થોડા સમયની નારાજગી Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થોડા સમયની નારાજગી

થોડા સમયની નારાજગી :  
         આજે સવારથી પ્રિતી એ પ્રણયને એકવાર પણ જોયો નહતો. મન હતું કે તેને ફોન કરી લે અથવા તો વોટસએપ કરી લે. પણ કહેવાય છે ને સ્ત્રી હઠ બધા પર ભારી....... પ્રિતી પોતાનું મન મનાવી લે છે અને સદંતર પ્રણયને અવગણે છે પણ પ્રિતી પ્રણયને કાયમ અવગણી પણ ન શકે. કેમ કે તેઓ બંને એક જ કોલેજમાં પ્રોફેસર હતા અને કલીગની સાથે-સાથે સારા મિત્રો પણ છે. આથી પ્રિતી ચાહીને પણ પ્રણયથી દૂર તો ના જ રહી શકે. આ બાજુ પ્રણય પણ પ્રિતીના મેસેજની રાહ જોતો હતો. બંને એકબીજાના ઇગોમાં મેસેજ કે ફોન કોલ કરતાં ન હતા. 

          પ્રિતીને કલાસમાં જવાનું હોય ત્યાં બીજા એક કલાસમાં પ્રણય લેકચર લઇ રહ્યો હતો. પ્રિતી એ બાજુથી એ રીતે નીકળી જાણે તેણે પ્રણયને જોયો જ ના હોય. પણ પ્રણયની નજર પડી જાય છે. તેને ખ્યાલ આવી જાય છે કે આજે પ્રિતી તેને અવગણે છે. આમ તો રોજ પ્રિતી પ્રણય શું પહેરીને આવ્યો છે અ જોવા ખાસ તેના કલાસ આગળ જતી. પણ આજે તો કલાસ આગળ ગઇ હોવા છતાં તેની સામે નજર પણ ના કરી. 

         સમય આગળ વધતો ગયો ને જમવાનો સમય થયો. રોજ પ્રિતી અને પ્રણય કેન્ટીનમાં સાથે જમવા જતા. આજે પ્રિતી જમવાના સમયે ઉભી ના થઇ અને બીજા કોઇ કામમાં વ્યસ્ત થઇ ગઇ. પણ પ્રણયથી રહેવાયું નહીં. તે પ્રિતી પાસે ગયો અને જમવા માટે કહ્યું. પ્રિતી તો જાણે સાંભળ્યું કે ના સાંભળ્યું કરીને ઉભી થઇ ગઇ. પ્રણય તેને રોકે છે. પ્રિતી પ્રણયથી રોકાઇ જાય છે. 

પ્રણય : હવે કયા જાય છે જમવાના સમયે ? 
પ્રિતી : હું કયાંય નઇ જતી. હવે જમવાનું જ છે મારે. 
પ્રણય : (મજાકના મૂડમાં) આજે હું કેન્ટીનમાં નથી જમવાનો. 
પ્રિતી : કેમ ? (આશ્ચર્યથી) 
પ્રણય : હું જમવાનું ઉપર ટેબલ પર જ મંગાવું છું. તું નીચે જઇને જમીને આવજે. 
પ્રિતી : હા તો મંગાવી લે. હું નીચે જઇ આવું છું. 

          એટલું સાંભળતાં તો પ્રણય પોતાની જગ્યાએ બેસી જાય છે. અચાનક પ્રિતીને યાદ આવે છે કે જમવામાં તેણે કદી પ્રણયને એકલો નથી રાખ્યો. એ તરત જ બહાર નીકળે છે અને પ્રણયને શોધે છે. જેવી તે દરવાજાની બહાર નીકળે છે ત્યાં જ પ્રણય તેને સામે અથડાઇ જાય છે. હવે પ્રણય મજા લેવાના મૂડમાં હતો.
 
પ્રણય : બોલ.... આમ દોડતી દોડતી કયાં જાય છે ? 
પ્રિતી : તારી પાસે જ આવતી હતી. 
પ્રણય : કેમ ? તારે તો નીચે જવાનું છે ને જમવા ? તો જા ચલ.... સમય બરબાદ ના કર.... (એમ કહી મનમાં મલકાય છે)  
પ્રિતી : હું કયાંય નઇ જતી. તું પણ ટેબલ પર ના જમીશ.... ચલ આપણે સાથે જમવા જઇએ.
પ્રણય : ના હવે. હું તો ઉપર જ જમીશ. તું નીચે જમવા જા.... 
પ્રિતી : પ્રણય, પ્લીઝ.... જાને હવે..... ચલ સાથે જમીએ......... 
પ્રણય : (પ્રિતીનો હાથ પકડી નજીક લાવીને) મને ખબર છે કે તું જમી પણ નઇ શકે મારા વગર!!!! એટલે જ મજાક કરતો હતો.. 
પ્રિતી : તું પણ કયાં જમી શકવાનો !!!!! મને પણ થયું કે આજે મારી વાત બહુ આસાનીથી માની ગયો એ નવાઇની વાત છે.... 
પ્રણય : પણ હું તો તું કહે એમ જ કરું છું..... તારી તો વાત માનવી જ પડે ને....... 
પ્રિતી : (પ્રેમથી પ્રણયની આંખોમાં જોઇને) ચલ.... હવે.... મોડું ના કરાવીશ...... જમવા બેસીએ. તારા હાથથી જમવાનું છે મારે........ 

          ને પછી પહેલા પ્રિતી પ્રણયને જમાડે છે અને તે પછી પ્રણય તેને જમાડે છે. પ્રિતીના ગાલ લાલ-લાલ થઇ જાય છે. ત્યાં જ પ્રણય કહે છે કે, 
 ‘‘હાથેથી જમાડેલા કોળીયાએ, અમને ઋણાનુબંધમાં જકડી દીધા’’ 

- પાયલ ચાવડા પાલોદરા