Akaran! books and stories free download online pdf in Gujarati

અકારણ!

અકારણ !

-વિપુલ રાઠોડ

- સવારે 10.00 વાગ્યે

પતિ નોકરીએ જવા માટે રવાના થયા બાદ નિર્મલા નિત્યક્રમ મુજબ ઘરકામમાંથી પરવારી. આજે તેને પોતાની ખાસ બહેનપણી શ્રદ્ધાને મળવા તેના ઘેર જવાનું હોવાથી તે તૈયાર થવા લાગી. પોતે શ્રદ્ધાને મળવા જશે તેવું પતિને વહેલી સવારે જ જણાવી દીધું હતું. આમછતાં તે ઘરેથી નીકળતા પહેલા પતિને ફોન ઉપર કહે છે કે પોતે હવે નીકળે છે.

- સવારે 10.40 વાગ્યે

નિર્મલા નવું નવું વાહન ચલાવતાં શીખી હોવાથી કાળજીપુર્વક સ્કૂટર ચલાવતી શ્રદ્ધાનાં ઘેર પહોંચી. જો કે ત્યાં પહોંચી ત્યારે ઘરે તાળું હોવાથી નિર્મલા પોતાના પર્સમાંથી ફોન કાઢીને શ્રદ્ધાને કોલ જોડે છે પણ સામે છેડે રીંગ પૂરી થઈ જાય છે અને કોઈ જવાબ મળતો નથી. આવું બે-ચાર વખત થયા બાદ આખરે નિર્મલા પોતાની બહેનપણી ઉપર થોડી નારાજગી સાથે ત્યાંથી રવાના થઈ જાય છે.

- સવારે 11.10 વાગ્યે

રસ્તામાં પંચર પડ્યું હોવાથી નિર્મલાને થોડે દૂર સુધી સ્કૂટરને દોરવી જવું પડ્યું હતું અને પછી એક જગ્યાએ પંચર કરાવીને તે પોતાની મમ્મીનાં ઘેર પહોંચે છે. તેના પપ્પા હવે આ દુનિયામાં નથી અને મમ્મીએ પેન્શન અને પાર્ટ ટાઈમ નોકરી કરીને નિર્મલા અને તેના નાના ભાઈ નિર્મલનો ઉછેર કરેલો. બન્ને ભાઈ-બહેન વચ્ચે ઉંમરમાં મોટો તફાવત નહોતો અને મિત્રોની જેમ બન્નેને ભળતું. આજે અનાયાસે નિર્મલે પણ નોકરીમાં રજા રાખેલી. જો કે રજા રાખવાનું કોઈ કારણ નહોતું. સતત એક જ ક્રમમાંથી કંટાળીને તે આજે આરામનાં મૂડમાં હતો અને સોને પે સુહાગાની જેમ આજે બહેન પણ અચાનક ઘરે આવી ગઈ. બધાં ખુબ જ ખૂશ જણાતાં હતાં.

- બપોરે 12.40 વાગ્યે

ઘણાં દિવસો બાદ બહેન આવી હોવાથી નિર્મલ પોતાની મમ્મીને ઘરે રસોઈ બનાવવાની ના પાડી ચુક્યો હોય છે અને પોતે બહેનની મનપસંદ પંજાબી વાનગીઓ એક હોટેલમાંથી પાર્સલ કરાવી લાવ્યો હતો. ઘણાં લાંબા સમય બાદ ત્રણેય સાથે એક ટેબલ ઉપર ખુશી-ખુશી જમ્યા. ભોજન પછી નિર્મલાએ મમ્મીને આરામ કરવાનું કહીને વાસણ માંજવાથી માંડીને સાફસુફી કરી નાખી અને પછી મમ્મીનાં રૂમમાં જઈને તેમની બાજુમાં આડે પડખે થઈ.

- બપોરે 2.30 વાગ્યે

નિર્મલા મમ્મી સાથે વાતોમાં વળગેલી હતી ત્યાં જ નિર્મલ આવ્યો અને આજે પોતે પણ ફ્રી હોવાથી બહેનને સાથે ફિલ્મમાં લઈ જવાની વાત છેડે છે. થોડી આનાકાની બાદ નિર્મલા રાજી થઈ ગઈ અને મમ્મીને પણ સાથે લઈ જવા માટે મનાવી લીધા. ફટાફટ ત્રણેય તૈયાર થઈ ગયા. નિર્મલા સિનેમાએથી સીધી પોતાના ઘેર જવાની હોય છે એટલે તે નિર્મલને આગ્રહ કરે છે કે રીક્ષાને બદલે બન્ને પોતપોતાના સ્કૂટર લઈ લેશે.

- સાંજે 6.30 વાગ્યે

પાર્કિંગમાંથી સ્કૂટર કાઢતી વેળા ટ્રાફિકનાં કારણે તે ભાઈથી છૂટ્ટી પડી જાય છે. એટલે બહાર નીકળીને તે પોતાનો ફોન કાઢે છે. મોબાઈલમાં તેના પતિનો એક મિસ્ડકોલ જુએ છે અને પહેલા તે નિર્મલને ફોન જોડે છે. જો કે નિર્મલ પણ કદાચ ટ્રાફિકમાં હશે તેથી જ તેનો ફોન ન ઉપડયો. નિર્મલા બીજો કોલ પોતાના પોતાના પતિને જોડીને હવે પોતે ઘેર જવા નીકળી રહી હોવાનું કહે છે. જો કે પોતે શ્રદ્ધા ઘરે ન હોવાના કારણે પોતાના મમ્મીને ત્યાં ગઈ હતી તે બાબતે રાત્રે જણાવી દેશે તેવું મનોમન નક્કી કરીને બીજી કોઈ વાત લંબાવતી નથી. નિર્મલા સાતેક વાગ્યે પોતાના ઘેર પહોંચી ગઈ. નિર્મલ અને તેની મમ્મી પણ આ સમયે જ ઘરે પહોંચ્યા. નિર્મલ ઘેર આવીને પોતાનો મોબાઈલ ચેક કરે છે અને બહેનનો મિસ્ડકોલ જોઈને સમજી ગયો કે તે ફિલ્મમાંથી સીધી રવાના થઈ તે બાબતની જાણ કરવા ફોન હશે. પછી નિર્મલ ઘરનો લેન્ડલાઈન ફોન જુએ છે. જેમાં તેના જીજાજીનાં બે મિસ્ડકોલ હતાં...

- એ દિવસે જ સવારે 10.15 કલાકે...

નિશાંત સીધો ઓફિસનાં બદલે પોતાના નિયમિત રસ્તો બદલીને બીજી એક સોસાયટી બાજુથી ચાલે છે. આ સોસાયટીમાં પાનનાં એક ગલ્લે ઉભો રહીને તે સિગારેટ ફૂંકી નાખે છે અને પછી એક ચોક્કસ શેરીમાં બે-ચાર ચક્કર લગાવે છે. આ શેરીમાં એક બંધ મકાન ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત રહે છે. થોડીવાર આમતેમ આટાફેરા કરીને તે પોતાની ઓફિસે પહોંચી ગયો. તે પહોંચ્યો જ હશે ત્યાં તેને એક ફોન કોલ આવ્યો. જેનો જવાબ માત્ર 'હા' કહીને તેણે ફોન કટ કરી નાખ્યો.

- સવારે 11.15 કલાકે...

પોતાના અસ્તવ્યસ્ત ટેબલને આજે તે સાફ કરવાનું મનોમન નક્કી કરે છે અને પછી પોતે જ બધું ગોઠવવામાં અને નકામા કાગળીયાઓ ફેંકવામાં લાગી જાય છે. આમાં મોટાભાગે બંધ રહેતું પોતાનું ડ્રોઅર પણ તે ઉઘાડે છે અને તેમાંથી બિનઉપયોગી ચીજ વસ્તુઓ ફેંકી દેં છે. જો કે ખાનામાંથી તેને એક નાનું પાઉચ મળ્યું. તેના ચહેરા ઉપર મંદ અને ભેદી સ્મિત આવી ગયું. ફટાફટ એ પાઉચ તેણે પોતાના ગજવામાં મુકી દીધું.

- બપોરે 1.30 કલાકે...

નિશાંત ટિફિન જમ્યા પછી પોતાના મિત્ર અને સહકર્મીને પોતે હંમણા આવે કહીને ઓફિસથી બહાર નીકળ્યો. તેને ખ્યાલ નહોતો કે પોતે ક્યા જાય છે પણ અમુક ચોક્કસ જગ્યાએ તે કોઈની શોધમાં હોય તેમ લટાર લગાવતો ફરે છે અને એક દોઢ કલાકમાં તે ઓફિસ આવી ગયો.

- સાંજે 5.10 કલાકે...

નિશાંત આજે મનેકમને નોકરી કરતો હોય તેવું લાગતું હતું. તેના મિત્રે પણ આ બાબતે પૃચ્છા કરી હતી કે આજે કેમ તે મૂડમાં નથી. જો કે નિશાંત એ વિશે કંઈ ખાસ ન હોવાનું કહીને વાત ટાળી જાય છે. વચ્ચેનાં સમયે તે બે નંબર ઉપર કોલ કરે છે પણ એ કોલ રીસીવ થતાં નથી. આજે પોતાનું કામ બને તેટલી ઝડપે આટોપીને જલ્દી નોકરીમાંથી છૂટવાનાં સમયની વાટ જોતો રહે છે.

- સાંજે 6.40 કલાકે...

નિશાંત આજે બરાબર છ વાગ્યે ઓફિસેથી નીકળી ગયો હતો અને પછી શહેરનાં ગીચ રસ્તાઓ વચ્ચે પણ તેની નજર કંઈક શોધતી ફરતી હતી. રસ્તામાં શું આવ્યું અને શું ગયું તેની તેને જાણ રહેતી નહોતી. જો કે એક સિનેમાએ લગાવેલા પોસ્ટર ઉપર તેનું ધ્યાન ચોંટી ગયું. આ ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી તેણે અચુક આ ફિલ્મ જોવી એવું નક્કી કરેલું. ત્યાં જ તેનો ફોન રણકે છે અને ફરી એકવાર તે ફક્ત 'હા' બોલીને કોલ પૂરો કરે છે. ત્યાં જ તેની નજર ફિલ્મમાંથી છૂટીને બહાર નીકળી રહેલા વાહનો ઉપર પડી. જેમાં તેની નજર એક વ્યક્તિ ઉપર ચોંટી ગઈ...

- સાંજે 7.40 કલાકે...

નિશાંત પોતાના ઘરે પહોંચે છે અને થાકેલી હાલતમાં ખુરશી ઉપર પગ પસરાવીને બેસ્યો. બહાર પોતાના પતિને આવી પહોંચેલા જોઈને રસોઈનું કામ પડતું મુકી, ઠંડાપાણીનો ગ્લાસ ભરીને નિર્મલા નિશાંતને આપે છે. નિશાંતનાં ચહેરા ઉપર થાક કરતાં અકળ લાગણીઓ વધું હતી. તે તરત જ પૂછે છે...

'તો... શું કર્યુ શ્રદ્ધાનાં ઘરે...?'

'અરે, કંઈ નહીં. એ તો પોતાના ઘરે હતી જ હતી. એટલે પછી હું મમ્મીને મળવા જતી રહી.' નિર્મલા નિર્દોષભાવે ખુલાસો આપતાં આગળ કહે છે 'મને એમ થયું કે સાંજે તને આ કહી દઈશ...' શ્રદ્ધા અને નિર્મલા ખાસમખામ બહેનપણી હતી અને નિર્મલાને ઘેર બોલાવીને શ્રદ્ધા જાણ કર્યા વિના ઓચિંતી બહાર ક્યાય જાય નહીં તેવું સમજતો નિશાંત મનમાં પોતાની શંકાને મજબૂત બનાવી બેઠો.

'સાંજે મે તારા મમ્મીનાં ઘરે ફોન કરેલો પણ કોઈએ ઉઠાવ્યો નહતો... પછી તને પણ કર્યો. તે પણ કોલ રીસીવ ન કર્યો. કેમ?' નિશાંત હવે ઉલટ તપાસ કરતો હોય તેવી રીતે સવાલ કરવા લાગ્યો. નિશાંતને જે ફિલ્મ જોવાની અત્યંત ઈચ્છા હતી તે ફિલ્મ પોતે પોતાના ભાઈ સાથે જોઈ આવી, એવું જણાવશે તો ખોટી નારાજગી વહોરવી પડશે. એવું માનીને નિર્મલા કહે છે કે 'અમે લોકો સાંજે ખરીદીમાં ગયા હતાં એટલે ઘરે તો કોઈ હોય નહીં. કદાચ ટ્રાફિકમાં મને પણ રીંગ નહીં સંભળાઈ હોય.' વાસ્તવમાં નિર્મલાએ ફિલ્મ જોતી વખતે પોતાનો ફોન સાયલેન્ટ કરી નાખ્યો હતો એટલે જ તેને નિશાંતના કોલની જાણ થઈ નહોતી. નિર્મલાને સિનેમામાંથી એકલી બહાર આવતી જોઈ ગયેલો નિશાંત આ ખુલાસાથી મનોમન ઉકળી ઉઠ્યો પણ પોતાની પત્નીનું જૂઠ હજી આગળ વધુ કેટલું ચાલે છે એ જોવા માટે તે આગળ કશું કહેતો નથી.

જો કે ત્યાં જ નિર્મલાનાં ફોનમાં શ્રદ્ધાનો કોલ આવે છે અને આજ માટે માફી માગીને તે આવતીકાલે ફરીથી આવવા માટે નિર્મલાને કહે છે. થોડી નારાજગી દેખાડીને નિર્મલા પણ હા પાડી બેસે છે. જો કે આ જોઈને રાતોચોળ બનેલો નિશાંત મનોમન પોતાની શંકા મુજબ આવતીકાલે ફરીથી નિર્મલા કોઈની સાથે ક્યાક બહાર જશે તેવું ધારી લે છે. હવે આવતીકાલે તો પોતે તેને રંગેહાથ ઝડપી લેવાનું નક્કી કરી નાખે છે.

- બીજા દિવસે સવારે...

નિર્મલા ધોવાનાં કપડા પલાળવા માટે પોતાના રૂમમાં લેવા જાય છે અને હંમેશાની માફક નિશાંતનાં પેન્ટ-શર્ટનાં ખિસ્સા ફંફોળે છે. જેમાં તેને કંઈક અજૂગતું હાથ લાગી જાય છે. નિશાંતનાં ખિસ્સામાંથી નીકળેલો કોન્ડોમ જોઈને તેને પોતાના પતિ ઉપર આડાસંબંધની શંકા ગઈ. વાસ્તવમાં આ કોન્ડોમ નિશાંતને ઓફિસમાં પોતાનું ખાનુ સાફ કરતાં મળ્યો હતો. જે અગાઉ ક્યારે ત્યાં મુક્યો એ પણ નિશાંતને કદાચ યાદ નહોતું. જો કે નિર્મલા આ હાથ લાગ્યા પછી પણ કંઈ જોયું જાણ્યું ન હોય તેમ પોતાનાં કામો આટોપવા લાગે છે. ટિફિન તૈયાર થઈ ગયા પછી નિશાંત તે લઈને ઘરેથી રવાના થઈ જાય છે. આજે નિર્મલાને ઝડપી પાડવા તે ઓફિસના બદલે ગઈકાલની માફક શ્રદ્ધાનાં ઘરની આસપાસ ચક્કર મારતો ફરે છે. આજે તેનું ઘર ખુલ્લું હતું. જો કે નિર્મલા ત્યાં આવતી જ નથી. બીજીબાજુ નિર્મલા શ્રદ્ધાનાં ઘરે જવાને બદલે પોતાના મનમાં જાગેલી શંકાને કારણે આજે નિશાંત ઉપર ધ્યાન રાખવા તેની ઓફિસની આસપાસ ચોરીછૂપે ધ્યાન રાખતી હતી...

...................................................................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED