

હા... આપ કોણ? સામા છેડેથી જીજ્ઞાસાભર્યા સૂરમાં વળતો સવાલ થયો.

હું મિત્ર !

મૈત્રી:મિત્ર ? મારે ઘણાં છે... ભાઈ, તમે કોણ?

મિત્ર:અરે, એમ નહીં મારુ નામ મિત્ર છે. પડી ઓળખાણ?

મૈત્રી:ઓહ માય ગોડ ! તુ ? કેટલા વર્ષ્ પછી... અચાનક... ક્યાથી શોધ્યો મારો નંબર?

મિત્ર: હા યાર... એક દાયકો થઈ ગયો. પણ હવે મે તારી કુંડળી કાઢી લીધી... હા હા હા...

મૈત્રી: કેમ શું કરવું છે કુંડળી કાઢીને ?

મિત્ર: મેચ મેકિગ !

મૈત્રી: હા હા હા... હજી પણ તુ એવો ને એવો જ છે. કેવા ઈમ્મેચ્યોર હતા ને આપણે?

મિત્ર: હા... હુ તો હજી પણ છુ. મને તો એ સમયની એક એક પળ યાદ છે. હું હજી પણ નથી ભુલ્યો આપણે કેવી રીતે મળ્યા, ક્યારે પહેલીવાર વાત થઈ, ક્યા-ક્યા આપણે રખડતા, કઈ-કઈ મૂવી સાથે જોઈ... બધુ જ... શું તે આ દાયકામાં ક્યારેય એકેય પ્રયાસ કર્યો મારો કોન્ટેક્ટ કરવાનો?

મૈત્રી: સાચુ કહુ... ક્યારેય નહીં. જીંદગીમાં એટલી વ્યસ્ત બની ગઈ હતી. પણ તે મારો નંબર શોધીને સંપર્ક કર્યો તે એપ્રીસીએટ કરવા જેવું છે. મને એ સમય યાદ છે પણ તને જે કંઈપણ યાદ છે એવું મને કંઈ યાદ પણ નથી યાર... યુ આર સો જીનીયસ ! રીયલી જીનીયસ. ચાલ, મારે થોડું કામ છે. હવે પછી વાત કરીએ. આટલા વર્ષ પછી મળ્યા છીએ... હવે કોન્ટેક્ટમાં રહેજે. બાય...

આટલું કહીને મૈત્રીએ ફોન કટ કર્યો. મિત્ર મનમાં બબડ્યો "હું જીનીયસ છું કે સ્ટુપીડ?"