Letter to the office books and stories free download online pdf in Gujarati

કચેરીમાં પત્ર

કચેરીમાં પત્ર :

            ઓફિસમાં સમયમાં હું અને કર્મચારીગણ સવારે અગિયાર વાગ્યે ચા પીવાના સમયમાં ચાની મજા માણતાં આરામથી બેઠા હતા. ત્યાં અલપ-ઝલપની વાતોની ચર્ચા થઇ રહી હતી. અચાનક વાત-વાતમાં નળની વાત ચાલુ થઇ. વાત જાણે એમ છે કે, ઓફિસમાં આવેલ અમારી કચેરીમાં પાણી પીવાનો નળ સદંતર ટપકયા જ કરે છે. આથી જયારે પટાવાળા ભાઇ આવ્યાત્યારે  મે ખાલી સહજતાથી જણાવ્યું કે, ‘‘આવી રીતે સદંતર નળમાંથી પાણી ટપકયા કરે તે સારું ના કહેવાય.’’ તે ભાઇને મારી વાત યોગ્ય લાગી. આથી તેઓએ મને કચેરી તરફથી જે-તે કચેરીના અધિકારીને પત્ર લખવાની જાણ કરી. એ પછી અમને એમ પણ થયું કે આટલી નાની વાત માટે પત્ર લખવો શું યોગ્ય છે? તો તરત જ પેલા પટાવાળાભાઇએ મોંઢું ફુલાવતા કહ્યું કે, ‘‘હું જ આવું નાનું મોટું કામ કરી લઉં છું. પણ જયારે તેના પૈસા આપવાની વાત થાય છે ત્યારે અમને નથી આપતા. તમે પત્ર લખો એટલે મને કામ સોંપે અને તે રીતે પૈસા પણ આપી દે. તમારા પત્ર લખવાથી મારે સાબીતી રહે કે તમને ફરીયાદ હોવાથી આ નળનું કામ કરાવી આપ્યું. એમનેમ પૈસા લેવા માટે મે કામ કર્યુનથી.’’ અમને તેમની વાતમાં દમ લાગ્યો. આથી બે લીટી ટાઇપ કરવામાં વળી કેટલી વાર લાગે ?

            અમે પત્ર લખવાની શરૂઆત કરી અને સાથે બીજા બે કર્મચારી મદદ માટે મારી બાજુમાં બેઠા. કચેરી અને અધિકારીના નામ ગોઠવાઇ ગયા. હવે વિષયમાં હું લખવું તે મૂંઝવણ હતી. કેમ કે, નળની ચર્ચા કરતાં હતા ત્યારે પીવાના પાણીના એક નળની વાત હતી. પછી તો મહિલા ટોયલેટ અને પુરુષના ટોયલેટમાં જે નળ છે તેને રીપેરીંગ કરવાની માંગણી ઉઠી. એટલે અમે ત્રણેય વિચારવા લાગ્યા. કેમ કે, વિષયમાં એમ તો લખાય નહી કે બાથરૂમના નળ બદલવા છે. ઘણી મગજમારી બાદ અમે ‘નળનું રીપેરીંગ કામ કરવા બાબત’ થી વિષય ઉમેરી પત્ર લખવાની શરૂઆત કરી. પછી પાણી પીવાનો નળમાં ખરાબી હતી આથી અમને તેના માટે ચોકકસ શબ્દ યાદ આવતો નહતો. એક ભાઇ કહે કે, અમે તો તેને અમારી ભાષામાં કુંડી કહીએ. પછી તો મે કીધું કે, તેની નીચે જે પાઇપ આવે છે તેને અમે ટોટી કહીએ છીએ. પછી તો હું અને પેલા બંને ભાઇઓ તો બહુ જ હસ્યા. પત્રમાં કુંડીનો નળ બદલવાનો છે એવું લખીએ તો કેવું લાગે!!!! એટલે અમે ફરીથી બીજો શબ્દ વિચારવા લાગ્યા. એમાં અમને ત્રણેયને સાથે વોસ બેસિન શબ્દ યાદ આવી ગયો. એટલે પત્રમાં અમે વોસ બેસિન લખીને આગળની લીટી ઉમેરી દીધી. પછી વાત આવી બંને મહિલા અને પુરુષના ટોયલેટના નળ બદલવાની વાત. એમાં ફરી પાછા અમે ત્રણેયના મગજ ચકરાવે ચઢી ગાય કે આમાં શું વાકય લખવું? પછી સીમ્પલી એક શબ્દ યાદ આવ્યો કે આપણે બાથરૂમ લખીએ. એટલે વાકયમાં બંને (મહિલા અને પુરુષ) બાથરૂમોના નળનું રીપેરીંગ કામકાજ કરી આપવા વિનંતી. બે-ત્રણ લીટીના પત્ર માટે અમે પંદર થી વીસ મીનીટ બગાડી. પછી વાત આવી સહી કરવાની. તો અધિકારી પાસે સહી કરાવવા ગયા. તો તેમણે એવો જવાબ આપ્યો કે, આવો પત્ર તો કાંઇ લખાતો હશે? અમે પછી જણાવ્યું કે, રીપેરીંગનું કામ કરાવવા માટે આ રીતે પત્ર તો લખવો જ પડશે. તો અધિકારી કહેવા લાગ્યા કે, સારું પણ હું જાતે જ જે-તે શાખામાં વાત કરી લઉં તો? ‘‘વાત કરવાથી મેળ નહી પડે. જેમને આ કામ કરવાનું છે એને પત્ર જ જોઇએ. કેમ કે, પત્ર લખશો તો તેનું રીપેરીંગનું બીલ પાસ થશે. પત્ર એક પુરાવો છે તે વ્યક્તિ માટે અને અમને તે યોગ્ય જ લાગે છે તેમ અમે જણાવ્યું. અધિકારીને પણ અમારી વાત ગળે ઉતરી. એટલે તેમણે પત્ર પર સહી કરી લીધી.

            આખરે અમે બે-ત્રણ લીટીનો પત્ર ઘણી મથામળ બાદ પૂરો કર્યો. પણ પત્ર લખવાની મજા આવી. કોઇ સંદર્ભમાં પત્ર લખવાનો હોય તો કદાચ ઘણો આસાન રહે છે પણ વિચારીને પત્ર લખવાનો હોય અને એમાં પણ ત્રણ-ત્રણ માથા હોય તો પછી એક-બે લીટીમાં લખવામાં પણ અડધો કલાક થઇ જાય. અમને આ પત્ર યાદ રહેશે. કેમ કે, આવતી વખતે આ પત્રના સંદર્ભથી જ અમે પત્ર લખશું. જો કોઇ આ રીતની ફરીયાદ આવી તો!!!!!!!!!!!!!!!!!!

 

 -  પાયલ ચાવડા પાલોદરા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED